________________
[ ૧૧૦ ]
અનુભવ-વાણી
ન જોઈએ. આમ કરવામાં આપણને નુકશાન નથી અને તેને લઇને રાજ્ય તરફથી ઘણી અનુકૂળતા રહેશે, આ બહુ મહત્વના મુદ્દો છે.
(ર) હવે ગામડામાં કયા કયા ઉદ્યોગાની શકયતા છે તેને વિચાર કરીએ. ઉદ્યોગોની શરૂઆતની પસ ંદગી એવી જોઇએ કે જેમાં ૧) મશીનની જરૂર ન પડે પણ માત્ર એજારા કે સાદા સાધનેવડે માલ બની શકે ૨) કદાચ મશીનની જરૂર પડે તેા તે સાદા જોઇએ, બગડે તા સુધારી શકાય તેવા જોઇએ, અને તેના જે કાઇ ભાગ બગડી ગયા હાય કે ભાંગી ગયા હાય તેા સહેલાથી મળી શકવા જોઇએ. ૩) માલ બનાવવા માટે જે જે કાચા માલા જોઇએ તે બધા સ્થાનિક કે નજીકના ગામમાંથી મળી શકવા જોઇએ. ૪) કામ શીખનારને કંટાળા ન આવે તેવા કામ શરૂ કરવા જોઈએ. ૫) જે ચીજ કે વસ્તુ બનાવીએ તે ખપવી જોઇએ. ૬) ફુરસદના સમયે ઘરના દરેક જણ બનાવી શકે તેવી વસ્તુ હાવી જોઇએ. ૭) અને બનાવતાં બનાવતાં વસ્તુ બગડી જાય કે ખરાબ થઈ જાય તેા પણ તે ઉપયોગમાં આવે અથવા તેના લેનારા મળી રહે તેવી ચીજો બનાવવી જોઈએ.
(૩) કાચા માલે ગામડામાં જે સહેલાઈથી મળી શકે, પૂરતા મળી શકે અને સસ્તા મળી શકે તેમાંથી જે જે અની શકે તે તે વસ્તુ બનાવવી જોઇએ. તેવી ચીજો પૈકી મુખ્ય કપાસ કે રૂ, ઉન, લાકડું, ધાસ, માટી, ગુંદર, લાખ, પત્થર, ચુના, રેતી, કાલસા, વાંસ, ખાંભુ એ મુખ્ય છે, તેમાંથી જે જે વસ્તુએ એછી મહેનતે બની શકે તે બનાવી વધુ સહેલી થશે. તેમાંથી એક પછી એક વિગતવાર તપાસીએ
(૪) રૂ:-તેમાંથી સુતર બની શકે, સુતર બનાવવા માટે તકલી કે રેંટીયા જોઈએ. આ કામ સહેલાઈથી સૌ કાઈ કરી શકે. સુતરને એ તાર, ત્રણ તાર કે ચાર તારનું કરવા માટે દરેક તરની અકેક કાકડી કે ખેાખીન હોય છે અને તે દરેકને તાર ભેગા કરી તેને એક કાળકા જે એખીન ઉપર વીંટી લે છે અને પછી તેને રેંટીયા ઉપર વળ