________________
બેકારી-નિવારણ અને આર્થિક વિકાસ
[૭] દામ આપવા પડે તે પણ સરકાર આપવા તૈયાર હેય. એટલે સૌના વેપાર, કામધંધા કે ઉદ્યોગ સારા ચાલતા હતા, નફે પણ પુષ્કળ થત હતો અને તેથી નેકર, મજૂર, કારીગર અને સૌકોઈને પૈસા કે પગાર પણ પુષ્કળ અને સારા પ્રમાણમાં મળતા હતા તેમજ સહુને કામધંધે કે નોકરી મળી રહેતા હતા. આ સમય પૂરો થયો, કમાણી ઘટતી ચાલી એટલે નોકરની સંખ્યા અને પગારનું ધોરણ પણ ઘટયું. લડાઈને આવશ્યક અંશરૂપ દશે, ચોરી, વિશ્વાસઘાત, નફટાઈ સ્વાર્થબુદ્ધિ, નિષ્ફરતા, અનીતિ, લાંચરુશ્વત વગેરે અનિષ્ટો લડાઈ પૂરી થયા પછી પણ જેમનાતેમ ચાલુ રહ્યા છે, બલકે વધુ વધ્યા છે, કેમકે આવક ઓછી થાય એટલે તે વધારવા માટે વધુ તાલાવેલી લાગે છે એટલે માણસજાત વધુ અમાનુષી બને.
આને કારણે શહેરમાં બેકારોની સંખ્યા વધી છે, વધી રહી છે. જ્યાં આભ ફાટે ત્યાં સરકાર કે સતનત પણ થીગડું દઈ શકે નહીં. બેકારી ન વધે તે માટે સરકાર બિનજરૂરી ખાતાઓ હેતુપૂર્વક નિભાવી રહી છે.
સરકારી વધતા જતા ખર્ચા અને નવા નવા ખર્ચાને પહોંચી વળવા માટે નવા નવા કરવેરા કે તેમાં વધારે સરકાર કરતી જાય છે અને તેમ કર્યા સિવાય સરકારને છૂટકે જ નથી. પછી ફુગાવ પણ વધે. ભાલેના ભાવોમાં કૃત્રિમ વધઘટ થયા કરે. ખપતમાં ઓછા વધુ પ્રમાણુ થયા કરે અને વેપારમાં તેજી મંદીના ભરતીઓટ વારંવાર આવ્યા કરે. અત્યારે આ ઝેરી કુંડાળામાં દેશ, સરકાર અને પ્રજા સહુ કોઈ છે તેમાંથી વહેલીતકે કેમ છૂટવું અને વહેલીતકે સાચે માર્ગે કેમ વળવું તેને માટે સૌ કે પોતપોતાની બુદ્ધિ, સમજ કે શક્તિ પ્રમાણે પ્રયાસ કરી રહ્યું છે. આ મુશ્કેલીમાંથી સહેલાઈથી અને વહેલા મુક્ત થવું હોય તે સૌએ સ્થિતિ અને સંજોગ બરોબર સમજવા જોઇશે અને સમસ્તના હિત માટે સ્વહિતને અને સ્વાર્થને થોડે ત્યાગ પણ કરવો પડશે,