________________
આદશ 'સમાજરચના
[૧૩] ઉન્નતિ સાધવા માટે બહુ જરૂરના છે. વેપારીને ક્રોધ કે રીસ, કડવી ભાષા કે જીદ, મેટાઈ કે અભિમાન, જરાપણ ન પાલવે, સહુની સાથે સારાસારી રાખવી, ભાષા મધુર અને વિવેકી જોઇએ, વર્તન વિચારપૂર્વકનું જોઈએ, આળસ કે ઈર્ષ્યા બીલકુલ ન જોઈએ, સમયસૂચક્તા અને દીર્ઘદ્રષ્ટિ ખાસ જોઈએ. ગમ ખાતા અને ખામોશ રહેતા આવડવું જોઈએ અને કદીપણ ફુલણજી ન બનવું જોઈએ-ફતેહમંદ વેપારી બનવા માટે અને ધન કમાવા માટે આટલી યોગ્યતા ખાસ જરૂરી છે.
આદર્શ વેપારી અને આદર્શ ગૃહસ્થ બનવા માટે એ ખાસ જરૂરનું છે કે ધંધાદારી તાલીમ અને કુનેહ હોવા જોઈએ. ઘરાકોને રાજી રાખી તેમની સાથે મીઠાશભર્યું વર્તન રાખવું જોઈએ. નાના વેપારીઓ ઉપર રહેમ રાખી તેઓને ધંધામાં ઉત્તેજન આપવું અને બધાનું સંગઠન સાધી તેઓ સહુના પોતે નાયક બની ધંધાની ખીલવણી કરવી અને વેપાર વધારે, ધંધામાં આંટ અને આબરૂ તથા વચન અને કબૂલાતની સહુથી વધુ કીમત છે. આદર્શ વેપારીએ જેમ સારું કમાવાનું છે, તે રીતે કોઈને મદદ કરવાનું, દુઃખીને દાન કરવાનું, મુંઝાએલાને બચાવી લેવાનું, અને સાર્વજનિક લોકહિતના કામમાં મોખરે રહી નેતાગીરી લેવાનું પણ તેટલું જ જરૂરનું છે. તેવી જ રીતે રાજ્યદ્વારી ક્ષેત્રમાં, હુન્નરઉદ્યોગમાં, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય ભાગ લઈ ઉત્તમ નાગરિક અને આદર્શ શહેરી બનવાની પણ જરૂર નથી એમ નહીં. પોતે જેમ પરદુઃખભંજન જીવન જીવ્યા હેય તેમ પોતાના આપત્તિકાળમાં બીજાઓની સહાય તેમને પિતાને પણ ચક્કસ મળી રહેશે. સારા સમયે સારું વાવ્યું હશે તે દુઃખના સમયે તે અવશ્ય ઉપયોગી થયા વિના રહેશે જ નહી, વ્યવહાર અને વેપારના ક્ષેત્રમાં અગ્રપદ પ્રાપ્ત કર્યું હોય તેની સાથે ક્ષેત્રમાં પણ જે મોખરે રહી શકે તે સેના અને સુગંધને સારે સુમેળ સાધ્યો કહેવાય. ઉત્તમ કેટીનું જીવન જીવતા હોય તો આખો સમાજ સ્વર્ગીય સુખ ભગવતે હેય. આદર્શ સમાજરચના આના કરતાં વિશેષ શું હોઈ શકે?