________________
[ ૬૨ ]
અનુભવ-વાણી
શરૂ થાય છે અને તેમાં સા કે બસથી માંડીને રૂપિયા એક હજાર કે તેથી પણ વધુ ખર્ચ થાય છે. સ્થગિત ધનને અનેક માણસોમાં વહેંચી દેવાનો સિદ્ધાંત લગ્નપ્રસગમાં સારા પ્રમાણમાં સચવાય છે. ૨. મંડપ મુહૂત લગ્નની શુભ શરૂઆત મંડપ મુની યિાથી થાય છે. જો કે લગ્નપત્રિકા લખવાની અને વર પક્ષને ઘેર મેાકલવાની અને વરને ત્યાં તે આવે ત્યારે વધાવવાની ક્રિયા અગાઉ થઈ જાય છે, તે પ્રસંગે પણ દરેક પક્ષને ઘેર સગાંવહાલાંઓને આમત્રવામાં આવે છે. આ પ્રસંગ ખાસ ક્રરીને સ્ત્રીઓ માટેના છે, પરંતુ સ્ત્રીપુરુષા સૌને આમંત્રણ આપવામાં આવે છે અને નાળિયેર, સાકર કે પૈસા વહેંચવાની પ્રથા હોવાથી સારી સંખ્યામાં હાજરી રહે છે. લાલચના લોભે લેાબે પણ સારી હાજરી રહેતી હોય તે પ્રસંગ દીપે છે. પ્રેમ કે `વ્યના ઝરા વ્યવહારિક પ્રસંગેામાં સુકાઇ ગયા છે અને તેનું સ્થાન દેખાવ, દંભ અને કૃત્રિમતા લેતા જાય છે એમ નથી લાગતું ? સાચા ઉલ્લાસ અને આનંદ ગુમ થતા જાય છે, તેની પાછી શોધ કેમ અને કયાં કરવી તે કાણું બતાવે ?
લગ્ન એ પ્રેમ, પવિત્રતા અને ધાર્મિક વિધિવિધાન અને અનુષ્ઠાનને માંગલિક પ્રસંગ મનાય છે, પરંતુ તેને બદલે લોકાચાર, રૂઢી, રિવાજ અને વે—તેણે તેનું સ્થાન લઈ લીધું છે, દરેક ક્રિયા અને દેવદેવીઓની સ્થાપના અને તેઓનું આવાહન-એ બધી બાબતા ઉલ્લાસ, ભકિત, શ્રદ્ધા અને ભાવનાની છે. આનુ જ્ઞાન કે સમજ કેટલાને હશે ! દરેક કાના હેતુ સમજવામાં આવે અને સ્વસ્થ ચિત્ત ભાવપૂર્વક દરેક ક્રિયા અને વિધિવિધાન કરવામાં આવે તે ક્રિયા કેવી દીપી ઉઠે !
વાંચા અને વિચારકાએ એ વાતનો ખાસ ખ્યાલ રાખવાના છે કે લગ્નયિા સેંકડા અને હજારો વર્ષોના અનુભવથી નક્કી થએલા તેના રીતરિવાજોમાં પૂર્વજોના મુદ્ધિબળ, ડહાપણુ, દીદ્રષ્ટિપણું અને વ્યવસ્થાશક્તિ ભારાભાર ભરેલા જણાઇ આવે છે. વળી તેમાં સમયા