________________
હિંદને હુન્નર ઉદ્યોગ
*
[૧૧]
જેઓને સરકારના, અર્ધ સરકારી ખાતાના કે વેપારના ક્ષેત્રના મેટા મોટા ઓર્ડરે માલના મળે છે તેઓના સંજોગે અને કમાણી સારા છે. પરંતુ જેઓને પિતાના બળ ઉપર નભવાનું છે અને કાતીલ હરિફાઈ વચ્ચે કામ કરવાનું છે તેઓના સંજોગો વધુ ને વધુ મુશ્કેલી વાળા થતા જાય છે. જેઓ પ્રમાણિકપણે ખંત અને કાળજીથી ગણતરીપૂર્વક જાતે કામ કરે છે અને ખરીદી, વેચાણ અને માલની બનાવટ અને ઉત્તમતા માટે ચીવટ રાખે છે તથા કારખાનાની વ્યવસ્થા અને દેખરેખ બહુ કરકસરથી રાખે છે, તેઓ હરીફાઈમાં પણ ટકી રહે છે, અને સારે નફે પણ કરે છે. પરંતુ જેઓ પોતાને જ સ્વાર્થ સાધવા તરફ જ દ્રષ્ટિ રાખીને કામ કરે છે અને જેઓને શેરહોલ્ડરોની કે ઉદ્યોગોની કશી પડી હોતી નથી, તેઓને ધીમે ધીમે તકલીફ પડવી શરૂ થઈ છે.
કેટલાએક મોટા નવા ઉદ્યોગે એવા શરૂ થયા છે. કે જેઓએ લીમીટેડ કંપની ઊભી કરીને કારખાનાઓ ઊભા કર્યા છે. પરંતુ કારખાને ચલાવવા માટે જોઈતી રોકડ રકમ તેઓ પાસે નથી. તેઓ પૈકીના કેટલાકે ઈન્ડસ્ટ્રીઅલ ફાઇનેન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડીઆ જેવી અર્ધ સરકારી સંસ્થા કે બીજી એવી નાણાં ધીરનાર સંસ્થાઓ પાસેથી કે બેંક પાસેથી મકાન, મશીનરી કે માલ ઉપર મેટી રકમની લેનો લીધી છે અને એ રીતે ઉદ્યોગ ચલાવે છે. તે દરમ્યાન જે બે ચાર વર્ષમાં સારી કમાણી થઈ જાય તો ઉદ્યોગ પગભર થઈ જાય પણ સંજોગે ઉલટા હેય, આવડત કે અનુભવ ઓછા હોય અને વહી વટ ચેખો ન હોય તે આવા ઉદ્યોગ બંધ થઈ જાય છે, અને લાંબા વખત સુધી બંધ પડીને છેવટે પાણીના મૂલે વેચાય છે. જૂના શેર હલ્ડરના પૈસા જાય છે, બીજા લેણદારોના પૈસા ડૂબે છે અને કાર ખાનું છેવટ વેચાય છે. ખાડો ખોદે તે છેવટે તેમાં પડીને જેમ પાયમાલ થાય છે, તેમ એકની ભૂલે આખું નાવ ડૂબે છે. અને તેના ભોગ અનેક માણસને બનવું પડે છે. છેવટે “રામનું લેણું ભરતને ફળે,” તે મુજબ તેને લાભ નવા લેનારને મળે છે. આવા અનેક દાખલાઓ