________________
સંઘભેદ દૂર થઈ શકે?
[૩૧] માનવસમાજને વારસામાં સારું અને ખરાબ બન્ને પ્રકારનું તત્ત્વ મળતું હોય છે. જ્ઞાનીઓ ઈષ્ટ વસ્તુને અપનાવે છે અને અનિષ્ટનો ત્યાગ કરે છે. સાચા જ્ઞાનીની આ પ્રકારે ગણના થઈ શકે. એથી વિરુદ્ધની હકીકત હોય તો તેવા દષ્ટાતમાં તેવા પુરુષે સાચા જ્ઞાની ન ગણાય. વ્યવહારી અનુષ્યોની માન્યતા આ પ્રકારની છે.
ભૂતકાળમાં ગમે તે કારણે કે ગમે તે નિમિત્તથી સાધુ-મુનિવરેમાં ગ૭ભેદ પડ્યા હોય અને તેને પરિણામે જૈન સમાજમાં સંધભેદ પણ પડયા હોય, પરંતુ તેના પરિપાકરૂપે મનભેદ અને અતિભેદને દરેક પક્ષ તરફથી અત્યારે વધુ ને વધુ પુષ્ટિ આપ્યા કરવાથી શું વિશેષ લાભ થાય છે? દરેક પક્ષ પોતાના પક્ષને સાચો, સારે અને ધર્મપ્રેમી માને તેમાં અને ત્યાં સુધી વાંધો નથી. પણ અન્ય પક્ષને જ્યારે ખે, ખરાબ, ઉતરતો અને નીચો તે માનતા હોય અને તેથી ક્રોધ, માન, માયા, લભ, રાગ અને દ્વેષ કે જે દુર્ગણોને તે ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે તેને ઉત્તેજન આપતો હોય ત્યારે તે પક્ષ જૈન ધર્મને માનનારે કે અનુસરનારે કઈ રીતે કહી શકાય કે ગણી શકાય ? અને છતાં આપણે તેવા દરેક પક્ષ, ગચ્છભેદ અને સંઘભેદને માનીએ છીએ, એટલું જ નહિ પણ તેને સ્વીકાર પણ કરીએ છીએ. ન્યાયની દષ્ટિએ આ વિચિત્ર અને વિરોધાભાસરૂપ છે. જે વસ્તુને (દુર્ગુણને) શાસ્ત્રએ, ભગવતિએ, આચાર્યોએ દરેક જૈનને તેના પાશમાંથી છૂટવાનો ખાસ અનુરોધ કર્યો છે, તે જ પાપસ્થાનકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પોષવામાં આવે તે તેવું કૃત્ય જે કઈ કરે તે ધર્મવિરૂદ્ધ જ ગણાય. આ વસ્તુ દરેક સમજે અને અનુસરે એમ સૌ કોઈ ઈચછે.
તેમ છતાં કાળગે ગચ્છ અને સંઘભેદ થવા પામ્યા અને ચાલુ રહ્યા તે દરેક પક્ષવાળાની એ પવિત્ર ફરજ છે કે પિતપોતાના ગચ્છને અને સંધને ભલે પોતે માન-અનુસરે. પણ તેની સાથે અન્ય ગચ્છ અને સંધ પ્રત્યે પણ પ્રેમ, સહકાર અને સહિષ્ણુતા અવશ્ય રાખે એટલું જ નહિ પણ જ્યારે જ્યારે સમગ્ર સમુદાયના કે આખી જૈનકામના કે