________________
વિચાર કરી આગળ વધે જ
[૭૭] અને બીજા એવા લોકહિતના સામાજિક પ્રસંગો કે ઉત્સવ સાથે ઉજવવામાં આવે, સહુ સાધુઓ સાથે બેસીને સમાજને સાચે માગે દેરે તે આખા દેશમાં જૈન સમાજની કેવી સુંદર છાપ પડે ! વિવિધતામાં પણ એકતા પ્રત્યે દષ્ટિ ઠેરવવાની જરૂર છે.
એટલે પ્રથમ સહિષ્ણુતાને ગુણ આપણે સહુ કેળવીએ, પછી સંપ અને સમાનતા વધારીએ, તેમજ મારું તે જ સાચું તેવા મમત્વને તન છોડી દઈએ, અને “સાચું અને સારું તે જ મારું” એના વ્રત અને નિયમ લઈએ, સાચે અને ઉન્નતિને માગે રે તેમને ગુરુ માની તેમના સાચા ભક્ત બની તેના ઉપદેશને અમલ કરીએ, અને બહારની બધી પ્રવૃત્તિઓમાંથી ધીમે ધીમે નિવૃત્ત થઈ, યમ, નિયમ, જપ, ધ્યાન, તપવડે દેહશુદ્ધિ અને મનશુદ્ધિ કરી એકાંતમાં રહી આત્માની જ કરવા અંતર્દષ્ટિ કરીએ, મૌન અને આત્મનિરીક્ષણને મહિમા સમજી તેમાં ધીમે ધીમે આગળ વધીએ તો જ આત્મહિત સાધી શકીએ અને ક્રમે ક્રમે આગળ વધી શકીએ.
આજે પ્રજા સઉથી પ્રથમ “રેટી” માગી રહી છે, પછી “” માગે છે. તે પછી શિક્ષણ, ધર્મ અને વ્યવહારની નીતિ-રીતિના માર્ગદર્શનની જરૂર રહે છે. ત્યારબાદ મન, વચન અને કાયાના વિકાસ, સદ્ ઉપયોગ, સંયમ અને શુદ્ધિ સાધવાની છે અને આખરે તે બધાને લય કરી આત્મસ્વરૂપમાં રમણતા પામી તેમાં તાદાસ્યભાવ આવે તે સ્થિતિએ ક્રમે ક્રમે પહોંચવાનું છે. આ છે પ્રાણીમાત્રનાં જીવનને સાર.
આને માટે શાસ્ત્રોએ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સાધનનું શરણ બતાવ્યું છે. તેમાં દેવ અને ધર્મ તે સંપૂર્ણ રીતે જગતના કલ્યાણ માટે જ છે એટલે દેવ અને ધર્મ પ્રત્યે દરેક મુમુક્ષ પ્રાણીને પ્રેમ અને શ્રદ્ધા સ્વાભાવિક જ હોય છે. ગુરુને માટે મહાપુરુષો પોતે જ કહી ગયા છે કે “જે તરે અને બીજાને તારે, જે દેવ અને ધર્મની આપણને ઓળખ કરાવી આપે, જે આપણને સન્માર્ગે દરે, જે આપણને જ્ઞાન ભણાવે, જે ૧૮ પાપસ્થાનકમાંથી પિતે બચે અને