________________
વેપારીઓની સમા
[ ?? }
સ્ત ંભ મૂક્યા; કાઇએ મહાત્માની વસ્તુઓ એકઠી કરીને સ્મારક રચ્યું, કાઇએ તેમના લેખોનું સંગ્રહસ્થાન સ્થાપ્યું; તેા વળી કાઇએ તેમના જન્મસ્થાનને યાત્રાસ્થળ બનાવ્યું. આ રીતે પવિત્ર પુણ્યાત્માની જડ વસ્તુથી તેમના ચૈતન્યની પ્રેરણા જગતના પામર લેાકેાને મળશે એમ આપણે માની લીધું; તેને મહત્વ આપ્યું; અને મુખ્ય તરીકે ગણીને તેની પ્રતિષ્ઠા કરી. અને આટલાથી ભારતનું, ભારતવાસીઓનુ અને જગતનું કલ્યાણ થઈ જશે એટલી શ્રદ્ધા રાખીને ઋતિકવ્યતા માની.
આ રાહ પ્રાચીનકાળથી ચાલ્યે! આવે છે માટે તે રાહ સાચા છે, સારા છે અને તેમાં જ સર્વસ્વ સમાઈ જાય છે—આવી ઊંધી સમજ આપણે અત્યારે સેવીએ છીએ. પણ આ તેા જડવાદ છે. જડવાદની ભૂમિકા ભારતવાસીને માટે સર્જાઈ. ભલે જમાના જડવાદને હાય પણ ભારત તેા અધ્યાત્મવાદને વરેલુ છે. એટલે ગાંધીજીનુ યુગપુરુષ તરીકેનુ સ્થાન આવી જડસાધનામાં જ ન હેાય, તે તેા તેનું અપમાન ગણાય. તેનુ સ્થાન દેશના એકેએકના હૃદયમાં હોવું જોઇએ. તેમનું સ્મરણ માત્ર, નામમાત્રમાં ન હોય; પણ કાર્ય દ્વારા જ હોઈ શકે. ભારત ભાનભૂલેલું અને પ્રમાદવશ ન હેાય તે આવી સાચી સમજ જરૂર ધરાવતા શીખશે.
ઉપર આપણે જોઈ ગયા કે રાજતંત્ર ચલાવવાને લાયક તેા ક્ષત્રિય જ ગણાય. ક્ષત્રિયમાં શૂરવીરતા, વટ, દેશપ્રેમ, આત્મબલિદાન, પ્રજાનુ રક્ષણ, ન્યાયપરાયણતા, ચારિત્રબળ, ઉદારતા, દાનવૃત્તિ, ક્ષમા અને સ્વમાન આ ગુણા હાય ! જ તે રાજા કે સ્વતંત્ર ભારતના પ્રમુખ થવાને લાયક ગણાય.
આ બધા ગુણા એવા છે કે તેના સંપૂર્ણ અમલ કરે અથવા તે પ્રમાણે રાજા વતે તેા રાજ્યની લક્ષ્મીના ભંડાર ખૂટી જાય, એટલે નિયંત્રણ કરવાનું કામ પ્રધાન, મંત્રી કે કારભારીને સોંપવામાં આવે છે. પ્રધાન હુમેશા શાણા, ડાહ્યો, મુત્સદ્દી, નિમકહલાલ, બુદ્ધિશાળી,