Page #1
--------------------------------------------------------------------------
________________
Ibollebic 10%
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
*
માર મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
SeSeeSeSeSeSeeSeSeSeeSeSeSee
અમૃત-રિતા
અથવા
અચાગ્ય દીક્ષા ઉપર દૃષ્ટિપાત. (બેધદાયક સામાજિક નવલકથા )
પ્રથમ તરંગ
લેખક મહાસુખભાઈ ચુનીલાલ કાવ્યસરિતા, અનવરકાવ્ય, કમનસીબ કુમારિકા, વિસનગર અને વડોદરા રાજ્યની ટૂંક હકીક્તના કર્તા.
વિસનગર
A 000000000000000000000000000000000000 600 500 00.
પ્રથમ આવૃત્તિ, પ્રત ૨૦૦૦ સંવત ૧૯૮૬. સન ૧૯૩૦
અમદાવાદ–ધી ડાયમંડ જ્યુબીલી પ્રીન્ટીગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
કીંમત રૂ. ૧-૮-૦
0
0
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક મળવા સંબંધી સૂચના.
આ પુસ્તક નીચેને ડેમણેથી રેકડી કીંમતે અગર ટપાલ અને તે વહુપેબલથી મળશે. ટપાલ ખરચ જે પડશે તે વિશેષ લેવામાં આવી આ પુસ્તકનું વજણ આશરે ચાળીસ તોલા છે તેથી ટપાલખરસ મનીઓરડરના કમીશન સાથે એક પુસ્તક્ના સાત આના થાય છે. માટે જે સામટાં પુસ્તકે રેવે પારસલદ્વારાએ મંગાવવામાં આવે તો ઘાજ ફાયદે થાય. પારસલની રસીદ વી.પી.થી મોકલવામાં આવશે. સરનામું સ્વચ્છ અક્ષરે લખવા કૃપા કરવી.
મહાસુખભાઈ ચુનીલાલ મુકામ-વિસનગર, જીલ્લો-ગુજરાત,
ગ્રંથ સ્વામિત્વના તેમજ તેને લગતા તમામ હક લેખકે પોતાને
સ્વાધીન રાખ્યાં છે.
Printed by Devidas Chhaganlal Parikh at the Diamond Jubilee Printing Press, Salapose Road, Ahmedabad
and Published by Mahasukhbhai Chunilal Sheth Late member of the Legislative Council
Baroda State. VISNAGAR (GUJARAT). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જ અર્પણ પત્રિકા.
અગ્ય દીક્ષાના હિમાયતી મુનિ મહારાજોના
ચરણકમળમાં. પવિત્ર ભાગવતી દીક્ષાકુમારિકાને વિકરાળ રાક્ષસી બનાવી, શિષ્ય પરિવાર વિસ્તારવાની તીવ્ર તૃષ્ણાને નવદીક્ષિતનાં સ્નેહી જનેની અશ્રુધારાના પાનથી તૃપ્ત કરી, તે નિશાસા ભરેલા અમૃપાનના ગુમાનમાં પવિત્ર પંચ મહાવ્રતને ખુલ્લી રીતે ભંગ કરી પચીસમા તીર્થંકર રૂપ મનાતા પરમ પૂજ્ય સંધને અપમાન ભરેલા શબ્દોથી સંબોધી, “સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવતિ” એ ન્યાયાનુસાર જૈનસમાજને તારક મટી ઘાતક બની, અયોગ્ય દીક્ષાને ભાગવતી મનાવી, ધર્મના નામે અધર્મ પ્રવર્તાવી, જે મુનિમહારાજે ભારતવર્ષની જૈનજનતામાં ઝેરી રસને પ્રવાહ રેડી સંઘમાં ઝેર વેર કુસંપ ને કલેશ ફેલાવી રહ્યા છે તે ઝેરી રસને ધોઈ નાખી શુદ્ધ કરવા તે મુનિમહારાજના ચરણકમળમાં આ મારી અમૃતસરિતા અર્પણ કરું છું. તે એવી આશાથી કે તેઓ આ અમૃતસરિતામાં પરિપૂર્ણ રીતે નિમજજન કરી પિતાના હદયને અમૃતમય બનાવી, વિચાર વાણી અને વર્તન દ્વારાએ અમૃતને પ્રવાહ વહેવડાવી ભારતવર્ષના સંધમાં સંપ સુલેહ અને શાંતિ પ્રસારે. અધિષ્ઠાતા દેવો તેમને બુદ્ધિ આપી આ મારી અંતરની આશાને સફળ કરી મને કૃતાર્થ કરે.
લી. સંઘને સદાને સેવક
મહાસુખભાઈ ચુનીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
9 તારી
અમૃત-સરિતામાં કલ્પના પ્રદેશનો નકશો.
world
we"
૨તા
મમમ
LAGUE
વીરમગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે
Q
ખાન
કન નગર કરો • માલ ‘ગાંધા 'મy
ખy 3
Ul
નH
का
ती
'
वा
ड
'ભજુરી
איש
માર
व
ती
२
0
13
}નવાનું?
•
eી ?
***log
બનીચે
બન
www.umaragyanbhandar.com
— - -- નવી કશેલી લાઈન.
— હલન ચાલુ બે લાઈન ===== નકલ મેટરને રસ્તે.
,
બ)
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
કેટલાંક વર્ષોથી કેટલાક જૈન આચાર્યો અને મુનિ મહારાજેએ શિષ્ય પરિવાર વધારવાની લાલસાને તૃપ્ત કરવા પરમ પવિત્ર ભાગવતી દીક્ષાને એવી ખેદજનક દશાએ પહોંચાડી દીધી છે કે તે સંબંધી સાધુસંસ્થા અને જૈન સમાજમાં ભારે ઉહાપોહ થઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ જનઆલમનું વાતાવરણ કલેશમય બની રહ્યું છે અને દિન પ્રતિ દિન તેમાં વધારે થતું જાય છે.
શિષ્ય પરિવાર વધારવાની લાલસાથી થતા અનર્થો કેટલાક વિચારશીલ આચાર્યો અને મુનિ મહારાજોના ધ્યાન ઉપર આવવાથી તેમને સાધુસંસ્થા સુધારવા દીક્ષા પર અંકુશ મુકવા પ્રેરણા થઈ હતી ને તે પ્રેરણાનુસાર સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૧૩ ગુરૂવાર તા. ૧૩-૬-૧૯૧૨ ના રોજ સવારે વડોદરા મુકામે સાધુસંમેલન મળ્યું હતું, જેમાં સવનુમતે ચોવીસ કરાવો થયા હતા, તે પૈકી ખાસ દીક્ષા સંબંધી નીચેના બે ઠરાજ થયેલા તે વાચકોના ધ્યાન ઉપર લાવું છું—
“જેને દીક્ષા આપવી હોય તેની ઓછામાં ઓછી એક મહીનાની મુદત સુધી યથાશક્તિ પરીક્ષા કરી તેના સંબંધી માતાપિતા ભાઈ સ્ત્રી વગેરેને રજીસ્ટર્ડ કાગળથી ખબર આપવાનો રીવાજ આપણ સાધુઓએ રાખવો, તેમજ દીક્ષા નિમિત્તે આપણી પાસે જે વખતે આવે તે જ વખતે તેના સંબંધીઓને રજીસ્ટર્ડ કાગળથી તેની પાસે ખબર અપાવવાને ઉપયોગ રાખો.” (ઠરાવ ૨૦ )
આજકાલ કેટલાક સાધુએ શિષ્ય કરવા દેશકાળ વિરૂદ્ધ વર્તન ચલાવે છે જેથી શાસનની હેલના થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેમજ મુનિઓને કઈ કઈ વખત અનેક મુશ્કેલીઓમાં ઉતરવું પડે છે, જેથી આ સંમેલન આવી રીતે દીક્ષા આપી શિષ્યો કરવાની પદ્ધતિને તેમજ તેવી રીતે દીક્ષા લેનાર તથા આપનાર અપા
* જુઓ આત્માનંદપ્રકાશ પુસ્તક ૯ અંક ૧૨ પાન ૩૬૮ તથા ૩૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વનાર માટે અત્યંત નાપસંદગી જાહેર કરે છે અને ઠરાવ કરે છે કે આપણા સમુદાયના સાધુઓ પૈકી કેઈએ પણ આવી ખટપટમાં ઉતરવું નહીં અને જે મુનિ આવી ખટપટમાં પડશે તેને માટે આચાર્યજી મહારાજ સખ્ત વિચાર કરશે.” (ઠરાવ ૨૩ મો).
એ સંમેલનના અધ્યક્ષસ્થાનેથી બોલતાં સગત આચાર્યશ્રી વિજયકમળમૂરિએ જણાવ્યું હતું કે “દેશકાળને વિચાર કર્યા વગર શિષ્ય વધારવા તરફના મેહમાં તણાઈ કેટલાક સાધુએામાં ન સહન થાય તેવી વર્તણુંક ચાલે છે અને તેના પરિણામે તે જૈનધર્મની નિંદાનું કારણ થઈ પડે છે. તે તેને માટે પણ આપણે એવી કઈ ગોઠવણ કરવી જોઈએ કે જેથી આ પ્રસરેલી બદીને ચેપ આપણું સાધુએને લાગે નહીં.” વળી તેમણે ઉપસંહાર કરતાં ભાર દઈ જાહેર કર્યું હતું કે “દીક્ષા સંબંધી જે કોઈ ઠરાવ આપણે પસાર કર્યા છે તે તરફ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. આજકાલ સાધુઓને માટે
જ્યાં જેશે ત્યાં એજ નિંદાનું કારણુ થઈ પડયું છે તે તમારે તેમાંથી બચવા પ્રયત્ન કરવા જ જોઈએ. આપણું મહાન પૂર્વાચાર્યોએ આપણું. માટે જે નિયમ બાંધ્યા છે તે તરફ નજર કરશે તે સહેજે જણાશે કે શિષ્યો વધારવા માટે દેશકાળ વિરૂદ્ધને હાલ કેટલેક પ્રસંગે જે વર્તન ચાલે છે તે અયેચ છે.”$
આ ઉપરથી વાચકોને ખ્યાલ આવશે કે અયોગ્ય દીક્ષાએજ સાધુસંસ્થાની ગંભીર સ્થિતિ બનાવી મુકી છે. અયોગ્ય દીક્ષાથી સાધુત્વની પાત્રતા નહીં ધરાવનાર ઘણું પુરૂષો સાધુસંસ્થામાં જોડાય છે અને પરિણામે તેમાંથી કેટલાક આચારભ્રષ્ટ થાય છે, બીજાઓને બગાડે છે અને સમગ્ર સાધુસંસ્થાને કલંક લગાડે છે.
ઉપર પ્રમાણે સાધુસંમેલનમાં ઠરાવ થયા છે અને તેના ઉપર સહીઓ પણ થઈ છે છતાં કેટલાક આચાર્યો અને સાધુઓ તે ઠરાવને ઠાકરે મારી અગ્ય દીક્ષા આપી ઠામ ઠામ ઝેરનાં બી વાવી
જુઓ સદર પુસ્તકનું પાન ૩૫૭. ૬ જુઓ સદર પુસ્તકનું પાન ૩૭૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
રહ્યા છે. આવી અગ્ય દીક્ષા અટકાવવા ઘણું શહેરમાં અને ગામમાં યુવકસંઘ અને સમાજ સ્થપાયા છે અને તેના કાર્યવાહકો, અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓનાં વર્તન સુધારવા દીક્ષા સંબંધી ઠરાવ કરી પ્રયત્ન કરી રહ્યા છે. સંવત ૧૯૮૬ ના માહ સુદ ૧૦ ના રોજ જુનેર મુકામે મળેલી તેરમી જૈન વેતાંબર કોન્ફરંસે પણ દીક્ષા સંબંધી ઠરાવ કર્યો. જૈન કૅન્ફરંસની વિરૂદ્ધ પડનાર ઑલ ઈડીઆ યંગમેન્સ જૈન સોસાયટીની સંવત ૧૯૮૬ ના ચૈત્ર વદ ૧ ને સેમવારે સુરતમાં મળેલી પહેલી પરિષદના પ્રમુખે પણ પિતાના ભાષણમાં મુક્તકંઠે જાહેર કર્યું છે કે “પૂજ્ય સાધુસંસ્થામાં કુસંપ ઘર ઘાલ્યું છે, એકલ વિહારી સ્વછંદી સાધુઓની સંખ્યા વધતી જાય છે.. કેટલાક પતિત સાધુઓ ધર્મના નામે અધર્મ ઉપદેશી રહ્યા છે”
આ ઉપરથી વાચકો સમજી શકશે કે બંને પક્ષવાળા કબુલ કરીને ચાલે છે કે કેટલાક સાધુઓમાં પતિતતા દાખલ થયેલી છે તે વાત નિર્વિવાદ છે. સાધુસંસ્થા તે સંવત ૧૯૬૮ થી ચેતવણી આપી રહી છે. એટલે હવે પ્રશ્ન એટલો જ રહે છે કે એ સડે કેમ દૂર કરવો ? તે દાબી રાખીને કે ઉઘાડે બહાર પાડીને? - સાધુઓ ધર્મના નેતા, ઉપદેશક અને માર્ગદર્શક હોવાથી અને જ્યારે તેમનામાંજ પતિતતાએ પ્રવેશ કર્યો છે ત્યારે તેમના ચેપથી આખી સાધુસંસ્થાને અને જૈન સમાજને હાની પહેચે એમાં શું આશ્ચર્ય?
આ સ્થળે મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે “સાચું તે મારું” એ સિદ્ધાંતની અવગણના કરી “મારું તે સાચું” એવા પિતાના હઠવાદને વળગી રહી, સાધુસંમેલનના ઠરાવને પણ કેરાણે મુકી, કેટલાક આચાર્યો અને સાધુઓ કેવળ દ્વેષની દૃષ્ટિથી જોઈ ધર્મના બહાના નીચે ચેલાની લાલસા તૃપ્ત કરવા યેન કેન પ્રકારેણ અગ્ય દીક્ષાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને તેને કેટલાક અંધશ્રદ્ધાળુ અને કેટલાક ધર્મને આડંબર કરનાર દાગ્મિત ભકતે નિભાવી લઈ એટલું જ નહીં
ક વાંચો તા. ૨૧-૪-૧૯૩૦ નું વીરશાસન પત્ર પાન ૪૪૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પરંતુ ઉત્તેજન આપી સડાને દૂર નહીં કરતાં તેને છુપે રાખી પણ કરે છે. આથી તે સડે હાલમાં ભયંકર ઝેરી રોગમાં ફાટી નીકળ્યો છે, જેના પરિણામે જૈન સમાજમાં ઘેરે ઘેર ઝેરવેર કલેશ અને કુસંપનો પવન ફૂંકાઈ રહ્યા છે.
અમદાવાદની કોર્ટમાં ચાલેલો બાઈ રતનનો કેસ, કુતરાપ્રકરણને કેસ, ખંભાતમાં બાઇ લીલાવતીને કેસ, વાસદમાં બાઇ મેના કેસ, જામનગરને જૈનઝગડે, જયવિજયે જાહેર રીતે એક વિધવા સાથે કરેલું પુનર્લગ્ન અને તેમની આત્મકથા, કેટલાક સાધુઓએ છેડેલી દીક્ષા તેમની પતિતતા અને એકરાર, વડોદરાની કોર્ટમાં નવદીક્ષિત સગીરને કેસ, મુંબઈમાં સાધુ ઉપર ચાલેલા કેસો, પાટણના ઝગડા અને કારટે ચડેલા કેસ, સુરતના અને છાણના ઝગડા એમ ઘણું ઘણું પ્રકારના બનેલા બનાવો કેવળ અયોગ્ય દીક્ષામાંથી જ જન્મ પામેલા છે એ જગજાહેર છે. વળી કેરટે ચડેલા કેટલાક કેસેમાં મેજીસ્ટ્રેટેએ ઠરાવમાં દીક્ષા સંબંધી અને અયોગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓ સંબંધી પિતાના વિચારે જણાવી સખ્ત ટીકા કરેલી છે.
અયોગ્ય દીક્ષાથી આવા પ્રકારનું નિંદાપાત્ર કલેશમય વાતાવરણ ઉભું થયેલું હોવાથી તેની આબેહુબ પરિસ્થિતિને ખ્યાલ આપવા અને તે સ્થિતિ છે તેમને તેમ ચાલશે તો ભવિષ્યમાં કેવું ગંભીર પરિણામ આવશે તેનો ભાવી ચિતાર ખડો કરવા આ એક નવલકથા લખવાને વિચાર મને ક્રુરી આવ્યો. અયોગ્ય દીક્ષા ઉપર લગભગ ચાર વરસથી હું જાહેર વર્તમાનપત્રમાં અને ખાસ કરી મુંબઇના સાંજવર્તમાન પત્રમાં છુટક લેખો લખ્યા કરું છું પરંતુ તેવા છુટક લેખે સાથે કાયમને માટે વાચકોના હાથમાં તે સંબંધી વાંચન પૂરું પાડવા, જે જે બનાવો બન્યા છે અને જાહેર વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા છે, જે જે જાહેરમાં આવ્યા નથી અને છુટા છવાયા ગુપ્ત રીતે કોઈ કઈ સ્થળે બન્યા જ કરે છે તથા જેના ભવિષ્યના ભણકારા વાગી રહ્યા છે તે તથા મન નિરંકુશ બની કેવી પ્રપંચ જાળો પાથરે છે, અનીતિ અને દુરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ચારે કેવી કેવી ગુપ્ત યુક્તિ પ્રયુક્તિ રચી ધર્મના ઓઠા નીચે પગપેસારે કરે છે તે તમામ ઉપરથી ઉદ્દભવેલી કલ્પનાએ, તેમજ હાલમાં જનતામાં નવલકથા વાંચવાનો શેખ ઘણેજ વધી ગયો છે તેથી વાચકવર્ગની અભિરૂચિને સત્કાર કરી તે દ્વારાએ ઉદ્દેશ સફળ કરવાની મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી પ્રેરણાએ આ મારી અમૃતસરિતાની નવલક્થાને જન્મ આપ્યો છે. અમૃત અને સરિતા પતિપત્ની તરીકે છે અને તે પાત્ર આ નવલકથાના નાયકનાયિકા છે. ભાવસૂચક નામ અગ્ય દીક્ષા ઉપર દૃષ્ટિપાત છે.”
હું હૃદયપૂર્વક જણાવવાની રજા લઉં છું કે સાધુસંસ્થાની અને જૈનસમાજની આંખ ઉઘાડી તેમાં જે જે ભયંકર બદીઓ દાખલ થઈ છે અને વધુ દાખલ થવાનો સંભવ છે તેનું દશ્ય જનતા આગળ ખડું કરી દુરાચારની પરિસ્થિતિ સમજાવી તે દૂર કરી સુધારે કરો અને સાધુસંસ્થાને વધુ કલંકિત થતી અટકાવી શુદ્ધ કરવી એજ આ નવલકથા લખવાને મારે ઉદ્દેશ છે.
વાચકે કબુલ કરશે કે કઈ પણ ધાતુના કે માટીના પાત્રમાં પણું હોય અને તેમાંથી પાણી જતું હોય તે આપણે પ્રથમ તે પાત્રમાંનું છિદ્ર શેધી કાઢવું પડશે અને તે શોધી કાઢયા પછી જ તેને પૂરવાને પ્રયત્ન થાય છે. ડોકટર વૈદ્ય કે હકીમ પણ રોગીના રોગનું પ્રથમ નિદાન કરી તેનું કારણ શોધી કાઢી પછી દવા અને ચિકિ
લ્યા કરે છે. તે જ પ્રમાણે આ નવલકથામાં વસ્તુની સંકલના વાચકોની દૃષ્ટિગોચર થાય એ સ્વાભાવિક છે. દેષ કે નિંદાની ખાતર નહીં પણ અંધ શ્રદ્ધાના પાટા છેડાવી ધર્મના બેટા દંભને પ્રકાશમાં લાવી માત્ર સુધારવાની ખાતરજ મારા શુદ્ધ હૃદયથી ભૂત વર્તમાન અને ભવિષ્યના સંભવનું સત્ય સ્વરૂપ વાચકો આગળ મુકી હાલની પરિસ્થિતિ સુધારવા શું શું પ્રયત્ન કરવા જોઈએ તેને વિચાર કરી જૈન જનતામાં ખરી ધગશ જાગૃત કરવા આ નવલકથા દ્વારા કાર્યનું ક્ષેત્ર નજર આગળ ધરવા મેં યથાશક્તિ પ્રયાસ કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
હું પવિત્ર સાધુસંસ્થાને તેમજ ભાગવતી દીક્ષા ચહાવાવાળા છું. સમયને અનુસરી, આચાર વિચારથી ચાલવાવાળા પવિત્ર વિચારૂ શીલ ચારિત્રવાન સાધુઓથી સાધુસંસ્થા અને જૈન સમાજને ફાયદો છે એવી માન્યતાવાળો છું. પરંતુ તે સંસ્થામાં જે જે એબ, સડા કે બદી હોય તે તે નિભાવી લઈ તેમાં વધારે કરી પ્રેગ ફેલાય એવી ભયંકર સ્થિતિ ઉભી કરવી તેનાથી હું વિરૂદ્ધ છું. તેવી બદીને ઉગતી જ છેવી જોઈએ. કોઈપણ ઉપાયે તે નાબુદ થવી જ જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુનું વર્તન એવું હોવું જોઈએ કે તેમાંથી ઉશ્કેરણને, કલેશ કે નિંદાનો એક પણ અંકુર કદી રફુરાયમાન થે ન જોઈએ, તેમનાં પગલાંની સાથે સર્વત્ર સંઘમાં ઉત્સાહ આનંદ અને સંપ ફેલાઈ રહે જોઈએ, તેમનાં દર્શન થતાંજ સુલેહ અને શાંતિ વ્યાપી રહેવી જોઈએ, અને તેમનાં વચન સાંભળતાં જ ક્રોધ, ઠેષ અને કુસંપ બળી ભસ્મિભૂત થઈ જવો જોઈએ. એનું નામ સાધુ. એનું નામ ગુરૂ અને એનું નામ ધર્મ. અંગ્રેજ કવિ કાઉપર કહે છે કે
Religion should extinguish strife,
And make a calm of human life. અર્થાત “ધમેં કલેશ અને ઝગડાને ઠારી નાખવા જોઈએ અને મનુષ્યજીવનને શાંતિરૂપ બનાવવું જોઈએ.” અધિષ્ઠાતા દેવને પ્રાર્થના છે કે તેઓ એવો મંગળકારી અને શાંતિદાયક દિવસ જલદી પ્રાપ્ત કરાવે.
વાચકોને વાંચવામાં અને સમજવામાં સરળતા થઈ પડે તે ઉદ્દેશથી નવલકથામાં આવેલા કેટલાક જન પારિભાષિક શબ્દોની સમજુતી છેવટે આપી છે, શરૂઆતમાં મુખ્ય મુખ્ય પાત્રોની ઓળખાણની યાદી મુકી છે અને નવલકથામાં કપેલા પ્રદેશને નકશે પણ આપવામાં આવ્યો છે. આશા છે કે વાચકો અમૃતસરિતાને સત્કાર કરી તેને ઉદ્દેશ બર લાવી આભારી કરશે. વિસનગર
મહાસુખભાઈ ચુનીલાલ સંવત ૧૯૮૬ જેષ્ઠપૂણિમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
આ નવલકથાના મુખ્ય પાત્રાની ઓળખાણુ.
રસિકલાલ ભદ્રાપુરીનેા શ્રીમંત યુવાન ગ્રેજ્યુએટ. અયોગ્ય દીક્ષા પ્રતિબ`ધક સમાજને સેક્રેટરી.
રસિકલાલની સ્ત્રી. ભગિનીસમાજની કાર્યવાહિકા. મેટ્રીક. રસિકલાલને સ્નેહી મિત્ર, અંગ્રેજ વેપારી કંપનીમાં ક્લાક. ચદ્રકુમારની સ્રો.
નવનીતરાય
ભદ્રાપુરીને વકીલ. રિસકલાલને! નાગરમિત્ર. નવનીતરાયની સી.
સાગરિકા
અશ્વિનીકુમાર ભદ્રાપુરીના વકીલ અને શ્રીમંત ગૃહસ્થ. રસિકલાલને મિત્ર. મહાશ્વેતા અશ્વિનીકુમારની સ્રી. ગ્રેજ્યુએટ, ગિનીસમાજનાં પ્રમુખ. મનસુખલાલ ભદ્રાપુરીમાં ન્યાતના શેઠ.
ધરમચંદ ભદ્રાપુરીમાં અયેાગ્ય દીક્ષાના હીમાયતી સાધુના ભક્ત. ઉદયચંદ સાધુને ખટપટી ભક્ત.
ભદ્રાપુરીમાં છુપી દીક્ષાએ અપાવનાર નામાંકિત શેઠ.
માલતી
ચંદ્રકુમાર
સરલા
ચીમનલાલ
કુમારપાળ ચીમનલાલના કરો. છુપી દીક્ષાના ભાગ. કુમારપાળની સ્ત્રી.
ચંદ્રિકા
કસ્તુરચંદ
ભદ્રાપુરીમાં અંધશ્રદ્ધાળુ વૃદ્ધ ગૃહસ્થ.
કસ્તુરચંદ ડાંસાની સ્વચ્છંદી સી.
તારા ચપકલાલ
ભદ્રાપુરીને ગુમ થયેલા વિધવાના છે.કા. કમળથી સાધ્વીને સંસારીપણાને માસીઆઈ ભાઈ.
રાજબિહારીલાલ મુંબઇને એકસ્પા અને ઇસ્પોટના મોટા વેપારી. જગજીવનદાસ રાજબિહારીલાલના ભાગીદાર. ઉત્તમશ્રી સાધ્વીને સ`સારીપણાનેા છેાકરા. ઉફે લાટરીવાળા.
રતિલાલ
ઉર્મિ લા
રતિલાલની સ્રી.
રમણિકલાલ કનકનગરનો યુવાન ગ્રેજ્યુએટ. રતિલાલને મિત્ર.
ચતુરા
દશરથલાલ
રાજબિહારીલાલની મુંબઈની ઑફીસને ક્લાર્ક અને જગવનદાસના તથા રમણિકલાલના મિત્ર.
રમણિક્લાલની સ્રી.
રમણિલાલના મિત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
સરિતા અમરાપુરમાં રહેતાં મૈયત થયેલાં ગરીબ માબાપની નિરાધાર
છોકરી. અમૃતકુમારની સ્ત્રી. નવલકથાની નાયિકા. કલ્યાણ સરિતાને ભાઈ. દીક્ષા માટે વેચાણ થયેલો છોકરે. લલિતા દીક્ષાને ભેગા થઈ પડેલી સાધારણ પૈસાદાર છોકરી. અમૃતકુમાર માણેકપુરના એક ગૃહસ્થ કેશવલાલને ભત્રિજે. સરિતાને પતિ.
નવલકથાનો નાયક. છુપી દીક્ષાને ભેગ. લાલભાઈ
કનકનગરને ધનાઢય ગૃહસ્થ. દીક્ષારક્ષક સમાજને પ્રમુખ.
આચાર્ય સૂર્યવિજયને શ્રીમંત ભક્ત. હરરબાઈ લાલભાઈની સ્ત્રી. બાલાભાઈ લાલભાઈને માટે છોકરે. વિદ્યાલક્ષ્મી બાલાભાઈની સ્ત્રી. નવીનચંદ્ર લાલભાઈને નાને છોકરે. સુશીલા નવીનચંદ્રની સ્ત્રી. કલાવતી લાલભાઈની પુત્રી. ચંદ્રકાંત કલાવતીને પતિ. લાલભાઈને જમાઈ. છુપી દીક્ષાને ભેગ. જયંતીલાલ ભદ્રાપુરીને સાધુને દાંભિક દુરાચારી ભક્ત અને લાલભાઈને
આશ્રિત બસંતીલાલને શિકાર. વીરબાળા જયંતીલાલની સ્ત્રી. મેનકા
જયંતીલાલે અનીતિ માટે નોકર તરીકે રાખેલી સ્ત્રી. માલણ. બસંતીલાલ જયંતીલાલને પાડોશી મિત્ર. ખાનગી કુટણખાનું ચલાવનાર. બકુલ બસંતીલાલની સ્ત્રી. ઉર્ફે બુલબુલ પ્રાણલાલ શૈર અને ઝવેરાતને વેપાર કરનાર વ્યભિચારી યુવક. ઉ
બાબુસાહેબ. જયંતીલાલને ગ્રાહક મિત્ર. ભારતીકુમાર કનકનગરને વકીલ, અશ્વિનીકુમારને પિતરાઈ, વર્ધમાન વિદ્યા
લયને પેટ્રન અને રસિકલાલને મિત્ર. કાદંબરી ભારતીકુમારની સ્ત્રી. શશીકાત ગાંધારીને યુવક. અવિચારી છુપી દીક્ષાને ભેગ. પ્રભાવતી શશીકાંતની સ્ત્રી. કપુરચંદ ચિત્રાણ ગામને પ્રભાવસાગરને ભક્ત. પુરૂત્તમદાસ ઈસમપુરને ખટપટી તાલમબાજ દાંભિક ગૃહસ્થ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
સૂર્યવિજય અયોગ્ય દીક્ષાના ચુસ્ત હીમાયતી આચાર્ય, શુદ્ધિવિજય સૂર્યવિજયને ખાસ ચેલે ચકોરવિજય સૂર્યવિજયને પતિત પણ માનીતે ચેલે. ગુપ્તવિજય) રહસ્યવિજય સૂર્યવિજયના માનીતા થઈ પડેલા ચાલાક ભેદી ચેલા. મર્મવિજય પ્રભાવસાગર સૂર્યવિજયના સહાયક આચાર્ય. કંચનશ્રી સૂર્યવિજયના સંધાડાની ત્રાસદાયક સાધ્વી. ઉત્તમશ્રી કંચનશ્રીની ચેલી (સંસારીપણામાં જગજીવનદાસની મા.) ચંદન શ્રી ઉત્તમશ્રીની ચેલી. કુમાર અવસ્થામાં છુપી દીક્ષાને ભેગ. ચતુશ્રી કંચનશ્રીની ચેલી (સંસારીપણામાં રમણિકલાલની સ્ત્રી.) કમળથી પરણ્યા પછી દીક્ષાને ભેગા થઈ પડી દુઃખથી પશ્ચાતાપમાં દિવસ
ગુજરતી સાધ્વી. સંસારીપણામાં ચંપક્લાલની માસીઆઈ બેન. કુમુદથી કમળથીની સાથે રહી ચંપકવિજય(ચંપલાવ)ની સંભાળ લેનાર
ચિંતાગ્રસ્ત સાધ્વી. કાંતિશ્રી
કુમારઅવસ્થામાં દીક્ષામાં સપડાઈ ગુરૂસાધ્વીના અતિ ત્રાસથી કેસરશ્રી, દુઃખમાં રીબાતી તરૂણ સાધ્વીઓ. પવિજય દેશકાળ ઉપર ધ્યાન આપી આચારવિચાર પાળી જૈન સમાજને
ઉદ્ધારનાર અને અગ્ય દીક્ષા પ્રવૃત્તિને દૂર કરી સાધુસંસ્થાને સુધારનાર આચાર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પ્રકરણ.
વિષય.
૧ વસંતપ ́ચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ ...
૨ પ્રેમાળ પરાપકારી દમ્પતી.
...
૩ વાટસન ટ્રેડીંગ કંપનીની આપીસ. ૪ મહાજન સમ્રા, અઠ્ઠાઈ ઉત્સવના પહેલા દિવસ. રાત્રે
...
ભાવના અને ગણે... ૫ નદીકિનારેા, મેટરમાં સુંદર દૃશ્ય અને દીક્ષામાં યાના
અલિદાનના સમાચાર... ૬ ગરા અને ભક્તિશૃંગારરસ ૭ વ્યાખ્યાનમાં આચાર્યના ક્રેધાગ્નિ અને ખાનગીમાં
...
ચકેારવિજયની ચાલાકી. ૮ ડ્રાઇ ઉત્સવમાં દીક્ષાપ્રવૃત્તિ. સંમતિપત્ર કે હૃદયને
અળાપે ? ૯ ધણીધણીઆણીનું ધીંગાણું. તારાનું વાક્ચાતુર્ય. ૧૦ દીક્ષાર્થીઓની એળખાણ અને દીક્ષાની આમ ત્રણ
પત્રિકાનું વાંચન.
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
::
...
...
...
900
૧૧ દીક્ષાસમારંભ અને વાતાવરણના પડધાની પત્રિકાઓ. ૧ર છુપી દીક્ષાની અફવા અને તપાસ. ૧૩ પનાની સહેલગાહ, ધારાસભાના હેવાલ. હૃદયદ્રાવક
...
...
...
...
..
...
અને હાસ્યજનક દ્રષ્ટાંતા. ૧૪ વ્યાખ્યાનમાં આચાર્યના બાધાને ઉપદેશ અને બપારે ધર્મશાળામાં પોલીસની ધમાલ... ૧૫ શેઠ ચીમનલાલના ધર ઉપર પેાલીસના દરાડે. પકડાયેલી
...
છુપી દીક્ષા...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
1800
પૃષ્ઠ.
૧
८
૧૫
રર
૨૮
૩૬
૪૩
૫૦
૫૭
૬૫
७२
७८
*
re
૯૫
૧૦૧
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
૧૧૦
૧૪૯
૧૮૧
૧૬ છુપી દીક્ષાને તાંત્રિક તપાસ, કચેરીમાં આચાર્યશ્રીની
પધરામણી, લાભાલાભના વિચારમાં અસત્ય જુબાની,
કલેકટરની ઉદારતા. કલ્યાણ અને સરિતાને મેળાપ. ૧૭ રસિકલાલ અને લાલભાઈ. નર્મદાકિનારે યુવકમંડળ. ન જાગૃતિ અને પ્રેરણા..
• ••• ૧૩૦ ૧૮ જૈનમહાજન અને આચાર્યની ઉશ્કેરણી. .. ૧૪૦ ૧૯ અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ. રચનાત્મક કાર્યક્રમ.
ભગિની સમાજની સ્થાપના • ••• ૨૦ સુવર્ણપુરમાં આચાર્ય સૂર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૨૧ ચતુરથી સાધ્વીને વિહારપરિશ્રમ. • • ૧૭૩ ૨૨ સરિતાનાં મામા માસી. ૨૩ કનકનગરમાં જયંતીલાલ અને વીરબાળાને નવો ગૃહ
સંસાર. બસંતીલાલની દસ્તી. બસંતીલાલનું બુલબુલ. ૧૮૭ ૨૪ કનકનગરમાં બે આચાર્યોની પધરામણ, દીક્ષાને બોધ,
લાલભાઈ શેઠની અંધશ્રદ્ધા. મહાવીર જયંતી. ... ૨૦૧ ૨૫ વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી ..... ... ૨૬ લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષોને દીક્ષા
મહોત્સવને વરઘોડે... ••• ર૭ કહેવાતા શાસનપ્રેમીઓની સભા, લાલભાઈને અપાયેલું
માનપત્ર. એક બાળાને ખુલ્લો પત્ર ... . ૨૮ લાલભાઈને ત્યાં લગ્નોત્સવ, લગ્નમાં વિઘ. • ૨૪૬ ૨૯ જયંતીલાલ અને વીરબાળા. સરિતાના સંકટની શરૂઆત. સ્વછંદી મેનકા. --
૨૬૦ ૩૦ કનકનગરમાં જનપરિષદની ખાસ બેઠક. રા. બ.
ભારતીકુમારનું ભાષણ અને ઠરાવ. ... ... ૨૭૮ ૩૧ વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૨૯૨ ૩૨ બાબુ પ્રાણલાલના પંજામાંથી છટકી વીરબાળાએ
કરેક્સે આપઘાત. તેની મરતી વખતની જુબાની ૩૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ST
૨૩૩
•..
Page #17
--------------------------------------------------------------------------
________________
૩૩૮
૩૩ કનકનગરની હૈપીટલ. દરદી પતિ પત્નીને મેળાપ. ૩૨૧ ૩૪ રસિકલાલ ઉપર ચોરીને આરેપ. સરિતા ગુમ
થયાને ભેદ. ... • • • • ૩૫ મુંબઇમાં રમણિકલાલ અને ચતુરા. જર્મનીથી જગજી
વનદાસનું આવવું. તેમને થયેલું સાધ્વી માતાનું સ્મરણ ૩૫૧ ૩૬ સાધ્વી માતાનું તત્ર સ્મરણ. તપાસ અને મેળાપ. ૩૬૫ ૩૭ મેનકાની દુર્દશા ,
• • ૩૭૮. ઉપરના પ્રકરણમાં આવેલાં કાવ્ય તથા ભાષણે. કાવ્ય.
પૃષ્ઠ. સ્ત્રીની હૃદયવીણા ••• •••••••• માની હૃદયવીણું . •••
૩૪ ભક્તિશૃંગારરસની ગરબીઓ ...
• ૩૮-૩૯ ભવિષ્યવાણું
૭૫ ભક્તિ કે કાયરતા .
૭૭ દીક્ષાના હિમાયતી આચાર્યને શીખામણ
२०६ વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી પ્રસંગે કટાવ. દીક્ષાને વરઘડે (વ્યાજ સ્તુતિ અલંકાર) ..
અરે જૈને હવે જાગે! • • • દગા નહીં કીસીકા સગા. • • •
ભાષણે. અશ્વિનીકુમારનું ભાષણ • •
૧૪૯ (અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજનું કાર્ય.) માલતીનું ભાષણ (ભગિની સમાજની સ્થાપના) . ભારતીકુમારનું ભાષણ (જૈનપરિષની ખાસ બેઠક.)
૨૮૧
૨૧૫
૧૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
अमृत-सरिता
અથવા
અચેાગ્ય દીક્ષા પર દૃષ્ટિપાત. (પ્રથમ તરંગ. )
॥ ૩ ॥
ॐकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव काराय नमो नमः ॥
પ્રકરણ ૧ લું.
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ. ( હરિગીત ) વિચાર મનમાં ઉદ્ભવેલા વાતમાં ઉભરાય છે, ઉદ્ગાર તેના જો કદી વર્તન મહીં મુકાય છે, પછી ખંતથી તે જીગરથી જો કાર્ય આરંભાય છે,
તે જાણજો પરિણામ સારૂં, એજ કુદરત ન્યાય છે.—લેખક
સંધ્યાસમયે સુંદર બગીચાની અંદર રમ્ય સ્થળે એક ખેંચ ઉપર ચદ્રકુમાર બેઠા બેઠા વિચાર કરતા હતા તેવામાં પાછળથી તેના મિત્ર રસિકલાલે આવીને પુછ્યું—
66
અરે ચદ્રકુમાર ! આજ તે તું તર્ક વિતર્કના અર્કમાં ગર્ક થયેલેા જણાય છે. શું સંધ્યાસુંદરીએ કે આજે વસંતપંચમીના દિવસે વસંતકુમારિકાએ તને મેહપાશમાં ફસાવી સ્તબ્ધ બનાવી દીધો છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું. “ભાઈ રસિકલાલ ! ખાતાં પીતાં, બેસતાં ઉઠતાં, હરતાં ફરતાં દરેક બાબતમાં તમે તે તમારી કાવ્યકલાનું પ્રદર્શન કરી રહ્યા છે, સહેજ વાતમાં પણ ઝડઝમક ભરેલા શબ્દોનો છુટથી ઉપયોગ કરે છે. પણ તમને આજે સજોડે આવવાનું મન ક્યાંથી થયું ? ઘણા દિવસે સજોડે બહાર નીકળ્યા જણાઓ છે.”
“ના ના, હમણાંથી તે સાથે જ ફરવા જવાને મહાવરો રાખેલો છે” એમ કહી બંને બેંચ ઉપર બેઠાં.
“તમારા જેવી મંડળીની જ રાહ જોઈને બેઠે હત; આજે તો મારું મન એવું વિગહળ બની ગયું છે કે તે શીવાય બીજા વિચારોજ આવતા નથી.”
રસિકલાલની સ્ત્રી માલતીએ વચ્ચે ધીમે રહી પુછ્યું “સરલા ભાભી તે ખુશીમાં છે ને ? ”
તે તો ખુશીમાં છે, પણ આજે મારા ઉપર મારા પિતાશ્રીને અમરાપુરથી પત્ર છે ” એમ કહી ખીસામાંથી કાગળ કાઢી મુદ્દાની લીટીએ ચંદ્રકુમાર વાંચવા લાગ્યો–
બિચારી સરિતાની મા મરી ગઈ, ચાર દિવસ માંદગી ભોગવી ઇન્ફલ્યુએંઝાથી અચાનક ઉપડી ગઈ. સરિતા તદન નિરાધાર થઈ પડવાથી તેને આપણે ત્યાં રાખી છે, તેની સંભાળ લે તેવું કોઈ રહ્યું નથી. ગરીબની કેણ સંભાળ લે ?”
રસિકલાલે દિલગીર થઈ પુછયું “સરિતા કોણ? કેટલી ઉમર છે ?”
તેની ઉંમર આશરે પંદર વર્ષની હશે. તેના માબાપ અમરાપુરમાં અમારી પાસે ભાડાના ઘરમાં રહેતાં હતાં. બાપ દર માસે પંદર રૂપીઆ ગુમાસ્તીના મેળવી કુટુંબનું પોષણ કરતો હતો. ગરીબનું નસીબ ગરીબજ હોય છે. ગઈ સાલ તે ક્ષયના રેગથી મરણ પામે, તેથી મા દીકરી નિરાધાર સ્થિતિમાં આવી પડયાં. અમે તેમને અવારનવાર મદદ કરતાં, આવી રીતે દુઃખમાં તેઓ દિવસ કાઢતાં હતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ.
તેવામાં મા મરી ગઈ. હવે સરિતાની શી દશા થશે તેના વિચાર આવ્યા કરે છે. બાપના મરી ગયા પછી સરિતાએ નિશાળ છોડી દીધી છે. ગુજરાતી સાત ચોપડીને અભ્યાસ પૂરો કર્યો છે, સંસ્કારી છે, બુદ્ધિશાળી અને ચાલાક છે, પણ દુઃખી અવસ્થાને લીધે તેના મુખ ઉપર લાચારી છવાઇ રહેલી છે.”
માલતી દયા લાવી બેલી “ ત્યારે તે તમારા પિતાશ્રીએ ઘણુંજ સારું કર્યું કે તેને તમારે ત્યાં રાખી છે. તેવાઓને તો પૂરતી મદદ કરવી જોઈએ. ઉમર લાયક થયેલી છે તેથી સારું ઠેકાણું શોધી તેને પરણાવી સાસરે મોકલશે એટલે લાંબી ચિંતા કરવા જેવું રહેશે નહીં. સારે પતિ મેળવી આપવો જોઈએ, જે બને તો અત્રે લા. સરલા ભાભી એકલાં છે તેથી તેમને પણ ગમશે.”
માલતી બેન ! હું પણ સરિતાને અત્રે લાવવા માગું છું. એટલું ઠીક છે કે તેનું સગપણ તેના બાપે કરેલું છે, તેને વર આશરે વિસ વર્ષને છે, એક મોટા વેપારીની કંપનીમાં નોકરી કરે છે, તેનું નામ ભુલતે ન હોઉં તો અમૃતકુમાર છે, તેના કાકાના ભેગે રહે છે, ઘણે ભાગે તેનાં માબાપ મરી ગયેલાં છે.”
તમે તેને જે છે ?”
“ના, મેં તેને જે નથી. મારા પિતાશ્રીએ જોયેલો છે, તેમની સલાહથી જ સગપણ થયેલું છે. માણેકપુર રહે છે, દેખાવમાં પણ ઠીક છે, સ્વભાવે પણ સારો છે એમ તે કહેતા હતા. આથી તે તરફની ચિંતા કરવા જેવું નથી.”
“ ત્યારે તો કદાચ આ સાલ લગ્ન પણ થાય.”
હું તેજ બધા વિચારમાં ગુંથાયેલો છું. હું એકવાર ત્યાં જઈ આવું અને પિતાશ્રીની સલાહ મેળવી સરિતાને અહીં લઈ આવું. તે બિચારી ઘણુંજ કલ્પાંત કરતી હશે. કેઈ નીકટનું સગું નથી. ઉપર
આભ અને નીચે જમીન એવી નિરાધાર અવસ્થા થઈ પડી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
રસિકલાલે કહ્યું “ચંદ્રકુમાર ! ત્યાં જવાને વિચાર નક્કી રાખ, તેને હિંમત અને આશ્વાસન આપ, એાછું આવવા દઈશ નહીં, અહીં તેને લેતે આવ, લગ્ન કરવા ઈચ્છા હોય તે તેમ કર, હું પણ યથાશક્તિ મદદ આપીશ.”
એટલામાં તેમના નાગરમિત્ર વકીલ નવનીતરાય મજમુદાર પિતાની પત્ની સાગરિકા સાથે ત્યાં આવી પહોંચ્યો અને ખીસામાંથી એકદમ “પ્રજાપકાર” નામનું દર સાંજે પ્રકટ થતું છાપું કાઢી મોટા અવાજે તે કહેવા લાગ્ય
લો, વાંચે, તમારી જનેની પવિત્ર દીક્ષાની પ્રવૃત્તિ કેવી પલટાઈ ગઈ છે તે જરા વાંચી પેટમાં ટાઢું કરે. ગરીબ કુટુંબનાં છોકરાં અદ્ધર ઉપાડી જવાં, માબાપ તેને તપાસ કરવા જાય તે તેને કઈ મદદ કરે નહીં, ઉલટા તેને તિરસ્કાર કરે, છોકરાં સંતાડવામાં સાધુએને જનબંધુઓ મદદ કરે, આ તે તમારે અહિંસાને ધર્મ ?
રસિકલાલે છાપું હાથમાં લીધું. પહેલા પાના ઉપરજ એક સુંદર છોકરાને ફેટો જોવામાં આવ્યો. આમ છાપાની વાત નીકળતાં અને વકીલને ઉંચા સાદે બોલતાં સાંભળી બીજા કેટલાક ફરવા આવેલા તે પણુ બાજુના બાંકડાઓ ઉપર ગોઠવાઈ ગયા, અને “પ્રજાપાર”ની વાત સાંભળવા લાગ્યા. રસિકલાલ મનમાં વાંચતે હતો તેથી છાપું તેના હાથમાંથી પડાવી નવનીતરાય મોટેથી વાંચવા લાગ્ય
જાહેર વિનંતી.
ગુમ થયેલા છોકરે. શોધી આપનારને પચાસ રૂપીએનું ઈનામ. મારે ફરે નામે ચંપક્લાલ ઉમર વરસ તેરો, રંગે ઘઉં વરણે, કારતક વદ ૫ ના દિવસે જૈન પાઠશાળામાં ભણવા ગયેલો ત્યાંથી પાછા આવ્યા નથી, તેની શોધખોળ કરાવતાં અદ્યાપિ સુધી તેને પત્તો લાગ્યું નથી,
નણવામાં આવ્યું છે કે તેને કોઈ જૈન સાધુએ સંતાડેલ છે. માટે માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ.
કરાના જે કાઈ પત્તો મેળવી આપશે તેને હું રૂપીઆ પચાસનું ઈનામ આપીશ. છેકરાની આકૃતિના ફોટા ઉપર પ્રમાણે છે.
લી. માઇ સંતાક
ભદ્રાપુરી
માહ સુદ ૫
તે ગેાપાળદાસ ત્રજલાલની વિધવાની સહી. મારફત વકીલ નવનીતરાય બળવંતરાય મજમુન્દાર બી. એ. એલએલ. મી.
આ સાંભળી ચદ્રકુમારે કહ્યું કૃતજ આ નેટીસ બહાર પડી છે. અમને આવી વધામણી ખાતા હશે.
""
“ અરે ! આવાં તે કેટલાં બધાં પાકળા છે. ધીમે ધીમે પ્રજા પેાકાર” પત્રમાં વાંચશે. આ તે એકજ બનાવ બહાર પડયેા છે પણ ખીજા બનાવા વાંચી અજબ થશે. મીસ્ટર ચંદ્રકુમાર ! હું તમને ચીડવવા નથી કહેતા, પણ તમારી આંખેા ઉધાડું છું. છોકરા ગુમ થયા છે ત્યારથી તેની મા કલ્પાંત કરી રહી છે. મારી પાડેાશમાંજ રહે છે. એકના એક છેાકરે છે, સગાં વહાલાં પણ રાકકળ કરી રહ્યાં છે, તેને પત્તા નહીં લાગે તે સાત ઘેર ખંભાતી તાળુ વસાય તેવી સ્થિતિ છે, ગરીબ હાવાથી તે બિચારાં પોલીસને પણ ખબર આપી શક્યાં નહીં. મા અને સગાં ખુબ શોધખેાળ કરી થાકી નિરાશ થઈ પાક મુકી રડતાં હતાં. તે જોઇ અમને તેમના રૂદનથી ખુબ યા આવી, તેમની પાસે જઈ હકીકતથી વાકેફગાર થઇ નેટીસ લખી આપી સહી કરાવી મે' મારા ખરચે પત્રમાં છપાવી પ્રકટ કરી છે.’ સાગરિકા ખેલી “ તમે જૈને જીવયાના ઉપાસા, બલ્કે જીવધ્યાના ઇજારા રાખનાર ઇજારદારા કહેવા અને આવા ગુમ થયેલા છેાકરાની ધરડી ડેશીને મદદ પ્રકારને જીવદયાને સિદ્ધાંત કહેવાય તે નથી. મને છેકરાની મા કહે છે શી વાત કહું? મદદ માટે કેાને
કરેા
નહીં તે તમારે કેવા અમે બીલકુલ સમજી શકતા મેન ! તમને અમારા દુઃખની પુછું છું તે તે કહે છે કે જો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
“ ત્યારે કહાને કે તમારી માર
ચીડવવાની ખાતરજ
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
કઈ સાધુ મહારાજ લઈ ગયા હશે તો તે તેને દીક્ષા આપશે, તેથી તેના આત્માને ઉદ્ધાર થશે. સંસારમાં રહીને શું કરવાનો છે?” આ પ્રમાણે કહી મદદને બદલે બિચારી માને દાઝયા ઉપર ડામ દે છે. મને તે એટલી બધી રીસ ચડી છે કે મારું ચાલે તો તેમને કારટમાં ઘસવું. શ્રીમંતેજ પાસે રહી છેકરાને નસાડે, સંતાડે અને સાધુઓને આડકતરી રીતે બધી મદદ આપે. શું આ તમને જેનેને શેભે છે ? મેં તે તેમને (નવનીતરાયને) કહ્યું છે કે ઘરના પૈસા ખરચી ચંપકલાલને શોધી કાઢી રૂદન કરતી તેની માને મેળવી આપ જોઈએ. જડે તે ઇનામના પૈસા પણ અમારેજ આપવાના છે.”
નવનીતરાય અને સાગરિકા ઉભાં રહીને જ બેલતાં હતાં. તેમના મુખ ઉપર ગુસ્સાના અને દયાના આવેશનું મિશ્રણ થયેલું જણાતું હતું. આજુબાજુના બાંકડા ઉપર બેઠેલા લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયેલું હતું તેથી તેમનામાં પણ જનોની આવી દીક્ષા તરફ તિરસ્કારની લાગણુઓ ઉત્પન્ન થવા લાગી, અને સાધુ વિષય ઉપર ચર્ચા થવા માંડી.
માલતીએ “પ્રજાપકાર” હાથમાં લીધું અને ફરી વાંચી જઈ સાગરિકોને કહેવા લાગી “આ પ્રત હું મારી પાસે રાખી લઉં છું. આજની ચર્ચાથી અમને જરા પણ છેટું લાગેલું નથી, તમે ખરેપર ઉપકારનું કામ કરેલું છે. અમે ઘણા વખતથી આવા બનાવે સાંભળીએ છીએ; અમે પણ તમારા જેવા જ વિચાર ધરાવીએ છીએ; પણ શું કરીએ ? અંધશ્રદ્ધાળુ શ્રાવકે. સાધુઓનું જરા પણ પડવા દેતા નથી. જરા કઈ સાધુનાં ગેરવર્તનની વાત કહેવા જાય તે તેના ઉપર આ સંધ તુટી પડે અને તેને સંધ બહાર મુકવા તૈયાર થાય. જરાપણ વિચાર નહીં કરે કે એમાં સાધુને દોષ છે કે કહેનારને
છે. અમે તે ઘણી વખત મનમાં બળીને રહીએ છીએ. પુછે આ ચંદ્રકુમારભાઈને, તે સાક્ષી છે, એક વખત સાધ્વીના ઉપાશ્રયમાં સાધ્વીને હું જરા શીખામણ દેવા ગઈ, એટલામાં તો તે તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ. ~ ~~~ ~ ~~~~~~~ ~~~ ~ ~~~~~~~V\^^^ ^^^^^^^. ગુરૂ પાસે જઈ આડું અવળું સમજાવી આવી. સાધુએ કપાયમાન થઈ મહાજન એકઠું કર્યું અને તેમને (રસિકલાલને) બેલાવવા માણસ મોકલ્યો.”
તે વાતનું સ્મરણ થતાં ચંદ્રકુમારે કહ્યું “અરે ! એ વાત તે એવી વધી પડી કે રસિકલાલ મહાજનમાં ન ગયા તેથી તેમને સવા રૂપી દંડ કરવામાં આવ્યું. આવી અમારી ધર્મની ઘેલછા અને અંધશ્રદ્ધા છે?”
નવનીતરાયે કહ્યું “ ત્યારે તમારા જેવા ભણેલા ગૃહ આવી દીક્ષા અટકાવવા પ્રયત્ન ન કરી શકે ?”
રસિકલાલે કહ્યું “અમે તે અટકાવવાને “અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ” પણું સ્થાપ્યો છે પણ હજુ સુધી કેટલાક લોકે તેમાં જોડાવાને આંચકે ખાય છે. જો કે હૃદય અમારી તરફ છે છતાં જાહેર રીતે બહાર પડતા નથી.”
આ સાંભળી નવનીતરાયે જુસ્સાભેર ભાર દઈ જવાબ આપે “ના, તે ન ચાલે, ભાષણ અને લેખ દ્વારા લોકમત કેળ, સમાજમાં જાગૃતિ લાવ, ખંતથી અને છગરથી તેની પાછળ મંડયા રહે એટલે તમારા ઉપર બીજાઓને પાકે વિશ્વાસ પડશે અને તમારી સાથે જોડાશે. આવાં અઘટિત કામો તો બંધ જ થવાં જોઈએ. જીવદયાને ઇજા લઈ બેઠેલા જેને માટે આવી અયોગ્ય દીક્ષા તે ભારે કલંક રૂપ છે એવી મારી માન્યતા ડોશીના દાખલા ઉપરથી થઈ ચુકી છે. તમારા જેવા સંસ્કારી ગ્રેજ્યુએટ અને તમારાં ધર્મપત્ની અ. સૌ. માલતી બેન જેવાં મૅટ્રિીક થયેલાં સ્ત્રી આવું ગરીબોને મદદ કરવાનું કામ નહીં ઉપાડે તે પછી બીજા કોની પાસેથી તે કામની આશા રાખી શકાશે ? તમે મંડળ સ્થાપ્યું છે તે જાણું અમને સંતોષ થયું છે. તે મંડળને એવું બનાવો કે તે ઠામ ઠામ થતા આવા ત્રાસદાયક અયોગ્ય દીક્ષાના બનાવો કેઈ પણ પ્રકારે અટકાવવા શક્તિમાન થઈ શકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
જું.
આ વખતનો દેખાવ જાણે વકીલ નવનીતરાય જાહેર મેદાનમાં ઉભા રહી ભાષણ આપતા હોય તેવો ઘડીભર બની રહ્યા. તેમના બુલંદ અવાજથી ફરવા આવેલા લેકો આકર્ષાઈ આસપાસ ઉભા રહી એક ચિત્તથી સાંભળતા હતા. આવા ભાષણ રૂ૫ વાર્તાલાપમાં અંધારું થવા લાગ્યું કે તેઓ ત્યાંથી ઉઠી સાથે સાથે વાત કરતાં બાગમાંથી ઘર તરફ ગયાં.
પ્રકરણ ૨
.
પ્રેમાળ પરેપકારી દમ્પતી. * आत्मार्थ जीवलोकेऽस्मिन्को न जीवति मानवः ।
परंपरोपकारार्थ यो जीवति स जीवति ॥ + Sum up at night what thou hast done by day, And in the morning what thou hast to do.
--George Herbert. રાત્રે શયનગૃહમાં રસિકલાલ અને માલતી ગૃહસંસારની વાતે કરતાં હતાં એટલામાં માલતીને “પ્રજાપકાર” વર્તમાનપત્ર સાંભરી આવ્યું કે તરત જ આગલા દીવાનખાનામાં જઈ છાપું લઈ આવી અને ચંપકલાલને ફેટો જેઈ ઉંડા વિચારમાં પડી. થોડીવારમાં તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.
રસિકલાલ માલતીના સાલ્લાના છેડાને રૂમાલ તરીકે ઉપયોગ
• આ દુનિયામાં પોતાના સ્વાર્થને માટે કયો માણસ જીવતે નથી ? પણ જે પરોપકારને અર્થે જીવે છે તે જ ખરેખર જીવે છે.
+ દિવસમાં જે જે કાર્યો કર્યા હોય તેને રાત્રે સૂતી વખતે અને બીજા દિવસે જે જે કાર્યો કરવાનાં હોય તેને સવારે ઉઠતાં એકીકરણ કરી વિચાર કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
આ આંસુ
ર
કરી
અને જે
પ્રેમાળ પરે પકારી દમ્પતી. ~~~ ~ ~ ~~ ~~~~~
~ ~~ ~~~~~ કરી આંસુથી ભીંજાતા ગાલને સાફ કરવા લાગ્યો. માલતી જરા વિવેકની ખાતર રસિકલાલને તસ્દી નહીં આપતાં તે કામ પોતે ઉપાડી લઈ આંખે સાફ કરી ધીમા સાદે બેલી “આવા કુમળા ખુબસુરત છોકરાને ઉપાડી જતાં સાધુને દયા નહીં આવતી હોય ? માને આ છોકરે શી રીતે વિસારે પડે ? આપણે ચાર વરસને કીકે જે કે લાંબી માંદગી ભોગવીને મરણને શરણ થયું હતું છતાં
જ્યારે જ્યારે સાંભરી આવે છે ત્યારે ત્યારે મારું હદય ભરાઈ આવે છે ! તે આવા ઉછરેલા સુંદર છોકરાને એકદમ સાધુ ઉપાડી જાય તે તેની માને કેમ પાલવે ? ઉપાડી જનાર ખરેખર કસાઈ કરતાં પણ વધારે નિર્દય હોવા જોઈએ. બિચારી સરિતાની દયા ખાતા હતા એટલામાં આ છાપામાં છેકરાની માની દયા ખાવાને પ્રસંગ ઉભો થ, દૈવની ગતિ ગહન છે ! શું તમારાથી ચંપકલાલને શોધવાનું કામ ન બની શકે ? સરકારમાં તમારી લાગવગ સારી છે તેને ઉપયોગ ન થાય ? ખરચ થાય તે કરવું પણ આ છેકરાને તે જરૂર શોધી આપ જોઈએ. મને તે આ ફેટ જોઈ અને હકીકત સાંભળી ઘણી જ અસર થઈ છે.”
ખરેખર દયા આવે તેજ બનાવ બન્યો છે. વકીલ નવનીતરાયને ધન્યવાદ ઘટે છે. હું તેમને મળી તેમની મારફત બધી તજવીજ કરીશ. મુનિમહારાજેને મદદ કરનાર બે ચાર શ્રીમંતે છે તે આટલું બધું તોફાન મચાવે છે. હવે તે સાધુ કહે સાધુ નથી અને આચાર્ય કહે આચાર્ય નથી. સાધુસમુદાયમાં કેટલાક સાધુઓ ચેલા મુંડવાની તીવ્ર લાલસાવાળા છે તે આટલી બધી ધમાલ કરે છે, અને ગરીબોના છોકરા ઉપાડી વંશનું નિકંદન કાઢે છે, હવે તેમની ખબર લીધા વિના છુટકે નથી. તેમની સામે બેઠે બળ જગાડવોજ પડશે.
પણ માલતી ! પેલી સરિતાની કેવી દયાજનક સ્થિતિ થઈને પડી ! ચંદ્રકુમાર ઘણોજ દયાળુ અને પરોપકાર વૃત્તિવાળો છે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રકરણ ૨
જું.
તે બિચારીને ઠેકાણે પાડશે. તેનું સગપણ થઈ ગયું છે તેથી એક બે વરસમાં ઠેકાણે પડી જશે. માલતી! બેકારી બુરામાં બુરી ચીજ છે. ગમે તેવાનું માન ઉતારે છે, ગમે તેવાને ભ્રષ્ટ કરે છે, તેમાં સ્ત્રીઓની તે વાતજ કરતાં હૃદય કંપે છે. પૈસાની ખાતર ધણુ પાસે રહી શીલને ભંગ કરાવે છે. ઘરને છાના કુટણખાના જેવું બનાવે છે. સાધુએ આવી મહત્વની વાત તરફ જરા પણ લક્ષ આપતા નથી અને મોટી મોટી મોક્ષની વાત કરી ભેળાં સ્ત્રી પુરૂષોને ભરમાવે છે.
તમારું–સ્ત્રી જાતિનું-હૃદય ઘણુંજ કોમળ હોય છે તેથી આવી આવી વાતોથી તમારી આંખમાંથી એકદમ આંસુ ખરવા માંડે છે, પણ આ આંસુ અરણ્યરૂદનવત નીવડવાથી તેની કાંઈ અસર સમાજ ઉપર થતી નથી, માટે તમારા જેવાં દસ પંદર ભેગાં થઈ એક સ્ત્રી સમાજ જેવું બંધારણ બાંધી પોકાર ઉઠાવે તે સમાજ ઉપર ભારે અસર થાય. અમે તમને મદદ આપીશું. તમારી એકજ સભા જે અસર કરશે તે અસર અમારી દસ સભાઓ કરી શકશે નહીં. દીક્ષાના હિમાયતી સાધુઓને મદદ કરવા તેમના અંધશ્રદ્ધાળુ જેનેએ એક “દીક્ષારક્ષક” મંડળ ઉભું કરેલું છે તેની સામે અાગ્ય દીક્ષા અટકાવવા અમોએ “અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ” સ્થાપ્યો છે તે તું જાણે છે. આ સાથે તમારું સ્ત્રીમંડળ સ્થપાય તે અમને ઘણું જ બળ મળી શકે તેમ છે.”
એ રીતે રસિકલાલે માલતી આગળ સામાજિક સુધારાના પ્રશ્ન મુકી સ્ત્રીમંડળ સ્થાપવાના વિચારને જન્મ આપ્યો. આ વાત માલતીને રૂચી અને તે દિશા તરફ સ્ત્રીઓનું ધ્યાન ખેંચવા તેની પ્રેરણા થઈ.
માલતી મેટ્રીક સુધી ભણેલી હતી, રસિકલાલ ગ્રેજ્યુએટ હતે. કાવ્ય સારી રીતે લખતો હતે, વ્યવહારકુશળ, શાંત, ડાહ્યા અને સંસ્કારી હતો; સારે પૈસાદાર હતો અને સામાજિક સુધારાને હીમાયતી હતો. સંતતિમાં એક છોકરે થઈને મરી ગયું હતું. પતિપત્નીના. સ્વભાવ સમાન હોવાથી તેમને ગૃહસ્થાશ્રમ કેઇને ઇષ પમાડે તે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રેમાળ પરેપકારી દમ્પતી.
^^
^^
^
^^
^
^^
^^
^^^
^^^^
^^^
^
શયનગૃહમાં આ પ્રમાણે સામાજિક વાત ચાલી રહી છે એટલામાં વીજળીના ઘટે ગણણણણ અવાજ કર્યો કે માલતી ઉઠી, ચોકની બારી ઉઘાડી ચાકરને કહેવા લાગી “ રામા ! કેમ બોલાવે છે ?”
રામાએ જવાબ આપ્યો “ કઈ બાઈ મળવાને આવ્યાં છે.”
આ સાંભળી માલતી નીચે ગઈ. માલતીને દેખી તે બાઇએ ધીમા સાદે કહ્યું “તમારું કામ પડ્યું છે, ભાઇની સાથે વાત કરવી છે, દુઃખની મારી ભાઈની પાસે આવી છું " એમ કહી તે ગગળી થઈ.
આ શબ્દો સાંભળી માલતી તેને ઉપર લઈ ગઈ અને આગલા દીવાનખાનામાં બેસાડી રસિકલાલને સુવાના ઓરડામાંથી બોલાવી લાવી.
જરા શાંત રહી તે બાઈ બોલી “હું તમારી બંનેની ખ્યાતિ સાંભળું છું, આપણું જ્ઞાતિમાં તમારા જેવા પરેપકારી માણસો ઘણાજ ઓછા હશે. મારું દુઃખ તમારા શીવાય કઈ ટાળી શકશે નહીં એમ સમજી તમારી પાસે આવવાની મેં હીંમત કરી છે. મારા માથે દુઃખને પાર નથી.
દયા આવવાથી માલતી તેને આશ્વાસન આપી કહેવા લાગી “તમે ધીરજ રાખે, તમારે જે મદદ જોઈતી હોય તે કહે, અમારાથી બનતું અમે જરૂર કરીશું, દુઃખના વખતે હીંમત નહીં હારવી જોઈએ. હીંમત હારવાથી બમણું દુઃખ થાય છે. જે દુઃખ હોય તે સુખેથી કહે. આમ લાજ રાખવાનું કારણ નથી. ખુલ્લા દિલથી સંકોચ વિના વાત કરો.”
માલતીના આવા શબ્દો સાંભળી બાઇને ધીરજ આવી. વાતને વિસામે મળવાથી અરધું દુઃખ કમી થાય છે તેમ તેને જરા શાંતિ મળી. પછી ધીમે રહી, સાથે લાવેલી એક દાબડી સાલ્લાના છેડામાંથી બહાર કાઢી રસિકલાલ આગળ મુકી તે કહેવા લાગી. “ભાઈ લે, આટલું સંભાળો, જ્યારે હું લેવા આવું ત્યારે મને આપજે.”
“બેન ! તેમાં શું છે? જેયા શીવાય શી રીતે રાખી શકાય? મારે જાણવું તે જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રકરણ ૨ જી.
“હું તમને દેખાડયા શીવાય મુકવા નથી માગતી. તેમાં શું છે તે મારે બતાવવું જોઇએ અને તે સાથે મારે બધી હકીકત પણ તમારી આગળ ખુલ્લા દિલથી કહેવી જોઇએ.” એમ કહી તેણે દાખડી ઉપરનું કપડું છેાડી દાબડી ઉધાડી દાગીના બહાર કાઢ્યા.
આઠ બંગડીઓ, એક ગળાના નેકલેસ, એ નક્કર કડાં, ચાર દોરા અને એક લોકેટ એ રીતે સાનાના સાળ મુદ્દા રસિકલાલને ગણી આપી વજન અને વીગત સાથેની યાદી રજી કરી તે ખાઈએ કહ્યું “ ભાઈ ! આ યાદી પ્રમાણે મેળવી જુએ ! ’’
રસિકલાલ યાદી હાથમાં લઈ ઉંડા વિચારમાં પડી ગયેા. હુંમેશના પહેરવાના આ દાગીના છે. ખાઇ યુવાન છે, સધવા છે. શા માટે મુકવા આવી હશે ? આવા વિચારની સાથે રસિકલાલે પુછ્યું “બેન ! આવી રીતે આ દાગીના મારે ત્યાં રાખવાનું શું પ્રયેાજન ?”
ખાઇએ જવાબ આપ્યા. “હું તમારાથી કશું પણ છાનું રાખવાની નથી. મને પરણે પાંચ વર્ષ થયાં, મારા બાપે કુળવાન ધારી મેાટા ઘેરે પરણાવી. જ્યારથી સાસરે આવી છું ત્યારથી સુખનું સ્વપ્ર પણ આવ્યું નથી. તેમને શટ્ટાના એવા છંદ લાગ્યા છે કે તે તેમાં પાયમાલ થયા અને થાય છે, છતાં તે ધંધા મુકતા નથી. જુદા રહે છે. કાઇપણ સાથે સંબંધ રાખતા નથી, ભાગમાં સારા પૈસા આવેલા પણ બધા શટ્ટામાં ગુમાવ્યા. નબળા પુરૂષ રાંડ ઉપર શા એ પ્રમાણે પૈસા ગુમાવે ત્યારે ધરમાં કલેશ કરી સંતાપી મને તાવી નાખે, ન સહન થાય તેવી મારાં માબાપને ગાળે દે અને મને મારે. મારા દુઃખની વાત હું તમને કહી શકતી નથી. મારા પીયરના દાગીના મારી પાસે હતા તે તેમણે મને ઘરમાં અસદ્ય ત્રાસ આપી કુંચી પડાવી લઈ મારી પેટીમાંથી કાઢી લીધા. એટલું વળી ઠીક છે કે છેકરાં નથી તેથી એકલી મારી જાતની પીડા વેઠવાની છે. મારા દાગીના પાછા મેળવવા મેં ઘણી વખત કહેલું ત્યારે કહેતા કે દાવ પાંસરા પડશે ત્યારે નવા કરાવી આપીશું. આ પ્રમાણે મારી રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રેમાળ પોપકારી દમ્પતી.
૧૩
ઉઘરાણું ચાલતી હતી, તેવામાં શટ્ટામાં તેમને કાંઈ ન થવાથી મારા દાગીનાને બદલે તેમણે મને આ દાગીના બનાવી આપ્યા છે અને ખાસ ધમકી આપી કહ્યું છે કે “રાંડ! હવે આ દાગીના મારા ઘરમાં રાખીશ નહીં. તારા પીયરમાં કે તને ફાવે ત્યાં રાખજે. જે ઘરમાં રાખીશ તે મને જરૂર પડશે ત્યારે પડાવી લઈશ અને ફરી બનાવી આપીશ નહીં.' આ પ્રમાણે ધમકી આપી. મારા પીયરમાં નથી માબાપ કે નથી ભાઈ. બધાં મરી પરવાર્યો. દુરના પિતરાઈ છે, મને તેમનો વિશ્વાસ નથી, આ કારણથી હું તમારી પાસે મુકવા આવી છું માટે તપાસી લે અને આ યાદી તમારી પાસે રાખે.
આ હકીકત સાંભળી માલતીને દયા આવી. તે રસિકલાલને કહેવા લાગી “એમાં આપણને શી હરકત છે ? યાદી પ્રમાણે દાગીના મેળવી દાબડીમાં ભરી તીજોરીમાં મુકી દો. પૈસા વગરના ખાલી શટરીને
જ્યારે નુકસાન આવે છે ત્યારે તેઓ તેમનાં બૈરાં ઉપર ખરેખર ઘણેજ ત્રાસ વર્તાવે છે. બઝારની દાઝ બૈરાં ઉપર કાઢે છે, આવા દાખલાઓ ઘણે ઠેકાણે જોવામાં આવે છે. બિચારી બૈરીઓને ભીખ માગતી કરી નાખે છે. સ્ત્રીને બાપ જે શ્રીમંત હોય છે તે તેના બાપ પાસેથી પૈસા કઢાવવા બિચારી બૈરી ઉપર જુલમ ગુજારે છે અને રોજ સતાવે છે.
રસિકલાલ યાદી પ્રમાણે દાગીના મેળવી જોવા લાગ્યો. આ વખતે તે બાઈની આંખોમાંથી આંસુ ખરવા લાગ્યાં. આ જોઈ ધીરજ આપી માલતીએ કહ્યું “બેન ! હવે એ વાત સંભારી રડશે નહીં. તમને જ્યારે જરૂર પડે ત્યારે સુખેથી લઈ જજે. ”
રસિકલાલે જણાવ્યું પણ મારી ઈચ્છા એવી છે કે આ જે યાદી લખી છે તેમાં નીચે એટલો શેર મારે કે “આ દાગીના મારા છે અને તે તમને સાચવવા આપી ગઈ છું.” તે પ્રમાણે લખી નીચે તમારી સહી અને આજની તારીખ નાખો."
બાઈએ કહ્યું “તમે કહો તે પ્રમાણે લખી આપવા તૈયાર છું” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રકરણ ૨
જું.
આ શબ્દોની સાથે માલતીએ ટેબલ ઉપરથી ખડીઓ અને હેલ્ડર તે બાઈના આગળ ધર્ય, બાઈએ તે યાદીની નીચે
“આ દાગીના મારે છે અને તે તમને સાચવવા આપી ગઈ છું. લી. વીરબાળા તે જયંતીલાલ છોટાલાલની સધવાની સહી.
દા. પોતાના. માહ સુદ ૫. ભદ્રાપુરી.” એ પ્રમાણે લખી યાદી રસિકલાલના હાથમાં મુકી. રસિકલાલે યાદીમાં તેનું નામ અને તેના અક્ષરે જોઈ કહ્યું “વીરબાળા બેન ! તમારા અક્ષર તે ઘણા સારા આવે છે.”
વીરબાળા ગદગદ સ્વરે બોલી “પણ તે બધું નકામું છે.”
રસિકલાલે દયાદ્રમુખે કહ્યું “તમે ગભરાશો નહીં, જે બની શકે તો તમારા પતિ જયંતીલાલને સમજાવી સુધારે, શઠે છેડાવો, તેમને જેમ બને તેમ ખુશ રાખવા પ્રયત્ન કરે, પ્રેમથી વશ કરે.”
વીરબાળાએ કહ્યું “હું તેમ કરવા પ્રયત્ન કરું છું પણ મારા પ્રયાસમાં નિષ્ફળ નીવડું છું. શટેરીઆના ચિત્તની દશા વિચિત્ર હોય છે. હું કાંઈ કહી શકતી નથી. અઠવાડીઆથી ધંધાની શોધમાં કનકનગર ગયેલા છે. તેડાવશે ત્યારે હું ત્યાં જઈશ. ભાઈ! હું હવે જાઉં છું.”
“રાત ગઈ છે માટે તમારી સાથે રામાને ફાનસ લઇને મોકલું છું, ઉભાં રહો” એમ કહી માલતીએ રામાને વીરબાળાની સાથે ફાનસ લઇને જવા સૂચના કરી. વીરબાળા બંનેને ઉપકાર માની રામાની સાથે પિતાના ઘેર ગઈ.
તેના ગયા પછી રસિકલાલે તે યાદી કબાટમાં મુકી દીધી અને દાગીનાની દાબડી તીજોરી ઉઘાડી તેમાં મુકી દીધી. આ કામથી પરવારી બંને સુઈ ગયાં.
દીક્ષાની અને સરિતાની વાતનો પ્રવાહ ચાલતો હતો તેમાં આ ત્રીજી વીરબાળાની વાતને વધારે થયો અને તે વિચારમાં ને વિચારમાં આ પ્રેમાળ પરોપકારી દંપતી નિદ્રાવશ થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
વોટસન ટ્રેડીંગ કંપનીની ફીસ.
૧૫
૧૫
પ્રકરણ ૩ છે.
વોટસન ટ્રેડીંગ કંપનીની ઍફીસ, * He, that wrestles with us, strengthens our
nerves and sharpens our skill. —Burke.
એક અઠવાડીઆ પછી રસિકલાલ પરના વખતે ચંદ્રકુમારની ઓફીસમાં ગયે. ચંદ્રકુમાર એક અંગ્રેજી વૅટસન ટ્રેડીંગ કંપનીની ઓફીસમાં મેનેજરના હાથ નીચે ચીફ કલાર્ક તરીકે હતે. મેટ્રીક પાસ થયેલ હતું. કામ કરવામાં ચાલાક અને પ્રમાણિક હેવાથી મેનેજરનું લગભગ તમામ કામ પોતે જ કરતા હતા. એકસપિર્ટ અને ઈમ્પોર્ટ એમ બંને ધંધા હોવાથી તે ઘણું ઘણું નાના મોટા વેપારીઓના સંબંધમાં આવતે, તેથી ચંદ્રકુમાર વેપારી મંડળમાં મેટી લાગવગ ધરાવતે હતે.
રસિકલાલને બારણામાં આવતા દેખી ચંદ્રકુમાર હસીને બોલ્યો “ભાઈ રસિકલાલ! તમારું આયુષ ઘણું લાંબું છે. તમને બોલાવવાની હમણાં જ મને ઈચ્છા થઈ હતી, તમારું નામ મનમાં રમ્યા કરતું હતું એટલામાં તમારા મુખારવિંદનાં દર્શન થયાં. બે દિવસની રજા લઈ માણેકપુર જઈ પિતાશ્રીને મળી આવ્યું.”
પણ પેલી સરિતાને સાથે તેડી લાવ્યો છે ને?”
