________________
[ ૨૩૪ ]
અનુભવ-વાણી
લાભને પાપનું મૂળ કહ્યુ છે. જેને સારૂં સારૂં ખાવાપીવાની, પહેરવા ઓઢવાની, ફરવા હરવાની, મેાજોાખ કરવાની કે એશઆરામ કરવાની કે ભોગવિલાસની બહુ લાલુપતા હોય છે તે ચારી કરતાં, જુઠું ખેલતાં, વિશ્વાસઘાત કરતાં કે અનીતિ કરતાં અચકાતા નથી; ખીજાએ ઉપર જોરજીમા કરતાં તે પાછું વાળી જોતા નથી. કેટલાકને ધનના, સત્તા કે અધિકારના, શરીરબળને કે બુદ્ધિબળના એટલે બધા મદ હોય છે કે પેાતાની ઈચ્છા પાર પાડવા માટે તે ગમે તે અકૃત્ય કે કુકર્મો કરવા તૈયાર થઈ જાય છે. ગમે તેને હેરાન કરવા પણ તે ચૂકતા નથી. મદ આંધળા છે. જેમ આંધળે! માણસ ખાડામાં પડે છે તેમ મદાંધ મનુષ્ય પણ અધેાગતિના ઉંડા ખાડામાં પડે છે.
સાસુ વહુ, નણંદ ભાજાઇ, પિતા પુત્ર, ભાઇએ ભાઈના કે કુટુંબના સંબંધોમાં આજે ત્યાં ત્યાં ક્લેશ, કટુતા જોવામાં આવે છે. જ્ઞાતિમાં, સમાજ કે સંસ્થામાં, વ્યવહાર કે વ્યાપારના ક્ષેત્રે, રાજ્ય વહીવટમાં કે આંતર રાષ્ટ્રીય સબધામાં જ્યાં ત્યાં કલહ, વિખવાદ કે અશાંતિ પ્રવતી રહ્યા છે. તે બધાનું મૂળ અને મુખ્ય કારણ એ છે કે આપણને ગણિતશાસ્ત્રનું સાચું જ્ઞાન પ્રાપ્ત નથી થયું; તેમજ તે જ્ઞાન મેળવવાની અને તેની ગણતરી મુજબ જીવન જીવવાની આપણને કશી પડી નથી. વિણક તા ગણિતમાં પાવરધા હોવા જોઇએ. તેને તે કુદરતની બક્ષિસ છે. છતાં વિણક કામને જો ગણિત કે ગણતરી જ ન આવડે તે આ સંસારમાં તે તેની દુર્દશા થાય, પણ પરભવમાંય અધેાગતિ સિવાય ખી` શું થાય ?