________________
[૧૨૪]
અનુભવવાથી
૭. સુતરના નાના મોટા બટને પણ હાથથી બનાવીને મોટા પ્રમાણમાં વેચાય છે.
૨, ભરત કામ :
સૌરાષ્ટ્રના જે જે ગામમાં સિંધી નિરાશ્રિત બહેને મોટી સંખ્યામાં વસે છે તેઓ દરરોજ નિયમિત ઘરકામ કરવા ઉપરાંત ચારથી છ કલાક ભરતકામ કરીને રોજની એક રૂપીઆથી ત્રણ રૂપિીઆની કમાણી કરી શકે છે, ભરેલા ચણીયા, સાડીઓ, ટેબલ કલોથ, ચાદરે, ગલેપ, ચોળીપલકા અને બીજી અનેક ચીજો બનાવીને વેચે છે.
૩. સીલાઈ કામ :
૧. આ કામ તો દરેક ઘરમાં દરેક સ્ત્રી અને કન્યાએ ફરજીયાત શીખી લેવું જોઈએ. કપડાને શેખ, વપરાશ અને ફેશન દિનપ્રતિદિન કેટલા વધે છે તે સૌના અનુભવની વાત છે. ઘરનું સીલાઈ કામ કરે તો પણ તેટલા પૈસાને બચાવ થાય અને બહારનું કામ કરે તો ગુજરાન પણ નીકળે. આ કામ કરીને માસિક રૂ. ૩૦ થી ૭૫ સહેલાઈથી સ્વતંત્ર રીતે મેળવી શકાય. શ્રીમંત કુટુંબની દીકરીઓના આણાં કે કરીયાવરના કે લગ્નના કપડાં શીવવાનું કામ કરે તે રૂ. ૨૦૦૩૦૦ ની મજૂરી મળે. - ૨. હાથંકામની સારી સીલાઈના કપડાંની મજૂરી દેઢી અને બમણી મળે છે, આ કામ બહેને શા માટે ન શીખે ?
૩. તૈયાર શીલા કપડાંને વપરાશ રેજ વધતું જાય છે. આ કામ જથ્થાબંધ પણ થઈ શકે છે અને આ કામ ચાલુ શીખાઉ બહેનને રેજીનું સારું સાધન પૂરું પાડી શકે.
૪. જૂનાં કપડા ભેગા કરી તેને સાંધી સમારીને વેચી નાખવામાં આવે તે ગરીબ ઘરાકોને તે આશીર્વાદ સમાન થઈ પડે. જરીપુરાણી