________________
{ ૧૦૨ ]
અનુભવ-વાણી વવાની શક્તિ પ્રાપ્ત કરવી જ જોઈએ. આ જાતની તાલીમ, સંસ્કાર, ઉપદેશ કે પ્રચારની સૌથી પહેલી જરૂર છે.
* જાતમહેનતનું કોઈ પણ કામ કરવામાં ખોટી શરમ કે સંકોચ હોવો ન જોઈએ. અનીતિ કે ખોટું કરવામાં શરમ છે, પણ મહેનત મજૂરી કરવામાં શરમ શી ? આળસુ, એદી ને પ્રમાદી થવામાં પાપ છે પણ શ્રમ કરી કમાણી કરવામાં પાપ નથી. ગુસ્વર્ગ આ પ્રકારનો સાચે ઉપદેશ આપે તે આજની આર્થિક મુશ્કેલીઓને ઉકેલ બહુ સરળ થઈ જાય. આવી જ મહત્ત્વની બીજી બાબત એ છે કે-“કોઈ પણુ ગરીબ, દુ:ખી કે રીબાતા માણસને તેની પાસેથી ગમે તે કામ લીધા વિના પિતાની જરા પણ મદદ આપવી નહિ કે મફત ખવડાવવું નહિ.” આપણું જ સહધર્મ ભાઈ બહેનોને મફત મદદ આપવાથી તેઓ વધુ આળસુ અને પ્રમાદી બને છે, તેઓને કામ કરવું નથી અને મફતનું મેળવવાની અને માંગવાની આદત પડી જાય છે. પરિણામ એ આવે છે કે તેના આખા કુટુંબને તે જ સંસ્કાર પડે છે અને છેવટે ભીખ કે મદદ માંગવાનો એક બંધ થઈ પડે છે. મતની ભોજનશાળા કે ભાતાથી વધુ લેકે દરિદ્રી બને છે. પાલીતાણ જેવા તીર્થક્ષેત્રોમાં અનેક શ્રીમતિ હજાર રૂપીઆ ગરીબોને જાહેર રીતે અને ખાનગીમાં મદદ કરવામાં વાપરે છે, પણ તેવા મદદ લેનાર ભાઈઓ અને બાઈઓ પાસે રસોઈ પાણી કે ઘરકામ કરાવીને તેને દસગણુ પૈસા આપવામાં આવે તે કામ કરનારનો દુકાળ નહિ દેખાય, આળસને ઉત્તેજન નહિ મળે, સમાજ સમજશે ખરે ? અને આ રીતે સૌને ઉદ્યમી બનાવશે ખરા ? દયા અને દાનનો સવળો અર્થ સમજવાની હવે બહુ જરૂર છે. દલીલે કરવા કરતાં કરી બતાવીએ તેમાં જ કિંમત છે. રસોઈ કરવાવાળીને બે વખત જમવાનું અને રેજો એકથી દોઢ રૂપીઓ, પાણીવાળીને ખાવાનું અને આ બાર આના કડા, કપડા ધોનારને પણ તે મુજબ મળી શકે છે તે તે કામ