________________
વ્યવહારુ યોજના
[૧૧૧ અપાય છે. વધુ તારની સુતરની દોરીઓ કે દોરડા બનાવવા હોય તે ફળીયામાં એક છેડેથી દોરીના છેડા બાંધી તેને એક બાજુથી વળ દેવામાં આવે છે. આ કામ ગામડામાં ઢેઢ વણકરે અને બીજાઓ કરે છે. તે જ રીતે ખાટલાની પાર્ટી પણ સુતરની કે સુતળીની વણી શકાય છે. સુતરના દેરડામાંથી સીંકા, જોતરા વિ. બની શકે છે. સુતરને જુદા જુદા રંગનું રંગીને રંગબેરંગી દોરીઓ, નાડી, વરધ, ફુમતા, ભરતકામ, આસનીઆ, પાટી, શેતરંજી, જાળી (નેટ), સુતરના અને કપડાના બટન, ગાલીચા અને અનેક પ્રકારની થેલીઓ, પાકીટ, દફતર વિ. ઘણી ચીજો બનાવી શકાય. અને આ બધી ઘરવપરાશની ચીજો રહી એટલે તેની ખપત પણ મોટા પ્રમાણમાં થઈ શકે છે. વળી સુતરમાંથી ગુંથવાના મશીન ઉપર ગંજીફરાક, સ્વેટર, કેટ, ચડ્ડી, ઝબલા, ટોપીઓ, મોજ વિગેરે ઘણી ચીજો અનેક તરહની બની શકે છે. આ જ મશીન ઉપર તે બધી ચીજે ઉનમાંથી પણ બનાવી શકાય છે. લુધીયાણામાં હેઝીયરીને ગૃહઉદ્યોગ ઘેર ઘેર આજે પણ ચાલે છે.
ઉના-જેમ સુતરમાંથી અનેક ચીજો બને છે તેવી રીતે ઉનમાંથી પણ આ અને આવી અનેક ચીજો બની શકે છે.
૩, સુતર, ઉન, રેયન, યાર્ન, રેશમ, ભીંડી, નાળીએરીને કો– એમાંથી તથા કાપડની ચીંધી અને કાપલીમાંથી અનેક જાતની ઢીંગલીઓ, બીજા અનેક જાતના રમકડાં, પીન કુશન, વિગેરે ઘણી વસ્તુઓ બનાવી શકાય. ઘણાને તો ખબર પણ નહિ હોય કે રેયન યાર્નને મીલમાં જે વેસ્ટ પડે છે તે વગર પૈસે કોથળાબંધ મત આપી દેવામાં આવે છે. કેમકે તેને ઉપગ હજુ સુધી કોઈએ શેાધી કાઢ્યો નથી. ૮ થી ૧૦ રૂ રતલના ભાવનું આટ. રેશમ વેચાય છે, જ્યારે તેને વેસ્ટ ચાર આને રતલના ભાવે ખપતો નથી. આ વેસ્ટનો ઉપગ શેધી કાઢનાર લાખ રૂપીઆ સહેલાઈથી કમાઈ શકે તેમ છે.