________________
મૃત્યુ પછીને વહેવાર
[ ૮૩ } સુધી પરમાત્માનું એકચિત્તે ધ્યાન ધરવું, આમ કરવાથી ઘણી કર્મનિર્જરા થાય છે અને જીવની સદ્ગતિ થાય છે.
અવસાન થયા પછી ઘીને દીવ, મહએ પાણી, પુણ્યદાન, ધર્મ ક્રિયા, લોટના પિંડમાં રૂપીઓ નાંખી ચેકમાં મૂકી આવવું, મૃતદેહને નનામીમાં પધરાવી શાલ, રેશમી કાપડ કે બીજા વસ્ત્રનું ઢાંકણ, પુષ્પાંજલિ, કૂતરાને ભજન, ગાયને ઘાસ, સ્મશાનમાં ચિતાને વિધિપૂર્વકને અગ્નિસંસ્કાર–આ બધી મરણને લગતી ક્રિયાઓ અઢિ મુજબ એક અથવા બીજી રીતે થાય છે અને સ્ત્રી-પુરુષોની હાજરીના પ્રમાણમાં સ્વર્ગસ્થના પ્રત્યેની લાગણી અને સૌની સાથેના સંબંધનું ' માપ નીકળે છે. મરણ એ શેકને, દુઃખને અને જ્ઞાન તથા ધર્મને પ્રસંગ છે, તે વખતે શું હોવું જોઈએ અને શું કરવું જોઈએ તેની વિચારણા કરવી ગ છે.
૧. જીવ જાય ત્યારે તેને ધર્મ સંભળાવીએ તે ધર્મના વિચારોથી તે સધ્યાનમાં રહી સદ્ગતિમાં જાય છે.
૨. અવસાન થયા પછી પ્રાણપક મૂકાય છે અને સ્ત્રીઓ મેટે સાદે રડે, ફૂટે છે તે આજુબાજુના રહેવાસીઓને મરણના ખબર આપવા માટે હોય તો ઠીક છે, નહિ તે જે વિયોગના દુઃખનું રુદન હોય તે મુંનું સદન હોય, પણ મોટા અવાજે ન હોય, અથવા વ્યવહારનું ખોટું સદન ન જ હોવું જોઈએ.
૩. આખી મરણની ક્રિયા ગંભીરતાપૂર્વક થવી જોઈએ. દરેક આવનારે દેહની નશ્વરતા અને સંસારની અસારતા વિચારી પોતાના જીવનમાં બને તેટલા સેવા અને સત્કાર્યો કરવાને અને મરણ માટે તૈયાર રહેવાને સંકલ્પ કરવો તે જ ઈષ્ટ છે, મરનારના ગુણ સંભારી તેને અંજલી આપીએ અને તે ગુણો જે જીવનમાં ઉતારીએ તે જ સાર્થકતા છે.