________________
સંયમની જરૂર નથી?
[૨૭]
ગણાતા. તેટલા સમયમાં સામાન્ય બુદ્ધિશાળી મનુષ્ય ઠીકઠીક કમાઈ શકતા. તે વખતે વેપારધંધાનો, વાણિજ્યનો ઈજારે માત્ર વણિકનો જ હતા. રાજ્યમાં મંત્રીપદ, પ્રધાનપદ કે અધિકારીપદ મુખ્યત્વે આપણું જ હતા. એટલે ધન અને સત્તાવડે આપણે ગમે તે કરી શકતા હતા. કદાચ ગજા ઉપરાંત ખર્ચ કરવો પડે કે અવસર ઉજવવા પડે તો તે ખાડો આપણે એકાદ બે વર્ષમાં પૂરે કરવા સમર્થ હતા. પરંતુ આજે સમાજરચના તદ્દન પલટાઈ ગઈ છે. આપણું ભૂતકાળનું સ્થાન અને શક્તિ આપણી પાસે રહ્યા નથી. આવક અને આર્થિક ક્ષેત્ર બને સંકોચાઈ ગયા છે. કુટુંબના અને સમાજના ભારણ વધી રહ્યા છે; અને ઘણાઓને તે અસહ્ય પણ થઈ રહ્યા છે. સંયુક્ત કુટુંબની પ્રથા હતી ત્યાં સુધી ગમે તેમ કરી સૌ નભતા, અને સૌ સૌને નિભાવી લેતા. આજે સંજોગ પલટાયા છે. ગામડામાં આપણા હાથમાંથી ધંધા સરી પડ્યા છે; અન્ય કોમના હાથમાં જઈ રહ્યા છે. ધંધાના પ્રકાર, રીતરસમ અને પદ્ધતિમાં પણ બહુ મોટું પરિવર્તન થઈ ગયું છે. પૂર્વકાળમાં સમાજરચનામાં વેપારીનું સ્થાન મધ્યબિંદુ તરીકે હતું. તે સ્થાને આજે આપણે રહ્યા નથી; રહી શક્યા નથી. આપણે પ્રાતર અને મધ્યાહ્નકાળ રહ્યો નથી; સમીસાંજ અને સંધ્યાકાળને આરે આપણે આવીને ઊભા છીએ. એટલે હવે તે રાત્રીને અંધકાર આવી રહ્યો છે. આ નિરાશાના સૂર કે માત્ર કલ્પનાના ચિત્રો નથી, પણ પ્રમાણભૂત અનુભવીઓની સત્ય આગાહી છે. જેને બુદ્ધિ કે સમજશક્તિ હશે તે જ આ સત્ય જોઈ શકશે.
આવે સમયે અને આ સંજોગોમાં શું કરવું ઉચિત છે તે દરેક મનુષ્ય જાણી લેવું અને સમજી લેવું ઘટે છે. જે તેમ ન કરીએ અને પરિણામે ઊંડી ખીણમાં ગબડી પડીએ અને પહાડ કે પત્થર સાથે અફળાઈને હાલહવાલ થઈએ કે જાન ગુમાવી બેસીએ તે તેને માટે જવાબદાર આપણે પોતે જ ગણાશું. જો કે તેને દેષ સમાજનાયકેને કે ધર્મગુરુઓને શિરે પણ અવશ્ય રહે છે જ, કેમકે તેઓની એ હંમેશની