“ના ના, હમણાં તેણે ના પાડી, મારી બાની પાસે રહે છે. બિચારી ઘણુંજ કલ્પાંત કરે છે, સહેજ બાબતમાં મા યાદ આવતાં રડી પડે છે? આંખમાંથી આંસુ સુકાતાં નથી.”
હમણાં તાજે ઘા પડે છે, માનું દુઃખ એકદમ વિસારે છે જે માણસ આપણી સાથે વિરોધ કરે છે તે આપણા જ્ઞાનતંતુઓને મજબૂત કરે છે, અને આપણું બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ.
નહીં પડે; વખત જતાં શાંતિ વળશે, એકલી નિરાધાર જેવી થઈ પડી એટલે તેને વધારે લાગી આવે તેમાં નવાઈ નથી.”
“પણ એજ વિચાર રાખે છે કે જરા તેને શાંતિ વળે તે પછી અત્રે લાવું તે ઠીક. ઘરને માલીક એવો નિર્દય છે કે તેની માના મરણ પછી બીજા જ દિવસે ભાડાની ઉઘરાણું કરવા કોઈ ઉદ્ધત માણસને મોકલ્યો. છ માસનું ભાડું ચડેલું હતું, તે સરિતાને ગમે તેમ બોલવા લાગ્યા. આ બીના મારા પિતાશ્રીના જાણવામાં આવી કે તરત જ તેમણે ચડેલું તમામ ભાડું પેલા માણસને ચુકાવી આપ્યું અને ઘર પણ ખાલી કરીને સેપી દીધું. મારી બાને સ્વભાવ એવો પ્રેમાળ છે કે સરિતાને જરા પણ ઓછું આવવા દેશે નહીં. મેં પણ ઘણે દિલાસો આપ્યો છે, અને થોડા દિવસ પછી અત્રે આવવા તેને આગ્રહ કર્યો છે, તે સરલા સાથે અત્રે રહેશે, અને ધીમે ધીમે દુઃખ વિસારે પડશે. આ પ્રમાણે તજવીજ કરી છે. આ તે વચ્ચે વાત કરી.
ખાસ તમને મળવાનું કારણ એ છે કે અત્રે થોડા દિવસથી પેલા અયોગ્ય દીક્ષાના હિમાયતી આચાર્યશ્રી સૂર્યવિજયજી મહારાજ પધારેલા છે, તેમની સાથે બીજા આઠ દસ સાધુએ છે અને કેટલીક સાધ્વીઓ પણ આવેલી છે. તે આચાર્ય કલેશત્પાદક એ ઉપનામથી જગજાહેર છે તે તમને ખબર તો હશે.”
માલતી મારફત એવું જાણવામાં આવ્યું છે, સાધ્વીના ઉપાશ્રયમાં સાધ્વીઓ તેમ જણાય છે, પણ આપણું ઉપાશ્રયમાં તો કઈ સાધુ જણાતા નથી તેનું શું કારણ?”
ભાઈ રસિકલાલ ! તેમાં ઉડે ભેદ સમાયેલું છે ? તમે જાણો છો કે આપણે ઉપાશ્રય ખુલ્લો છે. તેમાં કોઈ એરડીઓ કે બંધ બારણું કરી બેસાય એવાં સ્થાન નથી. ઠલ્લાની પણ જેવી જોઈએ તેવી ઉમદા સવડ નથી, તેથી સાધુઓએ આપણું મટી જૈન ધર્મશાળામાં પડાવ નાખે છે. આગળ મોટા મેડે છે તેમાં જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
વૈટસન રેડીંગ કંપનીની ફીસ.
૧૭
જોઈએ તેવી સવડ છે. નીચે મોટો ખુલ્લો ચેક છે. મેટી એસરીઓ અને ઓરડીઓ છે.”
“ચંદ્રકુમાર ! તે ઠીક બારીક અવલોકન કર્યું છે. આપણા ઉપાશ્રયમાં તે છાની યુક્તિ પ્રયુક્તિઓને પ્રબંધ કરવો હોય તે બની શકે તેવું નથી. સાધુઓએ ધર્મશાળા ઠીક શોધી કાઢી.”
“તેમના સંબંધી ઘણી ઘણી વાતે મારા પિતાશ્રીએ મને કરી છે. તેમના ટોળામાં એક બે સાધુ તે તદ્દન પતિત થયેલા છે. એક ચકોરવિજય કરીને યુવાન સાધુ છે, તે તેમને શિષ્ય છે, તેમણે તે હદ છેડી છે છતાં આચાર્ય તેને નિભાવી રહ્યા છે. આચાર્ય જે કે એવા જણાતા નથી પણ ચેલાઓને લીધે તે પણ વગોવાય છે. મેં સાંભળ્યું છે કે આજે રાત્રે આપણું જૈનમહાજન જૈનધર્મશાળામાં એકઠું થવાનું છે.”
ઈન્તજારીથી રસિકલાલે પુછયું “શા માટે ?”
“ આવા મોટા કલેશત્પાદક આચાર્ય પધાર્યા છે તેમના માનાર્થે કાંઈક ધામધુમ કરી તેમનું બહુમાન કરવા માટે.”
મને લાગે છે કે તેમના ભક્તોએ આ વાત ઉપાડી હશે.”
“તે વિના બીજું કોણ ઉપાડે? સિદ્ધ અને સાધકની યુક્તિ છે. હું ખાસ કરીને સભામાં જવાનો છું અને તમે પણ જરૂર આવજે, કારણકે આપણું મંડળીના ગૃહસ્થ હોય તો ઠીક ફાવે. આ આચાર્ય અગ્ય દીક્ષાના ચુસ્ત હીમાયતી છે. બાવા બેઠા જપે જે આવે તે ખપે એવી પ્રવૃત્તિવાળા છે. પાત્રતા કે અપાત્રતા જોતા જ નથી.”
“ચંદ્રકુમાર ! તને આ જાણું દિલગીરી થતી નથી ? આપણું જૈનના સાધુ જે કંચન અને કામિનીના ત્યાગી કહેવાય તેમાં કેટલાક બદમાસ નીકળવાથી આ સાધુસમાજ વગોવાય છે. તેવા સાધુએને તેમના ગુરૂઓએ કાઢી મુકવા જોઈએ. શરમ છે ગુરૂને કે તેવા ચેલાઓને તે નિભાવે છે અને સાથે રાખે છે.”
“રસિકલાલ! તમારું કહેવું બરાબર છે. મને પણ લાગી આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રકરણ ૩ જુ.
છે. આપણે માટે જેનેતર પ્રજા શું બોલે છે અને છાપામાં શું લખે છે તેને જ્યારે વિચાર કરું છું ત્યારે એટલો બધો ક્રોધના આવેશ આવી જાય છે કે જે સાધુ દુરાચારી હોય તેમને અને તેમને મદદ કરનાર શ્રાવક શ્રાવિકાઓને સંઘ બહાર કરવાં જોઈએ. પણ એ દિન ક્યાંથી ? ઉલટા આવા વિચાર જણાવનારને સંઘ બહાર મુકવા સાધુઓ અને તેમના ભક્તો તૈયાર થાય છે.”
ત્યારે શું આપણે આપણા સમાજને આ પ્રમાણે ચાલવા દે? અને એવા અનાચારીઓને નિભાવી લેવા ? એથી તો એ પરિણામ આવશે કે જે સાધુઓ ઘણા સારા છે અને સમાજ ઉપર ઉપકાર કરી રહ્યા છે તેમના ઉપરથી પણ શ્રદ્ધા ઉઠી જશે. સુકા લાકડાની સાથે લીલું પણ બળી જશે. આપણે તેમની સામે આપણા મંડળધારાએ બેઠે બળવો જગાડવો જોઈએ એ મારે દઢ નિશ્ચય થઈ ગયો છે.”
આ પ્રમાણે બેઠાં બળવાની વાત સાંભળી પાસેના ઓરડામાં મેનેજર બેઠો હતો તે ત્યાં આવ્યો. બંને ઉભા થયા. મેનેજર અંગ્રેજ ગૃહસ્થ હતા પણ ગુજરાતી વેપારીઓના સહવાસથી ગુજરાતી બોલી શકતો હતો. “તમે બેઠો બળવો કયાં જગાડવા માગે છે?” એમ કહી ટેબલ આગળ આવીને ઉભો રહ્યા. પછી રસિકલાલે અંગ્રેજીમાં કેટલાક સાધુઓની દીક્ષાની અયોગ્ય પ્રવૃત્તિની વાત ઉપાડી. પેલા સાહેબને રસ પડ્યો તેથી તે બંનેને પોતાની ઓફીસમાં લઈ ગયો. રસિકલાલે દીક્ષા પ્રકરણ ચલાવ્યું. ચંદ્રકુમાર વચ્ચે વચ્ચે ટેકો આપતા ગયો, એટલામાં તો સાહેબનાં મેમસાહેબ ત્યાં આવી પહોંચ્યાં અને તે પણ તેમની વાતમાં ભળ્યાં. રસિકલાલ ચાલાક અને સમયજ્ઞ હોવાથી સ્ત્રીઓનું હદય ભેદાય તેવી નવપરણિત સ્ત્રીઓના પતિની દીક્ષાના હૃદયદ્રાવક હેવાલો એક પછી એક આપતે ગયે. મેમસાહેબ તો સાંભળીને વિસ્મય થઈ ગયાં અને બધું સાંભળી છેવટે અભિપ્રાય
આપી દીધો કે “જે તમારાથી આવી દીક્ષાઓ ન અટકાવી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
વૈટસન ટ્રેડીંગ કંપનીની ઍકીસ.
૧૯
તો સરકાર પાસે કાયદો કરાવી આવી દીક્ષા અટકાવવી જોઈએ. આવા બનાવથી સરકારને વાકેફગાર કરવી જોઈએ.”
આ પ્રમાણે દીક્ષાની વાત ચચીં ત્યાંથી રસિકલાલ અને ચંદ્રકુમાર પિતાની ઓફીસમાં આવ્યા અને રાત્રે મહાજનની સભામાં જવાનું નકકી રાખ્યું.
એટલામાં સૂર્યવિજય આચાર્યના ખાસ શ્રાવક – ચુસ્ત ભક્તરાજશેઠ ધરમચંદ ત્યાં આવ્યા કે તેમને જોઈ ચંદ્રકુમારે આવકાર આપ્યો “પધારે શેઠજી! ઘણે દિવસથી તમે કાંઈ કામ બતાવતા નથી ? ઓફીસ ઉપર મહેરબાની ઓછી કરી જણાય છે.”
શું કામ બતાવીએ ? માલ મોકલો પાલવ નથી, હુંડીનો ભાવ ઘટવાથી અમારા વેપાર ઉપર છીણું મુકાઈ છે. એક પાઉંડના રૂપીઆ પંદરને બદલે સવાતેર હાથમાં આવે છે. શી રીતે માલ મોકલી શકીએ ?”
તમારી વાત સાચી છે. હુંડી ધ્યાનમાં રાખી હમણું ખરીદીના ભાવની લીમીટમાં વધારે કર્યો છે, માટે મરજી હોય તો સરસવ કે અળશી મોકલો. જરૂર પષાણ થશે.” એમ કહી ચંદ્રકુમારે જર્મનીના હેમ્બર્ગના ભાવ બતાવ્યા. ધરમચંદ શેઠે ભાવ જોઈ ઉડે વિચાર કરી કેટલોક માલ આપવો કબુલ કર્યો.
એટલામાં નોકર ચા લઈને આવ્યો અને ત્રણે જણ પીવા લાગ્યા. વેપારની વાત પટી જવાથી ચંદ્રકુમારે કહ્યું “શું આજે આપણું મહાજન મળવાનું છે ?”
હા, ખરી વાત છે, મહાજન મેળવવા માટે મેંજ આપણું ન્યાતના શેઠને સૂચના કરી છે. ન્યાતના નેતરીઆને સૌ ભાઈઓને ખબર આપવા જણાવ્યું છે, જરૂર રાત્રે આવજે.”
“શા માટે એકઠું થાય છે?”
“વાહ મારા સાહેબ ! આવા મેટા આચાર્ય આપણું શહેરમાં પધારી આપણું ભૂમિને પાવન કરે અને આપણે કાંઈ અઠ્ઠાઈ ઉત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જી.
જેવું ન કરીએ તે આપણે શ્રાવક શાના? માટે મારે વિચાર એ છે કે આઠ દિવસ સુધી ખૂબ ધામધૂમ કરીએ. વખતે એક બે જણને દીક્ષા આપવાનો પણ લાભ મળી જાય. આ અવસર ફરી ફરીને ક્યાંથી આવે ? આ સૂર્યવિજય આચાર્યથી જ આપણો જૈનધર્મ ટકી રહ્યા છે. હાલમાં પદ્મવિજય, શાંતિસાગર, પુપવિજય જેવા કેટલાક સુધરેલા આચાર્યો નીકળ્યા છે તેમને આવા ઉત્સવ, ઉજમણાં, દીક્ષા મહોત્સવ વગેરે ધર્મકાર્યો ગમતાં નથી. પણ તે બધા આ સૂર્યવિજય આચાર્યના તેજ આગળ ઝાંખા પડી જાય છે. કેટલાક તમારા જેવા સુધરેલા તેમને મદદ કરે છે તેથી તેમનું જરા જરા ટકી રહ્યું છે. નહીં તો ક્યારના ભેખ છોડીને ઘેર બેસી ગયા હતા.”
કટાક્ષ ભરેલા શબ્દો સાંભળી ચંદ્રકુમારે જવાબ આપ્યો, “શેઠ સાહેબ! તમારી વાત સાચી છે. એવા સાધુઓને અમે ટેકો આપીએ છીએ અને આવા સાધુઓને તમે ટેકે આપે છે. આ આચાર્યના ચેલા ચકોરવિજયનું ચરિત્ર કેવું છે તેને ખાનગી રીતે તપાસ કરે એટલે તમને સમજાશે કે અમે ખરા કે તમે ખરા. ગયા માસામાંજ ભવાડે થયો હતો. એવા દુરાચારી ચેલાને આચાર્ય સાથે લઈને ફરે તે શું આચાર્ય માટે સારું કહેવાય ? અને તમે બધા તેવા ચેલાને ઉપાશ્રયમાં કે જેનધર્મશાળામાં ઉતરવા દે તે તમારા માટે પણ સારું કહેવાય ? ચકોરવિજયને લઈને તે આચાર્ય પણ બહાર વગોવાય છે. વધારે દિવસ રાખશે તે અહીં પણ કાંઈ નવાજુની થશે. જે તમારા જેવા ગૃહસ્થ આવા ચકોરવિજય જેવા સાધુને ટેકે ન આપે તો તેમનું શું ચાલવાનું છે ? એટલું ખરું છે કે તમે બધા પૈસાવાળા રહ્યા તેથી ગમે તેને પૈસાથી દાબી શકે. મારે અત્યારે કહેવું પડે છે કે સાધુઓને તમારા જેવાની મદદ ન હોય તો હાલમાં અપાતી અયોગ્ય દીક્ષાઓ તરતજ બંધ કરી શકાય, અને છાપામાં દીક્ષાના ભવાડા સાંભળીએ છીએ તે સાંભળવાને પ્રસંગ આવે નહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
વૈટિસન રેડીંગ કંપનીની ઑફીસ
૨૧
દીક્ષાનું નામ સાંભળી અનાચારની વાત પડતી મુકી ધરમચંદ શેઠ બોલી ઊઠયા “ચંદ્રકુમાર ! ભુલો છે, દીક્ષા એજ ખરી ચીજ છે, એજ મોક્ષમાં લઈ જનાર છે, બાકી બધાં ફાંફાં છે.”
દીક્ષા મોક્ષમાં લઈ જનાર છે તે વાત ખરી, તે માટે બે મત છે જ નહીં, પણ ગમે તેવી દીક્ષા મોક્ષમાં લઈ જશે ? સાધુનાં કપડાં પહેર્યો એટલે દીક્ષા?”
“ હા હા, કપડાં પહેર્યા એટલે દીક્ષા, તેથીજ આત્માને ઉદ્ધાર છે.”
વાત જરા પલટાવી વચ્ચે રસિકલાલે જણાવ્યું “સાધુ આચાર વિરૂદ્ધ વર્તતા હોય તે શું આપણે તેમને તેમનું વર્તન સુધારવા સૂચના ન કરી શકીએ ?”
રસિકલાલ ! તમે ભુલો છે. આચાર્ય જે કરતા હશે તે સમજીને જ કરતા હશે. આપણું શું ગજું કે મેટા ગીતાર્થની આપણે ભુલો કાઢી શકીએ ? આપણે તો શ્રદ્ધા રાખવી, જરા પણ શંકાથી જેવું નહીં, આવી શ્રદ્ધા હોય તો જ આપણે ઉદ્ધાર થાય. તમે બધા અંગ્રેજી ભણી સુધરી ગયા તેથી તમને આવી ધર્મની વાત ન ગમે.” એમ કહી ધરમચંદ ઉભા થયા અને જતાં જતાં આગ્રહ કરી કહેવા લાગ્યા “ જરૂર તમે બંને રાત્રે મહાજનમાં આવજે. જૈનધર્મશાળાના ચેકમાં મહાજન મળવાનું છે, તમને લાબે વખત નહીં રોકીએ. જરૂર આવજો. સાહેબજી, ” એમ કહી ધરમચંદ શેઠ ત્યાંથી ચાલ્યા.
તેમના ગયા પછી ચંદ્રકુમાર રસિકલાલને કહેવા લાગ્યો “કેમ રસિકલાલ! દીક્ષાની વાત કરતાં શેઠને મિજાજ કેવો ખસી ગયે?”
તેં પણ ઠીક ઠંડા કાળજે દીક્ષાના જવાબ આપી ટુંકામાં પટાવી દીધું; ચકારવિજયની વાત કરી આંખ ઉઘાડી તે પણ સારું કર્યું. જે આપણે કડક જવાબ આપ્યા હતા તે વધારે બેલાચાલી થાત. હવે રાત્રે ધર્મશાળામાં ભેગા થઈશું” એમ કહી રસિકલાલ પણ ત્યાંથી વિદાય થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
રર
પ્રકરણ ૪ યું.
પ્રકરણ ૪ શું.
~~^^^.^.
મહાજનસભા, અઠ્ઠાઇ ઉત્સવના પહેલા દિવસ, રાત્રે ભાવના અને ગર.
( હરિગીત).
ઉદ્દેશ જ્યાં પ્રભુભક્તિને ત્યાં કાર્ય કેવું સધાય છે ? જોનારની સંખ્યા થકી તેની પરીક્ષા થાય છે. પૂજા અને વળી ભાવનામાં ભાવ ક્યાં ઉડાઁ જાય છે ? ગરબાની રચના નિરખવાને ભાવ શેા ઉભરાય છે!! —લેખક.
જાણે મેાટી પરિષદ્ મળવાની હોય તે પ્રમાણે ધર્મશાળાના મોટા ખુલ્લા ચોકમાં જાજમ પથરાઈ ગઈ હતી, એક બાજુએ ગાદી ટકીઆ ગેાઠવી દેવામાં આવ્યા હતા. ચાર છેડે ચાર કીટસન લાઈટ પ્રકાશ મારી રહી હતી. આ બધી ગોઠવણ શેઠ ધરમચંદ તરફથી કરવામાં આવી હતી. આને શુમાર્ થયા કે મહાજનના ગૃહસ્થા એકે એકે આવવા લાગ્યા. ન્યાતના શેઠે મનસુખલાલની સાથે રસિકલાલ, ચંદ્રકુમાર વીગેરેની મંડળી પણ આવી.
જાણે પ્રેક્ષકાની ગેલેરીમાં બિરાજમાન થયા હોય તે પ્રમાણે મેડા ઉપર મુનિ મહારાજો બારીમાંથી અવલેાકન કરી રહ્યા હતા, અને આચાર્યશ્રી મનમાં મલકાતા હતા કે મારે લીધે કેવા ઉત્સાહ ઉભરાઈ જાય છે અને ધામધુમ થાય છે! સાડા આઠે તા બધી જાજમ ભરાઈ ગઈ અને ઘણાખરા આગેવાને આવી ગયેલા જોઈ ન્યાતના શેઠ મનસુખલાલે વારસામાં મળેલી પ્રમુખસ્થાનની ગાદી ઉપર એકે એકે સભા ભરવાના ઉદ્દેશ સમાવતાં જણાવ્યું કે “મારી જોડે બિરાજમાન થયેલા શેઠે ધરમચંદ તે આપણા શહેરમાં શ્રીમંત ગૃહસ્થ છે, આપણી ન્યાતમાં તે આગેવાની ભર્યો ભાગ લે છે, ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
મહાજન સભા.
૨૩
સ્તંભરૂપ છે એમ કહીએ તો તે ખોટું નથી. તેમની ઈચ્છા એવી છે કે આચાર્યશ્રી સૂર્યવિજયજી મહારાજ અત્રે પધારેલા છે તેમના માનાર્થે આપણે કાંઈ ધર્મકાર્ય કર્યું હોય તે જિનશાસનની શોભામાં વધારે થાય એમ ધારી મોટા ઠાઠથી આજ ધર્મશાળામાં અઠ્ઠાઈ ઉત્સવ ભણાવવાનો વિચાર રાખે છે. તે માહ વદ ૧ થી શરૂ કરવાને છે અને તે નિમિત્તે માહ વદ ૯ ના રોજ નવકારશ્રી જમાડવાની છે. આઠે દિવસ બપોરે પૂજા ભણશે અને પ્રભાવના થશે, રાત્રે ભાવના બેસશે અને પછી આજ ચોકમાં સ્ત્રીઓને ગરબા ગાવાની ગોઠવણ કરવામાં આવશે. રાત્રે પણ પ્રભાવના થશે અને ગાવા આવનાર સ્ત્રીઓને યથાશક્તિ લ્હાણી આપવામાં આવશે.
કોઈએ પ્રશ્ન કર્યો “પણ આ સ્થળે મુનિમહારાજે રહે છે એટલે રાત્રે ગરબાની ગોઠવણ શી રીતે થશે તે સમજાતું નથી. ચોકમાં તો કીટસન લાઈટને પ્રકાશ ચારે બાજુ ઝગઝગી રહેવાને.”
શેઠે જવાબ આપ્યો “તેમાં કાંઈ હરક્ત નહીં, મુનિમહારાજે તે ઉપર રહે છે, અજવાળું આવશે એટલી ઘડી બારીઓ બંધ રહેશે.” આ પ્રમાણે ખુલાસો કરી આગળ ભાષણ કરતાં શેઠે જણાવ્યું “ભાઈ ! એ પ્રમાણે શેઠ ધરમચંદ તરફથી અઠ્ઠાઈ ઉત્સવ જણાશે અને રાત્રે ગરબા ગવાશે માટે તેમાં દરેક ભાઈ બેન પધારી શેઠને આભારી કરશે એવી આશા છે.”
આ પછી શેઠ ધરમચંદ ઉભા થઈ બે હાથ જોડી નમ્રતા ધારણ કરી કહેવા લાગ્યા “હું તો બધા ભાઈઓને દાસ છું. આપણ અહેભાગ્ય કે આચાર્યશ્રીનાં આ શહેરમાં પગલાં થયાં. આપણે આવી સોનેરી તકને લાભ ન લઈએ તે આપણે આપણી ફરજમાંથી પાછા હઠયા ગણાઈએ. ન્યાતના શેઠ સાહેબે કહ્યું છે તે પ્રમાણે મારા તરફથી અાઈ ઉત્સવ વદ ૧ થી શરૂ થશે માટે તમામ ભાઈઓ અને બેને આમાં ભાગ લેશે. આવો અવસર ફરી ફરી આવતો નથી, નાણું મળે છે પણ ટાણું મળતું નથી, માટે આવાં ધર્મકાર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રકરણ ૪ થું. કરી આચાર્યશ્રીનું મન પ્રસન્ન થાય એવી રીતે આપણે આપણું કર્તવ્ય કર્મ બજાવવું જોઈએ. આ બધું આપ ભાઈઓનું કામ છે એમ સમજી પૂરેપૂરી મદદ કરશે. આચાર્યશ્રી માહ વદ ૧૦ ના રોજ અત્રેથી વિહાર કરવાના છે; કાલાવાલા કરી પાઘડી ઉતારી પગે લાગી મહા મહેનતે એઓશ્રીને રેક્યા છે માટે જરૂર લાભ લેશે. જે ધારેલી ધારણ બર આવશે તો મોટો વરઘોડે પણ ચડાવવામાં આવશે, પણ તે વાત હજુ નક્કી નથી.''
વચ્ચેથી કોઈએ પ્રશ્ન કર્યો “શી ધારણા છે તે જણને?' ધરમચંદે જવાબ આપ્યો “જ્યાં સુધી તે વાત નક્કી ન હોય ત્યાં સુધી તે વાત બહાર પાડવી તે ઠીક નહીં.”
ચંદ્રકુમારે કહ્યું “ કહેવામાં શી હરકત છે ? બધા જાણે તે ખરા. ધરમચંદ જરા ખચકાયા. એટલે ન્યાતના શેઠ બોલી ઉઠયા
ધરમચંદ? શા માટે બોલતાં ખચકાઓ છે ? જેને વિરૂદ્ધ આવવું હશે તે આવશે. પાછળથી કહ્યા કરતાં હમણાં જ વાત કરવી સારી છે માટે ગભરાયા શીવાય સુખેથી કહે. જોઈએ છીએ કેણ વિરૂદ્ધ આવે છે ?”
આ પ્રમાણે હીંમત મળવાથી ધરમચંદ કહેવા લાગ્યા “જુઓ ભાઈઓ સાંભળે ! અત્રે એક ચતુરા નામે સધવા બાઈ આવેલી છે તેને આચાર્યશ્રી પાસે દીક્ષા લેવાનો વિચાર થયો છે. બાઈએ ધર્મનું જ્ઞાન સારી રીતે સંપાદન કરેલું છે. માબાપની સંમતિ છે. જોકે ઉંમર આશરે પચીસ વર્ષની છે છતાં દુનિયા ઉપરથી રાગ ઉતરી ગયો છે. તેનાં માબાપને તેડાવ્યાં છે તે જે આવશે તે સારે દિવસ જોઈ વરઘોડો ચડાવી દીક્ષા આપવામાં આવશે. જે માબાપ નહીં આવે તો દીક્ષા આપવાનો વિચાર નથી. હું ધારતો નથી કે આમાં કોઈને વાં હોય.”
વચ્ચે કોઈએ શંકા ઉઠાવી “બાઈ પચીસ વરસની સધવા છે તો તેના ધણીની સંમતિ છે કે નહીં?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
મહાજન સભા.
૨૫
આપતાં હશે
આ શંકાના જવાબમાં, “ જ્યારે માબાપ રજા ત્યારે ધણીની રજા તેમણે આગળથી મેળવીજ હશે ” એમ જરા સર્વને સંભળાય તેવી રીતે ખાલી જોડે એક જણના કાનમાં કહેવા લાગ્યા “ ધણીએ તેા કાઢી મુકી છે કાઢી, આ વાત કાંઈ જાહેરમાં કહેવાય ? સમજે નહીં અને આવી શંકાઓ આવી માટી ભર સભામાં લાવે, ધર્મના કામમાં આમ વિઘ્ન નાખે, આમ ધીમે ધીમે પણ પાસેના માણસે સાંભળી શકે તેવી રીતે ધરમચંદ શેઠ બબડવા લાગ્યા. રસિકલાલે હસીને પુછ્યું “ શેઠ! એ શું ધીમું ધીમું બબડવ્યા ? અરધા શબ્દો તેા કાને પડયા છે.
99
99
ધરમચંદે . જવાબ આપ્યા “ કાંઈ ખાનગી વાત અત્રે ચેાળીને ચીકણી કરાય ? થઈ પડશે વખત આવે. ”
""
વચ્ચે કાઇ એ ધીમા અવાજે કહ્યું “રાખો બધું ખાનગી, ચકેારવિજય આવ્યા છે એટલે ખાનગી બધું બહાર પડવાનું છે. આવી વાતા અને શંકાએ ઉપર શી રીતે ધ્યાન અપાય ? ” એમ કહી “ખેલેા જીનશાસનની જય” એમ જય એલાવી ન્યાતના શેઠ ઉભા થયા અને સભાની પૂર્ણાતિ જાહેર કરી.
tr
રસિકલાલ, ચંદ્રકુમાર તથા તેમની મંડળી સાથે સાથે ઘર તરફ ઉપડી. તે ચતુરાબાઈ ક્રાણુ છે, ક્યાંની છે, તેના ધણીનું નામ શું વીગેરે વીગેરે તમામ હકીકત મેળવવા બધાની ઇચ્છા થઇ. કાગળ લખી હકીકત મંગાવી કાંઈ ભેદ જેવું હોય તા ભવાડે બહાર પાડવા એવા નિશ્ચય ઉપર આવી સૌ પેાત પેાતાને ઘેર ગયા. ચતુરાભાઇ દીક્ષા લેવાની છે તે વાત વીજળીની માફ્ક આખા ગામમાં ફેલાઈ ગઇ. આ વાત આગળ અઠ્ઠાઇ ઉત્સવની વાત ખાઈ ગઈ.
ખીજા દિવસે, ચતુરાબાઈ કાણ છે, કેવી છે, તેની માહીતી લેવા ઇચ્છા ધરાવનાર સ્ત્રીપુરૂષા ખાસ કરીને વ્યાખ્યાનમાં આવ્યાં. ચતુરાબાઇ સ્ત્રીઓની સાથે સૌથી અગાડી બેઠી હતી. કપડાં પણ
હાલની ફૅશન પ્રમાણે પહેરેલાં હતાં, યુવાન અને દેખાવડી હતી, તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
સ્વાભાવિક રીતે દરેકનું ધ્યાન તેની તરફ ખેંચાતું હતું; શરીર ઉપર અલંકારો પણ સારાં ધારણ કર્યા હતાં. દીક્ષા લેવાની છે એટલે જેટલું પહેરી લીધું તેટલું ખરું એમ ધારી આજનો ઠાઠ વધારે કર્યો હોય એમ સહેજે કલ્પના થતી હતી. વ્યાખ્યાનમાં શું વંચાય છે તેનું ભાન ઘણું થડાનેજ જણાતું હતું. આ પ્રમાણે વ્યાખ્યાનમાં દીક્ષાભિલાષી ચતુરાબાઈનાં દર્શન થવાથી સર્વેના મનમાં તેને ખ્યાલ આવી ગયે.
માધવદ ૧ થી ધર્મશાળામાં અઠ્ઠાઈ ઉત્સવ શરૂ થયો. બપોરે પૂજામાં પુરૂષોની સંખ્યા ઘણીજ ઓછી જણાતી હતી. જે લેકા તેમાં રસ લેતા હતા તે જ વખતસર આવેલા હતા. છેલ્લી પૂજા વખતે સ્ત્રીઓની સંખ્યા એકદમ વધી ગઈ. તે બધાનું લક્ષ ક્યારે પૂજા પૂરી થાય કે પ્રભાવનાનાં પતાસાં લઈ ઘેર જઈએ એજ જોવામાં આવતું. સ્ત્રીઓના સત્કાર કરવા ધરમચંદનાં પત્ની પરિશ્રમ ઉઠાવી રહ્યાં હતાં. પૂજા પૂરી થઈ કે પ્રભાવનાનાં પતાસાં લઈ સૌ વિદાય થયાં.
રાત્રે આરતી અને ભાવના પૂરી થયા પછી ચોકમાં સ્ત્રીઓના ગરબાની રચના તૈયાર થતાં સ્ત્રીઓ ગેળ આકારમાં ગોઠવાઈ ગઈ. કીટસન લાઇટના પ્રકાશથી ગાવા આવેલી સ્ત્રીઓના દેખાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા. તેમાં ગાવા આવેલી ભલી સાદી બાઈએ તો ચાળા ચટકા કર્યા સીવાય સીધી રીતે તાળી પાડી ગાતી હતી પરંતુ કેટલીક છકેલ યુવતીએ પોતાના હાવભાવ ભગવાનને કોરાણે મુકી જેનાર પુરૂષોને ખુશ કરવા મનસ્વીપણે બતાવી રહી હતી. લોકે તો બપોરને પૂજાનો રસ ભુલી ગયા, ભગવાનને પણ ભુલી ગયા અને સ્ત્રીઓના મુખ અને શરીરના અવયવો તરફ જોઈ આનંદ માનવા લાગ્યા. રસિકલાલ અને ચંદ્રકુમાર જેવા બેઠા હતા અને તે સ્ત્રીઓની તથા જેનારાઓની ચિકિત્સાનું અવલોકન કરી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
^^^^^^^^~~
અઠ્ઠાઈ ઉત્સવ, રાત્રે ભાવના અને ગરબા. ૨૭
^ આ ગરબામાં કે પેલી ચતુરાબાઈ ગાવા ઉતરી હતી પણ તેને કંઠ મધુર નહીં હોવાથી લોકે તે તરફ વધુ આકર્ષાયા નહોતા પરંતુ એક ગુલાબી સાડી પહેરીને યુવાન સ્ત્રી તીણા મધુર સાદે ગાતી હતી તેની તરફ લેકની દષ્ટિ અને કાન ખેંચાયાં. તેના શરીરને બાંધે, આકૃતિ અને સ્વરૂપ જોનારને મોહ પમાડે તેવાં હતાં. કંઠ પણ તેજ કેમળ હતે
ગરબી પૂરી થઈ કે ધરમચંદ શેઠની સ્ત્રીએ કહ્યું “તારાબેન ! હવે એક ગરબે ગાઓ, તે પછી આપણે લ્હાણી વહેંચવી શરૂ કરીએ. આજે તમને વધારે તસ્દી પડી છે. પણ તમારે લીધે જ આપણે આટલી બધી પ્રભુભક્તિ કરી શક્યાં છીએ. તમે ન આવ્યાં હેત તો આટલે તાલ ન આવત.
તારાએ હસીને જવાબ આપ્યો “પ્રભુભક્તિમાં તસ્દી શાની ? આ પ્રમાણે તમે રોજ ગરબા ગાઈ પ્રભુભક્તિ કરવાનું રાખો તો હું રોજ ગાવાને આવું. આવું તે મને વધારે પસંદ પડે છે” એમ કહી તારાએ બીજી ગરબી ઉપાડી. લેકેને રસ પડેલે હેવાથી લકે વેરાયા નહીં. પરંતુ જેનારની સંખ્યામાં વધારે થવા લાગે. ગરબી બરાબર તાલ સાથે ગવાતી હતી તેવામાં રસિકલાલની નજર ઉંચે બારી તરફ ગઈ. જરા બારીક તપાસ કરતાં બારીના કઠેડાની અંદરના ભાગમાં એક યુવાન સાધુ જેવામાં આવ્યો. તેમની નજર પેલી તારા તરફ ખેંચાયેલી જોવામાં આવી. જ્યારે જ્યારે તે ગાતી ગાતી સામેથી આવતી જણાતી ત્યારે ત્યારે તે સાધુ જરા આગળ આવી નીહાળીને જોતા હતા. રસિકલાલે આ બાબતને ચંદ્રકુમારને ઇસારે કર્યો. ચંદ્રકુમાર હસીને બોલ્યો. “તેમને ન ઓળખ્યા ? તેજ ખુદ ચકોરવિજય. હું આ તારાને નામથી ઓળખતો હતો તેનાં આજે ખાસ દર્શન થયાં. તે તે વટીમાં જવા જેવું નંગ છે. સરલા તેને સારી રીતે ઓળખે છે. બધો ઈતિહાસ તે તમને કહેશે. જ્યાં આ ચકારવિજય ત્યાં આ તારા તૈયાર. મહારાજને વાંદવાના બહાને ધણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રકરણ ૫ મું.
રજા લઇ મહારાજને મળી આવે ત્યારે તેને ચેન પડે છે. એવા તેમના પરસ્પર સંબંધ છે.
99
ગરખા બંધ થયા કે શેઠાણીએ લ્હાણી વહેંચવી શરૂ કરી. બીજા બારણેથી પુરૂષો જવા લાગ્યા, પણ કાઈ કાઇ તા પાછા ફરી ધારી ધારીને પેલી ગુલાબી સાડીવાળી તારા તરફ નજર કરી જોતા હતા.
પ્રકરણ ૫ મું.
નદીકિનારો, મેટરમાં સુંદર દૃશ્ય, અને દીક્ષામાં દયાના ખળીદાનના સમાચાર
( દેાહરા).
દયા ધર્મકેા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છેાડીએ જબલગ ધટમે પ્રાન.
અઠ્ઠાઈ મહાત્સવના ખીજા દિવસે સંધ્યાસમયે રસિકલાલ અને માલતી મેટરમાં મેશી ચદ્રકુમારને ત્યાં જઇ પતિપત્નીને સાથે લઇ નદીકિનારે ફરવા ગયાં. રસ્તાની બંને બાજુએ સુંદર ઝાડે આવેલાં હતાં. મેટર ધીમે ધીમે ચાલતી હતી. વસંતરૂતુની મંદમંદ લહુરીએ હૃદયને આલ્હાદ પમાડતી હતી. સરલા અને માલતી જોડે બેઠાં હતાં. તેમની સાડીના છેડાને આપવન લહરીએ વાર વાર ખસેડી નાખતી, તેથી મર્યાદા જાળવવા છેડાને અંકુશમાં રાખવા હાથને વારંવાર તસ્દી આપવી પડતી હતી, જાણે લહરીરૂપ તેમની સખીએ વારવાર હૃદ્યવસ્ત્ર ખસેડી મશ્કરી કરતી હેાય એવા ઘડીભર આભાસ થતા હતા. આવી લહરીઓની મીડી મશ્કરી ચાલી રહી છે તેટલામાં સામેથી ધરમચંદશેઠની મેટર દૂરથી આવતી દૃષ્ટિગાચર થઇ. તે પણ ધીમી ધીમી ચલાવી સૃષ્ટિસૌંદર્યનું અવલેાકન કરતા હોય એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
નદી કિનારે, મેટરમાં સુંદર દૃશ્ય.
૨૯
કલ્પના થતી હતી, ઘેાડીવારમાં શેઠની મેાટર આવી પહેાંચી અને ચંદ્રકુમારને દેખી મેાટર ઉભી રાખી. આ મેટર પણ થાભી.
જાણે ગાઢ પરિચય હાય અને અંતરની લાગણી દુઃખાઇ હાય તેમ તેમની તરફ દૃષ્ટિપાત કરી ઠપકા આપી માલતી અને સરલા તરફ આંગળી કરી ઉંચા સાદે ધરમચંદ શેઠ કહેવા લાગ્યા ૮૬ કાલે રાત્રે ન્યાતની બધી ખાઇએ આવી હતી પણ આ બંનેએ પધારવાની તસ્દી લીધી નહેાતી, આ ઠીક કહેવાય નહીં.
""
આ શબ્દોની સાથે જોડે એઠેલાં શેઠાણી જરા વધુ ઠપકાના સ્વરૂ૫માં કહેવા લાગ્યાં મારા ઘેરે અવસર અને તમે ન આવે તેથી મને ખોટું ન લાગે ? તેમની સાથે તમે આવ્યાં હાત તે મને કેટલા બધા હરખ થાત ? સરલા બેનને તે ગાતાં પણ સારૂં આવડે છે. તેમનેા લાભ આ વખતે નહીં મળે તે ક્યારે મળશે ? જરૂર આવજો” એમ કહી મેટર ચલાવી.
રસિકલાલની મેટર પણ ચાલી. જરા દુર ગયાં કે સરલા હસી પડી અને ખેાલી “ જોયું પેલું સામે બેઠેલું જોડું ? પેલા ધરડા ડાસા બેઠા હતા તેમનું નામ કસ્તુરચંદ શેઠ અને તેમની જોડે જરા આધુ એઢી બેઠેલી પેલી સુંદર યુવતી તે તેમનાં ધર્મપત્ની તારાબાઇ ! કેવી જોવા જેવી જોડી બની રહી છે? પેલેા ડેાસેા ઉપાશ્રય છેાડી ઘેર આવતા નથી અને આ બાઈને નાટક અને સીનેમા જોયા વિના ધ આવતી નથી.
,,
રસિકલાલ આશ્ચર્ય પામી ખેલ્યા “ અરે એ તે રાત્રે ગરબા ગાતી હતી તે ગુલાબી સાડીવાળી તારા ! અત્યારે તે શાણી સીતા જેવાં બની જરા લાજ કાઢી મર્યાદામાં ખેડેલાં છે. મે' તે ન ઓળખી,” ચંદ્રકુમારે વિસ્મય પામી કહ્યું “ હું પણ ખરેખર ભુલમાં પડયા.” સરલાએ હસીને જણાવ્યું “ તમે ભુલે એમાં જરા પણ નવાઇ નથી. દિવસમાં ચાર ચાર રંગ કરે છે, સવારે દેરાસરે જતાં જુદા, પૂજામાં જુદો, બહાર જતાં જુદા, રાત્રે જુદા, એમ નવા નવા પેાશાક બદલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રકરણ ૫ મું.
દુનિયાને લ્હાવો લે છે. એ તે અજબ સ્ત્રી છે. બડી પહેચેલી છે.
જ્યારથી એ ડોસાને પરણું છે ત્યારથી તેનાં પરાક્રમ એક પછી એક બહાર પડતાં જ જાય છે. ડોસાને તે ક્યારની ચોથા વતની બાધા છે” એમ કહી માલતીના સામું જોઈ સરલા હસવા લાગી અને શરમ દબાવી રાખવા મેં આગળ રૂમાલ આડો ધર્યો.
ચંદ્રકુમારે કહ્યું “બાઈને જોઇએ નાટક સીનેમા અને ગરબા અને ડોસાને જોઇએ ઉપાશ્રય, એ બન્નેને ક્યાં મેળ ખાય! વળી સાંભળ્યું છે કે ડોસાને દીક્ષા લેવા વિચાર છે.
માલતી બેલી. “દીક્ષા લે કે ન લે, પણ તારાબાઈ ઘરડા ડોસાને જ્યારથી પરણું છે ત્યારથી જ દીક્ષા જેવું જ છે ને ? માબાપે કાંઈજ વિચાર કરેલો જણાતો નથી. વગર વિચારનું આ પરિણામ.
રસિકલાલે કહ્યું “ગઈકાલના ગરબામાં તેની ઍકટીંગ તો ખરેખર જોવા જેવી જ હતી. આજે તમારે પણ ગરબામાં ભાગ લેવાને છે. એવી ઍટીંગ પુરૂષને ફેંદામાં ફસાવવા માટે તમારે શીખવી જોઈએ. એ પણ વશીકરણની મહાન વિદ્યા છે.”
સરલા બોલી “વાત તે ખરી છે. એવી એકટીંગમાં ઘણા લોકો ફંદામાં ફસાયા છે. મોટા મોટા મુનિવર જેવા પણ ફસાય છે તો સામાન્ય માણસની શી વાત કરવી ?”
એ શબ્દો સાંભળી રસિકલાલ ચંદ્રકુમારની સામું જોઈ મંદહાસ્ય કરવા લાગ્યો. સરલા તેમનું સ્મિત જોઈ માથું હલાવી બેલી કેમ હસવું આવ્યું ? કાંઈ તે બનાવ બન્યો છે”
ચંદ્રકુમાર કહે “વધારે તો નહીં પણ ઘણું જોવામાં આવ્યું.”
માલતી કટાક્ષમાં બોલી “શું જોવામાં આવ્યું? કઈ સાધુની નજર તે બગડી નથીને ?”
ચંદ્રકુમારે કહ્યું “તેમ પણ કદાચ હેય, નજર ગુન્હેગાર છે.”
વચ્ચે સરલા બોલી “એ તે પેલા ચકોરવિજયજી હશે. રૂષ્ટપુષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
નદી કિનારે, મેટરમાં સુંદર દશ્ય.
૩૧ ~~ ~ ~ પચીસ વરસને યુવાન સાધુ છે, તેની ઘણું ઘણી વાતો થાય છે, સાંભળવા પ્રમાણે તે પેલી તારા સાથે વધારે પરિચયમાં છે. તેમને
ત્યાં દિવસમાં ત્રણ વખત વહેરવા જાય છે. ડસા પોતે તે સાધુને પિતાને ત્યાં વહોરવા લઈ જાય છે, માણેકપુર ગામે ચોમાસું રહ્યા હતા, ત્યાંનાં તેમનાં પિકળ મેં ઘણું સાંભળ્યાં છે. જેમને જાત અનુભવ થયો છે એવી કેટલીક સ્ત્રીઓએ એવી બાધા લીધી છે કે તે સાધુ જ્યારે એકલા વહારવા આવે અને ઘરમાં પતે એકલી હોય ત્યારે તેમને વહોરાવવું નહીં. એવી હલકી પ્રતિષ્ટાવાળા એ ચકરવિજયજી છે. એ અવગુણ સૂર્યવિજય આચાર્યમાં નથી પણ આવા ચેલાને પોતાની સાથે રાખે છે અને ખાસ માનીતા ચેલા તરીકે માને છે તેથી લોકે આચાર્યની પણ વાત કરે છે.”
રસિકલાલે કહ્યું “અનુમાન બરાબર છે, ગરબામાં તેજ સાધુ ઉપરની બારીથી તારાને ધારી ધારીને જતા હતા, તે લીલા અમારા બંનેના જોવામાં આવી હતી, આજે આપણે ફરી આવી, ઘેર જઈ વખત થાય એટલે ત્યાં જવું. એક પંથ ઓર દે કાજ. પ્રભુદર્શન થશે અને તમારે જેવાશે.”
માલતી બેલી “એમ બોલી આત્માને છેતરશે નહીં. બેમાંથી એક કામ કરો. ભગવાનના દર્શન કરવાં હોય તે દર્શનની શુદ્ધ ભાવનાથી જાઓ અને દર્શન કરી પાછા વળે. અને જે લીલા જેવી હોય તે વચ્ચે ભગવાનનાં દર્શનને ફજેત કરશે નહીં.”
રસિકલાલે જવાબ આપે “એજ ખુબી છે. ધર્મના ઓઠા નીચે ગમે તેવાં પાપ સેવીએ તે પણ પુણ્યમાંજ ગણવામાં આવે છે. ખુલાસે લેવો હોય તો આચાર્યશ્રીને પુછી જુઓ. આજે રાત્રે તારાબાઈ જેવી સ્ત્રીઓ કેવી ભક્તિ કરે છે તે તમે જુએ, બિચારી સારી ઘણુએ બિરીઓ હશે તે શુદ્ધ ભાવથી ભાગ લેતી હશે તેમને ભાવ ત્યાં પુછાશે નહીં, પણ કેટલીક તે માત્ર ચાળાજ બતાવવા આવે છે તેમને ભાવ પુછાય છે. આનો લાભ કેટલાક અંધશ્રદ્ધાળુ ભક્તો લે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રકરણ ૫ મું.
છે. તે તે લાભ લેવાને શું અમારે અધિકાર નથી? એ બહાને ભક્તિ તો છે ને?
એમ વાતવિદમાં નદીકિનારે ઉતરી તેઓ ફરવા લાગ્યાં. નર્મદા નદી મંદ મંદ તરંગે ઉછાળી ચાલી રહી હતી. આ બંને દંપતી પ્રેમાળ સંતોષી અને સુખી હોવાથી ખરેખરું સૃષ્ટિસૌંદર્યનું રસપાન કરી રહ્યાં હતાં.
“પ્રજાપકાર એક આન, પ્રજાપોકાર” એમ બેલ બેલતે એક ફેરીએ ત્યાં આગળ આવ્યો કે રસિકલાલે એક આને આપી એક પ્રત લીધી. પાનું ઉથલાવતાંજ “જનો ધ્યાન આપશે?” એવું મથાળું મેટા અક્ષરે વાંચવામાં આવ્યું કે ફેરીઆને પાછો બોલાવી. બીજા ત્રણ આના આપી ત્રણ પ્રતે લીધી.
ભાઈ ચંદ્રકુમાર! વકીલ નવનીતરાયની વાત ખરી પડી. તે પેલા બાગમાં કહેતા હતા કે પ્રજાપકારમાં દીક્ષાના બીજા કીસ્સા વાંચશે. તેની જ આ શરૂઆત જણાય છે” એમ કહી એક બેંચ ઉપર બેસી રસિકલાલે તે લેખ વાંચો શરૂ કર્યો–
જેને ધ્યાન આપશે?
દીક્ષામાં દયાનું બળીદાન.
મા અને સ્ત્રીના દુખની હૃદયવીણા. મારા દયાળુ જૈનબંધુઓ ! આપને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે ગાંધારીના રહીશ શા. શશીકાંત સુખલાલ પોતાની વીસ વરસની યુવાન પત્ની બાઈ પ્રભાવતીને તરછોડી તેને નિરાધાર જેવી સ્થિતિમાં મુકી, પચાસ વર્ષની વિધવા માતાની આંતરડી કકળાવી, તેમની આજીજીને ઠેકર મારી, તેમને નેટીસે આપી દીક્ષા લેવાને બહાર પડે છે તે આપ સારી રીતે જાણે છે. તે કુટુંબનું પાલન કરનાર ઘરને મોભી છે, આવા એક યુવકને અયોગ્ય દીક્ષાના એડવોકેટ આચાર્યશ્રી સૂર્યવિજયજીના શિષ્ય શ્રી શુદ્ધિવિજયજીએ ત્રણ ચાર માસથી ઉપાશ્રયમાં પોતાની દીક્ષાની જાળમાં સપડાવી દીધું છે. તેના
મગજમાં દીક્ષાનું ભૂસું ભરી દઇ ચિત્ત ભરમાવી દીધું છે. ઘેરે ખાવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
નદીકિનારે, મેટરમાં સુંદર દસ્ય.
આવે છે, ઉપાશ્રયમાં સુઈ રહે છે, મા અને સ્ત્રીની આંતરડી કકળાવી રહ્યો છે. તેમના રૂદનથી કઠોર હૃદય પણ પીગળી જાય. આ પ્રમાણે મુનિ મહારાજ દીક્ષાને ઉપદેશ અને પોતાની મુરાદ કોઈપણ ઉપાયે બર લાવવા સાધકની મદદથી પૂરજોશથી વર્તન ચલાવી રહ્યા છે. આપણી જ્ઞાતિનું આ કુટુંબ ટળવળે અને આપ સર્વ જોઈ રહી મદદ ન કરે તે ખરેખર ખેદ ઉપજાવનારી વાત છે. શું તેની સ્ત્રી અને માની હૃદયભેદક દશા જોઈ આપના કોમળ હૃદયમાં દયા નથી આવતી ?
જીવદયાના ઉપાસકો મારા સુજ્ઞ જૈનબંધુઓ અને ન્યાતના અગ્રેસરે ! આપને દયાને ઉભરે બહાર પાડે ! સ્ત્રી અને માની આંતરડી ઠારે ! સ્ત્રીને ધણી ગયો એટલે બાકી તેને શું રહ્યું ? તે બિચારીનાં માબાપ પણ મરી ગયાં છે તેથી કોઈ આંસુ લ્હોઈ આશ્વાસન આપનાર પણ નથી. દીકરા દીક્ષા લેવાને છે એવા વિચારની સાથે મા બેભાન થઈ ભય પટકાય છે. આવા દુઃખી કુટુંબ તરફ દયાની લાગણી બતા અને મુનિ મહારાજને વિનંતી કરી દીક્ષા આપતાં અટકાવે, તેવા અયોગ્ય કામમાં ભાગ ન લો, તેવા કૃત્ય તરફ તિરસ્કારની નજરથી જુએ, મુનિ મહારાજની શરમમાં રહી આપની દયાનું બળીદાન ન આપો, સત્ય વસ્તુ જાહેર કરી બળતાને ઠારવામાં આપને જીવદયાને ધર્મ સમાયેલો છે, નહીં કે આંખ આડા કાન કરી તેમનો જીવ સંતાપવામાં. આવા કુટુંબની મદદમાં રહી અયોગ્ય કામમાં મદદ આપનાર બંધુઓને શીખામણ આપે. જે તેમ કરવામાં પાછા હઠશે તે સ્ત્રી અને માની શી દુર્દશા થશે તેને ખ્યાલ કરે, પોતાના છોકરાને કે પિતાની માને કે પોતાની સ્ત્રીને છાની રીતે દીક્ષા આપવામાં આવે છે તે તે વખતે તેમને શેધી કાઢી ઘેરે લાવી સંસારી કપડાં પહેરાવવા કટીબદ્ધ થાઓ છે તે આ બિચારા નિરાધાર કુટુંબની વહારે કેમ ધાતા નથી ? જ્ઞાતિબંધુના કુટુંબોને પોતાના જેવાંજ ગણવાં જોઈએ. “આત્મવત સર્વ મૂતેષુ ચ પરથતિ પતિ ! જે સર્વને પિતાના આત્મા સમાન જુએ છે તે જ ખરું જુએ છે.” આવી સમદષ્ટિ રાખવી જોઈએ.
શા. શશીકાંતના કુટુંબની કેવી દયાજનક સ્થિતિ ઉભી થયેલી છે તેને શુદ્ધ દિલથી વિચાર કરે. તેમના દુઃખી હૃદયનો ચિતાર જાણ હોય તે તેમની હૃદયવીણાના તારને જરા છેડી જોશે તે વીણાના તારમાંથી નીચેના વિલાપના સૂરે આપની આંખોને આંસુથી ભરી દેશે. શુદ્ધ ચિત્તથી સૂરના વનિનું શ્રવણ કરો -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
સ્ત્રીની દદયવીણા - (લલિત વૃત્ત). અરર હાય રે! શું હવે કરું? પતિ મુકી જશે! ક્યાં હવે ઠરું ? જીવ મુંઝાય છે! શાંતિ ના વળે! ટળવળું અરે ! દેહ આ બળે ! ૧ પ્રિય પતિ! તમે કે દયા ધરો, ગરીબ દાસીને ત્યાગ શું કરે ? વચન લગ્નનું કેમ વિસરે ? હદયમાં અરે! યાદ તે કરે. ૨ પરણી લાવીને, પ્રેમ પાઈને, કરી તમારી છે સ્નેહ સાંધીને, અળગી તે હવે કેમ રે થશે? પતિ વિના પ્રિયા પ્રાણ ત્યાગશે. ૩ વડીલ બંધુઓ ! જ્ઞાતિ મહાજને ! અરર શું તમે બેલી ના બને ? ગરીબ આપની પુત્ર માનજે, મદદ આપીને દુઃખ ટાળજો. ૪ નવ તમે મને હાય જે કરે, ઉડી જશે અને સ્વામી માહરે,
અધિક શું કહું ? અર્જ એટલી, વિરહ જેવી હું ખીલતી કળી. ૫ શિખ દઈ કંઈ સ્વામીને તમે હઠ મુકાવી દો દુખના સમે, મતિ સીધી કરે માગું એ મુખે, પતિ કને રહે મહા સુખે. ૬
મારા સુજ્ઞ દયાળુ સજજનો ! ઉપર પ્રમાણે ટળવળતી – અરે મુરી મરતીરેક સ્ત્રીના દુઃખી હૃદય રૂપી વીણાના તારમાંથી દુખના રણકારને ધ્વનિ ગાજી રહેશે. તે સાથે જે આપ તેની માના – અરે પુત્રના ભાવી વિયોગના આઘાતથી પીડિત બનેલી નિરાશા નાખતી તેની જનેતાના – હૃદય રૂપી વીણુના તારને આપની દયાભરી આંગળીથી જરા છેડશે તે તેમાંથી નીચેના કરૂણ રસથી ભીંજાતા સૂરે આપના અંતઃકરણને કરૂણાથી ભીનવી નાખશે, સાંભળ
માની હદયવીણા, (ભેખરે ઉતારે રાજા ભરથરીએ રાહ) આ શું સૂઝયું મારા દીકરા ? એ ટેક. ભાઈ ! ઉછેરી માટે કર્યો, વેઠી સુખ દુઃખ ભારજી, પરણુ ઘણી હોંશથી આણ ગુણવંતી નારજી. આ શું. ૧ અમને તજવાનું હાય છે, છોડીને ઘરબાર છે, બુદ્ધિ સુઝી તને ક્યાંથી આ ? તજવા માત ને નારજી. આ ૦ ૨
ખોળા હું પાથરું દીકરા ! કાંઈ કરને વિચારજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
દીક્ષામાં દયાના બળીદાનના સમાચાર,
૩૫
આંતરડી કકળે છે માહરી, ધૂળ બન્યો અવતાર છે. આ શું ૩ કોણે તેને આ શીખવ્યું? કોણ તને દે સહાય? જેવી કકળે મુજ આંતરડી, તેવી તેમની થાય છે. આ શું૪ જે જે તને બે હાયતા, તેને લાગો મુજ શાપજી, પ્રભુ તું અરે અરજી સાંભળી, પુત્ર સુધારી આપજી. આ શું૫ નારી બિચારી ટળવળે, દેખ્યું મુજથી નવ જાય, આધણ મુકાયાં છે લેહીનાં, ઘર સૌ ખાવાને ધાયજી. આ શું ૬. દુઃખને ડુંગર આવી પડે, જીવડે માર મુંઝાયજી, પુત્ર મનાવો તે હે પ્રભુ! દિલમાં મહા સુખ થાય છે. આ શું છે
મારા પ્રિય દયાળુ બંધુઓ ! ઉપર પ્રમાણે તેની માની હૃદયવીણ ગાજી રહેશે, અને આપને શેકસાગરમાં ડુબાવી દેશે.
આશા છે કે દયાના ઉપાસકે મારા જૈન બંધુઓ આ મારી વિનંતી ધ્યાનમાં લઈ શા. શશીકાંતના કુટુંબને મદદ કરશે અને શશીકાંતને દીક્ષા લેતે અટકાવી તેની માની અને સ્ત્રીની આંતરડી ઠારી આશીર્વાદ મેળવી પુણ્યના ભાગીદાર થશે. કહેવત છે કે “ઠારે તે ઠરે.” ગાંધારી, માહ સુદ ૧૦
લી. જિનબધુ. આ લેખથી ચારે જણની આંખો અશ્રુમય બની ગઈ. દયાની સાથે ક્રોધ પણ વ્યાપી રહે. છાપું બેંચ ઉપર પછાડી ક્રોધના આવેશમાં આવી રસિકલાલે કહ્યું “હવે તે સાધુઓ હદ છેડવા લાગ્યા. ડેશી અને સ્ત્રી ઉપર ગુજરતે આ ત્રાસ કેમ સહન થાય? અયોગ્ય દીક્ષાના હિમાયતી ત્રણ ચાર સાધુઓને લીધે બધા સારા સાધુઓ વગેવાય છે અને જેનેના જીવદયાના સિદ્ધાંત ઉપર છીણી મુકાય છે.”
માલતી બેલી “હવે તો તમારે લોકમત કેળવવા કર્તવ્યપરાયણ થવું પડશે અને લોકોની આંખ ઉઘાડી ગરીબ કુટુંબને અને સ્ત્રીએને મદદ કરવી પડશે. આવા જે જે સાધુઓ હોય તેમને ઉઘાડા પાડી બહિષ્કૃત કરવા જોઈએ. નહીં તે આવા શુદ્ધિવિજય અને ચારવિજય જેવા પાકશે તે આખી સાધુસંસ્થા કલકિત થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬ --
આંગળી સડે ત્યાંથી કાપી નાખવી જોઈએ. નહીં તે તે સડે હાથમાં દાખલ થશે અને ત્યાંથી શરીરમાં દાખલ થઈ પ્રાણ લેશે. સડાને એકઠે થવા દેવો જોઈએ નહીં. બરાબર જાગૃતિ લાવ્યા વિના છુટકોજ નથી” આમ તે વિષય ઉપર ચર્ચા ચલાવતાં ત્યાંથી ઉઠયાં અને મોટરમાં બેસી વાતો કરતાં કરતાં ઘર તરફ ઉપડયાં. રસ્તામાં ચંદ્રકુમાર અને સરલાને ઉતારી રસિકલાલ અને માલતી પિતાને ત્યાં ગયાં.
પ્રકરણ ૬ .
ગરબે અને ભક્તિશૃંગારરસ,
(હરિગીત) શૃંગારરસ ને ભક્તિરસ બે સાથ જ્યાં જોડાય છે, જનતા ભલી ભોળી બિચારી કુંદમાં સપડાય છે; દઈ નામ ભક્તિનું ભલું પછી કામ છુટથી થાય છે,
શૃંગારરસ ત્યાં ધર્મના ન્હાના નીચે પોષાય છે. –લેખક રસિકલાલ અને ચંદ્રકુમાર બંને જણ સજોડે બરાબર આઠ વાગે ધર્મશાળામાં ગયા. દર્શન કરી રસિકલાલ અને ચંદ્રકુમાર ભાવનામાં બેઠા. માલતી અને સરલા સ્ત્રીવર્ગ તરફ વળ્યાં કે ધરમચંદનાં પત્નીએ આવકાર આપી તેમની પાસે બેસાડ્યાં. આરતી મંગળદી અને ભાવનાની પૂર્ણાહુતિ થયા બાદ ગરબાની રચના એકદમ ગોઠવાઈ ગઈ લોકે પણ તેની રાહ જોઈ રહ્યા હતા.
રસિકલાલ અને ચંદ્રકુમાર મેડાની સામેની એાસરીમાં એક બેંચ ઉપર જઈ બેઠા. શેઠાણીએ સરલા અને માલતીને ગરબામાં ગાવા ઉતએ રવા આગ્રહ કર્યો, પણ તેમણે શરમને લઈને ના પાડી. અને એક
આજુએ કેટલીક સ્ત્રીઓની સાથે જોવાને બેસી ગયાં. આજનો ઠાઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ગરબા અને ભક્તિશૃંગારરસ.
અ૭
મજ અંદર અને સભ્યતા હતા. પીસી બદન
ગઈ કાલ કરતાં વધારે જણાતો હતો. ગાનાર સ્ત્રીઓની સંખ્યા તેમજ જેનાર પુરૂષની સંખ્યા વધારે હતી.
ડી વાર થઈ કે પેલાં તારાબાઈ આજે ગુલાબી ઝીણું સાડીમાં સજ થઈ બાજુના ઓરડામાંથી પધાર્યા. સાડીનું પિત એવું બારીક હતું કે અંદરનું આખું શરીર પૂરેપૂરું સાડીના છિદ્રોમાંથી પ્રકાશ મારતું હતું. મેટરમાં જે સભ્યતા દેખાતી હતી તેનાથી ઉલટો જ દેખાવ આ સ્થળે જોવામાં આવતો હતો. પીન ભરાવવાની ખુબી
એવી હતી કે જે અવયવે ઢાંકી રાખવા જોઈએ તેને બદલે ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને રખેને તે સાડીના છેડાથી ઢંકાઈ જશે એવા ડરથી સાડીને પીનના અંકુશમાં રાખવામાં આવી હતી. જાણે કે આખા શરીરની શોભા તેમજ સમાયેલી હોય તે પ્રમાણે તેની નજર તે તરફ વધારે દોરાયેલી રહેતી હતી. વૃદ્ધ કાકાની ધર્મપત્ની એટલે નાની છતાં બધાંથી મોટી ગણતી. મેટાં આધેડ વયનાં બિરાં પણ તેને કાકી કહી માનથી બોલાવતાં. આ વડીલપણાના કારણથી તેને લાજ કાઢવાની કે જરા આથું ઓઢી વિવેક રાખવાની ચિંતા ક્યાંથી હોય ? શેઠ કસ્તુરચંદને તો આવું તેવું જોવાનું ગમતું નહોતું. તે તે પડિક્કમણું કરી આચાર્યની પાસે બેઠા હતા. ધર્મના નામે જે કાંઈ કરવું હોય તે તેમનાં ધર્મપત્ની તારાબાઈને કરવાની છુટ હતી. આ કાંઈ શરદપૂર્ણિમાના ગરબા જે ગરબા નહતો પરંતુ પુરૂષ જેમ ભગવાન આગળ નગારાં સાથે કાંસીજડા વગાડી ભક્તિ કરે છે તેમ સ્ત્રીઓ માટે ગરબા ગાઇ તાળી પાડી ભક્તિ કરવાની એક આ ધર્મની ક્રિયા હતી એટલે આવા ધર્મના કામમાં દરેક પ્રકારે ભાગ લેવા માટે તારાબાઈને તેના સ્વામીજીની પૂરેપૂરી છુટ હતી અને તે છુટને તે ઉપયોગ કરતી હતી. ગમે તેવાં આછાં કપડાં પહેરે, ગમે તે પ્રમાણે છેડે છૂટ મુકે, ગમે તેવા હાવભાવ કરે, તે બધું ધર્મના કામમાં સ્વામીનાથને રુચતું હતું. પિતાની સ્ત્રીના આવા વર્તનથી ડેસા પિતાની જાતને ભાગ્યશાળી માનતા કે ઘરમાં બૈરું ધમ મળ્યું છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
આ દિવસ ધર્મના કામમાં ગાળે છે. બૈરી પણ પિતાની જાતને લાગ્યશાળી માનતી હતી કે ધણુ તરફથી ધર્મના બહાને સ્વછંદપણે વર્તવાની છુટ મળી છે.
ગરબો શરૂ થયો. સ્ત્રીએ ગોળ આકારમાં ગોઠવાઈ ગરબી ઉપાડી તાળા પાડી ફરવા લાગી કે રસિકલાલ અને ચંદ્રકુમારને મોટરની વાતનું સ્મરણ થયું અને મેડાની બારીઓ તરફ નજર કરવા લાગ્યા.
માલતી અને સરલાને પણ તે જ વિચાર ઉદ્દભવ્યા. સરલા તે ચરવિજયને સારી રીતે ઓળખતી હતી. તેણે ધારીને જોયું તો તેજ ચકોરવિજય સાધુ બારીથી જરાક દુર બેઠેલા જણાતા હતા. એક ગરબી પૂરી થઈ કે બીજી ગરબી તારાએ મધુર સાદે ઉપાડી. પ્રેક્ષકવર્ગની દષ્ટિ તે તરફ દેરાઈ. આજને પિશાક એ ધારણ કર્યો હતું કે તેની ભાતભાતની ટીકાઓ થવા લાગી. બૈરીઓ પણ તારાની ટાપટીપની વાત કરી “મુઈ એ તે વંડી ગયા જેવી છે ” એવા તિરસ્કારના ઉદ્દગાર કાઢતી. કામાંધ પુરૂષોના બકવાટની તે વાતજ કરશે નહીં. તારાની સાડી પણ એવી હઠીલી થઈ હતી કે તે વારંવાર માથા ઉપરથી ખસી જતી હતી, જેથી માથું ઉઘાડું થઈ જતું, આથી ફરી ફરી ઢાંકવાને હાથને તસ્દી આપવી પડતી હતી. અને કઈ કઈવાર એકાદ તાળીને તાલ પડતા મુકી નિભાવી લેતી હતી. લેકેનું ચિત્ત ગરબી સાંભળવા કરતાં તેના હાથના ચાળા અને હાવભાવ જોવામાં વધારે રોકાયેલું રહેતું. એ ગરબી પૂરી થઈ કે નીચેની ગરબી શરૂ કરી
એ રંગરસિયા ક્યાં રમી આવ્યા રાત જે ? આંખડલી રાતી ને ભર ઉજાગરા રે લોલ. એ ટેક. અમે ગયાં'તાં સેનીડાના હાટજે, મુગટ ઘડાવતાં વહાણું વહી ગયાં રે લોલ. એ. ૧ ઘેરે મારા સસરે દેશે ગાળજે,
સાસુડીના તડ તરફડા નહીં ખમું રે લોલ. ઓ૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૯
ગરબા અને ભક્તિશૃંગારરસ. અમે ગયાં'તાં ગાંધીડાના હાટજે,
શ્રીફળ વસાવતાં બહાણું વહી ગયાં રે લોલ. આ૦ ૩ - અમે ગયાં'તાં ડોશીડાના હાટ, ધજાએ વસાવતાં બહાણું વહી ગયાં રે લોલ. આ૦ ૪ અમે ગયાં'તાં કંદોઈની હાટ, નિવેદ કરાવતાં વહાણાં વહી ગયાં રે લોલ. એ. ૫
આ પ્રમાણે ભક્તિરસથી નીતરતી ગરબી સાંભળી શેઠાણીએ ખુશીના ખુબ ઉદ્ગાર કાઢયા અને તારાને ધન્યવાદ આપી કહેવા લાગ્યાં “આવી એક બીજી ગરબી ગાઈ ખુબ ભક્તિ ભાવે. ગઇ કાલ કરતાં આજે ઠીક તાલ જામેલો જણાય છે.” શેઠાણુના આવા ભારે ઉત્સાહજનક શબ્દ સાંભળી તારાએ વિશ્રાંતિ નહીં લેતાં બીજી નીચેની ગરબી ઉપાડી
રાતું રાતું ગુલાબનું ફૂલ, ગુલાબમાં રમતી'તી રે. ટેક. સસરેજી આણે આવ્યા, ગુલાબમાં રમતી'તી રે, સાડી ને પોલકું લાવ્યા, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૧ સસરા સાથે નહીં જાઉ, ગુલાબમાં રમતી'તી રે, ગુરૂજી આણે આવ્યા, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૨ ઓઘો ને મુમતી લાવ્યા, ગુલાબમાં રમતી'તી રે, એ કામણગારે, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૩ મુમતીએ મન મોહ્યું, ગુલાબમાં રમતી'તી રે, ગુરૂજી સાથે જઈશું, ગુલાબમાં રમતી'તી રે. રાતું. ૪
આ ગરબીઓ સાંભળી રસિકલાલ કહેવા લાગ્યો “જોયું ચંદ્રકુમાર ! આપણું ભક્તિની ધર્મના નામે કેવી અગતિ થવા લાગી છે ? જે ગરબી તદન શૃંગારરસથી ભીંજાયેલી હતી તેને ભક્તિરસની બનાવવા વચ્ચે વચ્ચે સ્ત્રીના અલંકારોના શબ્દો કાઢી નાખી તેને બદલે ભગવાનની આંગીના મુકુટ જેવા અલંકારે મુકી, મિષ્ટાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ 8. ભોજનના પદાર્થોને નિવેદસામગ્રીમાં બદલી, પહેરવાનાં વસ્ત્રને ધજા પતાકાનું સ્વરૂપ આપી કેવા પ્રકારની શબ્દરચના કરી છે ! બીજી ગરબીમાં સાડી અને પલકાને બદલે એ અને મુમતી (મહુપત્તી) શબ્દગોઠવી સસરાને બદલે સાધુની સાથે જવાની વાત કરવી મેં તેમાં ભક્તિ આવી ગઈ? આ તે ભક્તિરસ કે ચે શૃંગારરસ ? ધર્મના નામે ગરબીમાં પણ કેવી રચનાઓ રચાય છે? કેવી શબ્દ ગુંથણી થાય છે ? તે દિવસે મહાજનમાં એક ગૃહસ્થ સાફ કહ્યું હતું કે “ધર્મશાળામાં તે મુનિમહારાજે રહે છે ત્યાં ગરબાની ગોઠવણ શી રીતે થશે ?” ત્યારે તેને જવાબ મળ્યો કે “એ તે ચાલે, બારીઓ બંધ રહેશે છે એક બારી બંધ? શો જમાનો આવ્યો છે? સાધુને ચિત્રમાં પણ સ્ત્રીની મૂર્તિ જોવાની મનાઈ ત્યાં આવા ગરબા જેવાની છુટ હોઈ શકે ? આમાં અને નાટકમાં શું ફેર છે? વળી તારા જેવી ગાનારી અને હાવભાવ કરનારી છકેલ સ્ત્રી ગાય અને સાધુ સાંભળે અને દુરથી જુએ ! શું આ સાધુને આચાર છે? ખરેખર મને તે આજને દેખાવ જોઈ ઘણુંજ લાગી આવ્યું છે. અઠ્ઠાઈ ઉત્સવમાં આ ગરબે નીકળતો હશે? આ કરતાં તે બપોરે પૂજામાં સારે ગર્વ લાવી વાઘ સાથે ઠાઠથી પૂજા ભણતી હોય તો હદય ઉપર સારી અસર થાય અને પૂજા પણ સારી રીતે ભણાય. તેમાં તે વેઠ, અને આ ભક્તિના બહાને ગરબાની રચના કરવામાં છુટા હાથે પૈસા ખરચ કરવામાં આવે એ કેટલો બધો અન્યાય? દેખાદેખી કરવામાં કેટલો બધે અનર્થ થાય છે તેને આ એક દાખલો છે.
ભક્તિનું એક પણ કાર્ય એવું ન હોવું જોઈએ કે જેમાં શૃંગાર રસને પુષ્ટિ મળે અને કામવિકારને ઉત્તેજન મળે. તેમાં તે શાંતિ અને વૈરાગ્યની ભાવના છવાયેલી હોવી જોઈએ ? આમાં પ્રભુની ભક્તિ કયાં થાય છે તે સમજાતું નથી, માત્ર પ્રભુને મુકુટ કે સાધુનો આઘો કે મુમતી એટલા શબદો મુખમાંથી નીકળ્યા એટલે બસ ભક્તિ થઈ જતી હોય તો તે સિદ્ધાંત વિચારવંત મનુષ્ય કદી પણ સ્વીકારશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૧
ગરબા અને ભક્તિશૃંગારરસ. ~ ~ ~ ~~ ~ ~ ~~
~~ ~~~ નહીં. ધર્મના નામે કોઈ કોઈ કામમાં આવા ગરબાઓ નીકળે છે તેનું આ અનુકરણ શીવાય બીજું કાંઈ નથી. તેવા ગરબાઓથી રાત્રે કેવાં કેવાં માઠાં પરિણામ આવે છે તે આપણી આંખે જોઈએ છીએ, છતાં તે તરફ લક્ષ નહીં આપતાં ભક્તિના નામે આ પ્રમાણે આદરવામાં આવે તે આખરે તેમાંથી અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય એમાં શું આશ્ચર્ય ? આવા દેખાવથી ઉછરતી પ્રજાના મન ઉપર કેવી માઠી અસર થાય તે વાત વિચારવા જેવી છે, અને ઘણી અફસોસની વાત તો એ છે કે આવા કૃત્યે અટકાવવાને જેમને ખાસ અધિકાર છે તે તે આવાં કૃત્યને ઉત્તેજન આપે છે અને તેજ છુપી રીતે તેમાં ભાગ લે છે.
ચંદ્રકુમાર બોલ્યો “ આવી સવડ માટે તે આવા કેટલાક સાધુઓ ઉપાશ્રયમાં રહેતા નથી પરંતુ આવી અનુકૂળતા ભરેલી ધર્મશાળામાં કે ખાનગી ભવ્ય મકાનમાં રહે છે. ઉપાશ્રયમાં ગરબે. જેવાની – અરે સ્ત્રીઓના હાવભાવ અને ચાળા ચટકા જેવાની – શી રીતે તક મળે ? કદાચ ત્યાં એવું કરવામાં આવે તે લોકોમાં ટીકા પણ થાય. ચાલો ઉઠે આપણે, એ તો હજુ ગાશે.” એમ કહી ચંદ્રકુમાર ઉભે થયે, પણ રસિકલાલ હાથ પકડી બેસાડી કહેવા લાગે “હવે ઉઠવાની તૈયારી છે, આમ વચ્ચેથી આપણે ઉઠીને જઈશું તે તે ઠીક નહીં લાગે.”
ધારવા પ્રમાણે થોડી વાર થઈ કે તારાબાઈની ગરબી પૂરી થઈ અને લહાણ શરૂ થઈ. ધર્મપસાથે સારું હતું કે તે ધર્મશાળાને બે બારણું હોવાથી એક બારણે પુરૂષો ધક્કા મુક્કી કરી નીકળવા લાગ્યા અને બીજા બારણે સ્ત્રીએ જવા લાગી. ધર્મશાળા બહાર જાણે કાયદાથી છુટ મળી હોય તે પ્રમાણે તારા સંબંધી કે વિચિત્ર પ્રકારના ઉદ્દગાર કાઢવા લાગ્યા. તેવામાં અચાનક બહાર ઓટલા આગળ ભરાવેલી બત્તી એકદમ ભપકીને ગુલ થઈ ગઈ કે અંધારું વ્યાપી રહ્યું. અંધારામાં કેટલાંક સ્ત્રી પુરૂષે જાણતાં અજાણતાં એક બીજા સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રકરણ ૬ ઇં.
અથડાવવા લાગ્યાં. તેવામાં કોઈ પુરૂષ સારા યા નબળા ભાવથી હાલમાં નીકળેલી ખીસાબીઓનું બટન દબાવી છુટા છવાયા પ્રકાશ નાખવા લાગે, એક બનીને પ્રકાશ તે સર્ચલાઈટની માફક ધર્મશાળાના મેડા, તરફ ચમકવા લાગે. આ વખતનો દેખાવ નહીં પસંદ કરવા જોગ બની રહ્યા. નિરંકુશી માણસનું રાજ હોય તેવો ઘડી ભર દેખાવ દષ્ટિગોચર થવા લાગે.
