________________
[૨]
જ
અનુભવ-વાણી વેચવાના ઈરાદાથી હોટલમાંથી ચા, નાસ્તો, પાન કે બીડી મંગાવી ઘરાકનું સ્વાગત કરે છે. પરંતુ ગામડામાં પણ લેકે હોટલને ઉપયોગ કરવાને ટેવાઈ ગએલા હોય છે. એટલે ગામડામાં સૌથી સારો અને રેડિયો ધંધે જો કોઈને વધુમાં વધુ ચાલતો હોય તે તે હેટલ, પાનસોપારી, બીડી, ગાંઠીયા કે નાસ્તો વેચનારાઓને હોય છે. વળી આજકાલ મુસાફરી બહુ વધી ગઈ હોવાથી મોટર, બસ અને ખટારાવાળાને ધંધે પણ ગામડામાં બહુ સારે ચાલતો હોય છે. એટલે આ ધંધાઓ ગામડામાં વધ્યા છે, ફાલ્યાફલ્યા છે અને એના કરવાવાળા મેટા ભાગે અભણ અને ઉતરતી કોમના ભાણ હોવાથી તેઓ શ્રીમંત અને સુખી બન્યા છે અને બનતા જાય છે અને ઉજળીઆત કેમ બીજા જે જે ધંધા કરતી હોય તેમાંથી માંડ માંડ પોતાના ગુજરાન જેટલું કમાય છે. વળી શહેરમાંથી અનેક વસ્તુઓ ગામડાઓના ઉપયોગ અને મજશેખને માટે આવતી હોવાથી ગામડાનું નાણું શહેરમાં વધુ ખેંચાઈ જાય છે. જે ગામડામાં ખેતીની નીપજ અને ઉત્પન્ન સારી થતી હોય અને શહેરમાં વેચાવા જતી હોય તે બહારનું નાણું શહેરમાંથી ગામડામાં વધુ આવે, પણ આ નાણું મેટા ભાગે ખેડૂત પાસે આવે છે એટલે ખેડૂતો અત્યારે સુખી અને સદ્ધર બન્યા છે અને તેઓનું જીવન સાદું અને સ્વાશ્રયી હોવાથી ધન તેઓના ઘરમાં આજે ભેગું થયું છે કે જે બહુ બહાર નીકળતું નથી. ઘણા વરસને દુઃખી અને કચડાએલે ખેડૂત આજે સુખી થયે છે અને સરકારે તેને ન્યાય આપે છે. તેને પરિણામે ખેડૂત મજૂર અને અભણ પ્રજા ઉપર નભત વેપારીવર્ગ આજે મૂંઝવણ અને મુશ્કેલી અનુભવે છે. હવે જરુરનું એ છે કે ખેડૂત, શ્રમજીવી અને વેપારીઓ વચ્ચે સુમેળ સાધવામાં આવે અને એક બીજા પરસ્પરના સહકારથી સંપીને રહે અને સંબંધ કેળવે, તે બંને વર્ણ સુખી થાય અને ગામડાઓ સમૃદ્ધ બને. લૂંટ, દગ, છેતરપીંડી કે ઠગવિદ્યાથી કશું વળવાનું નથી. તેને બદલે સંપ, સહકાર, સંગઠન અને સમજુતીથી કામ લેવાથી સહુ તરશે. અને સરકાર પણ તે જ માગે છે અને ઈચ્છે છે.