________________
[ ૧૦ ]
અને સાધારણ દ્રવ્ય અંગેની મહત્વની બાબતા, તેમ જ શ્રમણુ સધ અંગેની કેટલીક મહત્વની બીનાએ પર સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. દેશકાળને અનુસરી ઉજમણા અને ધાર્મિક ઉત્સવામાં શુ શું ફેરફાર કરવા જરૂરી અને યાગ્ય છે, તેમ જ સમાજસેવા કરતી વિધવિધ સ ંસ્થાઓની સંખ્યા કરતાં તેની સંગીનતાની કેટલી આવશ્યકતા છે, તેને સરસ ખ્યાલ આપવામાં આવ્યા છે.
વ્યાવહારિક અને આર્થિક વિભાગના વિધવિધ લેખામાં જીવન કઇ રીતે જીવવુ જોઇએ, તેમ જ સમાજમાં પ્રવર્તતી એકારી અને ગરીબાઈના નિવારણ અર્થે શાં શાં પગલાં લેવાં જોઇએ, તેની સુંદર સમજણુ તેમ જ તે અંગેના વ્યવહારુ સૂચને આપવામાં આવ્યાં છે.
વ્યાપારિક વિભાગમાં ધંધા અને હુન્નર ઉદ્યોગ પરત્વેના અભ્યાસ અને અનુભવપૂર્ણ લેખેા છે. શહેરાના વિકાસની સરખામણીમાં ગામડાની પરિસ્થિતિ સુધરી નથી, પણ દિનપ્રતિદિન બગડતી જાય છે. દરેક બાબતમાં સરકાર પર આધાર રાખી નિરાધાર સ્થિતિમાં રહેવાં કરતાં, માણસે પાતે પ્રયત્ન કરી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા જોઇએ. લેખકે આ સંબંધમાં સાચું જ કહ્યું છે કે “ સાચા પુરુષા તા દરેક વ્યક્તિએ પેાતે કરવા જોઇએ. પ્રત્યેક મનુષ્ય પોતે જ પેાતાના ભાગ્યને સટ્ટા અને ભાક્તા બને છે. '’
ગામડાઓમાં અનેક હુન્નર ઉદ્યોગે માટે અવકાશ છે, તેની વિગતવાર સમાલાચના આ વિભાગના લેખામાં કરવામાં આવી છે. આપણી સરકાર આવા ઉદ્યોગેા માટે બધી જાતની સગવડતાએ તેમ જ મેટા પ્રમાણમાં નાણાંકિય મદદ પણ આપે છે. બધી જ બાબતામાં સરકારને દ્વેષ અને વાંક કાઢી નિષ્ક્રિય બેસી રહેવામાં માણસનુ કે દેશનું કલ્યાણ થઈ શકે નહીં. પરિસ્થિતિના સામના કરી સજોગા અને શક્તિ અનુસાર સૌએ પુરુષા કરવા જોઈએ એ આ બધા લેખાના ધ્વનિ છે.