રસિકલાલ, ચંદ્રકુમાર, માલતી અને સરલા માટે તે તેમના માણસો ફાનસ લઈને આવેલા હતા તેથી તેઓ તે મુંઝવણ વગર ટોળામાંથી નીકળી સામી બાજુએ નિર્ભયપણે ઉભાં હતાં. તેમના ફાનસની મદદથી તે ઘણું સ્ત્રી પુરૂષોએ પિતાને રસ્તે સહેલાઈથી કરી લીધો હતે.
આ દેખાવ જોઈ રસિકલાલે કહ્યું “જેય આ ફારસ ? ધર્મશાળામાં નાટક ભજવાયું ને ધર્મશાળાની બહાર આ ફારસ ભજવાય છે.”
ચંદ્રકુમાર કહે “ભાઈ રસિકલાલ ! સનેમામાં જેમ અંધારું થયા પછી અચાનક વીજળીની બત્તીથી અજવાળું થાય છે ત્યારે સહેલાણું પ્રેક્ષકમાં કઈ કઈ સ્થળે કઈ કઈ પ્રસંગે રમુજી દયે જેવામાં આવે છે અને પ્રકાશની સાથે જ તે સાવધ થતાં જણાય છે તે પ્રમાણે અંધારામાં આવી બત્તીઓના પ્રકાશ પડવાથી એવાં દૃશ્ય દેખાય તેમાં શું આશ્ચર્ય ? કેમ માલતી બેન ?”
માલતીએ જવાબ આપ્યો “આ તે વીસમી સદીના વિજ્ઞાન શાસ્ત્રીઓની અભુત કળાનું દિગ્દર્શન કરાવે છે. અંધારાના ભેદી બનાવો વીજળી પ્રકાશ એકદમ અજાયબી વચ્ચે બહાર લાવે છે અને મનુષ્યજાતિને તેનું રહસ્ય સમજાવે છે.”
આ પ્રમાણે થોડીવાર પછી બત્તી ત્યાં મુકવામાં આવી કે ફારસના આ દેખાવ ઉપર પડદો પડ્યો અને રસિકલાલ વિગેરે પિતપિતાને ઘેર ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં આચાર્યને કેધાગ્નિ.
૪૩
પ્રકરણ ૭ મું.
વ્યાખ્યાનમાં આચાર્યને ક્રોધાગ્નિ અને
ખાનગીમાં ચરવિજયની ચાલાકી. * नजारजातस्य ललाटशृंगम् । कुलप्रसूतस्य न पाणिपद्मम् ।
यदा यदा मुंचति वाक्यबाणम् । तदा तदा जाति कुलप्रमाणम् ॥
બીજા દિવસે સવારના આઠ વાગે હંમેશના નિયમ પ્રમાણે આચાર્ય શ્રી સૂર્યવિજયજીએ પાટે બિરાજમાન થઈ વ્યાખ્યાન શરૂ કર્યું. રાજ જે વ્યાખ્યાન ચાલતું હતું તેનાથી જુદા જ પ્રકારનું આજના વ્યાખ્યાનની શરૂઆત થઈ. આજ તે આચાર્યશ્રીની આંખે કેધથી લાલચળ બની ગઈ હતી. શાંતિને છાંટો પણ મુખમુદ્રા ઉપર જોવામાં આવતે નહોતે. બસ આજે તે મૂર્ખ, ગધેડા, બેવકુફ, જંગલી, અજ્ઞાની એવા એવા શબ્દોને છુટથીજ ઉપયોગ થવા લાગ્યો. આથી ન્યાતના શેઠ મનસુખલાલ ઉભા થઈ ધીમે રહી હાથ જોડી મહારાજને વિનવવા લાગ્યા “મહારાજ સાહેબ! અમારે શે અપરાધ થયે છે? આપને કેઈ એ કડવે શબ્દ કહ્યા હોય તો અમે તેને શિક્ષા કરીએ, માફ કરે, અમે તે કઈ જાણતા નથી, કોઈને ગુન્હ થયે હોય તો તેની વતી હું જાતને શેઠ આપની માફી માગું છું.'
આ પ્રમાણે શેઠે નમ્રતાપૂર્વક આજીજી કરી કે આચાર્યશ્રી બમણા ક્રોધાયમાન થયા, અને મેટે ઘાંટે કાઢી બોલવા લાગ્યા “ અરે દુષ્ટ, ચંડાળ, પાપી શ્રાવકે ! તમે સાધુઓનાં છિ શેધવા લાગ્યા છે, કંચન અને કામિનીના ત્યાગીઓને કલંક લગાડવા બેઠા છે, બધી
ક જાર પુરૂષના માથે શીંગડાં હતાં નથી અને કુળવાન પુરૂષના હાથમાં પડ્યું હોતું નથી. જ્યારે જ્યારે તે વાક્ય બોલે છે ત્યારે ત્યારે તેની જાતિ અને તેનું કુળ જણાઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
ભરેલા રીબાઇને મરમાં જવાન
- ક્રોધ
૪૪
પ્રકરણ ૭ મું. હકીકત મારા ધ્યાનમાં છે. આવી ખબર હતી તે તમારા ભદ્રાપુરી શહેરમાં પગ મુકત નહીં. તમે લોકો બધા નરકમાં જવાના છે. તમારે સંધ હંમેશાં દુઃખમાં રીબાઈ રીબાઈને મરવાને છે.”
આવા શાપ ભરેલા શબ્દો સાંભળી શેઠે કહ્યું “મહારાજ ક્ષમા કરે, ક્રોધ ન કરે, હાથ જોડી માફી માગું છું, સંઘને આવો શાપ ન દે, સંઘ તે પચીસમા તીર્થંકર રૂપ છે, તેમાં તો સાધુ સાધ્વનિ શ્રાવક અને શ્રાવિકા એમ ચારેને સમાવેશ થાય છે. શાંતિ ધારણ કરે. અમારે અપરાધ થયો હોય તે કહે. તે માટે અમો દંડ આપીએ અને કહો તે પ્રાયશ્ચિત કરીએ.”
આચાર્ય આ પ્રમાણે સંઘની વ્યાખ્યા સાંભળી સિંહની માફક ગર્જના કરી કહેવા લાગ્યા “શેઠ ! જાણ્યું તારું ડહાપણ, તારા કરતાં હું વધારે ભણેલો છું, સંધ કેને કહેવો તે હું સારી રીતે સમજું છું, તું મને શું સમજાવતા હતા? ભાત ભાતની ટીકા થાય અને તે બંદોબસ્ત રાખી શકે નહીં. તું શાની શેઠાઈ કરે છે! કાલ રાત્રે તું આવ્યો હતો?”
શેઠે કહ્યું “હું આવ્યો હતો પણ ભાવના ઉઠયા પછી હું ઘેરે ગયો હતો, ગરબા જેવા બેઠે નહોતો.”
આચાર્ય કહ્યું “રાત્રે અહીં તે ટળ્યો હોત તો તને બતાવત. બેરાં બિચારાં અહીં ચેકમાં ગાઈને પ્રભુભક્તિ કરતાં હતાં. ત્યારે કેટલાક જોનારાઓ કેઈ બાઈની ટીકા કરતા હતા, વળી કેઈ આવીને મને એવું કહી ગયો કે “ચકોરવિજયજી બારીમાંથી ચકતા હતા” આવી આવી આ ધર્મશાળામાં રાત્રે ટીકાઓ થાય તે મારાથી કેમ સહન થાય? ચકોરવિજય કેવો શાંત અને ડાહ્યા સાધુ છે! ચાલતાં જરા આંખ પણ ઉંચી કરતું નથી, નીચી નજરે જવું અને નીચી નજરે આવવું, એવા ચકોરવિજયની ટીકા કરી તમે દુષ્ટ લોકે તેમને નિંદવા માગે છે ? જાઓ તમારું કાળું કરે. શેઠ! શોધી કાઢે તે બોલનારને – બાઇની ટીકા કરનારને? તે શીવાય અમે ગોચરી નીકળવાના નથી, અને અમે તમને અહીંથી જવા દેવાના પણ નથી, સમજ્યા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં આચાર્યને કૈધાગ્નિ.
૪૫
શેઠ બિચારા ગભરાયા પણ સમયસૂચકતા વાપરી હીંમત લાવી બેલ્યા “મહારાજ ! હું ગરબા વખતે હાજર નહતો પરંતુ તપાસ કરતાં અને ભાઈઓને પુછી જોતાં આપ કહે છે તે પ્રમાણે કોઈએ ચકોરવિજયનું નામ દીધેલું નથી. આપને કેઈએ ખોટું સમજાવેલું છે. છતાં ઘડીભર માને છે કે હલકા મનના માણસે એ ઉદગાર કાઢો હોય તો આપે તે વાત ગળી જવી જોઈએ. આમ છાણે વીંછી ચડાવી ઢેલ પીટાવો જોઈએ નહીં. કેઈ ચકેરવિજયની વાત જાણતું નથી તે આપ ચોળીને ચીકણું કરે છે. તે મને તે વ્યાજબી લાગતું નથી.
આચાર્ય કહેવા લાગ્યા “ ત્યારે શું અમારા આગળ વાત આવી તે ટી? કહેતા હે તે હાથ પકડી તે માણસને ઉભે કરું” એમ કહી દમથી કામ લેવા લાગ્યા.
આ સાંભળી એક માણસથી કહ્યા વિના રહેવાયું નહીં તેથી તે વચમાં બોલી ઉઠયો “સાહેબ ! જાણતા હે તે સુખેથી હાથ પકડી ઉભે કરે, ઉભો કર્યામાં કાંઈ પણ સાર કાઢશે નહીં. દુનિયા તે જેવું દેખશે તેવું કહેશે, પાદશાહની પણ પૂંઠ છે. જ્યાં આવા ગરબા ગવાય ત્યાં સાધુથી રહેવાતું હશે ? અને બારીઓ ઉઘાડી મુકાતી હશે ? અઢાઈ ઉત્સવની રજા આપતી વખતે જ કેઈએ તે વખતે મહાજનમાં ઇસારે પણ કર્યો હતો કે મેડા ઉપર સાધુ રહે છે તે શી રીતે ચેકમાં ગરબાની વ્યવસ્થા રખાશે ? તે વાત ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહીં તેનું આ પરિણામ આવ્યું.” એમ કહી તે માણસ ત્યાંથી ચાલતે જ થયો. આચાર્ય કેધ અને રીસના આવેશમાં બોલ્યા “શેઠ ! આ શું? છે કાંઈ બંદોબસ્ત ? શા માટે આવા ભામટા લોકોને વ્યાખ્યાનમાં પેસવા દો છે ? ગરબો ખલાસ થયા પછી પણ ઘણું જ ગેરવ્યવસ્થા જોવામાં આવી હતી. લોકે પેલી ખીસાબત્તીના પ્રકાશ અમારી બારીઓ તરફ ફેંકતા હતા. આવી રીતે અમારાં છિ જેવા માગે છે? માટે શોધી કાઢે ગુન્હેગારને અને તેમને દંડ કરી માફી મગાવે. તે શીવાય અમે ગોચરી નીકળવાના નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
શેઠે વિચાર કરી કહ્યું “સાહેબ! આવી હઠ ન લેવાય, અમે ઘેર જઈ બારીક તપાસ કરી બોલનારને આપની પાસે લાવી માફી મગાવીશું!” આ પ્રમાણે સામસામી સ્વાલ જવાબમાં લોકો ધીમે ધીમે ખસવા લાગ્યા, તે દેખી આચાર્ય ગુસ્સે થઈ ઉતાવળા અવાજે બોલ્યા “કેમ જવા માંડયું ? શું તમારા મનને સમજે છે ? અમારું અપમાન કરે છે?” આ પ્રમાણે આચાર્ય બોલતા રહ્યા અને લોકો તે તેમનું નહીં ગણકારતાં નીચું જોઈ ઘેર જવા લાગ્યા. મુદ્દાના પંદર વીસ માણસે રહ્યા. પછી ધરમચંદની સામું જોઈ આચાર્યશ્રીને કેધ હાથમાં નહીં રહેવાથી બધી રીસ તેમના ઉપર ઉતારી તે આંખ ચડાવી બોલ્યા, “ધરમચંદ ! આ બધું તારા લીધે જ થયું છે. તારા અઠ્ઠાઈ ઉત્સવમાં મારા પવિત્ર ચેલા ચકારવિજયને કલંક ! તું એવા લોકોને કેમ ધર્મશાળામાં પેસવા દે છે?”
આ પ્રમાણે કલેશને ટોપલે ધરમચંદને માથે પડવાથી કેટલાક લાગ સાધી ત્યાંથી ખસી ગયા અને ખસતાં હસતાં ન્યાતના શેઠ અને ધરમચંદ એમ બે ગૃહસ્થ આચાર્યની નજર આગળ ઉભા રહેલા જણાયા. આ સ્થિતિ બનેલી જોઈ ધરમચંદે કહ્યું “સાહેબ! બધા ગયા, હવે અમે બે જણ શું કરીએ ? બપોરે બાતમી મેળવી શોધી કાઢી આપનું મન મનાવીશું” એમ આચાર્યને સમજાવી ત્યાંથી ઉઠાડી મેડા ઉપર લઈ ગયા. તેઓ મેડા ઉપર ગયા કે એક બટકબોલો છોકરે નીચેનું કાવ્ય ઉતાવળે બેલવા લાગ્યો
(મનહર છંદ) ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભંડાં ભૂતલમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કુતરાની પૂંછડીને વાંકેજ વિસ્તાર છે, વારણની સુંઢ વાંકી, વાઘના છે નખ વાંકા,
ભેંશના માથે તો વાંકાં શીંગડાને ભાર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં આચાર્યને કૈધાગ્નિ.
૪૭
સાંભળી શીયાળ બોલ્યો દાખે દલપતરામ
અન્યનું તે એક વાંકુ આપનાં અઢાર છે. આ કાવ્યના શબ્દોએ આચાર્યના શ્રવણમાં પ્રવેશ કર્યો કે ક્રોધાયમાન થઈ તે બોલ્યા “જોયું શેઠ ? છે કાંઇ મર્યાદા ? મને ઉંટની ઉપમા આપવામાં આવી.”
એ તે નાદાન છોકરા પાછળ ભસે, આપણાથી કાંઈ તેમના જેવું થવાય?” એમ કહી બંને જણ મહારાજને વંદના કરી ત્યાંથી વિદાય થયા. જાણે જેલમાંથી છુટયા હોય તેવો તેમને ઘડીભર આભાસ થયો.
રસ્તામાં ચાલતાં ચાલતાં શેઠ કહેવા લાગ્યાં “ધરમચંદ! તમે આ વધારે ધામધુમ કરી તેનું આ પરિણામ આવ્યું. રાત્રે ગરબાની ગોઠવણ ન રાખી હોત તો આ બનાવ બનવા પામત નહીં. તમે પેલી વંડી ગયેલી રાંડ તારાડીને હજુ ઓળખતા નથી. તમે ઘણું વખત તેના ધણીને અને તેને સાથે લઇ મોટરમાં ફરવા જાઓ છે, તેથી કે તમારી પણ ટીકા કરે છે. મારા ઉપર ખોટું લગાડશે નહીં, આજે આટલી વાત નીકળે છે ત્યારે તમારા હિતસ્વી તરીકે તમને કહેવાની ફરજ પડી. આવી સ્ત્રીને તમે મારા માને ચડાવી ગરબામાં ગાવા ઉભી રાખો ત્યારે લોકે આંગળીઓ કરે એમાં શી નવાઇ? વાંકજ તમારે છે ને ? જેટલું વ્યવહારથી આગળ ચાલીએ તેટલું પસ્તાવું પડે. ઘણુએ અઠ્ઠાઈ ઉત્સવ થાય છે પણ આવું તે આજજ જાણ્યું માટે મારી સલાહ એવી છે કે મહારાજને કઈપણ પ્રકારે શાંત કરે, નહીં તે તેમના ભવાડા બહાર આવશે અને મહારાજ ફજેત થઈને નીકળશે. બધી બાજી તમારા હાથમાં છે. માટે
ન્યું તમે ઉપાડયું છે તેવું તમે નિર્વિને પાર પાડે. મને ખાત્રી છે કે પેલા ચારવિજયે આચાર્યના કાન ભંભેર્યા હશે માટે તેને સમ
જવવાથી સઘળું પાર પડશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રકરણ ૭ મું.
૧
:
૧
-
-
૧
પણ શેઠ ! મારે તેમને શી રીતે સમજાવવા ?”
ધરમચંદ ! તમે કસ્તુરચંદને ત્યાં જાઓ, આ વાત તેમને સમજાવો અને તેમને કહો કે ચકોરવિજયને વહોરવા તેડી આવે, તે જરૂર આવશે અને કસ્તુરચંદ સમજાવશે એટલે સઘળું શાંત પડી જશે. આ તમને કુંચી બતાવી.
ધરમચંદ ત્યાંથી સીધા કસ્તુરચંદ ડોસાને ત્યાં ગયા. આજે શેઠ કસ્તુરચંદ તથા તેમનાં ધર્મપત્ની તારાબાઈ વ્યાખ્યાનમાં નહીં આવેલાં હોવાથી વ્યાખ્યાનમાં બનેલી હકીકતથી બનવાકેફગાર હતાં તેથી ધરમચંદે કેટલીક વાત સમજાવી અને ડોસા ચકોરવિજયજીને વહરવા બોલાવવા ગયા. ધરમચંદને તારા સાથે બોલવાની છુટ હોવાથી તેમણે બધી બીના અથથી ઇતિ સુધી તારાને કહી. તારા તો ગરબા વખતેજ બધું સમજી ગઈ હતી, પણ તે ભેદ નહીં ઉડતાં તેણે કહ્યું “એમાં શું? હું તેમને સમજાવીશ. મારું કહેવું માને તેમ છે, કારણ કે ડોસા આ આચાર્ય પાસે દીક્ષા લેવાના છે એટલે અમારા ઉપર ક્રોધ નહીં કરતાં ચેલાની લાલચમાં અમારું કહેવું માનશે, માટે તમે જરા પણ ચિંતા કરશે નહીં, મહારાજને નહીં જવા દઈએ. તમારે અઠ્ઠાઈ ઉત્સવ બરાબર નિર્વિદને પાર પાડીશું.”
આમ વાત ચાલે છે એટલામાં “ધર્મલાભ” શબ્દો કાને પડયા. “પધારે મહારાજ” એમ કહી ધરમચંદ શેઠ બારણા આગળ આવ્યા. તારા રસોડામાં ગઈ. ચકોરવિજય તથા ડોસા અંદર આવ્યા. ધરમચંદ મહારાજને કહેવા લાગ્યા “આચાર્ય રીસાઇને જાય તે ઠીક નહીં. મારા અઠ્ઠાઈ ઉત્સવમાં આવું વિધ્ર હોય ! એ માટે તમને ખાસ બોલાવ્યા છે. વહોરવાનું તે માત્ર નિમિત્ત છે.”
વચ્ચે તારા બોલી “ જુઓ મહારાજ! આચાર્ય પાસે તે દીક્ષા લઈ તમારા ચેલા તરીકે થવાના છે હવે થોડા દિવસ ખુટે છે અને તમે આમ રીસાઈને જાઓ તો પછી તમારી પાસે દીક્ષા લેવી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ખાનગીમાં ચકારવિજયજીની ચાલાકી.
૪૯
તેમને કેમ શેભે? માટે જે અમારે હેતુ બર લાવવો હોય તો બધી વાત મનમાંથી કાઢી નાખે અને મહારાજને સમજાવી દો. જે કુંચીથી તાળું ઉઘાડયું હોય તે કુંચીથી બંધ કરી દે.”
ચકારવિજયજી તારાની ભાષા સમજી ગયા; વાત એળવાથી ધારેલો હેતુ બર આવશે નહીં એમ સમજી તેમણે જવાબ આપ્યો “ધરમચંદ શેઠ! હવે તમે સુખેથી જાઓ, આચાર્યને જરૂર સમજાવીશ, બધી બાજી મારા હાથમાં છે, જાઓ સુખેથી, પણ વાત મનમાં રાખજે.”
ધરમચંદ ગયા, હવે રહ્યા ઘરડા ડેટા, તારી હતી ચાલાક, તેને કાંઈ શીખવવા જેવું નહોતું. તેણે સમયને લાભ લેવા ડોસાને કહ્યું “ઉપર કાતરેલી સોપારી છે તે લઈ આવે, મહારાજને વહેરાવવી છે.”
ડોસા બિચારા ભેળા, તે તો મહારાજને વહોરાવવાની વાત આવી કે હર્ષઘેલા બની આગળ પાછળ જેવાનાજ નહીં. ડોસા ઉપર ગયા કે તારાએ મહારાજને ઇસારો કરી સમજાવ્યા અને ધીમે રહી જણાવી દીધું કે “આ પ્રમાણે આચાર્યની હઠથી આપણા ધારેલા હેતુમાં ઘણું વિનો આવશે, અને બાજી બગડશે. માટે વાત પલટાવી નાખે. આપણું સંકેત પ્રમાણે બધી તૈયારીઓ મેં કરી રાખી છે. આજના બનાવથી ઘણું નુકસાન થયું છે પણ તે હું ચાલાકીથી સુધારી લઈશ. વાતને વધારે છેડવાથી ડોસા વહેમાઈ જશે તે તે હઠીલા હોવાથી દીક્ષા લેતા અટકશે અને મને છેડશે નહીં. છુટી ફરવા પણ દેશે નહીં. માટે આચાર્યને બરાબર સમજાવી લેજે.”
એટલામાં નીસરણું ખખડી, ડોસા નીચે આવ્યા “લો મહારાજ! કાતરેલી સેપારી તૈયાર છે” એમ કહી સેપારી વહોરાવી, અને મહારાજ ધર્મલાભ દઈ વિદાય થયા.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રકરણ ૮ મું.
પ્રકરણ ૮ મું.
અઠ્ઠાઇ ઉત્સવમાં દીક્ષા પ્રવૃત્તિ. સંમતિપત્ર કે દદયને બળાપે?
( હરિગીત) જ્યાં સ્વાર્થને કઇ ઉપાયે સાધવાનો સ્વાલ છે, ત્યાં ન્યાયી કે અન્યાયી કૃત્યેનો નહીં કૈ ખ્યાલ છે, લખનારની છે સંમતિ કે હદયને ઉકળાટ છે ?
સુખી કે Èખી છે તે અરે તેને નહીં ઉચાટ છે.–લેખક.
ચકોરવિજયજીએ જેવી રીતે આચાર્ય સૂર્યવિજયના કાનમાં મંત્ર ભણું ક્રોધાગ્નિ પ્રકટાવ્યો હતે તેવી રીતે પાછો બીજો મંત્ર ભણી અગ્નિ ઉપર પાણી છાંટી અગ્નિ શાંત પાડી દીધે. વ્યાખ્યાનમાં તે વાત ઉપર બીલકુલ પડદો પડી ગયો.
અઠ્ઠાઈ ઉત્સવના પાંચમા દિવસે એટલે કે માહ વદ પાંચમે પેલી દીક્ષાભિલાષી ચતુરાબાઈનાં માબાપ બપોરના ૧૧ વાગે આવી પહોંચ્યાં અને તેજ ધર્મશાળામાં ચતુરાની ઓરડીમાં ઉતારે કર્યો. આચાર્ય મહારાજને વાંદી સુખશાતા પુછી તેમના હાથમાં ચતુરાના બાપે કાગળ મુક્યો.
કાગળ બહુ લાંબો હતો પણ ઉપર ઉપરથી સારાંશ વાંચી લઈ મહારાજ મલકાયા અને “શાબાશ છે મગનભાઈ !” એમ કહી ધર્મશાળામાં કામ કરનાર નોકરને બોલાવી તેને ન્યાતના શેઠને તેડવા મોકલ્યો.
- આચાર્યશ્રી જ્યારથી પધાર્યા હતા ત્યારથી ન્યાતના શેઠને આચાર્યની સેવામાં હાજર ને હાજર રહેવું પડતું હતું. જમીને હાથ જોઈ પાટ ઉપર બેશી બીડી ફૂંકી મંદ મંદ ધુમાડા કાઢતા વિચારમાં બેઠા હતા તેવામાં ધર્મશાળાને નોકર આવી કહેવા લાગ્યો “મહારાજ સાહેબ
એકદમ બોલાવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાઈ ઉત્સવમાં દીક્ષા પ્રવૃત્તિ.
૫૧
“કેમ કાંઈ નવાજુની છે ?” “ના, તેવું કાંઈ નથી, પણ કઈ બે જણે પરગામથી આવેલાં છે.”
શેઠે તરતજ બીડી ફેંકી દીધી અને પાઘડી અંગરખું ચડાવી ધર્મશાળામાં ચાલ્યા. તેમને દાદરમાં ચડતા દેખી મહારાજ કહેવા લાગ્યા “જુઓ ! ચતુરાના બાપ મગનભાઈ આવ્યા. અમે કાંઈ એવી છુપી દીક્ષાઓ આપતા નથી. બધા લોકો શંકા ઉઠાવી વાત કરતા હતા તેને બધે ખુલાસો તેમના જમાઈના કાગળથી થઈ જાય છે. ચતુરાની મા પણ આવી છે, તે નીચે ઓરડીમાં છે.”
શેઠે કાગળ હાથમાં લઈ ઉપર ઉપરથી વાંચી ભાવાર્થ જાણું લીધે અને “આજે બપોરે પૂજામાંથી ઉઠી દીક્ષાની વાત હાથમાં લઈએ” એમ કહી શેઠ, મગનભાઈ તથા તેમની વહુને જમવા માટે તેડી જવા નીચે ચતુરાની ઓરડીમાં ગયા. થોડાક આગ્રહ પછી તે બંને શેઠને ત્યાં જમવા ગયાં.
ઘર આગળ જમતાં જમતાં દીક્ષા સંબંધી બધી વાત શેઠે મગનભાઈ પાસેથી જાણું લીધી. જમ્યા પછી શેઠે ધરમચંદને પોતાને ત્યાં બોલાવી ખાનગીમાં બધું નકકી કરી નાખ્યું.
બપોરે પૂજા ભણાઈ રહ્યા પછી તેઓ મેડા ઉપર આચાર્યશ્રીની સમક્ષ ભેગા થયા. રવિવાર હોવાથી ચંદ્રકુમાર પણ આવ્યા હતો. આચાર્ય ચતુરાને દીક્ષા આપવાની વાત છેડી.
આચાર્યના હાથમાં ચતુરાના ધણીના કાગળનું સબળ હથીઆર આવવાથી જાણે મહાન વિજયડંકો મેળવ્યો હોય એમ આચાર્ય તાડુકીને બોલ્યા “કેટલાક ભામટાએ ખોટી બેટી શંકાઓ લાવી કહેતા હતા કે “બાઈ સધવા છે માટે તેના ધણની સંમતિ હોવી જોઇએ” ક્યાં ગયા તે શંકા ઉઠાવનારા ? તેમને લાવીને બતાવો આ કાગળ, અને કહે કે તમારી આંખો ફડે. અમે કાંઈ લૂટારા કે ચેર નથી કે બીજાની સ્ત્રીઓ ઉપાડી જઈ સાધ્વીઓ બનાવીએ, કે છાની રીતે છોકરા ઉપાડી માથું મુંડી ચેલા બનાવી દઈએ. જેવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
પર
પ્રકરણ ૮ મું.
સમય; અમે તે સમય અને વાતાવરણને ઓળખીને ચાલવાવાળા છીએ. આપણે ધર્મ સ્યાદવાથી ભરેલો છે તે તમે નથી જાણતા ? લે ધરમચંદ શેઠ! કાગળ વાંચે.” મહારાજને હુકમ થતાં ધરમચંદ શેઠે કાગળ હાથમાં લીધો અને ચશ્મા ચડાવી વાંચવા લાગ્યા-- મુરબ્બી શ્રી મગનભાઈ ઉમેદચંદ.
કનક્નગરથી લી. રમણિલાલ કરસનલાલના જયજીનેન્દ્ર વાંચશે. આપને પત્ર મળે. આ૫ની દીકરી ચતુરાની ઇચ્છા દીક્ષા લેવાની થઈ છે તો તેમાં મારી પૂરેપૂરી સંમતિ છે. હું લગભગ જ્યારથી માંદગીના બીછાને પડયે છું, ત્યારથી તેમની મનોવૃત્તિ ધર્મ તરફ વધારે દેરાયેલી છે તે મારી જાણ બહાર નથી. આજ કલ કરતાં છ માસ થવા આવ્યા. દિન પ્રતિ દિન રેગ ઘટવાને બદલે વધતો જાય છે. જે ભાવમાં હશે તે બનશે. નેકરીમાં જોડાયે ચાર વરસ થયાં. હાલ તે હું બીનપગારે રજા ઉપર છું. મારા શેઠ મને પાછા નેકરી ઉપર રાખશે કે કેમ તેની મને શંકા છે. પગારમાંથી જે કાંઈ બચત કરી હતી તેમાંથી અત્યાર સુધી મેં મારું નિભાવ્યું. હાલમાં એક મારે મિત્ર છે તે મારી સારવાર કરે છે. તમારી દીકરીનું મન ધર્મ તરફ વધારે હોવાથી હું જાતે તસ્તી ઉઠાવતા પણ તેમને તકલીફ પડવા દેતો નહીં. સાંજે સવારે બપોરે મને ઘણી ઘણી વખત જરૂર પડતી છતાં હું તેમના પ્રતિકમણ અને સામાયિકને ભંગ પડવા દેતા નહતા; કઈ કઈ વખત પોસહ કરતી ત્યારે પણ મારા મિત્રને ત્યાંથી ખાવાનું મંગાવી ચલાવી લેતો. મને એમ લાગ્યું કે આ રેગમાંથી હું હવે બેઠો થવાનું નથી તેથી મારા મનમાં એવો વિચાર થયે કે મારું તે બગડવાનું છે પણ તેમનું શા માટે બગડવા દેવું? એક માસથી મિત્રોની સલાહથી હૈસ્પીટલમાં આવ્યો છું. બીછાનાવશ જેવી સ્થિતિમાં છે. તમારી દીકરીએ એકાદ દિવસ મારા મિત્રોની સ્ત્રીઓ સાથે મને સુખશાતા પુછવા માટે તસ્દી લીધી હતી. મને તેમની કોમળતા જોઈ દયા આવતી. કારણ કે તમારે ત્યાં આરામમાં ઉછરેલી પુત્રીને મારા જેવા લાંબી માંદગીના ભેગા થઈ પડેલા કમનસીબ દરદીની સારવારની તસ્વી ઉઠાવવી મુશ્કેલ થઈ પડે. વળી સાધુ કે સાધ્વીનું મન દુખાય તેવું કાંઈ પણ કરવા હું તેમને ના પાડત. જ્યારથી તમે તેમને દીક્ષા આપવાની વાત મને કાગળથી જણાવી છે ત્યારથી મને ઘણો જ આનંદ થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
સંમતિપત્ર કે હદયનો બળાપે ?
૫૩
છે. મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી આવી માંદગીમાં તે આવા પ્રકારનો મને આનંદ આપવાને પ્રસંગ પ્રાપ્ત કરાવી શકે છે. તેમના મનોબળ ને તેમની દઢતાને ધન્યવાદ ઘટે છે. સાધુ અને સાધ્વી પ્રત્યેના તેમના પ્રેમને જોઈ મને હર્ષ થાય છે. આવા ધર્મ આત્માના પવિત્ર કામમાં હું વચ્ચે આવું તે મોટામાં મેટે પાપી ગણાઉં. હું તો હવે થોડા દિવસને કે થોડા માસને આ દુનિયાને પરણે છું, મારી સાથે તેમનું બગાડવું મને દુરસ્ત લાગતું નથી કે તેમાં પાપ સમજું છું, માટે તમે સુખેથી તમારી દીકરી ચતુરાને દીક્ષા અપાવજે. જે ધર્મપસાયે આ અસાધ્ય રોગ માંથી બેઠે થઈશ તો જરૂર તેમને વાંદી મારી જાતને કૃતાર્થ કરીશ.
વળી તમે આચાર્ય શ્રી સૂર્યવિજયજી પાસે દીક્ષા અપાવે છે અને તેમના સમુદાયનાં સાધ્વી કંચનશ્રીનાં ચેલી બનાવવા માગો છો તે જાણીને હું ઘણાજ ખુશી થયો છું. કાગળ આથી પણ વધારે લાંબે લખી , હૃદયને ઉભરે બહાર કાઢવા વિચાર હતું પણ હવે થાક લાગવાથી અને ડાકટરની સલાહ પ્રમાણે વધુ તસ્દી લેવાની મનાઈ હેવાથી આટલું લખી બંધ કરું છું. થોડું લખું ઘણું કરી માનજે. જેવો ભાવ રાખે છે તે ભાવ રાખજો. અને તમારી દીકરીને કહેજો કે જાણતાં અજાણતાં મન વચન અને કાયાથી કઈ પણ પ્રકારને મારે અપરાધ થયું હોય તે મિચ્છામિ દુક્કડમ. પત્ર લખે તો નીચેને સરનામે લખશે. કનકનગર. )
લી. આપને સરકારી હૈસ્પીટલ. રમણિલાલ કરસનલાલ નાણાવટી. બી. એ.
આ પ્રમાણે અક્ષરે અક્ષર પત્ર વંચાઈ રહ્યા પછી તે પત્ર ચંદ્રકુમારના હાથમાં મુકી ધરમચંદ શેઠ કટાક્ષમાં બોલવા લાગ્યા જુઓ આ અંગ્રેજી ભણેલા છે. બી.એ. થયેલા છે, પણ કેવા વિચારના છે? ધર્મ ઉપર કે પ્રેમ છે ? ભલે પિતે નહીં પાળતા હોય પણ જે પાળે છે તેને માટે કેવી લાગણી ધરાવે છે! આવાં રત્નો જ્યારે સમાજમાં પાકશે ત્યારે આપણે ઉદ્ધાર થવાનું છે. પોતે જાતે દુઃખ ભગવ્યું અને મિત્રની મદદ માગી પણ તેમની ધર્મપ્રેમી સ્ત્રીની ધર્મક્રિયા અટકાવી નહીં. ધન્ય છે તે બે જણને.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રકરણ ૮ મું.
ચંદ્રકુમારે ધીમે રહી કટાક્ષમાં જવાબ આપ્યો “તમે એક વાર ધન્યવાદ આપે છે તે હું બે વાર ધન્યવાદ આપું છું. કે ઉમદા સંમતિપત્ર લખ્યો છે? રમણિકલાલ જેવા જ્યારે પાકશે ત્યારે જ ઉદ્ધાર થવાનો છે તે તમારી વાતને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું.”
આવી રીતે શરૂ થતા સંવાદને અટકાવવા વચ્ચે ન્યાતના શેઠ બોલ્યા “ હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ.”
આચાર્ય–“ચતુરાબાઈ જે અત્રે આવેલી છે તે દીક્ષા લે તે છે હવે કોઇને વાંધે? જુઓ આ મગનભાઈ બેઠા છે તે ચતુરાના બાપ, મા નીચે ઓરડીમાં બેઠી છે, અને આ હમણાં જે પત્ર વાંચ્યું તે તેના પતિ રમણિકલાલની સંમતિનો પત્ર. કહે હવે કોઈની શંકા છે?”
ન્યાતના શેઠ—“મહારાજ ! હવે બીજા કોને વાંધે હોય ? સારું મુહૂર્ત શેધી કાઢો. ધરમચંદ દીક્ષાનું બધું ખરચ ઉપાડી લેવા તૈયાર છે. તે દિવસે નવકારશ્રી પણ જમાડવાના છે. મારે તે સંબંધી તેમની સાથે વાત થઈ ગઈ છે.”
આચાર્ય–“મેં તે દીક્ષાનો દિવસ કયારનો શોધી કાઢયે છે, માહ વદ ૭ નો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. આજે પાંચમ થઈ. વચ્ચે આખો એક દિવસ છે. આ સાતમો દિવસ એવો શ્રેષ્ટ છે કે જે કોઈ આ દિવસે દીક્ષા લે તે પિતાનું કામ જલ્દી સફળ કરી શકે. આવો યોગ પચીસ વરસમાં આવ્યું નથી અને ભવિષ્યનું ટીપણું જોતાં પણ જણાય છે કે પચીસ વરસમાં આવનાર નથી. ન ભૂતો ન ભવિષ્યતિ જેવું મુહૂર્ત છે. જેને લાભ લે હોય તે લે. ગયો. વખત ફરી આવવાને નથી.”
આ શબ્દો સાંભળી જરા મશ્કરીમાં શેઠ ધરમચંદ કહેવા લાગ્યા “કસ્તુરચંદભાઈ ! આચાર્યશ્રીએ કહ્યું તે સાંભળ્યું ? આ દિવસ ફરીને આવશે નહીં. સેનેરી તક છે. તમે ઘણું દિવસથી દીક્ષા લઉં, દીક્ષા લઉં” એમ વાત કરી રહ્યા છો. બે વરસથી તો ચોથા વ્રતની બાધા પણ લીધેલી છે. બારવ્રતધારી શ્રાવક છે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
o
છે,
Page #72
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાઇ ઉત્સવમાં દીક્ષાપ્રવૃત્તિ.
૫૫
ફરી ફરી આવું મુર્ત મળશે નહીં, હવે કાની રાહ જુએ છે ? ઘરમાં ખરાં પણ જાણે છે કે તમે દીક્ષા લેવાના છે, એટલે તમારી દીક્ષાથી તે નારાજ થવાનાં નથી. વળી આવા આચાર્ય મહારાજને યોગ્ય પણ પુણ્યના ઉદયે અચાનક મળી આવ્યા છે તેને લાભ લે. સુગધ અને સાનાને યાગ થયેા છે. જાએ તમારી દીક્ષાનું ખરચ પણ હું આપીશ અને ખુશાલીમાં નવકારશ્રી પણ હું જમાડીશ. થાએ તૈયાર.”
આ સાંભળી કસ્તુરચંદ શેઠે ખેલ્યા “દેવગુરૂની કૃપાથી ખરચ કરવાની શક્તિ છે, દીક્ષા લેવાના વિચાર ગઇ સાલથી ચાલે છે પણ પાપના ઉદય એવે જાગે છે કે વિચાર ખર આવતા નથી.”
-
આચાર્ય —“ જીએ તમે સાધુ જેવાજ છે, ચેાથા વ્રતની બાધા છે, ઉકાળેલું પાણી રાજ પીએ છે, પાંચ તિથિએ ઉપાવસ કરા છે, અંતે વખતે પડિક્કમણું કરે છે, રાત્રે નિયમ ધારા છે, બાકી હવે ફક્ત ઘર છેડવાનું છે, તે છેાડી દે, તેના ઉપરથી મેહ ઉતારી દે, વિના કારણે છ કાયના કુટામાં શું કરવા સડી મરા છે ? ચારિત્ર વગરના એક દિવસ ગુમાવે છે. તે દરરાજનું લાખ રૂપીઆનું નુકસાન છે એમ હું સમજું છું, માટે છેાડી દે! તમારૂં ધરબાર અને સફળ કરેા અવતાર. બૈરાં તા સમજી છે, ધમી જીવ છે, ધર્મની ખાતર પ્રાણ પાથરે છે, એટલે તે વચ્ચે આવશે નહીં એટલુંજ નહીં પરંતુ પાસે રહી દીક્ષા અપાવશે, ઉપકરણની છાબ પણ તેજ ઉપાડશે. તે પણ સમજે છે કે સંસારમાં કાંઇ નથી, એક દિવસે મરી જવાનું છે, તે પણ ધીમે ધીમે તમારા પંથે ચાલશે. હાલ પણ સાધ્વીએ પાસે આવે છે અને બનતી સેવા કરે છે. તેમની તરફથી જરા પણ વાંધા કે ના મરજી હોય એમ માનવાને કારણ નથી. માટે હવે રાખા વિચાર નક્કી.”
મહારાજને આવે ઉપદેશ સાંભળી કસ્તુરચંદ શેઠ પીંગળ્યા, અને વિચાર કરી કહેવા લાગ્યા હું જરા ઘર આગળ જઇ નક્કી કરૂં.” ધરમચંદ—“હવે ઘેર જઇ કાને પુછવાનું છે ? ખેલાવું છુંજય ?”
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
પ
પ્રકરણ ૮ મું.
કસ્તુરચંદ શેઠે જાણે ઊંડા વિચારમાં પડી ગયા હોય તેમ કેટલીક વાર શાંત રહી છેવટે પદ્મા નિર્ણય ઉપર આવી આચાય ને જણાવ્યું “ જેવી ગુરૂની આજ્ઞા”.
'
આ શબ્દો શેઠના મુખમાંથી નીકળતાંની સાથેજ “ એલેા જીનશાસનકી જય ’' એમ ધરમચંદ શેઠે જય ખેાલાવી કસ્તુરચંદને નિશ્ચય જાહેરમાં મુકી દીધા.
કસ્તુરચંદ—“ મારી દીક્ષાનું બધું ખરચ મારી પાસેથી કરવાનું છે. વચ્ચે દિવસ એકજ રહ્યા એટલે મારા સગાં સંબંધીઓને ખેલાવવાને અવકાશ મળશે નહીં એટલી મને દિલગીરી થાય છે.
""
વચ્ચે ધરમદે સલાહ આપી “ મુકી દો બધાને અર્જેટ તાર એટલે કાલે બધા આવી પહાંચશે, છેવટે પરમ દિવસે અપેાર સુધી આવશે તે પણ હરકત નથી.
""
કસ્તુરચંદ——“ ત્યારે તમારી સલાહ પ્રમાણે એમ કરીશું.”
એ રીતે માહ વદ ૭ નારાજ ચતુરાને અને કસ્તુરચંદને દીક્ષા આપવાનું નક્કી થયું અને કસ્તુરચંદની નવકારશ્રી વદ ૧૦ના દિવસે જમાડવાનું ઠરાવ્યું. આવી રીતે ત્રણ નવકારશ્રીએ શેઠની નોંધપાથીમાં નોંધાઈ. વદ છ ચતુરાની દીક્ષા નિમિત્તે, વદ ૯ અઠ્ઠાઇ ઉત્સવની અને વદ ૧૦ કસ્તુરચંદની દીક્ષાની.
ઉઠતાં ઉઠતાં આચાર્યશ્રીની જોડે બેઠેલા એક મુનિ મહારાજે ન્યાતના શેઠને સૂચના કરી “ શેઠ! દીક્ષાના દિવસ નક્કી થયા પણ
આ બાબતની તમારા નામની કકુત્રીએ છપાવવી જોઈ એ, અમે તેના મુસદ્દા કરી આપીએ તે પ્રમાણે પ્રેસમાં છપાવી ગામમાં અને પરદેશમાં ખીડી આપેા. સાંજે વાળુ કરીને જરૂર આવે. ભુલશેા નહીં. મુદ્દાની વાત છે. તે સીવાય મહાત્સવ શેાભશેજ નહીં. મુસદ્દા અમે લખીને તૈયાર રાખીશું.
99
આ પ્રમાણે નક્કી કરી મહાજન ધર્મશાળામાંથી વેરાઇ ગયું. કસ્તુરચંદ અને ચતુરા દીક્ષા લે છે એવી વાતા શહેરમાં દામઠામ થવા લાગી અને લેાકેા ભાતભાતના ઉદ્ગાર કાઢી ટીકા કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
ધણધણીઆણુનું ધીંગાણું.
પ૭
પ્રકરણ ૯ મું.
ધણી ઘણીઆણીનું ધીંગાણું તારાનું વાક્યાતુર્ય,
(દેહરે ). બજ ઉપાડે બળદીઓ, અબુધ લે જો રાજ, બુઢે પરણે બાળકી, એ સૌ પરને કાજ,
– કવિ દલપતરામ મહાજનમાંથી કસ્તુરચંદ શેઠ ઘેર આવ્યા. વાળુ કરવાને વખત થયો હતો, તારાએ તેમને જમવા બેસવા કહ્યું. કસ્તુરચંદ મનમાં વિચાર કરવા લાગ્યા “દીક્ષાની વાત હમણું કરું કે પછી કરું ?” આમ વિચારમાં ને વિચારમાં તે જમવા બેઠા. પણ વાત કરવા જીભ ઉપડી નહીં, જમી રહી હાથ ધંઈ ઉભા થયા, તારાએ પણ જમી લીધું ત્યાં સુધી દીક્ષાની વાત નીકળી નહીં. થોડા વખત પછી તેઓ બંને બેઠેલાં હતાં અને સોનાના દાગીનાની વાત કરતાં હતાં એટલામાં ધરમચંદ શેઠ ત્યાં આવી પહોંચ્યા. શેઠે દીક્ષાની વધામણું તારાને ખાધી હશે એમ ધારી હસતા મુખે ધરમચંદ કહેવા લાગ્યા “કેમ તારા શેઠાણું ! ઉપકરણની છાબ પરમ દિવસે સવારે તમે ઉપાડશેને?”
તારા બોલી “ઉપકરણની છાબ મારે ક્યાંથી ઉપાડવાની હોય ?” “કેમ, તમે નથી જાણતાં?”
ખરેખર હું કાંઈજ જાણતી નથી. મારા સોગંદ ખાઈને કહું છું.” “ કસ્તુરચંદ શેઠ તે પરમ દિવસે દીક્ષા લેવાના છે.”
“મને તે તે કાંઈ વાત જ કરતા નથી. હા હવે મને સમજાયું, તે જમીને ઉઠયા પછી મને દાગીનાની વાતો કરતા હતા તે આ મુદ્દા ઉપર જ હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પ
પ્રકરણ ૯ મું.
*Z //
આ વાતને પડદો ઉઘડતાંજ ધર્મશાળાને નાકર આવીને કહેવા લાગ્યા “ શેઠે ધરમચંદ ! તમને મહારાજ સાહેબ એલાવે છે. હું તમારે ત્યાં જઇ આવ્યા, ત્યાંથી સમાચાર મળ્યા કે કસ્તુરચંદ શેઠેને ત્યાં ગયા છે તેથી અહીં તેડવા આવ્યા છું; ઉતાવળનું કામ છે માટે ચાલા. ” આ પ્રમાણે મહારાજનું તેડું આવવાથી ધરમચંદ ઉડીને ચાલતા થયા કે તારાએ ધરના બારણાની જાળી બંધ કરી દીધી અને જરા ઉપરથી ક્રોધ કરી મેાલવા લાગી દીક્ષા લેવી હતી તે! જખ મારવા મને પરણ્યા ? હું તે તમારે ત્યાં મેાજશે!ખ મારવા આવી હતી. પણ તમે તે। ચેાથા વ્રતની બાધા લઈ મારા સંસારસુખને એ વરસથી ખંભાતી તાળું મારી દીધું છે. હવે બાકી હતું તે દીક્ષા લે! એટલે હું કાના આધારે ?
""
કસ્તુરચંદ શેઠ સમજી ગયા કે હવે ક્રોધ કરીશ તે તે વધારે ઉપડશે અને વિદ્મ લાવી દીક્ષા અટકાવશે માટે ધીમે રહી શાસ્ત્રને આધ દેતા હૈાય તે પ્રમાણે સમજાવી કહેવા લાગ્યા “તું ભાળી છે, આમ ક્રોધ ન કરીએ, તું જાણે છે કે હું વૃદ્ધ થયા છું. ચોથા વ્રતની ખાધા છે, એટલે હું ધરમાં છું તે નહીં જેવા છું.
'
""
""
પણ તમે ભુલા છે, મીણને માંટી પણ ક્યાંથી ? તમે તમારા મનથી ઘરમાં નહીં જેવા છે પણ મારે તે તમારી હયાતીને લીધે બધા આનંદ પામવા મળી શકે છે તે તમે નથી જાણતા ? દિવસમાં ભાતભાતના સાલ્લા પહેરૂં છું, પેાલકાં પણ નવાં નવાં પહેરું છું, ચાળાના પણ ઠાઠ મારૂં છું, પ્રસંગ મળે તમારી સાથે મેટરમાં પણ ફરવા આવું છું. આ બધા વૈભવ તમારા લીધે જ છે. ધરેણાં પણ રાજ જુદી જુદી જાતનાં શરીર ઉપર ધારણ કરૂં છું તે બધા રાક્ કાના ઉપર ? તમારા ઉપર જ, સમજ્યા ? તમે દીક્ષા લેશેા એટલે એ બધા શણગાર સજી આ તમારી તારા સુંદરી જેવી રીતે ગરબામાં મન માનતા શાખ મારી શકે છે તેવા શેાખ પછી મારી શકશે ? - સાળે શૃંગાર સ સુંદરી સાસરીએ સચા ' એવું સુખ પછીથી મારાથી ભાગવી
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
(6
Page #76
--------------------------------------------------------------------------
________________
તારાનું વાક્યાતુર્ય.
૫૯
શકાશે ? વિચાર કરો વિચાર, મારા સ્વામીનાથ! મારા કરતાં તમે ત્રણગણા મોટા છે, માટે તમારામાં ત્રણગણું અક્કલ હોવી જોઈએ.”
આ બધું તું બોલતી નથી પણ તારી યુવાની બેલાવે છે.” “હાજ ! યુવાની કેમ ન લાવે ? વીસ વરસની યુવાન સ્ત્રી છું તે કાંઈ તમે દીક્ષા લેશે એટલે તમારા જેવી સાઠ વરસની ડશી થઈ જવાની છું ?”
“પણ તું સાંભળ ! એમ ફટ ફટ જવાબ ન દે, વિચાર કર, આ યુવાની ચાર દિવસનું ચાંદરણું છે, પછી અંધારૂં ને અંધારું. યુવાનીને જુસ્સે ગયા પછી માણસને પોતાની સત્ય વસ્તુનું ભાન થાય છે માટે યુવાનીનો મદ મુકી દઈ મારી વાત ધ્યાનમાં લે. હું તને ખરું કહું છું. આ દુનિયામાં કાંઈ સાર નથી. જેમણે સાર મા તે સર્વ પસ્તાયા. આચાર્ય કહે છે કે દીક્ષા વિના મુક્તિ નથી એ વાત મને ખરેખરી ગમી છે. તું જાણે છે કે તારી સાથે જ્યારથી હું પરણે છું ત્યારથી હું સાધુ જેવું જીવન ગુજારું છું.”
તારા કટાક્ષમાં બેલી “મારાથી કયાં અજાણ્યું છે? અને તેથી, જ હું મારાં માબાપને ચેરીમાંથી ગાળો દેતી હતી તે તમે કેમ ભુલી ગયા ? માબાપ મને કુવામાં નાખી મરી ગયાં. ક્યાં હવેં તેમને છોકરીનું દુઃખ જોવાનું છે?” એમ કહી સાલ્લાના છેડાવતી આંખો ચોળી ધીમું ધીમું રડવા લાગી.
“તું તે એક વાતમાં બીજી આડી અવળી વાતે કાઢી આમ રડે તે ઠીક નહીં, તારે તો મને આવા ધર્મના કામમાં મદદ કરવી જોઈએ. પાસે રહી દીક્ષા અપાવે તે કેવું સારું દેખાય? લોકો તને અને મને ધન્યવાદ આપે.”
“ ત્યારે શું તમે પરમ દિવસે નકકી દીક્ષા લેવાના છે ? અને મને વિધવા જેવી બનાવવા માગો છે?”
“એમાં વિધવા બનવાનું ક્યાં છે ? ક્યાં હાથેથી શણગાર ઉતારવાનું છે? માટે આવી ગાંડી ગાંડી વાત કરવી માંડી વાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રકરણ ૯ મું.
અને બધી તૈયારી કર, પાસે રહી મને દીક્ષા અપાવ.”
તમે દીક્ષા લો એટલે મારે બંગડીઓ પછી કેને દેખાડવી છે? પહેરી તે ન પહેર્યા બરાબર છે.”
હું દીક્ષા લઉં તે પણ તારાથી સૌભાગ્યની તમામ શણગાર રાખી શકાય છે. જ્યારે હું સાધુઅવસ્થામાં કાળ કરું ત્યારે તે શણગાર તારાથી કેરે મુકાય.”
ત્યારે તે દીક્ષા લીધા પછી મરતા સુધી તમારી હયાતીની નિશાની તરીકે બંગડી રાખવાને સંબંધ ખરે! એ શાસ્ત્ર પણ તમે મને ઠીક શીખવ્યું. કહેવામાં સંબંધ નહીં પણ મૂળ સગપણના સંબંધની બંગડી રાખી શકાય ? એ પણ ઠીક ન્યાય છે.”
આ પ્રમાણે બાહ્ય ડોળમાં વાતચીત કરી ખરા સ્વરૂપમાં આવી તારા કહેવા લાગી “ જુઓ તમારી વાત ઉપરથી લાગે છે કે તમે દીક્ષા લીધા વિના રહેવાના નથી, ત્યારે હવે ઘરની તમામ મીલકત મને બતાવો અને મારા કબજે સેંપી દો, કોઈ તમારા પિતરાઈ ભાઈઓ આવી મને સતાવે તે મને નહીં પાલવે. હું તમને આગળથી સાફ જણાવું છું.”
તે તારી વાત ખરી છે પણ દીક્ષાની ક્રિયા પાછળ મારે ખરચ કરવું પડશે તે કર્યા વિના ચાલશે?”
તેમાં તે શું ભારે ખરચ થવાનું છે? તે ખરચ કરવાની હું કયાં ના પાડું છું?”
પાસે રહી દીક્ષાની ક્રિયાઓ કરાવે તે કેવું સારું દેખાય? સઘળી વ્યવસ્થા તારે હાથે ન થાય તે માટે તે વ્યવસ્થા ન્યાતના શેઠને કે ધરમચંદને સોંપવી પડશે. હવે તેને ગમે તે કર. તારી મુનસફી ઉપર છે. મારી દીક્ષા દીપાવવી હોય તે દીપાવજે અને બગાડવી હોય તે બગાડજે. લે આજથી ઘરની કુચીઓ. આજથી આ ઘર તારું છે. તેને યોગ લાગે તેમ કર, હું તે હવે કાલને દિવસ પણ તરીકે ઘરમાં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
તારાનું વાક્યાતુર્ય.
તારા વિચારમાં પડી અને ચોકસ ખુલાસે નહીં આપતાં જણાવ્યું “કાલે તમને જવાબ આપીશ, હવે તો ધર્મશાળામાં જવાને વખત થયો છે. ધરમચંદ શેઠનાં વહુ મારી રાહ જોતાં હશે.” એમ કહી ગરબાને પોશાક ધારણ કરવા લાગી. થોડી વાર પછી બંને જણ ઘરમાંથી ધર્મશાળામાં ગયાં.
કસ્તુરચંદ શેઠ મેડા ઉપર સાધુ પાસે ગયા. પડિકમણું કરી આચાર્યની પાસે એકાંતમાં વાત કરવા લાગ્યા. શેઠે સાંજે બનેલી વાત મહારાજને કહી. આ વખતે મહારાજના માનીતા ચેલા પેલા ચકારવિજયજી પાસે બેઠેલા હતા તે સમજી ગયા. તેમના મનને આવ્યું કે જે તારા, પાસે રહી દીક્ષા નહીં અપાવે તે બાજી બગડશે, કિનારે આવેલું નાવ ડુબી જશે માટે તેને ચેતાવવાની જરૂર છે.
નવને સુમાર થયો કે ભાવના પૂરી થઈ અને ગરબાની શરૂઆત થઈ. તારાબાઈ તો તૈયાર જ હતાં. તેને સ્વર કાને પડતાં જ ચકારવિજયજી દુર ઉભા રહી બારીમાંથી નજર નાખવા લાગ્યા. આજે પ્રેક્ષકવર્ગમાં દીક્ષાની જ વાતો ચાલવા માંડી. કેટલાક તો આંગળી કરી બતાવતા હતા કે “જુઓ પેલી ભરજુવાન ગાનારી તારા! તેમના ધણું કસ્તુરચંદ પરમ દિવસે દીક્ષા લેવાના છે. તેની જોડે પેલી ચતુરા ચાલે છે તે પોતે દીક્ષા લેવાની છે.”
એક બાઈએ ઉદગાર કાઢયા “ હાય હાય ! તારા તે બાપડી નાની બાળક છે, ઘણું દીક્ષા લેશે એટલે તેને આખો ભવ બગડશે.”
સામે જવાબ મળે કે “પરણું ત્યારથીજ ભવ બગડેલો છે. ડોસો તો નામને છે. તેને તો ચોથા વ્રતની બાધા છે.”
વૃદ્ધાવસ્થા એટલે ચોથાવતની બાધા જેવું જ સમજવું” એમ કોઈએ મશ્કરીમાં ઉદ્દગાર કાઢયા.
“હાય હાય! માબાપ, પાસે રહી પેલી યુવાન ચતુરાને દીક્ષા અપાવે છે અને જમાઈનું ઘર ભગવે છે.” એવો એક બાજુથી બીજો ધ્વનિ નીકળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
લાગ્યા.
કે “જુઓમાંડી.
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૨
પ્રકરણ ૯ મું.
“અરે જમાઇએ તે રજા આપી છે. હૈોસ્પીટલમાં તે માંદા છે, મરે તેવો છે, એવું કાંઈક હશે ત્યારેજ માબાપ દીક્ષા અપાઆવતાં હશે. રંડાપ ભોગવ્યા કરતાં દીક્ષા શી ખેતી ? ધુમાડે ધુમાડે “ધર્મલાભ ” દેશે, ઉપાશ્રયમાં રહેશે અને લહેર મારશે.” એ બીજી બાજુથી જવાબ મળ્યો.
અરે ધણીની ચાકરી કરવી આકરી લાગી, ધણુને સંગ્રહણ જેવું દરદ થવાથી બાઈથી કંટાળી દવાખાનામાં રહે છે.”
આમ ભાતભાતની ટીકાઓ સ્ત્રીમંડળમાં ચાલી રહી. સમય પૂરે થયો કે ગરબાની પૂર્ણાહૂતિ થઈ.
બીજા દિવસે સવારના સાત વાગ્યા કે પાણી વહેરવાના બહાને ધર્મલાભ” કહી ચકોરવિજયે કસ્તુરચંદના ઘરમાં પ્રવેશ કર્યો. તારા રસોડામાં ચા બનાવતી હતી, ચા ચુલા પરથી નીચે ઉતારી બહાર આવી બોલી “પધારે મહારાજ! શાને ખપ છે? દુધ ચા તૈયાર છે.”
મહારાજે આડી અવળી નજર કરી પુછયું “શેઠ કયાં છે?”
તારા હસીને બોલી “ગભરાશે નહીં, શેઠ દિશાજગલ ગયા છે, હમણાં આવતા હશે, તમે જે અત્યારે ન આવ્યા હોત તો હું તમને તેડવા આવવાની હતી.”
મહારાજે ધીમે રહી કહ્યું “મારે તે તમારી સાથે મુદ્દાની વાત કરવાની છે, કાલે સાંજે તમારા બંને વચ્ચે બનેલી હકીકત શેઠે આચાર્યને કરી છે તે વખતે હું જોડે બેઠો હતો, તે વાત મેં જાણી લીધી છે, હવે તમે શે વિચાર રાખે છે?”
“મારે તો તમારી સલાહ પ્રમાણે વર્તવાનું છે. જે કહે તે પાસે રહી તેમને દીક્ષા અપાવું અને તેમાં ભાગ લઉં; અગર કહો તે રીસાઈને બહાર ગામ ચાલી જાઉં.”
હું એવા નિશ્ચય ઉપર આવ્યો છું કે જો તમે રીસાઈને જશે તે બધે તાલ બગડશે. પૈસા અને ઘરને કબજે જતો રહેશે,
માટે તમે પાસે રહી દીક્ષા અપાવો. આમ કરવાથી અમે જ્યાં વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
તારાનું વાક્યાતુર્ય.
લઇને મને કહ્યું કે
એ ચા
કરીશું ત્યાં તમારાથી વાંદવાના બહાને અવાશે, હજુ મારા સંગે જેવા જોઈએ તેવા અનુકૂળ નથી, આપણને અહીં ફાવી શકે તેમ નથી, આ શહેરમાં ઘણું ટીકાઓ થાય તેમ છે માટે એજ સલાહ છે કે પાસે રહી ધામધુમથી દીક્ષા અપા. ઘરબાર દરદાગીના પૈસાટકા રાચરચીલું વીગેરે કબજે કરી લો, પછી બધું જોઈ લેવાશે.”
એટલામાં શેઠ સાહેબ પધાર્યા, મહારાજને દેખી ઉતાવળા ઉતાવળા હાથ પગ ધેાઈ મહારાજની પાસે આવી હાથ જોડી ઉભા રહી તારાને કહેવા લાગ્યા “મહારાજને ચા દુધ વહોરા.”
તારા બોલી “કયારનો આગ્રહ કરું છું પણ ફક્ત મેરીઓ જ લઈને આવ્યા છે, સાથે તર્પણું કે પાત્રમાં લાવ્યા નથી.”
મહારાજે કહ્યું ફક્ત પાણીની જ જરૂર છે માટે બીજાં પાત્રો લાવ્યા નથી, આપને ભાવ જોઈએ, ચા દુધથી કાંઈ વિશેષ નથી.”
તારાએ કથરેટમાં કરેલું પાણી વહેરાવ્યું એટલે “ધર્મલાભ” દઈ મહારાજે ચાલવા માંડયું.
જતાં જતાં શેઠ હાથ જોડી કહેવા લાગ્યા “મહારાજ! જરા ઘરમાં ઉપદેશ આપે તે સારું. મારી માગણું એવી છે કે તે પાસે રહી મને દીક્ષા અપાવે. મેં ઘણુંએ કહ્યું પણ માનતાં નથી. માટે તમે તેમને જરા બેધ દઈ સમજાવે. તમારા ઉપર તેમને ભાવ વધારે છે, તમારી શીખામણ તે માનશે.”
મહારાજે જવાબ આપ્યો “તેલમાં જીવ છે, સમજુ છે, ડાહ્યાં છે, તમારી આજ્ઞામાં છે, તમારું બોલ્યું તે નહીં ઉથાપે.”
આ સાંભળી શેઠ તારાને કહેવા લાગ્યા “સાંભળ્યું ? મહારાજ સાહેબ શું કહે છે ? માટે હવે વધારે આગ્રહ નહીં કરતાં કામની શરૂઆત કરો.”
તારા હસીને બોલી “ મેં તમને ક્યારે ના પાડી છે? વિચાર કરીને જવાબ આપવા મેં કહ્યું હતું. તમારું સારું દેખાશે તે પ્રમાણે કરીશ. મહારાજને સાક્ષી રાખવા હોય તે તેમ કરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
SY
પ્રકરણ ૯ મું.
“સમજુની બલીહારી છે, શ્રાવિકા ક્યાં ના પાડે છે ? કરો હવે કાલને માટે તૈયારીઓ, આવો અવસર ફરીને નહીં મળે,” એમ કહી ધર્મલાભ દઈ મહારાજ વિદાય થયા.
તેમના ગયા પછી તારા બેલી “જુઓ સાંભળો, તમારી બધી માગણીને હું સ્વીકાર કરું છું, હું પાસે રહી દીક્ષા અપાવીશ, આપણું ઘરને છાજે તે પ્રમાણે ખરચ કરીશ, પણ મારી એક માગણે છે તે તમારે સ્વીકારવી પડશે.”
“તેં મારી માગણું સ્વીકારી તો મારે તારી માગણી સ્વીકાર્યા વિના ચાલશે ? સુખેથી કહે.”
આચાર્ય તમને દીક્ષા આપશે પણ તમે આ ચકોરવિજયના ચેલા થજે. આચાર્ય કદાચ બીજા ચેલાને તમારા ગુરૂ બનાવે તે તમે સાફ ના પાડજો. કારણ કે ચારવિજયના ચેલા થવાથી મારે તમને વારંવાર વાંદવા આવવું હશે તે બની શકશે અને મારાથી તમારી ભક્તિ થશે, તમારી વેયાવચ્ચ પણ રાખી શકાશે. તમારી વૃદ્ધાવસ્થા થઈ એટલે શરીરની સંભાળ રાખવી પડે, તમે ઘરમાંથી ગયા એટલે શું મારે તમારા શરીરની દરકાર ન રાખવી જોઈએ ? માંદા સાજા થાઓ ત્યારે દવાઓ વગેરે કરવું પડે. શરીર અળગું થાય પણ કાંઈ મન અળગું થાય તેમ છે?” એમ કહી ગળગળી બની સાલ્લાના છેડા વતી આંખે ચળવા લાગી.
તું આમ કચવાઈ આંસુ નાખે છે તેથી મારા મનને ઘણું લાગી આવે છે, હું તે સમજતો હતું કે કાંઈ મોટી માગણી હશે, આમાં શું? જરૂર ચકોરવિજયને ચેલ થઈશ. આચાર્યની પણ તેજ ઈચ્છા છે, વાત થઈ ગઈ છે, તેમ છતાં કદાચ તે પોતાને વિચાર બદલશે. તે હું સાફ ના પાડીશ. માટે તે બાબત જરા પણ ચિંતા કરીશ નહીં. એમ તારાના મનનું સમાધાન કરી શેઠ પિતાના કામે વળગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
દીક્ષાર્થીઓની ઓળખાણ.
૬૫
પ્રકરણ ૧૦ મું. દીક્ષાથીંઓની ઓળખાણ અને દીક્ષાની આમંત્રણ પત્રિકાનું વાંચન.
(હરિગીત.) જે માણસો નિજ લોભની લાલચ મહીં લપટાય છે, વિચાર તે કરતા નથી કે કૃત્ય કેવાં થાય છે; અંતર સ્વરૂપ સમજે નહીં ને ઉપરથી હરખાય છે,
જ્યારે ફજેતી થાય છે ત્યારે પૂરે પસ્તાય છે. –લેખક. બીજે દિવસે સવારના આઠ થયા કે આચાર્યશ્રી હંમેશના નિયમ પ્રમાણે વ્યાખ્યાન આપવા માટે પાટપર બિરાજમાન થઈ ગયા. જાગૃત થએલે ક્રોધ તો તેમના માનીતા ચેલા ચકારવિજયની અકકસીર દવાના ઉપચારોથી ક્યારને શમી ગયો હતો એટલું જ નહીં પરંતુ બે જણને દીક્ષા આપવાને અમુલ્ય પ્રસંગ પ્રાપ્ત થયેલો હવાથી ખુબ આનંદમાં આવી ગયા હતા.
આવતી કાલે કહુચંદશેઠને તથા કનકનગરની બાઈ ચતુરાને દીક્ષા આપવાનું કરેલું હોવાથી આજે વ્યાખ્યાનમાં શું બને છે તે જાણવાની ખાતર ઘણું સ્ત્રીપુરૂષોએ હાજરી આપી હતી.
આચાર્યે તે આજે દીક્ષાનો વિષય હાથમાં લીધે. વિવેકની મર્યાદા કેરે મુકી મેટા અવાજે તે બોલવા લાગ્યા “મોક્ષને માટે ત્યાગમાર્ગ શીવાય બીજો એક પણ રરતો નથી. માટે દરેક સ્ત્રી પુરૂષે દીક્ષા લેવી, જે દીક્ષા લેવા પુણ્યને ઉદય ન હોય તો તે લેવાની ભાવના પણ રાખવી અને આકરામાં આકરી બાધા પણ લેવી, જે ઘરમાંથી એક પણ માણસ દીક્ષા ન લે તે ઘર સ્મશાન બરાબર છે. કદાચ પાપના ઉદયથી પોતાનાથી દીક્ષા ન લેવાય તે બીજાઓ પાસે દીક્ષા લેવરાવવાનો પ્રયત્ન કરે, તેમાં મદદ કરવી, અનુમોદન આપવું અને ખુબ ધામધુમથી દીક્ષા મહોત્સવ ઉજવવા ઉદાર દિલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૬
પ્રકરણ ૧૦ મું.
પૈસા ખરચ કરવા. ગૃહસ્થાશ્રમ તે એક પાપની ખાણ છે, નરક છે; તેમાં પડી રહેવાથી કોઈ ફાયદો નથી. ગૃહસ્થાશ્રમને વખાણનારા સાધુઓ અને સંસારીઓ પોતાનું તે બગાડે છે અને તેમની સાથે પારકાનું પણ બગાડે છે. બંનેને આ ભવ તો નિષ્ફળ નીવડે છે એટલું જ નહીં પણ ઉલટ પાપનો પોટલો બાંધી નરકગામી થાય છે. ગૃહસ્થાશ્રમને વખાણનારા સાધુઓને અને સંસારીઓને એક વાર નહીં પણ હજાર વાર ધિક્કાર છે. એમ શાસ્ત્રઆધારે હું તમને કહું છું.
ધન્ય છે બે ભવી જીવોને! તે મોક્ષાભિલાષી બે જીવોની ઓળખાણ કરાવતાં મને આજે ઘણો જ આનંદ થાય છે. કસ્તુરશેઠ તે તમારા શહેરનાજ છે, તેમને તમે સારી રીતે ઓળખો છે. તેમનાં વખાણ કર્યા કરતાં મારે તેમનાં પુણ્યશાળી, ધર્મરાગી, ધર્મપત્ની તારાબાઈનાં વખાણ કરવાં પડે છે. યુવાન વય હોવા છતાં પિતાના ધણીને ઉલાસથી દીક્ષા અપાવે છે; કેટલો બધે તેમને ધર્મરાગ ? કેટલી બધી સાધુ પ્રત્યે ભક્તિ! અને કેટલી બધી ધર્મ ઉપર શ્રદ્ધા ! આવી સ્ત્રીઓ જ્યારે પાકશે અને પિતાના ધણીને પાસે રહી દીક્ષા અપાવશે ત્યારેજ ધર્મ અને સમાજને ઉદ્ધાર થશે. હું તારાબાઈની શ્રદ્ધા માટે જેટલાં વખાણ કરું તેટલાં ઓછાં છે. હાલમાં તે એવી ફુવડે પાકી છે કે ધણું દીક્ષા લેવા નીકળે છે એટલે તે સાધુનાં છાજી લે છે અને ખુબ રૂદન કરી દુનિયાની દયા મેળવી સાધુને ફજેત કરે છે. ધિક્કાર છે તેવી કુલટા સ્ત્રીઓને.
ઘણું દીક્ષા લેતે હોય તે તારાબાઈની માફક તેમાં ઉલટથી ભાગ લે અને મોહ માયા અને રાગ રૂપ ઝેરી સર્પોને શ્રદ્ધા રૂપ મજબુત લાકડી ઉપર ચડાવી દુર ફેંકી દેવા જોઈએ. ધન્ય છે તે પુણ્યશાળી જીવને કે પિતાના ધણને મોક્ષ માર્ગે ચડાવી પોતે આનંદ માને છે.
હવે બીજાં દીક્ષાભિલાષી ચતુરાબાઈ છે. તેમનાં માબાપ અત્રે આવ્યાં છે, તે કનકનગરનાં રહીશ છે. જેવાં ધર્મરાગી માબાપ તેવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
દીક્ષાર્થીઓની ઓળખાણુ.
६७
તેમનાં દીકરી પાકે તેમાં શી નવાઈ ? છ માસથી તેમનું મન દીક્ષા તરફ વળી ગયું છે. માબાપ આગળ તે વિચાર જાહેર કરતાં માબાપ ઘણાંજ ખુશી થયાં ! એ દિવસ કયાંથી કે દીકરી દીક્ષા લે. પરણેલી છે એટલે તેના ધણની રજા જોઈએ, એમ લોકલાજની દષ્ટિએ તેના માબાપની માન્યતા હોવાથી માબાપે તેમના જમાઈની સંમતિ પણ પત્ર લખીને મંગાવી છે. આ સ્થળે પણ મારે ચતુરાબાઈ કરતાં તેમના વિદ્વાન પતિ રમણિકલાલ નાણાવટી જે ગ્રેજ્યુએટ છે તેમની પ્રશંસા કર્યા વિના ચાલતું નથી. અંગ્રેજી ભણેલા છે છતાં ધર્મ ઉપર અને તેમાં વળી દીક્ષા ઉપર કે રાગ છે અને પિતાની યુવાન સ્ત્રીને દીક્ષા લેવા માટે ખરા દિલથી હા પાડે છે તે તેના આવેલા સંમતિ પત્ર ઉપરથી સ્પષ્ટ જણાય છે. દિલગીરી એટલી છે કે તે હૈોસ્પીસ્ટલમાં અસાધ્ય માંદગીના બિછાને પડેલા છે એટલે અત્રે આવીને દીક્ષામાં ભાગ લઈ શકતા નથી. તેમને પત્ર વાંચવા જેવું છે માટે ધરમચંદશેઠ તે પત્ર સભા સમક્ષ વાંચી સંભળાવશે.”
આચાર્યની આજ્ઞા થવાથી ધરમચંદ શેઠે તે કાગળ મોટા અવાજે વાંચી સંભળાવ્યો કે આચાર્ય બોલ્યા “કેમ કેવો પત્ર છે? હાલમાં કેટલાક અંગ્રેજી ભણું અંગારા પાકેલા છે તેમને માટે આ પત્ર એક દિષ્ટાંત રૂપ છે. કનકનગરની “વર્ધમાન વિદ્યાલય”ના કાર્યવાહકે ઉપર મોકલી આપવા જેવો છે. ધન્ય છે તે રમણિકલાલને, ચતુરાબાઈને અને તેમનાં માબાપને.
આ પ્રમાણે આચાર્યશ્રી દીક્ષાભિલાષીઓની ઓળખાણ અને પ્રશંસા કરી રહ્યા છે તેવામાં છાપખાનાવાળાને માણસ આવીને ન્યાતના શેઠના હાથમાં એક બંડલ આપી ચાલ્યો ગયો. તે જોઈ આચાર્યે પુછ્યું “કેમ શેઠ શું છે?”
“સાહેબ! કાલના દીક્ષા મહોત્સવની કંકુત્રીઓ છપાઇને આવી છે.” એમ કહી બંડલ છેડી તેમાંથી પાંચ પ્રતો મહારાજના હાથમાં મુકી અને બીજી બધાંને વહેંચવા માંડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
આચાર્યશ્રી નિમંત્રણ પત્રિકા જોઈ ખુબ મલકાયા, ધારેલો હેતુ પાર પડવાથી આનંદનો પાર રહ્યા નહીં. પિતાના નામની આગળ મુકાયેલા ત્રણથી ચાર ફુટ જેટલી લંબાઈવાળા અનેક પ્રકારના અલંકારનું અને વિધવિધ ગુણાનુવાદોનું વિહંગાવલોકન કરી સહી કરનાર ન્યાતના શેઠ મનસુખલાલને સંપૂર્ણ પ્રસન્ન મુખે સંબોધન કરી આચાર્યશ્રી કહેવા લાગ્યા “શેઠ ! આ આમંત્રણ પત્રિકાઓ તમામ ભાઈ બેનેને વહેંચાઈ રહ્યા પછી તમે જરા મોટા અવાજે ઉભા થઈ વાંચી સંભળાવો, જેથી શ્રાતાજને સમજી શકે. અત્રે બિરાજમાન થયેલી કેટલીક બેને એવી હશે કે જેમને વાંચતાં પણ નહીં આવડતું હોય, માટે મનસુખલાલ શેઠ! બરાબર શબ્દોચ્ચાર સ્પષ્ટ રીતે કરી નિમંત્રણ પત્રિકા શ્રવણ કરાવો જેથી તેમાં રહેલું રહસ્ય બાળજીવને પૂરેપૂરું સમજવામાં આવે. આવા પ્રસંગે ફરી ફરીને આવતા નથી, એ તે પૂરે પુણ્યને ઉદય હેય તેજ આવો અલભ્ય અવસર પ્રાપ્ત થાય છે.
આથી ન્યાતના શેઠ ગભરાયા. મહાજનની જાજમ ઉપર ગાદી ટકીએ બેસી સિંહગર્જના કરવાને મહાવરો હતો પરંતુ આવી સભામાં બલવાને હાવરે નહે, તો પણ શેઠ રહ્યા એટલે ના કહે તો હું દેખાય તેથી હીંમત લાવી ઉભા થયા.
શેઠે આમંત્રણ પત્રિકાને કાગળ હાથમાં લીધે, પણ હાથ થરથર ધ્રુજવા લાગ્યા. વળી મથાળે બાળબોધ અક્ષરે લખેલો લોક દેખ્યો એટલે મુંઝવણમાં અતિશય વધારે થયો. મથાળું વાંચતાંજ એ ગોટાળા વળ્યો કે આખી સભા ખડખડ હસવા લાગી.
