________________
[૧૫૮)
::
અg ભાવ-વા
અને છેડાથી પણ સંતોષ અને આનંદ માનવાને આપણે સ્વભાવ છે. એટલે દર વર્ષે આપણું ધન ઘસડી જવા છતાં લેકે રેટલે દુઃખી નહેતા અને સહુ શાંતિથી જીવન ગુજારે કરી શક્તાં. પણ જાણે કે પરદેશીઓને આટલું આપણું નવું સુખ પણ કાંટાની માફક ખૂંચતું હોય તે રીતે ખેતીવાડી પણ પાયમાલ થઈ જાય અને લેકે ભૂખે મરતા થાય તે જ તેઓ રાજસત્તાને આધીન રહેશે અને તેની સામે માથું નહીં ઉચકે એ ગણતરીએ ખેતીની સુધારણા માટે બ્રિટીશ સરકારે કશું કર્યું નથી પરંતુ તેના પ્રત્યે તદ્દન દુર્લક્ષ જ આપ્યું છે. નંદનવને ઉજજડ વેરાન થતા ચાલ્યા, જંગલે કપાતા ચાલ્યા, નદી, નાળા અને નહેરે પુરાતી ચાલી, નવાણે પાણી વિનાના થયા. છતાં તેની સુધારણા માટે કશું જ કરવામાં ન આવ્યું. ખેડુત કરવેરા અને વેઠના બોજાથી અને દેવાના દબાણથી ડૂબતો ગયે. હિંદના અન્નદાતા સમાન ખેડૂતને સરકાર, નોકરશાહી અને વેપારી વર્ગ લૂંટવામાં કશી કચાશ રાખી નથી. ખાતર અને પશુધન માટે ખેડૂત પાસે પઇસા મળે નહિં, પેટને ખાડે પૂરવા માટે પૂરું અન્ન મળે નહી કે શરીર ઢાંકવા માટે પૂરાં કપડાં પણ મળે નહિં. આ સ્થિતિ પાલનહાર ખેડૂત વર્ગની હતી. આ બધી સમસ્યા વેપારીએ હૃદયમાં કોતરી રાખવાની છે અને વેપારની પાયમાલી કેમ થઈ તેને ઈતિહાસ રેજ વાંચી જવાની અને યાદ રાખવાની જરૂર છે.
પ્રાચીન હિંદનું વેપારી જીવન ન્યાય અને નીતિમય હતું. પ્રમાણિકપણે મહેનત કરી ખેડૂત પાસેથી ખેતીની ઉત્પન્ન વ્યાજબી ભાવે ખરીદ કરી કહાર ભરાતે અને જ્યારે જ્યારે જેને જેને જે જે જોઈએ ત્યારે ત્યારે તેઓને તે તે વસ્તુ વ્યાજબી નફાથી વેચતે. વેપારમાં નીતિ એ હતી કે ૧) લેતી વખતે નમતા તેલથી ખરીદવું, પણ કોઈને તોલમાં ઓછું આપતે નહીં, (૨) માલમાં કદી ભેળસેળ કે દશે કરતે નહી અને તેવા કામને પાપ માનીને તે કરતાં ડરતે. (૩) રૂપીઆના