________________
વેપારીઓની સમશ્યા
[ ૧૫૩ ]
લાગ્યા. અને આ રીતે સાની, સુખડીયા, સઈ, સુતાર, દરજી, માચી, લુહાર, કંસારા, કુંભાર, કાળી, પાટીદાર, આગરી, માછીમાર, ધાંચી, ધોબી, માળા, ઢેઢ, ભંગી, ચમાર, ખાટકી, ડબગર, રંગારી, ખત્રી, બ્રહ્મક્ષત્રિય, લુહાણા, કાછીયા, છીપા, ગોલા, ખવાસ, વડારી, ભરવાડ, રબારી, વાંઝા, વાળંદ, વણકર, સીપાઈ વિગેરે અનેક જ્ઞાતિએ ઊભી થઈ. અને તે જ્ઞાતિના લોકે બીજો ધંધા કરતા થયા એટલે તેના પેટાવિભાગેાની વળી મિશ્ર જ્ઞાતિ ઊભી થઈ, જેવી કે વાણીયા સોની, સઈસુતાર, કુંભારસુતાર, લુહારસુતાર, હિંદુ ધેાખી, મુસલમાન ધેાખી, વાણીયા સુખડીઆ, બ્રાહ્મણુ કાઈ વિગેરે. વળી આંતરજ્ઞાતીય લગ્નપ્રથાથી જે પ્રજા ઉત્પન્ન થઈ તેની પણ જુદી જુદી જ્ઞાતિએ ઊભી થઇ. આ રીતે એકમાંથી અમુક અને અમુકમાંથી અનેક, અનેકમાંથી વિધવિધ અને તેમાંથી બહુવિધ—એ રીતે અનેક ભેદ, ભાગ કે વિભાગેા પડયા અને તેને પરિણામે જેમ એક વડમાંથી અનેક શાખાપ્રશાખા નીકળે અને મૂળ થડનો ખ્યાલ પણ ન રહે તેવી રીતે આખા ભારતદેશ એકતા મૂકી દઈને અનેકવિધ ભેદ અને છંદમાં વહેંચાઈ ગયા, વીંખાઈ ગયા, પીંખાઈ ગયા અને છેવટે છિન્નભિન્ન થઈ ગયા. આમ સંપ અને એકતાની સાંકળ તૂટી ગઇ, બધી કડીએ ધસાને વેરવિખેર થઈ ગઈ અને તે નબળાઇની તક સાધીને પરદેશીઓના આક્રમણ ભારત ઉપર અનેક રૂપમાં શરૂ થયા.
ઘણા પરદેશીએ આવ્યા અને ગયા. કેટલાક હિંદમાં સમાઈ ગયા અને હિંદને પેાતાનું વતન ગણીને હિંદમાં રહ્યા; ખીજાએ લૂટને માટે આવેલા તેઓ લૂંટ લઈને વિદાય થયા. કેટલાક હિંદને જીતી તેના ઉપર આધિપત્ય જમાવવાના હેતુથી આવેલા, અને તેઓએ હિંદમાં રહી પેાતાના અમલ સ્થાપ્યા. કાઈ હિંદની પ્રજાને વટલાવી તેઓને મુસ્લીમ બનાવવાના હેતુથી આવ્યા, તેા કાઇ મૂર્તિ અને મદિરાના ખંડન કરી તેને સ્થાને મă અને દરગાહ ઊભી કરીને પેાતાના ધર્મના ઝંડા ફરકાવવાના ઉદ્દેશથી આવ્યા, એ રીતે અનેક આવ્યા,