________________
[ ૧૧૨ ]
અનુભવ-વાણી
ગામડામાં સુતર અને ઉન કાંતવાનુ કામ ઘેરઘેર થાય તે તેમાંથી નવરાશના વખતમાં કમાણીનું સાધન મળી શકે છે. અગાઉ ખરાં અને કરાંએ કાલા ફાલીને પૈસા કમાતા હતા તે આપણામાંથી ઘણા જાણતા હશે.
(૫) લાકડું :-લાકડામાંથી સેંકડા ચીજો નાના મોટા માપની શકે બની છે. આપણા દરેકના ઘરમાં ચારે બાજુ નજર નાખા તે ખ્યાલ આવશે કે ધરતી ધરવકરીમાં મેાટા ભાગે લાકડાની ચીજો જ વધુ હશે. નાના બચ્ચાંના રમકડા જોશે તે તેમાં પણ સૌથી વધુ લાકડાની ચીજો હશે. શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈએ સુતારી કામના શિક્ષણની સૂચના કરી ત્યારે ધણાઓને તે ન ગમી પણ તે સૂચનાની પાછળ ગંભીર તાપ, ખારીક નિરીક્ષણ શક્તિ અને વ્યવહારુ અર્થસૂચકતા રહેલા છે. આ કામ ગામડામાં બહુ જ સહેલાઈથી થઈ શકે તેમ છે. મહુવા, ઈડર અને બીજા ધણા ગામેામાં સંઘેડા ઉપર અને હાથ-કારીગીરીથી લાકડાની અનેક ચીજો બહુ જ સુંદર બને છે. લાકડા ઉપર લાખના અને બીજા રંગાના રંગનું કામકાજ ધણું સુંદર થાય છે. માન્ચેસારી અને કિન્ડર ગાર્ટની શિક્ષણપદ્ધતિમાં અને આજની શિક્ષણુશાળાઓમાં પણ શિક્ષણના ઘણા સાધના અને વસ્તુએ લાકડાની જ બનાવટના હોય છે.
તેવી જ રીતે નેતર, વાંસ અને બાંબુની ચીરીમાંથી ટાપલી, ટાપલા, બાસ્કેટ, પેટી, કર ડીએ, રમકડાં, લાકડી, સોટીએ, કાપડ, ક્રમાન, તીરકામઠાં, ગાડીઓ, બાબાગાડી, વિગેરે સેંકડા ચીજો બને છે. નાળીએરની કાચલી, દુધીના સુક્કા તુંબડા, વિગેરેમાંથી વાજીંત્રે બની શકે છે.
(૬) ઘાસમાંથી અને લાકડાના વેરમાંથી અનેક રમકડાં, વપરાશની ચીજો, ચટાઈ, સાડી, બાસ્કેટ, ધુધરા વિગેરે ઘણું બની શકે છે. મલબાર, ગાવા અને મદ્રાસમાં આના ઉદ્યોગ બહુ સારા પ્રમાણમાં ખીલેલે છે.