________________
સાધન સાચવી રાખતા શીખે ,
[૪૧]
ધર્મથી અર્થ, કામ અને મોક્ષ સધાય છે” તે સૂત્ર સાચું છે, સારું છે, અને આદરવા યોગ્ય છે, પણ ભયંકર ભૂખરૂપી દર્દના ભોગ બનેલાને ધર્મ કરતાં અર્થ અને કામની વધુ જરૂર હોય ત્યારે ઉત્તમ એ જ છે કે–અર્થ અને કામના સાધનો પ્રથમ પૂરા પાડીને ત્યારબાદ ધર્મ અને મોક્ષને ભાગે જનતાને દોરવી. આ પ્રથમ પગથિયું છે, સરળ અને વ્યવહાર માર્ગ છે અને તે વડે જ સમાજ ધર્મમાર્ગે વળશે. સંસારી અને સાધુના માર્ગો, ધ્યેય અને પ્રવૃત્તિ તદ્દન જુદા છે તે ખરું પણ સમાજને આજે સૌથી પ્રથમ અને મુખ્ય જરૂર છે. સમાજનાયકોની અને સમાજસેવકેની આ દષ્ટિ, આ વાદ, આ સૂત્ર જે સમાજ સ્વીકારે અને સૌથી વધુ મહત્વ તેને આપી તેની જ માગણી પ્રથમ કરે તે નાયકને તે પ્રશ્ન પ્રથમ સ્વીકારવો જ પડશે અને તેને ઊકેલ પણ સૌથી પહેલે શેધવાની ફરજ પડશે. આ છે સમાજની સૌથી પ્રથમ અને મુખ્ય માગણી એટલે જે કોઈ અર્થ અને કામને ઉકેલ લાવવા શક્તિમાન હશે તેને જ આ સમાજ નાયકપદે સ્થાપશે, તેની આજ્ઞા ઉઠાવશે અને તેને જ આધીન રહેશે.
જેનામાં આ પ્રકારની શક્તિ હોય અને જે કામને હાથમાં લઈ પાર પાડવાની તમન્નાવાળો હોય તેની એ ફરજ છે કે મોખરે આવવું, આ વિચારવાળાઓનું જૂથ બનાવવું, સાધને ભેગા કરવા, કામની શરૂઆત કરવી અને તેમાં જ સમગ્ર ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવા તે નિષ્ફળતાનું કશું કારણ નથી. આ રીતે જ સમાજના ઉત્કર્ષની શરૂઆત થઈ ધીમે ધીમે ઉન્નતિના શિખર પ્રતિ પ્રયાણ શક્ય બનશે. ત્યાગી મહાપુરુષોની એ પ્રથમ અને પવિત્ર ફરજ છે કે તેઓએ આ કાર્યને વિરોધ ન કરતાં તેને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું. સમાજની સર્વદેશીય આબાદી હશે તે જ સમાજ કે સંધ, ધર્મ કે ગુરુસંસ્થા, ધર્મસ્થાને કે પૂજકે ટકી શકશે; નહિ તે તેને અવશ્ય વિચ્છેદ થશે. ખરે શાસનપ્રેમકે સ્વદેશપ્રેમ આમાં જ સમાએલો છે.