________________
આરોગ્ય વિભાગ
( ૧ ) આરોગ્ય અને ઉન્નતિ
નું આરોગ્ય સારું તેનું જીવન સુખી હોય છે. “પહેલું સુખ ' છે તે જાતે નર્યા' એ લેકવાણી તન સાચી છે. શરીર નિગી હોય તે મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ પણ શુદ્ધ બને છે. આરોગ્ય હોય તે શક્તિ, સ્ફર્તિ, આનંદ અને સુખ વૃદ્ધિ પામે છે. આરોગ્યવાન મનુષ્ય ધન કમાય છે, ધનને સદુપયોગ કરે છે, પોતે સુખી થાય છે અને બીજાઓને પણ સુખી કરે એ જ મનુષ્ય જીવનની સાચી મહત્તા છે. બધા માણસે જે આ રીતે આરોગ્ય સાચવતા થઈ જાય તે સમાજમાં આજે ઘેર ઘેર ડગલે ને પગલે માંદગી, પીડા અને યાતનાના દર્શન થાય છે. દવાખાના અને હેપીટલમાં માનવસમૂહના ટોળેટોળા ઉભરાતાં જણાય છે તે ઘણું ઓછું થઈ જાય.
આરેગ્ય બગડવામાં જે કઈ મુખ્ય કારણ હોય તે વધુ પડતું ખોરાક ખાવાની ટેવ છે. ખૂબ ખાઈએ તો ખૂબ શરીર સારું થાય અને ખૂબ શક્તિ આવે એવી માન્યતા ઘણું લેકે ધરાવે છે. આને લઈને માંદગી ફૂલેફાલે છે. બીજી બધી બાબતમાં મનુષ્ય બુદ્ધિને ઉપયોગ બરાબર કરે છે. ઘરમાં અનાજ, મસાલે બળતણ સાબુ, ઘી, તેલ, કેરોસીન કે બીજી વસ્તુઓ વપરાઈને ખલાસ થઈ જાય અને તે લાવવાનું જ્યારે સ્ત્રી કહે ત્યારે ઘરને પુરુષ તુરત જ પ્રશ્ન કરે છે કે કેમ જલદી ખલાસ થઈ ગયું ? પણ પોતે એટલે વિચાર કરે કે પેટ માંગે તે કરતાં પોતે જ પેટ ઠાંસીને ભરે છે અને ઘરના બીજા ભાણુને પણ તેનું જોઈને તેવી ટેવ પડી ગયેલી હોય છે. એટલે