________________
[ ૨૨૪ ]
અનુભવ-વાણી
સાંભળી શકાય. પછી તેના ઉપર વિચાર કરવા અને નિર્ણય કરવા કે કાના કેટલા વાંક કે દોષ છે. રાત્રે સૌ કુટુંબીજનને ભેગા કરી પરાક્ષ રીતે વાતચીતની શરૂઆત કરવી અને શા કારણથી ખેાલચાલ થઇ હતી તે નાનામોટા દરેકને પૂવું. દરેક જણ વિના સાચે સ્પષ્ટરીતે પેાતાને જે કહેવુ હાય તે કહી શકે એવું વાતાવરણ વડિલે ઘડવુ જોઇએ. બધાની વાતમાંથી સત્ય તારવી લેવું અને પછી જેની જેની જે ભૂલે હાય તે તે તેને મિઠાશથી તટસ્થભાવે સમજાવવી અને હવે પછી તેવી ભૂલો ન કરવી તેવા દરેકની પાસે નિયમ લેવડાવવે. કાઈ ન સુધરે તેા તેની સામે સત્યાગ્રહ અને અસહકાર કરવા. આ પતિ કુટુંબની શાંતિ જાળવવામાં બહુ જ સફળ નિવડશે.
બાળક જન્મે છે ત્યારથી તેને, માતપિતાને અને કુટુંબીજનેાતે મમત્વભાવ શરૂ થાય છે. મમતાના વિસ્તાર જેટલા સંકુચિત હશે, તેટલુ કુટુંબમાં ઘણુ વધુ થશે. દરેક માબાપ તે પેાતાના જ બચ્ચાંઓની સ ંભાળ રાખે અને દિયર, જે કે નણંદનાં બાળક પ્રત્યે દુર્લક્ષ કરે કે તેની સંભાળ પણ ન લે, પરાયા અને પોતાનાની વચ્ચે ભેદભાવ રાખે તેા કુટુંબમાં વાદવિવાદ, ખેાલાચાલી અને ઇર્ષ્યા થયા વિના રહેશે જ નહિ. વિડલા પાતે જ જો બધાં બાળકો પ્રત્યે સમાન ભાવ રાખે અને દરેકને તે પ્રમાણે વર્તવાની ફરજ પાડે તે પ્રેમ અને મમતા સમગ્ર કુટુંબના બધા સભ્યામાં એકસરખી પ્રસરી રહે.
કુટુંબ સાથે રહેતું હોય કે સૌ જુદા રહેતા હોય તે પણ એકતા અને આત્મીયતાને ખ્યાલ કાયમ જળવાય રહે તે રીતે શરૂઆતથી સૌમાં સંસ્કાર પાડવા જોઇએ. “ હું અને મારૂં” એ જેટલુ વિશાળ વર્તુળ હોય તેટલુ સુખ અને આનંદ વનમાં વધુ રહેશે. સૌને આપણે આપણા પેાતાના સ્વજન માનીએ, સૌના ઉપર પ્રેમ રાખીએ, સૌના સુખદુ:ખમાં સાથ આપીએ, તે સૌને શાંતિ અને સ ંતાષ રહેશે. મમતા એટલે સ્વાર્થ, લેાભ કે સંકુચિતતા નહિ; પરંતુ પ્રેમ, ત્યાગ, ઐક્ય કે આત્મીયતા (પાતાપણું) છે. આટલું જે સમજી શકે અને