________________
મહત્વનો બોધપાઠ
[૬૩] ચિત ફેરફાર થતા જ રહે છે અને સમાજનું ડહાપણ પણ એમાં જ છે કે સમય, સંજોગ, સ્થિતિ અને ક્ષેત્ર તથા સાધનોને સંપૂર્ણ ખ્યાલ રાખીને તે બધામાં ફેરફાર અને સુધારાવધારા કરતા જ રહેવા જોઈએ. જો તેમ ન કરીએ અને જૂના નિયમોને વળગી રહીએ તે સમાજને વિકાસ અટકી જાય, પ્રગતિ રૂંધાઈ જાય અને વ્યવસ્થા બગડી જાય. વ્યક્તિ અને સમાજ એક બીજાના અવિભાજ્ય અને અભેદ અંગ અને અંશ છે, બંને એક બીજાના પોષક અને પુરક હોવા જોઈએ તો જ ઉન્નતિ સાધી શકાય. પ્રગતિ અને વિકાસને જેઓ પિજે નહીં, ઊલટા તેને રૂંધે તેઓ પોતે પિતાના ઈષ્ટજનાના અને સમાજના દ્રોહી છે.
આ વાતને સાર એ છે કે બે બાબતોને નિર્ણય કરવાનું છે, તો જ આ ઘર્ષણ ટાળી શકાય.
૧. મેટા ભાગને અજ્ઞાત અને જૂનવાણી વર્ગ એમ કહે છે કે જે જનું છે તે સેનું છે, બાપદાદા જે કરતા આવ્યા છે તેને વળગી રહેવું અને તે મુજબ બધું કરવું. જો કે તેઓ જે કહે છે તે પ્રમાણે તેઓ પોતે પણ સંપૂર્ણ રીતે વર્તતા નથી. આને અર્થ એ છે કે પિતાને જે ગમે કે ચે અથવા પોતે જે માને તે જ સાચું, તે સિવાયનું બધું ખોટું, આ રીતે આ વર્ગ વર્તે છે અને તેને વળગી રહે છે.
૨. બીજો શિક્ષિત, વિચારક અને બુદ્ધિશાળી વર્ગ પ્રગતિવાદી, સાહસિક તથા સુધારક છે. તે એમ માને છે કે સમય અને સંજોગે પળે પળે પલટાય છે. એટલે લગ્નની ક્રિયા અને રીતરિવાજોમાં સમય પ્રમાણે ફેરફાર કરવા જ જોઈએ. તેઓ કહે છે કે “જૂનું તે સેનું નથી, પણ જે સારું હોય તેને અપનાવવું જોઈએ.” આ સિદ્ધાંત તરીકે બંને વસ્તુ સત્ય છે, પરંતુ સમાજના ઉત્કર્ષને માટે બેમાંથી કયે સિદ્ધાંત અપનાવવો જોઈએ તે નક્કી થવું જોઈએ. તે નકકી કેરું કરે ? દરેક પક્ષ પિતાને સાચે માને અને વિરોધ પક્ષને ખોટે મણે આ સ્થિતિ જુગજૂની છે. અને પરાપૂર્વથી ચાલી આવે છે.