________________
તેલા સંથને તથા સમાજને ચેક
[૩૩] નાબૂદ થઈ શકે. જે ગામોમાં આવા તીવ્ર ભેદ કે વાડા હોય તે ગામના સંઘે ધાર્મિક ક્રિયાઓ કે મહોત્સવ માટે કે ચાતુર્માસ માટે સાધુમુનિરાજને આમંત્રણ કરવા આવે ત્યારે મુનિ મહારાજે તરફથી અગ્રેસને પષ્ટ કહેવામાં આવે કે-જે તમે સો ભેદ ટાળીને એક થવાની કબૂલત આપો તો જ અમે તમારે ગામ આવી શકીએ, એ પ્રકારને અમે નિયમ ધાર્યો છે, તે વસ્તુસ્થિતિ ડેઘણે અંશે અવશ્ય સુધરશે અને ક્રમે ક્રમે વધુ ઐક્ય સધાશે. જેઓ તેડી શકે તેઓ જલ્દી જોડી પણ શકે. સંસારી જીવો કદાચ તે ન કરી શકે. ગુરુમહારાજે ધારે તે અવશ્ય પાર પાડી શકે.
સૂતેલા સંઘને તથા સમાજને
દેવદ્રવ્યને ઉપયોગ શેમાં શેમાં થઈ શકે અને શેમાં શેમાં ન થઈ
• શકે એ બાબત આજે અનેક સ્થળે ચર્ચાઈ રહી છે. જુદા જુદા આચાર્ય મહારાજે આ બાબતમાં જુદા જુદે અભિપ્રાય અને માન્યતા ધરાવે છે. આ જુદી જુદી માન્યતાને માટે દરેક પક્ષ ધર્મશાસ્ત્રોમાંથી સિદ્ધતિ શોધી કાઢીને રજૂ કરે છે અને પિતપતાની માન્યતાને શાસ્ત્રા નુસાર હોવાની જાહેરાત કરે છે. આ પરસ્પર વિધી માન્યતાઓ પૈકી કઈ માન્યતા સાચી અને કઈ બેટી તેને નિર્ણય સામાન્ય જનતા પોતાની સ્વતંત્ર બુદ્ધિવડે કરી શકતી નથી; કેમકે બધાને શાસ્ત્રને ઊંડે અભ્યાસ હોતે નથી; અને શાસ્ત્રો સમજવા જેટલી બુદ્ધિ, શક્તિ કે ફુરસદ પણ હેતી નથી. તેઓ તે એક જ વસ્તુ સમજે છે કે-ગુરુમહારાજ જે કહે તેને પ્રમાણભૂત માનીને તે મુજબ વર્તવું. એટલે કઈ પણ વસ્તુને આખરી નિર્ણય શું કરવો તે પૂજ્ય મુનિ મહારાજેની