________________
[ ૨૮ ]
*
અનુભવ-વાણી
ફરજ છે કે સમયના એધાણ એળખી લેવા જોઇએ અને સમાજને સમયસર બચાવી લેવા જોઇએ. તેઓ જે કવિમુખ અને તેા આપણે તે સજાગ બનવું જોઈ એ.
આજે દરેક વ્યક્તિ શાંત ચિત્તે એકાંતમાં પેાતાના મન સાથે એટલું વિચા૨ે કેઃ–(૧) મારી પાસે કેટલી મિલ્કત છે, (૨) મારી ઉંમર કેટલી છે, (૩) મારી કમાણી કેટલી છે, ખર્ચ કેટલા છે અને આજની અને ભવિષ્યની જવાબદારી કેટલી છે, (૪) વધુ કમાવાની શક્તિ કેટલી છે અને તે માટેના સ ંજોગા કેવા અનુકૂળ છે. (૫) દૈવયોગે અચાનક દેહ પડી ગયા તા પાછળ કુટુંબને આજીવિકા માટે પૂરતું સાધન છે કે નહિ, કે સમાજની યા ઉપર જીવવું પડશે. આ બધા પ્રશ્નો વ્યક્તિગત પેાતાના જીવન અંગેના છે. તે ઉપરાંત સમાજને સ્પર્શતા પ્રશ્નો પણ વિચારવાના રહે છે; કેમકે દરેક વ્યક્તિ સમાજનું એક અંગ છે. સમાજને લગતા એ પ્રશ્નો વિચારવાના રહે છે કેઃ-(૧) આવકના કેટલા ભાગ ધર્મકાર્યું કે ધર્મક્રિયામાં ખરચવે, (ર) વાર્ષિક કેટલી રકમ સામાજિક સંસ્થાઓમાં કે કુંડફાળામાં આપવી, (૩) કેટલી મદદ સેવાની કે ધ્યાની સંસ્થાએમાં આપવી, અને (૪) કેટલા પૈસા દીન, દુઃખી, અનાથ, અપંગ કે આફતમાં આવી પડેલાને આપવા, દર વરસે આવક ને ખવધારા જે વધતા હોય તેમાંથી પ્રમાણ નક્કી કરીને ઉપર જણાવેલી એક અથવા અનેકને યાગ્ય યથાશક્તિ મદદ આપવી એ દરેક મનુષ્યનું કર્તાવ્ય છે. અને વ્યાપારી કામ તરીકે દરેક બાબતની મહત્તા અને લાભાલાભનો વિચાર કરી સ્થિતિ અને સંજોગ પ્રમાણે સારાં કાર્યાં માટે દ્રવ્ય ખરચવામાં વિવેકબુદ્ધિ વાપરવી જોઇએ.
જ્યાં જ્યાં જૈનોની જેટલી વસ્તી હાય તેના પ્રમાણમાં એકાદ દેરાસર, એક ઉપાય અને એક ધાર્મિક પાઠશાળા અવશ્ય હાવા જોઇએ. તેા જ જૈનોમાં જૈનપણું જળવાઈ રહેશે. આને માટે જે રકમ જોઇએ તે રકમ તે ગામના લેાકેાએ પેાતામાંથી જ મેળવી લેવી જોઈએ. બહુ તા પચાસ ટકા સુધીની બહારની મદદ માગે અને પચાસ ટકા પેાતાના