________________
[ ૭૬ ]
અનુભવ-વાણી
સાથ પણ માંગવે પડયો. તેમની આ સ્થિતિ થઈ તા આપણા મુઠ્ઠીભર જૈન સમાજનું શું ગજું કે શી તાકાત છે કે કાળના વેગ સામે ટકી શકીએ ? જાપાન, જર્મની, રશિયા, ચીન એ બધી મહાસત્તાઓમાં આપણી સામે કેવા પલટા અને પરિવર્તન થઇ ગયા, આ ઈતિહાસ આપણને સમજાય છે? તેમાંથી કાંઈ માધપાઠ શીખી શકાય છે? સમયના વ્હેણુ એળખી શકાય છે? જો તેમ હાય તે જાગ્રત અનેા, સાચે ધર્મ અને સાચું કવ્ય સમજો, ઝઘડા, ચર્ચા કે વિરોધમાં બધાનું બલિદાન ન આપે, ચોથ પાંચમના કદાગ્રહ મૂકી દ્યો. જેઓ માને છે કે જેને જે રુચે તે પ્રમાણે તેમને શુભ કામ કે શુભ પ્રવૃત્તિ કરવા દ્યો, તેમાં અંતરાય ન નાખા, અથવા કલેશ કે વિખવાદ ઊભા ન કરો. આવી સહિષ્ણુતા દરેક પક્ષે કેળવવી જોઇએ. વાદવિવાદથી કે સામસામા ગાળીપ્રદાનથી કાઈ પક્ષ જીત મેળવતા નથી. ઊલટું તેનાથી ક્રોધ, કલેશ કે વિષાદ વધે છે અને સમાજ
પાયમાલ થાય છે.
66
સાધુસમાજ મહાવ્રતધારી અને સ ંવેગી ગણાય છે, તેમને પક્ષાપક્ષ, મતમતાંતર, ક્રોધ, ઇર્ષ્યા, મમત્વ કે પરિગ્રહ હાવા ન જોઈ એ. આજના સમાજ શિક્ષણ, બુદ્ધિ, સંસ્કાર અને વિચારશક્તિમાં આગળ વધતા જાય છે, તે તેને જ પૂજે છે, નમે છે કે માને છે કે જેનામાં આચાર, વિચાર, વાણી અને વન વેશને અનુરૂપ હેાય છે. એ સત્ય છે કે “ વેશ કે વય પૂજાતા નથી; તેમજ માણસ પૂજાતા નથી પણ માણસના ગુણા અને વન વંદનના અધિકારી છે. ” જો સાચુ જ્ઞાન થાય, સાચી સમજ પ્રવર્તે અને એકબીજા પ્રત્યે બહુમાન રાખવામાં આવે તે બધુ દુ:ખ ટળી શકે તેમ છે. ભલે આજે જુદા જુદા પથ, વાડા, ગુચ્છ કે ભેદ ચાલુ હાય, ભલે જુદા જુદા ફીરકા પોતપાતાની રીતે ધર્મ માને, પરંતુ જો એકખીજા પ્રત્યે પ્રેમ અને સદ્ભાવથી વન રાખવામાં આવે, સહિષ્ણુતા કેળવવામાં આવે, અને જેમાં મતભેદ ન હાય કે અસમાનતા ન હોય તેવા મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