આ પ્રમાણે શેઠની મશ્કરી થવાથી આચાર્ય સમજી ગયા કે શેઠને બાળબોધ વાંચવાને જરા પણ અભ્યાસ જણાતું નથી, થr કરીનાય નમઃ એટલા સાદા અને સરળ શબ્દો વાંચતાં જ જીભના લોચા વાળા અને હસી થઈ તો હવે પરમ પવિત્ર પ્રવાહીસર એ વાક્ય તેમનાથી શી રીતે વંચાશે !! જોડાક્ષર વાંચવામાં પૂરેપૂરી તેમની ફજેતી થશે તેથી આસપાસ નજર ફેરવી આચાર્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૯
દીક્ષાની આમંત્રણ પત્રિકાનું વાંચન. unaonanamin શ્રીએ સમયસુચકતા વાપરી શેઠની જોડે બેઠેલા રસિકલાલને આંગળી કરી કહ્યું “રસિકલાલ તમે આમંત્રણ પત્રિકા વાંચે. શેઠ આજે ઉતાવળમાં ચશ્મા ઘેર ભૂલી ગયા છે તેથી તેમને વાંચતાં ફાવતું નથી. માટે વાંચવાની તસ્દી તમે લે.”
રસિકલાલ તરતજ ઉભે થયો અને શેઠના હાથમાંથી પત્રિકા લઈ નીચે પ્રમાણે બુલંદ અવાજે વાંચવા લાગ્યો–
|| શ્રી વીનાય નમઃ | परम पवित्र प्रव्रज्यामहोत्सवप्रसंगे
*यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्टते । यं तीर्थ कथयति पावनतया येनास्ति नान्यः समः । यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते । स्फूर्तिर्यस्य परावसन्ति च गुणा यस्मिन्स संघोऽर्थ्यताम् ॥
સુગુરૂચરણકમલોપાસક, સમ્યકત્વ મૂળદ્વાદશત્રત સમારાધક, પરમ દેવગુરૂભક્તિકારક, સમાનધાર્મિક બધુવર્ગવાત્સલ્યધારક, ધમપ્રેમી, માર્ગાનુસારિવાદિ ગુણગણવિભૂષિત, સર્વસટ્ટુણાલંકૃત, સમસ્ત શ્રમણોપાસક, શેઠ સાહેબ.
ગ્યશ્રી ભદ્રા પૂરીથી લી. સકળસંધ તરફથી શેઠ મનસુખલાલ હરખચંદના પ્રણયપૂર્વક જય જીનેન્દ્ર વાંચશોજી, અત્રે શ્રીસંઘમાં શ્રીદેવગુરધર્મપસાયે આનંદ મંગળ વર્તે છે.
જેની બુદ્ધિ સંસારનો ત્યાગ કરવા તરફ અર્થાત્ વૈરાગ્ય માર્ગ તરફ વળે છે અને મુક્તિને અર્થ સાવધ રહે છે, જેને પવિત્રતાને લીધે તીર્થરૂપ કહેવામાં આવે છે, જેની સમાન બીજે કાઈ પણ નથી, જેને તીર્થંકર પાતે નમસ્કાર કરે છે (વ્યાખ્યાન સમયે નમો તિથ્થસ્સ કહે છે. જેના વડે સજનેનું કલ્યાણ થાય છે, જેને મહીમા ઉત્તમ પ્રકારે પ્રવર્તે છે, જેમાં ગાંભીર્ય
ય, આદાય વીગેરે સદગુણે વસે છે એવા ચતુર્વિધ સંઘની, હે ભવ્યજને ! પૂજા કરે, ભક્તિ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
७१
પ્રકરણ ૧૦ મું.
વિશેષ વિનંતી સાથે અમે વિનવીએ છીએ કે પંચમહાવ્રતધારક, સમ્ય જ્ઞાન ક્વિાન્વીત, ઉત્તમોત્તમ ગુણાલંકૃત, સરસ્વતી કંઠાભરણ, શાસનોન્નતિપરાયણ, પ્રાતઃસ્મરણીય, આગમાદ્ધારક, સકળ સિદ્ધાંત મહેદધિ, ન્યાયવિશારદ, વાચસ્પદી, કવિકુલ કિરીટ, તર્કવ્યાકરણાદિ વિવિધ શાસ્ત્રજ્ઞ શીરોમણી, સુનીતિભાસ્કર, જગતગુરૂશાસનસમ્રા, પ્રવચનત ક્રિયાકલાપ, પંચપ્રસ્થાનમય શ્રીસૂરિમંત્રસમાધારક, મહામહોપકારી, કૃપાસિંધુ, સકળ હૃદયસંશય વિદારક, ભદધિતારક, અખંડ સુખશાંતિદાયક, દયાનિધિ, મોક્ષમાર્ગદર્શક, ધર્મસ્તંભ તપોનિષ્ટ, રિચકચકવત, તપાગચ્છાધિપતિ ભટ્ટારક પરમપૂજ્ય આચાર્ય મહાધિરાજ શ્રીશ્રી શ્રીશ્રી ૧૦૦૮ શ્રીમાન વિજયસૂર્યસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી અત્રેના પોપકારી બારવ્રતધારી શેઠજી કસ્તુરભાઈ અભયચંદ તથા કનકનગર નિવાસી શેઠજી મગનભાઈ ઉમેદચંદનાં ધર્મરાગી સુપુત્રી અખંડ સૌભાગ્યવતી ચતુરાબેન પિતાના નિર્મળ હૃદય અને પવિત્ર શુદ્ધ ભાવથી માહ વદ ૭ ના સવારે બરાબર કલાક ૯ને ૧૭ મીનીટે (ટેંડર્ડ થઈમ) પરમ મંગળકારી, મુક્તિદાયક દીક્ષા ઉપરત આચાર્યશ્રીની પાસે અંગીકાર કરવાનાં છે. તે નિમિત્તે સવારે સાત વાગે ગાજતે વાજતે વર જૈન ધર્મશાળામાંથી નીકળી શહેરમાં ફરી વિકટેરીઆ દરવાજે આવેલી સાર્વજનિક વાડીમાં ઉતરશે જ્યાં દીક્ષાની ક્રિયા કરવામાં આવશે. તમામ ક્રિયાઓ શાસ્ત્ર પ્રમાણે વિધિ સહિત બરાબર વખતસર સાધવાની હોવાથી સૌ ભાઈ બેને વહેલાં તૈયાર થશે. આવા મંગળકારી વોડામાં અને દીક્ષા સમારંભમાં સહકુટુંબ અને મિત્રમંડળ સહિત પધારી જિનશાસનની શોભામાં વૃદ્ધિ કરશે.
આ સાથે જણાવવાની રજા લઈએ છીએ કે શેઠ ધરમચંદ તરફથી બાઈ ચતુરાના દીક્ષા નિમિત્તે માહ વદ ૭ ના રેજ તથા તેમના અઠ્ઠાઈઉત્સવ નિમિત્તે માહ વદ ૯ ના રોજ સ્વામીવત્સલ છે. તે સાથે શેઠ કસ્તુરભાઈની દીક્ષાના ઉલ્લાસ અથે તેમનાં ધર્મપત્ની અ. સે. તારાબાઈ તરફથી માહ વદ ૧૦ ના. દિવસે પણ સ્વામીવત્સલ છે માટે આવા અલભ્ય પ્રસંગને લાભ લેવા પ્રમાદ નહીં સેવતાં જરૂર પધારશે એવી આશા છે. ભદ્રાપુરી-જૈન ધર્મશાળા લ. શ્રી ચતુર્વિધ સંધપાદપંકજ સેવક
| ન્યાતના શેઠ મનસુખલાલ હરખચંદના માહ વદ ૬. J
જીતેન્દ્ર વાંચશોજી.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
દીક્ષાની આમંત્રણ પત્રિકાનું વાંચન.
૭૧
ઉપર પ્રમાણે નિમંત્રણ પત્રિકા એવી છટાથી અને સ્પષ્ટ ઉચ્ચારથી રસિકલાલે વાંચી કે સૌ તેના ઉપર ખુશી થઈ ગયાં. અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યાં. “અરે વાંચતા વાંચતાં જીભના કકડે કકડા થઈ જતા હતા” એમ કહી કેટલાંક સ્ત્રી પુરૂષો તારીફ કરતાં હતાં. “આવો કઈ ન્યાતને શેઠ પાકે તે હમણાં ન્યાતમાં સુધારો થાય, જે શેઠ કંકુત્રી ન વાંચી શકે તે આપણે શું કલ્યાણ કરશે? ઠીક થયું કે મહારાજે ચશ્માનું બહાનું કાઢી શેઠને બેસાડી દીધા, નહીં તે આજે પૂરેપૂરે તેમને ફારસ હતે.”
આમ ઉગારે નીકળવા લાગ્યા અને લોકો રસિકલાલ તરફ આકર્ષાયા. પત્રિકામાં આચાર્યના નામની આગળ લાગેલાં વિશેષણની લાંબી શબ્દાવલી રસિકલાલે ખાસ ભાર દઈ ધીમે રહી મધુર સાદે સ્પષ્ટ ઉચ્ચારથી વાંચી સંભળાવ્યાથી આચાર્યના હદયનો આનંદ ઉભરાઈ જતો હતો. સમજુવર્ગ તે તે અતિશયોક્તિ ભરેલાં વિશેષણ તરફ હાસ્યની દૃષ્ટિથી જેતે હતે.
એટલામાં દુરથી અવાજ આવ્યો કે “કંકુત્રીમાં સહી તો શેની બળી છે પણ વાંચતાં તે શેઠને જાણે ટાઢીએ તાવ ચડ્યો હોય એમ ધ્રુજવા લાગ્યા તેનું શું કારણ? જેની સહી હોય તેણેજ પત્રિકા વાંચવી જોઈએ જેથી લોકો સમજે કે લખનાર પિતે છે કે કોણ છે? મોટા મોટા જડબાતોડ શબ્દોમાં વખાણ કર્યા છે તે તમામ જ્ઞાન આચાર્યમાં છે કે કેમ તેને ખુલાસે શેઠ આપશે ?”
“એ તો એમજ ચાલે” એમ રસિકલાલે હસીને કટાક્ષમાં જવાબ આપી ટુંકામાં પટાવ્યું.
આ પ્રમાણે આજનું વ્યાખ્યાન પૂરું થયું અને સભા વિસર્જન થઈ. શહેરમાં ઠામ ઠામ છુટથી આ દીક્ષામહોત્સવની નિમંત્રણપત્રિકાઓ ધરમચંદના ખાંધીઆઓ છુટથી વહેંચવા મંડી પડયા. કેટલીક તો બુક પોસ્ટ કરી ટીકીટ લગાડી ટપાલ પેટી ભરી નાખી. શહેરમાં દીક્ષા ને દીક્ષાની વાતે ચાલી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
પ્રકરણ ૧૧ મું.
પ્રકરણ ૧૧ મું.
દીક્ષાસમારંભ અને વાતાવરણના પડઘાની પત્રિકાએ
ભલે ને હોય તે રાજા, ન દુનિયા કેઈને છેડે, જુએ તેવી કરે ટીકા, ન દુનિયા કેઈને છેડે. ભલે ને હોય સંસારી, ભલે ને હોય સંન્યાસી,
બધાની તે કરે ટીકા, ન દુનિયા કોઈને છેડે–લેખક. માહ વદ ૭ ના દિવસે પ્રાત:કાળે શેડ કસ્તુરચંદ મેનામાં બેશી ગાજતે વાજતે ધર્મશાળા આગળ આવ્યા, ત્યાં સઘળાં સ્ત્રી પુરૂષો ભેગાં થયાં હતાં, ત્યાંથી ચતુરાબાઈને પાલખીમાં બેસાડવામાં આવી અને રીતસરને વરઘોડે ચાલવા માંડ્યું. જૈનધર્મના નિશાન તરીકે સૌથી આગળ છેદ્રધજા ફરકતી હતી, પછી નગારશી કે ગડગડાટ ભરેલા અવાજથી પ્રેક્ષકોને જાગૃત કરતે હોતે, પછી મોટું મીલટરી ઍડ છત્રીસ સૂરથી જોનારનાં મન રંજન કરતું હતું, ત્યાર બાદ મોટા ઠાઠથી સાજન ચાલતું હતું. ન્યાતના શેઠ અને ધરમચંદ શેઠ જાણે ધર્મને અને સમાજનો ઉદ્ધાર કરતા હોય તેમ આગેવાની ભરેલો ભાગ લઈ મલકાતા મલકાતા ચાલતા હતા. રસ્તામાંથી કેટલાક જાણીતા ગૃહસ્થોને તેમની દુકાનેથી ઉઠાડી પોતાની સાથે સાજનમાં ખેંચતા હતા. તે પછી કસ્તુરશેઠની મેના, પછી ચતુરાની પાલખી અને તે પછી સ્ત્રીઓ ગીત ગાતી ચાલતી હતી. બે સ્ત્રીઓએ નામણ દીવો પકડેલો હતે. તારાબાઈએ ઉંચા પ્રકારનાં સુશોભિત કપડાં અને અલંકાર સજી કસ્તુરચંદના ઉપકરણની છાબ પૂર ઠાઠથી ઉપાડી હતી, ધરમચંદનાં પત્ની હર્ષભેર ચતુરાના ઉપકરણની છાબ ઉપાડી કાર્યવાહિકા તરીકે ચાલતાં હતાં. આવા ઠાઠથી ચાલતે વરઘોડો શહેરના મુખ્ય મુખ્ય લત્તાઓમાં ફરી વિકટેરીઆ દરવાજે સાર્વજનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
વાતાવરણના પડઘાની પત્રિકાઓ.
૭૩
વાડીમાં વખતસર ઉતર્યો. જ્યાં આચાર્ય, મુનિ મહારાજે અને સાધ્વીઓ આગળથી આવીને બિરાજમાન થઈ ગયાં હતાં. આચાર્યની આજ્ઞાથી દીક્ષાની ક્રિયાની તમામ સામગ્રી તૈયાર થઈ ગઈ હતી. સભાની વચ્ચેના ભાગમાં નાણ માંડવામાં આવી અને લેકે દીક્ષાની ક્રિયા જેવાને આતુર બની ગયાં.
ચતુરાને પાલખીમાંથી ઉતારી એક એરડીમાં તેનાં સગાં અને સાધ્વી લઈ ગયાં, જ્યાં તેના શરીર ઉપરના દાગીના ઉતારી નાખવામાં આવ્યા. હજામે ફકત પાંચ વાળ માથા ઉપર રાખી તમામ વાળ કાઢી નાખ્યા. પછી હજામને બહાર કાઢી ચતુરાને સ્નાન કરાવી સાધ્વીનાં કપડાં પહેરાવવામાં આવ્યાં. આ બધી વિધિ ચતુરાનાં સગાં તથા સાધ્વીઓએ પાસે રહી કરાવી. આ વખતને એારડી અંદરનો દેખાવ ગમગીની ઉપજાવે તેવા હતા. ચતુરા અને તેની માના આંખમાંથી ખરખર આંસુ ખરતાં હતાં. તેનાં સંસારીપણાનાં કપડાં તથા દાગીના તેની માએ પોતાની પાસે રાખી લીધાં. આ પ્રમાણે સાધ્વીનાં કપડાં પહેરી એ લઈ ચતુરા નાણુ આગળ આવીને ઉભી રહી. એજ રીતે કસ્તુરચંદશેઠ પણ બીજી ઓરડીમાં હજામત કરાવી ફકત પાંચ વાળ રાખી સ્નાન કરી સાધુનાં કપડાં પહેરી એ લઈ નાણુ આગળ આવીને ઉભા રહ્યા.
પછી દીક્ષાની ક્રિયા શરૂ થતાં એક સાધુએ કસ્તુરચંદના માથે રાખેલા પાંચ વાળ ખેંચી લોચ કર્યો, તે પ્રમાણે એક સાધ્વીએ ચતુરાના માથામાં રાખેલા પાંચ વાળની લોચક્રિયા કરી. આ દયથી પ્રેક્ષકોને આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. પછી કેટલીક વિધિ કરી માથા ઉપર વાસક્ષેપ નાખતી વખતે કસ્તુરચંદને કસ્તુરવિજય એ નામ આપવામાં આવ્યું અને તેમને ચકોરવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. અને ચતુરાના માથા ઉપર વાસક્ષેપ નાખતી વખતે તેને ચતુરથી એ નામ આપવામાં આવ્યું અને તેને કંચનશ્રીની ચેલી તરીકે જાહેર કરવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
७४
પ્રકરણ ૧૧ મું.
આ પ્રમાણે દીક્ષાની વિધિ પૂરી થવા આવી કે ચાર પાંચ યુવકેએ આમંત્રણ પત્રિકા જેવી બીજી પત્રિકાઓ એકદમ છુટથી વહેંચવા માંડી. ડાજ વખતમાં દરેક સ્ત્રી પુરૂષના હાથમાં તે પત્રિકા પહોંચી ગઈ. કોઈ કોઈ તે રાગ કાઢી ધીમે ધીમે વાંચવા પણ લાગ્યા. આથી આચાર્ય અને બીજા સાધુઓનું લક્ષ તે પત્રિકા તરફ ખેંચાયું. જાણવાની ઈ-તેજારી વધી અને ધીરજ નહીં રહેવાથી આચાર્યો કોઈની પાસેથી વાંચવા માગી લીધી. તેમના મનમાં કદાચ હશે કે આવા માંગલિક પ્રસંગે કઈ ધર્મરાગીએ સમયને અનુસરતું અને તેમના ગુણાનુવાદનું કાવ્ય લખ્યું હશે પણ વાંચતાં તે તેમાંથી જુદુ જ નીકળ્યું. સમયને અનુસરતું તે હતું પણ તેમને રૂચે તેવું નહીં નીકળવાથી તિરસ્કાર યુકત હાથમાંથી તે પત્રિકા ફેંકી દીધી. આનંદથી ઉજવાયેલા ઉત્સવમાં આ જરા તેમને વિધરૂપ લાગ્યું, ક્રોધ જાગૃત થયો પણ ચકોરવિજયની દવા એવી અકસીર હતી કે તે પાછો શમી ગયો અને કાંઈ બોલ્યા નહીં.
એટલામાં એક માણસ હીંમત લાવી ઉભો થઈ પત્રિકાવાળું કાવ્ય મધુર સાદથી ઉંચા અવાજે ગાવા લાગ્યો. શરૂઆતમાં જરા જરા ગરબડ થઈ પણ તેને કંઠ એવો કેમળ અને કર્ણપ્રિય હતા કે સૌ થોડી વારમાં શાંત થઈ ગયાં અને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યાં.
આ વાત આચાર્યને રૂચી નહીં તેથી એકદમ શેઠને હુકમ કર્યો “તેને બેલતે બંધ કરે.” આ પ્રમાણે મહારાજશ્રીને હુકમ થતાંજ ચારે બાજુથી પોકાર થઈ રહ્યા કે “ શા માટે બંધ કરે છે ? બેલવા દે. ન્યાતના શેઠ હોય કે ગમે તે હોય તેને શું અધિકાર છે કે બોલતાં અટકાવે ?”
શેઠ સમય ઓળખી ગયા, લોકલાગણી પણ સમજવામાં હતી તેથી આચાર્યની પાસે જઈ કાનમાં કહેવા લાગ્યા. “સાહેબ! આ વખતનું વાતાવરણ જુદું છે? જે આપણે તે લોકોને ઉભરે બહાર નહીં પાડવા દઈએ તો જબરું તોફાન થશે. અહીં હમણાં “અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
વાતાવરણના પડઘાની પત્રિકાઓ.
૭૫
-
.", '
જV
V
VVV .
" , "
" , " . " , "
, "
- --~--
દીક્ષા પ્રતિબંધક સમાજ” નીકળે છે તેને પુષ્ટિ આપનાર ઘણા લોકે છે, માટે અત્યારે ગમ ખાઈ જાઓ. તે લોકે બીજું શું કરવાના છે? ગાઈને ઘાંટો બેસાડવા દે, આપણે વચ્ચે બેલવાની જરૂર નથી.” એમ મહારાજના કાનમાં વાત કરી શેઠે ગાવાની છુટ આપી. આમ સત્યાગ્રહથી જાહેર રીતે છૂટ મળવાથી તાળીઓને ગડગડાટ મચી રહ્યા અને તે યુવક નીચે પ્રમાણે કાવ્ય મોટા અવાજે અને સ્પષ્ટ સમજાય તેવી રીતે લલકારવા લાગે.
ભવિષ્યવાણી. ( પ્રભાતીઉં– જળકમળ છાંડી જા તું બાલા – એ રાહ ) હે સુજ્ઞ કસ્તુરશેઠજી ક્યાંથી સુઝી આવી મતિ?
- ક્યાંથી સુઝી આવી મતિ ? વિચાર શું કરતા નથી? કેવી થશે સ્ત્રીની ગતિ? એ ટેક. દીક્ષાજ જે લેવી હતી, પરણ્યા શું કરવા સુંદરી ? હાથે કરી વિધવા કરી, જરીં શું દયા નથી આવતી? હે સુજ્ઞ- ૧ શૃંગાર માંહે રાચની, રતિથી પૂરી વિકાસતી, નિર્દય બનીને હાથથી છેદી કળી શું ખીલતી ? હે સુજ્ઞ૦ ૨ દિવસ અરે શિદ ગાળશે? વૈભવ અરે શિદ માણશે? તે ઠાઠથી જે મહાલશે, કરશે ટીકા દુનિયા અતિ, હે સુજ્ઞ- ૩ નિજ કામને જે મારશે, સંતોષ માની ચાલશે,
જે જીવન સાદું ગાળશે, તે તો તમારી કીરતી. હે સુજ્ઞ૦ ૪ શૃંગાર જે છેડી દઈ, વૈરાગ્યને સાથે લઈ જે ચાલશે સીધી રહી છે તે થશે સાચી સતી. હે સુજ્ઞ૦ ૫ પણ આ યુવાની કારમી, અંકુશમાં જે નવ રહી, વંડી ગયેલી જાણવી નકકી તમારી યુવતી, હે સુજ્ઞ૦ ૬ બુરી દશા તેની હવે ! સંભાળ તેની કોણ લે?
બેઠા તમે ઉપાશ્રયે ! તે એકલી છે ઝૂરતી ! હે સુજ્ઞ૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું. પ્રીતિ થઈ જે ભોગથી, પ્રીતિ થઈ જે જેગથી, નવ હાથ રહેશે કેઈથી, કરશે ઉભે બીજો પતિ. હે સુજ્ઞ૦ ૮ આ અંધ શ્રદ્ધાની મહીં પરિણામ સારું છે નહીં, માને મહાસુખનું સહી, આંખ ઉઘાડેને રતિ. હે સુજ્ઞ૦ ૯
લી. જાણભેદુ જન આ એક કાવ્ય પૂરું થયું કે આચાર્યશ્રીને મીજાજ ખસી ગયો. ક્રોધાયમાન થઈ તે કહેવા લાગ્યા “બસ હવે બંધ કરે. હું વધારે સાંભળવા માગતો નથી. આવા માણસને આ વાડીમાં કોણે દાખલ થવા દીધા? બસ હું ચાલ્યો જાઉં છું.”
આ શબ્દોની સાથેજ ચારે બાજુ મેટે શોરબકોર થઈ રહ્યા. મળેલી મેદનીમાંથી અનેક પ્રકારના ઉદગારે નીકળવા માંડયા.
“શું બેટું લખ્યું છે? દુનિયા તે દેખે તેવું કહેશે, પાદશાહની પણ પૂઠ છે.”
“દીક્ષા લેવી હતી તે શેઠ જખ મારવા આવી યુવાન સ્ત્રીને પરણ્યા.”
“બસ ચાલવા દે, બેલતા કોણ બંધ કરનાર છે? આચાર્યને ન પાલવે તે જાય, કેણ રેકી રાખે છે?”
એમ ઉપરા ઉપરી વાજ્યનાં બાણે છુટવા લાગ્યાં કે ન્યાતના શેઠે ઉભા થઈ મહારાજને ઉઠતા અટકાવ્યા અને કાનમાં જણાવ્યું કે “મહારાજ! આજને મામલો ગંભીર છે, માટે વિચાર કરી કામ કાઢી લેવાનું છે, બીજી વખત પણ ગમ ખાઓ. હજુ ત્યાંનું કામ અટપી લેવાનું છે. માટે અત્યારે તદન નમતું. મુકે. નહીં તો મેટો ભવાડો થશે અને કિનારે આવેલું વહાણ ડુબી જશે. આ યુવક ટોળીમાં મેટાઓના હાથ છે માટે શાંત રહે. ગરબડ થશે તે પેલી વાત પ્રકાશમાં આવશે અને ફજેતી થશે” આમ ભેદી વાત કરી મહારાજને શાંત કર્યા કે પેલો યુવક બીજું કાવ્ય તેજ રાગમાં ઉંચા
સ્વરે નીચે પ્રમાણે ગાવા લાગ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
વાતાવરણના પડઘાની પત્રિકાઓ.
૭૭
ભક્તિ કે કાયરતા? (પ્રભાતીલ - જળકમળ છાંડી જા તું બાળા – એ રાહ) હે ચતુર સદગુણ સુંદરી! આ ભક્તિ કયાંથી આદરી?
આ ભક્તિ ક્યાંથી આદરી ? વૈરાગ્ય માર્ગ સંચરી, સંસાર શું ગઈ વિસરી ? એ ટેક. સૌભાગ્યવતી તુજ જીંદગી, પ્રભુની કૃપા તે માનવી, આ સર્વ શું ભૂલી ગઈ? ઉઘાડી જે જરી. હે ચતુર ૧ વિચાર કર તું પ્રથમમાં, શો ધર્મ તારો જગતમાં? બાજી ગુમાવીશ મમતમાં, ગઈ પળ નહીં આવે ફરી. હે ચતુર૦ ૨ સ્વામીની ભક્તિ સ્વામી સેવા, સ્વામી નિજ સુખ માનવું, સ્ત્રીને પતિ સાક્ષાત દેવા, શાસ્ત્રવાનું આ ખરી. હે ચતુર ૩ સ્વામી ભલે દુઃખદાયી હો, દુઃખીઓ ભલે કે રોગી હે, ભેગી ભલે કે જેગી હે, સતિને સદા તે ઈશ્વરી. હે ચતુર ૪ ઘરકામ તું ભૂલી ગઈ, પર કામમાં રાચી રહી, સેવા પતિની નવ ગમી, દરકાર પતિની નવ કરી. હે ચતુર૦ ૫ પતિભક્તિ વિસારી દઈ પ્રભુભક્તિમાં ડૂબી ગઈ, પતિદુઃખથી છુટી થઈ, પતિભક્તિ લાગી આકરી. હે ચતુર ૬ આ ભક્તિ પ્રભુ સ્વીકારશે કે ન્યાય છે તે આપશે? પરિણામ કેવું આવશે ? વિચાર કર પ્રભુથી ડરી. હે ચતુર૦ ૭ પતિભક્તિ સાચી માનવી, આફત શીરે ઉપાડવી, ભક્તિ પ્રભુ તે માનશે, લેશે અરજ ઉર તાહરી. હે ચતુર ૮ સુખ દુઃખને માલીક તું, આ જગ્નને દરકાર શું? તું માન કે નહીં માન તું શિક્ષા મહાસુખની ખરી. હે ચતુર ૯
લી. જાણભેદુ જૈન કાવ્ય પૂરું થયું કે લોકેએ તે યુવકને તાળીઓના અવાજથી વધાવી. લીધે. દીક્ષાની ક્રિયાનું કામ સંપૂર્ણ થઈ ગયેલું હોવાથી પ્રભાવના શરૂ થઈ અને મેળાવડ વિસર્જન થયો. ગરદી મટી ગઈ કે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૮
પ્રકરણ ૧૧ મું. અને મુનિ મહારાજે બંને શેઠને સાથે લઈ જન ધર્મશાળામાં ગયા અને સાધ્વીઓ પિતાના ઉપાશ્રયે ગઈ.
ધર્મશાળાના મેડા ઉપર મહારાજ, ધરમચંદ તથા ન્યાતના શેઠ એમ ત્રણ જણની ત્રિપુટીએ ખાનગી મસલત કરી. ઉઠતાં ઉઠતાં ધરમચંદ મહારાજને હીંમત આપી કહ્યું “હું અને ન્યાતના શેઠ જ્યાં સુધી આપના પક્ષમાં છીએ ત્યાં સુધી આપને વાંકે વાળ થવા દેવાના નથી. ભલે સંઘમાં બે પક્ષ પડે, પણ તમને નિર્વિને વિદાય કરીશું. સરકારી કામમાં અમે બે જણ એવા વાકેફગાર છીએ કે એક વાર પોલીસને પણ કાનપટી પકડી ઉભી રાખીએ. ઉધું ચીતું કરવામાં, સામા માણસને ફેડવામાં, પોલીસને મારવામાં અમે પાછા પડીએ તેમ નથી. માટે આપ ગભરાશે નહીં. હીંમત રાખે. હું તે ઠેકાણે જઈ આવું છું. બધું પાર પડી જશે. પણ હવે એટલું કરે કે ક્રોધ કરી ઘાંટા કાઢશો નહીં. ક્રોધથી વિરોધ વધે છે.”
આચાર્ય–“એ તે હું જાણી જોઈને ફ રાખું છું. રફ રાખીએ એટલે સામાવાળા ડરે.”
શેઠ–“એ વાત ખરી પણ તે તો નાના ગામડામાં ચાલે. અહીં ન ચાલે. મેં જણાવ્યું છે કે અને તે રીતસરની દીક્ષા વિરૂદ્ધની ટોળી બંધાઈ છે. તેમાં સમાજને મોટો ભાગ અને ખાસ કરી કેળવાયેલ ભાગ જોડાયેલો છે. શરૂઆતમાં યુવકોને આગળ કર્યા છે પણ પાછળ પીઠ ઠકનાર મોટા મોટા આગેવાન અને કેળવાયેલા ગૃહસ્થ છે. તે પ્રસંગ આવે બધા બહાર પડે તેવા છે. પેલું કામ પાર પડી જાય એટલે આપ વિહાર કરી અહીંથી ઉપડી જાએ ચંદ્રાવતી દેશમાં કે કેાઈને ત્યાં પત્તો લાગે નહીં.”
આચાર્ય “મારે પણ એજ વિચાર છે. કહો તે વદ નવમીના દિવસેજ વિહાર કરું.”
શેઠ–“દશમના દિવસે દીક્ષાની નવકારશ્રી છે એટલે તે પહેલાં વિહાર કરો તે ઠીક કહેવાય નહીં અને આપણું વિરોધી ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાની અફવા અને તપાસ.
૭૯
કહેશે કે કેવા ડરીને ઉપડી ગયા. ભલે અગીઆરશે વિહાર કરે.”
આચાર્ય–અગીઆર નહીં પણ બારશે સવારે નીકળીશ.” શેઠ–“બારશ તે બડબડતી કહેવાય, બડબડાટ કરાવે.”
આચાર્ય-“એ બડબડાટનો ગરબડાટ તમારે સંસારીઓને માટે. બારશને દિવસ ઉતમ છે, સવારે સાત વાગે નીકળીશું. માટે તે દરમીઆન બધુ સંભાળી લેજે. મને પેલી વાતની ઘણું ચિંતા રહે છે. સાધ્વીઓને પણ સાથે લેવાની છે. કંચનશ્રીને ખાનગીમાં કહેજે એટલે તે બરાબર તજવીજમાં રહે. પેલી નાની સાધ્વીઓને કચવાટ ચાલે છે એટલે અહીં રહ્યામાં ફાયદો નથી. જે ઉશ્કેરનાર મળી આવે તે વિનાકારણ વિન આવીને ઉભું રહે.”
મહારાજ! બધી તજવીજ કરીશ. બેફિકર રહો” એમ હીંમત આપી કાનમાં ખાનગી વાત કરી ધરમચંદને સાથે લઈ ન્યાતના શેઠ ત્યાંથી વિદાય થયા.
પ્રકરણ ૧૨ મું.
હુપી દીક્ષાની પફવા અને તપાસ. * First to doubt, then to inquire and then to gutl. discover has been the process univers." followed by our great teachers.
ભદ્રાપુરીમાં ઘણા ઘણા સ્થળે અને જે દીક્ષાના અખાડાવાળા ઘેરે ઘેર દીક્ષાની વાતો થવા લાગી. પ્રજાપ્યાં આજે માહ વદ ૭ના દિવસે બધે હેવાલ પ્રકટ થયો. પેલી બે પત્રિકા દીક્ષા આપનાર સાધુ તથા અક્ષર પ્રસિદ્ધ થયાં અને તેના ઉપર બી. માટે શેઠ ચીમનલાલને ત્યાં
વાળ પકડાશે ? આ છોક- પ્રથમ શંકા, પછી તેને તપાસ અને અંદર અંદર તકરાર પડી છે. પદ્ધતિને જ આપણું મય ઉપદેશકે સર્વમાન હતી. જૈન ટેટીવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
પ્રકરણ ૧૨ મું..
પણ આવી. બપોરે રસિકલાલ છાપું હાથમાં લઈ વાંચતું હતું એટલામાં ટેલીફેનની ઘંટડી વાગી, રસિકલાલ તરત જ ફેન ઉપર ગયો અને રીસીવર હાથમાં લઈ પુછવા લાગે–
“હેલે! કોણ?” “ચંદ્રકુમાર, તમે કોણ ?”
હું રસિકલાલ, કેમ શું કામ છે ? બેલો.”
“કામ ઘણું જ અગત્યનું છે, હું મારી ઓફિસમાંથી વાત કરું છું. તમારી પાસે તે કઈ નથી ને?”
ના, કેઈ નથી, સુખેથી પુછે, જવાબ આપીશ.”
“આપણું રચેલી બાજીમાં આપણે ફાવી ગયા છીએ, પેલી છુપી દીક્ષાની જે અફવા આવી હતી તે વાત પિલીસ સુધી પહોંચી છે, જે કાંઈ તમારા જાણવામાં હોય તે જાણવા માગું છું. છુપી રીતે પેલા દીક્ષાના અખાડા વાળા શેઠ ચીમનલાલને ત્યાં એક નાના છોકરાને દીક્ષા અપાઈ છે તેવી વાત તમારા જાણવામાં આવી છે?”
હા, માલતી પાસે તે વાત સ્ત્રીઓમાંથી આવી છે, અને ઘણા ભાગે તે વાત સત્ય છે.”
“ અત્યારે મેનેજરને મળવા માટે પોલીસ ઈન્સ્પેકટર મીસ્ટર મેકફર્સન અમારી એફીસમાં આવ્યા છે, તેઓ બંને ઉપરના હૈલમાં
- માં બેઠા છે. મેં તેમને બધી વાત કરી છે. તેમના ઉપર બે પીઠ ઠકનાર છે પણ આવેલા છે. વધુ ખાત્રી કરવા માટે મારી તે પ્રસંગ આવ બલા છે. માટે તમે માલતી પાસેથી તમામ હકીએટલે આપ વિહાર કરી દે અત્રે આવો. ઈન્સ્પેકટરને તમારા આવતા કોઈને ત્યાં પત્તા લાગે નહીંદી આવો.”
આચાર્ય-“મારે પshવું છે. સાહેબજી.” દિવસેજ વિહાર કરૂં.” જ કર. માં વાત ચાલતી હતી તે વખતે માલતી
વાત ચાલતી હતી તે વપ શેઠ “દશમના દિવરતજ મેટર તૈયાર કરવા નોકરને સૂચના વિહાર કરે તે ઠીક કહેવાયની વાતથી વાકેફગાર કરી છુપી દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
છૂપી દીક્ષાની અફવા અને તપાસ.
સંબંધી જે જે માલતીના જાણવામાં આવ્યું હતું કે તે તમામ તેની પાસેથી જાણું લીધું. પોલીસ સુધી દીક્ષાના અખાડાની વાત પહોંચી છે તે હકીકત જાણી માલતીને ઘણો જ આનંદ થયો અને ભાર દઈ કહેવા લાગી. “દીક્ષાના અખાડાવાળા ચીમલાલ શેઠને ત્યાં એક નાના છોકરાને દીક્ષા અપાઈ છે એ વાત જરા પણ ખોટી નથી. જે બરાબર દાબથી પોલીસ કામ લેશે તે જરૂર ભેદ પકડાઈ જશે.”
“તું શાંતિથી જોયા કર, તાલ બરાબર જામશે. આચાર્ય પણ જાણશે કે છાની દીક્ષાઓ શી રીતે અપાય છે? શું સાધુઓ અને અંધ શ્રદ્ધાળુઓના પ્રપંચ!' એમ કહી રસિકલાલ ત્રણ દિવસના પ્રજાપકારના અંક હાથમાં લઇ નીચે ઉતરી મોટરમાં બેશી તરતજ ચંદ્રકુમારની ફીસમાં પહોંચી ગયો. ચંદ્રકુમાર તો રાહ જોઈને બેઠે હતો. રસિકલાલ આવ્યો કે તેને લઈ ચંદ્રકુમાર ઉપરના હોલમાં ગયો. ચંદ્રકુમારે ઇન્સ્પેકટરને રસિકલાલની ઓળખાણ કરાવી. ઇકટર ગુજરાતી ભાષા ઘણું સારી રીતે જાણતો હતો અને તે મેનેજરનો ખાસ મિત્ર હતો. મેનેજરને દીક્ષાની બાબતમાં રસ પડેલો હોવાથી તેણે રસિકલાલને કહ્યું, “હવે જે તમે બરાબર પૂરાવો મેળવી આપે અને પોલીસને મદદ કરે તે બરાબર કેસ ઉમે થાય તેમ છે, પોલીસ પાસે નનામા કાગળ આવ્યા છે તે વાંચે” એમ કહી મેનેજરે ઇન્સ્પેકટર પાસેથી બે કાગળો લઈ રસિકલાલના હાથમાં મુક્યા. રસિકલાલ વાંચવા લાગ્યોમહેરઆન સાહેબ,
અત્રેના રહીશ શેઠ ચીમનલાલ નગીનદાસ જે દીક્ષાના અખાડાવાળા તરીકે અમારી જેન કોમમાં ઓળખાય છે તેને ત્યાં આજે માહ વદ ૭ના દિવસે એક નાના છોકરાને દીક્ષા આપવામાં આવી છે. દીક્ષા આપનાર સાધુ તથા તે ચેલાને તેમના ઘરમાં છુપી રીતે રાખેલા છે. માટે શેઠ ચીમનલાલને ત્યાં એકદમ છુપી રીતે તપાસ કરવામાં આવે તે પળ પકડાશે ? આ છેરાને દીક્ષા આપવા બાબત સાધુઓમાં પણ અંદર અંદર તકરાર પડી છે. ભદ્રાપુરી- માહ વદ ૭
હતી. જેન ટેટીવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
પ્રકરણ ૧૨ મું.
એ કાગળ વાંચી બીજો કાગળ રસિકલાલ વાંચવા લાગ્યો પોલીસખાતાના અધિકારી સાહેબ.
હાલમાં જૈનના સાધુઓ છુપી રીતે મનુષ્યહરણ જેવા કે ધર્મના નામે કરે છે. ગઈ કાલે જે વખતે સવારે વીકટેરીઆ દરવાજે સાર્વજનિક વાડીમાં એક સ્ત્રીને સાધવણુ અને એક પુરૂષને સાધુ બનાવવામાં આવ્યાં હતાં. તે વખતે જેમાં એક કસાઈ જે ચીમનલાલ કરીને કેઈ શ્રાવક વાણીએ છે તેના ઘરમાં ત્રીજે માળે એક છોકરાને છૂપી રીતે એક સાધુએ સાધુનાં લુગડાં પહેરાવી દીધાં છે. છોકરો બિચારે રડ્યા કરતા હતા ત્યારે શેઠ ધમકાવતા હતા. તે બંને જણને ત્રીજા માળે પૂરી રાખેલા છે. આ હકીક્ત તેમના ઘરની પાછળ આવેલા એક મકાનના નાના જાળીઆમાંથી નજરે જેનારે મને કહી છે તે આપની આગળ રજુ કરું છું, માટે તાત્કાળિક તપાસ કરશો તો ખરી હકીકત જણાઈ આવશે. આતે મનુષ્યહરણ નહીતે બીજું શું? ભદ્રાપુરી, માહ વદ ૮,
લી. દયાળુ જનેતર. કાગળ વાંચી રહી રસિકલાલે માથું ઉંચું કરી મેનેજરની સામું જોયું કે મેનેજરે પુછયું, “કહે આની પુષ્ટિમાં તમારી પાસે કાંઈ હકીકત આવી છે ?”
રસિકલાલે જવાબ આપ્યો “હા આવી છે. મારી પાસે જે હકીકત આવી છે તે સ્ત્રીઓ દ્વારા મળી છે. આ બે કાગળમાં જે બીના જણાવી છે તે અક્ષરેઅક્ષર ખરી છે. દીક્ષાની આગલી રાત્રે ચીમનલાલ અને તેમની સ્ત્રી વચ્ચે છોકરાને છુપી દીક્ષા આપવા બાબતમાં તકરાર થઈ હતી. બાઈ ના પાડતી હતી અને કહેતી હતી કે તે છોકરાને દીક્ષા આપવી હોય તો વાડીમાં બીજાં લે છે તેની સાથે આપે. છુપી આપવી નથી. દીક્ષા આપનાર સાધુ પણ સાંજના ઘરમાં આવીને ભરાઈ ગયા હતા. આ વાત તેમની પાડોશમાં રહેનાર સ્ત્રીઓના જાણવામાં આવી અને ત્યાંથી તે વાત મારી પાસે આવી. વળી સાધ્વીના ઉપાશ્રયમાં એક કંચનશ્રી સાધ્વી છે તે તેમની ચેલીએને બહુજ ત્રાસ આપી સતાવે છે, તેમને છુટાં પડવા દેતાં નથી અને સંતોષ પણ આપતાં નથી; જોયું હોય તે ગુલામીગીરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાની અફવા અને તપાસ.
કરાવે છે. તેમાંનાં બે જણાં એક બાઈને ત્યાં વહોરવા ગયેલાં તે તે બાઈ આગળ પિતાના દુઃખની વાત કરતાં હતાં. તે વાતમાં ને વાતમાં સાધુઓમાં થયેલી તકરારની વાત કરી. તે તકરારમાં મુદ્દાની વાત એ હતી કે છુપી દીક્ષા આપવા માટે એક સાધુને કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી, બીજાને કહ્યું ત્યારે બીજાએ પણ ના પાડી. તેથી મહારાજ ગુસ્સે થયા અને તકરાર થઈ. પછી એક મનહરવિજય સાધુ હતા તેમને ત્યાં મોકલ્યા અને દીક્ષા અપાઈ આ વાત તે બાઈએ મારા ઘરમાં કરી. તે વાતમાં પણ ચીમનલાલનું નામ બોલાય છે. વળી ગઈ કાલના માહવદ ૯ ના પ્રજાપકારપત્રમાં દીક્ષા ઉપર થયેલી ટીકાની થોડીક લીટીએ આ વાતને ટેકો આપે છે” એમ કહી રસિકલાલ પ્રજાપકારમાંથી તે ફકર શોધી વાંચવા લાગ્યો–
“આ દીક્ષા મહોત્સવ પ્રસંગે તમામ અયોગ્ય દીક્ષાના હિમાયતી આગેવાન ગૃહસ્થ પધારેલા હતા પરંતુ તેમના ખાસ નેતા શેઠ ચીમનલાલે હાજરી આપેલી નહતી, તેમજ સાધુમંડળીમાંથી મનહરવિજયજી મહારાજ પણ પધારેલા નહતા. ખાનગી કામના દબાણને લીધે કદાચ રેકાઈ ગયા હશે.”
તે પછી જે જે જાણવા જેવા ફકરા હતા તેને લાલ પેન્સીલથી નિશાની કરી રસિકલાલે ઈન્સ્પેકટરને આપ્યા અને આચાર્યશ્રી અને તેમની પ્રવૃત્તિથી ઈન્સ્પેકટરને માહીતગાર કર્યા.
ઇન્સ્પેકટર જાણે ખુશી થયો અને જણાવ્યું “હું આફીસમાં જઈ કેસ તૈયાર કરું છું. મારી ઓફીસમાં પણ કેટલીક જૈનેની બાતમી . મેળવવાનાં સાધન છે. હું અત્યારથી તેજ કામમાં રોકાઉં છું. પટ્સવ આ સાધુઓ આજકાલ જવાના તે નથીને?”
તે તેમને ચંદ્રકુમારે કહ્યું—“મને ચોકસ ખબર મળી છે કે તે નથી. સૌને માહ વદ બારશે અત્રેથી સવારે જવાના છે. સાધ્વીએણે પણ હું તેમની
“કદાચ જે તે પહેલાં તે જવાના હોય તે ગમ ખાઉં છું પણ આપજે. પણ બાતમીદારે મુકી તપાસ કે તે બકરી બની જાય છે ઇન્સ્પેકટર મેનેજર સાથે શેકહેડ કરી ત્યાંથી જાણવી જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
પ્રકરણ ૧૨ મું.
તેમના ગયા પછી મેનેજર રસિકલાલને ધન્યવાદ આપો “આ પ્રમાણે પોલીસને તમે મદદ કરે છે તે સહેલાઈથી ગુહાએ પકડી શકે અને લોકોને થતે ત્રાસ અટકે.” એમ સૂચન કરી પોતાના ખાનગી રૂમમાં ચાલ્યો ગયે કે રસિકલાલ અને ચંદ્રકુમાર નીચે ઉતરી પોતાની આફિસમાં આવી નેકર પાસે ચા મંગાવી.
ચંદ્રકુમાર–“કેમ રસિકલાલ! ઠીક તાલ જામ્યો છે ને ? તમારા. આવતા પહેલાં તે અમારે ઘણું વાત થઈ હતી. મારી ઑફિસમાં ઘણે ઠેકાણેથી જુદી જુદી વાત આવે છે. ધરમચંદન ગુમાસ્તોજ ઘણી વખત ઍફીસના કામે આવે છે અને તે નવાજુના સમાચાર ખાનગીમાં કહી જાય છે. તે શીવાય ચારપાંચ દલાલો છે તે વેપારમાં ધરમચંદના વિરૂદ્ધ પક્ષના છે એટલે ધરમચંદની કાંઈક વાત હોય છે તે તે તરતજ મને કહી જાય છે.”
રસિકલાલ “હવે આપણે આપણે પક્ષ બહુ મજબૂત કરવો જોઈએ. ગફલતમાં રહેવું નહીં, આવેલી તક હાથમાંથી જવા દેવી નહીં, યોગ્ય લાગે તો આપણે અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ મેળવીએ.”
ચંદ્રકુમાર–“ના ના, હમણાં કાંઈ કરવું નથી. પોલીસ હવે શું કરે છે તે આપણે જોવાનું છે. મારા મેનેજરે આ વાત ઉપાડી છે એટલે જરૂર તે પાર ઉતારશે. ધોળી ચામડીની જેવી શરમ પડે તેવી આપણું ન પડે. પોલીસ ઈન્સ્પેકટર કેઈનાથી ડરે તે નથી. આપણે એટલી ખબર રાખવી કે સાધુઓ એકદમ વિહાર કરી ઉપડી જાય તે . બાકી હમણાં આપણે કાંઈ હીલચાલ કરવાની નથી. શાંતિથી આપો. કરવાનું છે.” ઘરમાં આવે ત્યારે, તારી સલાહ પ્રમાણે હમણાં કાંઈ હીલચાલ કરતો સ્ત્રીઓના જાણવને ટેકે આપી રસિકલાલ ત્યાંથી ચાલતો થયો. જતાં વળી સાધ્વીના ઉપાશ્રર્ય બને તયાર રહેજે, ફરવા જઇશું.” એને બહુજ ત્રાસ આપી છે કે સામેથી ધરમચંદ શેઠ આવી પહાંનથી અને સંતોષ પણ આ હાથ પકડી તેને પાછું વાળ્યો અને બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાની અફવા અને તપાસ.
૮૫
ઍફીસમાં આવ્યા. ત્રણ જણની ત્રિપુટી મળી. ધરમચંદ રસિકલાલની પીઠ થાબડી મશ્કરીમાં કહેવા લાગ્યા “આ બડી પહોંચેલી બુટ્ટી છે, આમંત્રણ પત્રિકા વાંચવા તૈયાર ને પેલી કવિતાઓ લખવા પણ તૈયાર ! બંને બાજુ લકી બજાવતાં ઠીક આવડે છે. કેમ ચંદ્રકુમાર ! ખરી વાતને ?”
ચંદ્રકુમારે ઠંડે કાળજે જવાબ આપ્યો–“તમારા જેવા જ્યારે એમની પીઠ ઠકનાર મળે ત્યારે શા માટે એવા ગુણે તેમનામાં ન આવે ? એ તો તમારા જેવાની મહેરબાનીને પ્રતાપ છે. મારે અભિપ્રાય પુછો તે મારે કહેવું પડશે કે તમે બંને સરખા છે, બલકે તેવી બે બાજુ ઢેલકી બજાવવામાં તમે ચડીઆતા હશે. જુઓને, તમે ન હેત તે આચાર્યનો સંઘ કેદારજી પહોંચવાનો હતો ? તમે હતા તો. અઠ્ઠાઈ ઉત્સવ ભણાવ્યો, હા ના કરી દીક્ષાઓ અપાવી, મેળાવડામાં પત્રિકાઓ વંચાઈ છતાં તે કામ પણ ગમ ખાઈને સાધી લીધું. નહીં તે તોફાન થાત અને દીક્ષામાં વિઘ આવત. આવા ક્રોધી આચાયેને તો તમેજ સમજાવી શકે. તમે અને ન્યાતના શેઠ જે આ પ્રમાણે કુનેહથી કામ ન લે તે ગામ ગધેડે ચડે. તમારા જેવા કાબેલ અને સમયજ્ઞ મહાપુરૂષ સંઘમાં છે તેથી સૌની શોભા છે. નહીંતે હાલનો યુવકવર્ગ કેઈને ગાંઠે તે નથી. સહેજ બાબતમાં વિવાહની વરણી કરે છે.”
ધરમચંદ શેઠ આવા વખાણના શબ્દો સાંભળી જરા ફુલાયા અને કહેવા લાગ્યા “ભાઈ ચંદ્રકુમાર ! એ તો એમ કરીએ ત્યારે જ કામ પાર પડે. હું કાંઈ સમજતું નથી કે હાલના યુવાનીઆઓ અને કેળવાયેલા પુરૂષો આવા સાધુથી વિરૂદ્ધ છે ? મને તે બધા અનુભવ થયા છે, તડકા છાંયડા જોયા છે. આચાર્ય તે મેટા રહ્યા એટલે તેમને શું વધારે કહીએ ? તેમને ક્રોધ જાગે છે ત્યારે તે કોઈના નથી. સૌને ગાળો ભાંડે છે, મને પણ કોઈ વખત સંભળાવે છે પણ હું તેમની ગાળાને ખેસથી ખંખેરી નાખું છું. તે વખતે ગમ ખાઉં છું પણ એકાંતમાં એવી ચુંટલી ભરી સમજાવું છું કે તે બકરી બની જાય છે
અને સિંહની ગર્જના ભૂલી જાય છે. કુંચી જાણવી જોઈએ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ મું. wowestermann
ચંદ્રકુમાર–“ આજે એક ઉડતી ગપ આવી છે કે આચાર્ય અને બે સાધુઓ ખુબ લડયા અને તે સાધુઓ રીસાઇને ચાલ્યા ગયા. કાંક દીક્ષાને વાંધો આવ્યો હતે. કહેનાર બરાબર સમજાવી શકો નહોતો. આ બાબત કાંઈ તમારા જાણવામાં છે?”
ધરમચંદ--“તમને કહીએ ? કાંઈ કહેવા જેવું જ નથી. ગાજતું વાજતું માંડવે આવશે. આચાર્ય કાંઇ કામ બતાવ્યું હશે તે તેમને ઠીક નહીં લાગ્યું હોય તેથી ના પાડી હશે. આચાર્યના મનથી એમ આવ્યું કે અમારી આજ્ઞા ઉથાપે છે. આચાર્યને ક્રોધ કેવો છે તે તમે જાણો છો. બોલ્યા અને તકરાર થઈ. હું તો જાણે જોઈને વચ્ચે પડે નહીં. આજે નવકારશ્રી થઈ જાય એટલે ગંગા નહાયા.. મેટા આચાર્યને બેલાવવા એ હાથી ઘેરે બાંધવા બરાબર છે. રંગે ચંગે જાય એટલે નિરાંત. હું કાંઈ થડે કંટાળી ગયો નથી. કેટલીક તમારી બાબતે તે મને ગમે છે પણ ધર્મની હેલના થાય છે તેની ખાતર સહન કરું છું અને બોલતું નથી. સાધુઓની પણ બાર ગાદલાં ભુલો થાય છે.”
ચંદ્રકુમાર–“ત્યારે તમે તેમને ખાનગીમાં શીખામણ ન દે અને સુધારવાનો પ્રયત્ન ન કરે?”
ધરમચંદ–“પુછો પેલા ન્યાતના શેઠ મનસુખલાલને. ખાનગીમાં તે હું તેમને ઝાટકી નાખું છું, કઈ કઈ બાબતમાં તે એવી ભુલ કરે છે કે હું તમને શું કહું? હમણાં ત્રણ દિવસ ઉપરજ બન્યું છે અને તે જ કારણથી પેલા બે સાધુઓ રીસાયા છે. શું તમને ઝાઝું કહીએ? એટલામાં સમજી લેજે. રોકકળ કરાવી છોકરાને સંતાડી દીક્ષા આપવી અમને પસંદ પડતી હશે? પરંતુ શું કરીએ ? સાધુની વાત કરવાથી નરકવાસી થઈએ એટલે તેમનાં પોકળ એમ ને એમ દાબી રાખીએ છીએ. ભેંશનાં શીંગડાં ભેંશને ભારે, તેમનાં કર્મ તેમને ખાશે. આપણે તે સાધુની ભક્તિ કરી આપણી શ્રાવકની ફરજ બજાવીએ છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાની અફવા અને તપાસ.
૮૭
ચંદ્રકુમાર “શેઠ ધરમચંદ ! આજે તમારા વિચારે જાણી મને ઘણો જ આનંદ થયો છે અને તમારા પ્રત્યે મને ઘણું જ માનની લાગણી ઉત્પન્ન થઈ છે. આ પ્રમાણે તમે બધી રીતને ઉડો અભ્યાસ કરેલ છે તેની તો ખરેખર મને આજે જ ખબર પડી. હું તો તમને અંધ શ્રદ્ધાવાળા માનતે હતે પણ તમે તે બરાબર પરીક્ષા કરવાવાળા છે.” એમ કહી તેમના માટે ચા મંગાવી.
રસિકલાલ પ્રસન્ન મુખે કહેવા લાગ્યો, “ધરમચંદ શેઠ! જે હું એક મીનીટ વહેલો ઉઠે હેત તો આ આપણે ભેટો થાત નહીં અને આ હકીકત જાણવાની અને તમારું ખરું સ્વરૂપ ઓળખવાની મને તક મળત નહીં. સારું થયું કે આપણે અચાનક મળ્યા અને મનના મેલ દુર થયા. આપણા આચાર્યશ્રી ક્યારે જવાના છે તે જાણવામાં છે?”
ધરમચંદ–“પરમ દિવસે મહા વદ બારશના સવારે સાત વાગે વિહાર કરી જવાના છે, તે પહેલાં જવાના નથી, એ વાત નક્કી છે.
ચંદ્રકુમાર વચ્ચે બોલ્યો “કેમ કાંઈ વેપારના નવા સમાચાર ?”
શેઠે જવાબ આપ્યો “હું તે હમણાં સાધુઓના કામકાજના વેપારમાં પડો છું એટલે કશીજ ખબર નથી. અઠ્ઠાઈ ઉત્સવ, દીક્ષાના વરડા અને નવકારશ્રી જમાડવાના કામમાં થોડી મહેનત છે? હું તો ભાવતાલ જાણવા આવ્યો છું.”
ચંદ્રકુમારે આવેલા તારે તેમના આગળ મુક્યા અને તે વાંચી ત્યાંથી વિદાય થયા. તેમના ગયા પછી ચંદ્રકુમાર અને રસિકલાલ ખુબ હસ્યા.
“ચંદ્રકુમાર! તને પણ વાત ઠીક જમાવતાં આવડે છે અને સામાનું દિલ આકર્ષ લેવામાં સારી બુદ્ધિ પહોંચે છે. તેં જરા તેમને ચડાવ્યા એટલે તે ચડયા અને થોડી ઘણું વાત બેસી ગયા. જરૂર છુપી દીક્ષા અપાઈ હશે. જોઈએ છીએ પેલીસ કેવી રીતે પગલાં ભરે છે” એમ કહી રસિકલાલ પિતાને ત્યાં ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
(૮
પ્રકરણ ૧૩ મું.
પ્રકરણ ૧૩ મું.
પનાઈની સહેલગાહ, ઘારાસભાને હેવાલ, હૃદયદ્રાવક અને હાસ્યજનક દૃષ્ટાંત
દેહરે. જ્યાં સુધી હદમાં રહે પાપ અને અન્યાય, ત્યાં સુધી દુનિયા મહીં વાત નહીં ચર્ચાય. પણ જ્યારે તે જાય છે છોડીને હદ બહાર,
ત્યારે ઢેલ પીટાય છે જાણે સૌ નર નાર. –લેખક. સંધ્યા સમય થયો કે રસિકલાલ માલતી સાથે નર્મદા નદીના કિનારે ફરવા જવા નીકળ્યો. રસ્તામાંથી ચંદ્રકુમાર અને સરલાને સાથે લીધાં. નદીકિનારે આવી એક એવારા ઉપર બેઠાં. આ વખતે વકીલ નવનીતરાય અને તેમની પત્ની સાગરિકા એક પનાઈમાં બેશી નદીની સહેલગાહ કરવાની તૈયારીમાં હતાં, એટલામાં આ બે જોડાં નજરે પડ્યાં કે તેમને સાથે આવવા આગ્રહ કર્યો. તેમણે તે આગ્રહનો સ્વીકાર કર્યો અને એ જણ પનાઈમાં ગોઠવાઈ ગયાં.
પનાઈને શઢ ચ. પવન અનુકૂળ હોવાથી હલેસાં વગર પનાઈ ચાલવા લાગી. આવાં સહેલાણુની બીજી પનાઈઓ પણ ઘણી નજરે પડતી હતી. નદીના મધ્ય ભાગમાંથી બંને કિનારાની રચના ઘણી જ મનહર લાગતી હતી. પવનની લહરીઓ પણ ખુશનુમા વાતી હતી.
વકીલ નવનીતરાયે ખીસામાંથી “કનકનગર સમાચાર” નામનું વર્તમાનપત્ર કાઢી રસિકલાલની આગળ નાખ્યું. સાગરિકાએ હસીને કહ્યું “આજે આ છાપામાં ઘણું જ વાંચવાનું છે. તમારી જૈનેની દીક્ષા તે કનકનગરમાં ગયા અઠવાડીઆમાં મળેલી ધારાસભામાં ચડી. દીક્ષાના કાયદાને ખરડો લાવવાની પરવાનગી પણ મળી ચુકી.”
માલતી બેલી “ઠીક થયું, તેમ થવાની જરૂર હતી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
ધારાસભાને હેવાલ.
૮૯
સાગરિકાએ કહ્યું “દરખાસ્ત લાવનાર તમારે જન છે જન.”
વકીલે હસીને કહ્યું “જૈન શીવાય એટલા બધા પૂરાવા, દાખલા, દલીલો વગેરે કોણ લાવે? મને તે તે વાત ઘણુજ ગમી છે. કદાચ જિનેને ન ગમે પણ તે કાયદો થવાની જરૂર છે. આજનું કનકનગર સમાચાર જે કઈ વાંચશે તેને જરૂર એમ લાગશે કે કાંઈ પણ કાયદો થવાની જરૂર છે. માલતીબેન ! તમે પૂરેપૂરે હેવાલ વાંચે.”
માલતીએ છાપું હાથમાં લીધું અને તેઓ સાંભળે તે પ્રમાણે વાંચવા લાગી—
ધારાસભામાં જૈનોની દીક્ષા. જાણીતા જૈન વકીલ વસંતલાલ જયંતલાલ શેઠ એમ. એ. એલ એલ. બી. ની દરખાસ્ત અને દલીલો.
ધારાસભાની ત્રીજા દિવસની બેઠક મળી. બરાબર બાર વાગે કામ શરૂ થતાં, પહેલી દરખાસ્ત વકીલ વસંતલાલ જયંતલાલની હાથ ધરવામાં આવી હતી. તેમની દરખાસ્ત જૈનમાં અપાતી દીક્ષા સંબંધી કાયદાને ખરડે રજુ કરવા પરવાનગી મેળવવા બાબત હતી.
પ્રમુખે હસતા મુખે કહ્યું “મને લાગે છે કે આવી દરખાસ્ત પ્રજાના સભાસદ તરફથી ન જ હોઈ શકે. આવી દરખાસ્ત જૈનેના ધર્મમાં હાથ ઘાલવા જેવી છે તેથી કદાચ તમારી દરખાસ્ત આવકારદાયક મનાશે કે કેમ તેની મને શંકા છે. સરકાર પોતે થઈ કદાચ હાથ ઘાલવા પ્રયત્ન કરે તે બનવા જોગ છે પણ તમારા તરફથી મુકાય છે તેથી મને નવાઈ લાગે છે.”
મણીલાલ–“ હું આ દરખાસ્તે ટેકો આપું . ”
વસંતલાલ–“આપ નામદાર કદાચ નહીં જાણતા હે તેથી આપના. ધ્યાન ઉપર લાવું છું કે હું જેન છું અને જેન થઈને જ આ દરખાસ્ત લાવ્યો છું તે સંબંધી મેં પૂરેપૂરે વિચાર કર્યો છે. ધાર્મિક કામમાં સરકારની દખલ ન જ જોઈ એ એ હું સમજું છું. પરંતુ હું કેવા સંગમાં આ દરખાસ્ત લાવવા તૈયાર થયું તે જ્યારે આપ નામદાર જાણશે ત્યારે ખાત્રી થશે કે મારી દરખાસ્ત વ્યાજબી છે અને ખરડો રજુ કરવા મને પરવાનગી આપશે. દરેક માણસને, પછી તે ગમે તે ધર્મને હોય, તેને વૈરાગ્ય દશામાં રહેવાની ઈચ્છા થતી હોય તે તેમ કરવા તેને સંપૂર્ણ હક છે, આ હક ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રકરણ ૧૩ મું.
હું, તલાપ મારવા માગતા નથી. પરંતુ હમણાં કેટલાંક વર્ષોથી કેટલાક એવા જૈન સાધુએ નીકળ્યા છે કે તેઓ નાની ઉમરના છોકરાં સંતાડે છે, માબાપો શેવ્યા કરે છે પણ તે તેમને આપતા નથી. છુપી જગેએ પછી તેમને દીક્ષા આપી સાધુ બનાવી દે છે.”
પ્રમુખ--“આ સંબંધી થડા બનેલા દાખલાઓ ટુંકામાં રજુ કરશે તે અમને હાલની પરિસ્થિતિ સારી રીતે સમજાશે.”
વસંતલાલ--“આજે હું કેટલાક દાખલા મેઘમ આપીશ. પરવાનગી મળ્યા બાદ ખરડે રજુ કરતી વખતે નામ અને પુરાવા સાથે બધી હકીક્ત સભામાં સાદર કરીશ.”
પ્રમુખ--યોગ્ય લાગે તેમ રજુ કરો.”
વસંતલાલ-(૧) “એક ગામમાં કેઇ સાધુ બેડીંગમાં ભણતા વિદ્યાથીને લાલચ આપી બીજા સ્થળે લઈ ગયો. છોકરે ઘેર નહીં આવવાથી બાપે તપાસ કર્યો. પત્તો લાગે નહીં. છેવટે તે છોકરે કેટલાક માસ પછી અમુક ગામના ઉપાશ્રયના ભેાંયરામાંથી પોલીસની મદદથી મેળવવામાં આવ્યો. બાપ બિચારે ખરચમાં ખુવાર થઈ ગયો હતે.
(૨) એક સાધ્વી એવી હતી કે પાઠશાળામાં ભણતી છોડીને ભરમાવતી હતી અને કેાઈ રાંડરાંડ નિરાધાર જેવાની છડી મળી આવતી કે બહારિબહાર ઉપાડી દીક્ષા આપી દેતી હતી. મા રાતી રેતી આવે એટલે શ્રાવકો પાસેથી પૈસા અપાવી ભાવે કે કભાવે તેનું મન મનાવતા. આવી રીતે તેણે ચાર પાંચ છડીઓ ગુમ કરી છે.
(૩) એક વિધવા પાસેથી તેની છડી મેળવી પોતાની સાથ્વીની ચેલી બનાવવા એક સાધુએ એક શ્રીમંત ગૃહ પાસેથી બે હજાર રૂપીઆ તે વિધવાને અપાયેલા, અર્થાત માએ બે હજારમાં છોડીને વેચી. ચેલી થવા છેડીની બીલકુલ મરજી નહતી. પરંતુ તેને રેતી કકળતી સ્થિતિમાં સાધ્વીનાં કપડાં પહેરાવી દીધાં. અત્યારે તે છડી સાધ્વીઓની દાસી તરીકે કામ કરે છે અને ચોધાર આંસુ નાખે છે. કેઈ મદદ કરનાર ન મળ્યું.
(૪) એજ બીજો દાખલે--માએ છોડીને વેચી પણ છેડીની મરજી પરણવાની હતી. તેની ઉમર આશરે સત્તર વરસની હતી. સારા નસીબે તેની મદદમાં સુધરેલા વિચારના ગૃહ મળી આવ્યા અને છડી ઉપર આવે દીક્ષાનો બળાત્કાર ગુજારતો જોઈ એક હીંમતવાન ગૃહસ્થ વચ્ચે પડી છેડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
ધારાસભાનો હેવાલ.
૯૧
ત્યાંથી લઈ પોતાને ઘેર લાવ્યા અને લાયક વર શોધી કાઢી તેની સાથે તેને પરણાવી દીધી. તેની પક્ષમાં લાગવગવાળા માણસ હતા તેથી તે બાળા ફાવી. નહીં તો તે પેલી સાવીને દાસીપણું કરતી હોત અને પેલી ચેલીની માફક આંસુ નાખતી હોત.
(૫) બીન ત્રણ દાખલા એવા છે કે સુજ્ઞ સભાસદોને સાંભળી આંસુ આવ્યા વિના રહેશે નહીં. એક વીસ વરસનો યુવાન છોકરે સાધુ પાસે સંસ્કૃત ભણવા જતા હતા. લગ્ન થયે માત્ર બે જ વરસ થયાં હતાં, સોળ વરસની યુવાન સ્ત્રી હતી. સાધુ છોકરાને દીક્ષાને બેધ દેવા લાગ્યા. શરૂઆતમાં તેને ચોથા વ્રતની બાધા આપી. ”
પ્રમુખ–“શું વ્રત એટલે શું ?”
વસંતલાલ--“પરણેલા હોવા છતાં પણ તદ્દન બ્રહ્મચર્યવ્રત પાળવું તેને અમારામાં ચોથું વ્રત કહે છે.”
પ્રમુખ–“પરણેલી સ્ત્રી હોય છતાં પણ ?” વસંતલાલ--“હા” (હસાહસ). પ્રમુખ––“પછી.”
વસંતલાલ--“પછી છોકરાને સાધુએ એવી લાલચ બતાવી કે સંસારી માણસો મરીને નરકમાં જવાના, અને સાધુ થાય તે જ મોક્ષમાં જય. ત્યાં અનેક પ્રકારનાં સુખ ભોગવે, અહીં સ્ત્રીનું જે સુખ દેખાય છે તેના કરતાં કરોડગણું સુખ ત્યાં મળશે. આવા ઉપદેશથી તે છોકરે ભ્રમિત થયો અને દીક્ષા લેવા તૈયાર થયો. માએ તથા સ્ત્રીએ ઘણા કાલાવાલા કર્યા છતાં સાધુએ પેલા યુવકને દીક્ષા આપી દીધી. તેની સ્ત્રી છાતી ફાટ રૂદન કરવા લાગી. કારણ કે ધણુએ દીક્ષા લીધી એટલે તે વિધવા જેવી બની. છતા ઘણુએ રંડપે તે આનું નામ. ઉમર લાયક છોકરે એટલે મા કે સ્ત્રીનું ન ચાલ્યું. વકીલની સલાહ લીધી પણ જેવી જોઈએ તેવી અને સ્ત્રીનું ઘર મંડાય. તેવી કાયદાની કલમ જડી આવી નહીં. સ્ત્રીને કબજે લેવાને કાયદે મળી આ પણ ઘણું કબજે લેવાને કાયદે જડી આવ્યા નહી.” (હસાહસ).
પ્રમુખ-“છેડાછુટકે માગી ફરી લગ્ન કરે.” વસંતરાય-“અમારા જૈનેમાં સ્ત્રી ફરી લગ્ન કરી શક્તી નથી.”
પ્રમુખ–ધણું આ પ્રમાણે ચાલ્યા જાય છતાં પણ સ્ત્રી બીજી વાર ન પરણી શકે ? ”
મણીલાલ–“ના, નામદાર ! વસંતલાલ કહે છે તે વાત બરાબર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રકરણ ૧૩ મું.
પ્રમુખ—-“ સાધુએ આવા ધણીને દીક્ષા ન આપવી જોઈએ. વસંતરાય—— આપ નામદારને પણ લાગ્યું કે આવા ધણીને દીક્ષા નહીં આપવી જોઈએ, છતાં સાધુઓ હઠવાદ કરી છુપી રીતે દીક્ષા આપી આવા દયાજનક બનાવા ઉભા કરે છે. તેમને અટાવવાનું અમારી પાસે કાંઇ પણ કાયદાનું સાધન નહીં હોવાથી તે બાબત કાયદાના ખરડો રજી કરવા દરખાસ્ત લાવેલા છું.
23
પ્રમુખ-– ખીન્ન દાખલા છે
""
..
વસંતલાલ——“ હા, નામદાર ! ખીજા ઘણા છે પણ હું મુદ્દાનાજ હવે એક બે જી કરૂં છું.
(૬) એક દાખલેો હસવા જેવા છે. એક ગૃહસ્થ જરા બુદ્ધિમાં મેાળા હતા અને સ્ત્રી ચાલાક હતી. બૈરીની પ્રકૃતિ જાણ્યા શીવાય તે ભાઈ એ ચેાથા વ્રતની બાધા લીધી. ચેાથા વ્રતની બાધા એટલે બ્રહ્મચર્ય એ પ્રથમ હું સમજાવી ગયા છું. આ પ્રમાણે ભાઇએ બાધા લીધી એટલે આપણે માનીનેજ ચાલવું પડશે કે બાઇને પણ તે ખાધા થઇ ચુકી. (હસાહસ). આ બાધા આપ્યા પછી સાધુએ તેને દીક્ષાનો બાધ આપ્યા. ’ પ્રમુખ—“ સાધુ પાત્રતા જોતા હશેને ?”
.
re
"
વસંતલાલ—“ ત્યાંજ મેઢા વાંધા છે. દીક્ષાની પાત્રતા જેવાતી નથી. કેટલાક સાધુ બસ ખાવા બેઠા જપે જે આવે તે ખપે એ પ્રમાણે ચેલા મુંડવાની પ્રવૃત્તિ લઇને બેઠા છે. ઉપાશ્રયમાં આવી તેમની ગુલામગીરી કરતાં આવડશે કે કેમ એટલીજ પાત્રતા જુએ છે. ”
પ્રમુખ- પછી.
..
વસંતલાલ––“ એ ગૃહસ્થ સાધુના ઉપદેશથી દીક્ષા લેવાને તૈયાર થયા અને બૈરી આગળ પેાતાના વિચાર એક રાત્રે જણાવ્યા. બૈરીએ જવાબ આપ્યા. તમે દીક્ષા લેશેા એટલે હું શું કરીશ ?’ ધણી કહે “જેમ મને સુઝતું હું કરૂં છું' તેમ તને સુઝતું તું કર.' આ શબ્દો સાંભળી બૈરી ત્યાંથી ઉઠી પાતાની પેટીમાંથી દરદાગીના પૈસા ટકા કપડાં વીગેરે લઈ નીચે ઉતરી અને પડાશમાં એક રાખેલા ચારની સાથે નીકળી ગઈ તે ગઈ. (હસાહસ). આટલાથી શેઠને સતાષ ન થયો, તેમણે વર્તમાનપત્રમાં નોટીસ છપાવી કે મારી બૈરી તેના ચારને લઈને નાશી ગઇ છે માટે હવે તેના ભરણપાષણના મારા ઉપર હક નથી. (ખુબ હસાહસ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
ધારાસભાને હેવાલ.
•
પ્રમુખ–“નોટીસમાં તે એમ લખવું જોઈતું હતું કે શોધી કાઢનારને ઈનામ આપવામાં આવશે.”
વસંતલાલ––“ વાસ્તવિક રીતે એમજ જોઈ એ, પણ ધણુને તે દીક્ષા લેવી હતી તેથી તેના મનમાં એમ હતું કે ગઈ તે પાપ ગયું. વચ્ચે આડખીલ કરતી મટી. ટાઢા પાણીએ ખસ ગઈ. (હસાહસ). થોડા વખત પછી તે ગૃહસ્થ દીક્ષા લીધી. તેની એક નાની છોડી છે તે નિરાધાર થવાથી મેસાળમાં રહે છે.
તે શીવાય છુપી રીતે નસાડીને સંતાડેલા છોકરાએ ઘણા પાછા મળી આવ્યા છે તેમની આત્મકથાઓ ઘણી છે પણ તે અત્યારે રજુ કરી આ સભાને અમુલ્ય વખત લેવા માગતા નથી. ઉપર જણાવેલા તથા એવા બીજા બનાવમાંથી મારામારીના ઘણા કેસે કેરટે ચડેલા છે તેમાં ન્યાયાધીશેએ અયોગ્ય દીક્ષા સંબંધી ટીકા કરેલી છે અને અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓના વર્તનની પણ સખ્ત ઝાટકણી કાઢેલી છે. સુરત, અમદાવાદ, ખંભાત, વાસદ, પાલીતાણા, વડોદરા, જામનગર વિગેરે સ્થળેમાં આવા ઘણા કેસે બનેલા છે. તે ખરડે રજુ કરતી વખતે જરૂર જણાશે તે રજુ કરીશ.
આવા બનાવો બનતા હોવાથી દીક્ષાને કાયદે કરવા અમે સંઘને અનેક વખત વિનંતી કરીએ છીએ, ખરડા પણ રજુ કરીએ છીએ છતાં કેાઈ ધ્યાન ઉપર લેતું જ નથી. ઉલટા અમારા જેવાને મારવા તૈયાર થાય છે. જે સાધુનું રાજ હેય તે અમારા જેવાને ફાંસીને લાકડે લટકાવી દે. સાધુઓ ધોળા દિવસે રડાપીટ કરાવી દીક્ષા આપી દે છે અને કહે છે કે “ દીક્ષા આપવી એ તે અમારે ધંધે છે. અમે તે ગમે તેને ગમે તે રીતે દીક્ષા આપીશું ” એમ કહેતાં જરા પણ શરમાતા નથી. લાચાર છીએ કે અમારા કેટલાક ભાઈ એજ તેમને ઉત્તેજન આપી રહ્યા છે. જે તેઓ મદદ ન કરે તો હમણાં તેઓ પાછા હઠે અને આવી દીક્ષાઓ અટકે.
જયારે અમારા ભાઈ ઓ અને સાધુઓ આલ્લું બધું ક્યા છતાં માનતા નથી ત્યારે જ અમે સરકાર પાસે દીક્ષા સંબંધી કાયદો કરાવવા માગીએ છીએ. જે મને તેને ખરડે રજુ કરવાની પરવાનગી આપવામાં આવે તે કાયદો કેવા પ્રકારને કરવો અને સાધુઓ પર કેટલે અંકુશ મુકવો તે તે વખતે ક્ષમવાર જણાવીશ.
આજ તે પરવાનગી મળવા પૂરતી જ મારી દરખાસ્ત છે. સુજ્ઞ સભાસદો ! મને આશા છે કે મેં જે હકીક્ત, દાખલા, દલીલ વીગેરે આપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Mannararnrunnenranna
૯૪
પ્રકરણ ૧૩ મું. mawan આગળ રજુ કર્યો છે તેથી ખાત્રી થઈ હશે કે દીક્ષા સંબંધી કાંઈક કાયદો કરી સાધુઓ ઉપર અંકુશ મુકવાની ખાસ જરૂર છે. હાલમાં કોઈ પણ કાયદાની અગર કાયદાની કલમની મદદ મળી શક્તી નથી તેથી સાધુઓ અને તેમને મદદ કરનાર ગુહામાંથી છટકી જાય છે, માટે મારી દરખાસ્તને અનુમેદન આપી પસાર કરશે એવી આશા છે. ”
ઉપરની દરખાસ્ત ઉપર મત લેતાં પાણાભાગની બહુમતીથી દરખાસ્ત મંજુર થઈ હતી. આ વખતે ગેલેરીમાં બેઠેલા જૈન પ્રેક્ષકોમાં મોટા ભાગે ખુશાલી પેદા થયેલી જણાઈ આવતી હતી.
