________________
[૧૮]
'. અનુભવ-વાણી માનતા; અને તેમાં જ સાચું સુખ છે. આજના જેવો લેભ, ઉતપાત, ઉલ્કાપાત, ધમપછાડા, ધાંધલ, ધમાલ કે દોડધામ ત્યારે નહોતાં. તેથી તેઓ સંપત્તિ અને શક્તિ બંને સાચવી શકતા, સંઘરી શકતા, અને જરૂરના પ્રસંગે દાન કે સેવામાં આપી પણ શકતા. આને લીધે તેઓ ઉદાર, સંતોષી અને સુખી રહી શક્તા. તેઓએ કાવાદાવા કે દાવપેચ કરવાની કે રમવાની જરૂર નહોતી. શાંતિથી રટલે ખાઈ શકતા, સ્ત્રી અને બાળબચ્ચાંઓ સાથે આનંદકલેલ કરી શક્તા, રાત્રે ગાઢ નિદ્રા અને સંપૂર્ણ આરામ લઈ શકતા અને સવારે તાજગી અને ર્તિ સાથે ઉડીને કામે લાગી શકતા. આજે ગામડામાં ઓછા વધુ અંશે પણ આવું સુંદર દ્રશ્ય જોવા મળે છે. શહેરમાં ઘણું લેકો મોડી રાત સુધી જાગે છે તેમને બહારના શોર બરથી શાંત નિદ્રા આવતી નથી. નિદ્રામાં પણ સ્વપ્નની દુનિયાનું નાટક, વાણીને બકબકાટ, ક્રોધ કે સદનના નાદ, હૃદયને ઉકળાટ કે નસાસા અને હાથ, પગ તથા શરીરના તડફડાટ મોટી સંખ્યાના માનવીને સતાવે છે. માત્ર ઘાટી, રામ, ભૈયા, મજૂર કે અન્ય જે કે શ્રમ કરી રેજી કમાય છે, અને ચાલુ જીવનથી સંતોષ અને આનંદ માને છે, તેઓ જ નિશ્ચિતપણે ઘસઘસાટ ઊંઘે છે. - લેકે કહે છે કે પેટને માટે–પેટનો ખાડો પૂરવા માટે આ બધી ઉપાધિ કરવી પડે છે અને અનેક યાતનાઓ વેઠવી પડે છે. પણ આ વાત એકંદરે પેટી છે, હડહડતી જડી છે અને ભ્રમજનક છે. કોઈ પણ કુટુંબજીવનના ખર્ચનો હિસાબ જેવાથી સ્પષ્ટ જણાઈ આવશે કે ખાવાપીવાનું ખર્ચ બહુ નથી આવતું, પણ બીજા ફાલતું ખર્ચામાં જ મોટી રકમ ખર્ચાય છે. તેમાં ધારીએ તો ઘણું ઘટાડો કરી શકીએ. આવકમાં પેટગુજારે કરી શકાય અને જીવન જીવી શકાય અને ધારીએ તે તેમાંથી થોડું-ઘણું બચાવી પણ શકાય. દુઃખ ખરેખર ત્યાં જ છે કે આપણે બીજાનું જોઈને તેના જેવું જીવન જીવવા ઈચ્છીએ છીએ અને જાણેઅજાણે તે મુજબ જીવન જીવવા માંગીએ છીએ.