________________
ધામાં વધુ મહત્ત્વનું શું?
[ ૧૩૩] શહેરમાં મેટી જનસંખ્યા આજે એવી છે કે જેઓ કેટલીએ પેઢીઓથી શહેરમાં વસે છે અને જેઓને વતન સાથે કશો સંબંધ રહ્યો નથી, અથવા શેડોઘણે સંબંધ રહ્યો હોય તો તે સગાવહાલાં વતનમાં રહેતા હોય કે બાપદાદાની કાંઈ જમીન-જાગીર હોય અથવા કુળદેવી કે સ્થાનિક સંબંધી કર કરવાના હોય તે તેટલા પૂરત બે ચાર દિવસ જઈ આવવા પૂરતો જ હોય છે. આ અને આવા અનેકવિધ કારણોને લીધે ગામડાં ક્ષીણ થયાં, ઘસાઈ ગયા, વસતી ઓછી થઈ ગઈ અને આખરે ઉજ્જડ વેરાન, નિદ્માણ અને પાયમાલ થઈ ગયા.
હવે સમય અને સંજોગે એવા આવ્યા છે કે પ્રજાના નાયકે અને રાજ્યસત્તા સમજે, વિચારે અને લાભાલાભની દષ્ટિએ નિર્ણય કરે કે ભારતને સાચે ઉદ્ધાર અને સર્વાગી વિકાસ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં સાધો હોય તે હાલ તુરત પાંચ કે દસ વર્ષ સુધી બધી પ્રવૃત્તિઓ ગામડામાં જ શરૂ કરવી જોઈએ અને તેના ઉપર બધું લક્ષ કેન્દ્રિત કરી તેને મક્કમતાપૂર્વક અમલ કરવો જોઈએ. ગામડાના હવાપાણીથી શરીરસ્વાથ્ય અને માનસિક શાંતિ સારી રહેશે, ઓછા ખરચે જીવન ગુજારે થશે; સંસ્થાઓ માટે જમીને કે મકાને ઓછા ખર્ચે થઈ શકશે. શહેરી જીવનના ખોટા અને નુકશાનકારક આકર્ષણ ગામડામાં ન મળવાથી જીવન અને રહેણીકરણ સાદા અને ઓછા ખર્ચાળ રહેશે અને જીવન સાદું તથા સંતોષી રહેશે.
એટલે જે ગામડામાં કે ગ્રામ્યપ્રદેશમાં ૧. શિક્ષણની સંસ્થાઓ, ૨. નાના ગૃહઉદ્યોગે અથવા ઔદ્યોગિક સંસ્થાઓ, ૩. કારખાનાઓ, ૪. સામાજિક સેવાની સંસ્થાઓ, ૫. તાલીમ વર્ગો વિગેરે બોલવામાં આવે તે ઓછા ખર્ચે વધુ સંખ્યામાં બહુ જ શાંતિથી જનતાને તૈયાર કરી શકાય અને પાંચ વર્ષની આખરે આખી પ્રથાનું એવું સુંદર ઘડતર કરી શકાય કે જેથી દેશ બધી રીતે સમૃદ્ધ બને અને જગતની અન્ય આગળ પડતી પ્રજાઓમાં તેની ગણના થાય. આ પ્રશ્ન આખી પ્રજાએ વિચારવાની અને તેને અમલ કરવાની જરૂર છે.