________________
સંસ્થાઓ અને હિતચિંતકને
[૨૫] (૨) આને માટે પ્રચાર કરવો જોઈએ. સીધે, સાચો અને અસરકારક પ્રચાર કરવા માટે સરળ માર્ગ એ છે કે કોન્ફરન્સ યાત્રા પ્રવાસ માટે ૪૫ દિવસની એક ખાસ ટ્રેન જે, મુંબઈ અને બધા પ્રાંતના શ્રીમંત વેપારીઓને આ યાત્રા પ્રવાસમાં જોડાવા ખાસ દબાણપૂર્વક આમંત્રણ કરવું. સાથે વિદ્વાન અને સેવાભાવી કાર્યકરને પણ આમંત્રણ આપવું. પ્રવાસ સમય, કાર્યક્રમ અને વિગતની એક વર્ષ અગાઉ સૌને જાણ કરવી કે જેથી સૌ પોતપોતાના ધંધા અને કામકાજની અગાઉથી પૂર્વવ્યવસ્થા કરી શકે. આ પ્રવાસમાં કોઈના કુટુંબને કે બાળબચ્ચાંને સાથે લેવા ન જોઈએ. આ રીતે ચૂંટેલા, અનુભવી, પીઢ અને સ્થિતિસંપન્ન માણસનો પ્રવાસસંઘ નીકળે, મુખ્ય મુખ્ય શહેરમાં અગાઉથી પ્રબંધ કરી જાહેર સભા યોજવામાં આવે તે દરેક શહેરમાંથી દાન આપવાવાળા જરૂર મળી રહેશે, આજુબાજુના ગામોમાંથી પણ જેનો સભામાં હાજરી આપશે, સંસ્થાના કાર્યને પરિચય અપાશે. પ્રચાર થશે અને સારી સંખ્યામાં સભ્યો પણ નોંધાશે. બીજે ત્યાંના
સ્થાનિક લેકેને એ લાભ થશે કે તેઓના વહીવટ અને પ્રવૃત્તિમાં શિથિલતા, મતભેદ, પક્ષભેદ કે અંદરઅંદરના ઝઘડાટંટા હશે તે બધાનો થોડે ઘણે અંશે નિકાલ થઈ જશે. સંસ્થા અને સંઘબળ ચમત્કારિક પરિણામ લાવી શકે છે. વ્યક્તિ તેટલું કામ નહિ કરી શકે કે તેટલી છાપ નહિ પાડી શકે.
બીજો લાભ આ યાત્રા પ્રવાસથી એ થશે કે સમાજને સ્પર્શતી મુખ્ય મુખ્ય બાબતોમાંથી દરરોજ અકેક વિષયની ચર્ચા-વિચારણા અને નિર્ણય કરવામાં આવે તો ૪પ દિવસમાં ૪૫ બાબતોને કે યોજનાઓનો યાત્રિકો નિર્ણય કરી શકશે. યાત્રિકોમાંથી એવા પણ ભાગ્યશાળીઓ નીકળશે કે જેને જેને જે પેજના પસંદ પડશે તે જના માટે શરતી કે બિનશરતી દાન આપવાની જાહેરાત પણ તે વખતે થશે.
પ્રવાસયાત્રા ટ્રેનની એજના નિષ્ફળ જશે કે તેમાં નુકશાન થશે એવી શંકાને તે સ્થાન જ નથી. કોન્ફરન્સ તો તેમાંથી બચત કરી શકશે કેમકે સારા સારા શહેરના સંઘ તે તેમનું અતિથિસ્વાગત કરશે.