________________
[ ૨૪૬ ]
*
( ૧૬ ) સંસારલીલા અને મુક્તિ
અનુભવ-વાણી
સં
સાર એ ખરેખર એક મુસાફરખાનુ છે અને જીવન એ મુસાફરી છે. જન્મીએ ત્યારથી મુસાફરી શરૂ થાય છે અને મૃત્યુ પામીએ ત્યારે મુસાફરી પૂરી થાય છે. આવી મુસાફરીને ક્રમ ચાલુ રહ્યા જ કરે છે. ઘણાને મુસાફરીના બહુ ગેાખ હોય છે. જેમ જેમ વધુ મુસાફરી કરે તેમ તેમ તેને બહુ આનંદ આવે છે. પણ કેટલાએકને મુસાફરીને બહુ જ કંટાળા હોય છે અને તેએ તે મુસાફરીનુ નામ સાંભળીને પણ કંપી ઉઠે છે. તેનું કારણ એ છે કે મુસાફરીમાં પુષ્કળ ગીરદી, અનેક પ્રકારની ચિંતા, અનેક અગવડતા અને કષ્ટ અને અનેકની સાથે તકરાર અને ટંટાક્રિસાદ-આ બધાથી માણસ ત્રાસી જાય છે.
મુસાફરીના શોખીન એ સંસારમાં ઝૂમી ગયેલા, મેહમાયામાં ફસાયેલા, અજ્ઞાન અને પામર જીવેા છે તેઓને જન્મ-મરણનાં દુ:ખ કે પીડાને ખ્યાલ જ હાતા નથી, તેએ તે પેાતાની મસ્તીમાં એટલા મસ્ત અને મદ્દોન્મત્ત બની ગયા હેાય છે કે તેને મરણ, પુનર્જન્મ, પુણ્ય–પાપ કે ધર્મ-એને વિચાર સુદ્ધાં આવતા નથી. સવારથી રાત સુધી બસ કામ કામ અને કામ જ અથવા અપ્રાપ્તિના વ્યવસાય જ હોય છે. કેટલાએકને તે પેાતાની પત્ની, બાળકો કે કુટુંબની પણ કશી પડી હોતી નથી, પછી સમાજ કે માનવજાતની પરવા તેઓને તે કયાંથી જ હાય ! આજે માનવજાતિને મેાટે સમૂહ
આ પ્રકારના છે અને સમય જતાં તેની સંખ્યા હજુ પણ વધતી જશે. પ્રકૃતિના આ પરિવર્તનને અત્યારે તે કોઇ અટકાવી શકે તેમ નથી. સંસારચક્રની ગતિ અત્યારે ઉપરથી નીચેની એટલે કે ઉતરતી છે; ચઢવાની નથી. તદ્દન અધોગતિએ પહેાંચ્યા પછી જ ચઢતીના ઉન્નતિક્રમ શરૂ થશે. આરાહ અને અવાહના આ અવિચ્છિન્ન ક્રમ કાળચક્ર. તરીકે ઓળખાય છે.