________________
[૨૨]
અનુભવ-વાણી અને તે આપણા શરીરને, મનને અને આત્માના ઓજસને નુકશાન કરે છે. જગતમાં તેની અનેકગણી અસર ચેપી રેગની જેમ ફેલાય છે અને તે ચેપ હવે પછીના એક કે અનેક જન્મ સુધી આપણને રહ્યા કરે છે. આ રીતે જુગારીની જેમ આપણે સર્વસ્વ ગુમાવીએ છીએ અને કાયમના દુ:ખી દુ:ખી થઈએ છીએ.
ક્રોધનાં ફળ (પરિણામ) હમેશાં બહુ જ કડવાં હોય છે” એમ જ્ઞાની પુરૂષો કહી ગયા છે. આપણો અનુભવ પણ તે જ કહે છે. માટે કદિ પણ ક્રોધ ન કરવો. ગમે તે થાય તે પણ બિલકુલ ઉશ્કેરાવું નહિ-એ દરેક ધર્મની આજ્ઞા છે. ક્રોધ એ વિકરાળ કાળ છે, રાક્ષસ છે, સર્વનાશનું મૂળ છે, મહા ઝેર છે, તેને સંગ ન કરે એટલું જ બસ નથી. તેને પડછાયો પણ ન લેવો.
ક્રોધ ન થાય તે માટે મનને સમતાભાવ કેળવો. સમતા રાખવાની ટેવ પાડી શકાય છે. ગઈગુજરી વાત યાદ ન કરવી. કોઈ ક્રોધનું કારણ બને તો પણ સમભાવ રાખતા શીખવું. બીજા બધા પ્રત્યે દયા અને ક્ષમાની ભાવના રાખવી. જેટલા દયાળુ અને ક્ષમાવાન છે, તેમના જીવનમાં કેટલી શાંતિ, કેટલું સુખ, કે આનંદ આપણે જોઈએ છીએ ! ત્યાગી, સાધુ, સંત, સંન્યાસી, મહાત્મા કે ધર્મગુરૂએને આપણે શા માટે વંદીએ છીએ ? તેઓએ રાગ અને દ્વૈપને જીત્યા છે. ક્રોધ અને મેહને નાશ કર્યો છે, લેભને બાળી નાંખે છે, જગતના સૌ જીવો પ્રત્યે કરૂણ અને દયા વહેવડાવી રહ્યા છે. પામર છે તેઓને હેરાન કરે, દુઃખ દે કે તેઓની અપકીર્તિ કરે તે પણ તેઓ ક્રોધ કરતા નથી કે ખેદ પામતા નથી. તેઓ સૌની ભૂલને ક્ષમા આપે છે. સૌનું ભલું ચાહે છે અને સૌને સદુપદેશ દ્વારા સન્માર્ગે દોરે છે. સંસારમાં પણ એવા સ્ત્રી પુરૂષ જોવા મળે છે કે જેઓ ધર્મમય પવિત્ર જીવન જીવે છે અને આપણે ઉત્તમ તરીકે તેમનું બહુમાન કરીએ છીએ. આપણે આપણું જીવન આવું બનાવીએ તે આપણને કેટલો આનંદ થાય !