________________
[૪]
-
અનુભવ-વાણી
લોકસેવક તરીકે રવિશંકર મહારાજ, વિનોબા ભાવે, મુનિ સંતબાલજી વગેરે મોખરે હેવા જોઈએ. અને આ સંસ્થા ઊભી કરવાનું, તેમાં યોગ્ય માણસોની પસંદગી કરીને ભરતી કરવાનું, તેની દેખરેખ અને વ્યવસ્થા રાખવાનું અને માણસને તાલીમ આપી તૈયાર કરી યોગ્ય કામગીરી સોંપવાનું કાર્ય આવા પ્રખર, પ્રમાણિક, કસાએલા અને પૂરવાર થઈ ચૂકેલા માણસને સરકારે સપવું જોઈએ.
૬. ગામડામાંથી ધન શહેરમાં ઘસડાઈ જતું અટકાવી, તેને બદલે શહેરનું ધન ગામડામાં વધુ કઈ રીતે આવે તે મુજબની અર્થવ્યવસ્થા ગોઠવવી.
આ અને આવી અનેક રીતે આપણે અપનાવીએ અને વિનાવિલંબે અમલમાં મૂકીએ તે શહેરેને ઉકળાટ અને ઉપાદ ઓછો થશે; ગામડાંની સ્વચ્છ હવા, પાણી અને ખોરાકથી પ્રજાનું સ્વાથ્ય સુધરશે, ગામડાંઓ સમૃદ્ધ થશે, મ્યુનીસીપાલીટી, લેકલ બોર્ડ કે સરકારી ખાતાઓની નાણાંકીય ખર્ચાળ જનાઓની ઉપાધિ અનેક અંશે ઓછી થશે, અને લેકોના જીવનમાં શાંતિ, સતિષ, આનંદ અને સુખ સીંચી શકાશે અને મહાત્માજીએ સેવેલું સ્વપ્ન સિદ્ધ કરી બતાવવાને આપણને આત્મસતિષ થશે.
ભૂતકાળમાં અને આધુનિક કાળમાં બ્રીટન બુદ્ધિના બળે, અમેરિકા પૈસા અને વિપુલ સાધવડે, જેમની સંગઠન અને જાતમહેનતવડે, જાપાન સ્વદેશપ્રેમ અને સાદાઈવડે અને રશીયા કાયદા અને રાજતંત્રની રાજસત્તાવડે, પિતપોતાની રીતે અને માન્યતા પ્રમાણે પિતાની પ્રજાને ઉત્કર્ષ સાધી રહ્યા છે. તેમાંની કઈ રીતે ભારતને કે ભારતવાસીની પ્રકૃતિને અનુકૂળ આવે તેમ નથી. આપણે માટે તો મહાત્માજીએ બહુ વિચાર અને અનુભવને અંતે નક્કી કરેલો માર્ગ અને યોજના જ સહુથી વધુ અનુકૂળ અને બંધબેસતી છે. તે માર્ગ છેઃ સાદું અને સંયમી જીવન, ઉત્તમ વિચાર, જાત મહેનતનું માહાત્મ, દેશસેવા અને