________________
[ ૧૫૪ ]
અનુભવવાણી
અનેક ગયા, અને અનેક રહ્યા. કેટલાએકે, પેાતાના દેશમાંથી દેશનિકાલ થવાને કારણે અથવા તેા પેાતાના દેશ દુશ્મનના હાથમાં જવાથી જાન બચાવવા માટે આ દેશમાં આવીને આશ્રય લીધા અને કાયમ માટે અત્રે રહ્યા. એમ હિંદના ઈતિહાસમાં ચિત્રવિચિત્ર વિવિધ રંગ પૂરાએલા અનેક ચિત્રા આળેખાયેલા છે. અને તે પણ વિધિની વિચિત્રતા નહીં તે બીજું શું ગણી શકાય.
આ બધાને અ ંતે યુરોપની જુદી જુદી પ્રજાની જુદી જુદી પ્રકૃતિવાળા જુદા જુદા પ્રકારના વેપારીએ હિંદમાં વેપાર કરવાના હેતુથી આવ્યાં. તેઓને હિંદની રસાળ ભૂમિ, ફળદ્રુપતા, કુદરતી સૌંદર્યાં, વિશાળ સાગરકાંઠા, અપરિમિત પ્રદેશ, લેાકેાનુ ભાળપણુ, રાજાઓમાં કુસંપ અને કીન્નાખારી, અને શાસકવર્ગનુ દેશદ્રોહીપણું બહુ જ ગમ્યા, બહુ જ અનુકૂળ લાગ્યા અને આકર્ષીક પણ લાગ્યા. તે સહુ પેતપેાતાની રીતે સાધના કરવા અત્રે આવ્યા, થાણા નાખ્યા, અડ્ડો જમાવ્યા, ધાક બેસાડવા અનેકને દાખ્યા, ધણાંને ચાંપ્યા, બહુને ડરાવ્યા, કઇકને મરાવ્યા અને ચામેર ત્રાહી ત્રાહીના પાકાર પડાવ્યા. ઘેાડે બાંધીને ઘસડયા, હાથીના પગ તળે કચડાવ્યા, અંગૂઠા કાપ્યા, તાપને ગોળે ઉડાડવા, અદીખાને ઘાલ્યા, કાંસીએ લટકાવ્યા, ફટકે માર્યા, લૂંટ્યા, લજાવ્યા, મેહાલ કર્યાં, નાક ઘસાવ્યા, ધરબાર બાળ્યા, ગામેા લૂટ્યા, સ્ત્રીઓની લાજ લૂંટી, બાળકાના ખૂન પીધા, અને ઠેર ઠેર આવા અનેક કાભાંડ ભજવ્યા. આમાં વલા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ કે બ્રિટીશ એ દરેકના એવધુ હિસ્સા છે જ છે એની કાણુ ના કહેશે ? જીભની ઝડીએ ઝુડવામાં કાને સારા ગણવા ? કસાઈ દયાળુ હાઈ શકે ખરા ? આ ઈતિહાસને નાઝીઝમ, ફેસીઝમ, ઝારીઝમ, કેસરીઝમ, કામ્યુનીઝમ, સાશ્યાલીઝમ, લીબરલીઝમ, કનઝરવેટીઝમ, લેબરીઝમ, અથવા કયા ઝમ કહેવા ? વાંચક વ તમારામાં તીક્ષ્ણ અને કુશાગ્ર બુદ્ધિ હોય તેા આ પ્રશ્નના ઉત્તર આપશે ? યમરાજના ઝમ કરતાં આમાંના કયા ક્રમ સારા તે ફ્રાઈ કહેશેા ?