________________
[ ૧૫૦ ]
અનુભવ-વાણી
પૂ. મહાત્માજીના પોતાના જ પ્રયાસ અને પુરુષાર્થ વડે જ આપણને સ્વરાજ્ય મળ્યુ છે. આ સત્ય વસ્તુને ડાહ્યો માણસ વિરોધ કરી શકે તેમ નથી. મહાત્માજી હોય નહી અને આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થાય પણ નહીં. ભલે લોકેએ મહાત્માજીને સાથ અને સહકાર આપ્યા, દેશની ખાતર ભાગ આપ્યા, યાતનાઓ વેડી અને જેલમાં ગયા. તેના અમુક હિસ્સા જરૂર ગણાય; પણ સાચી નેતાગીરી સિવાય અને નેતાના માદર્શન અને સંચાલન સિવાય, એકલા ગાંડાધેલા લોકથી સલ્તનતની સામે ટક્કર ઝીલી કદી જીત મેળવી સાંભળી નથી. મહાત્મા “ સ્વરાજ્ય ”ને સુરાજ્ય અથવા સર્વોદય રાજ્યવ્યવસ્થામાં ફેરવી નાખવાંની ધગશ સેવતા હતા. અને તેને માટે કલ્પનાનું સુંદર ચિત્ર મનેભૂમિમાં તૈયાર કરતા હતા, પરંતુ કુદરત વિરુદ્ધ હતી, પ્રભુની ઇચ્છા નહાતી, પ્રજાની લાયકાત નહાતી અને સમય પાકયા નહાતા. એટલે દેશના ભાગલા પડયા, તેના ઉપર આપણે હાથે જ મહાર મારી અને માનતા હતા કે શાંતિ રહેશે અને સર્વત્ર શાંતિ ફેલાશે ત્યારે થોડા સમય પછી ચેાજનાનો અમલ કરશું. પણ મનની મનમાં રહી, દાવાનળ સર્વત્ર સળગ્યા, કંઈક દાઝયા, ઘણા ઘવાયા, ઘણા નિર્દોષીએ જાનના બલિદાન આપ્યા; અને હજુ પણ પૂરતુ ન હેાય તેમ છેવટના મેટામાં મેાટા આત્મભાગ મહાત્માને પેાતાના વના આપવાનેા હતેા, તે તેમણે આપ્યા અને આત્મબલિદાનથી આત્મયજ્ઞ પૂર્ણ કર્યાં. દેશભરમાં શાક છવાઇ ગયા. કાઇ ઠેકાણે રાષની જ્વાળા ભભૂકી અને તેમાં ખીજાએનાં પણ બલિદાન દેવાયાં. મહાત્માજીના પુનીત આત્મા તેને સ્થાને ચાલ્યેા ગયા. જડપૂજાવાદી એવા આપણે મૃતદેહને જોઈને વિલાપ કર્યાં; બીજાઓએ વાયુપ્રવચન દ્વારા સમાચાર કાને સાંભળીને આંસુ સાર્યાં. સ્મશાનયાત્રા નીકળી, અગ્નિસંસ્કાર થયા, અસ્થિ પવિત્ર જળમાં પધરાવ્યા, ભસ્મીભૂત દેહની ભસ્મ દેશના અનેક ભાગમાં નેતાએ લઈ ગયા, વિધિપૂર્વક તેને પણ પવિત્ર જળાશયમાં વહેતી મૂકી; કેટલાએકે જમીનમાં દાટીને તેના ઉપર સ્મરણચિહ્નરૂપે મંદિર, મૂર્તિ કે કીતિ
*