________________
[ ૨૨૬ ]
અનુભવ-વાણી
માનવૃત્તિ પણ થાય. પરંતુ તેનાથી ઉપદેશકને કે લેખકને સંતોષ કે આનંદ થતા નથી. તેને સમાજના પ્રત્યે પ્રેમ હેાય છે. તે સમાજની ઉન્નતિ અને ઉક ઈચ્છે છે; અને સમાજ તે પ્રમાણે વર્તન કરે એ આશા અને ઇચ્છાથી પાતે ઉજાગરા કરી, સમય અને શક્તિના ભાગ આપી, બહુ ચિતવન અને મનનનું મંથન કરી લેખ લખીને પત્રને માકલે છે. તેની એક માત્ર ઈચ્છા એ જ હોય છે કે વાચક વ સાર ગ્રહણ કરી તે મુજબ વર્તે અને પોતે સુખી થાય. )
વિ
ચાર, વાણી અને વર્તનમાં પ્રતિદિન પ્રગતિ, વિકાસ અને સુધારા થતા જાય તે જ વનની સુવાસ અને સાર્થકતા છે. વાંચીને વનમાં મુકાય તે જ તેની મહત્તા છે. જેનુ પરિણામ શુન્ય આવે તે વસ્તુના ઉપયોગ કે કિંમત શું ? કાગળના ટુકડા જેટલી જ્ઞાન કે ઉપદેશની કિંમત હાય તે! તે જ્ઞાન અને ઉપદેશ નિરક છે.
+
માણસ શરીરથી શૈાભે, વસ્ત્ર કે આભૂષણથી શોભે, લક્ષ્મી કે સત્તાથી શાભે, બુદ્ધિ કે ચાતુર્યથી શોભે; પણ સાચી શાભા તે સત્ આચરણમાં, સત્ વિચારામાં અને સત્ વાણીમાં છે. જીવન એ સાચી રીતે સમજીએ તેા દેહના આયુષ્યમાં નથી, પણ ઉત્તમ પ્રકારના વિચાર, વાણી અને વનમાં છે. ઘણા જન્મ્યા અને વ્યા. તેને કાઇ સંભારતું પણ નથી. પરંતુ જેએ જગતનું કલ્યાણ કરી ગયા અને તે વડે આત્મ-કલ્યાણ સાધી ગયા તેને જ જગત પૂજે છે, અરચે છે અને ૧દન કરે છે. મહાન કાર્યોથી અને જનતા જનાર્દનની સેવા શુશ્રુષાથી તે અમર નામ કરી ગયા છે. આત્માની એળખથી જ પરમાત્માને જાણી શકાય અને પરમ પદ પામી શકાય.
પણ આજનુ મનુષ્ય જીવન આપણે એવું બનાવી દીધુ છે કે આત્મા છે કે નહિ તેનો ખ્યાલ પણ આપણને આવતા નથી. સૌ કાઈ યંત્રવત્ જડ જીવન જીવી રહ્યા છીએ. સાચા ધર્માં કે સાચુ ધાર્મિક જીવન ક્યાંય જોવા મળતું નથી. જ્યાં મનની પવિત્રતા હોય