________________
બેકારી-નિવારણ અને આર્થિક વિકાસ
લેકસેવા, ધાર્મિક વાતાવરણ અને ધર્મશ્રદ્ધા, રાજ્યતંત્રમાં સત્ય, દયા અને અહિંસા અને દેશને માટે જરૂર પડે ત્યારે આત્મબલિદાનની તત્પરતા ” આ વિચારને અમલ કરવાની તત્પરતા સરકારીતંત્ર, પ્રધાનમંડળ, લસભા, રાજસભા કે ધારાસભા, કોંગ્રેસ કે બીજી જે કઈ સંસ્થા દાખવશે, તેને પ્રજા અપનાવશે, સાથ આપશે અને તારણહાર તરીકે સ્વીકારશે. કાર્યની શરૂઆત ક્યારે થાય છે તેની રાહ પ્રજા આતુરતાથી જોઈ રહી છે,
બેકારી નિવારણ અને આર્થિક વિકાસ
લોકાણી,
કવાણી સાચી છે કે “તેજીની બોલબાળા, મંદીના હો
- કાળા’ ‘પડ્યા ઉપર પાટુ’ “ગરીબના નસીબ ગરીબ જ હોય” “હોય ત્યારે તાનામાના, ન હોય ત્યારે છાનામાના ગરીબાઈ એ ગુન્હો નથી.” “ગરજે ગધેડાને પણ કાકા કહેવા પડે છે” “ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે” “પુત્રના લક્ષણ પારણામાંથી વર્તાય ” “ઝીણે તેય રાયને દાણો” “મેરના ઈંડા ચીતરવા ન પડે વિગેરે આવી અનેક કહેવત, ઉખાણા અને લેકવાણીમાં ભારેભાર જ્ઞાન, સમજણ અને સાર ભર્યા છે. તેના ઉપર બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ વિચાર કરે તો તેમાંથી આગળ વધવાની પ્રેરણા મળી શકે છે, મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકાય છે અને નવું ચેતન પ્રગટે છે. બેકાર અને આર્થિક સંકટોવાળાને માટે આ કહેવતોની સમજણ બહુ જ સહાયક બને છે.
આજીવિકા મેળવવી એ પ્રશ્ન દરેકને હલ કરવાની જરૂર પડે છે. વિદ્યાથીને અને ભણેલાને માટે તે સવાલ સૌથી વધુ મહત્વ છે. જે બાપદાદાને ઘરને કામધંધે કે ઉદ્યમ જેને હોય છે તેઓ જે