ઉપર પ્રમાણે મુદ્દાની દરખાસ્તનું કામ પૂરું થયા પછી બધા સભાસદે ચા પાણી લેવા ઉઠયા. (તે પછીને હેવાલ આવતા અંકમાં).
આ પ્રમાણે છાપામાં આવેલ હેવાલ માલતી વાંચી રહી કે સાગરિકા તાળી પાડી “હીયર ! હીયર !”ને પિકાર કરી કહેવા લાગી
મીસ્ટર વસંતલાલને ખુબ ધન્યવાદ ઘટે છે. ખરેખર તેમણે ટુંકામાં એવા દાખલા રજુ કર્યા કે આખી સભા ઉપર ઉંડી છાપ પડી ગઈ. તમારા જનોમાં આવા જ્યારે પાકશે ત્યારે જ સાધુઓની જોહુકમી અને ધર્મસત્તાને અભિમાન દુર થશે. કેટલાક સારા સાધુઓ હશે પણ આવા કેટલાક સ્વચ્છંદી સાધુ હોવાથી સારા ઉપરથી પણ લોકોનું મન ઉઠી જાય.”
રસિકલાલ--“ભાઈ! નવનીતરાય! આજે આપણે ભેટો ઠીક . જે ન મળ્યા હતા તે આજે આ હેવાલ વાંચવામાં આવત નહીં.”
ચંદ્રકુમાર–“રસિકલાલ! છાપું તમારી પાસે રાખી લો. આપણને ઘણું ઉપયોગી થઈ પડશે. આજની પનાઈની સહેલગાહ બહુજ આનંદદાયક લાગી.”
આમ આનંદમાં વખત ગુજારતાં અંધારું થવાથી તેઓ કિનારા તરફ વળ્યાં. પનાઈ કિનારે ઉભી રહી કે તેઓ એક બીજાને હાથ પકડી કિનારે ઉતરી સાથે સાથે ચાલતાં થયાં અને સાહેબ કહી પોતપોતાની મેટરમાં બેશી ઘેર ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનમાં આચાર્યને બાધાને ઉપદેશ.
૯૫
પ્રકરણ ૧૪ મું.
વ્યાખ્યાનમાં આચાર્યને બાધાને ઉપદેશ અને બપોરે ધર્મશાળામાં પોલીસની ધમાલ.
( હરિગીત ). અભિમાનને નીશ ચડે ત્યાં ભાન ઉડી જાય છે, આચાર ને વિચાર છેડી પાપને પોષાય છે, જ્યારે ઘડે નિજ પાપને પરિપૂર્ણ રીત ભરાય છે, ત્યારે પુત્રી તે જાય છે, આખર ફજેતી થાય છે. –લેખક.
અગીઆરસને મોટો પવિત્ર દિવસ હતે, બારશના દિવસે સવારે આચાર્યશ્રી વિહાર કરવાના હોવાથી તેમને માટે પોતાનાં પરાક્રમ પૂરેપૂરાં પ્રદર્શિત કરવાની છેલ્લી તક હતી તેથી વ્યાખ્યાન વખતે માતાજનની હાજરી મોટી સંખ્યામાં જણાતી હતી.
આચાર્યશ્રીએ તે હંમેશની માફક ત્યાગમાર્ગ ઉપર પિતાનું વ્યાખ્યાન જુસ્સાભેર ચલાવ્યું. આગળ બેઠેલા ચુસ્ત ભકતો પણ તેવાજ જુસ્સાથી વાયે વાગ્યે “જી, જી સાહેબ” કહી કારે ભણવા લાગ્યા. થોડુંક વ્યાખ્યાન થયું કે પોતાની પડેલી પ્રકૃતિ પ્રમાણે આચાર્ય છકારે ભણનારા ગૃહસ્થોની સામું જોઈ કહેવા લાગ્યા. “ એમ મોટા અવાજે ખેટે જીકારે ભણે તે શા કામને ? જીકારે તે ક્યારે ખરે ગણાય કે જ્યારે તમે બધા દીક્ષા લેવાને બાધા લો ત્યારેજ. જ્યારે ગરજ હોય છે ત્યારે મહારાજ પધારે, મહારાજ પધારે, દસ દિવસ રહે, ચેમાસું રહે' એમ વિનંતી કરી વિવેક કરે છે પણ તેવા ખોટા વિવેકથી શું વળ્યું ? આ અમે પંદર વીસ દિવસ રહ્યા. ફક્ત બે જણુએ જ દીક્ષા લીધી, તે અટકાવવા પણ કેટલાક વિદ્વસંતેવી અને અભવી માણસો પ્રયત્ન કરી ચુક્યા, પણ તેમનું કાંઈ વળ્યું નહીં. ધૂળ ફાકતા રહ્યા. સૂર્યની સામે ધૂળ ઉડાડનારને પોતાની આંખોમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું.
ધૂળ પડે છે. મારે આટલે બધે ઉપદેશ છતાં તમે કાંઈ પણ પ્રકારની બાધા ન લો તે એ નવાઈ જેવી વાત છે ! કાં તો મારી ઉપદેશ દેવાની કમતાકાર, કાં તે તમારા હૃદયની કઠેરતા. બીજા અબુજ સ્થળે તો મેં ઘણું લોકેને દીક્ષા આપી એ જગજાહેર છે એટલે મારી શક્તિની ખામી તે તમે નહીં જ કાઢી શકે. માત્ર તમારા હૃદયની કઠોરતા શીવાય બીજું કાંઈ સમજી શકતું નથી. આવી કઠોરતા એ નરકની નિશાની છે. આવતા ભવમાં તમારી શી દશા થશે તેનો વિચાર કરું છું ત્યારે મને તમારી દયા આવે છે. અફસ !” ( આ પ્રમાણે મહારાજની વાણી સાંભળી આગળ બેઠેલા બેત્રણ અંધશ્રદ્ધાળુ પુરૂષો બાધા લેવા ઉભા થયા કે ગાડરીઆ પ્રવાહની માફક્ર બીજા પણ ઉભા થયા અને સ્ત્રીઓ પણ ઉભી થઈ. કેટલાકે ચોથા વતની, કેટલાકે દીક્ષાની ભાવના રાખવાની, કેટલાકે દીક્ષા કોઈ લેતું હોય તે વચ્ચે નહીં આવવાની, કેટલાકે લીલોતરીની, કેટલાકે સામાયિક કરવાની એમ વિધવિધ પ્રકારની બાધા લેવા જણાયું. આચાર્યું દરેકને વિધિપૂર્વક પચ્ચખાણ આપ્યાં. આટલું બધું થયું પણ મહારાજના મુખ ઉપર પ્રસન્નતા જણાઈ નહીં. સર્વ બાધા લઈ રહ્યા કે એક યુવાન ૩૦ વરસને પુરૂષ પાછળના ભાગમાં ઉભે થઈ હાથ
ડી મહારાજને વિનંતી કરવા લાગ્યો “મહારાજ સાહેબ ! મેં અત્યાર સુધી ઘણાં પાપ કર્યો છે, રાત્રિભોજન કર્યો છે, કંદમૂળ ખાધાં છે, જ્યારથી આપનાં વ્યાખ્યાનની રસધારા મારા કાનમાં પડી છે ત્યારથી મારું દિલ સાફ થવા માંડ્યું છે. મન ઉપર જબરી અસર થઈ છે. મને હવે જરા પણ સંસાર ઉપર રૂચી થતી નથી, નેકરી કરી દિવસ ગુજારું છું. હવે મારા હૃદયમાં આપના બેધથી જ્ઞાનને પ્રકાશ થયે છે અને તે પ્રકાશથી મારું મન દીક્ષાના માર્ગ તરફ દેરાયું છે. દીક્ષા લેવાનો મને સંપૂર્ણ ભાવ થયો છે. બનતા સુધી ચોમાસા પહેલાં જ દીક્ષા લઈશ અને મારી સાથે બીજા ત્રણ ચાર મિત્ર છે તેમને પણ સાથે લેતે આવીશ. જ્યાં સુધી આ મારે અShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
ધર્મશાળામાં પોલીસની ધમાલ.
~~ ~~ ~ ભિગ્રહ પાર ન પડે ત્યાં સુધી મને છ વિગયની બાધા આપે. હું વીસાપોરવાળ શ્રાવક છું. મારાં માબાપ દક્ષિણમાં રહેતાં હતાં તેથી હું દક્ષિણમાં નાને માટે થયેલ તેથી આ તરફના લોકો મને ઓછું ઓળખે છે. મા અને બાપ ક્યારનાં સ્વર્ગે સીધાવી ગયાં છે. ભાઈ બેન પણ નથી. સ્ત્રી હતી તે મરી ગઈ છે. આગળપાછળ કોઈ ચિંતા કરે તેમ નથી.
આ પ્રમાણે દીક્ષાને ઉમેદવાર બહાર પડેલો જોઈ આચાર્ય પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા “ જુઓ ! આ ખરેખર ધમ જીવ! કેવા તેના વિચારે પલટાઈ ગયા છે! તેનો જ ઉદ્ધાર થવાને. આવા જીવોને ઉત્તેજન આપવાથી ફાયદો છે. પોતે તો દીક્ષા લેવા તૈયાર થયો છે પણ સાથે ત્રણ ચાર મિત્રોના આત્માને પણ ઉદ્ધાર કરવા તૈયાર થયો છે. આજ ખરે મિત્ર કહેવાય, પિતે તરે અને બીજાને તારે. હવે મારું મન ખરેખર પ્રસન્ન થયું છે.” એમ કહી આચાર્ય તેને પુછવા લાગ્યા–
ભાઈ તમારું નામ શું?” “મહારાજ સાહેબ! મારું નામ ગોપાળદાસ મગનલાલ.”
“ગોપાળદાસ ! હાથ જોડે” એમ કહી મહારાજે છ વિગય ત્યાગનું પચ્ચખાણ આપ્યું કે ન્યાતના શેઠે ખુશાલીમાં “જનશાસનકી જય ! બોલે બેલો, સૂર્યવિજય આચાર્ય મહારાજકી જય !” એમ ઉપરા ઉપરી જય બોલાવી ધર્મશાળા ગજાવી મુકી. પછી આચાર્યશ્રીએ દીક્ષાનાં પરાક્રમોની આત્મલાઘા કરી વ્યાખ્યાનની પૂર્ણાહૂતિ કરી. શ્રેતાજને પ્રભાવના લઈ ઘરે ગયા.
આહારપાણ કરી બપોર થયા કે બધા સાધુઓ આવતી કાલના વિહારની તૈયારીઓ કરવા લાગ્યા. સાધુઓ મેડા ઉપર એકઠા થયેલા હતા, સાધ્વીઓ પણ વાંચવા માટે, તેમજ વિહાર સંબંધી આચાર્યની શી શી અજ્ઞા છે તેની સૂચનાઓ મેળવવા માટે મેડા ઉપર આવેલાં હતાં. આમ વિહાર સંબંધી વાતે ચાલી રહી હતી, એટલામાં નીચેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
પ્રકરણ ૧૪ મું.
ફેજદાર, નાયબ ફોજદાર તથા કેટલાક પોલીસના સીપાઈઓ ઉપર આવ્યા અને આચાર્યને પ્રણામ કરી તેમની આગળ બેઠા અને ધીમે રહી વિવેક મર્યાદાથી ફરજદારે પુછયું “આચાર્ય મહારાજ ! અમારા ઉપર ઉપરી અમલદારનો હુકમ થયે જેટલા સાધુઓ અને સાધ્વીઓ આવ્યાં હોય તેમની જુબાની લો. આ ઉપરથી આપની પાસે અમે આવ્યા છીએ.”
આચાર્ય તે પોલીસને દેખી આભા જ બની ગયા. વળી કઈ પણ શ્રાવક આ વખતે પાસે નહીં હોવાથી વધારે ગભરામણ છુટી. આમ તેમ ફાંફાં મારી એક ચેલાને કહેવા લાગ્યા “અલ્યા મણુવિજય! ધર્મશાળાના નોકરને કહે કે તે ન્યાતના શેઠ અને ધરમચંદને એકદમ બોલાવી લાવે. તાકીદે જવા કહેજે.”
આચાર્ય–“જે પુછવું હોય તે સુખેથી પુછો, હું જવાબ દેવા તૈયાર છું.”
ફોજદાર–પોલીસખાતામાં ઘણી અરજીઓ આવી છે તે સંબંધી તપાસ કરવાનું છે. આપ ધર્મગુરૂ છો એટલે જુઠું તે નહીં જ બોલો. કહે અહીં ભદ્રાપુરીમાં આપે કેઇને દીક્ષા આપી છે?”
આચાર્ય–“હા, બે જણને માહ વદ ૭ના દિવસે આપી છે, કસ્તુરચંદ શેઠને અને ચતુરા નામની સ્ત્રીને.”
ફેજદાર “તે શીવાય બીજા કોઈને દીક્ષા આપી છે ?” આચાર્ય “બીલકુલ નહીં.” ફોજદાર–“આપે નહીં તે આપના કેઈસાધુએ આપેલી છે?”
આચાર્ય આ પ્રશ્ન સાંભળી જરા ચમક્યા પણ ધર્મના કામમાં જુઠું બોલવાથી પાપ નથી એવો પિતાને સિદ્ધાંત તરતજ સાંભરી આવવાથી જવાબ આપ્યો “ના, અમારા કોઈ સાધુએ પણ આપી નથી.”
જદાર–“એ બે શીવાય ત્રીજા કોઈને દીક્ષા અપાઈ છે એવું આપના જાણવામાં છે ?”
આચાર્ય-“હું ત્રીજી દીક્ષા સંબંધી કાંઈ પણ જાણતા નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
ધર્મશાળામાં પોલીસની ધમાલ.
જદાર–“આપે હમણાં બે જણને દીક્ષા આપી તે ક્યાં છે?”
આચાર્ય–“જુઓ, આ કસ્તુરવિજયજી જેમનું સંસારીણાનું નામ કસ્તુરચંદશેઠ હતું અને જુઓ પેલાં દૂર બેઠેલાં ચતુરશ્રી સાધ્વી જેમનું સંસારીપણાનું નામ ચતુરાબાઈ હતું. અમારા ધર્મ પ્રમાણે દીક્ષા લઈ તરતજ બહાર ગામ વિહાર કરવો જોઈએ તે પ્રમાણે તેમણે વદ ૭ના રોજ પાસેના ગામમાં વિહાર કરી વદ ૯ના રેજ અત્રે આવેલાં છે.”
ફેજદાર–“તે બંને જણે રાજીખુશીથી દીક્ષા લીધી છે?”
આચાર્ય-“હા. ખાત્રી કરવી હોય તે મહાજનને પુછી જુઓ. કાગળના પણ પુરાવા છે.”
જદાર–“ચંપકલાલ નામના છોકરાને દીક્ષા આપી છે ?”
આચાર્ય–“ના. મેં તેના ગુમ થયા સંબંધી છાપામાં નેટીસ વાંચી છે. જુઓ આ બધા ચેલા, તેમાં હોય તે ફેટા પ્રમાણે જોઈ એળખી લો.”
જદાર–“કઈ બે સાધુ તમારાથી તકરાર કરી અહીંથી ચાલ્યા ગયા છે?”
આચાર્ય-“હા. અમારી આજ્ઞામાં ન રહેવાથી કાઢી મુક્યા.”
જદાર–“અમારા જાણવામાં આવ્યું છે કે તમારા કોઈ .ચેલાએ અહી મહા વદ ૭ ના રોજ એક નાના છોકરાને દીક્ષા આપી છે, તે દીક્ષાની ક્રિયા કરાવા સંબંધી વાંધો પડવાથી તમારા બે ચેલાઓ તમારાથી છુટા પડ્યા છે તે વાત ખરી કે ટી?”
આચાર્ય-બીલકુલ બનાવટી વાત છે. તે ચેલા તદન નાલાયક હતા તેથી કાઢી મુક્યા છે.”
જદાર–“તમારે ત્યાં ઉત્તમથી કરીને સાધ્વી છે તેમને દીક્ષા લીધે કેટલાં વર્ષ થયાં ?”
આચાર્ય“તેમને તો ઘણાં વર્ષ થઈ ગયાં. જુઓ પેલાં બેઠાં તે. તેમની જોડે પેલાં ચંદન શ્રી બેઠાં છે તે તેમનાં ચેલી છે, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રકરણ ૧૪ મું.
ગઈ સાલમાંજ દીક્ષા આપી છે. તે શીવાય પેલાં કુમુદશ્રી, કમળાશ્રી, કેસરશ્રી કાંતિશ્રી વગેરે સાધ્વીઓ બેઠી છે તે બધાને હમણાં બે ચાર વર્ષોમાં દીક્ષાઓ આપેલી છે.”
ફોજદાર–“આ બધાંએ રાજી ખુશીથી દીક્ષા લીધેલી ?”
આચાર્ય“હા, અમે કોઈને સંતાડીને કે કોઈને કલેશ કરાવીને દીક્ષા આપતા નથી.”
જદાર-“કૃપા કરી તમામ સાધુઓ અને સાધ્વીનાં નામ વિગેરે લખાવશો ?”
આચાર્ય–“ભલે સુખેથી લખી લે.”
પછી ફેજદારે પુછીને સાધુ સાધ્વીનાં નામ, ગુરૂનાં નામ સંસારીપણાનાં નામ ઠામ ગામ વગેરે લખી લીધાં.
આ પ્રમાણે જવાબ લેવાઈ રહ્યા કે ન્યાતના શેઠ મનસુખલાલ તથા ધરમચંદ આવ્યા, તેમને જોઈ ફેજદારે કહ્યું “આપ શ્રીમંત ગૃહસ્થ છે, આપને એટલી વિનંતી કરવાની છે કે આ સાધુઓ અને સાધ્વીઓ અમારે હુકમ થતાં સુધી અહીંથી જાય નહીં તેવી તમારે જામીનગીરી આપવી પડશે. અમે જ્યારે બેલાવીએ ત્યારે તેમને હાજર કરવા.”
આચાર્ય “અમારે સોને કાલ તે વિહાર કરવાનું છે.
ફેજદાર–“તે બધી વાત તે ખરી, પણ મારે તે જે હુકમ છે તેનો અમલ કરવો પડે. આપ મોટા આચાર્ય છે તેથી આપના મેભાને છાજે તેવી રીતે કામ લઈએ છીએ અને તે કારણથી શેઠને જામીન માટે વિનંતી કરીએ છીએ, એમાં કાંઈ હરકત નથી.”
શેઠ મનસુખલાલ તથા ધરમચંદ આ સાંભળી ગભરાયા. આચાર્યને જરા દૂર બાજુના ઓરડામાં લઈ જઈ કાનમાં કહેવા લાગ્યા “કેમ શું કરવું? આ તે સરકારી કામ? આપણે અહીં નહીં ચાલે, કહે જામીન થઈએ કે નહીં ? નહીં તે કાયદા પ્રમાણે
સૂચનાપત્ર કાઢી અટકાવશે. અમે જામીન થઈએ છીએ, પણ જેજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
ધર્મશાળામાં પોલીસની ધમાલ.
૧૦૧
--
--
આપનાથી વિહાર નહીં થાય. જે પ્રમાણે સરકાર કહેશે તે પ્રમાણે વર્તવું પડશે. ''
આચાર્ય–“હા, તમે કહેશો તે પ્રમાણે કરીશું, પણ આ પોલીસનું પાપ કાઢે. આટલેથીજ પટયું.”
'લાજ માં બનાસકાર ત્યાંથી તેઓ ફોજદાર પાસે આવ્યા. બંને શેઠે જામીનદાર થવાની હા પાડી, ફોજદારે રીતસર લખાણ કરી તેમની સહીઓ લીધી, અને આચાર્યને નમસ્કાર કરી, “અવિનય થયો હોય તે માફ કરશે, અમે તે ચીકીના ચાકર” એમ વિવેક કરી ત્યાંથી ફરજદાર પિતાના માણસે લઈ ચાલતો થયો અને પોલીસના એક માણસને ત્યાં મુકતા ગય.
આચાર્ય મુંઝાયા. વિહાર અટક્યો અને હવે શું થશે, સરકાર શું કરવા માગે છે, એની ચિંતામાં પડ્યા.
પ્રકરણ ૧૫ મું.
શેઠ ચીમનલાલના ઘર ઉપર પોલીસને દરેડે.
પકડાયેલી છુપી દીક્ષા, * He who tells a lie is not sensible how great a task he undertakes; for he must be forced to invent twenty more to maintain onori
–Pope. જે વખતે પોલીસ ધર્મશાળામાં સાધુઓને તપાસ કરવા ઉપડી તેજ વખતે ફોજદાર, પૂરતા માણસોના બંદોબસ્ત સાથે શેઠ ચીમનલાલ નગીનદાસને ત્યાં જઈ પહોંચ્યો. ઘરમાંથી કઈ માણસ નાશી ન જાય તે માટે ઘરની આસપાસ માણસે મુકી દીધા.
• જે માણસ જૂઠું બોલે છે તે માણસ પોતાને માથે કેટલી મેચ જોખમદારી બારી લે છે તેને તેનું ભાન હોતું નથી. કારણ કે એક જુઠાને ટકાવવા તેને બીજા વીસ જઠાં બોલવાની ફરજ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રકરણ ૧૫ મું. ~ ~~~
શેઠ ચીમનલાલ પિતાના ઘર આગળ પોલીસની આવી ધમાલ જોઈ દિ મૂઢ થઈ ગયા “આવો સાહેબ પધારે” એમ કહી ફોજદારને ઘરમાં લાવી પાટ ઉપર બેસાડી શેઠે પુછયું “મારે ત્યાં આ શું?”
“શેઠ ચીમનલાલ ! શું કરવા ગભરાઓ છે? પારકાં છોકરાંને સંતાડી દીક્ષા આપીએ તે તો ધર્મનું કામ છે, ધર્મના કામમાં ગભરામણ હાય જ નહીં.” એમ મશ્કરી કરી ખીસામાંથી કેજદારે ચાર પાંચ અરજીઓ કાઢી.
શેઠ સાહેબ તમારા સંબંધી આટલી બધી અરજીઓ આવી છે. ઘણીખરી તે તમારા જૈન ભાઈઓએ જ લખેલી છે. બધી વાંચતાં વાર લાગશે. માટે તેને મુદ્દાને સાર તમને કહી સંભળાવું છું–
માહ વદ ૭ ના રોજ સવારે તમારા આ ઘરમાં એક નાના ૧૨-૧૩ વરસના છોકરાને છૂપી રીતે દીક્ષા આપી છે. દીક્ષા આપવા માટે સૂર્યવિજય મહારાજના એક ચેલા તમારે ત્યાં આગલા દિવસે આવેલા છે. કહો, આ વાત ખરી છે?”
ચીમનલાલ–“સાહેબ! આ બધું જુદું હાલ એક એવી ટોળી શહેરમાં ઉભી થઈ છે કે આવી બેટી ખોટી નનામી અરજીઓ કરી અમારા જેવાને ખરાબ કરે છે. મારે ત્યાં એવું કાંઈ પણ બનેલું નથી. શહેરમાં તે દિવસે બે જણને જાહેર દીક્ષા આપવામાં આવી હતી તે તે આખું શહેર જાણે છે.”
ફોજદાર–“તમે તે જાહેર દીક્ષામ. ભાગ લેવા ગયા હતા ?” ચીમનલાલ–(યાદ કરીને) “ના સાહેબ.” ફોજદાર–“ના કહેવામાં કેમ આટલી વાર લાગી ?”
ચીમનલાલ–“મને તે દિવસે સવારે તાવ આવ્યો હતો તેથી જેવા જઈ શકાયું નહોતું. શાથી હું નહોતો ગયો તેનું કારણ શોધવામાં વાર લાગી.”
ફોજદાર–“અમે નનામી અરજીઓ સમજી શકીએ છીએ. અરજીઓ આવ્યા પછી અમે બારીક તપાસ કર્યો. તપાસને અંતે જણાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
શેઠ ચીમનલાલના ઘર ઉપર પોલીસનો દરોડ.
૧૦૩
આવ્યું કે તેમાં સત્ય છે માટે તમારું ઘર તપાસવા આવ્યા છીએ.”
ચીમનલાલ શેઠ ગભરાઇ કહેવા લાગ્યા “આવા બદમાસ માણસેની અરજી ઉપરથી મારી આબરૂ ઉપર હાથ નાખે તે ઠીક નહીં.”
ફેજદાર–“અમને ખાત્રી થઈ છે કે તમારે ત્યાં ગુપ્ત દીક્ષા એક છોકરાને અપાયેલી છે. છેક તમારે ત્યાં છે. માટે ડાહ્યા તે છોકરાને રજુ કરે. નહીં તો આખું ઘર શોધવું પડશે. માણસની જ લઈને આવ્યો છું તે જુએ.”
ચીમનલાલ શેઠ ધ્રુજતાં ધ્રુજતાં બોલ્યા “સાહેબ! જુઓ મારું ઘર. પણ આથી મારી આબરૂ ઉપર પાણી ફરશે.”
ફેજદારે શેઠના કહેવા ઉપર ભરોસે નહીં રાખતાં ઠામઠામ માણસો મુકી દીધાં. તેઓ નીચે તમામ સ્થળો જેઈને ઉપર ગયા. તપાસ કરતાં કરતાં ત્રીજા માળે ગયા તો એક મોટો સાધુ અને એક નાનો સાધુ એમ બે જણ એક ઓરડીમાં બેઠેલા જોવામાં આવ્યા. તે તો પિોલીસના માણસોથી આભા જ બની ગયા. નાને સાધુ તે રડવા લાગ્યો.
તેમને આમ ગભરાયેલા અને રડતા જોઈ ફેજદારે ધીરજ આપી કહ્યું “મહારાજ ગભરાશે નહીં, રશે નહીં, તમે બંને નીચે ચાલો.”
તેઓ બંને ઠેઠ નીચે આવ્યા. આમ તેમને પકડાએલા જોઈને શેઠના મોતીઆજ મરી ગયા.
ફેજદાર–“શેઠ શું કરવા મુંઝાઓ છો ? તમારે કાંઈ વાંક નથી. તમે તો માત્ર એક હથીઆર રૂ૫ છે. બધો વાંક તમારા ગુરૂને છે. તમે તેમની શીખવણથી ચાલે છે અને અવિચારી પગલું ભરે છે તેનું આ પરિણામ.”
ચીમનલાલ–“સાહેબ આ બંને સાધુ તો અત્રે વહોરવા આવ્યા હતા.”
આ સાંભળી ફેજદાર હસી ગયો અને બોલ્યો “શેઠ સાહેબ ! તે વહરવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા તે હમણાં જણાશે. મહેરબાની કરી હવે વચ્ચે બેલશો નહીં, નહીં તે સપ્તાઈનાં પગલાં ભરવાં પડશે.” એમ કહી નાના સાધુને દિલાસે આપી ફોજદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રકરણ ૧૫ મું.
પુછવા લાગ્યા મહારાજ ! સાચું મેલો. સાચું ખેલશે તે તમને જરા પણ હરકત થવાની નથી. ખેાલે તમારૂં નામ શું? કલ્યાણ——“મારૂં નામ કલ્યાણ.
""
ફેાજદાર—“ સાધુ થયા પછી શું નામ રાખ્યું છે? ” કલ્યાણ— સાહેબ ! મને “કલ્યાણવિજય” કહે છે પણ હું તે નામથી ખેલતા નથી.
""
""
ફેાજદાર—“ તમે ક્યારે દીક્ષા લીધી ? ”
યાદ કરી કલ્યાણે જવાબ આપ્યો “સાહેબ ચાર દિવસ થયા.’ ફેાજદાર કેાની પાસે લીધી ?”
"L
99
જોડે ઉભેલા સાધુને બતાવી કલ્યાણે જવાબ આપ્યા મહારાજે મને આ કપડાં પહેરાવ્યાં છે. ફોજદાર—“ આ કપડાં ક્યાં પહેરાવ્યાં ?
99
r
""
કલ્યાણ—“ સાહેબ! ત્રીજે માળે જ્યાં અમે બેઠા હતા ત્યાં. ફોજદાર~~ તમારાં માબાપ છે ? કલ્યાણ— હા. સાહેબ. ફેાજદાર—“ નામ શું?”
"C
""
કલ્યાણ બાપનું નામ ભગવતીદાસ, માનું નામ જમના. ફેાજદાર—“ તમારૂં ગામ કયું ?
99
""
"6
"
rr
કલ્યાણ—“ અમારૂં ગામ અમરાપુર.
ફેાજદાર—“ તમે તમારા માબાપથી ક્યારે છુટા પડચા ? ” કલ્યાણ—“ ત્રણ ચાર વરસ થયાં હશે. ફેાજદાર—“ તે પછી માબાપને મળ્યા છે! ?
99
આ
""
""
કલ્યાણ—“ તે પછી ખીલકુલ મને મળવા દીધા નથી. હું મળવાની વાત કરૂં ત્યારે ના પાડે. ''
.
ફેાજદાર—“ તમે અહીં શી રીતે આવ્યા ?
સાહેબ ! મારા બાપ મને અહીં પાઠશાળામાં ભણવા તથા રહેવાનું કહી ચાલતા થયા. હું ગરીબ હતા એટલે હું રહ્યા.
"
એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
પકડાયેલી છુપી દીક્ષા.
૧૦૫
" - - ~~ ~ ~* કહી કલ્યાણ રેવા લાગે.
ફેજદાર– “છાના રહે, ગભરાશે નહીં. તમારા બાપને આ શેઠે પૈસા આપેલા છે ?”
કલ્યાણ-“મને શી ખબર પડે? તે તે આ મારા શેઠ અને મારા બાપ જાણે.”
ફોજદાર–“તમારે કોઈ ભાઈ કે બહેન છે ?”
કલ્યાણ–“ભાઈ નથી પણ એક બેન છે. તેનું નામ સરિતા છે. મારાથી મોટી છે.”
ફોજદાર–“તમને કેટલાં વર્ષ થયાં ?” કલ્યાણ–“સાહેબતેર થયાં છે. ”
ફેજદાર–“તમને આ કપડાં સાધુએ પરાણે પહેરાવ્યાં છે કે તમે તમારી રાજીખુશીથી પહેર્યા છે?”
આ સાંભળી કલ્યાણ કાંઈ નહીં બોલતાં શેઠની સામે જોવા લાગ્યો અને ખુબ રડી પડશે
કેજદારે જરા કડક નજર કરી કહ્યું “મહારાજ! તમારે જવાબ મારી સામું જોઇને સાચે સાચે આપવાનો છે. જુઠું બોલશે તે શિક્ષા થશે. તમે હવે શેઠથી જરા પણ ડરશે નહીં. તમને તમારા માબાપને સોંપી દઈશું, માટે સાચે સાચું બોલો.” આથી કલ્યાણવિજય ગભરાયો અને થોડી વાર શાંત રહો.
ફોજદાર-“મહારાજ! કેમ જવાબ આપતા નથી?”
કલ્યાણ-“સાહેબ! પરાણે મારા તમામ વાળ હજામ પાસે કાઢી નંખાવ્યા, મને નવરાવ્યો, હું રેવા લાગ્યો, પછી મને પરાણે સાધુનાં કપડાં પહેરાવ્યાં, આ સાધુઓ (મનહરવિજયને બતાવીને ), મારા માથામાં રાખેલા થોડા વાળ એકદમ ચુંટી લીધા, હું ચમક્યો અને રવા લાગ્યો. પછી મારા માથા ઉપર કાંઈક નાખી મારા હાથમાં આ આઘો અને દંડ આપે. ”
ફેજદાર “તમારા માબાપને ત્યાં જવાનું મન થાય છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રકરણ ૧૫ મું.
કલ્યાણ–“મારે તે હવે માબાપને ઘેર જવું છે, મને ત્યાં લઈ જાઓ, મારે સાધુને વેશ રાખવો નથી”
આ પ્રમાણે કલ્યાણની જુબાની લઈ ફોજદારે શેઠ ચીમનલાલની અને પેલા મનહરવિજયની સવિસ્તર જુબાનીઓ લખી લીધી. તેમની જુબાનીથી કેસ ઉપર ઘણું અજવાળું પડ્યું.
ફોજદાર આ પ્રમાણે વિધિ કરી ચીમનલાલને પુછવા લાગે “બોલો શેઠ ! આ છોકરો તેના બાપને ઘેર જાય તે તમને વાંધો છે?”
ચીમનલાલ–“વાંધે તે રૂપીઆન, બીજે શું વાંધો ? પીઆ ચાર હજાર રોકડા કલદારનું પાણી થયું અને ફજેત થયો તે નફામાં. સરકાર આગળ આપણું શું ચાલે ?”
ફેજદાર–“જુઓ શેઠ! તમારે બે હજારના જામીન આપવા પડશે. આ બંને સાધુને જ્યારે અમે તમારી પાસે માગીએ ત્યારે અમને સંપવા. જે તેમ કરવામાં કસુર કરશે તે તમને કાયદેસર શિક્ષા થશે, માટે જાઓ બે હજારના લાયક જામીન ખડા કરે, અગર બે હજારની નોટો મુકી હાથ મુચરકે લખી આપો.”
ચીમનલાલ શેઠે થોડી વાર વિચાર કર્યો અને પછી મેડા ઉપર જઈ તીજોરીમાંથી બે હજારની નોટ લાવી રજુ કરી હાથ મુચરકે લખી આપો. પાવતી વગેરે જે જે કાગળો કરવા ઘટતા હતા તે કરી ફેજદાર વગેરે ત્યાંથી ચાલવા લાગ્યા. જતાં જતાં જદારે કલ્યાણને પુછ્યું “કેમ! તમારે ક્યાં રહેવું છે? મરજી હોય તો ચાલો મારી સાથે.”
“સાહેબ! મારે તે તમારી સાથે આવવું છે. મને આ શેઠ હવે મારશે. મને મારા બાપને ઘેર મુકી આવો” એમ કહી કલ્યાણ પાછો રેવા લાગ્યો અને તેમને હાથ પકડી. આ દેખાવથી સૌની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. ફોજદારને પણ દયા આવી, અને બોલ્યો.કેમ શેઠ! આ છોકરાને બરાબર સંભાળશે કે કેમ ?
ચીમનલાલ– કેમ નહીં સંભાળીએ ? હવે તે સરકારી મીલકત થઈ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
-~
~
~
~
જામનલાલ : હું તેમની ને અહી રાઉન હતો તે
પકડાયેલી છુપી દીક્ષા.
૧૦૭ આ વખતે ફોજદારની જેડે એક જૈન કારકુન હતો તે કહેવા લાગ્યો “સાહેબ! હવે આ કલ્યાણને અહીં રાખ ઠીક નથી, માટે આપની પાસે રાખો. હું તેમની સંભાળ લઈશ.”
ચીમનલાલ–“તમારી ધ્યાન પહોંચે તે પ્રમાણે કરે.”
“મારે તે હવે કઈ પણ રીતે આ ઘરમાં રહેવું નથી અને આ કપડાં રાખવાં નથી” એમ કહી એ ફેંકી દઈ કલ્યાણ કહેવા લાગ્યો “મારે કેટ ખમીસ છેતીઉં ટોપી વીગેરે છે તે મારી પેટીમાંથી મંગાવી આપે તે હું પહેરી લઉં.”
ફેજદારે તેનાં કપડાંની પેટી મંગાવી પરંતુ તેનાં કપડાં નહીં બદલતાં મહારાજના પિશાકમાં મોટરમાં બેસાડી પિતાની સાથે ઍફીસમાં લઈ ગયો અને પેટી સાથે લીધી.
આ વખતે આચાર્યની તપાસ કરવા ગયેલા બીજા ફેજદાર વગેરે ફિસમાં આવી ગયા હતા. સર્વે એકઠા મળી જે જે સ્થળોએ તાર મુકવાના હતા તે તે મુકી દીધા અને ઘટતી તજવીજ કરી દીધી
ધર્મશાળામાં તથા શેઠ ચીમનલાલને ત્યાં પોલીસનો દરેડ પડવાની વાત તથા છુપી દીક્ષાવાળા નાના ચેલાને મેટરમાં બેસાડી પોલીસ લઈ ગઈ તે વાત ખુબ ચર્ચાવા માંડી. રસિકલાલ અને માલતી પણ તે જ વાત કરવા લાગ્યાં. તેઓ હમેશના નિયમ પ્રમાણે મેટરમાં બેરી ફરવા જવાની તૈયારીમાં હતાં તેવામાં ટ્રેડીંગ કંપનીના મેનેજરના બંગલેથી ટેલીફેન આવવાથી રસિકલાલ ચંદ્રકુમારને તેડીને એકદમ મેનેજરના બંગલે ગયો. મેનેજર બંગલા ઉપર અગાશીમાં બેઠા હતા તેમને જોઈને બોલ્યો “મારા ઉપર પોલીસ ઈન્સ્પેકટરને ટેલીફેન હતું કે તેમને બેલા હું આવું છું.” તેથી મેં તમને ટેલીફોન કરી બોલાવ્યા છે તે હમણાં આવતા હશે.
એટલામાં તે તેમની મોટર ભૂ ભૂં કરતી આવી. ઉપર આવી પોલીસ ઇન્સ્પેકટર ખુબ હસી પડી મેનેજરને કહેવા લાગે “આજે તેમના સાધુની છુપી દીક્ષા પકડી કાઢી છે અને નાના સાધુને અમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રકરણ ૧૫ મું.
ઑફીસમાં લાવ્યા છીએ, પોલીસ અમલદારેએ સારી હીંમત બતાવી કામ કર્યું છે” એમ વધામણું ખાઈ બને તપાસના તૈયાર થયેલા કાગળ ચંદ્રકુમારના હાથમાં મુકી કહેવા લાગ્યો. “વાંચી જુઓ તમામ કાગળો. આવા ધર્માચાર્યો અને શ્રીમંત ગૃહસ્થો કેવું જુઠું બોલે છે તે જણાઈ આવશે.”
રસિકલાલ અને ચંદ્રકુમાર ઘણુજ ઇન્તજારીથી કાગળ વાંચવા લાગ્યા. નવા ચેલાની જુબાનીમાંથી નવી વાત નીકળી આવી. સરિતાનું નામ જણાયું, આથી ચંદ્રકુમારે શંકાથી જણાવ્યું “જેનાં માબાપ મરી ગયાં છે અને નિરાધાર સ્થિતિ થવાથી જે મારા ઘરે રહે છે તે આ સરિતા તે નહીં ? અમરાપુર ગામ તે વાત સાચી, બાપનું નામ મને યાદ નથી.” રસિકલાલે કહ્યું “કદાચ તે પણ હોય. આપણે તમારા પિતાને અમરાપુર તાર કરીએ કે “સરિતાને લઇને જલદી આવો.' જે તેજ સરિતા હોય તે ભાઈ બેન ભેગાં થાય.” આમ ધીમે ધીમે વાત કરી બંને જણે તમામ કાગળો વાંચી લીધા.
- રસિકલાલે આ બાબત પોલીસ ઈન્સ્પેકટરને ધન્યવાદ આપી પુછ્યું “તે કલ્યાણ મહારાજને કયાં રાખ્યા છે?”
ઈન્સ્પેકટર–“મેં મારા એક જન કલાર્કને સેપેલા છે, તે બહુજ લાયક છે એટલે તેમને જરાપણ હરકત આવશે નહીં.
રસિકલાલે વિવેક કરતાં કહ્યું “જે ત્યાં હરકત જેવું લાગે તો સુખેથી મારે ત્યાં મોકલજે.”
ચંદ્રકુમાર “હવે આગળની શી તજવીજ કરી છે?”
ઈસ્પેકટર–“અમોએ અમરાપુર તાર કરી કલ્યાણ મહારાજના માબાપને તેડાવ્યાં છે.”
ચંદ્રકુમાર–“કેના ઉપર તાર કર્યો છે?” ઇન્સ્પેકટર “ફોજદાર ઉપર તાર કરેલો છે તે ખબર આપશે.”
ચંદ્રકુમાર– “હું જે ધારું છું તે જે હોય તે તેનાં માબાપ મરી ગયેલાં છે. હું તેની બેન સરિતા ઉપરથી અટકળ કરું છું. તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
પકડાયેલી છુપી દીક્ષા.
૧૦૯
-
--
--
~~
~
~
~
~~*--
--
~~~
થોડા વખતે પણ સારીથી સાધુઓની "
બેન સરિતા તેનાં માબાપ મરી જવાથી અમરાપુરમાં મારા બાપને ત્યાં રહે છે. તે કુટુંબ સંબંધી મારા પિતાશ્રી વાકેફગાર છે.”
ઈન્સ્પેકટર–“ત્યારે તમે તમારા પિતાજીને તે સરિતા સાથે અત્રે તેડાવો એટલે ઠીક પડશે.”
રસિકલાલ–“તેમના પિતાજી આવી વાતોથી વાકેફગાર છે. તે બધી માહિતી પૂરી પાડશે.”
ઇસ્પેકટર–“જરૂર તાર મુકો.” ચંદ્રકમારે કાગળ કાઢી તાર લખી સીપાઈને તાર કરવા મોકલ્યો.
ઇન્સ્પેકટર–“અમોએ તમારી સાધુઓની આવી દીક્ષાઓ તેડી નાખવા ગયા અઠવાડીઆથી સખ્ત ઉપાયો લેવા માંડયા છે. છુપી પોલીસને પણ હુકમો મળી ચુક્યા છે. ધારાસભામાં આ વાત થોડા વખતથી ચર્ચામાં છે અને અમારા ઉપર છુપા હુકમ છુટયા છે તેનું પરિણામ તમે કેટલાક વખત પછી જોશો. આજથીજ તેને અમલ થવા લાગ્યો છે. હાલમાં સુપરીન્ટેન્ડેટનો ચાર્જ મારી પાસે છે. પોલીસ કમીશ્નર બહુજ સખ્ત છે. આમાં જેવી રીતે બાતમી મળી તેવી બાતમીઓ આવા ગૃહસ્થા તરફથી મળી આવે તે જરૂર તેમને સડા કાઢી નાખીએ. આ વાત નહીં લંબાવતાં કાલે માહ વદ ૧૨ ના રોજ કલેકટરની ઑફીસમાં એક વાગે હાજર થવા તમામ ઉપર સમન્સ કાઢવા નક્કી કરવામાં આવ્યું છે.”
રસિકલાલ–“આપે ઉઠાવેલી તસદી માટે આપને ખરેખર ધન્યવાદ ઘટે છે, આપના માણસોએ બાહેશથી અને ચાલાકીથી કામ લીધું છે. અમે આપને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છીએ. અમારા પક્ષમાં સમાજને મોટો ભાગ છે અને તે છગરથી કામ કરે છે. આપે લીધેલી તસ્દી માટે આભાર માનીએ છીએ.”
એમ આભારદર્શક લાગણું પ્રદર્શિત કરી રસિકલાલ અને ચંદ્રકુમાર ત્યાંથી ઉઠી ઘેર વિદાય થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પ્રકરણ ૧૬ મું.
પ્રકરણ ૧૬ મું.
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ, કચેરીમાં આચાર્યશ્રીની પધરામણી, લાભાલાભના વિચારમાં અસત્ય જુબાની, કલેકટરની ઉદારતા, કલ્યાણ અને સરિતાને મેળાપ
* Truth can hardly be expected to adopt herself to the crooked policy, and wily sinuosities of worldly affairs; for truth like light, travels only in straight lines.-Colton,
SAn excuse is worse and more terrible than a lie, for an excuse is a lie guarded.
–Pope. માહ વદ ૧૨ ના રોજ બપોરના એક વાગે કલેકટરની કચેરીમાં હાજર થવાની મંગળકારી આમંત્રણ પત્રિકાઓ આચાર્યશ્રી સૂર્યવિજયજીને તેમના ભક્તરાજ ધરમચંદ મારફત પોલીસ તરફથી પહચાડવામાં આવી. પોલીસની તપાસ પછી આચાર્ય તરફ લોકોને ઘણો જ અણગમે જાહેર રીતે જણાઈ આવતા હતા અને ઠામ ઠામ તેજ વાત થતી હતી. તેમના ભક્તોએ કેટલાક શ્રીમંતોને બહાર ગામથી મદદ માટે બોલાવવા તાર છોડી દીધા હતા. પોલીસે આચાર્યને પકડ્યા એવી અફવા કેટલાક અંધ શ્રદ્ધાળુઓએ ચલાવી અતિશયોકિત કરી ગંભીર રવરૂપ આપી દીધું હતું. સાધુઓને કલેકટરની કેરટમાં એક વાગે બેલાવ્યા છે એવી વાત જાહેર થવાથી લોકો તે દિવસે બપોરથી
સત્ય એવું હોય છે કે તે ભાગ્યે જ વક પદ્ધતિને અને દુનિયાદારીના ખટલાની કપટી પ્રપંચી વકતાને બંધ બેસતું હોય છે. કારણ કે પ્રકાશનાં કિરની માફક સત્ય હમેશાં સીધીજ ગતિ કરે છે.
મ્હાનું તે જુઠાના કરતાં વધારે ભયંકર હોય છે. કારણ કે બહાનું તે સંભાળપૂર્વક છુપાવેલું જુઠાણું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૧
કારટમાં ભરાવા લાગ્યા. કલેકટર રજા ઉપર હોવાથી તેમનો ચાર્જ ડેપ્યુટી
લેકટર પાસે હતો, તે ગુજરાતી હતે. આચાર્ય અને તેમની સાથેના તમામ સાધુઓને તથા પેલા ચીમનલાલ શેઠને તથા તેમને ઘેર દીક્ષા આપનાર મનહરવિજય સાધુને બપોરના એક વાગે કેરટમાં હાજર રહેવાનું જણાવેલું હોવાથી ધર્મશાળામાંથી સાધુમંડળ કચેરીમાં જવા નીકળ્યું. આ વખતે મોટા સરઘસ જેવો દેખાવ થઈ રહ્યા હતે. આગળ આચાર્ય અને પાછળ પંદર સાધુનું અને તેમના ભકતનું ટોળું ચાલતું હતું. ભક્તો તરફથી કોરટમાં તેમને માટે પાટોની ગોઠવણ કરવામાં આવી હતી. બધા મુનિ મહારાજે તે ઉપર બિરાજમાન થયા. કચેરી ચીકાર ભરાઈ ગઈ. ગરબડ કે તેફાન ન થાય એટલા માટે પોલીસે સારો બંદોબસ્ત રાખ્યો હતે.
બરાબર એક છે કે કલેકટર ચેમ્બરમાંથી આવી ન્યાયાસન પર બેઠા. તમામ પક્ષકારે હાજર થયેલા હોવાથી દીક્ષાકેસને તપાસ શરૂ કર્યો. કલેકટરે પ્રસન્નતાથી આચાર્ય તરફ જોઈ કહ્યું “મહારાજ ! આજે આપને તસ્દી આપવી પડી છે. તેથી કદાચ આપને ખોટું લાગ્યું હશે પણ કાયદાનું બંધારણ એવું છે કે ન્યાયને માટે ઉંચા નીચાને ભેદ રાખ્યો નથી. આપના જેવા આચાર્યને કેરટમાં બોલાવવા તે પણ અમને ઠીક લાગતું નથી. પોલીસની તપાસમાં જે હકીકત મારા જાણવામાં આવી તે જોઈ મને દિલગીરી થાય છે. આપના જેવા આચાર્યું આવું વર્તન રાખવું જોઈએ નહીં. સરકાર તરફ દીક્ષા સંબંધી થયેલા ઝઘડાઓની ઘણું અરજીઓ આવે છે, વળી હમણાં ધારાસભામાં પણ આ વાત ચર્ચાઈ છે. આવી પરિસ્થિતિમાં બંદોબસ્ત અને તપાસ માટે અમારી તરફ કામે આવ્યાં છે એટલા માટે પોલીસ ઇન્સ્પેકટરને હુકમ આપી તપાસ કરાવ્યો છે જેમાં આપના સાધુપણાને બીલકુલ નહીં છાજે તેવી હકીકત બહાર આવી છે તેથી વધુ ચેકશી માટે આપને તસ્દી આપી છે. આશા છે કે સાધુ પુરૂષ જુઠું નહીંજ બેલે
અને ખરી હકીકત જાહેર કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રકરણ ૧૬ મું.
આપે પોલીસની તપાસમાં જણાવ્યું છે તેને સાર એ છે કે “મારું નામ વિજયસૂર્ય સૂરીશ્વર છે, ગુરૂનું નામ વિજયપરમાનંદ સૂરીશ્વર છે, અહીં આવ્યા પછી મેં બે જણને દીક્ષા આપી છે. એક કસ્તુરચંદને અને બીજી ચતુરાબાઈને. આ શવાય બીજા કોઈને મેં દીક્ષા આપી નથી. અમારા કોઈ સાધુએ પણ દીક્ષા આપી નથી. કોઈને આપ્યાનું પણ અમારા જાણવામાં નથી” આ પ્રમાણે હકીકત આપે પોલીસમાં જણાવી છે ?
આચાર્ય જવાબ આપ્યો “હા, તે પ્રમાણે મેં લખાવી છે.” કલેકટર “તે હકીકત આપે સાચી લખાવી છે ?” આચાર્ય–“ હા, સાચી લખાવી છે.” કલેકટર–“ શું આ આપ હડહડતું જુઠું બોલતા નથી ?": આચાર્ય–“ના, બીલકુલ નહીં.”
કલેકટર—“કદાચ ધર્મના કામમાં જુદું બેલવાને પ્રસંગ આવે તો આપ જુઠું બોલો ખરા ?”
આચાર્ય આ શબ્દો સાંભળી ઉંડા વિચારમાં પડયા.”
કલેકટર–“આમ શા માટે વિચાર કરવો પડે છે? આપને પાળવાના સિદ્ધાંતે નકકી થયેલા છે તે પછી વિચાર કરવાને હોય જ નહીં.”
આચાર્ય “લાભાલાભને વિચાર કરવો પડે.”
કલેકટર “ધારે કે જુઠું બોલવાથી આપને ધર્મને વધારે લાભ થાય તો તે વખતે આ૫ જુઠું બોલે છે ?”
આચાર્ય– વિચાર કરીને) “જે સમય.”
કલેકટર–“હું આપને ખાસ ભાર દઈને અને ખાસ આપના ધ્યાન ઉપર લાવીને કહું છું કે ઉપરના આપના સિદ્ધાંતને વળગીને પોલીસ આગળ હકીકત લખાવી છે તે ખરેખરી સત્ય લખાવી છે ?'
આ શબ્દોથી આચાર્યની મુંઝવણ વધતી ગઈ. લાભાલાભ શબ્દ મેંઢામાંથી નીકળી ગયો તે હવે શી રીતે પાછા પેસે ? વ્યાખ્યાનમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૩
ગમે તે તડાકે મારી હાજી હા કહેનારા શ્રાવકોને ઉંધુંચતું સમજાવાય, પણ અહીં તો સત્તાધીશાની કચેરી રહી એટલે બીજું શું બોલે ? જવાબ દેતાં વિલંબ થયો એટલે કલેકટરે જરા ક્રોધ કરી પુછયું
આચાર્ય મહારાજ ! કેમ તમે જવાબ દેતાં વાર લગાડો છે ? જેવું હોય તેવું કહી દે. કહો કે ધર્મને લઈને જુઠું બેલું છું.”
કલેકટરના આવા કડક શબ્દો સાંભળી આચાર્યના કપાળમાંથી પરસેવાનાં બિંદુ છુટવા લાગ્યાં. પોલીસ અમલદાર આગળથી તે છુટયા હતા પરંતુ કલેકટર આગળ વાત વધી પડી. સાપે છછુંદર ગળ્યા જેવું બન્યું. આચાર્યની મુખાકૃતિ અને જવાબ દેવાની પદ્ધતિથી કલેકટરના મનમાં તેમના પ્રત્યેનું માન ઉડી ગયું, આચાર્યને “આપ” શબ્દથી સંબોધવું બંધ કરી કલેકટરે “તમે ” શબ્દ વાપરો શરૂ કર્યો.
વિચાર કરી આચાર્યો જવાબ આપ્યો “હું સાચે સાચું કહું છું. જુઠું બોલતું નથી.”
કલેક્ટર–“મહારાજ ! તમારા સત્યની વ્યાખ્યા મેં જાણી લીધી. તમે સાચું બોલો છો કે જુદું તેના તમામ પૂરાવા મારી પાસે છે. હું હવે તમને પુછું છું કે “તમારે મનહરવિજય નામને ચેલે છે?”
આચાર્ય-“હા, પણ તે મારી સાથે નથી.” કલેકટર–“હાલ તે કયાં છે ?” આચાર્ય–“હું જાણતો નથી.” કલેકટર–“તે અત્રે ચીમનલાલ શેઠને ત્યાં છે તે તમે જાણે છે ?” આચાર્ય—“ ના, હું જાણતો નથી.”
કલેકટર–“ ચીમનલાલ શેઠને ઘેર મનહરવિજય સાધુએ એક નાના તેર વરસના કલ્યાણ નામના છોકરાને છાની રીતે દીક્ષા આપી છે તે વાત તમે જાણો છો ?”
આચાર્ય–“ના, આ વાત બનાવટી છે.”
કલેકટર–“બનાવટી છે કે કેમ તે જોવાનું કામ મારું છે. હવે તમે કેટલા સાચા છે તે તમને બતાવું છું.” એમ કહી મનહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
• પ્રકરણ ૧૬ મું.
વિજય સાધુને કેરટમાં હાજર કરવા પોલીસ અમલદારને હુકમ કર્યો. તે કચેરીમાં હાજર થતાં તેમને એક પાટ ઉપર બેસાડવામાં આવ્યા. - કલેકટર–“ આચાર્ય મહારાજ ! આ મનહરવિજય સાધુ જે તમારે ચેલો થાય છે તેને તમે ઓળખે છે
આચાર્ય–“હા, ઓળખું છું. પણ તે હાલ મારા ચેલા તરીકે નથી.”
પછી કલેકટરે મનહરવિજય તરફ નજર કરી તેમને પુછયું મનહરવિજય! તમારી પાસે પોલીસ તપાસ કરવા આવી હતી ?” - મનહરવિજય-“હા સાહેબ! શેઠ ચીમનલાલને ત્યાં હતા તે વખતે પોલીસ તપાસ કરવા આવી હતી.”
કલેક્ટર–“તમે પિોલીસ આગળ નીચે પ્રમાણે લખાવ્યું છે તે સાંભળો–
“મારું નામ મનહરવિજય છે, વિજય સૂર્ય સૂરીશ્વરને ચેલો થાઉં છું. હું હાલમાં તેમની સાથે અત્રે આવેલો છું. તેમણે મને ચીમનલાલ શેઠને ઘેર મોકલેલ તેથી તેમને ત્યાં છું. મેં એક કલ્યાણ નામના બાર તેર વરસના છોકરાને શેઠ ચીમનલાલ ઘરના મેડા ઉપર માહ વદ ૭ ના સવારે ૯ વાગે દીક્ષા આપી છે. તે છોકરો દીક્ષા લેવા માટે આનાકાની કરતો હતો અને રડતો પણ હતો, પણ શેઠ લાલચ આપી સમજાવતા હતા તેથી તે શાંત રહે છે. દીક્ષા આપ્યાના આગલા દિવસે બીજા સાધુઓને દીક્ષા આપવા મોકલવાના હતા પણ તેમણે ના પાડી તેથી મને મોકલ્યો. તે પહેલાં હું આચાર્યની પાસે ધર્મશાળામાં હતો.” આ પ્રમાણે તમે પોલીસ આગળ લખાવ્યું છે?”
મનહરવિજય–“હા લખાવ્યું છે.” કલેકટર–“તે સાચી વાત લખાવી છે?” મનહરવિજય–“હા સાહેબ! સાચે સાચું લખાવ્યું છે.”
આ વખતે બધી કચેરી શાંત અને સ્તબ્ધ બની ગઈ અને કઈ કઈ ઠેકાણેથી ઉદગાર નીકળવા લાગ્યા કે “હવે આચાર્ય સપડાયા, મર્યા, આવી બન્યું. કલેકટરે જરા મેં મલકાવી કહ્યું “કેમ આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૫ મહારાજ? તમે કેટલા સત્યવાદી છે તે તમારા ચેલાની જુબાની ઉપરથી નથી સમજાતું ?”
આચાર્ય–“એ તે જુઠે છે. તે મારો ચેલો જ નથી. તેણે તો નવો ગુરૂ કરેલો છે. તેમની સાથે અમારે અણબનાવ છે તેથી મને સપડાવવા માગે છે.”
કલેકટર–“મહારાજ ! તમે જાણો છો કે એક જુઠું બેલવામાં તેના ટેકામાં અનેક જુઠાં બેલવાં પડે છે, પણ તમને તે ધર્મના એઠા નીચે જુઠું બોલવામાં હરક્ત નથી તેથી હજારે જુઠાં બેલવાની તમને છુટ હોય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આટલેથી હજુ તમને સંતોષ થયેલો જણાતો નથી” એમ કહી ચીમનલાલ શેઠને હાજર કરવા પોલીસ ઈન્સ્પેકટરને સૂચના આપી. ચીમનલાલ શેઠ ધ્રુજતા ધ્રુજતા આવ્યા અને સલામ કરી કલેકટરની આગળ ઉભા રહ્યા.
કલેકટર–“તમારા ઘરે તપાસ કરવા પોલીસ આવેલી?” ચીમનલાલ–“હા સાહેબ!”
કલેકટર–“તમારે ત્યાં કલ્યાણ નામના છોકરાને છુપી રીતે દીક્ષા આપવામાં આવી છે ?”
ચીમનલાલ–“હા સાહેબ! મેં પોલીસમાં ખરેખરું લખાવ્યું છે. તે સઘળું કાગળમાં છે તે વાંચવાથી સમજાશે. ફરી પુછવાની તસ્દી લેવાની આપ નામદારને જરૂર નથી.
કલેકટર–“ હું તે બધું સમજે છું પણ તમારા આચાર્યને ખાત્રી કરાવવાની જરૂર છે.”
ચીમનલાલ-આચાર્ય મહારાજ ક્યારે જાણતા નથી? તે છોકરાની ભાંજગડમાં તે તે હતા. વળી દીક્ષા આપવા માટે મનહરવિજયને પણ તેમણેજ મોકલેલા છે. વિનાકારણ પેલી સુધરેલી ટોળીથી આચાર્ય હીન્યા, ઉઘાડા છોગે દીક્ષા આપી હતી તો કેણ રોકનાર હતું?”
કલેકટર–“આચાર્ય તે બધું જાણે છે પણ કબુલ કરતા નથી એટલા માટેજ તમને લાવ્યા છે. તમે કહે છે કે તમે પોલીસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
~
~
~~~
૧૬ પ્રકરણ ૧૬ મું.
~~~ ખરેખરું લખાવ્યું છે તે તેને સારાંશ વાંચી બતાવું છું.”
ચીમનલાલ–“હા સાહેબ! વાંચી બતાવો, મારે આચાર્યની રૂબરૂ બોલવું મટયું” એમ કહી બે હાથ જોડી નમસ્કાર કર્યા. (હસાહસ)
કલેકટરે તિરસ્કારભરી નજરે આચાર્યની સામું જોઈ કહ્યું “આચાર્યશ્રી ! તમારા ભક્ત ચીમનલાલે પોલીસ આગળ સત્ય હકીકત લખાવી છે તે સાંભળ
" મારું નામ ચીમનલાલ નગીનદાસ છે. કલ્યાણ નામના છોકરાને મારા ઘરમાં છાની દીક્ષા આપવામાં આવી હતી, હમણાં અમ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ સુધારેલા લોકેને નીકળે છે. તેના સભાસદે ધાંધલ મચાવે અને સુલેહને ભંગ થાય તેવા ડરથી છુપી દીક્ષા આપી હતી. હું કાંઈ કલ્યાણને છાની રીતે ઉપાડીને લાવ્યા નથી કે કોઈ મારા ઘેર છુપી રીતે મુકી ગયું નથી. પણ તેના બાપ ભગવતીદાસ અમરચંદ પાસેથી વેચાતે રાખેલ છે. તેમનું ઘર અમરાપુરમાં છે. તેની પાસે હું એક હજાર રૂપીઆ માગતો હતે તે માટે તેના ઉપર મેં દાવ કર્યો હતો. તે વખતે સૂર્યવિજય આચાર્ય અમરાપુરમાં ચોમાસુ હતા. ભગવતીદાસ મહારાજ પાસે આવતા હતા, અને તેમના દુઃખની વાત કરતા હતા. તે સઘળી ભાંજગડ મહારાજ પાસે આવી. મહારાજે મને ખુબ સમજાવ્યો. છેવટે એમ ઠરાવવામાં આવ્યું કે ભગવતીદાસના માથે બીજું ત્રણ હજારનું દેવું હતું તે દેવું મારે ચુકાવી આપવું અને મારે દાવો પાછો ખેંચી લઈ મારૂં લહેણું લખી વાળવું; તેને બદલે તેના છોકરા કલ્યાણને આચાર્યને ચેલા તરીકે આપવું. આ પ્રમાણે નક્કી થવાથી ભગવતીદાસ કલ્યાણને મારે ત્યાં મુકી ગયા અને તેમનું દેવું રૂપીઆ ત્રણ હજારનું ચુકાવી આપ્યું. તે વખતે કલ્યાણની ઉમર આશરે દસ વરસની હશે. છોકરાને ભણવા માટે પાઠશાળામાં મુકે. ત્રણ વરસથી અહીં પાઠશાળામાં ભણે છે. હાલ તેની ઉમર તેર વરસની છે. આચાર્યશ્રી અત્રે આવ્યા, તેમની ઈરછા દીક્ષા આપવાની થઈ તેથી મારા ઘરમાં દીક્ષા આપી. હકીક્ત બેટી હેય તે આચાર્યશ્રીને પુછવાથી ખાત્રી થશે.
ઉપર પ્રમાણે જુબાની વાંચી રહી કલેકટરે કહ્યું “શેઠ ! આ પ્રમાણે તમે લખાવ્યું છે ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૪
શેઃ ચીમનલાલે તરતજ જવાબ આપ્યા “ હા સાહેબ! મધું ખરેખરૂં લખાવ્યું છે. સાહેબ! આચાર્યને પુછેને! તે ખુલાસા આપશે, ભાંજગડમાંજ તે હતા. અમારી સાથે તેમણે પણ એ દિવસના ઉજાગરા કરેલા છે, તે પૂરા વાંકેગાર છે. કહા, મેં આમાં શે। ગુન્હો કર્યો છે ?”
આ શબ્દોની સાથે કારટમાં ખુબ હસાહસ ચાલી રહી, આચાર્યનું મ્હાં વ્હીલું પડી ગયું, નૂર ઉડી ગયું, શેઠ ઉપર જરા ગુસ્સા થયે પણ શું કરે? શેઠ પણ આધાપાછા થાય તેમ નહેતું. આ કાંઈ અનેાની વ્યાખ્યાનની સભા નહોતી કે આચાર્ય સિંહગર્જના કરી શ્રોતા જતાને આવે !
કલેકટર—“ શેઠ ! તમે કલ્યાણને આળખે છે ?”
ચીમનલાલ—“ ત્રણ વરસથી ખવરાવી પીવરાવી, પાળી પાષી, ભણાવી ગણાવી મારી પાસે રાખી માટે કરેલા છે તેને કેમ ન ઓળખુ? તે તે મારા દીકરા કુમારપાળ કરતાં પણ ઘણા વહાલા છે, ( ત્યારે એને શું કરવા દીક્ષા આપી ? એવા ધીમેા ઉદ્ગાર–હસાહસ) આવા મારા દીકરા જેવા કલ્યાણને મેં દીક્ષા આપી તેમાં મે શે ગુન્હા કર્યાં ? મેં તે ધર્મનું કામ સમજી આ આચાર્ય મહારાજના આગ્રહથી તેમણે કાઢી આપેલા ઉત્તમમાં ઉત્તમ મુદ્દતે અનુસાર માહે વદ ૭ ના સવારે ચેાધડીઉં, ઘડી પળ બરાબર સાધી પાસે રહી દીક્ષા અપાવી કલ્યાણના આત્માના ઉદ્ધાર કર્યો છે અને આચાર્યશ્રીને પણ પૂરેપૂરા સંતાષ આપ્યા છે, છતાં પોલીસ મારે ત્યાં ધાંધળ કરી મારા જામીન લે અને મને જૈત કરે તેમાં મારે શા અપરાધ તે મને સમજાતું નથી. મેટા લેાકેાની લડાઈમાં હું નિર્દોષ માણસ મા જાઉં છું.” ( ખુબ હસાહસ )
1,
કલેકટર——“ શેઠ ચીમનલાલ! તમે આ પ્રમાણે જુબાની આપે છે તેથી આચાર્ય મહારાજ તમારા ઉપર નાખુશ નહીં થાય? ચીમનલાલ——“સાહેબ ! નાખુશ થાય તે તેમાં હું શું કરૂં ? મારા શેા દેય ? મેં તે। તેમણે કહ્યું તે પ્રમાણે કર્યું અને સાચે સાચુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મું.
લખાવ્યું. મારે કેટલા કાળ કાઢવા છે? મ્હાત ગઈ છેડી રહી. શા માટે જુઠું બોલું ?” એમ કહી શેઠ ગળગળા થઈ ગયા.
કલેકટર–“શેઠ ! કચવાશે નહીં. હું જાણું છું કે તમે જુ બોલવામાં પાપ સમજે છે. આચાર્યની વિરુદ્ધ સત્ય બોલવામાં તમે જે હીંમત બતાવી છે તે માટે તમને ધન્યવાદ ઘટે છે.”
ચીમનલાલ–“સાહેબ! અમારા આચાર્ય રોજ અમને બોધ આપે છે કે જુઠું બોલવામાં પાપ છે, તેથી નરકમાં જવાય, તો શા માટે જુઠું બોલી હાથે કરી નરકમાં જાઉં? જેને નરકમાં જવું હોય તે બેલે જુઠું (હસાહસ)” આમ કહી જાણે કલેકટરની મહેરબાની મેળવવા પ્રયત્ન કરતા હોય તે દેખાવ કરી મુક્યો.
કલેકટરે ગંભીર સ્વરૂપ પકડી કડક સ્વરે કહ્યું “મહારાજ ! હવે તમને જણાય છે કે તમે કેટલા બધા સત્યવાદી છે ?' . આચાર્ય–“આ વાણુઓ તદન જુઠો છે. વાણીઆ હમેશાં પ્રપંચી, દગાબાજ અને જુદા હોય છે, ખોટા સોગંદ ખાય છે, સંબંધીઓને ફસાવે છે, અમારા જેવા મેટા આચાર્યથી પણ દગાથી રમે છે, જુઓને તે શ્રાવક થઈ આચાર્યને સપડાવવા નીકળે છે. એવા અધર્મી ઓ નરકમાં જવાના.”
કલેકટર-“ જ્યારે ઈશ્વર તે ગુન્હાને ન્યાય કરવાનું કામ તમને સેપે ત્યારે તેને નરકમાં મોકલજે પણ અત્યારે તમારે સાવધ રહેવાનું છે, સમજ્યા? આટલેથી તમને ખાત્રી થતી નથી તે જુઓ હું તમારી આગળ એક વધુ પૂરાવો રજુ કરું છું.” એમ કહી કલ્યાણને હાજર કરવા પોલીસને હુકમ કર્યો. આથી તમામ પ્રેક્ષકોને તે છોકરાને જોવાની આતુરતા થઈ. પોલીસ ઈન્સ્પેકટરે તે છોકરાને કોરટમાં હાજર કર્યો.
તેને જોઈ કલેકટરને મંદ હાસ્ય આવ્યું અને સામી બાજુ ખુરશી ઉપર બેસવા સૂચના કરી. લોકો ઉભા થઈ તેને જોવા લાગ્યા.
કલેકટર–“તમારું નામ કલ્યાણને?” . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૯
કલ્યાણ–“હા સાહેબ. મારું નામ કલ્યાણ ને બાપનું નામ, ભગવતીદાસ. ”
કલેકટર–“કલ્યાણ! બીજા સાધુઓની માફક કેમ તમારા બગલમાં એ રાખેલો નથી?”
કલ્યાણ–“સાહેબ! તે તો મેં ગઈ કાલે શેઠ ચીમનલાલના ઘેરે ફેંકી દીધો છે. હું તે આ પીળા કપડા કાઢી ધોતી કેટ અને ટોપી પહેરવા માગતા હતા પરંતુ ફેજદાર સાહેબે તેમ કરવા ના પાડી.”
કલેકટર–“તમને આવાં સાધુનાં કપડાં કોણે અને કેવી રીતે પહેરાવ્યાં ?”
કલ્યાણ–“સાહેબ એક સાધુ આગલા દિવસે આવેલો તેણે કપડાં પહેરાવ્યાં છે. પહેલાં મારું માથું હજામ પાસે સાફ કરાવ્યું, અને માથામાં થડા વાળ રાખ્યા. અને પછી પરાણે નવરાવ્યો અને સાધુએ આ કપડાં પહેરાવી મારા માથામાં રાખેલા થોડા વાળ ખેંચી નાખ્યા.”
કલેકટર–“આ બધું તમે રાજી ખુશીથી કરાવ્યું?”
કલ્યાણ-“ના સાહેબ! મને તો તે વખતે ખુબ રડવું આવતું હતું. હજામને પણ ગાળો દીધી હતી. પણ મારું તેમના આગળ શું ચાલે? મને તો કહેતા હતા કે તું મોક્ષમાં જઈશ, ત્યાં તને ખુબ સુખ મળશે એમ કહી સમજાવતા હતા, પણ મને કાંઈ ચેન પડતું નહતું તેથી હું રડતો, રડતો એટલે મને ધમકાવી લપડાક મારતા અને મેંઢું દબાવી રડવા દેતા નહીં. રખેને કઈ પાડોશી જાણે.” એ શબ્દોની સાથે આંખમાં ઝળઝળીયાં ભરાયાં.
કલેકટર–“કલ્યાણ! રડશે નહીં. તમને હવે કોઈ મારશે નહીં તમારી ઈચ્છા તમારા માબાપ પાસે જવાની છે કે આ વેશ કાયમ રાખવાનું છે?”
કલ્યાણ-“સાહેબ ! મારે મારાં માબાપ પાસે જવું છે. મને તેમની પાસે મોકલાવે.” એમ બેલી ખુબ રડવા લાગ્યો. આ બનાવથી આખી કચેરીમાં ગમગીની ફેલાઈ ગઈ. કેટલાકની આંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧ર૦
પ્રકરણ ૧૬ મું. આંસુથી ભરાઈ ગઈ અને ઉગાર નીકળવા લાગ્યા કે સાધુઓ કેવાં નિર્દય કામ કરે છે? આટલા નાના છોકરાને દીક્ષા શી?જૈનધર્મમાં આ બળાત્કાર કરવાનું કહેલું છે?”
કલેકટર–“કલ્યાણ! તમને અત્યારે તમારું જોતી, પેરણ, કેટ ટોપી આપવામાં આવે તે તમે પહેરવા ખુશી છે?”
કલ્યાણ—“મને તે આપવામાં આવે તે આ ફેંકી દઉં.
આ પ્રમાણે કેરટ સ્વાલ પુછે છે એટલામાં ઈન્સ્પેકટરે એક લેખી રીપોર્ટ રજુ કર્યો. કલેકટરે તે રીપોર્ટ વાંચી તે ઉપરથી વિચાર કરી કલ્યાણને પ્રશ્ન કર્યો “ કલ્યાણ! તમારે બેન છે?”
કલ્યાણ-હા સાહેબ.” કલેકટર–“તેનું નામ શું?” કલ્યાણુ–“તેનું નામ સરિતા છે.” કલેકટર–તેને તમે ઓળખો છો?” કલ્યાણ–“કેમ ન ઓળખું? તે મને ભણાવતી હતી.” કલેકટર–“તમારાં માબાપ જીવે છે?” કલ્યાણ-“હા સાહેબ.” કલેકટર–“તમે તેમનાથી ક્યારે છુટા પડ્યા?” કલ્યાણ–“સાહેબ ત્રણ વરસ થયાં.” કલેક્ટર–“તે પછી મળ્યાજ નથી?”
કલ્યાણ–“ના સાહેબ! મને ઘણુંએ મળવાનું મન થતું, પણ શેઠ મળવા જવા દેતા નહોતા.”
કલેકટર—“ કલ્યાણ! તમે ગભરાશે નહીં. તમે કહેશો તેમ કરીશું. જરા તમે બાજુની ઓરડીમાં બેસે. હમણું તમને પાછા બોલાવું છું અને તમને તમારાં કપડાં પહેરાવી તમારા ઘેર મોકલું છું.” એમ કહી કલેકટરે તેમને જોડેની ચેમ્બરમાં બેસાડવા હુકમ કર્યો અને ચંદ્રકુમાર તથા તેમની સાથે આવેલી છોકરી તથા બીજા માણસને કેરટરમાં રજુ કરવા ઈન્સ્પેકટરને જણાવ્યું. તે ત્રણે જણ હાજર થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ અને સરિતાને મેળાપ.
૧૨૧
તેમને બેસવા ખુરશીઓ આપવામાં આવી. છોકરી નવાનવી કેરિટમાં આવેલી હોવાથી ગભરાતી હતી. પણ તેની સાથે ચંદ્રકુમાર તથા ચંદ્રકુમારના પિતા અવંતીલાલ હતા તેથી તેનામાં હીંમત હતી.
કલેકટરે ધીમે રહી તે છેડીને પુછયું “બેન ! તમારું અને તમારા આપનું નામ શું?”
સરિતા–“સાહેબ! મારું નામ સરિતા છે અને બાપનું નામ ભગવતીદાસ અમરચંદ છે.”
કલેકટર–“તમારી માનું નામ શું?” સરિતા–“બાઈ જમના.” કલેકટર–“તમારે કોઈ સગા ભાઈ છે કે ?” સરિતા–“હા સાહેબ પણ...........” “પણ” શબ્દ બોલતાંની સાથે તેની આંખમાંથી આંસુ ખરવા માંડયાં.
કલેકટરે દિલાસે આપી કહ્યું “બેન! ગભરાશે નહીં. “પણ” કહી કેમ અટકી પડવાં? કહેવા માગો છો ?”
સરિતા–“સાહેબ! મારા બાપે દેવા પેટે કઈ સાધુને મારા ભાઈને વેચી દીધું છે એમ મારી બા એક દિવસ કહેતી હતી.”
કલેકટર “તેનું નામ તમને આવડે છે ?” સરિતા-“હા, તેનું નામ કલ્યાણ.” કલેકટર “ક્યાં વેચેલો છે તે તમે જાણો છે?” સરિતા–“સાહેબસાધુને વેચે છે એટલું જ જાણું છું.” કલેક્ટર–“હાલ ક્યાં છે તે તમારા જાણવામાં છે?”
સરિતા–“ના, સાહેબ! મને શી ખબર પડે? સાધુ આવા નાના છોકરાને ઉપાડી લઈ જઈ ચેલા બનાવે છે એમ મારી બા તથા પાડોશીનાં બૈરાં કહેતાં હતાં.”
કલેકટર–“તમારાં માબાપ હાલ ક્યાં રહે છે?”
આ પ્રશ્નની સાથે સરિતા રડી પડી. રડતાં રડતાં ભાગ્યા તુટયા શબ્દ બોલી “બંને જણ મરી ગયાં છે, બાપ ગઈ સાલ મરી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રકરણ ૧૬ મું.
અને મા હમણાં થોડા દિવસ ઉપર મરી ગઈ” એમ કહી બેલતી બંધ થઈ, મન ઘણુંજ ભરાઈ આવ્યું, મા સાંભરી આવી. લાચાર અવસ્થાનું ભાન થયું અને દુખીઆરી જેવી બની ગઈ. બાજુમાં બેઠેલા અવંતીલાલે તેને દીલાસો દઈ ધીરજ આપી.
આ વખતે કલેકટરની આંખો પણ ભીની થઈ. મન શાંત કરી કલેકટરે આશ્વાસન આપ્યું “બેન ગભરાશે નહીં, હીંમત રાખે, એમ ન કરીએ, હાલ તમે ક્યાં રહે છે ?
સરિતા–“સાહેબ! આ અવંતીલાલ કાકાને ત્યાં રહું છું. તે અમારા પાડોશમાં રહે છે. મા મરી ગયા પછી હું એકલી હોવાથી તે મને તેમના ઘેર રાખે છે. કાકીનું મારા ઉપર ઘણું હેત છે. હાલમાં તે તે બંને મારાં માબાપ તુલ્ય છે.”
કલેકટર–બેન ! તમે તમારા ભાઈને ઓળખી શકશે ? ”
સરિતા–“હા, કેમ ન ઓળખું ? અમે ભેગાં રમતાં હતાં. હું તેને ભણાવતી.”
