________________
ગામડામાં રેજી માટે શું થઈ શકે? જ
[૧૨૫]
વસ્તુનું કામ કરનાર ફેરિયાઓ રોજના બે ત્રણ રૂપિયા સહેલાઈથી કમાઈ શકે છે,
૪. રંગવાનું, છાપવાનું તથા બાંધણીનું કામ:–
આજકાલ શહેરમાં અને ગામડામાં, ભણેલા અને અભણમાં, સુધરેલા અને ગામડીયામાં સ્ત્રીઓના પહેરવેશમાં રંગીન, ભાતીગળ અને છાપેલા કપડાંને શેખ બહુ વધે છે. મુંબઈ જેવા શહેરમાં સ્ત્રીઓ એક સુતરાઉ સાડલાની છપાઈના ૧૦ થી ૧૫ રૂપીઆ આપે છે તે ઘણા જાણતાં પણ નહિ હોય. આ કામ ગામડામાં ભાવસાર, ખત્રીઓ, છીપાઓ અને રંગારાઓ ઘણું કરે છે, રાજદરબારમાં અને કાઠીઓની ડેલીઓમાં અવનવી તરેહની છાપ અને ભાતવાળી જાજ, લાલ કે પીળી શેતરંજીઓ કેટલી કળાત્મક અને આકર્ષક હોય છે ! લગ્ન અને સારા પ્રસંગોમાં હજુ પણ બાંધણી અને ઘરાળાનો અપાર મહિમા હોય છે. ભરવાડ અને રબારીઓમાં, કાઠી ગરાસીયાની બાઈઓમાં બાંધણીના છાપેલાં કે રંગેલા કપડા પહેરવેશ ચાલુ જ છે. ઘર વપરાશના રંગ ઉડી ગએલાં કપડાં પણ ફરીને નવા જેવા બનાવી શકાય છે અને નવા તરીકે ઉપગમાં લઈ શકાય છે.
પ. દવાઓ અને તૈયાર ખાદ્ય પદાર્થો –
ગામડાઓમાં આવળ, આકડો, બાવળ, થોર, કુમાર વિગેરે અનેક જાતની વનસ્પતિ ઢગલાબંધ થાય છે. આમાંની ઘણય ઔષધિઓ તરીકે રંગાટ કામમાં કે બીજા અનેક ઉપયોગમાં આવે છે. મુંબઈ જેવા મોટા શહેરમાં વૈદ કે ગાંધીઓ અનેક જાતની વનસ્પતિનાં પાન, ડાંખળા, ફૂલ, ફળ, છાલ અને મૂળીયા વગેરે વેચે છે અને તેના કેટલા દામ લે છે? આ બધી ચીજે ગામડામાંથી જ શહેરમાં આવે છે, આ બધી ચીજોની ઓળખ, પારખ, ઉપયોગ અને નિકાસની સમજ હોય છે તેમાંથી ગામડાના લેકે સારી એવી કમાણી કરી શકે.