________________
વેપારીઓની સમશ્યા
[ ૧૪ ]
આભારી છે. આખા ભારતવર્ષની કળા, કૌશલ્ય, જ્ઞાન, વિજ્ઞાન, સમૃદ્ધિ અને જાહેાજલાલીને વેપારી નીતિરીતિથી પેાતાના દેશભેગી કરી તે બધુ તેની વેપારી આવડતને જ આભારી છે.
ન
જ્યાંસુધી બ્રિટનને સૂરજ તપતા હતા, તેનું ભાગ્ય તેજ કરતું હતુ, અને તેમને સમય હતેા ત્યાંસુધી તેએએ હિ ંદનું હીર ચૂસ્યા જ કર્યું. પણ સમયના રાહ પલટાયે, ભાગ્ય યું. ચારે તરફની કારમી ભીંસણમાં ખૂબ ભીંસાયું, એટલે ભારતને તેના ભાગ્ય ઉપર છોડીને પેાતે પાતાને રસ્તા લીધેા અને અહીંથી ઉડ્ડાંતરી કરી ગયા. પણ જતાં જતાંય તેણે તેના જાતિસ્વભાવ છેડયો તે ન જ છેડયો; અને પાછળ અનેક જાતનાં કૌભાંડ મૂકતા ગયા, કરતુક કરતા ગયા, અને મિત્રના વેષમાં જીવલેણ દુશ્મનની ગરજ સારતા ગયા. તે પેાતાની પાછળ જે સર્જન મૂકતા ગયા છે તેણે ભારતની પ્રજામાં હાહાકાર વર્તાવ્યા છે, અરાજકતા ફેલાવી છે, કલેશ, કંકાસ અને કનડગતની કતારો લગાવી દીધી છે, માણસાઇના નાશ કર્યાં છે, અને ન્યાય, નીતિ અને નેકીને સ્થાને અનેક જાતની બદી, મેદરકારી અને ભેદીલીના ઊંડા ખીજ રાય્યા છે. એના પાક, પરિતાપ સિવાય ખીજું શુ ઉત્પન્ન કરી શકે ? આ બધું આપણે જોયુ, જાણ્યુ અને અનુભવ્યું; છતાં આપણે સૌ એટલા બધા આંધળા, બહેરા, લૂલા, લંગડા, અશક્ત અને નિર્માલ્ય થઈ ગયા છીએ, આપણી મુદ્ધિ એટલી બધી બહેર મારી ગઇ છે, આપણી તર્કશક્તિ એટલી બધી બૂડી ગઇ છે, આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ છે; આપણી સ્મરણશક્તિ એટલી ભૂલકણી બની ગઈ છે અને આપણું હૃદય એટલું નિષ્ઠુર અને લાગણીવિહીન થઇ ગયું છે કે આપણતે સાચી વસ્તુ જ સમજાતી નથી. કદાચ સમજાય તે તે સ્વાના જાળામાં ગુંચવાઈ ગઈ હાવાથી સાચી વસ્તુ કરવાની ઇચ્છા થતી જ નથી. ‘હું' ‘મારું' અને બધું મારે અથવા · મારા માટે જ ' એ સિવાય ખીજું કશું દેખાતું જ નથી. આ છે ભારતવર્ષની આજની દશા !