આ સાંભળી કલેકટરે કલ્યાણને ચેમ્બરમાંથી લાવવા ઈન્સ્પેકટરને આંગળીથી ઈસાર કર્યો કે ઇસ્પેકટરે ચેમ્બરમાં જઈ કલ્યાણને તરતજ કોરટમાં રજુ કર્યો. તેની ખુરશી આગળજ સરિતાને જોઈ એકદમ કલ્યાણ બેલી ઉઠે. “બેન સરિતા ! તું ક્યાંથી ?” એમ કહી તેની પાસે ખુરશી ઉપર બેઠે. સરિતા આમ એકદમ પિતાના ભાઈને સાધુ વેશમાં જઈ વિસ્મય પામી. “ભાઈ કલ્યાણુ! તું અહીં આ વેશમાં ક્યાંથી?” એમ કહી રડવા લાગી. આ દેખાવથી જોનારની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. કલેકટરને પણ ખીસામાંથી રૂમાલ કાઢી આંસુ લ્હાઈ આંખો સાફ કરવાની ફરજ પડી.
જ્યારે આ પ્રમાણે તમામનાં હદય ધ્યાથી પીંગળી ગયેલાં જોવામાં આવ્યાં ત્યારે પેલા આચાર્ય તે ક્રોધના આવેશમાં પેલા મનહરવિજય
અને ચીમનલાલ શેઠ તરફ કરડી નજરથી જોતા હતા. પાટ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ અને સરિતાનેા મેળાપ.
૧ર૩
બિરાજમાન થયેલા ચાર પાંચ સાધુએની આંખમાંથી પણ આંસુ ટપકતાં હતાં. આ દેખાવથી આસપાસ શાંતિ ફેલાઈ રહી.
બંને ભાઈ એનને ભેટવાનું મન થયું પરંતુ કાટમાં હતાં તેથી મર્યાદા રાખી પોતાના સ્થળે રહી એક બીજાની સામું અશ્રુમય આંખે વારંવાર જોવા લાગ્યાં.
..
કલેક્ટર—“ કલ્યાણ ! હવે તમારી શી મરજી છે? કલ્યાણ—“ હવે હું મારી બેનની સાથે ઘેર જઇશ. આ કાકાને પણ ઓળખું છું. તેમના ઘરમાં અમે ભાઇબેન ખુબ રમતાં હતાં.” આ વખતે તેના મુખ ઉપર આનંદની ઝાંખી છાયા જોવામાં આવી. આગળ પ્રશ્ન પુછતાં કલેક્ટરના હૃદયને વિચાર થયા કે “જેવા આ છેકરાને પોતાની બેનને મળવાના આનદ થયા છે તેવાજ માબાપના મરણના સમાચાર જાણી તેના હૃદય ઉપર આધાત થશે.
99
આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થાય છે. એટલામાં કલ્યાણના મોંઢામાંથી સ્વાભાવિક નીકળી ગયું કે “ એન સિરતા ! આપણી બા આવી છે?” આ પ્રશ્નની સાથેજ સરતા રડી ગઈ અને રડતાં રડતાં મેલી ભાઈ કલ્યાણુ ! આ તે હમણાં મરી ગઈ ” કલ્યાણુ આ માઠા સમાચાર જાણી રડી ગયા. અવંતીલાલ બંનેને છાનાં રાખવા લાગ્યા. જરાવાર કલ્યાણ શાંત રહી સરિતાને કહેવા લાગ્યા “સરિતા ! બાપા કયાં છે ? ” ધીરજ આપી ગદગદ સ્વરે સરિતા ખેાલી “ભાઈ કલ્યાણ ! બાપા તે ગઈ સાલ ગુજરી ગયા છે. આ સાંભળી અંતે વધારે રૂદન કરવા લાગ્યાં. આ ભાઇએનનું રૂદન બધાંને હૃદયદ્રાવક અને અસહ્ય લાગ્યું. અને તમામ લેાકેાને સાધુ ઉપર ખુબ તિરસ્કાર છુટયા. ઘડીભર કાટને દેખાવ મટી નાટકના કરૂણરસના દેખાવ થઈ રહ્યા. શાકનું આવરણ છવાઇ રહ્યું. લેાકેામાંથી ઉદ્ગાર નીકળવા લાગ્યા કે “ આ તે સાધુ કે કસાઇ ? છે જરાએ ધ્યાનેા છાંટા ! આવી રીતે દીક્ષા આપી લેાકેામાં ત્રાસ વર્તાવી રહ્યા છે. ધિક્કાર છે એવા સાધુને!” આવી રીતે તિરસ્કારના શબ્દો વાતાવરણમાં પડધા પાડી રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રકરણ ૧૬ મું.
- કચ્છ
પછી ઇન્સ્પેકટર પાસે કલ્યાણના કપડાંની પેટી મંગાવી કલેક્ટરે કહ્યું “કલ્યાણ! તમારી ઈચ્છા હોય તે આ કપડાં કાઢી નાખી તમારાં કપડાં આ પેટીમાંથી પહેરી લો.” આવો હુકમ થતાં કલ્યાણે પીળાં કપડાં ફેંકી દઈ ધોતીઉં, પણ કેટ ટોપી પહેરી લીધાં બળાત્કારે બનાવેલો સાધુ ચાર દિવસમાં પાછો સંસારી બની ગયો. તેના હૃદયમાં આનંદ અને શોક છવાઈ રહ્યા. દીક્ષાની જાળમાંથી છુટી પિતાની સગી બેનને મળવા ભાગ્યશાળી થયો અને કમનસીબે માબાપના દેવગત થયાના સમાચાર બેનના મેંઢેથી સાંભળી દિલગીર થયો. આ વખતે તેના હદયની કેવી સ્થિતિ હશે તેની કલ્પના ભાગ્યેજ થઈ શકે !
કલેકટર–“કલ્યાણ ! હવે તમારે તમારી બેન પાસે રહેવું હોય તે સુખેથી રહો. સરિતા બેન તમને તમારા ભાઈ સેંપવામાં આવે છે. તમારા કમનસીબે તમારાં માબાપ મરી ગયાં છે પણ પ્રભુકૃપાએ આ તમારા અવંતીલાલ કાકા તમારા પિતારૂપ છે તે તમારી સંભાળ રાખશે, ભણાવશે અને ઠેકાણે પાડશે.
ચંદ્રકુમાર! જાએ આ બંને ભાઈબેનને લઈ જાઓ. તમારા પિતાશ્રી પાસેથી મારે કેટલોક ખુલાસે લેવાનો છે માટે તેમની હમણાં મારે જરૂર છે.”
પછી બંને ભાઈબેનને લઈ ચંદ્રકુમાર કચેરીમાંથી વિદાય થઈ ગાડીમાં બેશી પિતાને ત્યાં ગયો. ત્યાર બાદ કલેકટરે અવંતીલાલની જુબાની લેવી શરૂ કરી.
કલેકટર–અવંતીલાલ ! તમે આ આચાર્યને ઓળખો છે?” અવંતીલાલ “હા સાહેબ! ઘણું લાંબા વખતથી ઓળખું છું.” કલેકટર–“તમે અહીં ક્યારે આવ્યા?” અવંતીલાલ-“આજે સવારે દસની ટ્રેનમાં અમરાપુરથી આવ્યો.” કલેકટર “કલ્યાણને દીક્ષા આપ્યાની વાત તમે ક્યાંથી જાણું ?”
અવંતીલાલ–સાહેબ ! ગઈ કાલ રાત્રે પોલીસને માણસ સરિતાના બાપ ભગવતીદાસને તપાસ કરવા આવ્યો હતો. તે તો મરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૨૫ ~ ~~~
~~ ~ ~ ગયા હતા એટલે પુછતો પુછતા તે મારી પાસે આવ્યો. એટલામાં મારા દીકરા ચંદ્રકુમારને તાર આવ્યો તેમાં જણાવ્યું હતું કે સરિતાને લઇને જલ્દી આવે. તે ઉપરથી તેને લઈ અત્રે આવ્યો. અત્રે આવ્યા બાદ ચંદ્રકુમારે મને સઘળી હકીકત કહી તેથી આપને પાછા હેવાલ સાદર કરવા આપને વિનંતી કરી.”
કલેકટર–“તમે કલ્યાણને દીક્ષા આપ્યા સંબંધી કાંઈ જાણો છે?” અવંતીલાલ–“ના, તે હું જાણતા નથી.” કલેકટર –“ ત્યારે તમે પહેલાંની વાત જે જાણતા હો તે કહે."
અવંતીલાલ–“ કલ્યાણને ત્રણચાર વરસથી મેં જોયો નથી. તે પહેલાં તે મારે ઘેર આવતો. સરિતા પણ આવતી. તેમના માબાપની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી, માથે દેવું હતું, કોઈ ગૃહસ્થ તેના બાપ ભગવતીદાસ ઉપર દાવો કરે છે તેથી તે ઘણે મુંઝવણમાં રહે, તે વખતે આ આચાર્ય અમારા ગામમાં ચોમાસું હતા. એક બાજુ પેલા ગૃહસ્થ ભગવતીદાસને પૈસાની બાબતમાં ખુબ સતાવવા લાગ્યા અને બીજી બાજુ આચાર્ય મારફત છોકરાની માગણી કરી. પૈસાની મુશ્કેલી દુર કરાવીને સુખી કરવાની મોટી લાલચ આપી. કેટલાક દિવસ સુધી આવી ભાંજગડ ચાલી. ઘણી વખત કલેશ પણ થયો પણ છેવટે ભગવતીદાસ પૈસાથી લલચાઈ છોકરાને આ આચાયેને ચેલો કરવા પેલા ગૃહસ્થને સેં. તે પછી તેની હકીકત શું બની તે મારા જાણવામાં નથી. અહીં આવ્યા પછી જાણ્યું કે તેને સદર ગૃહસ્થને ઘેર છુપી રીતે દીક્ષા આપવામાં આવી છે અને તેમની કપટજાળ સરકારે પકડી છે.”
કલેક્ટર–“સદર ગૃહસ્થનું નામ શું ?” અવંતીલાલ-“તેમનું નામ શેઠ ચીમનલાલ નગીનદાસ.” કલેકટર–“તે ચીમનલાલ શેઠને ઓળખે છે ?”
અવંતીલાલ–“હા સાહેબ. આ બાજુમાં બેઠા છે તે. તેમનાં પરાક્રમોથી હું તેમને ઘણા વખતથી ઓળખું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રકરણ ૧૬ મું.
કલેકટર–“પરાક્રમથી એટલે શું?”
અવંતીલાલ–“સાહેબ! આ ભદ્રાપુરી શહેરમાં જેટલી છુપી દીક્ષાઓ અપાય છે તેની તમામ ગોઠવણ તે શેઠ તરફથી તેમના ઘેરે થાય છે તેથી તેમનું ઘર દીક્ષાના અખાડા તરીકે અમારી જન કેમમાં ઓળખાય છે, તેમાંથી આવા દીક્ષાના પહેલવાને પાકે છે. (હસાહસ) કેટલાક કે તેમને દીક્ષાની ફેકટરીવાળા પણ કહે છે. ( ખુબ હસાહસ) દુનિયા તે દેખે તેવું કહે.”
કલેકટર–“આવું કામ ચીમનલાલ શેઠ શું સમજીને કરતા હશે ?'
અવંતીલાલ–“ધર્મનું કામ સમજીને કરતા હશે. સાધુઓ એવા મંત્ર ભણાવે છે કે સાધુને ચેલા આપવામાં જૈનધર્મને ઉદ્ધાર છે. ચેલો થનારના આત્માનો ઉદ્ધાર થાય છે અને અપાવનારને ખુબ પુણ્ય બંધાય છે, અને પાપનો નાશ થાય છે.”
કલેકટર–“ ત્યારે તે કામમાં જુઠું બોલવું પડતું હશે?” અવંતીલાલ–“સાહેબ! ડગલે ને પગલે જુઠું બોલવું પડે છે.”
કલેકટર–“ત્યારે જુઠું બોલવામાં પાપ ન લાગે ? તમે જેને તે પાપથી ઘણા ડરે છે.”
અવંતીલાલ–“પણ સાહેબ! આવા મેટા આચાર્યો એવા સમર્થ અને વિદ્વાન હોય છે કે શાસ્ત્રોમાંથી પાપ કરવામાં પણ પુણ્ય જોધી કાઢી પાપના રસ્તા ખુલ્લા મુકે છે. અને તેમ કરતાં પાપ થવાનો સંભવ લાગતું હોય તે તેને આલવણ યાને પ્રાયશ્ચિત કરાવે છે તેથી તે શુદ્ધ થાય છે. ”
કલેકટર–“ ત્યારે તો આ હિસાબે તમે જેનો પાપમાં પુણ્ય માની પાપનાં કૃત્યો કરી શકો!”
અવંતીલાલ “અમે તે એમ નથી માનતા. પણ આવા આચાઓંની તેવી માન્યતા છે. આ આચાર્ય બહુ વિદ્વાન છે, અમારા તમામ સૂત્રોના અભ્યાસી છે, તમામ આગમ–અમારા ધર્મના ગ્રંથો-જોઈ ગયા છે. અને તે ગ્રંથમાંથી એવા સિદ્ધાંતો વાચાતુર્ય અને દાખલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૨૭
લીલેાથી અંધ એસતા કરે છે કે અમારા અંધશ્રદ્ધાળુ શ્રાવકા હાજી હા કહી તે પ્રમાણે વર્તન ચલાવે છે.
99
કલેકટર—“ ત્યારે તમારા જેવા કેમ વિરૂદ્ધુ પડતા નથી.” અવંતીલાલ— સાહેબ! અમે વિરૂદ્ધ પડીએ છીએ. અમારામાં ધણા આચાર્યાં આવી અયેાગ્ય દીક્ષાની પ્રવૃત્તિથી તદ્દન વિરૂદ્ધ છે. તે કદાપિ પાપનું કામ આદરતા નથી.”
અવંતીલાલ
""
કલેકટર—“ ત્યારે તેા તમારામાં એ ભેદ પડેલા જણાય છે. હા સાહેબ. આવા અયેાગ્ય દીક્ષાના હીમાયતીઓએ ‘દીક્ષારક્ષક' મંડળ સ્થાપી ‘દીક્ષાવાજીંત્ર' પત્ર કાઢેલું છે. તેથી આવા ત્રાસદાયક કૈસે બનવાથી તેમની વિરૂદ્ધ અમારા પક્ષે અયેાગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ' સ્થાપેલા છે. આવા દીક્ષાના હીમાયતી સાધુની પક્ષમાં જો શેઠ ચીમનલાલ જેવા ગૃહસ્થા ન હોય તે હમણાં તેમની પ્રવૃત્તિ બંધ થાય પરંતુ કહેવત છે કે કુહાડીમાં ઝાડના લાકડાના હાથેા મળે તા જ ઝાડનું નિકંદન જાય. દીક્ષાના છઠ્ઠાને નહીં કહેવાય એવા અનર્થાંના ઉપદેશ દેવા પણ ચુકતા નથી. કલેક્ટર—“ એવા તે કેવા અનર્થો ?' અવંતીલાલ—સાહેબ ! તે કહેવામાં અમે અમારા હાથે અમારી જાગ ઉધાડી કરીએ છીએ. તેથી કહેવું ઠીક લાગતું નથી.
99
99
"9
કલેક્ટર્——“ અહીં કહેવામાં શું હરકત છે ! ઉલટ તેથી ફાયદા થશે, સરકારના ધ્યાન ઉપર વાત આવશે તેા સરકાર તેના સખ્ત અંદેોબસ્ત કરશે. માટે તમારા જેવા અનુભવી વિદ્વાન અને પરિપકવ વિચારવાળા ગૃહસ્થે તે સત્ય વસ્તુ જાહેરમાં મુકવી જોઇએ. ”
અવંતીલાલ—“સાહેબ! હમણાંજ ઘેાડા માસ ઉપર આજ આચાર્યશ્રીએ જાહેર વ્યાખ્યાનમાં કહ્યું કે “નવા મુંડેલા ચેલાને કાઈ પકડવા આવે તે તેને સંતાડવા માટે અમે ગમે તે ઉપાયેા લઇ શકીએ. એક છેદ સૂત્રમાં એવા દાખલે! નીકળી આવે છે કે તે ચેલાને સાધ્વીનાં કપડાં
પહેરાવી સાધ્વીના ઉપાશ્રયમાં રાખીએ અને સાધ્વી તેની સેવા કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રકરણ ૧૬ મું.
છતાં પણ પાપ લાગે નહીં” આવું કથન જાહેરમાં કહેવા જરા પણ પાછા હઠયા નહીં. (હસાહસ). સાહેબ! વિચાર કરે કે જ્યારે આચાર્યો આવા ઉપદેશ કરે ત્યારે શેઠ ચીમનલાલ જેવા ગૃહસ્થ પિતાને ત્યાં દીક્ષાના અખાડા ઉઘાડે અને ચેલા બનાવવાની ફેકટરી ચલાવવા માટે ગરીબ માણસનાં કુમળાં છોકરાંની ખરીદી કરે એમાં શું નવાઈ ? (હસાહસ) માત્ર તેમના મંડળના કેટલાક આચાર્યો આવું દીક્ષાનું ધતીંગ લઈ બેઠા છે. આ કારણથી એંશી ટકા જેટલો સમાજ તેમની વિરૂદ્ધ થઈ પડયો છે.”
કલેકટર– અવંતીલાલ ! તમે તે આ કેસ ઉપર ઘણું સારું અજવાળું નાખ્યું.”
અવંતીલાલ-“સાહેબ ! આ સંબંધી ઘણું દિવસથી વાતે ચર્ચાય છે. દીક્ષાને લીધે ઘેર ઘેર ઝેરનાં બી વવાયેલાં છે, જે અમારા ધર્મગુરૂ, જે અમારા પાલક, જે અમારા રક્ષક તેજ અત્યારે અમારા ભક્ષક થઈ પડવ્યા છે, અને તેજ કારણથી હવે રીતસર બંધારણ બાંધી યુવકોએ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ સ્થાપેલ છે, તે મંડળમાં ઘણું લોકો જોડાયા છે એમ મારા જાણવામાં છે. આ આચાર્યશ્રીને મેં ઘણી વખત એકાંતમાં કહેલું કે મહારાજ આવી અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિ છોડી દે, તેમાં સાર નથી. ધર્મ વગોવાય છે, અને જૈનેતર પ્રજા હાંસી કરે છે, પણ તે તે યોગી પુરૂષ રહ્યા એટલે યોગીમાં હઠવાદ હોય તે કોણ મુકાવે?”
કલેકટર–અવંતીલાલ! તમે તમારા અનુભવનો અને માહીતીને લાભ આપી કેરટને ન્યાયના કામમાં જે અમુલ્ય મદદ કરી છે તે માટે કોરટ તમારે ઉપકાર માને છે.”
આ પ્રમાણે કહી કલેકટર આચાર્યની સામું જોઈ સહેજ તિરસ્કારયુક્ત કહેવા લાગ્યા “ગુરૂ મહારાજ! આથી પણ વધારે પૂરાવાની જરૂર છે? તમને પસ્તાવો થતો નથી ? આટલાથી તમારી આંખે ઉઘડી શકે તેમ નથી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
છુપી દીક્ષાનો તાંત્રિક તપાસ.
૧૨૯
આચાર્ય–“સાહેબ! આ બધી હકીકત ખોટી છે. ચીમનલાલ શેઠ પોતાને ઘેર ગમે તે સાધુને બોલાવી દીક્ષા આપે તેથી મારે શું ? મને તેમાં સંડોવી છેટી રીતે ફજેત કરવા માગે છે. આ તો અમારી સાથેના દ્વેષનું કારણ છે. કેટલાક આચાર્યો સુધારક પાકેલા છે, તે બસ હાલના જમાના પ્રમાણે વર્તન રાખવા, શિક્ષણ આપવા અને દરેક કામ આદરવા પ્રયત્ન કરી રહ્યા છે. હું તો તેમને અધર્મી અને નાસ્તિક માનું છું. આ અવંતીલાલ તે પૈકીના છે, એટલે તેમના ઉપર આધાર રાખી અમારા વિરૂદ્ધ બેટો અભિપ્રાય બાંધવાનો નથી, તે કેરટની ધ્યાન ઉપર લાવું છું.”
કલેકટર–“ આ તો તાંત્રિક તપાસ ચાલે છે, હું તમને ગુસ્કેગાર ઠરાવી શિક્ષા કરવા માગતો નથી. તમારા ઉપર આરોપ ઘડી કેસ પોલીસે રજુ કરેલ નથી. તે તો મેજીસ્ટ્રેટ અને ન્યાયાધીશ આગળ કેસ ચાલે ત્યારે તમને પુછવાને અને તમામ હકીકત રજુ કરવાનો અધિકાર છે, તેવો પ્રસંગ કદાચ આવે ત્યારે તમારા વકીલો લઈને કોરટમાં હાજર થજે. પણ આટલા તપાસ ઉપરથી એટલો હુકમ કરવાની મને ફરજ પડે છે કે તમારે દસ હજારના બે સારા જામીન આપવા પડશે અને તે એટલા માટે કે જ્યારે સરકાર તમને બોલાવે ત્યારે તમારે હાજર થવું અને અમારી રજા શીવાય તમારે કોઈને દીક્ષા આપવી નહીં. હાલ તે તમારા જામીન તરીકે મનસુખલાલ શેઠ તથા ધરમચંદ શેઠ છે. પાંચ દિવસમાં ઉપર કહ્યા પ્રમાણે જામીન રજુ કરવાના છે. હવે તમને જવાની છુટ છે.”
આ જામીનની બંધગીરી જે કે સખ્ત હતી તે પણ તેમના ઉપર આવેલું આફતનું વાદળું આટલેથી વીખરાઈ ગયું એમ સંતોષ માની આચાર્યશ્રીએ ઉઠતાં ઉઠતાં જણાવ્યું, “જે કેરટનો હુકમ. કેસને પ્રસંગ આવશે ત્યારે કેરટને ખાત્રી થશે કે અમે કેવા નિર્દોષ છીએ.” એમ કહી ત્યાંથી વિદાય થયા. કોરટને વખત થઇ જવાથી બધી કચેરી પણ વિસર્જન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રકરણ ૧૭ મું.
પ્રકરણ ૧૭ મું.
રસિકલાલ અને લાલભાઈ, નર્મદા કિનારે યુવમંડળ,
જાગૃતિ અને પ્રેરણ. *Are you not willing to suffer ? Then you are not willing to do good. The degree with which you are willing to do good is according to the degree in which you are to take misconstruction, opposition, and suffering in the world.
વાળુ કરી તરતજ રસિકલાલ અને માલતી, કલ્યાણ અને સરિતાને મળવા માટે ચંદ્રકુમારને ત્યાં ગયાં. અરધા કલાક પછી ત્યાં મોટર લાવવા સફરને સૂચના આપતાં ગયાં.
માલતી નીચે સરલા અને સરિતા પાસે બેઠી અને રસિકલાલ ઉપર અવંતીલાલને મળવા ગયા. તેઓ ચાલતા પ્રસંગની વાતો કરવા લાગ્યાં. એટલામાં કલ્યાણ ઉપર આવ્યો અને અવંતીલાલની પાસે બેઠે, તેને જોઈ રસિકલાલે મશ્કરીમાં કહ્યું “કેમ મુનિ કલ્યાણવિજયજી મહારાજ? કાલે મારે ત્યાં વહોરવા પધારજે.”
કલ્યાણે હસતા મુખે જવાબ આપ્યો, “ હવે હું ક્યાં સાધુ છું કે વહોરવા આવું.”
ચાલો ત્યારે આજે અમારી સાથે ફરવા, ઘણા દિવસથી પાઠશાળામાં અકળાઈ ગયા હશે.” એમ કહી રસિકલાલે આડકતરી રીતે ચંદ્રકુમારને ફરવા જવા માટે સૂચના કરી.
તમે ભોગ આપવાને ખુશી નથી ? જે તેમ હોય તે તમે કલ્યાણ કરવાને ખુશી નથી. જેટલા પ્રમાણમાં તમે દુનિયામાં સમજફેર વિરોધ અને ભાગ સહન કરવા તૈયાર છે તેટલાજ પ્રમાણમાં કલ્યાણ કરવાની તમારી ઈચ્છાનું માપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
રસિકલાલ અને લાલભાઈ. ~ ~ ~ ~
~ ~~ ~ ~~~~~~~ ~~~ ~~~~ ચંદ્રકુમારે સૂચના ઉપાડી લેતાં જણાવ્યું “ કલ્યાણની સાથે સરિતાને પણ ફરવા લઈ જઇએ, બૈરાં સાથે આવશે એટલે હરકત નથી. અહીં સ્ટેડ આગળથી ગાડીઓ કરી લઈશું.”
રસિકલાલ “ભાડાની ગાડીની જરૂર નથી. મેટર હમણું આવતી હશે, અહીં લાવવા કહેલું છે. આપણે છ જણું સારી રીતે સમાઇ શકીશું. તમે નીચે તૈયાર કરે. પહેલાં આપણે પાર્ષનાથના દેરે જઈ દર્શન કરી ત્યાંથી નર્મદા કિનારે જઈએ. ડીવાર ત્યાં બેથી પાછા ફરીશું.”
સાંજના ફરવા જવાના પોશાકમાં તેઓ તૈયાર થઈ ગયાં. એટલામાં તો મોટર ત્યાં આવી અને તેઓ તેમાં બેશી દેરાસર તરફ ગયાં. પાર્શ્વનાથનું દેવાલય આવ્યું કે તે દર્શન કરવા માટે ઉતર્યો. આ વખતે ઘણાં સ્ત્રીપુરૂષો દર્શન માટે આવા કરતાં હતાં. કલ્યાણને જેઈ કઈ બોલતાં કે, “સરકારે દીક્ષા મુકાવી તે આ છે કરે, કોઈ આંગળી કરી બતાવતાં કે “મહારાજે વેચાતો રાખેલે આ છોકરે. ” અને કઈ કે તે તેને ધારી ધારીને જોવા માટે ઉભા રહેતાં. વળી કઈ તો વિરૂદ્ધ ઉગારે કાઢી કહેતા કે “ આ સુધરેલી ટોળી આવી, ચારિત્રને ભંગ કરાવ્યો તેથી શું તેમનું કલ્યાણ થવાનું છે! દીક્ષા કાયમ રાખી હતી તે તેને મેક્ષ થાત.”
રસિકલાલ વીગેરે દર્શન કરી પાછાં ફરતાં હતાં એવામાં ગાઢ પરિચયવાળા અને પરમ સ્નેહી જેવા પુખ્ત ઉમરના શ્રીમંત ગૃહસ્થ આવતા જણાયા. પાસે આવતાં રસિકલાલને દેખી હાથને અંગુઠો અને આંગળી ભેગી કરી મશ્કરીમાં તે કહેવા લાગ્યા “વાહ ! મીસ્ટર રસિકલાલ ! ભણ્યા એટલે નાસ્તિક બની જવું? તમે જ્યારથી આ ચંદ્રકુમારની સોબતમાં ભળ્યા છે ત્યારથી તમારી ધર્મ પ્રત્યેની લાગણું કમી થવા લાગી છે. તમે પણ પેલી વર્ધમાન વિદ્યાલયમાં વિદ્યા પ્રાપ્ત કરી છે એટલે તમે અંગારા પાકો એમાં
શી નવાઇ? તમારે દેવ નથી, એ તો એ વિદ્યાલયનો પ્રભાવ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રકરણ ૧૭ મું.
-~-~~ - ~રસિકલાલે આવી ઠંડી મશ્કરીને જવાબ આપતાં જણાવ્યું લાલભાઈ શેઠ! જે જે અમને અડકતા, ભૂલે ચૂકે હેતથી કે વગર હેતથી જે અમને જરા અડવા તે જરૂર ફોલ્લો ઉઠશે. અમે રહ્યા અંગારા. જે અમારી સાથે વાત કરશે તો તમે નાસ્તિક અને અધર્મી બની જશે, માટે બોલતાં ચાલતાં કે અડકતાં તમારે સંભાળ રાખવાની છે, પણ એ તો કહે કે કયારે તમે આ શહેરમાં પગલાં કર્યા ?”
લાલભાઈ–“હું અત્યારે પાંચ વાગ્યાની ટ્રેનમાં આવ્યો, અને બઝારમાં થઈ ધરમચંદને ત્યાં જઈ વાળુ કરી અત્રે દર્શન કરવા આવ્યો છું એટલામાં તમારાં દર્શન થયાં.”
રસિકલાલ–“મારા મહેરબાન ! મને ખબર તે આપવી હતી ? સ્ટેશન ઉપર ગાડી મોકલત. વળી મારે ત્યાં ઉતરવાને રેજને સંબંધ તોડીને બીજે સ્થળે ગયા તે તમને શોભે છે ?”
લાલભાઈ—“ શું કરીએ? શેઠને એકદમ મારા ઉપર તાર આવ્યો કે “આચાર્ય ઉપર આફત માટે જલ્દી આવો” તેથી આવ્યા વિના છુટકે ? તમે સળગાવી વેગળા રહો.”
આ વાતવિનોદ દરમીઆન સરલા માલતી સરિતા અને કલ્યાણ મોટરમાં બેસી ગયાં હતાં. મોટર હેજ દૂર ઉભી રહી હતી અને રસિકલાલ તથા ચંદ્રકુમારની રાહ જોતાં હતાં.
રસિકલાલ–“સળગાવીને કયાં વેગળા રહીએ છીએ? જુઓ પેલો છોકરો-કલ્યાણ મોટરમાં બેઠેલો છે તેને વદ ૭ ના રોજ શેઠ. ચીમનલાલને ત્યાં છાની દીક્ષા આપવામાં આવી હતી. તેની જોડે બેઠી છે તે તેની બેન સરિતા છે.”
લાલભાઈ મોટર તરફ નજર કરી ધારી ધારીને જેઈ કહેવા લાગ્યા “ એમ કે ? તે તે અવંતીલાલને ત્યાં ઉતરેલાં છેને?”
રસિકલાલ– પણ તે અવંતીલાલ આ તમારા પરમ સ્નેહી મીસ્ટર ચંદ્રકુમારના પિતા થાય છે તે તમે કેમ ભૂલી ગયા ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૩
રસિકલાલ અને લાલભાઈ. mm
ચંદ્રકુમાર કટાક્ષમાં બે “મોટા લેકે ભૂલી જાય, ન ભૂલે તે મોટા લોકોના લક્ષણમાં ખામી ગણાય ! આપ સાહેબે તો બધા સમાચાર સાંભળ્યા હશે.”
લાલભાઈ—“હા. મને હવે ખ્યાલ આવ્ય, ચંદ્રકુમાર ! માફ કરજે. કલ્યાણની થોડીઘણી વાત સાંભળી, પણ તમે બધા આમ કરી શું કરવા ધારે છે ?”
રસિકલાલ “અમે કે તમે ? કરે તમે અને વગોવો અમને તે કોના ઘરને ન્યાય ? આવી તે વળી દીક્ષા અપાતી હશે? આવી દીક્ષાને તમારા જેવા ઉત્તેજન આપવા લાગ્યા તેથી અમે સામા થઈએ છીએ. જે આવી દીક્ષાએ ન અપાતી હતી તે અમારે બલવાનું કોઈ કારણ છે ? તમે જાહેર રીતે દીક્ષાને ઉત્તેજન આપવા દીક્ષા રક્ષક સભા સ્થાપી અને તેના તમે પ્રમુખ બન્યા ત્યારે અમારે તેની વિરૂદ્ધ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની સ્થાપના કરવી પડી. તમે મહારાજને ખાનગીમાં શીખામણ દો નહીં, અને ઉલટા તેમને મેરૂ પર્વતની શીખરે ચડાવો, અને પૈસાની મદદ કરે, તેથી તે વધારે આવાં દીક્ષાનાં ધર્યાગે ઉભાં કરે છે.”
લાલભાઈ–“અરે રસિકલાલ ! દીક્ષા તે વળી ધતીંગ કહેવાય?”
રસિકલાલ–“દીક્ષાના નામે તમે આવી ત્રાસદાયક પ્રવૃત્તિઓ આદરે તે ધતીંગ નહીં તો બીજું શું કહેવાય ? પણ ઠીક, તે વાત પડતી મુકે, કાલે જમવાનું મારે ત્યાં રાખશે ? ”
લાલભાઇ—“ના ના, કાલ તે નહીં. પછી તમને જણાવીશ.”
ચંદ્રકુમાર–“ભાઈ રસિકલાલ ! આપણે હમણાં બોલશે નહીં, આપણે ત્યાં તેમનાથી ન અવાય. આપણે રહ્યા નાસ્તિક અને અધમ એટલે આપણા ઘરનું અન્ન અને પાણી વાપરે તે તેમનામાં નાસ્તિકપણું દાખલ થઈ જાય. આહાર એવો ઓડકાર એ કહેવત ભૂલી ગયા ? માટે હમણાં તેમને જમવાનું કહેશે નહીં!' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રકરણ ૧૭ મું.
લાલભાઈ—“ કયારના આ ભાઈ આ વાતમાં બોલતા નહતા. બોલ્યા એટલે સામ દાવ વાળી નાખ્યો. કાલે તો બીજા ઘણું ગૃહસ્થ આવવાના છે. આ સૂર્યવિજય આચાર્યને બચાવવા કાંઈ પ્રયત્ન કરવો પડશેને ?”
ચંદ્રકુમાર–“ભાઈ રસિકલાલ ! આપણે ચાલે, આપણું ઉપર તે લેકેની મોટી ચડાઈ થવાની છે અને ચડાઈમાંથી મોટી લડાઈ થવાની છે માટે ચાલો.” એમ હસતા મુખે કહી રસિકલાલને હાથ ખેંચી સાહેબજી કહી છુટા પડયા અને મેટરમાં બેશી નદી કિનારે એક સુંદર એવારા ઉપર જઈને ગોળ આકારમાં તેઓ ગોઠવાઈ ગયાં.
રસિકલાલે આજના દશ્યનો વિષય ઉપાય. “આજને કારટને દેખાવ જોવા જેવો હતો. હું તે કઈ જાણે નહીં તેવી રીતે કારકુન મંડળમાં ગોઠવાઈ ગયો હતો. અથથી ઇતિ સુધી કેસ મેં સાંભળ્યું છે. હું ભૂલતે ન હોઉં તે કે પ્રેસવાળા આજના દેખાવને ફેટે લેતા હતા. આજને દેખાવ નાટક અને સીનેમામાં મુકવા જે છે. પ્રભુએ સારું કર્યું કે ચારે બાજુએથી સારા સંયોગો મળી ગયા. સરિતાના આવવાથી કેરટની લાગણું સાધુ વિરૂદ્ધ સખ્ત થઈ ગઈ છે. જે તેનું ચાલશે તે તેમના ઉપર બરાબર કેસ ઘડી શિક્ષા કરાવશે.”
માલતી–“ભાઈ ચંદ્રકુમાર ! હવે આ સરિતા અને કલ્યાણને અહીં તમારી પાસેજ રાખજે, અમરાપુરમાં રાખશે નહીં. કલ્યાણને અંગ્રેજી શાળામાં દાખલ કરાવો.”
રસિકલાલ–“મરજી થતી હોય તે મારે ત્યાં બનેને રાખે.”
સરલા–“એ તે બન્ને ભાઇ બેન મારે ત્યાં જ રહેવાનાં. અમારે એક બીજાને જીવ મળી રહેલો છે. અમે પણ તેમનાં ભાઈ બેન જેવાં છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
નદીકિનારે યુવકમંડળ. જાગૃતિ અને પ્રેરણા.
૧૫
-
આ શબ્દોની સાથે સરિતાની આંખમાં ઝળઝળીઆં ભરાઈ આવ્યાં. માલતી સરિતાનું હૃદય સમજી ગઈ તેથી તેનું ધ્યાન ફેરવવા તે બોલી “ બેન સરિતા ! જે નદીમાં પેલી બે ર્યેલી બેટોની કેવી સરત ચાલે છે ? જે આગળ જાય તે ઇનામ લે. આવી ઘણું વખત નદીમાં વૅલી બોટોની સરત ચાલે છે. આપણે એક બે દિવસ પછી એવી બેટમાં ફરી આવીશું અને આખું શહેર પણ બતાવીશું. સરિતાબેન ! તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે !”
સરિતા–“ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.” માલતી – અંગ્રેજી અભ્યાસ નથી કર્યો?” સરિતા–“ના, વિચાર તે હતો પણ શી રીતે ભણાય !” માલતી—“અહીં ભણવાની ગોઠવણ કરીએ તો ભણે?” સરિતા–“એ અવંતીલાલકાકા જાણે.”
આમ વાર્તાવિનોદ કરી રહ્યાં છે એટલામાં પંદર વીસ યુવકોનું ટોળું તે તરફ આવ્યું. તેમને નાયક આગળ આવી રસિકલાલને કહેવા લાગ્યો “પ્રમુખ સાહેબ ! હવે તૈયાર થાઓ. લડાઈ જાહેર કરવાનો વખત આવ્યો છે. દીક્ષારક્ષક સભાના પ્રમુખ શ્રીયુત લાલભાઈ શેઠ આજે આવ્યા છે, ધરમચંદ શેઠના મકાન આગળ ૧૦૧૨ શાસનપ્રેમી ગૃહસ્થો ભેગા થયા હતા અને સભ્યતા ભરેલા શબ્દોમાં તમને ચંદ્રકુમારને અને તેમના પિતાશ્રી અવંતીલાલને પેટ ભરી ગાળે દઈ રહ્યા હતા. અમને તો તે સાંભળી સહન થયું નહીં.”
રસિકલાલ–“અમને પણ તે શેઠ સાહેબ મળ્યા. સાંજે પાર્શ્વનાથના દેરે દર્શન કરવા ગયા હતા ત્યાં તેમને ભેટે થયે. અમને પણ કટાક્ષમાં બે શબ્દો સંભળાવ્યા છે. એટલે અમારી ગેરહાજરીમાં તે ગમે તેમ બેલે એમાં કાંઈ નવાઈ નથી. કહે હવે તમે શું કરવા માગે છે ?”
નાયક–“તમે આપણું અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના પ્રમુખ છે, એટલે અમે યુવકે તમને પુછીએ કે તમે અમને પુછો ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રકરણ ૧૭ મું.
અમે તો તમારા હુકમની રાહ જોઈ રહ્યા છીએ. અમે એક વાર આ સ્થળે આવી ગયા હતા પણ તમને ન દેખ્યા એટલે જરા આગળ આંટે મારી ફરી આવ્યા.” .
રસિકલાલ “અમને દેરાસર આગળ વાર લાગી. મારી ઈચ્છા એવી છે કે આપણે શાંતિથી જોયા કરવું. સૌ સારાં વાનાં થશે. ધાંધલ કરવાની જરૂર નથી, તે જે કરે તે કરવા દો.”
માલતી વચ્ચે બેલી “તમારી આ વાત મને બીલકુલ પસંદ પડતી નથી. સાધુએ આવા ( કલ્યાણને બતાવી ) નાના છોકરાને માબાપથી વિખુટો પાડી છાની રીતે દીક્ષા આપી દે અને હવે શાંતિ રાખે એવો ઉપદેશ કરો તે શા કામનું ? તેનાં માબાપ મરી ગયાં છે, એ તે ઠીક થયું કે સરકારે કેસ ઉપાડ્યો અને આ તેની બેન સરિતાને મેળાપ થયે, નહીં તે શું પરિણામ આવત ? તેને કયાંહી નસાડી મુકત. માટે તમારા મંડળને આવી શાંતિને પાઠ ભણાવી નિરૂત્સાહી ન બનાવો. આવા વખતે તમારી શાંતિ તે “અશક્તિમાન ભવેત સાધુ” જેવી શાંતિ માનું છું. જો તમે હવે નરમ પડશે તે જરૂર તેમના ભક્ત શેઠીઆઓ તમારા માથા ઉપર પ્રપંચ કરીને ચડી બેસશે, માટે હવે તે “શઠં પ્રતિ શાઠય કુર્યાત ” એ સિદ્ધાંત હાથમાં લીધા વિના છુટકો નથી. તે હથીઆરથીજ આવા હઠીલા આચાર્યો પાંસરા થશે. “ શઠં પ્રતિ સત્યં કુર્યાત ” કર્યાંથી કેટલીક બિચારી સ્ત્રીઓ છતા ધણીએ વિધવા જેવી બની રહેલી છે, ધણુંએને ભરમાવી છાની રીતે નસાડી સ્ત્રીઓને રોતી કકળતી મુકી ચેલા બનાવી ઉપાડી જાય છે માટે હવે તે આ યોદ્ધાઓને જોર આપે, તેમના ઉત્સાહને નરમ ન પાડે. એક વખત ધાક બતાવ્યા વગર આવા હઠીલા સાધુઓ સીધા થવાના નથી.”
- આ શબ્દો સાંભળતાંજ બધા યુવકે એ ખુબ જોરથી તાળી પાડી અને માલતીના શબ્દો ઉપાડી લીધા. જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. તેમની મનોવાંછનાને ટેકે મળવાથી હર્ષિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
નદીકિનારે યુવકમ`ડળ. જાગૃતિ અને પ્રેરણા.
નાયક—“ માલતી મેન ! અમારા પ્રમુખ સાથે હંમેશની આજ ફરીઆદ છે. તેએ શાંતિથી કામ લેવા માગે છે તે અમને પાલવતું નથી, જે વખતે કાટમાંથી છુટી આચાય ધર્મશાળામાં આવ્યા તે વખતે તેમનેા હાંકાટા જોયા હાય તેા જાણે મીયાં પડયા પણ હજુ તેમની ટાંગડી ઊંચી ને ઉંચી. તે કહે છે કે કલેકટરે શું કર્યું ? તેના માથામાં વાગે તેવા જવાબ આપ્યા એટલે તે કાંઇ કરી શકયેાજ નહીં, આવવા દો બહારગામથી બધા શેડીઆએને, તે પછી બતાવું કે સરકાર શું કરે છે ? ધારૂં તો એક વખત કલેકટરને પણ ઉથલાવી નાખું. આ પ્રમાણે તેમના તડાકા સાંભળેા તો ખ્યાલ આવશે કે તે કેટલા બધા મક્કમ છે, આપણે તેવા મક્કમ થવાની જરૂર છે.”
૧૩૭
માલતી—“ ભાઇ ચંદ્રકુમાર ! મને તમારા પ્રમુખ સાહેબ ખાનગીમાં કહે છે કે જેવી રીતે અયેાગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ પુરૂષોના છે તેવી રીતે સ્ત્રીઓને સમાજ બનાવા, એક બાજુ આવી રીતે કહે છે અને બીજી બાજુ પોતે શાંતિ ધારણ કરવાનું કહે છે. હવે કયાં સુધી શાંતિ ? “ લશ્કર આતા હું તે આને '' ઠેઠ મહેલ “આને દે એ ડીક નહીં. હવે
..
સુધી લશ્કર આવ્યું છતાં પણ કયાં સુધી રાહ જોવી ? ”
માલતીની આવી ગર્જનાથી યુવકામાં ખુબ જાગૃતિ આવી. નસે નસ નવું ચેતન રેડાયું હોય તેવા અપૂર્વ ઉત્સાહ તમામના મુખ ઉપર પ્રકાશી રહ્યા.
-
રસિકલાલ—“ આપણે તે ખેલવા કરતાં કામ કરી બતાવવું. ખેલવું થાડું અને કરવું ઘણું. વળી વિશેષમાં શેકસ્પીઅર કહે છે કે Give every man thine ear but few thy voice." ચંદ્રકુમારે દલીલ કરી “ભાઇ રસિકલાલ! અહીં આપણા મતભેદ થશે. સંયેાગા ઉપર ધ્યાન આપે।. આ સાધુઓની પ્રવૃત્તિ તરફ તમે લક્ષ આપે. તેએ વ્યાખ્યાનમાં ખેલી ખેાલી કામ કાઢી લે છે. અંધશ્રદ્ધાળુ ધર્મ પહેલા શ્રાવકે તેમના અવાજથી અને તાડુકાથી અંજાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રકરણ ૧૭ મું.
છે, અને કહે છે કે “શું તેમની સુંદર વાણું ! શું તેમને કંઠ ! શું તેમને જુસ્સો ! શું તેમનું જ્ઞાન! શું તેમનો ઉપદેશ !” આમ સાધુઓ અજ્ઞાન ભેળા માણસોને વાક્યાતુર્યથી ફસાવે છે માટે આપણે પણ તેમના જેવા બરાડા પાડતાં શીખવું, સભાઓ ભરવી, લોકોને સમજાવવા, લેખ લખી ખૂબ પ્રજામત કેળવવો અને ખરી વસ્તુ પ્રકાશમાં લાવવી, માટે યુવકે કહે તે પ્રમાણે આપણે પગલાં ભરવાં.”
રસિકલાલે હસીને જવાબ આપ્યો “ ચાલે આજથી ચંદ્રકમાર કહે તેમ કરવું. બોલે યુવક બંધુઓ ! શી મરજી છે ?”
આ શબ્દો સાંભળી યુવકે ત્યાં બેઠા, અને તેમણે વાત ઉપાડી જે પ્રમાણે તે લોકે મહાજન મેળવે તે પ્રમાણે આપણે આપણે સમાજ મેળવવો, ઠામઠામ ભાષણો આપવાં, છાપામાં પતિત સાધુનાં સત્ય પિત જાહેરમાં મુકવાં, જેથી તે ફીટકારને પાત્ર થાય. જે જે સાધુઓ અને આચાર્યો પિતાના આચારમાં રહી જૈન સમાજનો ઉદ્ધાર કરી રહ્યા છે તેમની પાસે વ્યાખ્યાને કરાવવા અને લોકોની આંખો ઉઘાડવી. આ અમારા પોકારને સારે છે.”
રસિકલાલ–“ તમારી હકીકત સમજો. સાંભળો, કલેકટરના હુકમ પ્રમાણે પાંચ દિવસ સુધીમાં દસ હજારના બે જામીન આચાર્યો આપવાના છે એટલે તેમની મદદમાં ઘણું શ્રીમંત આવશે, તેમને આવવા દો, મહાજન ભરવા દો, આપણે પણ તે સભામાં જવું અને સામા થવાનો પ્રસંગ આવે તો સામા થવું. હું લગભગ આખો દિવસ ઘર આગળ હોઉં છું. ગમે તે વખતે આવો અને ઘડીઘડીની ખબર આપતા રહો. ખરચ કરવા માટે તમારે કાળજી કરવાની નથી. જેટલાં એ પગલાં ભરશે તેથી આપણે બમણાં પગલાં ભરીશું. કાલે મારે ત્યાં આવો અને શું કરવું તે નકકી કરીએ.”
રસિકલાલના આવા ઉત્સાહના શબ્દો સાંભળી યુવકોએ તાળીઓ પાડી અને સંતોષ પામી ત્યાંથી ચાલતા થયા. થોડી વાર પછી રસિકલાલ માલતી વગેરે પણ ચંદ્રકુમારના ઘર તરફ વિદાય થયાં. ત્યાં જઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
નદીકિનારે યુવકમંડળ. જાગૃતિ અને પ્રેરણ.
૧૩૯
~~~~
~
~~~
ચંદ્રકુમાર રસિકલાલ અને અવંતીલાલ અગાશીમાં ખુરશીઓ નાખી બેઠા. અવંતીલાલ ઠરેલ વિચારના અને પૂરા અનુભવી હતા. વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હતા. લગભગ તમામ સાધુઓના સહવાસમાં આવેલા હતા, તેથી કેટલાક પતિત સાધુઓની પોલ સારી રીતે જાણતા હતા. તેમાંના કેટલાક તો તેમનાથી દબાયેલા હતા, કારણ કે સાધુ સમજી, બહાર ધર્મની હેલના થશે તે જાણી જવા દીધેલા હતા, વાતને પ્રસંગ નીકળતાં તે બોલ્યા “આ આચાર્ય વિનાકારણ ખૂટી ધમાલ કરે છે, તે કેટલા આચારમાં છે તે તેમના સંબંધમાં આવનાર દરેક જાણે છે, તેમની પાસે જે ચકેરવિજય સાધુ છે તે સર્વ અવગુણ સંપન્ન છે. તેમના ભવાડાને પાર નથી. અમારે ત્યાં તે ચોમાસું હતા ત્યારે મેં આચાર્યને ખાનગીમાં સાફ કહેલું કે ચકોરવિજયને કાઢે, નહીં તે તમે પણ વગેવાશે, પણ તે ક્યાં કોઈનું માને તેવા છે ? તેમના ગુમાનમાંથી હાથ કાઢતા નથી. તેમના પક્ષમાં કેટલાક શેઠીઆ, છે તે તેમને ચડાવે છે એટલે તે ચડે છે અને અવિચારી પગલાં ભરે છે. હું ધારું છું કે એક બે દિવસમાં તેમના કેટલાક ખાંધીઆ. આવશે અને ધાંધળ મચાવશે પણ ખરા. સંધમાં કલેશ કરાવશે. બાકી તેમનાથી બીજું કાંઈ પણ થવાનું નથી. પોલીસ આગળ શું કરી શક્યા? કલ્યાણને આપવો પડે. કલેકટર ઉદાર દિલને હોવાથી આચાર્ય જાણું કેટલુંક દરગુજર કરતો હતો. કડક હોત તો તેમને સમજ :: Sણા શ્રીમંત ભકતો એવા ઘહેલા છે કે સાધુ આચારમાં ન હ , ય તે પણ તેને નિભાવી તેમના દુરાચારને ઢાંકી રાખે છે, આ તિઓ જેરમાં આવે છે અને દુરાચારેમાં વધારે કરતા જાય છે, અને પ્રસંગ આવે ભગવતીદાસ જેવા ગરીબ માણસની બેકારીને લાભ લઈ તેને દબાવી પૈસાના બળે કરે ઉપાડે છે.”
આ પ્રમાણે તેમના અનુભવની કેટલીક વાતો સાંભળી પરિસ્થિતિથી વાકેફગાર થઈ રસિકલાલ નીચે આવી માલતીને લઈ ઘેર ગયે.
* બહાર તય તેમ આવે
-
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રકરણ ૧૮ મું.
પ્રકરણ ૧૮ મું.
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણી. . * Pride goeth before destruction and an haughty spirit before a fall.
( Bible-Proverbs ) नि निर्मिता केन न दृष्टपूर्वा । न श्रूयते हेममयी कुरंगी । तथापि तृष्णा रघुनंदस्य । विनाशकाले विपरीत बुद्धिः ॥
કલેકટરની કચેરીમાં દીક્ષા પ્રકરણ પૂરું થયા પછી બીજા દિવસે “પ્રજા પોકાર” વર્તમાનપત્રમાં તે તપાસને સંપૂર્ણ હેવાલ સાંજે પ્રકટ થયો, તંત્રીએ અગ્રલેખ લખવામાં અને ટીકા કરવામાં બાકી રાખી નહીં. કલ્યાણની ગુપ્ત દીક્ષાનો ભવાડે જાહેરમાં આવ્યો. આચાર્ય અને ચીમનલાલની પૂરી ફજેતીને ચંદરવો બંધાયો. “આચાર્યના દસ હજારના જામીન – અયોગ્ય દીક્ષાનું ધતીંગ – આચાર્યનાં પરાક્રમે – અસત્યમાં પણ સત્ય – ભાઈ બેનને મેળાપ” એવા આકર્ષક મથાળાવાળા લેખે તે અંકમાં ઉભરાઇ ગયા. જાણે દીક્ષા પ્રકરણને ખાસ અંક કાઢયો હોય તે પ્રમાણે તે અંકમાં દીક્ષાના અને સાધુના લેખે પાને પાને જોવામાં આવ્યા. શહેરમાં જૈનેતર પ્રજા આ બનાવથી આચાર્યને અને ચીમનલાલ શેઠને ખૂબ તિરસ્કાર કરવા લાગી. કેટલાક તો ખાસ કલ્યાણને જોવા માટે ચંદ્રકુમારને ત્યાં જતા હતા. બે દિવસમાં બહારગામથી આચાર્યના શ્રીમંત્ “બાવી
ડધીની પહોંચ્યા. તેમની સાથે તેમના આશ્રિત યાને ખાંધીએ પણ આવ્યા.
• વિનાશ પહેલાં અભિમાન અને પડતીના પહેલાં ગુમાની મિજાજ ઉત્પન્ન થાય છે, અર્થાત અભિમાન એ વિનાશનું અને ગુમાનીમિજાજ એ પડતીનું આગામી સૂચન છે.
fસોનાને મૃગ ઉત્પન્ન થયેલ નથી, કોઈ એ જોયો કે સાંભળ્યો પણું નથી છતાં તે મેળવવા રઘુનંદનની ઈચ્છા થઈ. માટે મનુષ્યને વિનાશના વખતે
અવળીજ બુદ્ધિ સુઝે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણી
૧૪૧
એક શ્રીમંત તે પોતાની સાથે વકીલને પણ લેતા આવ્યા. આ પ્રમાણે આચાર્યને આફતના પંઝામાંથી બચાવવા તેમનું ભક્તમંડળ એકઠું થયું, પણ અત્રેનું વાતાવરણ જે તેમના ટાંટીઆ ટાઈટ ટકી રહ્યા નહીં. ચારે બાજુથી ફીટકારના વનિ કાને પડતા હતા. “પ્રજા પકાર”માં સંપૂર્ણ હેવાલ પ્રકટ થયો હતો તેથી લોકે આચાર્યનાં પરાક્રમથી વાકેફગાર થયેલા હોવાથી આખી જનતા જવાબ આપવાને શક્તિવાન થયેલી હતી. આથી શેઠ લાલભાઈએ જાહેર સભા ભરવાનો વિચાર કોણ છે ? તમાળે. માહ વદ ૧૪ ના રોજ ધર્મશાળાના મેડા ઉ... તે અમને તેના માણસોની સભા ભરાઈ. જ્યાં દીવાનો સીધો પ્રકાશ . પપાવી તો એવા સ્થળે આચાર્ય અને તેમના સાધુઓ આવીને બિરાજમાન થયા. ત્સરી પ્રતિક્રમણ વખતના ચાળીસ લોગસના કાઉસગ જેવી શાંતિ ફેલાઈ રહી, જેવા ઉમંગથી બહારથી આવ્યા હતા તેવીજ નિરાશા લોકોના ઉગારે ઉપરથી ઉત્પન્ન થયેલી હોવાથી શું બોલવું તેને દરેકને વિચાર થઇ પડયો હતો. મનસુખલાલ શેઠ, ધરમચંદ શેઠ, ચીમનલાલ શેઠ વગેરે નારાજ થયેલા હતા. આ પ્રમાણે પાંચ મીનીટ સુધી જ્યારે કઈ બોલ્યું નહીં ત્યારે આચાર્યશ્રીએ પિતાની કઠોર ભાષાના શબ્દોની લહાણ શરૂ કરી–
ક્યારના ભેગા થયા છે પણ કેમ કઈ બોલતું નથી ? દરેકના મેંઢામાં મગ ભર્યા છે કે શું? અહીંના શેઠીઆ પાણુમાં બેઠા એટલે તમે બહારગામના પણ તેમની શરમમાં તણાઈ પાણીમાં બેઠેલા જણાઓ છે. ધિક્કાર છે તમને! તમે આવા શ્રીમંતો અને તમારા આચાર્યના માથા ઉપર આટલી બધી આફત ? તમારો પૈસો શા કામમાં આવશે? અસલના શ્રાવકો સાધુ માટે મરી ફીટતા હતા, અને હાલના તમે બધા બાયલા હીજડા જેવા થઈને બેઠા છે. ભર કેરટમાં પેલો સાળો બદમાસ અવંતીડે ગમે તેમ બોલી ગયો તેને તમે કેઈ કાંઈ કરી શકે નહીં ? શરમ છે તમને ? તમે તે શ્રાવક છે કે કોણ છે ? જૈન ધર્મ માટે અમે પ્રાણ આપી ધર્મ ટકાવીએ અને તમે અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રકરણ ૧૮ મું..”
*
*
*
2સાહેબ તથા પેલે
ટેકો આપે નહીં! પહેરે બધા હાથે બંગડીઓ અને એઢે સાડીઓ! ધર્મ માટે તે લોહીં છાંટવું જોઈએ.”
આવી મધુર વચનામૃતની વૃષ્ટિએ વરસવાથી લાલભાઈ શેઠ ધીમે રહી બોલ્યા “મહારાજ ! આટલા બધા ગુસ્સે ન થાઓ. અમે કાંઈ મરી ગયા નથી. વખત આવે જોઈ લેવાશે ! તે લોકોને છુંદી નાખતાં વાર શી? લાખ બે લાખ રૂપીઆ તોડી નાખીશું પણ તેમને ખરાબ કરીશું. તમે જરા પણ ગભરાશે નહીં, શાંતિ ધારણ કરે.” આચાર્ય–“શાંતિ તે શી રીતે રહે? આ
છી બીજા દિવસે ચીમનલાલ શેઠ પોલીસે ધમકાવ્યો અને દાબ દીધો છે બકી વળ્યો. ફોજદારને ઘરમાં શું કરવા પેસવા દીધો ? કે વાતને કાઢી મુકવો હતો. પેલો સાળો મનહરીએ સાધુ પણ પોલીસથી ડરી ગયો. મને આવી ખબર હોત તો આ ગામમાં પગ મુકત નહીં. “સાહેબ રહે, સાહેબ રહે, આમ કરીશું તેમ કરીશું,' એમ કરી મને વળગ્યા અને મને રોક્યો. પેલો સાળો ધરમચંદ શેઠ અઠ્ઠાઈઉત્સવ લઈ બેઠે અને હાથે કરી આ તેફાન કરાવ્યું. બાયલાથી કાંઈ બને નહીં અને મોટી મેટી વાતો કરે. અણુ વખતે સૈ નાશી જાય. લાલભાઈ શેઠ ! આ શહેર મને હવે કડવું ઝેર જેવું થઈ ગયું છે માટે તમે કાલે જામીન આપી અમને છુટા કરે એટલે અહીંથી વિહાર કરી ઉપડી જઈએ. હવેથી અહીંનું પાણી પીવામાં મહા પાપ છે. જ્યાં આવા અધમ અને નાસ્તિક રહે ત્યાં ક્યાંથી સુખ હોય ? આ તમામ તોફાનને માટે ધરમચંદ જોખમદાર છે. આ શહેરમાં આવા ભયંકર માણસો હતા તે જખ મારવા મને અહીં રોકવા આગ્રહ કર્યો? મીઠું મીઠું બેલી નાશી જાય, મોટી મોટી બડાઈએ હાંક્યા કરે પણ અણુને વખત આવ્યો કે તેમનું પિકળ જણાઈ આવ્યું. ધરમચંદ! હું તમને ઓળખું છું, તમે માત્ર બોલવામાં જ છે. આ બનાવનું પાપ તમારા માથે છે, સમજ્યા? તમારા જેવા દગાબાજ ભક્તો માટે જોઈતા નથી. જાઓ તમારું કાળું કરે. શું મોં બતાવતા હશે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કરાવ્યું. જે નાશ
Page #160
--------------------------------------------------------------------------
________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણ.
૧૪૩
ક સરખા જ
છે શું મકવાડ થયા
એ અત્યાર સુધીના પ્રહાર થવા વાપર, તમે
શ
લાલભાઈ–“મહારાજ ! આમ ક્રોધ ન કરીએ, સંધમાં કાંઈ સ સરખા હેય? માટે તમારે મોટું દિલ રાખવું જોઈએ.”
આચાર્ય “મોટું દિલ રાખીએ ? આ સાળો ધરમચંદજ એવે છે. તેને લીધે જ આ ભવાડે થયો.”
અત્યાર સુધી તે ધરમચંદ શેઠ ગમ ખાઈને શાંત બેસી રહ્યા હતા પણ વારંવાર ગાળાના પ્રહાર થવાથી ક્રોધાયમાન થઈને બોલ્યા
મહારાજ ! સાળા, સાળા, શબ્દો ન વાપરે, તમે તે સાધુ છે કે કોણ છે ? તમારા માટે મરી મટીએ અને પરિણામે આવાં ખાસડાં મારે તે અમને શી રીતે સહન થાય ? પાસે રહી ધામધુમથી બે દીક્ષાઓ અપાવી, વરઘોડે ચડાવ્યો, અઠ્ઠાઈઉત્સવ ભવ્ય, એ રીતે આ શહેરમાં ચોથો આરે વર્તાવી દીધો તેમાં તમને શું વિશ્ન આવ્યું ? વાંક તમારો છે અને ગાળ મને આપે છે ? ચીમનલાલ શેઠને ત્યાં છાની દીક્ષા આપી અને તે વાત પકડાઈ, તેમાં રજનું ગજ થયું, શું આ મારું કામ છે ? ચીમનલાલને ત્યાં છાની દીક્ષા આપવાનું સ્થળ રાખેલું છે, ત્યાં કેટલી બધી છાની દીક્ષાઓ અપાય છે અને ઝગડા ઉભા થાય છે તે તમે નથી જાણતા ? પાપનો ઘડે ભરાય એટલે ફટયા વગર રહે ? તમને ચેલાને લોભ કયાં ઓછો છે જે આવ્યો તેને મુંડવે, જે આવ્યો તેને મુંડ, પાછળ વળીને જોતાજ નથી, મને ઝાઝું બોલાવશે નહીં” એમ કહી ધરમચંદ ત્યાંથી રીસાઇને ઉઠવા લાગ્યા.
લાલભાઈએ તેમને હાથ પકડી બેસાડ્યા. લાલભાઈ મનમાં સમજ્યા કે હવે બાજી હાથથી ગઈ, ઘર ફૂટે ઘર જાય, એવો કીસ્સ ઉભો થયો. તેથી ધીરજ રાખી લાલભાઈ કહેવા લાગ્યા
ધરમચંદ શેઠ! આમ ગુસ્સે ન થાઓ. મહારાજને સ્વભાવ તમે નથી જાણતા ? આપણે તેમના શબ્દો ઉપર ધ્યાન આપવું ન જોઈએ. આ શહેરમાં તમે ધર્મના થાંભલા રૂપ છે તે અમે નથી સમજતા ? અત્યાર સુધી તમે ધર્મ જાળવી રાખ્યો છે. મહારાજને સત્કાર કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રકરણ ૧૮ મું.
વામાં પણ તમે આગેવાની ભર્યો ભાગ બજાવ્યો છે તે મહાજનના જાણવામાં છે. માટે આમ રીસાઈને જશે તે બહાર ખરાબ દેખાવ થશે અને આપણા વિરોધીઓ ખુશી થશે. મહારાજ સાહેબ ! હવે તમે પણ બોલશે નહીં. તમે ક્રોધમાં જરા આકરા શબ્દો બેલી જાઓ છે એટલે તેમને ખોટું લાગે છે.”
વચ્ચે ધરમચંદ બોલ્યા “શું લાલભાઈ ! આ તે બેલવાની રીતે? આ તે સેવાને બદલે આપતા હશે. રાતદિવસ અમે બધા તેમની સેવામાં હાજર રહીએ છીએ, દાસની માફક કામ કરીએ, જે જોઈએ તે તમામ લાવી આપીએ, તમે બે દિવસથી આવ્યો છે, જુઓ આ ધર્મશાળામાં કેવી તેમને સવડ કરી આપી છે ? મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા કે “ રાત્રે મરછર કરડે છે માટે ન કરડે તેવી ગોઠવણ થાય તે ઠીક ” આટલા શબ્દો નીકળતાંની સાથેજ જુઓ ઝીણું મલમલની મચ્છરદાનીઓ દરેક સંથારાએ બાંધી દીધી છે તેમને વાંદવા આવનાર ગૃહસ્થ અને બાઈઓ માટે ખાસ રસોડું આજ ધર્મશાળામાં ઉધાડેલું છે. દરરોજ ઉમદા ભેજને બનાવવામાં આવે છે, ઉકાળેલા પાણીની પણ તજવીજ રાખેલી છે. કાપ કાઢવા માટે સાબુને કોથળો પણ ઓરડીમાં ભરી રાખ્યો છે. જંગલમાં દલ્લે જવાની તસ્દી પડે તે માટે જુઓ અરીસાભુવન જેવું હલે જવાનું સ્થાન બાજુમાં બનાવી આપ્યું છે, ચેલાઓને ભણવવા માટે એકના બદલે બે પંડિતની જોગવાઈ ચાર માસ માટે કરી આપી છે. તે તેમની સાથે વિહારમાં રહેશે. આટલું બધું કરી આપ્યા છતાં પણ બદલામાં આવો અમને આર્શીવાદ ! ! અમને ખોટું ન લાગે લાલભાઇ શેઠ ?”
લાલભાઈ–“જુઓ ધરમચંદ શેઠ ! આપણે તે આપણી ફરજ બજાવવી જોઈએ. જે આપણે કરીએ તે બધું ધર્મ સમજી કરવાનું છે. હવે તમે શાંત રહો. અત્યાર સુધી નિભાવ્યું તેવું એક બે દિવસ નિભાવી લો. પેટ મોટું કરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણી.
૧૪૫
wwwvouum
ધરમચંદ “શું પેટ મોટું કરું? પેટ મેટું કર્યાની જ આ મહેકાણ ઉભી થઈ છે! જેમ જેમ મહારાજ માગતા ગયા તેમ તેમ અમે આપતા ગયા તેથી તે વધારે ચડતા ગયા, મને ઝાઝું બોલાવશે નહીં. જૈનેતર પ્રજામાં મારે કેવું સાંભળવું પડે છે તેને મહારાજને કયાંથી ખ્યાલ હોય ? મને બહુ નહીં છેડવામાંજ ફાયદો છે. લાલભાઈ! મારું પેટ અંદરથી તે બળી જાય છે, મહારાજના નિમિત્તે આ શહેરના સંધે પાંચ સાત હજાર રૂપીઆ ખરચ્યા અને છેવટે આશીર્વાદ આપે કે “ આ શહેરનું પાણું પીવું નહીં.” આચાર્યને બોલતાં કાંઇ વિચાર પણ આવતો નથી. એમ કહે કે અમે ચાર પાંચ જણ હતા તે આટલું કરી શક્યા. નહીંતે વિરોધીઓનું મંડળ એવું છે કે તેમને ઠેઠ પહોંચાડી દેત, સમજ્યા લાલભાઈ?”
લાલભાઈ–“હવે બંનેને હાથ જોડી કહું છું કે શાંત થાઓ. પાછલી તમામ વાત ભૂલી જાઓ અને કાલ આપણે શું કરવું તે મુદ્દાની વાત ઉપર આવી જાઓ.”
ન્યાતના શેઠ–“કલેકટરના કહેવા પ્રમાણે જામીન થાઓ એટલે પરવાર્યા. જ્યારે જ્યારે સરકારને જરૂર જણાશે ત્યારે ત્યારે બોલાવશે, તે સંબંધી આગળ ઉપર વિચાર કરી લેવાશે.”
આચાર્ય–“ લાલભાઈ ! કાલ જે કરવાનું હોય તે કરી લે, મારે હવે અહીં રહેવું નથી. મેં સૌને જોઈ લીધા. ધરમચંદ બેલ્યા એ સાંભળ્યુંને ? તેમનો એકે એક શબ્દ ટાંકી લેજે. જ્યારે તે આવું બોલે ત્યારે વિરોધીઓ બેલે તેમાં શું આશ્ચર્ય ? હું તો સમજ હતું કે તમે સૌ ભેગા થઈ પેલા વિરોધીઓનું વેર વાળવા તેમને સંઘ બહાર મુકશે અને તમારી લાગવગન અને પૈસાનો ઉપયોગ કરી તે તોફાની અધમ લેકે ઉપર કેસ કરી તેમને જેલજાત્રાએ મોકલશે, જેથી પાછા બોલી શકે જ નહીં. પણ જ્યાં તમારામાં જ આવી ફુટા ફુટ અને ધરમચંદ જેવાજ મને ગમે તેમ બોલી જાય ત્યાં પછી બીજી શી વાત કરવી ? લાલભાઈ! એ કામ તમારાથી ઉપડશે.
૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પ્રકચ્છ ૧૮ મું.
દીક્ષા રક્ષક મંડળને હવે બરાબર જાગૃત કરે, તમે તેના પ્રમુખ છે. સુસ્ત કામ ન રાખે. પડતી બુમે હાજર થાઓ.”
લાલભાઈ–“ન્યાતના શેઠને તાર આવવાથી મીલના તમામ કામે પડતાં મુકી કનકનગરથી તરતજ હું અત્રે આવી આપની સેવામાં ખડે થયે, આપણું મંડળ સુસ્ત નથી, અહી આપણું મંડળ વિરૂદ્ધ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ સ્થપાયો છે તે હું જાણું છું.”
આચાર્ય–“તેના પ્રમુખ કોણ છે તે તમે જાણો છે ?”
લાલભાઈ–“હા સાહેબ. પ્રમુખ પેલા રસિકલાલ છે. તે માણસના વિચાર ખોટા નથી.”
આચાર્ય–“ તમે ભૂલો છે, તે તે આપણું પાસે આવે છે, મીઠું મીઠું બોલે છે અને આપણે ગાળ લઈ જાય છે, વિદ્વાન અને હોંશિઆર છે, પણ તે બધું અવળા રસ્તે દોરવાઈ ગયું છે. છેવટે તો તે અંગારા, મીઠું તેમાં તેલ, વર્ધમાનવિદ્યાલયમાંથી પાકેલાને ? તેથી તેમને આપણું શબ્દો ઉપર કયાંથી શ્રદ્ધા બેસે ? તે સર્વને અભવી જીવો સમજવા. મને તે રાત દિવસ વિચાર થાય છે કે આ અભવી જીવોની શી દશા થશે ? આવી વિદ્યાલયે સ્થાપવાથી શું પુણ્ય થતું હશે ? શું સમજીને તેમાં લોકો પૈસા આપતા હશે ? મને તે આ બાબત ઘણુજ દિલગીરી થાય છે. એ રસિકલાલને વર્ધમાન વિદ્યાલયને ચેપ ન લાગ્યો હોત તો જરૂર જૈનમાં હીરો પાકત હીરે ! પણ તેને ચેપ લાગવાથી પથરે પાક છે.”
લાલભાઈ—“ તે ભાઈ સાહેબ મને બે દિવસ ઉપર પાર્શ્વનાથના દેરાસર આગળ મળ્યા હતા. મારે તેમની સાથે મેળાપ છે. મશ્કરીમાં પણ આ સંબંધી ઘણું વાત થઈ હતી. સાથે અવંતીલાલના ચીરંજીવી ચંદ્રકુમાર પણ હતા. તેઓ હાલના જમાનાના પવનના વંટેળાઆમાં પડી ગયા છે. મારે રસિકલાલને ત્યાંજ ઉતરવાનો વ્યવહાર છે પણ અત્યારે આ પ્રવૃત્તિને લઈને તેમને ત્યાં ઉતર્યો નથી. મને જમવાનું પણ કહેલું છતાં મેં ના પાડી. હવે તે સંઘમાં બે પક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણું
૧૪૭
પડી ગયા છે, અને દિલગીરી સાથે કહેવું પડે છે કે આપણા પક્ષમાંથી ઘણા લોકો ખસતા જાય છે, કારણ સમજાતું નથી.”
આચાર્ય–“કારણું ઉઘાડું છે. કેઈને ધર્મ વહાલો નથી. આચાર્યોના શબ્દો ઉપર શ્રદ્ધા નથી. દરેકને જમાના પ્રમાણે ચાલવું અને જુની વાતને મારી નાખવી છે. આ તેનું કારણ. વળી આવા લેકેને સુધરેલા આચાર્યો ટેકે આપે, ગૃહસ્થાશ્રમ ચલાવવા તેઓ ઉપદેશ કરે, વર્ધમાન વિદ્યાલય” જેવી સંસ્થાઓ સ્થપાય તેને મદદ કરવા આચાર્યો ભાગ લે, વ્યાયામ શાળાઓ ઉઘડે, કસરત શાળાઓ સ્થપાય, સુવાવડખાનાં નીકળે, આ કારણથી તેમને પક્ષ વધે એમાં શું નવાઈ ? પણ તેથી શું? આપણે ચેડા હઈશું, પણ ચુસ્ત જૈનધર્મ અને પરાસ્તિક હુઈશું તે છેવટે આપણોજ જય છે. મહાવીરના પલમા અરે ! જેની હતા, અને ગોશાળાના પક્ષમાં સાડા
. તેથી શું થયું ? છેવટે મહાવીરનોજ જય થયા અને દ્વિતી - નામ અમર રહેલું છે. ગોશાળાનું નામ
કે લાલભાઈ! તમારા જેવા પુણ્યશાળી શાસનપ્રેમી, ધર્મના આ જેમાં રત્ન સમાન, જ્ઞાનના ઉદ્ધારક, અનાથના નાથ, ધર્મને 'મે પ્રાણ પાથરનાર, લાઓ બલકે કરે પિસા સાધુ સાધ્વીના બચાવ માટે ખર્ચનાર જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી જૈનધર્મ જરા પણ નીચો પડવાનો નથી.”
લાલભાઈ–“સાહેબ! એ બધો આપને પ્રતાપ છે.”
આચાર્ય-“લક્ષ્મી શા કામની છે ? વૈભવ શા કામને છે? જુઓ વૈષ્ણની ભક્તિ ! તેમના ધર્મગુરૂઓ માટે કેટલું બધું કરે છે? કેવી શ્રદ્ધા રાખે છે? “પડ કુવામાં” કહેતાંની સાથે કુવામાં પડવા ભક્ત તૈયાર થાય છે, તેમની ભક્તિ જેવી ભકિત જનોમાં હોત તો સમાજને ઉદ્ધાર કયાર થઇ ગયો હોત, સવારે વ્યાખ્યાને વાંચવા પણ અમારે તસ્દી લેવી ન પડત, શ્રદ્ધા હોય તે વ્યાખ્યાનનો સાર ગળે ઉતરે પણ અત્યારે તે તર્કવાદીઓ ભેગા થયા છે, કાંઈ કહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અગીઆર અને સ જેના હતા, આજ ય છે. મ થયો અને તે સર્વાનુમતે અને તેથી શું થયાળાના પક્ષમાં
થ અને શ્વિનીકુમાર ૬ હાલભાઈ! તમારા જેવી કે નિશાન રહે અને એ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રકરણ ૧૮ મું. વામાં આવે તે તર્ક ઉઠાવી વાત તેડી નાખે. આચાર્યોના શબ્દો ઉપર શ્રદ્ધાજ નહીં.”
લાલભાઈ_“સાહેબ! હવે તો શ્રદ્ધાની વાત કરશે નહીં. મહાવીર ભગવાન કહી ગયા છે કે “ધર્મ ચારણીની માફક ચળાશે તેની આ બધી નિશાનીઓ છે, પડતે કાળ આવ્યો છે, માટે મહારાજ સાહેબ! હવે આરામ લો. બહુ પરિશ્રમ ન લો.”
આચાર્ય-“પણ એટલું તે ધ્યાનમાં રાખવું કે પ્રસંગ આવે. આપણા વિરોધીઓને જોઈ લેવા. ધર્મની વિરૂદ્ધ પડનારની સાથે તે આપણે તેમના જેવા થઈ તેમને દબાવી દેવા જોઈએ અને જેમ બને તેમ મોટી સંખ્યામાં દીક્ષા આપી સાધુની સંખ્યામાં વધારે કરે, જેથી ઠામ ઠામ વ્યાખ્યાન આપી અધર્મી ઓને ધમ બનાવે. નાસ્તિકને આસ્તિક બનાવે, અને તેમના આત્માનું કાંઈ ગયુ પક્ષપદને પ્રાપ્ત કરાવી શકે, તે માટે છુટા હાથથી વિદ્યાલયમાંથી 9 કરવામાં સાધુઓને પૂરતી મદદ કરો, તેમના માટે શ્રદ્ધા અને મારો વૈભવ શા કામને છે ? તેમના પ્રત્યેક શબ્દને શવસ વિચાપ માને. તેમાં જરાપણ શંકાને સ્થાન ન આપે. તેમની લિયા માથે ચડા. તેમના બોલ ઉપાડી લો. તેમ કરશે તેજ તમારું કલ્યાણ છે. નહીં તો ભવસાગરમાં રખડ્યા કરશે. લાલભાઈ શેઠ ! હું તો આ શ્રાવકોથી કંટાન્યો. માટે કાલે કેરટની જે વિધિ કરવાની હોય તે કરે એટલે અત્રેથી વિહાર કરી અને બીજા ગામ જઈએ.” - રાત વધારે વીતી જવાથી ગૃહસ્થ ત્રિકાળ વંદના કરી ત્યાંથી વેરાઈ ગયા. બીજા દિવસે અમાસ જેવો અશુભદિવસ હોવાથી તે જવા દઈને ફાગણ સુદ ૧ ના રોજ કલેકટરની પાસે શેઠ લાલભાઈ તથા બીજા બે ગૃહસ્થ જઈ જામીન સંબંધી તમામ તજવીજ કરી આવ્યા અને. કલેકટરે સાધુ સાધ્વીઓને વિહાર કરવાની રજા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૪૯
પ્રકરણ ૧૯ મું.
