________________
[ ૧૪૮]
- અનુભવવાણી શરીરને બહારની અને અંતરની બંને ક્રિયાઓ કરવાની હોય છે, તેવી જ રીતે મન અને આત્માને પણ બહારની દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિ એ બંને હોય છે. દરેક વસ્તુમાં ગુણ અને દોષ, સારું અને નરસું, સારે ઉપયોગ અને ખરાબ ઉગ એ બંને ઓછા વધુ પ્રમાણમાં રહેલા જ છે. તેમાં સારાનું પ્રમાણ વધુ હોય તો વસ્તુ સારી ગણાય, અને ખરાબનું પ્રમાણ વધુ હોય તે વસ્તુ ખરાબ ગણાય. વ્યવહાર, વ્યાપાર, ધર્મ અને શાસ્ત્ર માટે પણ આ સિદ્ધાંત સર્વમાન્ય છે. અને જગતને દરેક દેશ, દરેક પ્રજા અને દરેક ધર્મ આ સિદ્ધાંત સ્વીકારે છે.
રાજ્ય અને રાજતંત્રને પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. હિંદુશાસ્ત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા જે વર્ણવી છે તે રાજતંત્રને અક્ષરશઃ બંધબેસતી છે. વિદ્યાનું કામ બ્રાહ્મણનું છે, વેપારનું કામ વૈશ્યનું છે, રક્ષણનું કામ રાજાનું છે અને સેવાનું કામ શદ્રનું છે. વંશપરંપરાથી જે કામ જે વર્ણ કરતા હોય તે કામમાં તે વર્ણ કુદરતી રીતે જ પારંગત હોય છે, કેમકે તેના સંસ્કાર તેને ઉત્તરોત્તર ઉતરે છે અને વૃદ્ધિ પામે છે. ધર્મક્રિયાનું કામ બ્રાહ્મણ સિવાય બીજા કોઈને સોંપાતું નથી; રાજ્ય ચલાવવા માટે ક્ષત્રિય સિવાય બીજો કોઈ લાયક થઈ શકે જ નહીં; સેવા કરવામાં શદ્ર જેવો બીજો કોઈ કુશળ નહીં જ નીવડે; તેવી જ રીતે વેપારની કુનેહ અને આવડત વૈશ્ય જેટલી બીજા કઈમાં હોઈ જ ન શકે. આ વસ્તુ ભૂતકાળમાં સાચી હતી અને આજે પણ તેટલી જ સાચી છે.
દુનિયાભરના આગળ વધેલા દેશે પૈકી બ્રિટીશ પ્રજા જેટલી બીજી કઈ પ્રજા મુત્સદ્દીગીરી અને કુનેહબાજીમાં હથિયાર કે પ્રવિણ નથી.
આ ગુણ વૈશ્યમાં અને વેપારીમાં જ હોય છે. અને તેથી જ બ્રિટન પણ એક વેપારી પ્રજા તરીકે જ ઓળખાય છે. જે જે દેશે ઉપર તેણે પ્રભુત્વ મેળવ્યું, પ્રભુત્વ જમાવ્યું અને બધા દેશની રિદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિને પિતાને કજે કરી તે બધું તેની વેપારી આવડતને જ