________________
[૧૪]
'
અનુભવ-વાણ
. પરંતુ આ અવનવા સાહસોમાં દેશના કે પ્રજાના ઉદ્ધારની દૃષ્ટિ . કરતાં પોતે વધુ શ્રીમંત બનવાની અને ભલા, ભોળા, લેભી કે લાલચુ લેઓને ફસાવી કે લાલચ બતાવી કંપનીઓના શેર્સના નાણાં ભરાવીને નાના મોટા કારખાનાઓ કાઢ્યા, કંપનીઓ કાઢી અથવા વેપાર-ધંધાની સીન્ડીકેટે ઊભી કરી. કેટલાક મોટા પાયાના ઉદ્યોગે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓએ ઊભા કર્યા, અથવા સરકારના સાથ, સહાય અને બાંહેધરીથી શરૂ થયા અને કેટલાએક સરકારે પોતે સ્થાપ્યા. આયાત નીકાસના સરકારી નિયંત્રણો અને નીતિએ કેટલાએક ઉદ્યોગોને સીધું કે આડકતરું ઉત્તેજન આપ્યું અને રક્ષણની જકાતે તેમને સ્થાનિક ખપતને લાભ આપે. આ રીતે અનેક ધંધાઓ શરૂ થયા, ખીલ્યા અને પગભર થયા.
- નાનાં નાનાં ઉદ્યોગો જેવા કે ગ્લાસ, પ્લાસ્ટીક, બેકેલાઈટ, ધાતુઓ, વનસ્પતી–તેલ, ખાંડ, દવાઓની બનાવટ, રબર, સાંચાકામના ભાગો અને જણસો, દરેક જાતનું કાપડ, રંગાટ કામ, છાપકામ, હોઝીયરી, કટલરી, ડોકટરી ઓજારે, વીગેરેના ઘણું કારખાનાઓ શરૂ થયા, ખીલ્યા અને છેવટે તેમાંના ઘણુંખરાં બંધ પણ થઈ ગયાં.
મેટા ઉદ્યોગે પૈકી હવાઈ જહાજે, સ્ટીમર તથા વહાણો, મોટરે, ઇલેકટ્રીક સામાન, મશીનરી, કાગળ, પાવર હાઉસ, લેખંડ અને બીજી ધાતુઓ, જુદા જુદા ખનીજો, કેમીકલ્સ અને રસાયણ, તથા બીજા એવા અનેક મોટા મોટા કારખાનાઓ કરેડની શેર કેપીટલથી ઊભા થયા. તેમાંના ઘણા ચાલુ છે, પરંતુ આજ સુધી છેલ્લા થોડા વર્ષો સુધી તેઓએ જે સારા નફા કર્યા અને સારા વ્યાજ, નફે કે બોનસ વહેંચ્યા તેમાં ઘણું કારખાનાંઓને હવે ઓટ શરૂ થયે છે અને કેટલાકને ક્ષય લાગુ પડ્યો છે. વર્તમાનપત્રોમાં અને સરકારી રિપોર્ટમાં આવતા સમાચારની તારવણું કરવાથી આ બાબતની વધુ પ્રતીતિ થશે.