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ રચનાત્મક કાર્યક્રમ, ભગિની સમાજની સ્થાપના * Let courage be proved by deeds and not by words.
વિકટોરીઆ દરવાજે જ્યાં દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યું હતો તે જ સાર્વજનિક ધર્મશાળામાં ફાગણ સુદ ૧ ની રાત્રે આઠ વાગે અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજને એક મોટો ભવ્ય મેળાવડો રચનાત્મક કાર્યક્રમ ઘડવા માટે ભરવામાં આવ્યો. સમાજના સભાસદો ઉપરાંત પ્રેક્ષક તરીકે સરકારી અમલદારે અને ઘણા જૈન તેમજ જૈનેતર ગૃહસ્થને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. આશરે એક હજાર પુરૂષો અને સે સ્ત્રીઓએ હાજરી આપી હતી. દરખાસ્ત મુકાતાં અને સર્વાનુમતે અનુમોદન મળતાં તાળીઓના ગડગડાટ વચ્ચે રા. બા. અશ્વિનીકુમાર વિજયકુમાર એમ. એ. એલએલ.બી. વકીલે પ્રમુખસ્થાન લીધું અને બુલંદ અવાજે પિતાનું ભાષણ શરૂ કર્યું
મારા જૈન બંધુઓ, સુશીલ બને અને ગૃહસ્થ ! આ ભદ્રાપુરી શહેરમાં આ અઠવાડીઆથી ઘેર ઘેર જૈનદીક્ષાની વાતો ચાલી રહી છે, વર્તમાન પત્રોમાં પણ દીક્ષાના ભવાડા વાંચીએ છીએ, દીક્ષાના ખટલા સરકાર દરબારમાં પણ ચડ્યા. આમ દેશ પરદેશમાં જેનેની નાલાશી થઈ રહી છે. આનું મૂળ કારણ જે અયોગ્ય દીક્ષા છે તેને એકદમ નાબૂદ કરવા માટે પ્રજામત કેળવવા વ્યવહાર પગલાં ભરવા, રચનાત્મક કાર્યક્રમ ઘડવાના ઉદ્દેશથી આજે આ અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ ભરવામાં આવ્યો છે. હાલમાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેનો શેડોક ખ્યાલ આપવાની જરૂર હોવાથી તે સંબંધી કેટલુંક વિવેચન કરવાની આવશ્યક્તા છે.
વાણીથી નહીં પણ વર્તનથી હીંમત અને બાળ સાબીત કરી બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
~-~
~-~~-~~
~
૧૫૦
પ્રકરણ ૧૯ મું. -~-~
સુજ્ઞ સભાસદે અને પ્રેક્ષક સજજન ! જે કઈને મનને એવો ખ્યાલ હોય કે આ સમાજ દીક્ષાની વિરૂદ્ધ છે તો તે ખ્યાલ મનમાંથી કાઢી નાખજે. પરંતુ કેટલાક મુનિ મહારાજે અને આચાર્યો જેઓ શિષ્ય પરિવાર વધારી ગણધર પદવી લેવા તીવ્ર અભિલાષા રાખે છે, પિતાને ધર્ણોદ્ધારક કહેવડાવવા માગે છે અને ચેલા માટે અગ્ય વર્તન ચલાવે છે તેમણે પવિત્ર દીક્ષાને તદન અધોગતિમાં લાવી મુકી છે. તેમની પ્રવૃત્તિથી દીક્ષા શબ્દ ઠામે ઠામ તિરસ્કાર પાત્ર થઈ પડે છે. કયાં મહાવીર સ્વામી ભગવાને લીધેલી ભાગવતી દીક્ષા અને જ્યાં હાલના કેટલાક સાધુઓએ ચલાવેલી અાગ્ય દીક્ષા ? આકાશ પાતાળ જેટલો ફેર છે. એકમાં દયા બીજામાં નિર્દયતા, એકમાં શાંતિ બીજામાં કલેશ, એકમાં અહિંસા બીજામાં હિંસા, એકમાં સત્ય બીજામાં અસત્ય, એકમાં હદયની શુદ્ધિ બીજામાં કપટ અને પ્રપંચ, એકમાં વચનનું પાલન બીજામાં વચનભંગ, એકમાં માતૃભક્તિ બીજામાં માતૃભક્તિનું ખૂન, એકમાં ઘેર ઘેર આનંદ બીજામાં શેક, અશુપાત અને હાયપીટ; કેટલો બધે ફેરફાર ?! આ પ્રમાણે કેટલાક સાધુઓએ દીક્ષાની આ દુર્દશા બનાવી મુકી છે ત્યારેજ આવી દીક્ષા માટે આટલો બધે વિરોધ ઉભો થયો છે. આપણા છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનની પવિત્ર દીક્ષાને ઠોકરે મારી કેટલાક અગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓ મનસ્વી દીક્ષાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. “બાવા બેઠા જપે જે આવે તે ખપે” એ પ્રમાણે પાત્રતા જોયા શીવાય ગમે તેનું માથું મુંડી કપડા પહેરાવી ઉપાશ્રયમાં ગોઠવી દે છે. મા પાછળ છાતી કુટી કલ્પાંત કરતી હોય તે પણ તેની તે દરકાર કરતા નથી. યુવાન બૈરી છાજી લેતી હોય તે પણ તેમનું હૃદય પીંગળતું નથી, છોકરાં ટળવળતાં હોય તે પણ દયા આવતી નથી (શરમ! શરમ !). બસ દીક્ષા દીક્ષા અને દીક્ષા. યેન કેન ઉપાયેન દીક્ષા આપવામાં અધર્મ ચલાવી જૈનધર્મને વગોવી રહ્યા છે. વર્તમાનપત્રમાં તેવી દીક્ષાના કેટલા બધા બનાવો વાંચીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ રચનાત્મક કાર્યક્રમ
૧૫૧
છીએ તે આપ જાણે છે. આવી અયોગ્ય દીક્ષા અટકાવવા માટેજ આ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની સ્થાપના કરવામાં આવી છે. તે માટે તેના ઉત્પાદકને ખરેખર ધન્યવાદ ઘટે છે.
આ સ્થળે મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે કેટલાક મુનિ મહારાજે પાટે ચડી જે વખતે વ્યાખ્યાન વાંચે છે તે વખતે એવી ડાહી ડાહી વાત કહે છે કે જાણે તે સર્વ ગુણો તેમનામાં ભરેલા હશે અને તે પ્રમાણે વર્તન રાખતા હશે. પણ ઘણું વખત “પોથીમાંનાં રીંગણું જેવું જોવામાં આવે છે. વાંચતી વખતે કહેશે કે જુઠું બોલવું નહીં, જુઠું બોલવામાં પાપ છે, પણ નીચે ઉતયાં કે મૃષાવાદનું સેવન કરે છે. ગુમ થયેલા છોકરાનો બાપ આવીને પુછે કે મહારાજ ! મારે છોકરે બતાવો! ત્યારે જાણતા હોય તે પણ કહેશે કે હું જાણતો નથી. વાંચતી વખતે કહેશે કે ચોરી કરવી નહીં, ચેરી કરવામાં પાપ છે. નીચે ઉતર્યા કે ગુમ થયેલા પતિની સ્ત્રી આવીને પુછે કે મહારાજ ! મારે ધણુ બતાવો. પોતેજ ઓરડીમાં સંતાડેલો હોય છતાં સાધુ જવાબ આપશે કે તારા ધણને કાંઈ મેં સંતાડન્યા છે કે રાંડ તું મારી પાસે માગવા આવી છે? કેણ તારા ધણની વાત જાણે છે? પાટે ચડી ઉપદેશ દેશે કે હિંસા કરવી નહીં, કોઇનું દિલ દુખાવવામાં પણ પાપ થાય છે, પોતાના આત્મા જેવો પારકાને આત્મા. માન, અહિંસાધર્મ પાળવો, તેમ નહીં કરવાથી ઘણુંજ પાપ લાગે છે અને એ જીવને નરક અને નિગોદનાં દુઃખ ભોગવવાં પડે છે. મહારાજ પાટેથી નીચે ઉતર્યા છે મા, સ્ત્રી છોકરો અને સગાં વહાલાને રેતાં રઝળતાં મુકી યુવાન છોકરાને દીક્ષા આપી દેવામાં જરા પણ આંચકે ખાતા નથી. (શરમ ! શરમ !) શું આ હિંસા નહીં ? આ તે બોલવું કાંઈ અને ચાલવું કાંઈ ! તેમના શબ્દો ઉપર શી રીતે શ્રદ્ધા રહે? માટેજ આવા કેટલાક સાધુઓની પ્રવૃત્તિ સામે આપણે કરી બદ્ધ થયા વિના છુટકો નથી. આપણે જોઈએ છીએ કે આવી રીતે એકઠા કરેલા ચેલાઓમાંથી કેટલાક નાશી જાય છે, કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પ્રકરણ ૧૯ મું.
દુરાચારી થાય છે, કેટલાક આચારમાં શિથિલ થાય છે અને પરિણામે તમામ સાધુઓની વગોવણી થાય છે. નઠારાની સાથે સારા પણ ધિકકારાય છે.
ગૃહસ્થ ! આચાર્યના વૈભવની વાત તો પુછશો જ નહીં. ખાત્રી કરવી હોય તે અત્રેની જનધર્મશાળામાં નજર કરી આવો. ચેલાઓ પાસેથી કેવી ચાકરી ઉઠાવવામાં આવે છે તેનું અવલોકન ચોવીસે કલાકનું કરી વિચાર કરશે તે ગુલામગીરીને ખ્યાલ આવશે. સાધ્વીઓ પણ ચેલીઓ પાસેથી એવું કામ લે છે. દરેક કામ નાના ચેલાએ અને નાની ચેલીએ કરવું જ જોઈએ એવી ફરજ પાડેલી હોય છે. એવા ઘણા સાધુઓ જોવામાં આવે છે કે જેઓ દીક્ષા લીધા પછી ઘણા પસ્તાય છે. પણ શું કરે ? “ અને ભ્રષ્ટ તો ભ્રષ્ટ ” જેવી સ્થિતિ બનવાથી મુંગે મેઢે સહન કરી આર્ત ધ્યાનમાં અંદગી ગુજારે છે. કેટલાક સંસારીપણુમાં બેકારી યાને ભુખમરાના ભંગ થઈ પડેલા તે દીક્ષાને આજીવિકાનું સાધન મળેલું જાણું સંતેષ માની નિત્ય કર્મ કરી જીવન ચલાવે છે. આવી ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થા ભોગવનાર સાધુઓ આપણે જોઈએ છીએ.
ગૃહસ્થ ! મારા અનુભવ ઉપરથી હું કહી શકું છું કે મોટા મેટા આચાર્યો કરતાં સામાન્ય સાધુઓ પોતાના આત્માનું કલ્યાણ વધારે કરી શકતા હશે. કારણ કે જ્ઞાન એ એવી વસ્તુ છે કે જે તેને જીરવી શકે છે તે જ આત્મકલ્યાણ સાધી શકે છે, તેજ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવાને શક્તિમાન થાય છે. અને જે તેને જીરવી શકતા નથી, અર્થાત જેને જ્ઞાનને અપચો થાય છે તેમનામાં અભિમાન રૂપી બળવાન શત્રુ પ્રવેશ કરે છે, જેના પરિણામે તે અધમ ગતિના પંથે જાય છે. જ્ઞાનની સાથે અભિમાન થયો કે બસ બધી બાજી બગડી. જે જ્ઞાન મેક્ષ પદ આપે છે તે જ જ્ઞાન અભિમાન થવાથી નરકને રસ્તે લઈ જાય છે. જે મુનિ મહારાજે ખપ પૂરતું ભણેલા છે તે તે એમ સમજે છે કે આપણે વધારે ભણ્યા નથી, આપણે કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૫૩
મોટા આચાર્ય કે પન્યાસ નથી. આથી તે નમ્રતા ભરેલું જીવન ગુજારતા હોવાથી તેમનામાં અભિમાનના દુર્ગુણો આવતા નથી. સાધારણ બુદ્ધિથી અવલોકન કરતાં આવા દાખલાઓ મળી આવે છે. આ તો હું મારા અનુભવ ઉપરથી અનુમાન કરું છું.
સુજ્ઞ બંધુઓ અને બેને ! હું શાસ્ત્રજ્ઞ નથી. જૈન સિદ્ધતિનો અભ્યાસી પણ નથી. પણ મારી સામાન્ય બુદ્ધિથી હું જે જોઈ રહ્યો છું તે આપને જણાવી રહ્યો છું. પ્રાચીન કાળની જેટલી વાતે હાલ બંધ બેસતી હોય તે અલબત સ્વીકારવી. “જુનું એટલું બેટું અને નવું એટલું સારું” તે મારે સિદ્ધાંત છે જ નહીં. હું તો એટલુંજ કહેવા માગું છું કે પ્રાચીન કાળમાં આપણે ગમે તેવા હઈશું પણ હાલમાં આપણું સ્થિતિ કેવી છે, આપણે કેટલી સંખ્યામાં છીએ, દિવસે દિવસે ઘટતા જઈએ છીએ કે વધતા જઈએ છીએ, બીજાઓ કરતાં આગળ છીએ કે પાછળ છીએ, બીજાઓ ઉપર આપણે સત્તા ભોગવીએ છીએ કે બીજા આપણા ઉપર સત્તા ભેગવે છે, આપણે કોઈ ભાવ પુછે છે કે “ત્રણમાં નહીં, તેરમાં નહીં, છપન્નના મેળમાં નહીં” એવી કહેવત જેવી આપણું સ્થિતિ છે, જુની પ્રણાલિકાથી ફાયદો છે કે નુકસાન છે, લક્ષ્મી વધે છે કે બેકારી વધે છે, વિગેરે વિગેરે અનેક બાબતને વિચાર કરી આ અપાર સંસારસાગરમાં આપણું જીવન હંકારવી જોઈએ.
એમાં ભ કાળમાં આપણું જીવનનૌકાના જે રસ્તા નિર્ભય અને સહીસલા ભરેલા જણાતા હતા તે કદાચ હાલના સંયોગોને લઈને પવનના વાવાજોડાથી તોફાની બની ગયા હોય, અને વચ્ચે ડુંગર સમાન મોટા ખડકો ઉભા થઈ વિદતરૂપ થઈ પડયા હોય ! જે નૌકા એક વખત પ્રાચીન કાળમાં જદી ચાલવાને શક્તિમાન હતી, તે હાલમાં સંચાના ઘસારાથી શિથિલ બની મંદગતિથી કદાચ ચાલતી હોય, મૂળ સ્થિતિમાં કાયમ રાખવા માટે તેમાં જે જે સુધારા વધારા કરવાની આવશ્યકતા હોય તે તે વખતોવખત કદાચ ન થયા હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રકરણ ૧૯ મું.
તે તે બધાનું એજ પરિણામ કલ્પી શકાય કે આપણું નૌકા ભવિધ્યમાં એક દિવસે મહાસાગરમાં ડુબી જાય છે તેમાં આશ્ચર્ય નથી.
આ પ્રમાણે પ્રાચીન અને અર્વાચીન પરિસ્થિતિને ખ્યાલ કર્યા શીવાય અને તેની સાથે આપણે પોતાની સ્થિતિની સરખામણું કર્યા શીવાય માત્ર જુની પ્રણાલિકાને જ વળગી ચાલવાથી મને તે શંકા છે કે આપણી કામની શી દશા થશે !
સમયાનુસાર આપણું રીવાજો, વર્તન અને ધર્મનું બંધારણ રહેશે તો જ ફાયદો થવાનું છે. આપણે જોઈએ છીએ કે આવા વિચારવાળા કેટલાક આચાર્યો અને ઘણું મુનિમહારાજે છે તેથી આપણે ખુશી થવા જેવું છે (તાળીઓ) પણ દિલગીરી એટલી થાય છે કે અયોગ્ય દીક્ષાવાળા આચાર્યોએ આવા આચાર્યોથી અસહકાર કર્યો છે અને તેમને સુધરેલા સાધુ કહી વગોવે છે. તેઓ કનકનગરમાં કેટલાંક વર્ષોથી સ્થાપન થયેલી “વર્ધમાન વિદ્યાલય” જેવી ઘણુંજ ઉપયોગી સંસ્થાને તેડી નાખવા પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને ઉપદેશ કરે છે કે તે સંસ્થામાં બધા અધમ અને અંગારા પાકે છે માટે તેમાં પૈસા આપવાથી પાપ છે. હશે તેની ચિંતા નહીં. આપણે તે તેવીજ સંસ્થાઓને તન મન અને ધનથી મદદ કરવાની છે. (તાળીઓ) આપણે તે સમયાનુસાર ચાલનાર સાધુઓની પ્રવૃત્તિને ટેકે આપવાનું છે. આપણું ગૃહસ્થાશ્રમને સુધારવા જે મુનિમહારાજે પ્રયત્ન કરશે અને આપણી જીવનનૌકાને સહીસલામતજ હિંસા રતે લઈ જશે તેજ પૂજાશે એવું મારું ચેકસ માનવું છે. જે ગ્રહ
સ્થાશ્રમ ઉપર સાધુસમાજ અવલંબીને રહેલો છે તે ગૃહસ્થાશ્રમને ધિક્કારનાર સાધુઓને સત્કાર થવાનું નથી. ઝાડની જે ડાળ ઉપર બેસવું તેજ ડાળ કાપવાથી બેસનારનું શું પરિણામ આવે તે નાનાં છોકરાં સમજી શકે તેવી સહેલી વાત છે.
ગૃહસ્થ ! અતિ લોભ તે પાપનું મૂળ. જ્યાં સુધી દરેક વસ્તુ હદમાં હોય છે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જ્યારે તે હદ મુકે છે ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૫૫
ગંભીર પરિણામ આવે છે. પ્રાચીન કાળને દાખલો રાવણ અને અવૉચીન કાળનો દાખલો જર્મન કૈસર છે. કેસરે દરેક સાથે બગાડયું, છેવટે અમેરીકાને પણ સંભળાવ્યું કે તું પણ લડવા આવી જા. લોભની મર્યાદા રહી નહીં. અમેરીકા લડાઈમાં ઉતર્યું, અને આખરે કૈસરને સખ્ત હાર ખાવી પડી. આ શાનું પરિણામ ? ચક્રવતી થવાની લાલસાનું. આજ પ્રમાણે અયોગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓની દીક્ષાની લાલસા એવી વધી ગઈ છે કે તેનું પરિણામ કેસર જેવું આવશે. મારા જેવા કે રસિકલાલ જેવા ઉપર ભલે હુમલા કરે પણ હવે તો તેવા આચાર્યથી અસહકાર કરી યુવકે તેમની સામે ચડાઈ કરી વિજયને વાવટો ફરકાવવા તૈયાર થયા છે. મને લાગે છે કે સૂર્યવિજય આચાર્યને વિનાશકાળે વિપરિત બુદ્ધિ સુઝી છે.
હું સાધુ સમાજને ચહાવાવાળે છે, તેમની આવશ્યક્તા પણ છે, પણ આવા અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓને અને ગૃહસ્થાશ્રમને ધિક્કારનાર સાધુઓને તે વિરોધી છું. આવા સાધુઓની દીક્ષા પ્રવૃત્તિ તેડી નાખવાજ આ સમાજની સ્થાપના થઈ છે અને કામ કરનાર ઉત્સાહી યુવકેને શું કામ આપવું તેને નિર્ણય કરવા આ સભા મળી છે. મને પણ આ સમાજની સેવા કરવા અને ઉદ્દેશ પ્રમાણે કામ કરવા અધિષ્ઠાતા દેવો સંપૂર્ણ તાકાદ આપે (તાળીઓ). આટલું કહી આજનું કામ શરૂ કરવા વિનંતી કરી બેસી જવાની રજા લઉ છું. ઓમ શાંતિ ! શાંતિ ! શાંતિ !
આ પછી સમાજના સેક્રેટરી રા. દિનકરલાલે વિગતવાર નીચે પ્રમાણે રચનાત્મક કાર્યક્રમનો ઠરાવ રજુ કર્યો.
૧ હાલમાં જે અયોગ્ય દીક્ષાઓ અપાય છે તે અટકાવવા આ સમાજના અંગે ગામે ગામ પ્રચાર સમિતિઓ સ્થાપવી.
૨ આ સમિતિના સભ્યોએ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં ભાષણ આપવાં, લોકમત કેળવ અને સ્ત્રી પુરૂ કે છોકરા છોકરીઓને સંતાડ્યાની ખબર પડે કે તરતજ. તેમની હકીકત મેળવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રકરણ ૧૯ મું.
કેની જાણ માટે વર્તમાનપામાં પ્રકટ કરવી અને યોગ્ય લાગે તો પોલીસમાં જાહેરાત આપવી.
૩ એવી રીતે ગુમ થયેલા ઈસમનાં માબાપ કે સગાં વહાલાને દરેક પ્રકારની મદદ કરવી. કદાચ વિરૂદ્ધ પક્ષવાળા વાંધે ઉઠાવે અને સરકારની મદદ મેળવવા જેવું હોય તે તે મેળવવી. કદાચ સાધુઓને
ટો પક્ષ લઈ તેમના ભક્ત શ્રાવકે લડવા આવે તે તેમની સામે યોગ્ય પગલાં ભરવાં. કોર કેસ ચડે તો આપણું પક્ષને સર્વથા મદદ કરવી.
૪ આવી સ્થપાયેલી પ્રચાર સમિતિઓએ પિતાના હેવાલો ભદ્રાપુરીની હેડ ઍફીસમાં મોકલી આપવા.
૫ આ સમાજ તરફથી જે જરૂર જણાય તો “અયોગ્ય દીક્ષાનિષેધ” નામનું અઠવાડીક પત્ર કાઢવું. પ્રચાર કામ કરવામાં જે કોઈના ઉપર આફત આવે તો તેને આ સમાજે દરેક પ્રકારની મદદ કરવી.
૬ ગુરૂઓના અયોગ્ય ત્રાસથી પીડાતાં સાધુ સાધ્વીને સહાય આપવી અને તેમને દુખમાંથી મુક્ત કરવા પ્રયત્ન કરવા.
ઉપરના ઠરાવ ઉપર જુદા જુદા ગૃહસ્થનાં વિવેચન થયા બાદ તે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
તે પછી પ્રમુખની આજ્ઞા લઈ માલતી બેન ભાષણ કરવા ઉભા થયાં કે તાળીઓના ગડગડાટ થઈ રહ્યું. તેમણે મધુર કંઠે જણાવ્યું
પ્રમુખ મહાશય, ભાઈઓ અને બેને ! આજે મારું હૃદય ખાલી કરવાને મને જે અચાનક લાભ મળ્યો છે તે માટે પ્રમુખને ઉપકાર માનું છું. હું સ્ત્રી છું તેથી સ્ત્રીઓનું હદય કેવું નરમ હોય છે તે સારી રીતે જાણું છું. પુરૂષોએ અમને એવી સ્થિતિમાં મુકી છે કે ચૂં કે ચૅ કરવાનો અમને અધિકાર નથી. હું તે એમ સમજતી હતી કે અમારા પક્ષમાં સાધુઓ હશે, કારણ કે તેઓને દયાળુ કહેવામાં આવે છે, રાગદ્વેષથી રહિત ગણવામાં આવે છે પણ હું તે જ્યારથી સમજણું થઈ છું ત્યારથી જોઈ રહી છું કે કેટલાક સાધુઓમાં તે દયાને છાંટે પણ જોવામાં આવતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ રચનાત્મક કાર્યક્રમ ૧૫૭
nnnnnnnn
તેમનાં હૃદય કાળા પથર કરતાં પણ કઠણ હોય છે. નવપરણિત સ્ત્રીઓના ધણું ઉપાડી જઈ તેમને આડું અવળું સમજાવી ચેલા બનાવી દે છે. બિચારી સ્ત્રીઓ તેમનાં છાજી લે છે. છતાં સાધુને દયા આવતી નથી. યુવાનીથી ખીલતી તરૂણ સ્ત્રીઓને છતા ધણુએ રંડાપ આપે છે. ઘણજ દિલગીરી સાથે કહેવું પડે છે કે સાધુની પક્ષમાં પુરૂષો રહી બિચારી રડતી બાળાને ધક્કા મારી કાઢી મુકે છે. લાચાર છીએ કે ધારાસભામાં ધારા ઘડવાની લગામ સ્ત્રીઓના હાથમાં આવી નથી (હસાહસ). પુરૂષો પોતાના હકો જાળવી રાખે છે. પુરૂષોને પિતાની સ્ત્રી કબજે લેવાનો અધિકાર, સ્ત્રી ઘેર ન આવે તે કેરટે જાય અને કેરટ તેને કબજે સેપે. પરંતુ સ્ત્રીઓના ધણને સાધુ ઉપાડી જાય અને કેરટ સ્ત્રીની દાદ ફરીઆદ સાંભળે નહીં. શું આ તે ન્યાય કે હડહડતો અન્યાય ? (એક અવાજ-અન્યાય) શરમ છે આવા કાયદાઓ ઘડનાર પક્ષપાતી પુરૂષોને ?
હમણાં થોડા દિવસ ઉપર ધારાસભામાં દીક્ષાનો કાયદો ઘડવા કઈ જન બંધુએ દરખાસ્ત કરેલી છે તે માટે ખરેખર તેમને ધન્યવાદ ઘટે છે. દરખાસ્ત રજુ કરતાં તેમણે જે જે દાખલાઓ આપ્યા છે તે વાંચતાં કોઈને પણ આંસુ આવ્યા વિના રહેશે નહીં. જે દાનલાએ આપ્યા તેથી વધારે હૃદયભેદક બનાવો બનેલા છે અને હાલ બને જાય છે. પ્રમુખશ્રી રા. બા. અશ્વિનીકુમાર જેવા બાહોશ વિદ્વાન વકીને આપણી જ્ઞાતિમાં હયાતી ભોગવે અને અમારા જેવી સ્ત્રીઓ ઉપર સાધુએ તેમના ધણું છોકરાં વગેરે ઉપાડી જઈ ત્રાસ વર્તાવે એ થોડું શરમાવા જેવું છે ! (હસાહસ). હું ધારું છું કે આ શબ્દોથી પ્રમુખ મહાશયને ખેટું નહીં લાગે. તેઓ અમારા વડીલ છે. હું જાણું છું કે સ્ત્રીઓના ઉદ્ધાર માટે તેઓ આગેવાની ભર્યો ભાગ લે છે પણ આ તરફ તેમણે નજર ફેરવી હોય એમ જણાતું નથી. મને ખાત્રી છે કે જે પ્રમુખ સાહેબ આ ઉપર ધ્યાન આપશે તે જરૂરી સાધુઓની આવી પ્રવૃત્તિ રમ પડશે. ધારાશાસ્ત્રીઓને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રકરણ ૧૯ મું.
ધારાસભાના સભ્યોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે પુરૂષો સ્ત્રીઓ સાથે હસ્તમેળાપ કરી વચનથી બંધાય છે છતાં આવી રીતે સ્ત્રીને રઝળતી મુકી લગ્નને વચનભંગ કરી દીક્ષા લે છે તે બંધ થવું જોઈએ એટલું જ નહીં પરંતુ વચનભંગ માટે શિક્ષા કરાવવી જોઈએ. (હસાહસ). હાલમાં ચાલુ કાયદામાં એ સુધારે થવો જોઈએ કે સ્ત્રીઓ પિતાને ધણને કબજે લેવો હોય તે લઈ શકે અને દીક્ષા અટકાવી શકે. આ સિવાય આ દીક્ષાની ઘેલછા મટવાની નથી. સાધુઓ અમારા ધર્મગુરૂઓ છે, પૂજ્ય છે, પણ જ્યારે તેજ રક્ષક અમારા ભક્ષકો થાય, અમારાં છોકરાં ઉપાડી જાય, ધણીને ઉપાડી જઈ ભીખ માગતાં કરે, ત્યારે એવા ધર્મગુરૂઓને હજાર ગાઉ દૂરથીજ નમસ્કાર છે. અમે સારું સારું વહરાવીએ, અને હું ઘણે સ્થળે જેવું છું તો સ્ત્રીઓ પોતાનાં છોકરાંને ગળે ટુંપો દે પણ ઉમદા વસ્તુ મહારાજને આગ્રહ કરી વહેરાવે. કદાચ કાંઈ ચૂક આવે અને મુનિમહારાજ વહોર્યા વિના પાછા જાય તે આંખમાં આંસુ લાવે અને આખો દિવસ જીવ બાળે. આવા ભાવથી સ્ત્રીઓ ગોચરી આપે અને તેના બદલામાં તેમના ધણીને કે છોકરાને ફેલાવી લઈ જઈ મુંડી નાંખે! કે ઉપકારને બદલે !! છે કાંઈ બાકી ? (શરમ ! શરમ !)
મને માફ કરજે, કહ્યા વિના છુટકેજ નથી કે સાધુઓ વ્યાખ્યાન વખતે ભળી સ્ત્રીઓને એવાં દૃષ્ટાંત આપે છે કે જુઓ અમુક માણસે મુનિ મહારાજને ભાવપૂર્વક અમુક ભજન વહેરાવ્યું માટે તેમની સદ્ગતિ થઈ. આ પ્રમાણે ભોજન વહોરાવવાથી મુક્તિનું ફળ મળે છે, એવી તેમની ઉદરપોષવાની યુક્તિઓ વ્યાખ્યાન દ્વારા પ્રસંગોપાત ભોળી સ્ત્રીએ આગળ રજુ કરે છે. મેક્ષ અને સ્વર્ગનું સુખ મેળવવું કેને ન ગમે ? મળશે કે નહીં તે તો જ્ઞાની મહારાજ જાણે પણ સાધુના શબ્દ ઉપર ભરોંસે રાખી ભોળી સ્ત્રીઓ સારું સારું ઉમદા ભેજન વહેરાવે છે. પછી ભલે ધણી કે છોકરાં ભુખે મરે તેની દરકાર કરતાં નથી–ઉલટ આજની રસોઈ સંકળ થઈ એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૫૯
mmmmmmmmmm
માની મનથી હરખાય છે. આવું ભેળપણ સ્ત્રીઓના હૃદયમાંથી દૂર કરવાની જરૂર છે.
વળી ઘણે સ્થળે એવું પણ જોવામાં આવે છે કે કોઈ છોકરાં વિનાની શ્રીમંત વિધવા સાધુને જાણમાં આવે છે તે સાધુએ તેમને ત્યાં ત્રણ ચાર વખત જાય છે, સવારે પાણી લેવા, પછી ચા દુધ લેવા, પછી દશ વાગે અને સાંજે ગોચરી લેવા. એ પ્રમાણે ત્રણ ચાર વખત જઇને બાઈને ધર્મક્રિયા કરવાને બંધ કરશે. જે સ્ત્રી જરા માથાની મળી અગર મારા જેવાના સહવાસમાં આવી પહોંચેલી (હસાહસ) બનેલી જોવામાં આવી તો તે પ્રયોગ બે ત્રણ દિવસ અજમાવી પાછા હઠશે. પણ જો ભોળા દિલની મળી છે તે તેને ભેગજ મળ્યા. ઉકાળેલું પાણ-નહીં પીતી હોય તે તે પીવા આગ્રહ કરશે. અને એ આગ્રહ કેવ! “જે પચ્ચખાણ નહીં લો તે તમારા ઘરનું નહી વહોર” એવા આગ્રહ સાથે ધમકી. મહારાજને બેઠું લાગશે અને પાછા જશે એવું ધારી સ્ત્રીઓ બાધા લે છે. પછી લીલોતરી બંધ કરાવે. એમ ધીમે ધીમે તેને ભેળવી દીક્ષાના પાટા ઉપર ચડાવવા સિદ્ધ સાધકે મળી પ્રયત્ન કરશે, તેમની સાધ્વીઓને વળગાડશે અને પછી તેના પૈસાની ગાંસડી ઉપર નજર કરશે, “જો બેન ! સાત ક્ષેત્રમાં પૈસા ખરચવાથી ધણની કમાણીને સદુપયોગ થશે, સાત ક્ષેત્રમાં સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકા, દેવાલય, પ્રતિમા અને જ્ઞાન” એમ આંગળીના વેઢા ઉપર ગણાવી પ્રથમ સાધુ સાધ્વી ઉપર ભાર મુકી કેાઈ ઠગભક્ત ઉભા કરી તેની મારફત પિસાની વ્યવસ્થા કરવા આડકતરી સૂચના કરશે. એમ કહી તેનું મન પલાળી દીક્ષા આપવાની તૈયારી કરશે અને છેવટે દીક્ષા આપી તે પૈસાની ગાંસડી પેલા ભક્ત મારફત હાઈ કરી જશે. (ખુબ હસાહસ) અલબત સાધુ પૈસાને ન અડે એ વાત સાવ સાચી છે પણ જોડે પ્રાઇવેટ સેક્રેટરીઓ જેવા ઠગ ભક્તો રાખ્યા હોય તે બધી વ્યવસ્થા કરે. એટલે સાધુને પૈસાને
અડવાને કે જેવાને સંભવ પણ કયાં છે ? માફ કરજે મારા બંધુઓ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રકરણ ૧૯ મું.
wuwuunuvuruvuvimo મારે કહેવું પડે છે કે આ પ્રમાણે સાધુઓ ખાનગી પેઢીએ ચલાવે છે પેઢીઓ ! ! ખાય તેનું જ ખોદે છે ! સારું સારું વહરાવે તેનેજ લુંટે છે, આવી રીતે કેટલાક સાધુઓ ભેળી સ્ત્રીઓને ત્રાસ આપી રહ્યા છે એ અમારાથી બીલકુલ સહન થતું નથી. અત્રે આવેલી સાધ્વીઓમાં પણ એવી દુઃખી સાધ્વીઓ છે કે તેમની સ્થિતિ સાંભળીને આંસુ આવે છે.
આ સ્થળે મારે શ્રીમંત ગૃહસ્થોને પણ બે શબ્દો કહેવાની જરૂર છે. ગૃહસ્થો ! બેકારી એ બુરામાં બુરી બલા છે. ઘણુ વખતે તે સ્ત્રી પુરૂષોને પોતાના ધર્મથી પતિત કરે છે. એવી બેકાર અવસ્થાનો લાભ તાકીને બેઠેલા શિકારીઓ લઈ લે છે. તમામનાં હૃદય એક સરખાં હોતાં નથી. દરેકમાં સહન કરવાની અને આત્મભોગ આપવાની શક્તિ હોતી નથી. તેથી જેનામાં જેટલી નિર્બળતા તેટલી તેનામાં નીતિથી શિથિલતા પ્રવેશ કરે છે. ધર્મધહેલા શ્રીમંત સાધુને ખુશ કરવા ચેલા આણું આપે છે, તેમની પાસે લોકોને ફસાવવા પૈસાનું જબરું સાધન તેથી બેકાર અવસ્થા ભોગવનાર પુરૂષો તેમના ભોગ થઈ પડે છે. તે બિચારા દેવાથી ડુબી ગયા હોય, ખાવાને તકલીફ પડતી હોય, કુટુંબને નિર્વાહ કરવા સાધન ન હોય. ધધો કે નોકરી ન હોય, અને સાધુ પાસે જતા આવતા હોય એટલે ભક્ત શ્રીમતેના પરિચયમાં આવે, સાધુ બીજા સાધકો દ્વારાએ દીક્ષાની વાત ચલાવે, આમ યુક્તિ પ્રયુક્તિથી તેઓ પિસાથી ભેળવાઈ દીક્ષાની જાળમાં બેકારીની લાચારીથી સપડાય. સ્ત્રી રડતા મુખે બેકારીથી મુંગે મેઢે સહન કરી લે અને પિતાના સૌભાગ્યને વેચે. ધણુના બદલામાં પૈસા મળ્યા એટલે તે સૌભાગ્યવિય નહીં તે બીજું શું ? શ્રીમંત ગૃહસ્થ બેકારીને આમ લાભ લે છે. સ્ત્રીઓને પણ વગરની કરે છે. તેમની પવિત્ર ફરજ તે એ છે કે એવી ગરીબાઈમાં આવેલા ધણીને ધંધે લગા જોઈએ, તેને લાયક ને કરીએ વળગાડ જોઈએ, તેમાંજ ખરું પુણ્ય સમાયેલું છે. આવા ધર્મ ઘહેલા શ્રીમંત બેકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ. ૧૬૧ રીને લાભ લઈ ગરીબને દીક્ષા અપાવી તેમની સ્ત્રીઓને પૈસા આપી વિધવા જેવી બનાવી પુણ્ય બાંધતા નથી પરંતુ પાપના પોટલા બાંધે છે, તેમના નિશાસાના છાંટા આ ભવમાં નહીં તો બીજા ભવમાં ઉડયા વિના રહેવાના નથી. બેકારીનો આવી રીતે સાધુઓ અને શ્રીમતે ઉપયોગ કરે તે અમારા જેવી સ્ત્રીઓથી તે બીલકુલ સહન થતું નથી. હું જે કદાચ મોટી મીલન એજંટ હોઉં તે જરૂર આવાં ગરીબ કુટુંબના મુખ્ય પુરૂષોને નોકરીએ ચડાવું, તેમના માટે શિક્ષગુનો કલાસ ઉઘાડું, (સાંભળો) અને તેમને ભણાવી મીલમાં રાખું, પણ તેમની સ્ત્રીઓ અને બાળબચ્ચાંથી વિખુટા નજ પાડું. (તાળીઓ) વિરહ વેદના, વૈધવ્ય, વ્હાલાના વિગ, એ કેવાં હદયઘાતક દુ:ખ છે તે સ્ત્રીઓ જ જાણી શકે. પ્રસૂતિની વેદના વંધ્યા સ્ત્રીઓ કદી ન જાણું શકે. શ્રીમંત ભક્તને પુછું છું કે તમારી સ્ત્રીઓ તમારે વિયોગ સહન કરી શકે છે? વાડી, વૈભવ, મટર, બાગબગીચા વિગેરે હોય છે, પછી ધણુથી શું વધારે છે ? (હસાહસ). આ તેમને નથી પાલવતું તે ગરીબ સ્ત્રીઓના ધણું પડાવી લઈ તેમને પૈસા આપી મન મનાવો તેથી શું વળ્યું ? તે પિસાથી ધણનું સુખ મળી શકે તેમ છે ? (હસાહસ) શ્રીમંત ભકતો ! સાધુઓના ભમાવ્યા ન ભમો. પૈસા આપી સ્ત્રીએના ધણ ન પડાવો, તેમાં તે ઘેર પાપ સમાયેલું છે, સાધુઓ તે ગૃહસ્થાશ્રમો એનાં ઘર ભાગવા કુહાડાના પ્રહારે મારી રહ્યા છે, દર સાલ કેટલાં ઘર ભાગે છે તેને વિચાર કરે. | ગૃહ ! આવા સાધુઓ ઉપર દાઝ તે એવી ચડે છે કે – જે કે કહેવું શોભતું નથી પણ કહેવાઈ જાય છે કે – એવી વિધવા જેવી બનેલી સ્ત્રી બીજાઓની સાથે ઘર બાંધી અગર જાહેર પુનર્લગ્ન કરી ઉપાશ્રયની સામે જ ઘર લઇને રહે અને સાધુને રોજ સતાવે ત્યારે વેર વળે (ખુબ હસાહસ). પણ લાચાર ! ! તેમ કરવામાં જાતને ભ્રષ્ટ કરવી પડે છે. વેર વાળવાની ખાતર જાતને ભ્રષ્ટ કરી જીવન પતિત કરવું બીલકુલ ઉચિત લાગતું નથી તેથી તે વિચાર દબાવી રાખવો પડે.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રકરણ ૧૯ મું.
છે. પણ જરૂર સમજજો કે એ પ્રસંગ પણ ઉભો થશે. તેવા નહીં તે તેના જેવા એક બે દાખલા પણ બનેલા છે. તે વર્તમાનપત્રોમાં વાંચવામાં આવ્યા હશે. જે વિચાર મેં ઉપર દર્શાવ્યો તે વિચાર નો જન્મ પાળ્યો નથી. પણ કેટલાંક ફળદ્રુપ ભેજાંમાંથી ક્યારને બહાર પડી ચુકેલો છે. અંગ્રેજીમાં કહેવત છે કે Necessity is the mother of invention અર્થાત જરૂરીઆત યાને આવશ્યકતા એ નવી નવી શોધખોળને જન્મ આપનાર માતા છે. મતલબ કે જરૂરીઆત પિતાને રસ્તે પિતાની મેળે સીધી કે આડકતરી રીતે શોધી લે છે. વળી કહ્યું છે કે Necessity has no law અર્થાત જરૂરીઆત કાયદાકાનૂને રીતરીવાજ અને વ્યવહારનાં બંધન કેરે મુકી પિતાનું કામ સાધી લે છે. આપણામાં પણ કહ્યું છે કે “ખપ તેને શેષ નહીં.” કહેવાને સારાંશ એ છે કે જ્યારે આવા સાધુઓ છતા ધણુએ સ્ત્રીઓને રંડાપ આપે ત્યારે કુદરત તેમાંથી નવા નવા રસ્તા શોધી કાઢવા સ્ત્રીઓને પ્રેરણાકરાવે તેમાં શું આશ્ચર્યા?
આ ઉપરથી ખ્યાલ આવશે કે સ્ત્રીઓના હકમાં સાધુઓ ભયંકર નુકસાન કરી રહ્યા છે. તેથી આવા વિચારે જન્મ પામે છે. માટે સાધુઓનાં આવાં કૃત્ય અટકાવવા માટે જેવી આ સંસ્થા સ્થાપન થઈ છે તેવી સંસ્થા અમો સ્ત્રીઓ પણ સ્થાપવા તૈયાર છીએ. જે આ કામ પ્રમુખ મહાશયનાં ધર્મપત્ની અ૦ સૌ. મહાશ્વેતા કે જેઓ ગેજ્યએટ છે અને જે મારી જોડે જ બેઠેલાં છે તે ઉપાડે તે જરૂર અમે ફરહમંદ નીવડી શકીએ (તાળીઓ). જે પ્રમુખશ્રીની આજ્ઞા હોય તો તેવી સંસ્થા આજેજ સ્થાપીએ અને તેનું નામ “ભગિનીસમાજ” રાખીએ. આવી સંસ્થા સ્થાપ્યા સીવાય છુટકો નથી. (તાળીઓ).
સ્ત્રી જાતિને માટે સળગતી સીતમની ભઠ્ઠી કાયમ જ છે. ચારે બાજુથી સ્ત્રીઓ તેમાં હોમાઈ રહી છે. ભાઈઓ ! માફ કરજે, મારે તમને કહેવું પડે છે કે તમે પુરૂષો અમારી જરા પણ દયા ખાતા નથી. સાઠ વરસને ડોસે થાય છે તે પણ તેને ઘોડે ચડવાનું મન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
ભગિની સમાજની સ્થાપના.
૧૬૩
છે અને બિચારી બાર તેર વરસની કન્યા સાથે લગ્ન કરી કુમળી કળીને ઘાતકી બની છુંદી નાખે છે. આવા દાખલાઓ દર વરસે કેટલા બને છે તે તમે જુઓ છે. એક બાજુ તમે ગૃહસ્થાશ્રમ આમ અમને સતા અને બીજી બાજુએ અમારા ધર્મગુરુઓ અમને સતાવે. ઘરડા ડોસા મરીને સ્ત્રીને રંડાપો આપે ત્યારે સાધુઓ છતા ધણુએ રંડાપ આપે. ન્યાત સાંભળે નહીં, સરકાર દાદ આપે નહીં, ત્યારે હવે અમારે શું કરવું? હવે જાહેર પોકાર કરી દુઃખ રહ્યા શિવાય છૂટકો જ નથી. આવી સંસ્થા ઉઘાડી પ્રમુખશ્રીનાં ધર્મપત્ની
અ. સૌ. મહાશ્વતાને મોખરે ખડાં કરી અમે સ્ત્રીઓ અમારા ઉપર ગુજરતા ત્રાસમાંથી મુક્ત થવા પ્રયત્ન કરીશું અને તમારા જેવા કે જે અમારા પ્રત્યે દયાની લાગણીથી જુએ છે અને અમારા હીતનું કામ કરી રહ્યા છે તેમની મદદથી ફક્ત મંદ થવા ભાગ્યશાળી નીવડીશું. પુરૂષો માનશે તે ભલે, નહીં તો પછી અમારું હથીઆર જે રૂસણાનું યાને અસહકારનું છે તે ઉગામીશું. જોઈએ છીએ પુરૂષો સ્ત્રીઓ વિના કેવી રીતે ગૃહસ્થાશ્રમ ચલાવી શકે છે ? (ખુબ હસાહસ).
ભાઈઓ! આ વાતથી આપને હાસ્ય આવે તેમાં નવાઈ નથી. પણ આપ જાણી શકશે કે આ મારા હૃદયના બળાપાને ઉભા છે. તે ઉભરો ઘણા દિવસથી ભરાઈ રહ્યા હતા તે બહાર કાઢવાની આજે મને તક મળી છે તેને હું લાભ લઈ રહી છું. બળપાથી કદાચ મારાથી કઠોર શબ્દો બેલાઈ ગયા હોય તો શબ્દોની કોરતા ઉપર ધ્યાન નહીં આપતાં તેનો અંદરનો ભાવ સમજી તે ઉપર ધ્યાન આપશે. આશા છે કે પ્રમુખશ્રીના હાથે જ અમે આજે અમારો “ભગિનીસમાજ' ઉધાડેલો જાહેર કરવા ભાગ્યશાળી થઈશું. તે સંબધી શું કરવું તે વિદ્વાન દંપતીને ભળાવીએ છીએ. ભાઈઓ! આજે બોલવામાં કદાચ મારાથી અવિવેક થયો હોય તો મને ક્ષમા કરશે. મેં મારે હૃદયને ઉભરે બહાર કાઢ્યો છે. આટલું કહી બેસી જવાની રજા લઉ છું. (જોશભેર તાળીઓ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રકરણ ૧૯ મું.
તે પછી પ્રમુખશ્રીએ નીચે પ્રમાણે ઉપસંહારનું ભાષણ શરૂ કર્યું
ગૃહસ્થ અને સુશીલ બેને ! હું ધારતો હતો તે કરતાં બમણે આનંદ પ્રાપ્ત થયું છે. એક તે જે કામ મને રુચતું હતું તે કામ ઉઠાવવાની આજે મને તક મળી અને બીજે આનંદ એ કે “ભગિની સમાજ”ની સ્થાપના થઈ. આપણે સ્ત્રી વર્ગ જે ઘણો પાછળ છે, કહે કે જેને આપણે આગળ વધવા દીધો નથી તે વર્ગ આજે પિત થઈ પિતાનું રક્ષણ કરવા બહાર પડે છે. આ સમાચાર જાણું અયોગ્યદીક્ષાના હિમાયતી ગૃહસ્થ ઘણું દિલગીર થશે. કારણ કે “નારી નરકની ખાણ છે,”—“બાળ પશુ એર નારી એ સબ તાડન કે અધિકારી” એવા સિદ્ધાંતના તે ગૃહસ્થ છે.
આજનું માલતી બેનનું ભાષણ ભાષણ નથી પણ મનને – ખરા જીગરનો – બળતા હૃદયને – ઉભરે છે. તેમણે સ્ત્રીઓના દુઃખને પોકાર પુરૂષ આગળ રજુ કર્યો છે. તેમણે જણાવેલી એકે એક વાત ખરી છે. “સ્ત્રીઓ ભણે એટલે વંઠી જાય છે એ માન્યતા કેટલાક ઘરડાઓએ અને ધર્મગુરૂઓએ પુરૂષોના મગજમાં એવી ઠસાવી દીધી છે કે તે બિચારી અજ્ઞાનને લીધે પિતાનાં દુઃખ કહી શકતી નથી. શરીરમાં ગમે તેવાં રૂપાળાં દેખાતાં હોય પણ હીંમતમાં એવાં કે જે કોઈ ડરાવે તે તરતજ ઘરમાં નાશી જઈ હાય હાય કરી બુમ પાડે. એજ કારણથી કહેવત પડી છે કે બાર સ્ત્રીએ બગલાનું જોર – શેક્યો પાપડ. ભાગવા જેટલી શક્તિને પણ અભાવ હોય છે.' એવી તેમની શક્તિની કલ્પના કરવામાં આવે છે. આથી એ પરિણામ આવ્યું છે કે આપણી સંતતિ દિન પ્રતિદિન નિર્માલ્ય થતી જાય છે. આ બધું કયારે સમજવામાં આવે છે કે જ્યારે જ્ઞાન થાય ત્યારેજ. પણ ભણે તે સ્ત્રીઓ વંડી જાય એવી મેટી હજાર મણની શીલા આપણું પ્રગતિના પંથમાં પડેલી છે તે દૂર ક્યારે થશે કે જ્યારે આવાં માલતી બેન જેવાં સ્ત્રી રત્ન સમાજમાં પાકશે ત્યારેજ (તાળીઓ). એવી સ્ત્રીઓ પુરૂષોની આંખ ઉઘાડશે. કેળવણી લીધાથી સ્ત્રીઓ વંડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
ભગિની સમાજની સ્થાપના.
૧૬૫
જાય છે તે ભાવના તદન ખોટી છે. કેળવણી લીધા વગરની સ્ત્રીઓ પણ વંડી ગયેલી જોઈએ છીએ તેનું શું? કેળવણી શીવાય મગજ કેળવાતું નથી. સમજવાની શક્તિ આવતી નથી. સત્ય સ્વરૂપ સમજાતું નથી. હીંમત આવતી નથી. જાણવા છતાં પણ એલવાને કે સમજાવવાને જીભ ઉપડતી નથી. આ તમામ ખામીઓ જ્ઞાન સંપાદન કરવાથી દૂર થાય છે. હું સ્ત્રીકેળવણી ઉપર આમ વિવેચન કરી આપને વખત લેવા માગતો નથી પરંતુ માલતી બેનનું દષ્ટાંત આપી જણાવવા માગું છું કે કેળવણી પામવાથી સ્ત્રી પિતાને બચાવ કરવા તાકાત મેળવી શકે છે. (તાળીઓ)
ગૃહસ્થો અને એનો ! માલતી બેને જેમને માટે ભગિનીસમાજના પ્રમુખ થવાની સૂચના કરી છે તે તેમની જોડે જ બેઠેલાં છે અને તેમણે ઘણી જ ખુશીની સાથે સ્વીકાર કર્યો છે (તાળીઓ) પણ તે સાથે મારી સૂચના પણ એવી છે કે તે સંસ્થાના સેક્રેટરી તરીકેની પદવી આપણાં માલતી બેન સ્વીકારશે એવી ખાત્રી છે (તાળીઓ) હું આશા રાખું છું કે આ ભગિની સમાજ હવે પિતાનું બંધારણ બાંધી કામ આવતી કાલથી શરૂ કરશે, અને તે આ અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની સાથે જોડાઇનેજ કરશે જેથી કામ કરવાની સરળતા પડે.
વળી જાણુને આનંદ થાય છે કે આ સમાજના કાયમના પ્રમુખ રા. રસિકલાલ છે, માલતી બેન તે તેમનાં ધર્મપત્ની થાય છે. આવે તેમને પતિપત્નીને સંબંધ બંને સંસ્થાને સુખરૂપ કલ્યાણકારી અને ફળદાયી નીવડે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
આ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના રચનાત્મક કાર્યક્રમનું કામ કાર્યવાહકે કાલથીજ હાથમાં લેશે એવી આશા છે. આ સંસ્થાના ફંડમાં હું એક હજાર રૂપીઆ બક્ષીસ આપું છું. (તાળીઓ) હવે વિશેષ નહીં બોલતાં આજની સભાનું કામ પૂરું થયેલું જાહેર કરું છું.
પ્રમુખ, માલતીબેન તથા ગૃહસ્થને ઉપકાર મનાયા બાદ સભા વિસર્જન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રકરણ ૨૦ મું.
પ્રકરણ ૨૦ મું.
સુવર્ણપુરમાં આચાર્ય સૂર્યવિજય અને દીક્ષા મહોત્સવ.
(ગઝલ) મદઅશ્વથી નીચે ઉતર, વિચાર કર દુઃખી ઉપર,
કુદરત ઉપર તું કર નજર, નસીહત તને દે સાનમાં. ચેતન! સમજ હરદમ લઈ આલમતમાશા ખ્યાલમાં.
ફુલ જીગર ખેંચે છે ફઝર, કરમાય જાતાં દિનકર,
તેવી દશા વિચાર કર અસ્થિર આ સંસારમાં. ચેતન ! સમજ હરદમ લઈ આલમતમાશા ખ્યાલમાં.
–લેખક કાવ્ય સરિતા. આચાર્યશ્રી સૂર્યવિજ્યજી કલેકટરની કેરટની ઉપાધિમાંથી ફાગણ સુદ ૧ ના રોજ મુક્ત થયા કે શિષ્ય પરિવાર સહિત સુદ ૨ ના દિવસે પ્રભાતે છ વાગે સુવર્ણપુર તરફ જવા નીકળ્યા. તેમને વળાવવા માટે ઘણું સ્ત્રી પુરૂષો દરબાજા સુધી ગયાં. તેમના ખાસ ભકતોની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. આચાર્ય દરબાજા બહાર એક સ્થળે ઉભા રહી સર્વને દેશના આપી મંગળાચરણ સંભળાવી ચાલતા થયા. તેમની સાથે દીક્ષાને અભિલાષી ગોપાળદાસ મગનલાલ તથા દીક્ષાના. ઉમેદવાર તેના ચાર મિત્રો સાથે જોડાયા. બહાર ગામથી આવેલા જૈન ગૃહસ્થ મહારાજને વળાવી ટ્રેનમાં પિતપતને ગામ વિદાય થઈ ગયા. કેટલાક ચુસ્ત ભકતે જોડેના એક ગામ સુધી આચાર્યની સાથે પગે. ચાલતા ગયા.
સાધ્વીઓએ પણ તેજ વખતે સાધ્વીઓના ઉપાશ્રયથી વિહાર કર્યો અને તે પણ આચાર્યની પાછળ સુવર્ણપુર તરફ જવા ઉપડયાં. ઉઘાડા પગે ચાલવું, ઉપકરણ તથા પુસ્તકના ભાર શરીર ઉપર બાંધવા, વળી મોટાં સાધ્વીને સામાન પણ લેવો વીગેરે સાધ્વીપણાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
સુવર્ણપુરમાં આચાર્ય સુર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૧૬૭
આચારની ઉપાધિઓ વિહારમાં પેલાં નવદીક્ષિત સાધ્વી ચતુરશ્રીને આકરી લાગી. દીક્ષા લીધા પહેલાં તો “આવ બેન બેસે, પધારે” વગેરે માનભરેલા શબ્દો મટાં સાધ્વીના મુખથી સાંભળતાં પણ હવે તેને બદલે કટુ શબ્દનાં બાણ છુટવા લાગ્યાં. “અલી ચતુરથી કયાં ગઈ ? ક્યારની શું કરે છે ? મહારાજને થાક લાગ્યો છે સમજણ નથી પડતી ?” એવી ગુલામગીરી કરાવવાના ઇસારા અને સૂચનાઓ જોડેની સાધ્વીઓ કરવા લાગી. હવે તો દાસી તરીકે તેની પાસેથી કામ લેવા માંડયું. વિહાર કરતાં કરતાં એક મેટું ગામ આવ્યું કે ત્યાં બધા સાધુઓ અને સાધ્વીઓ રોકાયાં અને કસ્તુરવિજય તથા ચતુરશ્રીને તેમની દીક્ષા વખતે પેલી બે પત્રિકાઓ બહાર પડી હતી તેના ડરથી એકદમ ઉતાવળ કરી તેમના સગા સંબંધીઓને ખબર આપ્યા શીવાય વડી દીક્ષા આપી દીધી.
ચતુરશ્રીએ વડી દીક્ષા લીધી એટલે તેના માથે કામને બજે વધી પડજે, અત્યાર સુધી તે તેને માટે બીજી સાધ્વીઓ આહાર પાણી વહોરી લાવતી તેમાંથી તેને આહાર પાણી મળતાં, પણ હવે તો તેનું વહોરી લાવેલું બધાને ઉપયોગમાં આવતું હોવાથી તેના માથે પાણુ તથા ગોચરી વહોરી લાવવાનો બોજો પડે. ઉઘાડા પગે ચાલી વિહાર કરવો અને મુકામ કરતાંની સાથે મોટી સાધ્વીઓ માટે પાલભાઈ–“તે છે ,
૧ ભરી લાવવા, ગોચરી લાવવી, તેમની ભક્તિ ઉઠાવવી, પગ દાબર બેલ કવિ
કાઢવા ઇત્યાદિ ફરજ્યાત કામને બજે આ ચતુરથીના માનવી પડ. દીક્ષામાં તેમને નંબર છેલ્લો હતું તેથી તે દરેકની દાસી, દરેકના ટુંકારા સાંભળવા પડે, દરેકનું કામ કરવું પડે, અને જે વાર લાગે તો મોટાં સાધ્વી મેટા સાદે તાડુકે, રોવરાવે અને ત્રાસ આપે. તેમનાં ગુરૂ કંચનશ્રીનો સ્વભાવ ઘણેજ ઉગ્ર હતો, નવી ચેલી મુકવામાં ઘણાં કુશળ હતાં, તેથી ઘણું બિચારી બારીઓ અને કુમારિકાઓ તેમની દીક્ષાની જાળમાં સપડાતાં હતાં. અત્યાર સુધીમાં એવી ઘણી ઘણી સ્ત્રીઓના ભવ બગાડયા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ઉકાળેલાઈ ગેપાળ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રકરણ ૨૦ મું.
કેટલાંકે તે દીક્ષા છોડી દીધેલી, કેટલાંક તેમનાથી છુટાં પડેલાં અને કઈ કઈ જતાં રહેલાં. દરેક સ્થળેથી શ્રાવિકાઓ તેમને ઠપકો આપે પણ તે માને જ નહીં. પિતાનું ધાર્યું જ હોંક્યા કરે. આખા દિવસનો હેવાલ આચાર્ય સૂર્યવિજ્યની આગળ પૂરેપૂરે તે રજુ કરે અને તેમની મારફત પુરૂષોને લડાવે, સાધ્વીઓને પણ ઠપકા અપાવે અને કેટલીક વખત તે ખૂબ આંસુ પડાવે. આવા પ્રકારના કંચનશ્રીના સ્વભાવથી આ બિચારી ચતુર શ્રી વાકેફગાર નહતી, તેથી તે ફસાઈ પડી. જે ઉમંગ અને હોંશ દીક્ષા લેવામાં હતાં તેને અંશ પણ તેના મુખ ઉપર દીક્ષા લીધા પછી જણાતો નહોતો. સુશિક્ષિત મળેલા ધણીની ચાકરી કરવાથી કંટાળેલી ચતુરશ્રી દીક્ષા લઈ આરામમાં વખત ગાળવા ઈચ્છા રાખતી હતી તે બધું ઉડી ગયું એટલું જ નહીં પરંતુ હતી તેના કરતાં દસગણું આપદામાં આવી પડી. પણ હવે શું કરે ? ફસાઈ પડી, દિવસે દિવસે તેનું શરીર ઘસાતું ચાલ્યું. પગે ફેલ્લા પડવા લાગ્યા. ઉઘાડા પગે ચાલી શકાય નહીં, છતાં પણ ચાલવાને ફરજ પડતી, હા ના કરતી તો ગાળે સાંભળતી, એવાં સંકટોની શરૂઆત થવા લાગી. પરિશ્રમથી તાવ પણ આવતે, પગે કાંટા વાગવાથી અને ફેલા ફુટવાથી હેરાન થતી પણ કોણ તેની ચાકરી કરે ? ઉલટ તેની પાસેથી ચાકરી લેવામાં આવતી, તાવથી શરીર ન ચાલી શકે છતાં લથડી ખાતી ખાતી લગન. - પરિશ્રમે તેઓ નાના નાના ગામે વિહાર કરતાં મગનલાલ દિવસે સુવર્ણપુર આવી પહોચ્યાં. ડોર ગાર
આચાર્ય સૂર્યવિજય તથા તેમની સાધ્વીઓ સુવર્ણપુર પહોંચના સમાચાર જાક્ત તેમના ભક્ત લાલભાઈ શેઠ કનકનગરથી મેટરમાં બેથી ત્યાં આચાર્યશ્રીને વાંચવા આવ્યા. સુવર્ણપુર રેલ્વે સ્ટેશન નહોતું પરંતુ મેટરની આવજા વધારે હોવાથી લોકોને રે જેવીજ મુસાફરીની સવડ થઈ હતી. સુવર્ણપુર સાધારણ રીતે ઠીક ગામ હતું,
જૈનાની વસ્તી સારી હતી. અહી પણ સંધમાં બે પક્ષ જોવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આત થર પરથી શ્રી
ગનલાલ તથા •
. સુદ ૧૨ ના
Page #186
--------------------------------------------------------------------------
________________
સુવર્ણપુરમાં આચાર્ય સુર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૧૬૯ આવ્યા. કારણકે આચાર્યશ્રીના કેરટે ચડેલા ખટલાને સંદેશ વર્તમાન પત્રોએ ગામે ગામ અને ઘેરે ઘેર પહોંચાડી દીધું હતું તેથી અત્રે પણ આચાર્યશ્રીના મુખમાંથી બોલ પડે તેવા ઝીલી લેનાર ભકતો ઘણાજ ઓછા હતા. પણ કનકનગરથી લાલભાઈ જેવા શેઠ આવી પચવાથી આચાર્ય મહારાજનું માન ઠીક જળવાયું હતું.
આચાર્ય અને લાલભાઈ શેઠ એકાંતમાં વાતો કરતા હતા તેવામાં પેલો દીક્ષાને ઉમેદવાર ગેપાળદાસ આચાર્યની આજ્ઞા મેળવી તેમની પાસે ગયો અને વિનંતી કરી “મહારાજ ! હવે તો મારે અને આ મારા બે મિત્ર રજુલાલ અને મસ્તુલાલનો સાથે દીક્ષા લેવાને વિચાર થયો છે. બીજા બે જણા હમણાં ના પાડે છે પણ તે આપની સાથે રહેવા માગે છે, જ્યારે તેમને અમારા જેવો બરાબર ભાવ પ્રકટ થશે ત્યારે તે દીક્ષા લેશે. ત્યાં સુધી આપની સાથે વિહારમાં રહેશે ! અમને આ ગામમાંજ દીક્ષા આપો. જેટલા દિવસ ચારિત્ર વગર કાઢીએ છીએ એટલું અમને નુકશાન થાય છે. અમારી પાછળ કોઈ નથી, ત્રણે પંડપથારી છીએ. અમારે કાંઈપણ જોઈતું નથી.”
આચાર્ય–“તમારે અહીં જ દીક્ષા લેવાને ભાવ હોય તો અમે -તૈયાર છીએ. તમારા સારા નસીબે લાલભાઈ શેઠ પણ અત્રે આવેલા છે તે મોટી ધામધુમ સાથે દીક્ષા અપાવશે. કેમ લાલભાઈ શેઠ ?”
લાલભાઈ_“તે કામમાં હું તો તૈયાર છું. મુહૂર્ત શેધી કાઢો.”
આચાર્ય–“ગોપાળદાસ! તમારી સાથે દીક્ષા લેવા ઈચ્છા રાખનાર તમારા મિત્રોને બેલાવો.”
મિત્રે તો નીચે બેઠાજ હતા. ગેપાળદાસ તેમને બોલાવી લાવ્યો. આચાર્યશ્રી તેમને જોઈ ખુશ થયા, ત્રણે જુવાન હતા, મહારાજની ભક્તિ સારી રીતે ઉઠાવી શકે તેવા હતા. આ પ્રમાણે તેમની મુખાકૃતિ જોઈ પાસ કરી ત્રણેને નીચે જવા સૂચના કરી.
આચાર્ય–“લાલભાઈ! આપણે એક અરજ આપી ભદ્રાપુરીથી કલેકટરની રજા મંગાવવી પડશે, તમે મારા જામીનદાર રહ્યા એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રકરણ ૨૦ મું.
તમને જરા પણ હરકત ન આવે એ રીતે મારે કામ લેવું જોઈએ. એટલી વિવેકબુદ્ધિ રાખવાની ફરજ છે.”
લાલભાઈ–“વાહ! એમાં શું? ભદ્રાપુરી જઈ રજા મેળવતાં કેટલી વાર ? કહો તો આજે તેમને લઈ જઈ રજા મેળવી આવું. ધર્મના કામમાં ઢીલ શી?”
એમ સલાહ મેળવી ત્રણે ઉમેદવારોને આચાર્ય ઉપર બોલાવ્યા અને લાલભાઈની સાથે ભદ્રાપુરી જઈ તે કહે તેમ કરવા જણાવ્યું.
ગોપાળદાસ–“અમે તે તમે કહેશે તે પ્રમાણે ત્યાં લખાવીશું. અમે અમારી રાજીખુશીથી ભાવપૂર્વક દીક્ષા લઈએ છીએ એમાં બીજાને બોલવાને કે વચ્ચે આવવાને હક શું છે ? નથી માબાપ કે નથી બેરી. કેણ વાંધો ઉઠાવવાનું છે? આપ કહે તે વખતે તેમની સાથે જઈએ.”
આ રીતે નક્કી કરી લાલભાઈ શેઠ વાળુ કરી પેલા ત્રણ જણને લઈ મેટરમાં કારી સ્ટેશને જઈ ત્યાંથી ટ્રેનમાં ભદ્રાપુરી ગયા. ધરમચંદ શેઠને ત્યાં મુકામ કર્યો. પેલા દીક્ષાના ઉમેદવારે પોતાને મુકામે ગયા અને જ્યાં મળવા જવા જેવું હતું ત્યાં મળી આવી પાછા સવારે શેઠને મળ્યા. તેઓને ખાનગી રીતે સૂચના આપી કે “તમે કલેકટરને બંગલે જાએ, અમે પાછળથી આવીએ છીએ.”તે તેમની સૂચના પ્રમાણે ગયા અને થોડીવાર પછી લાલભાઈ શેઠ અને ધરમચંદ કલેકટરને બંગલે ઉપડ્યા. બહાર પટાવાળાને લાલભાઈએ પિતાના નામનું કાર્ડ આપ્યું. આવવાની વરદી મળી કે તે અંદર ગયા. કલેકટરે આવકાર આપ્યો. લાલભાઈએ બધી વાત રજુ કરી. કલેકટરે ટેલીફાનથી પોલીસ ઇન્સ્પેકટરને બોલાવ્યો. ડીવારમાં તે આવી પહોંચ્યો. તે અને કલેકટર અંદરના હોલમાં જઈ ખાનગી મસલત કરી બહાર આવ્યા. કલેકટરે લાલભાઈ પાસેથી મહારાજની વતી અરજી લીધી અને પેલા ત્રણ ઉમેદવારોને બોલાવી તેમને ખુલાસે લઈ સડીઓ. લઈ કામની પૂર્ણાહૂતિ કરી. કલેકટરનો ઉપકાર માની બંને જણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
સુવર્ણપુરમાં આચાર્ય સુર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૧૭૧
-
-
-
-
-
-
ત્યાંથી વિદાય થયા. કાંઈ પણ વાંધો ઉઠાવ્યા શીવાય એકદમ કલેકટરે અરજીનો સ્વીકાર કરી રજા આપી તેની ખુશાલીમાં પરવાનગી મળ્યાના સમાચાર તારથી આચાર્યને આપ્યા અને કારી સ્ટેશને મેટર મોકલવા જણાવ્યું. હરખમાં ને હરખમાં શેઠ પેલા ત્રણ જણને લઈ સુવર્ણપુર ઉપડી ગયા.
આચાર્યશ્રી ટીપણું કાઢી મુદત જેવા લાગ્યા, માત્ર વિધતિ કે વ્યતિપાત જેવો મટે અવગ ન આવતો હોય તેજ દૃષ્ટિથી જોવા લાગ્યા. ત્રીજો દિવસ એટલે કે ફાગણ વદ ૧ને ધૂળેટીને દિવસ અવજોગ વગરને અને દુનિયાની દૃષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ જડી આવ્યો. દીક્ષા લેનાર પિતાના હેતુમાં સફળ થાય તેવો તેમાં ઉત્તમ સિદ્ધિગ જણાય. - લાલભાઇ શેઠ આવી પહોંચ્યા અને જાણે ઇડરી ગઢ જીતી આવ્યા હોય તેમ મહારાજ આગળ મોટી મોટી વાતો કરવા લાગ્યા. આચાર્ય સાંભળીને ખુશ થયા. કલેકટરે દીક્ષા આપવાની મનાઈ કરી છે એવી લોકમાં જે વાત ફેલાઈ રહેલી છે તે બેટી પાડવા ચડસને લઈને આ દીક્ષા મહોત્સવ મોટા ઠાઠથી ઉજવાય એવી આચાર્યને મહત્વાકાંક્ષા ઉત્પન્ન થઈ અને તે લાલભાઈને જણાવતાં લાલભાઈએ તે વાત ઉપાડી લીધી, અને વચ્ચે આ એકજ દિવસ બાકી હોવાથી લાલભાઈ તેની તજવીજ કરવા લાગ્યા. કનકનગરથી કુટું. બને બોલાવવા તથા બૅડ લાવવા તાર કર્યો. આચાર્યશ્રીના મુસદ્દા પ્રમાણે મોટી કંકુત્રીઓ છપાવી, તે દિવસે નવકારશ્રી ઠરાવી અને આજુબાજુના ગામડાના લોકો આવી શકે તે માટે ખેપીઆ મેકલી . સંદેશા પહોંચાડી દીધા. તાર છુટતાં મેટા શહેરોમાંથી કેટલાક તેમના ભકતે આવી પહોંચ્યા. લાલભાઇ શેઠ આવા પુણ્યના કામમાં કાંકરાની માફક રૂપીઆ ખર્ચ કરવા લાગ્યા. પત્રથી નહીં પણ તારથી જ તમામ સાથે વ્યવહાર રાખ્યો.એક ધર્મશાળામાં મેટું રસોડું ઉઘાડવામાં આવ્યું. વદ ૧ ના સવાર સુધીમાં તમામ લોકો આવી ગયા, લાલભાઈનું
કુટુંબ પણ આવ્યું. દીક્ષાના દિવસે આ સુવર્ણપુર એક મોટી જૈનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રકરણ ૨૦ મું.
પુરી બની ગયું. પરંતુ આ આવનારમાં મેટો ભાગ તમાસો જેવા જ મળ્યો હતો. વર્તમાનપત્રોમાં આવેલા ભવાડા લોકેની જાણ બહાર નહોતા. કઈ કઈ સ્થળે તે કઈ કઈ વચ્ચે શબ્દોની લડાઈઓ પણ ચાલતી. આચાર્ય હુકમ કર્યો હતો કે કોઈએ કોઈ પણ જાતનું છાપું ઉપાશ્રયમાં કે ધર્મશાળામાં લાવવું નહીં. મુહૂર્ત સાંજના ૪ વાગે હતું. દૈવયોગે ત્યાં કોઈ મોટા બાવાની જમાત આવેલી તેમાં હાથી હતો. કોઈ ખરચે લાલભાઈ શેઠે તે હાથી મંગાવી તેના પર પેલે ત્રણે દીક્ષાના ઉમેદવારને શણગારી બેસાડવા અને મેટા ઠાઠથી વરઘોડે આખા શહેરમાં ફેરવી દીક્ષાભિલાષીઓને ખૂબ સંસારને હા લેવડાવ્યા. આચાર્યશ્રી પણ ચડસના માર્યા જેમ બને તેમ વધારે ઠાઠ કરવા લાલભાઈને ઉશ્કેરતા. લાલભાઈ શેઠ પણ વાયરે ચડયા હતા. વરડે ધર્મશાળામાં ઉતર્યો અને ત્રણે જણને આચાર્ય વિધિપૂર્વક દીક્ષાઓ આપી. ગોપાળદાસનું “ગુપ્તવિજય.” રજજુલાલનું
રહસ્યવિજય” અને મંજુલાલનું “મર્મવિજય” એ પ્રમાણે નામ રાખવામાં આવ્યાં અને તેમને સૂર્યવિજય આચાર્યના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. તેઓ તેજ દિવસે અરધા ગાઉ દૂર આવેલા એક નાના ગામમાં વિહાર કરી બીજે દિવસે પાછા આવ્યા. આ પ્રમાણે દીક્ષા મહોત્સવ ઉજવી લાલભાઈ શેઠ મહાવીર જયંતી કનકનગરમાં ઉજવવા મહારાજને આગ્રહપૂર્વક વિનંતી કરી તેમની આજ્ઞા લઈ સહકુટુંબ કનકનગર ગયા. આ પ્રસંગે આચાર્યના પરિવારના ઘણા સાધુઓ આજુબાજુના ગામે માંથી ત્યાં આવ્યા હતા. ફાગણ વદ ૫ ના રોજ સવારે આચાર્યશ્રી કનકનગર તરફ જવાને નિકળ્યા. કેટલાક બીજા સાધુઓ તેમની સાથે જોડાયા અને કેટલાક છુટા પડવા. ચકોરવિજયે પણ પિતાના ખાસ ચેલાને તથા ભદ્રાપુરીવાળા નવદીક્ષિત શિષ્ય કસ્તુરવિજયને સાથે લઈ આચાર્યથી છુટા પડી બીજા ગામ તરફ વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
ચતુરથી સાધ્વીને વિહારપરિશ્રમ.
૧૭૩
પ્રકરણ ૨૧ મું.
ચતુરશ્રી સાવીને વિહારપરિશ્રમ
| (દેહરે.) દિવસ ફરે તેવે સમે, સમજણ સઘળી વ્યર્થ, ધર્મરાજ જુગટુ રમ્યા, એવો કર્યો અનર્થ. સવળે દિન સવળું પડે, અવળે અવળું થાય, અણ ઈચ્છયું આવી મળે, ઈચ્છિત અળગું જાય.
– કવિ દલપતરામ. આચાર્ય સૂર્યવિજ્યની સાથે સાધ્વીઓએ પણ સુવર્ણપુરથી વિહાર કરવાની તૈયારી કરી પણ તેમને મેટું વિઘ આવી પડયું. નવદીક્ષિત સાધ્વી ચતુરથી ચાલી શકે તેવી સ્થિતિમાં રહી નહીં, પગે વાગેલા કાંટાની અને ફુટી ગયેલા ફોલ્લાની એવી વેદના તેને થતી હતી કે તેનાથી સહન થતી નહોતી પરંતુ તેમનાં ગુરૂ કંચનશ્રીએ તેવા પગે કપડાં બંધાવી ધમકી આપી પરાણે પરાણે સાથે લીધી. મહા મહેનતે વચ્ચે બેસતાં બેસતાં તેઓ ગાંધારી ગામમાં આવી પહોચ્યાં. આ ગામ પણ સુવર્ણપુર જેવું હતું. સાધુ અને સાધ્વીના ઉપાશ્રય હતા. બે જન દેવાલો હતાં. સાધુઓએ સાધુના ઉપાશ્રયમાં અને સાથીઓએ સાધ્વીના ઉપાશ્રયમાં મુકામ કર્યો. આ વખતે આચાર્યના શિષ્ય શુદ્ધિવિજય, તેમના કેટલાક શિષ્ય સહિત રહેલા હતા, તે શશીકાન્ત નામના એક યુવકને દીક્ષાની જાળમાં સપડાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. અહીં ચતુરશ્રી સોવીની તબીઅત ઘણું બગડી, પગ સુઝી ગયા, એક ડગલું પણ ચાલવાની શક્તિ રહી નહીં અને ઠલે જવું પડે તે ઘણેજ ત્રાસદાયક થઈ પડયું.
આચાર્યને ખબર પડતાં તેમણે શ્રાવકને બોલાવી વૈદ્યની દવા કરાવવા કંચનશ્રીને સૂચના કરી. વૈદ્ય દૂરથી તબીઅતના સમાચાર પુછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રકરણ ૨૧ મું.
દવા આપી. ઉપાશ્રયમાં જાણે ચતુરશ્રી નકામું માણસ થઈ પડયું હોય તેવું તેમના પ્રત્યે ઘણાંનું વર્તન જણાયું. બિચારીને મરડાની આંકડી આવે, કેઈ હાથ પકડી ટલ્લે જવા લઈ જાય નહીં, નિરૂપાયે પગ ઘસતી ઘસતી બાજુમાં ઠલ્લા માટે રાખેલી જગમાં જાય. કદાચ કંચનશ્રી બહાર ગયાં હોય તે કોઈ સાધ્વી મદદ કરે, પણ તેમની હાજરીમાં તે મદદ કરવાની કોઈની હીંમત ચાલે નહીં.
