________________
અનુભવ-વાણી
વિભાગ પહેલો : સામાજિક
(૧)
શ્રાવક-શ્રાવિકાને સાચો ઉત્કર્ષ સાધવાની ચેજના પખિલ ભારતવર્ષ માટે કોઈ પણ સંસ્થા કાર્ય કરી શકે તે
તે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ જ છે; કેમકે તે સંસ્થા સમગ્ર જૈન સમાજની છે અને તેમાં સૌને માટે સ્થાન છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી મુખ્યત્વે તો ધાર્મિક સંસ્થા છે અને તેનું મુખ્ય કામ ધર્મના તીર્થસ્થાને સંભાળવાનું છે. તેને વહીવટ જુના બંધારણ મુજબ મેટા ભાગે અમદાવાદના ભાઈઓ કરે છે. જો કે તેમાં જુદા જુદા પ્રાંત કે પ્રદેશના પ્રતિનિધિઓને ચૂંટવાનું ધોરણ છે; તે પણ ખરેખરે વહીવટ અને સત્તા તે સ્થાનિક સભ્યોના હાથમાં હોય છે. એટલે સામાજિક પ્રશ્નોને ઉકેલ તે પેઢી કરતાં કૉન્ફરન્સ વધુ સારી રીતે લાવી શકે. આ યોજનાને ઉચિત અમલ અને સર્વદેશીય વિકાસ કરવો હોય તો સૌથી પ્રથમ જરૂરનું એ છે કે –
(૧) જ્યાં જ્યાં જૈનેની વસ્તી હોય કે સંઘ હોય તે દરેક ગામમાં કોન્ફરન્સની શાખા હોવી જોઈએ અને તે શાખામાં ગામના ઉંમરલાયક ભાઈઓ તથા બહેને વેચ્છાથી સભ્ય બનવા જોઈએ. વ્યક્તિગત સભ્યની