________________
[ ૧૩૦ ]
અનુભવ-ક્ષણી
કુદરતી હાજતે જવાની કે સમયસર સુવાની ટેવ પાડવાથી તે નિયમિત અને તંદુરસ્ત થશે. લાડ લડાવવાથી તે બગડશે, માર મારવાથી જડ થશે, ડરાવવાથી બીકણુ થશે, રડાવવાથી કજીયાળા થશે વધુ ખવડાવવાથી અકરાંતીયા અને રાગી થશે, ક્રોધથી ક્રોધી, રીસથી રીસાળ, અભિમાનથી ગીંષ્ટ, દ્વેષથી દ્વેષીલા અને લાભથી લાભી થશે. પણ જો તેને સારે। અને સંસ્કારી બનાવવા હોય તે તેના પ્રત્યે અને તેની હાજરીમાં માબાપ અને સહુ કુટુંબીજનોનું વર્તન સારું, વિનયી અને માન તથા પ્રેમયુક્ત હાવું જરૂરનુ છે.
તેના નિત્ય જીવનમાં તેને નિયમિત દ્રઢનિશ્ચયી, સ્વાશ્રયી અને સદાચારી બનાવવા પૂરતી કાળજી રાખવી, તેની બહુ આળપંપાળ ન કરવી, પડે આખડે કે વાગે તેા હીંમત આપવી, શરીરને ખડતલ બનાવવું, કસરત, કામ અને સાહસ કરવાની તાલીમ આપવી, બધું કામ જાતે કરવાની ટેવ પાડવી. ગમે તેવું ખાવાનું, પહેરવાનું કે સૂવાનુ હોય તા પણ ચલાવી લેતા શીખવવુ. બુદ્ધિ અને મન તથા વાણીના વિકાસ માટે વાર્તાઓ કહેવી. હાલરડા કે ગીતા સંભળાવવા અને ગાતા શીખવવું. આંખ, કાન અને વાચાવડે શિક્ષણ આપી શક્તિએ ખીલવવા, કુદરતી સૌંદર્યાં, પશુપક્ષીના નામ, જીવજંતુના રાત્રીસમયના ગુંજારવ વિગેરેમાં રસ લેતા કરવા; શાળાના શિક્ષણમાં સારું વાંચતા, લખતા ખેલતા અને ગાતા શીખવવુ, સુંદર અક્ષર લખતા શીખવવું, ગણિત અને હિસાબનું ખાસ જ્ઞાન આપવુ કેમકે વેપારમાં તે બધાની બહુ જ જરૂર પડે છે. નામુ, પત્રવ્યવહાર વ. સારું આવડે તે વેપારમાં સફળતા સારી મળે છે.
માનસિક શક્તિ ખીલવવામાં નિરીક્ષણ, વાંચન, ચર્ચા, તર્કવિતર્ક, સંકાસમાધાન અને ગમે ત્યાંથી શીખવાનું મળે તેા શીખવાની અને અનુભવ લેવાની તાલાવેલી રાખવી જોઇએ. અનિશ્ચિતપણું, શંકાશીલ પ્રકૃતિ, ડરપેાકપણુ કે શરમાળપણું શક્તિના વિકાસ રૂંધે છે. જ્યારે સાહસિકવૃત્તિ, આતપ્રાતપણું, તમન્ના, હીંમત અને અડગનિશ્ચય એ