________________
[ ૨ ]
અનુભવ-વાણી
વાર્ષિક ફી ચાર આના રાખવી. મંડળ કે સંસ્થા સભ્ય થવા માગે તે વાર્ષિક પાંચ રૂપિયા ફી રાખવી. અને સંધ સભ્ય થવા માગે તે વાર્ષિક પંદર રૂપિયા ફી રાખવી.
(૨) કૉન્ફરન્સે પેાતાના કાર્યના પ્રચાર કરવા માટે અને કાર્યવાહીથી સૌને માહિતગાર કરવા માટે એક મુખપત્ર ચાલુ કરવું જોઈએ. સાપ્તાહિક, પાક્ષિક કે માસિક પત્ર કયું કાઢવું તે સ્થાયી સમિતિએ નક્કી કરવું. તેનું વાર્ષિક લવાજમ રૂા. ૩૭) કે ૪)થી વધુ ન જોઈ એ. દરેક મંડળ કે સંધ-સભ્યને પત્ર ભેટ માકલવું; અને ખીજા ગ્રાહકેાને લવાજમ લઈને મેકલવું. ઓછામાં ઓછી પાંચ હજાર નકલેા જવી જોઈ એ, તેમાં જે ખોટ આવે તે જાહેર ખબરમાંથી અને તેટલી ભરપાઈ કરવી. બાકીની ખેાટ ઉત્કર્ષી કુંડમાંથી ત્રણ વરસ સુધી ભરપાઈ કરવી. તંત્રી તરીકે હોશિયાર અનુભવી સભ્યની નિમણુક કરવી અને તેને યોગ્ય વેતન આપવું. મુખપત્ર એ બધી પ્રવૃત્તિએ ની જાહેરાત અને પ્રચાર માટેનું મૂળ અને મુખ્ય સાધન બનવું જોઈએ.
(૩) દરેક પ્રાંત અને પ્રદેશમાં આવેલી દરેક ગામની શાખાનુ સંગઠન અને જોડાણ કરવુ. ટૂંકમાં, કેાન્ગ્રેસના બંધારણ મુજબ આપણી કાન્ફરન્સની પણ દરેક સ્થળે શાખા, સમિતિ કે કમિટી સ્થાપવી જોઈએ અને એક ખીજા સાથે જોડાણ સાધવું જોઈ એ. મતાધિકાર વ્યક્તિગત રાખવા અને નિમણુક ચૂંટણીના ધેારણે કરવી. આ પ્રમાણે પ્રબંધ થઈ જાય તે પછી કામ કરવાની સરળતા રહેશે; દરેક સભ્યને આકર્ષણ રહેશે અને ધીમે ધીમે સભ્યસંખ્યા વધશે.
જ
(૪) જેએ કૅન્ફરન્સના સભ્ય હશે તેઓને જ કૉન્ફરન્સની યાજના કે સહાયના લાભ આપવા. વાર્ષિક ચાર આના ફી કાને ભારે નહિ પડે. સભ્યસ ંખ્યા વધારવાના અંતે પીઠબળ મજબૂત કરવાના આ એક જ ઉપાય છે..