________________
( ૬૪]
છે , અનુભવ-વા તેને નિકાલ કે ઉકેલ કોઈ લાવી શકે તેમ નથી, એટલે તેની ચર્ચા કશી કામની નથી, તેથી માનવજાત માટે એક જ શ્રેષ્ઠ માર્ગ એ છે કે દરેક સારાસારનો વિચાર કરી પિતાને માટે જે ગ્ય, ઉત્તમ અને ઉચિત જણાય તે પ્રમાણે તેણે વર્તવું, તેણે બીજાની ટીકા કે વિરેધ કરતાં અટકવું અને સહિષ્ણુતા રાખવી અને બીજાઓના વિરોધ સામે મક્કમતા રાખવી અને તેઓને ક્ષમા આપવી.
૩. જમણવાર–(૧) ઘણા શહેરમાં રેશનીંગ હજુ ચાલુ છે અને જમણવાર ઉપર સરકારી પ્રતિબંધ છે એટલે પ્રજાને એ ધર્મ છે કે લેકહિત માટે કરેલા કાયદાને સંપૂર્ણ માન આપવું જોઈએ. બહુ જ શ્રીમંત અને ઉત્સાહથેલા અથવા કીર્તિલોભી માણસે જ કાયદાનો ભંગ કરી જ્ઞાતિજમણ કરવા તૈયાર થાય છે અને પૈસાના કે ઓળખાણના જોરે સેંકડોની સંખ્યામાં સગાંસ્નેહી અને જાનને જમાડે છે. દરેક દરેક વસ્તુ માગ્યા વધુ દામ આપીને ખરીદવી પડે છે. ઘણાને ચોખા કે ઘઉં જેવી રેશનીંગની ચીજો ખુશામત કરીને ભેગી કરવી પડે છે. અને જમણવાર વિનાવિદન સુખરૂપ પતી જાય ત્યાં સુધી આનંદને બદલે ભય અને ચિતા સેવવી પડે છે. પરંતુ તેવી પ્રથાની ગુલામીમાંથી મુક્ત રહેવાની અને લોકભયને સામને કરવાની હીંમત દર્શાવવા બહુ ઓછા તૈયાર થાય છે. આપણી આ પ્રકારની નૈતિક નબળાઈનું પરિણામ આપણે ભોગવવું પડે. તેને માટે કોઈને દોષ દઈ શકાય તેમ નથી.
(૨) ઘણુ વખત એમ પણ બને છે કે ઘરધણુની ઈચ્છા જમાડવાની નથી હોતી, પરંતુ કુટુંબીઓ અને સગાવહાલા પોતે જ જમવાના એવા લેભી અને લાલચુ હોય છે કે તેઓ ગમે તેમ ઘરધણુને સમજાવીને જમણવાર કરવાની ફરજ પાડે છે. અને બધે સમુદાય મીષ્ટાન્ન આગવા ઉત્સુક હોય ત્યારે તેની સામે મક્કમપણે ટકી શકવાની તાકાત બધામાં હોતી નથી. એટલે અનીચ્છાએ પણ જમણવાર કરવાની