એક બાજુ આવું તેમને શારીરિક દુઃખ થાય ત્યારે બીજી બાજુ કંચનશ્રી એવાં વાકબાણ છેડે કે તેનું હદય ભેદાઈ જાય. “સાહેબી કરવી હતી તે જખ મારવા દીક્ષા લીધી ? અહીં તો દુઃખ ભોગવવાનું છે, દુઃખ પડે તે તે સહન કરવું જોઈએ, કાયા પંપાળવાની નથી, કાયાને કષ્ટ આપી એક્ષપદ મેળવવાનું છે” એમ કહી ત્રાસ આપે. એવામાં કોઈ શ્રાવિકા આવી સમાચાર પુછે છે તે બમણ ફાળે ચડે અને જવાબ આપે કે “ખાવાનું ભાન રાખે નહીં, જે જે વહેરી લાવે તે તે ખૂબ ખાય, પછી માંદી પડે એમાં શી નવાઇ?” એમ જુઠું બોલી તે બિચારીને વગોવે. મરડાની બિમારીથી ઠલાવાળી જગો બગડે તેમાં પણ તે ચેકીને દોષ કાઢે. ચેલી શું કરે ? ચાલવાની શકિત હોય તો બહાર જંગલમાં જાય.
આ પ્રમાણે કંચનશ્રીએ ઠલાની અગવડનું બહાનું કાઢી બીજી સર્વ સાધ્વીઓને સાથે લઈ ગામમાં એક સગવડવાળી ધર્મશાળા હતી ત્યાં રીસમાં ને રીસમાં ચાલવા માંડયું. પેલી ચતુરશીની પાસે બીજી એના જેવી દાસીનું કામ કરનાર સાધ્વી હતી તેને ચાકરી કરવા માટે મુકી. આ જોઈ ઉત્તમશ્રી જે આધેડ ઉંમરનાં હતાં તેમને દયા આવી તેથી તે તથા તેમની ચેલી ચંદનથી ત્યાં રોકાયાં. આ જાણું કંચનશ્રી ગુસ્સે થયાં અને તેમણે પેલી રાખેલી ચેલીને પાછી બોલાવી લીધી અને ઉત્તમશ્રીને સંભળાવી દીધું કે “કરજે ચતુરશ્રીની ચાકરી.” આ સાંભળી ઉત્તમશ્રી એ પણ રોકડ જવાબ પરખાવી દીધો કે “અમે ચાકરી કરીશું, હવે અમે તમારી સાથે રહેવા પણ માગતાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
ચતુરથી સાવીને વિહારપરિશ્રમ.
૧૭૫
થાય તે કરી નાખજે.” આ પ્રમાણે છુટાં પડી ઉત્તમશ્રી અને તેની ચેલી ચંદન શ્રી ચતુરશ્રીની પાસે રહી તેમની બરદાસ રાખવા લાગ્યાં, વૈદ્યાના કહેવા પ્રમાણે દવા કરતાં અને એમને અનુકૂળ આહાર પાણું લાવી આપતાં. આ રીતે થયેલી ખટપટ સાધુઓના ઉપાશ્રયે પહોંચી અને વાત ચર્ચાવા લાગી.
- આચાર્યશ્રી ઉત્તમથી ઉપર ક્રોધાયમાન થયા અને સાધ્વીના ઉપાશ્રયે જઈ લડવા લાગ્યા. ઉત્તમશ્રીએ વિનયપૂર્વક જવાબ આપો
મહારાજ! આપને અહીં આવવું શુભતું નથી, આ રીતે કંચનશ્રીને પક્ષ લઈ અમને બેટી રીતે ઠપકો આપે તે વ્યાજબી નથી. આ બિચારી ચતુરશ્રી મરવા પડી છે, ચાલી શકાતું નથી, તાવ આવે છે, મરડો થયો છે, આવી દુ:ખી દશામાં તેની પાસે એક ચેલીને મુકીને ધર્મશાળામાં રીસાઇને ચાલ્યાં જતાં હતાં તે શું સારું કહેવાય? મરડાને લીધે ઠલાવાળી જગે બગડે તેમાં તે શું કરે? જે પગે ચલાય તેમ હોત તે શું કરવા અહીં બેસે? તેના પગ તે જુઓ! મહારાજ મને તેમની દયા આવી માટે અમે બંને તેમની ચાકરી કરવા રહ્યાં છીએ.”
આચાર્ય–“દીક્ષામાં તો દુઃખજ ભોગવવાનાં હોય! દીક્ષામાં કાંઈ એશઆરામ કરવાનું નથી. દુઃખ થાય તે સહન કરવું જોઈએ, દુઃખ ભોગવવું તે તો દેહને ધર્મ છે, દુઃખ પાપને ધુએ છે.”
ઉત્તમશ્રી–“દુઃખ સહન કર્યા સિવાય છૂટકોજ નથી, જેને દુઃખ થાય છે તે તેજ ભોગવે છે. પણ તેની સંભાળ તે લેવી જોઇએ ને ? દીક્ષા લીધી છે ત્યારથી જ તેના ઉપર કેટલો બધે ત્રાસ વર્તાવવામાં આવે છે તે મારી જાણ બહાર નથી. તેની આંખમાંથી આંસુ સુકાતાં નથી. ગુલામડી કરતાં પણ વધારે નોકરી ઉઠાવી છે તેનું આ ફળ મળે છે. હું કયાં ભૂલી ગઈ છું ? જ્યારે હું તેમના માથાની થઈ ત્યારે મને જંપીને બેસવા દીધી છે. મારી પણ તેનાથી વધારે મુંડી હાલત હતી. તેમના ત્રાસથી વેશ છોડી દેવા હું તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
~
~~-
~~
-~
૧૭૬
પ્રકરણ ૨૧ મું. -~-~~- થઈ હતી તે તમે કેમ ભૂલી જાઓ છે ? માટે મહારાજ! કંચનશ્રીને આવી રીતે પક્ષ ન ખેંચે, તેમાં તમારી હલકાઈ છે. સાવીએના કામમાં હવે વધારે માથું મારવાથી પરિણામ ખરાબ આવશે. તમારી હીલચાલ હું જોઈ રહી છું. નાલાયક ચેલાઓને પણ તમે. સાથે રાખે છે. સરકારે આટલે સુધી તમને પહોંચાડવા છતાં હજુ સુધી ટેવ ભૂલી જતા નથી. માટે અમારા ઉપાશ્રયમાં પગ દેશે નહીં. તમારી અને તમારા માનીતા ચેલાઓની હીલચાલથી અમે ધરાયાં છીએ. માટે અમારા ઉપાશ્રયમાંથી ચાલ્યા જાઓ.”
આ રીતે ઉત્તમશ્રીએ આંખ ચડાવી ગર્જના કરી કે આચાર્ય ઝટ પાછા વળ્યા. આ વખતે તેમની સાથે બીજા સંધાડાના ત્રણ ચાર સાધુઓ જોવા માટે આવ્યા હતા તે કાંઈ નહીં બોલતાં સીધા પિતાના ઉપાશ્રયે આચાર્યની સાથે ચાલ્યા. તેમના ગયા પછી ચતુરથી ખૂબ રડવા લાગી અને બોલી “ઉત્તમશ્રી ! તમે મારા માટે આટલું બધું દુઃખ ન ભેગો : મેં હાથે કરી પથરો ઉછાળી માથું ધરી લોહી કાઢેલું છે, કોઈને પણ દોષ નથી. દોષ મારા નસીબનો છે. હવે તો પ્રભુ મારું હેત લાવે તે સારૂં. મારે ખરે દુશ્મન કંચનશ્રી છે. અને તેને મદદ કરનાર મારા બાપ છે. હવે પસ્તા કરે શું થાય ? બાજી મેં મારા હાથેજ બગાડી છે. મારા હાથે જ મારી જીંદગી ધૂળ કરી છે.” એમ કહી રડવા લાગી.
તેને આમ રડતી દેખી ઉત્તમશ્રી દિલાસો આપી કહેવા લાગી ચતુરશ્રી ! ચતુરશી! રડીશ નહીં ! ઉલટું શરીર વધારે બગડશે. હવે પસ્તાવો કરે શું થાય ?”
રડતાં રડતાં ચતુરશ્રી બોલી “ હવે મને ખ્યાલ આવે છે કે દુઃખમાં માણસની કેવી જરૂર પડે છે. અને તે વખતે જે મદદ કરે છે તે જ ખરા સ્નેહી ગણાય છે. દુઃખજ મિત્ર અને સ્ત્રીની પરીક્ષા કરે છે. હું કેવી કમનસીબ અભાગણું સ્ત્રી કે મારા પતિના દુઃખની વખતે – ચાકરી કરવાના અણી વખતના પ્રસંગે પરિશ્રમથી કંટાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
ચતુરશ્રી સાધ્વીને વિહાર પરિશ્રમ.
૧૭૭
કંચનશ્રોના પક્ષમાં પેઠી. માબાપે તે વાતને ટેકે આપો. “પતિ તે સ્વાર્થના સગા, તે કાંઈ પરભવમાં મદદ કરનાર નથી. ” આવી આવી શીખામણથી મને ભ્રમિત કરી આ દીક્ષાની જાળમાં સપડાવી મારા પતિથી વિખુટી કરી દુ:ખના મહાસાગરમાં ડુબાવી દીધી છે. કોણ જાણે પતિની શી દશા હશે ? મારા જેવા પથારીવશ હશે. માણસ વિના મને દુઃખ થાય છે તે હું તેમની પત્ની છતાં તેમને છેડીને
અહીં આવી તેથી તેમને કેટલું બધું દુઃખ થયું હશે ? આને વિચાર મને તે વખતે બીલકુલ આવ્યો નહીં. હે કમબખ્ત નસીબ” એમ કહી કપાળે હાથ મારી નસીબને ધિક્કાર આપ્યો.
અરે ચારશ્રી! તું આ શું કરે છે?” એમ ઠપકે આપી ઉત્તમશ્રીએ તેને હાથ પકડ અને કપડાવતી આંસુ સાફ કરવા લાગી.
ચતુરશ્રી-“ ઉત્તમશ્રી ! હવે આ આંસુ મને મારા દુઃખનાં નથી આવતાં. મને તો મારા પતિનાં આંસુ સાંભરી આવે છે, તેમના દુ:ખની કલ્પનાઓ મનમાં ખડી થાય છે, તેમના દુઃખનું સ્મરણ મને દુઃખ રૂ૫ થઈ પડયું છે અને તે દુઃખનાં આંસુ નીકળી રહ્યાં છે. અત્યારે મને કઈ કહે કે “તમારા પતિ સાજા થયા છે, દુઃખમાંથી મુકત થયા છે ' એટલાજ શબ્દો કાને પડે તે હું મારું તમામ દુઃખ વિસરી જાઉં. ”
આ તેના શબ્દોથી ઉત્તમત્રોને પણ લાગી આવ્યું, જેડે બેઠેલી ચંદનશ્રીની આંખમાંથી તે આંસુ ટપકવા લાગ્યાં.
જરા વાર શાંત રહી ઉત્તમશ્રીએ કહ્યું “ચતુરથી ! તારા કહેવા પ્રમાણે તારે પૂર્વ ઈતિહાસ કોઈ જુદા જ પ્રકારનું છે. એટલું જ જાણતી હતી કે તારે પતિ વ્યસની, દરિદ્રી ને મવાલી જેવો હોવાથી તને ત્રાસ આપતો હતો માટે તેનાથી કંટાળી દીક્ષા લઈ તેના પાપમાંથી તું છુટી છે.”
ચતુરશ્રીએ જવાબ આપ્યો “ ઉત્તમશ્રી ! મેં તે અમૃતના યાલાને હાથે કરી ફેડી નાખી અમૃત ઢળી નાખ્યું છે. તે એક
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રકરણ ૨૧ મું. મેટી પેઢીમાં નેકર છે, બી. એ. સુધી અંગ્રેજી ભણેલા છે. સારો પગાર મળે છે. પરંતુ છ માસથી તેમને ગળતીનું દરદ લાગુ પડવાથી બીછાનાવશ છે હું ઉપાશ્રયે સાધ્વી પાસે જતી આવતી એટલે તે જ શીખવણી કરે કે ધણું તો સ્વાર્થી છે, માબાપ પણ તેવીજ શીખામણ આપે. હવે મને તેને ખ્યાલ આવે છે કે માબાપ મારા સ્વાર્થ માટે નહીં પણ તેમના સ્વાર્થ માટે કહેતાં હતાં. ધણું મરી જશે એટલે છેડી વિધવા થવાથી પીયરમાં સંભાળવી પડશે, માટે છેને દીક્ષા લે, જેથી સંભાળવી મટે. આમ સૌ પોતપોતાના સ્વાર્થ તાકતું હતું. પણ મારે સ્વાર્થ બગડે છે તેનું ભાન ન રહ્યું. સંસારોપણમાં ધણુને પાણીનો લોટો ભરીને પાવો ન પાલવ્યો અને અહીં મેરીઆ ભરી ભરીને થાકી ગઈ, આહાર પાણી લઈ આવવામાં અને પગ દબાવવામાં મારા હાથ દુખવા માંડ્યા, ગાળે સાંભળી મારા કાન બહેર માર્યા ગયા; અને છેવટે મારી આ ભુંડી દશા થઈ. મેં મારા ધણીને લોટો ભરી પાણી પાયું હેત, હાથ પગ પંપાળ્યા હોત, જોઈએ તેવી રસોઈ બનાવી આપી હતી, મધુર શબ્દોમાં તેમની આજ્ઞા પાળી હોત, તો મેં હાલ જેટલી ગુલામગીરી ઉઠાવી છે તેને સેમ ભાગ પણ થાત નહીં. તેમને સંગ્રહણનું દરદ હોવાથી પરાણે પરાણે ઉઠી જાજરૂમાં જતા, પણ મેં અભાગણુએ એક દિવસ એટલું પણ ન કહ્યું કે “તમે બહાર જશે નહીં, ખાટલા પાસે વાસણમાં બેસે, હું સાફ કરીશ.” અને અહીં માત્રુ પરવામાં અને કપડાં ધેવામાંથી ઉંચી આવી નહીં. અફસોસ !! હવે હાયપીટ કરે શું થાય?”
ઉત્તમશ્રી–“તે હાલ જીવે છેને?”
ચતુરશ્રી “માંદગી ગંભીર હતી તેથી કોણ જાણે શું બન્યું હશે. અત્યારે કોઈ મને કહે કે તે જીવતા છે તે હું...શું કહું ? મારી જીભ ઉપડતી નથી.”
ઉત્તમશ્રી—“ધીરજ રાખ! મને પણ દુઃખ પડવામાં બાકી રહ્યું નથી. અમારી તદન ગરીબ અવસ્થા હતી. નાની ઉંમરમાં રાંડી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
ચતુરથી સાધ્વીને વિહારપરિશ્રમ.
૧૭૯
વખતે મને પાંચ વરસને દીકરેલ હતું. બાર વરસનો કરતાં કરતાં મને આંખે પાણી આવ્યું. એટલું વળી સારું હતું કે ચંદ્રાવતી ગામમાં અમારી માલિકીનું ઘર હતું તેમાં રહેતાં હતાં. આવકનું કાંઈ સાધન નહતું. કેઈને ત્યાં રસોઈ કરવા રહે તે દુનિયા વાતે કરે. દુનિયાના મારથી છેવટે ઘંટીનો ધંધે હાથમાં લીધું હતું. દળણાં દળીને મારું અને છોકરાનું પૂરું કરતી હતી. છોકરે ચૌદ વરસનો થયે કે ખરાબ સેબતને લઈને બગડી ગયો, પૂરું ભણે પણ નહીં, મને પણ ગાળો દે, તેથી મને ખૂબ કંટાળો આવ્યો. હું ઉપાશ્રયમાં જતી હોવાથી મને જરા બાળબોધ વાંચવાને અભ્યાસ હતો. સાધ્વીઓ પાસે પ્રતિક્રમણ શીખી હતી. એવામાં અમારા ચંદ્રાવતી શહેરમાં આ કંચનથી સાધ્વી આવ્યાં. તેમણે મને દીક્ષાનું પાણી છાંટવા માંડયું, તે વખતે પણ આ સૂર્યવિજય આચાર્ય જોડે હતા. તે લાગવગવાળા હોવાથી તેમણે છોકરાને ઠેકાણે પાડવા માટે કેઈ શેઠને ભલામણ કરી. પણ શેઠ એ મળ્યો કે “તમે દીક્ષા લો તો છોકરાને નોકરી રાખું” આથી મારા મનને એમ લાગ્યું કે છોકરે ઠેકાણે પડે છે, તે માટે છે એટલે પરણી પિતાનો સંસાર ચલાવશે અને હું પિતે દીક્ષા લઉં તો શું ખોટું ? ઘંટી છેડી છોકરાને માટે કરવાની ઉપાધિમાંથી મુક્ત થઇ ઉપાશ્રયમાં ધર્મધ્યાન કરી જીવન ગુજારીશ. એ નિશ્ચય ઉપર આવી છેવટે મેં દીક્ષા લીધી. મારે છોકરે હાલ ક્યાં છે તેની મને ખબર નથી. કારણકે તે બેદરકાર અને ઉદ્ધત હોવાથી તેનું નસીબ હોય તે. સુધર્યો હોય. હાલ તે વાતને આશરે આઠ વરસ થઇ ગયાં; આ આઠ વરસમાં જ્યારથી હું કંચનશ્રીને ઉચે સ્વરે બોલી છું ત્યારથી મને જરા કળ વળી છે. નહીં તે લાગ ચાર વરસ સુધી તારા કરતાં મારી વધારે ભુંડી અવ
સ્થા હતી. કંચનશ્રીના ભવાડાની તો શી વાત કરું ? આ બિચારી ચંદનથી મારી ચેલી સત્તર વરસની છે તેને દીક્ષા આપે બે અઢી વરસ થયાં. તેનાં માબાપ મરી ગયેલાં હોવાથી તે મામાના ઘેર રહેતી હતી. તેને જ્યારે તેર વરસ થયાં ત્યારે તેને પરણાવવા માટે તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રકરણ ૨૧ મું.
તૈયારીઓ થઈ રહેલી. તે પણ પરણવાને તૈયાર હતી પણ તેને મેટ મામે નિર્દય હતું તે પૈસાના લોભમાં પડે. એક શેડીઆએ ત્રણ હજારની નોટ તેના હાથમાં મુકી કે છેડીને કંચનશ્રીના તાબે સેંપી દીધી. કંચનશ્રી પ્રપંચ કરવામાં અને છોકરીઓ સંતાડવામાં એવાં જબરાં છે કે ભલભલાને પત્તે લાગતું નથી. તેમણે ગુપ્ત સ્થાને એવા શેધી રાખેલાં છે કે ગુમ કરતાં વાર લાગતી નથી. કંચનશ્રીએ તેને બાર માસ સુધી છુપા સ્થળે રાખી, પાંચ માસ સુધી તો એક જણના ભંયરામાં રાખી. તેને બીજે માળે જે તેને પરણાવવાની તરફેણમાં હતો તેણે ખૂબ તપાસ કર્યો પણ કંચનબીની પ્રપંચજાળ આગળ તેનું ફાવ્યું નહીં. એચિતે તે મરણ પામે. પૈસા પાર મામે પણ દેવગત થયો. વાત જરા શાંત પડી કે તેને દીક્ષા આપી દીધી. તે સંસારીપણામાં સારું ભણેલી હતી, હમણાં પણ ભણે છે, પણ હમેશાં ચિંતાગ્રસ્ત રહે છે. આવી છેડીને દીક્ષા આપ્યાથી શું ફાયદો થાય ? શરૂઆતમાં પણ આના ઉપર ખુબ ત્રાસ થવા માંડશે. તે તે રોજ પિકે પોક મુકીને રડે. હું રોજ તેને મારી પાસે રાખી ધીરજ આપતી, જ્યારે વધારે ત્રાસ કરવા લાગ્યાં ત્યારે મારે કંચનશ્રીને કહેવું પડયું કે “ જાઓ તે મારી ચેલી છે, તમારે ડહાપણ કરવું નહીં.” જ્યારથી આ પ્રમાણે સંભળાવી દીધું છે ત્યારથી આ ચંદન શ્રી દુઃખમાંથી મુક્ત થઇ છે. તારા દુઃખની આ શરૂઆત છે તેથી તેને વધારે લાગે છે. અમે તે રીઢાં થઈ ગયાં છીએ એટલે આટલું બોલી શકીએ છીએ. “ થાય તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ” એ કહેવત ખેતી નથી. માટે ચતુરથી ધીરજ રાખ અને તારું મન કર કઠણ. મને ઘણું વખત દીક્ષા છોડી દેવાનું મન થાય છે, પણ શું કરું ? લાચાર આવસ્થામાં છું. તારા જેવું હોત તે આવી ઉપાધિ હાથે કરી નહીં વહોરી લીધી હેત ! ભાવી આગળ કેાઈને ઉપાય ચાલતું નથી. તારી ચાકરી અમારાથી થશે તેટલી કરીશું. કંચનશ્રીને મને જરા પણ ડર નથી,
તું હવે ડરીશ નહીં. કદાચ તે આવે અને હું બહાર ગઈ હોઉં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
સરિતાનાં મામા માસી.
૧૮૧
nanam તું રોકડે જવાબ તેમને આપી દેજે. શરમમાં રહીશ નહીં.”
આ પ્રમાણે વાતચીત કરે છે એટલામાં કેટલાંક બૈરાં ચતુરશ્રીની ખબર પુછવા આવ્યાં અને તે પણ વાતમાં જોડાયાં.
અહિં આચાર્ય તથા કંચનશ્રી ૩-૪ દિવસ રોકાયાં. વધારે રહેવાનો વિચાર આચાર્યો હતે; કારણકે અત્રે શશીકાંતને દીક્ષાની જાળમાં સપડાવવા શુદ્ધિવિજયને વિચાર ચાલતો હતો પણ અત્રે ધાંધલ થવાનો સંભવ હોવાથી તેને અન્ને દીક્ષા આપવાનો વિચાર માંડીવાળી માલિકા ગામે દીક્ષા આપવાનું નકકી કર્યું. તેથી તમામ સાધુઓએ ત્યાંથી વિહાર કર્યો અને સાધ્વીઓએ પણ પેલી ચતુરશ્રી ઉત્તમશ્રી અને ચંદનથીને ગાંધારીમાં મુકી આચાર્યની સાથે વિહાર કર્યો
પ્રકરણ ૨૨ મું.
સરિતાનાં મામા માસી.
(દેહ) ભેદ કદી નિજ ભાગ્યને પ્રથમથી નવ પરખાય, સારું નરસું એ બધું પરિણામે સમજાય. –લેખકસમય સમય બળવાન છે, નહીં પુરૂષ બળવાન, કાબે અર્જુન લુંટી, એડી અર્જુન એહી બાણ.
ચંદ્રકુમાર, સરલા, સરિતા અને કલ્યાણ એમ ચાર જણ સવારે જેવાની ખાતર બાગમાં આંટો મારી ત્યાંથી વળતાં એક ફેટોગ્રાફરની ટુડીઓ આગળ આવ્યાં કે ચંદ્રકુમારને ભાઈ બેનને ફોટો પડાવવાને વિચાર થયે, સરલાની સલાહ લીધી, અભિપ્રાય મળતો થયો કે તેઓ
ટુડીઓમાં દાખલ થયાં. જુદા જુદા પ્રકારના પાંચ છ ફેટા પડાવી નજીકમાં આવેલા શાંતિનાથના દેરાસરમાં જઈ દર્શન કરી ઘેર આવ્યાં. ત્રણ ચાર દિવસમાં સરિતાને કકડે કકડે આખું શહેર દેખાડવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રકરણ ૨૨ મું.
આવ્યું. માના અકાળ મૃત્યુથી તેના કોમળ હદય ઉપર પડેલા ઘાને ભાઈના મેળાપથી અને આવી રીતે નવું નવું જેવાથી સહેજ રૂઝ વળતી હોય તેવું કઈ કઈ વખત આનંદથી વિકસિત થતા તેના મુખ ઉપરથી જણાઈ આવતું. વધારે સહવાસમાં આવવાથી “સરલા ભાભી, સરલા ભાભી કહી” છુટથી વાતમાં ભાગ લેતી. ઘણું વરસે મળેલા કલ્યાણને ભાઈ ભાઈ કહી વારંવાર બોલાવતી અને તેના મેઢેથી વીતેલી આત્મકથા સંભળતી.
અયોગ્ય દીક્ષ. પ્રતિબંધક સમાજ તરફથી ભરાયેલા મેળાવડામાં માલતીએ આપેલા ભારણથી અવંતીલાલ ઘણાજ ખુશી થયા હતા, તેમના હદય ઉપર ઊંડી છાપ પડી હતી. બીજા દિવસે સાંજે પ્રજાપિકારમાં મેળાવડાને પૂરેપૂરે હેવાલ પ્રકટ થયો, તેમાં ભગિની સમાજના પ્રમુખ મહાનતા અને સેક્રેટરી માલતીના ફેટા પણ આવ્યા. માલતીનું ભાષણ અયોગ્ય દીક્ષાના હીમાયતીઓને ઘણું જ આકરું લાગ્યું, પણ શું કરે? તેના ત્રણ દિવસ અગાઉ સાધુને કેરટને ભવાડે બહાર પડ્યો હતો. આમ ઉપરા ઉપરી બનાવો બનવાથી તેઓ માથું ઉપાડી બોલતા હતા તે બંધ થયા. - ચંદ્રકુમાર જમીને ઓફીસમાં જવાની તૈયારી કરતા હતા એટલામાં ટપાલવાળો કાગળ આપી ગયે. ચંદ્રકુમાર પત્ર ફેડી વાંચી અવંતીલાલને કહેવા લાગ્યો “બાપુજી ! અમરાપુરથી મારી બાને પત્ર છે. તેમાં લખે છે કે સરિતાના ભાઈ કલ્યાણને દીક્ષાના દુઃખમાંથી છેડાવી સરકારે તેમને સોંપ્યો તે જાણું અમે ખુશી થયાં છીએ. આજે બક્ષીપુર ગામથી સરિતાનાં મામા તથા માસી સરિતાને મળવા માટે આવ્યાં છે માટે જે હવે ત્યાં ખાસ કામ જેવું ન હોય તો સરિતાને લઈને આવવાનું કહેજે.”
સરિતાને બેલાવી ચંદ્રકુમારે પુછયું “બેન ! તારા મામા અને તારી માસી અમરાપુર તને મળવા આવ્યાં છે, તે તેને અમરાપુર તેડાવે છે માટે જવાની મરજી છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
^
^^
^
^
^
~
~
સરિતાનાં મામા માસી.
૧૮૩ ~~
~ ~~~ સરિતા જરા હસીને બોલી “તેમાં મને શી ખબર પડે? કાકા કહે તે તેમની સાથે ત્યાં જાઉં, અહીં કહો તે અહીં રહું.”
ચંદ્રકુમાર–“તારા મામાને અને માસીને ઓળખે છે?” સરિતા–“મળે તે ઘણે વખત થયો, તેઓ કેઈક દિવસ આવતાં.” ચંદ્રકુમાર–“આ તારાં સગાં મામા માસી છે?”
સરિતા – “ના, સગાં તે કઈ નથી, પણ દૂરનાં સગાં હશે, હું બરાબર જાણતી પણ નથી.”
ચંદ્રકુમાર–“તે ઘરના સુખી છે?” સરિતા–“મને કશી ખબર નથી.”
અવંતીલાલ–“સરિતાને કયાંથી ખબર હોય? પણ હવે અત્રે મારે કાંઈ કામ જેવું નથી. આચાર્ય પણ ગઈ કાલે ઉપડી ગયા એટલે કાંઈ નવાજુની સાંભળવા જેવું નથી. માટે કાલે સવારની ગાડીમાં સરિતાને લઈને જાઉં. લોકાચાર અને ભાણુને મળવા માટે તે બંને આવ્યાં છે તે વિના કારણે તેમને ત્યાં રોકી રાખવાં ઠીક નહીં. કલ્યાણને લઈ જવાની જરૂર નથી.”
સરિતા–“ કલ્યાણને ચંદ્રકુમારભાઈની પાસે જ રાખ છે. અહીં ભણશે.”
એ રીતે નિશ્ચય કરી બીજા દિવસે સવારે અવંતીલાલ સરિતાને લઈ અમરાપુર ગયા. સાંજે અમરાપુર પહોંચ્યાં. ગાડી કરી ઘેર ગયાં. ઘરમાં સરિતા પગ મુકે છે કે તેને દેખી બાહ્ય પ્રેમને આડંબર કરી તેની માસી નવલકુંવર રેવા લાગી અને “આવ મારી ભાણું તને ખુબ દુઃખ પડયું” એમ કહી વળગી, તેની માને સંભારી મેં વાળવા લાગી. સરિતા પિતાનું દુઃખ જરા જરા વિસરી ગઈ હતી, તે તેને પાછું સ્મરણ કરાવી રડાવી. આ અવંતીલાલને પસંદ પડયું નહીં, પણ તેમને ખેટું લાગશે એટલા વિવેકની ખાતર તે બોલ્યા નહીં. માસી તે ટુંકામાં નહીં પટાવતાં જુના બાપદાદાના પરીઆના પરીઆ સંભારી મેટ ઘાંટો કાઢી ખૂબ માં વાળવા લાગી, અવંતીલાલનાં પત્ની મેનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પ્રકરણ ૨૨ મું.
બાઈએ આવીને છાનાં રહેવા ઘણુંએ કહ્યું પણ તે તો ઉચું જુએજ નહીં, આથી આજુ બાજુનાં પાડોશી ભેગાં થયાં અને આશ્ચર્યપૂર્વક પુછવા લાગ્યાં “છે શું?” અવંતીલાલે કહ્યું “કાંઈ નહીં, આ તો સરિતાની મા મરી ગઈ છે તેથી તેની માસી કાણે આવી છે.”
આ પ્રમાણે ધાંધળ થવાથી મેનાબાઈએ કહ્યું “બેન તમે આમ ન કરે, છાનાં રહો, લોકો આમ ભેગા થાય તે ઠીક ન કહેવાય, સરિતા તમને મળવા આવી ત્યારે તમે તેને ઘરમાં પગ મુકતાંજ રોવા બેસાડી.” મેનાબાઈના આ શબ્દો સાંભળી બીજાં બેરાંએ પણ તે વાતને ટેકે આપી મહા મહેનતે મેં મુકાવ્યું. અવંતીલાલે તેના મામા કેસરીમલને પણ છાના રાખ્યા.
આ પ્રકારે મામા માસી રોવાની વિધિમાંથી પરવાર્યો ત્યાર પછી સરિતાનાં સુખ દુઃખની વાતો પુછવાનો અવસર મળ્યો. નવલકુંવરે વાતમાં પણ સરિતાને રોવરાવવાની વાતનો આરંભ કર્યો. તે મેનાબાઇને સહન ન થવાથી બોલી “નવલકુંવર! તમે વખત ઓળખતાં નથી. રસોઈ ઠંડી થઈ ગઈ, ગાડીમાંથી જેવાં આવ્યાં તેવાં તેમને જમાડી લેવાની વાત કરે મુકી અને આ રેવાની ધાંધળ કરી મુકી, માટે હમણાં તે વાતે રહેવા દો અને તેમને જમવા દો. ભાણુને તે હીંમત આપવી કે આવી આવી વાત કરી તેને રડાવવી ? તમારો આ રીવાજ મને તો ગમત નથી” એમ કહી મેનાબાઈએ અવંતીલાલ, કેસરીમલ અને સરિતાને વાળુ કરવા બેસાડયાં. આ પ્રમાણે જ્યારે મેનાબાઈએ જરા ઉંચા સાદે કહ્યું ત્યારે તેઓ શાંત થયાં.
જમી રહ્યા પછી સાંજે અવંતીલાલ નામ ઠામ સગપણ વીગેરેની માહીતી મેળવવા કેસરીમલ સાથે વાતો કરવા લાગ્યા.
અવંતીલાલ–“તમારે ક્યાં રહેવું?”
કેસરીમલ–“અમે બક્ષીપુર રહીએ છીએ. બક્ષીપુર અહીંથી પૂર્વદિશામાં આવ્યું. અહીંથી સીધા ભુસાવળ જવાની પાકી સડક છે તેની વચ્ચે બક્ષીપુર આવે છે. હમેશાં રીતસર ભાડાની મોટરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હમણાં તે વાતે
આવી વાત કરી કરી મેનાબાઈએ પણ ત્યારે
Page #202
--------------------------------------------------------------------------
________________
સરિતાનાં મામા માસી.
આવ કરે છે. અહીંથી ૨૫-૩૦ ગાઉ થતું હશે. નાનું ગામ છે પણ
99
વેપાર રાજગારમાં ડીક છે.
,,
અવતીલાલ—“ તમારૂં નામ શું ?
કેસરીમલ—“ મારૂં નામ કેસરીમલ છે. ખેનનું નામ નવલકુંવર છે, તે બિચારી બાળવિધવા છે. અમને કેાઇએ સમાચાર કહ્યા કે તમારી એન જમનાબા± અમરાપુરમાં દેવગત થઈ છે તે જાણી અમે એકદમ
કાણે બેસવા અત્રે આવ્યાં.”
"" -
અવંતીલાલ લખ્યા વિના ક્યાંથી ખબર પડે? સરિતાને ડી ગમ પડે? ઘરના માલીકે તાકીદ કરી એટલે ઘર ખાલી કરી નાખી સામાન મારે ત્યાં મુક્યા છે અને ભાડું અમે ચુકાવી આપ્યું છે. સરિતા અમારે ત્યાં રહેશે. તમે સરિતાના સગા મામા થાએ ?” કેસરીમલ—“ ના, સગા તેા નહીં, પણ ત્રણ પેઢીએ સગા થઇએ. અહીંઆં કારટના કામે કાઇ વખત આવવાનું થાય ત્યારે મળવા માટે ભગવતીદાસની પાસે આવતા હતા.
""
૧૮૫
અવંતીલાલ—“ સિરતાના ભાઇ કલ્યાણને તમે ઓળખતા હશે. હમણાં સાધુ તેને દીક્ષા આપતા હતા તેમની પાસેથી સરકારે છેડાવી અમને સોંપ્યા છે.
""
કેસરીમલ—“ કલ્યાણને જોયે એળખું. તેને ઘેર લાવ્યાના સમાચાર અમે સાંભળ્યા. મને તે બાબતની પૂરી માહીતી નથી પણ એટલું જાણવામાં છે કે સરિતાને એક ભાઈ હતા તે કાઇ શેઠને ત્યાં ભણવા મુક્યા હતા, એવું તેના બાપ ભગવતીદાસ કહેતા હતા. સારૂં થયું કે સરકારે તેને દીક્ષામાંથી છેડાવી તમને સોંપ્યા. સરિતાની સાથે તેને અત્રે લાવવા હતાને? ”
tr
અવંતીલાલ— ના, હમણાં ન લવાય ! કદાચ કાઇ સાધુન ભક્તા તાફાન કરે! માટે હમણાં તે તેને બરાબર અંદેોબસ્ત રાખવેા પડશે. આ નવલકુંવર તમારાં સગાં એન થાય ?
27
.
કેસરીમલ—“ હા, સગી એન થાય. મારાથી નાની છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રકરણ ૨૨ મું.
પછી જરા વાર શાંત રહી વિચાર કરી ગંભીર સ્વરૂપે કેસરીમલ કહેવા લાગ્યો “આ બે છોકરાં અમારે ઘેર ન મોકલો? અમે તેમને સંભાળીશું અને અમારાં છોકરાં જેવાં રાખીશું.”
જોડે બેઠેલાં મેનાબાઈએ તરતજ જવાબ આપ્યો “ના, બા, એ છોકરાં મારે ત્યાં મોટાં થશે. નાનપણથી જ મારે ઘેર રહેલાં છે. અમારી સાથે તેમનો જીવ મળી રહ્યા છે માટે અમે તેમને કયાંઈ મેકલવાનાં નથી.”
નવલકુંવર બેલી “કેમ ભાણું ! મામાને ઘેર આવવું છે ને ? ત્યાં તને ગમે તેવું છે. મામાને બે છોડીઓ અને બે મોટા છોકરા છે, મેટા છોકરાનું અને છેડીનું આ સાલ લગ્ન છે. બક્ષીપુર આ. અમરાપુર જેવું મોટું શહેર નથી. નાનું ગામડું છે.”
સરિતાએ જવાબ આપ્યો “મારે તે આ ઘર મુકી બીજે ઠેકાણે જવું નથી. મને અહીં શીવાય ક્યાંઈ ગમે નહીં. ભાઈ કલ્યાણ ચંદ્રકુમારભાઈને ત્યાં છે તે ત્યાં ભણશે.” - આ પ્રમાણે સરિતાને જવાબ સાંભળી કેસરીમલે અવંતીલાલને જણાવ્યું. “તમારી હકીકત જાણીને અમે લઈ જવાને વધારે આગ્રહ કરતાં નથી પરંતુ એટલી અમારી માગણી છે કે વૈશાખ માસમાં છેકરાનું અને છેડીનું લગ્ન છે તે ઉપર જરૂર ભાઈ બેનને મેકલજે. આગળથી તમને ખબર આપીશું અને ખાસ તેડવા માટે માણસ મોકલીશું.”
અવંતીલાલે જવાબ આપ્યો તે વાત બરાબર છે. લગ્ન ઉપર સરિતાને જરૂર મોકલીશું. કલ્યાણને માટે કહેવાય નહીં. જેવો સમય! ચંદ્રકુમાર અને તેના મિત્રો હા પાડશે તો મોકલીશું.”
આ પ્રમાણે વાતચીત કરી બીજા દિવસે મામા માસી મોટરમાં પિતાને ગામ બક્ષીપુર રવાના થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
કનકનગરમાં જયંતીલાલ અને વીરબાળા.
૧૮૭
પ્રકરણ ૨૩ મું.
કનકનગરમાં જયંતીલાલ અને વીરબાળાને નવો ગૃહસંસાર, બસંતીલાલની દાસ્તી. બસંતીલાલનું બુલબુલ
(દેહ) ભોળી ભલી ભામિનીને, ભરમાવે ભરથાર, અવળા રસ્તે દોરીને જીવન કરે ખુવાર; સગુણ નારી સંપડી ગુણની નહીં દરકાર,
હીરાની કીંમત નહીં તે નરને ધિક્કાર. –લેખક.
અરે! તમે મને ક્યાં અહીં લાવ્યા ? દિવાનખાનું અને બે ઓરડીઓ તે સારી સવડવાળી છે, પણ તમે કહેતા હતા કે પાડોશ ઘણો જ સારે છે, તેમાં વસ્તી પણ સારી છે, પણ મને તે કાંઈ સમજણ પડતી નથી.”
વીરબાળા! હમેશાં દરેક નવું સ્થાન એવું જ લાગે, જેમ જેમ સહવાસ થશે તેમ તેમ પાડોશી સાથે ઓળખાણ થશે એટલે અતડાપણું નીકળી જશે, પછી તને ગમશે.”
પણ મને તો આ જગે ભયભરેલી લાગે છે.”
જે તેમ તને લાગશે તે આપણે બદલી નાખીશું. આપણું આ જોડેના પાડોશી ભાઈ બસંતીલાલ ઘણાજ માયાળુ છે. તેમનાં બૈરાં પ્રેમાળ અને સારા સ્વભાવનાં છે, તેમના આગ્રહથીજ અહીં આવ્યો છું. બસંતીલાલ પણ શેરબઝારમાં કામ કરે છે. તેમણે મને કહ્યું છે કે શેરબઝારમાં નોકરીની જરૂર ગોઠવણ કરી આપીશ. તેમ છતાં કદાચ બઝારમાં જે કંઈ કરી ધાર્યા પ્રમાણે સારી નહીં મળે. તો દર માસે સે રૂપીઆ પ્રમાણે મને નોકરી આપવા તેમણે ઈચછા બતાવી છે. વળી અત્રે લાલભાઈ શેઠ છે તેમની પણ મહેરબાની છે. તેમણે પણ દર માસે પચાસ રૂપીઆ રળાવવા કહ્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રકરણ ૨૨ મું.
ઉપર પ્રમાણે ધણધણીઆણું ઓરડીમાં બેસી વાતો કરે છે એટલામાં તેમના પાડોશી બસંતીલાલ ત્યાં આવી વિવેકભરી દૃષ્ટિથી કહેવા લાગ્યો “કેમ ભાઈ જયંતીલાલ! તમારાં પત્ની આટલાં બધાં કેમ ઉદાસ જણાય છે ? ગઈ કાલનાં તમે બંને આવ્યાં છે છતાં હજુ કેમ બરાબર ઠેકાણું પડયું નથી ? તમારા બંને જણ માટે ત્રણ હિલ પૂરતા છે. વળી આ ચોથે માળ છે એટલે એકાંત જેવું છે. કેઈની આવજા નથી. આ મજલે આપણે ત્રણ ચાર કુટુંબે રહીએ છીએ, સર્વને ભાઈચારા જે સંબંધ છે માટે જયંતીલાલ ! તમે તેમને મદદ કરી પાસે રહી બધે સામાન ગોઠવી આપે, અને વિશેષ મદદ જોઈતી હોય તો મારા ઘરમાંથી મોકલું” એમ કહી પિતાની ઓરડીમાં જઈ તેમની સ્ત્રી બકુલને મેકલી.
આ બકુલ તે બહુજ ચાલાક હતી, ગામડીઆપણાનું એક રૂવાટું પણ તેનામાં નહોતું, અપ ટુ ડેટ ફેશનમાં રહેતી હતી, બોલવામાં પ્રેમાળ અને કંઠ મધુર હોવાથી તેને બુલબુલ પણ કહેતા. તે આવી કહેવા લાગી “ભાઈ જયંતીલાલ ! તમારી પત્ની તો બહુજ શરમાળ જણાય છે. મને ઘરમાંથી સૂચના આપી કે તું પાસે રહી ઘરવાપરાની વસ્તુઓ ગોઠવી આપ અને મદદ કર. તે માટે હું આવી છું. ભાઈ જયંતીલાલ! તેમનું નામ શું?
તેમને જ પુછોને”
“તમને બેરીનું નામ દેતાં શરમ આવતી હશે? તમારા જેવા સુધરેલાને બૈરીનું નામ દેવામાં શરમ શી ?”
જયંતીલાલ તરફથી જવાબ નહીં મળવાથી બકુલે વીરબાળાને પુછ્યું “બેન ! તમારું નામ શું ?”
“મારું નામ વીરબાળા.”
“નામ ઘણું સુંદર છે, હાલના જમાનાનું છે. પણ તમે કેમ ઉદાસ એશી રહ્યાં છે? નવાનવી તે એવું જ લાગે. જ્યારે હું નવાનવી અને રહેવા
આવી ત્યારે તે હું રો રો કરતી હતી, જરા પણું ગમતું નહોતું. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
વીરબાળાનો નવો ગૃહસંસાર.
૧૮૯
થોડા દિવસ થયા કે સૌની સાથે મેળાપ થયો ત્યારે ગમવા લાગ્યું અને હવે તે એવું ગમે છે કે અહીંથી બીજા સ્થળે જવું જ ગમતું નથી, માટે વીરબાળા બેન ! ચાલો હું તમને પાસે રહી બધી વસ્તુઓ ગોઠવી આપું અને જે કાંઈ ખુટતું હોય તે તમામ તમને મારી ઓરડીમાંથી લાવી આપું. ભાઈના કહેવા પ્રમાણે આજે તે તમારે તમારા સગાને ત્યાં જમવાનું છે, કાલથી અત્રે રસોઈ બનાવો. રસોડાની એારડી પણ સારી અજવાળાવાળી છે, સુવાને ઓરડે પણ ઘણો જ સારે
એકાંત અને હવાઅજવાળાવાળો છે. આ દિવાનખાનું પણ સારું સવડવાળું છે. ફરનીચર તો ગોઠવેલું છે જ. તમારે બંનેને આથી શું વધારે જોઈએ ?” એમ કહી વીરબાળાને ધીરજ આપી કામે લગાડી.
જયંતીલાલ–“બકુલબેન! આજે તે માટે તમારે ઉપકાર માનવો પડશે. તમે ન આવ્યાં હતા તે આ ઘર વાપરે ઠેકાણે ન પડત. તેની મુંઝવણને લીધે મારી મુંઝવણ પણ વધત. હું તે કનકનગરને ભેમીએ, પણ આ તો પહેલ વહેલી આ શહેરમાં પગ દે છે તેથી મુંઝાય તેમાં નવાઈ નથી.”
બકુલ–“અરે ભલભલા મુંઝાય છે તે તેમનું શું ગજું? પણ ચિંતા નહીં, અમારા પાડોશમાં છે એટલે જરાપણ મુંઝવણ રહેશે નહીં. પણ દેશના જેવી અને લાંબી લાજ નહીં કઢાય. લાજ કાઢી તે દાદર ચડતાં ઉતરતાં, દ્રામમાં બેસતાં ઉતરતાં અથડાઈ પડાશે અને લોકે મશ્કરી કરશે એ જુદું. માટે વીરબાળા ! મારી તે તમને પહેલી શીખામણ એ છે કે લાજ ધીમે ધીમે ખસતી કરવી, બોલવામાં શરમાવવું નહીં, કેઈ આવે તે પુછે તેને જવાબ આપવો, મેટાની હાજરીમાં કેમ બેલાય એવો બેટો વિવેક રાખી મૌનવ્રત ધારણ ન કરવું. કામ હોય તે મોટાથી સુખેથી વાતચીત કરવી, આ તો મુંબઈ જેવી બીજી નગરી છે. તમે મુંબઈ જોયેલું કે ?”
વીરબાળા–“મુંબઈ તે બે વખત ગયેલી છું, મુંબઈમાં પણ આવાજ માળાઓ, રસ્તાઓ અને ગાડીઓની ધમાલ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રકરણ ૨૨ મું. બકુલ–“ત્યારે તે ઠીક થયું. મુંબઈ જેવું છે તેથી તમને અહીં કાંઈ નવાઈ જેવું લાગશે નહીં.”
આમ બંને જણ વાતમાં ને વાતમાં સામાન ગોઠવવાના કામમાં ગુંથાયાં એટલે જયંતીલાલ ઉડીને બસંતીલાલની ઓરડીમાં ગયો. બસંતીલાલ મશ્કરીમાં કહ્યું “જયંતીલાલ ! તારું બુલબુલ કાંઈ મારા બુલબુલ કરતાં કમી ઉતરે તેમ નથી. જરા શિક્ષણની ન્યૂનતા જણાય છે. પણ બકુલ તેને શિક્ષણ આપી અપ ટુ ડેટ બનાવી મુકશે. બકુલમાં એ કારીગરી વધારે છે. ખરેખર હું તે જ્યારથી બકુલને અત્રે લાવ્યો છું ત્યારથી સુખી થયો છું, મોટા સારા સારા માણસોના પરિચયમાં આવ્યો છું, પૈસા પણ સારા મળે છે, તે પૈસાની ચિંતા કરીશ નહીં. મારા કરતાં તારી પાસે સાધન સારું છે, પણ યુક્તિથી કામ લેવાનું છે. આવા કામમાં ઉતાવળ કરવાથી મામલે બગડે છે. તે યુક્તિઓ બકુલ શીખવશે. બકુલ ગુરૂ અને વીરબાળા શિષ્યા.”
બકુલ વીરબાળાને બધું ગોઠવી આપી બસંતીલાલ પાસે આવી અને એરડી બંધ કરી. જયંતીલાલને માથે ટપલી મારી મશ્કરી કરી બકુલ કહેવા લાગી “જયંતીલાલ ! ભાભી સાહેબ તે અલબેલાં છે, હું તો સમજતી હતી કે તે ઠીક ઠીક હશે પણ આ તો ભલભલાને ચળાવે તેવાં કામણગારાં છે.”
બસંતીલાલ “કેમ જયંતીલાલ! મારો અને તેને અભિપ્રાય મળ્યાને ? મેં કહ્યું કે મારા બુલબુલ કરતાં તમારું બુલબુલ કમી નથી.”
“ત્યારે તો એમ કહોને બે બુલબુલની જોડી બની” એમ કહી બકુલ ખુબ હસવા લાગી.”
બસંતીલાલ–“બકુલ! જે હવે તારે એક કામ કરવું. તે શરમાળ છે, તેની શરમ ધીમે ધીમે છેડાવ, છુટથી વાત કરતાં, હસતાં, તાળી આપતાં શીખવ, જુદી જુદી ઢબથી કપડાં પહેરાવતાં શીખવ, પિીને કેવી રીતે ભરાવવી તેને પાઠ ભણાવ.”
બકુલ–“જુઓ તો ખરા! પંદર દિવસમાં ખરેખર બુલબુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
બસંતીલાલની દોસ્તી-બસંતીલાલનું બુલબુલ.
૧૯૧
બનાવી દઉં છું, પણ ભાઈ જયંતીલાલ તેમ કરવા મને છુટ આપે છે. તે મારા ઉપર ક્રોધાયમાન થાય છે તે મને ન ગમે.”
જયંતીલાલ–“તમારા કહેવાથી હું તેને અહીં તેડી લાવ્યો છું તે તમે કેમ ભૂલી જાઓ છે ? તમે તેને ફેશનેબલ લેડી બનાવી દે. પણ જરા ધીમે ધીમે ગાડી પાટા ઉપર ચડાવજે. રીસાય નહીં તેવી યુક્તિ કરવી.”
બકુલ–“મારાથી તે નહીં રીસાય પણ તમે રહ્યા તેના સ્વામીનાથ એટલે તમારાથી કદાચ રીસાય. માટે તમારે સંભાળવાનું છે. જેમ તે રાજીમાં રહે તેમ તમારે વર્તવું. હું રાજીમાં ને રાજીમાં સઘળું કામ કાઢી લઈશ.” એમ કહી આંખના પલકારાથી મશ્કરી કરવા લાગી.
થોડા દિવસ ગયા કે જયંતીલાલની ઓરડીનું બરાબર ઠેકાણું પડી ગયું. વીરબાળાની મુંઝવણ ધીમે ધીમે કમી થવા લાગી. કેઈ કોઈ વખત ચારે જણાં સાથે નાટકમાં અને સીનેમામાં જવા લાગ્યાં. આ નગરમાં પતિપત્નીનાં યુગલોની છુટ, બંને સાથે ફરવા જવાની રૂઢીઓ, બોલવાની ભાષા, વિગેરે આધુનિક સુધારાઓ વીરબાળાની નજર આગળ રમવા લાગ્યા અને તેવા સુધારા તરફ લઇ જવાની જયંતીલાલની પ્રેરણા હોવાથી વીરબાળા તે તરફ દોરાઈ જયંતીલાલ પણ દેખાવડે યુવક હતું તેથી વીરબાળાને બીજાઓની ઈર્ષા કરવાનું કારણ નહોતું, વળી તેના મનમાં જયંતીલાલના કહેવાથી એમ પણ કશી ગયું હતું કે હવે સટ્ટાને વેપાર છેડી દીધું છે, સારે પગાર છે, પૈસાની તંગીના દુઃખને અંત આવ્યો છે, તેથી તે સંતોષમાં રહેતી અને પતિને નારાજ નહીં કરવા અને તેને ખુશ રાખવા પ્રયત્ન કરતી. જયંતીલાલ કહે તેમ વીરબાળા કરતી. ફરવા જતી વખતે અમુક ફેશનથી કપડાં પહેરવાં, અમુક પ્રકારનું પોલકું પહેરવું, છેડા છુટા મુકવા, વગેરે જયંતલાલ કહે તે પ્રમાણે તે કરતી. જો કે બકુલ પાસેથી આ શિક્ષણ લીધું પણ જયંતીલાલનું મન પારખવાનું શિક્ષણ મેળવી શકી નહીં. સામા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રકરણ ૨૨ મું.
માણસની દૃષ્ટિ પારખવાની તેનામાં શક્તિ નહોતી. અત્યાર સુધી પતિના ત્રાસથી દુઃખીઆરી જેવી બની ગઈ હતી, તેથી તે રખેને ફરી એ દુઃખી થવાને વખત આવે એવા ડરથી પતિને હસતા મુખે જેવાને તે પતિના હુકમ ઉઠાવતી. પોતાને દિવસ ઘેર આવ્યો હોય એમ સમજી પ્રભુનો ઉપકાર માનતી. આ બધું બસંતીલાલ અને બકુલને લઈને આભારી છે એવું તેના મનમાં હોવાથી તે તેમના તરફ ખરા ભાવથી જોતી હતી. આવી તે ભેળી અને ભલી બાઈ હતી.
દિવસે દિવસે વીરબાળા બકુલના ગાઢ સંબંધમાં આવી ગઈ, બકુલ પણ ખાનગીમાં ઉઘાડી મશ્કરી કરતી. પણ હજુ સુધી બધું મર્યાદામાં હતું. કોઈ કઈ વખત બસંતીલાલની ગેરહાજરીમાં કેઇ સહેલાણું ગૃહસ્થ બકુલની પાસે આવતા, બકુલ ઓરડીનાં બારણાં તરતજ બંધ કરી દેતી અને લાંબા વખત સુધી અંદર રહેતાં. થોડાક દિવસથી આ બધું વીરબાળાના જાણવામાં આવ્યું, પણ તે વાત તેનાથી હાર પાડી શકાઈ નહીં. છતાં તેને તે તે વાત રોજની થઈ પડી તેથી તે હકીકત જયંતીલાલની આગળ જાહેર કરવાનો વિચાર થયો, “ કહું કે ન કહું? કદાચ તેમને ખોટું તો નહીં લાગે ? કહેવાથી મેળવેલી મહેરબાની પાછી જતી તો નહીં રહે ? એવી શંકાથી તેની જીભ ઉપડી નહતી.'
એક રાત્રે વીરબાળા અને જયંતીલાલ સીનેમા જોઈ ઘેર આવી સુઈ ગયાં. સીનેમામાં જોયેલાં દસ્ય પ્રમાણે બકુલને હેવાલ હોવાથી વીરબાળા જયંતીલાલને ધીમે રહી કહેવા લાગી “મારે તમને એક ખાનગી વાત કરવી છે, ખોટું ન લગાડે તો કહું.”
“ખેટું નહીં લગાડું સુખેથી કહે !” “મારા સમ ખાઓ !”
તારા ગળાના સમ” એમ કહી જયંતીલાલે તેના ગળે હાથ મુકી વચન આપવાની સાથે ભેગાભેગી મશ્કરી પણ કરી નાખી.
ગળાના સોગન ખાવામાં પણ આવી મશ્કરી હેય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
બસંતીલાલની દોસ્તી-બસંતીલાલનું બુલબુલ.
૧૯૩
એ તો મને સીનેમાનું પેલું દશ્ય યાદ આવી ગયું તેથી તે વિચારમાં કુદરતી રીતે અડપલું થઈ ગયું.”
ત્યારે હું પણ સીનેમાના એક દેખાવની વાત કરવા માગું છું. જરા પણ છેટું લગાડશે નહીં.”
“સેગન ખાધા પછી તારા ઉપર ખોટું લગાડાતું હશે?”
ત્યારે જુઓ સાંભળો, ઘણા દિવસથી તમને કહેવાનું કરતી હતી, પણ આજે જે સીનેમામાં જોયું તે હું કેટલાક દિવસથી આપણું જોડે જોયા કરું છું.”
“સીનેમામાં શું જોયું?”
પેલા ખાનબહાદુરનું ઘર. બાઈ સાહેબને કેટલા બધા મળવા આવતા, ખાનબહાદુરની ગેરહાજરીમાં બાઈ સાહેબ બીજાઓની સાથે બાળ રમતાં, મશ્કરી કરતાં, દારૂ પીતાં, અને વીજળીની બત્તી બંધ કરી સંતાગે રમતાં. તેમનાં કપડાં કેવાં દેખાતાં હતાં ? મને તો જોતાં શરમ આવતી.”
“આવું સીનેમા જેવું ક્યાં જોયું?”
“આપણું જેડેજ. આ બસંતીલાલ બહાર જાય છે કે સારા પિશાકમાં કેટલાક શેકીઆઓ આવે છે અને કેણ જાણે તેઓ અંદર સાંકળ વાશીને શું કરે છે ! ! હું તે રાત્રે પણ તેવું કઈ કઈ વાર જેઉ . મને તે લાગે છે કે સીનેમામાં જેવું બને છે તેવું તેઓ કરતાં હશે. બબે કલાક સુધી ઓરડી વાશી અંદર રહે છે. હું ધારું છું કે તેને ધણીની બીક નહીં હોય! કદાચ એચિંતા બસંતીલાલ આવે ફારસ થાય અને બકુલના બાર વાગે.”
બસંતીલાલના ઘણા મિત્રો છે. તે સૌની સાથે બકુલ છુટથી બોલે છે. વળી બકુલને શેત્રુંજબજ સરસ રમતાં આવડે છે તેથી કેટલાક રમવા અને કેટલાક વાતે કરવા આવતા હશે. બસંતીલાલે એવી છુટ આપી હશે.”
“પણ બારણું શું કરવા બંધ કરતાં હશે?” ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રકરણ ૨૩ મું.
“બારણાં બંધ કરવાનું તો કારણ એટલું જ કે ઘણા લોકે ઇર્ષાની દૃષ્ટિથી જુએ છે, તેમને આવી તેવી છુટ ગમતી નથી તેથી કદાચ છુટથી વાત કરતાં કે મશ્કરી કરતાં કેઇના જોવામાં આવે તે ટીકા કરે તેથી બંધ રાખતાં હશે.”
વળી હું અઠવાડીઆથી નવું જોઉં છું, કોઈ વખત રાતના મારા જેવી જુવાન એક બે સ્ત્રીઓ પણ આવે છે, થોડી વાર પછી બસંતીલાલની સાથે બીજા પુરૂષે પણ આવે છે. ક્યારે પાછા જાય છે તેની સમજણ પડતી નથી. મને લાગે છે કે અહીં જ તેઓ સુઈ રહેતાં હશે. આવો સીનેમા હું તો રેજ અત્રે જોઉં છું. એક વખત તે હું તમને કહેવાનું કરતી હતી કે તમારે રાત્રે બહાર જવું નહીં, પણ તમને ખોટું લાગે તેથી કહેલું નહીં.”
એ તે મિત્રાચારીમાં ચાલે છે, મને તો એમાં કાંઈ નવાઈ લાગતી નથી. કનકનગર જેવા શહેરમાં કઈ કઈને પુછે તેમ નથી. સૌ પિતાને ધંધે કરે કે નિંદા કરે ?”
“મને તે નવાઈ લાગી. બકુલના ચાળા પણ એવા જ લાગે છે, ગમે તેવાને શીશીમાં ઉતારી દે તેવી છે.”
પણ હવે તારા ચાળા બકુલ કરતાં વધે તેવા છે. હવે તે તું બદલાઈ ગઈ છે. તું સાથી બદલાઈ ગઈ તે મને સમજાતું નથી.”
તમે બદલાયા એટલે હું પણ બદલાઈ. તમે બદલાયેલા નથી જણુતા ? પહેલાંની તમારી રીસ, તમારે ત્રાસ, તમારે માર, એ બધું સંભારે ને ? તે તમે છેડી દઈ હવે મારી સાથે કેવું આનંદી વર્તન રાખે છે?
“આ પ્રમાણે તમે બદલાયા એટલે હું પણ બદલાઈ.” “તું પણ હવે બરાબર પરીક્ષા કરતાં શીખી ગઈ.”
“એટલી પરીક્ષા કરતાં હું શીખી ગઈ માટેજ મને શંકા પડે છે કે બારણું બંધ કરી અંદર કાંઈ ગોટાળો કરતાં હશે. આપણે સીનેમામાં પાછળથી જોયું તેવું જ હોવું જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
જયંતીલાલ અને વીરબાળાને ન ગૃહસ્થાશ્રમ.
૧૯૫
“હેય તે શું બગડી ગયું ? ધણી ધણીઆણું રાજી કયા કરે મીઆ કાછ ? બંનેને પાલવતું હશે, એટલે આંખ આડા કાન કરી ચલાવતા હશે. તેમાં બસંતીલાલનું શું બગડી ગયું? તેમના ગ્રાહકે બે ઘડી આવી શેત્રજ રમતા હશે, મેજ મારતા હશે અને ખીસું ખાલી કરતા હશે. પિસા વગર ઘેડીજ કાંઈ બકુલ પેસવા દે
એવી છે? આવી બુલબુલ જેવી બકુલને મેળવવા માટે તે ઘણું પ્રિીમંતે ફાંફાં મારે છે અને દલાલને દલાલી આપે છે.”
આના પણ દલાલ હશે કે ?”
“અરે ઘણએ. આ કનકનગર કાંઈ મુંબઈથી ઉતરે તેમ નથી. દરેક જાતના ધંધા. જુગારના ધંધા, વ્યભિચારના ધંધા, લુચ્ચાઈના ધંધા, દરેક જાતના ધંધાદારીઓ અને તેના દલાલો તૈયાર છે. ધંધામાં ઉતરનાર જોઈએ, દુનિઆ ઝુકતી હે ઝુકાનેવાલા ચઈએ.”
“ આ ધંધાની અને દલીલોની મને આજજ ખબર પડી.”
ભોગ માત્ર અમારા પુરૂષના છે કે કોઈ અમારે ધડે કરે નહીં. સ્ત્રીઓને તે મજા છે, અને તેમાં વળી તારા જેવી ફાંકડીને તો ઘણીજ મજા. જરાક આંખને ઇસારે થયો કે શ્રીમંતે આવીને પગે પડે. મુનિવરે ચળી ગયા તે સામાન્ય માણસ શા હિસાબમાં ? અમે મહા મહેનતે સે રૂપીઆ એક માસમાં પેદા કરીએ અને તમે ધારે તે તેટલી કમાણું એક દિવસમાં કરી લો. તમારા ઉપર ફીદા થનાર જે આશક તેવી તમારી કમાણી!”
“ ત્યારે તે તમારા કહેવા ઉપરથી મને લાગે છે કે આ બકુલ બાઈ તે ધંધે કરતાં હશે.”
એ તો બધું ચાલે.” “ત્યારે આ બસંતીલાલ દલાલી જેવું કામ કરતા હશેને ?'
“ના ના દલાલી શાની ? એ તે બધા પોતપોતાની ખુશીના સેદા થાય અને બક્ષીસ મળે.”
ત્યારે આ જે બીજાં બૈરાં આવતાં હશે તે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રકરણ ૨૩ મું.
તે બધાં જશેખ માટે આવે. અમુક સાથે પ્રેમ થયો હેય અને તેમને મળવું હોય ત્યારે ક્યાં મળાય ? તે માટે આવું એક મેળાપીનું સ્થાન રાખ્યું હોય તે વાયદા પ્રમાણે મળી શકાય. તેમાં તેમનું શું બગડી ગયું ? તે બંને તરફથી બકુલને અને બસંતીલાલને બક્ષીસ મળે. એટલા માટે તે તેમણે ખાસ તે કામ માટે ચાર દીવાનખાનાં રાખ્યાં છે. સૌ પોતપોતાને ફાવે તે વખતે આવી આનંદ ભોગવી ચાલ્યા જાય. કહે, બસંતીલાલને આ ધંધે છે ખેટ? મેટાઓથી ઓળખાણ થાય અને પૈસા મળે, પાઈનું નુકસાન નહીં અને હજારેને ફાયદો. જ્યારે મેં આ કારસ્થાન જોયું ત્યારે મને તો લાગ્યું કે એવું પિસા કમાવાનું ખાતું ઉઘાડયું હોય તે મેટો લાભ થઈ જાય અને સારી રકમ ભેગી થાય, ચાર પાંચ વરસમાં વીસ પચીસ હજાર રૂપીઆ કમાઈ જઈએ તો દેશમાં જઈ લહેર મારીએ ? ”
અરે આ શું બોલ્યા? એવું આપણાથી થાય ? બકુલ તે કરે.”
“ના ના, તારી વાત નથી, હું તે પેલી કમાણુની વાત કરું છું. બહારે બહાર કાઈનાં ચોકઠાં બેસાડી આપવાની વાત છે. પારકી પત્ની અને પારકે પતિ એ બંનેને મેળવી આપવાના ધંધાને હું તે પરોપકારનું કામ ગણું છું, તે બાપડાં બંને સંતોષ પામે. જે તું. બારીકાઈથી જોઈશ તે તને જણાશે કે કેટલાક કુંવારા, કેટલાક રાંડેલા, અને કેટલાક શેખીન માંડેલા પુરૂષોના સંબંધમાં, કેટલીક શીંગમાંથી સડેલી શેખીન સધવાઓ, અવળે રસ્તે ઉતરેલી અને લાલચમાં ફસાયેલી કેટલીક વિધવાઓ કેવી રીતે જોડાય છે અને તે માટે કેવી કેવી યુક્તિઓ રચાય છે; તેમને સંસારવિલાસની ઈચ્છા થાય, યુવાનીનો મદ ઉભરાતો હોય, અને મન ઉપર અંકુશ હોય નહીં, વેશ્યાવાડે કે હલકી જગાએ જવાય નહીં, તે તે પછી શું કરે? છાની રીતે આવાં સ્થળે શોધે અને મનોકામના પૂરી કરે. મને આ
બધું જોઈને એમ લાગ્યું કે આવો ધંધો કરવામાં ફાયદો છે. બોલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
જયંતીલાલ અને વીરબાળાને ન ગૃહસ્થાશ્રમ. ૧૯૭ ~~~~~~~~ ~ તને હવે આટલી વાત ઉપરથી શું સમજાયું ? આવો ધંધો કરવા સલાહ આપે છે ?”
મને સલાહ આપવાની સમજણ ન પડે, પુરૂષના કામની પુરૂષને સમજણ પડે.”
“બરાબર, તારી વાત ખરી છે, પુરૂષના કામની મને સમજણ છે પણ સ્ત્રીના કામની તે તને સમજણ પડશેને ? જે સ્ત્રીઓ આવે છે તેની સરભરા બકુલ કરે છે તે તારા જાણવામાં છે એટલે જે સ્ત્રીઓ આવે તેની સરભરા તે તારે કરવાની છે.”
“પણ પુરૂષો આવશે તેની સરભરા કેણ કરશે ?” તેની સરભરા હું કરીશ.” પણ તમે નહિ તે વખતે?” બસંતીલાલની ગેરહાજરીમાં કેણ કરે છે?”
બસ તીલાલની ગેરહાજરીમાં બકુલ કરે છે.”
“ ત્યારે મારી ગેરહાજરીમાં કેણ કરે તેનો ખુલાસો તારા હાથેજ થઈ ગયે. જેમ બકુલ કરે તેમ તું પણ કર”
પણ તે તે બકુલને આવડે, મને ન આવડે. પારકા પુરૂષની સરભરા કરતાં શરમ ન આવે ? હાય હાય! આ શું બોલ્યા ?”
આટલા બધા ભેળપણમાં વીરબાળા પોતાના ખરા સ્વરૂપમાં આવી ગઈ, તેનું શુદ્ધ અને દઢ હદય એકદમ ચમકી ઉઠયું. આવા તેના ઉગારથી જયંતીલાલને લાગ્યું કે હવે આગળ ન વધવું. વધારે ઉતાવળ કરવાથી કદાચ બાજી બગડી જાય અને થોડી ઘણું પાટા ઉપર ગાડી ચડી છે તે પાછી ઉતરી જશે. હજુ વધારે પાણી છાંટવાની જરૂર છે. માટે તે વાત ઉલટાવી તે કહેવા લાગ્યો, “ના, ના, બકુલની માફક વવાનું કહેતા નથી, વળી બકુલ જેવું તને કરતાં પણ ન આવડે. તેમાં તો ઘણી ચાલાકીની જરૂર છે. સારા માણસને
સીસામાં કેસ ઉતારે તેની વિદ્યા શીખવી પડે છે તે વિદ્યા તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રકરણ ૨૩ મું.
એટલામાં ક્યાંથી આવડી જાય ? પણ તે સાથે બીજી બૈરીઓ પાસેથી કેમ કામ લેવું તે તે શીખવા જેવું છે. ધારો કે આપણે કઈ રીતે નેકર રાખી તેની પાસેથી તેને લાયક કામ લેવામાં ઓછી હોંશીઆરી નથી. તું તે હજુ ભોળી ને ભોળી રહી. જે તને ખાનગી વાત કહું, સાંભળ, આપણી સામેની ચાલીમાં બે ત્રણ જણ રહે છે તેમને તે બરાબર ઓળખી ગઈ છે ?”
“હા. બરાબર ઓળખું છું, તે આપણું એારડીમાં આવે છે, હું પણ કેાઈ વખત તેમને ત્યાં જાઉં છું. ત્રણે એરડીવાળાં ધણું ધણું આણું છે.”
જે આટલી તું ભોળી.”
“તે તે ધણધણઆણું નથી પણ ધણધણુ આણું જે સંબંધ ધરાવી રહે છે. આ બસંતીલાલ કામ કરવામાં એ હોંશીઆર છે કે વાત પકડાય નહીં. જે એ ત્રણે જણ કેવી ફાંકડી છે ? દેખાવમાં કેવી મર્યાદાવાળી દેખાય છે પણ તે બધી રાખેલી છે. તેમની પાસેથી બકુલ એવું કામ લે છે કે તે રાજીખુશીમાં રહે છે અને બકુલ તેમની મારફત મોટી કમાણી કરે છે.”
આ તમે શું બોલ્યા? દેખાવમાં તે શાણું છે. કોઈ જાણે નહીં તેવી તેમની રહેવાની છટા છે.”
માટેજ હું તને ભોળી કહું છું. કહે, બકુલને કેવું કામ લેતાં આવડે છે? બકુલ તે વેગળીને વેગળી. ખાસ કઈ એ ગીનીઓ ને ગીનીઓની કથળી ખાલી કરનાર આવે ત્યારે બકુલ પોતે તેમાં ભાગ લે. બાકી તો બીજાઓ પાસેથી કામ લે.”
મને તે આ માળામાં ઘણું શીખવાનું મળ્યું. તમે ઠીક સૂચના આપી.”
અત્યાર સુધી તે સનેમા જેવું જોયું પણ અહીં ધારીને જેજે એટલે ઘણું શીખવાનું મળશે. તું જરા તેમનાથી છુટ લેજે
એટલે ખાનગીમાં ઘણું જવાનું મળશે. આપણે કાંઈ બકુલ જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
જયંતીલાલ અને વિરબાળાને ન ગૃહસ્થાશ્રમ.
૧૯૯
wman
થવાનું નથી. પણ તને નથી લાગતું કે આ ધંધામાં ઘણે ફાયદો છે? એવી એક કયાંહીથી શોધી કાઢી હોય અને ઘરમાં કામકાજ કરવાના બહાને રાખી હોય તો કોઈને શી ખબર પડે ? ઘરમાં તું રહી એટલે કે શંકા લાવે નહીં. વળી પાસે હું રહ્યું એટલે કે ઈ પુરૂષને આવવું હોય તે આંચકે ખાધા શિવાય આવી પણ શકે અને આપણે બંને જરા દૂર ખસી જઇએ અને તેમને ગોઠવણ કરી આપી હોય તો તેમને જેમ કરવું હોય તેમ કરે અને આનંદવિલાસ ભોગવે તેમાં આપણું શું બગડી જાય ? આપણે તે ગ્રાહકનું કપાળ જોઈ તેની પાસેથી ફી લેવાની.”
“પણ તેવી કયાંથી મળી આવે ?”
અરે ! તેવી તે મળી આવે, રાખનાર જઈએ. તે બાબતમાં બસંતીલાલ અને બકુલ ઘણું હોંશીઆર છે. જે આપણે ઈચછા હોય તે એક બે રાખી લઈએ, અને બકુલ કરે છે તેમ તું કર અને બસંતીલાલ કરે છે તેમ હું કરું.”
ના ના, તમારી ગેરહાજરીમાં કે પુરૂષ આવે તે તે મને ન પાલવે. કારણ કે કદાચ તે પુરૂષની મારા ઉપર નજર બગડે તે મારી શી વલે થાય? તે વખતે ફાંસો ખાઈ મરવા જેવું થાય. તમારી હાજરીમાં બંને જણ ગમે તે કરે તે વાત જુદી છે.”
હજી તું બરાબર સમજી નહીં, મારી ગેરહાજરીની વાતજ કરતું નથી. તારે તો અલગ રહેવું, માત્ર હું તને કહું તેટલી તારે ગોઠકરી આપવી. વળી જે તારે નકરની પણ જરૂર છે એટલે એક પંથ અને દો કાજ. નેકરને બદલે એવી કોઈ યુવાન સ્ત્રી મળી આવે એટલે બસ. તે કામ કરશે અને તે સાથે જે કઈ ઉંચી ન્યાતની મળી આવશે તે તેને રસોઈ માટે રાખીશું. આ પ્રમાણે બે બાઈઓ રહેશે. તું શેઠાણું અને શેઠ. આપણે બે ચેખાં અને પવિત્ર. જરૂર પડશે તે એક બે દિવાનખાનાં જેડે રાખી લઈશું. મારી તે સલાહ બેઠી છે, કેમ તારે શે વિચાર થાય છે ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ મું.
“આમાં મારી સલાહ શા કામની? મને તો કાંઈ સમજણ પડે નહીં, પણ એટલું કે આપણને હરત ન આવે તે પ્રમાણે કરજે.”
તે માટે તે ચિંતા કરવી નહીં, મને બહારનો ભપકે રાખતાં આવડે છે તે તો તારા જાણ્યામાં છે. હમણાં કેટલાક સાધુઓ ઉપશ્રયમાં છે, ત્યાં બે ત્રણ આંટા મારીશું. મહારાજની જરા ચાકરી ઉઠાવીશું, અને ધર્મને 3ળ વધારે કરીશું, એટલે શ્રીમંતોની એાળખાણ થવાની, તેમાંથી કેટલાકને ફસાવીશું. લાલભાઈ શેઠ પણ સાધુના ભક્ત છે, વળી તેમના માનીતા આચાર્ય સૂર્યવિજય મહાવીર જયંતી ઉપર અત્રે આવવાના છે. તેથી તેમની હુંફથી કામ પણ લેવાશે. મહારાજ અને લાલભાઈ કહેશે તે કામ ઉપાડીશું એટલે બેડે પાર. બહારથી ધર્મમાં ખપીશું, એટલે આ ધંધાની કોઈને માલમ પણ નહીં પડે. વળી આપણે ધણુંધણઆણું છીએ તેથી કોઈને શંકા પણ લાવવાનું કારણ નહીં રહે. દુઃખ ઘણું દિવસ ભગવ્યું, હવે તે આપણે ખૂબ મેજ મારીએ. ઘણું દિવસની ભુખ લાગી નાખીએ. તારા માટે એક ઍપમાં જઈ દાગીના પણ લઈ આવવા છે, થોડા દિવસ થાય કે ખાસ મેટર રાખી તેને શેઠાણું તરીકે ફેરવું ત્યારે મારા મનની ઉમેદ પૂરી થાય. મેં તને ઘણું દુઃખ આપ્યું છે તે મને સાંભરે છે ત્યારે ખૂબ જીવ બળે છે. તારા જેવા રત્નની હું પરીક્ષા પ્રથમ કરી શકો નહીં. હવે મને ઘણજ પસ્તાવો થાય છે.”
ના ના, જીવ બાળશે નહીં, મારા સમ જીવ બાળે તે, પાછલું ભૂલી જાઓ, હવે તે જેટલો આનંદ ભોગવવો હોય તેટલો ભોગવે, તમારું મન જરા પણ દુઃખાવવા માગતી નથી. તમે કહેશે તે પ્રમાણે ચાલીશ.” એમ કહી વિલાસની વાત ઉપર ચડી ગઈ અને બટન દબાવી બત્તી ગુલ કરી પ્રકાશથી ઉદ્દભવતી લજજાને તિલાંજલિ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
કનકનગરમાં બે આચાર્યોની પધરામણી.
૨૦૧
પ્રકરણ ૨૪ મું.
કનકનગરમાં બે આચાર્યોની પધરામણી, દીક્ષાનો બેધ,
લાલભાઈ શેઠની અંધ શ્રદ્ધા, મહાવીર જયંતી. * Happy the man, who early learns the wide chasm that lies between his wishes and powers. - Goethe. - સૂર્યવિજય આચાર્ય તથા તેમના શિષ્ય શુદ્ધિવિજ્યજી વગેરે સાધુઓએ ગાંધારી ગામથી વિહાર કરી માલિકા ગામમાં આવી, શુદ્ધિવિજયે દીક્ષાના મેહમાં ફસાવેલા શશીકાંતને ફાગણ વદ ૧૨ ના દિવસે ગુપ્ત રીતે દીક્ષા આપી, ત્યાંથી એકદમ નીકળી કનકનગર તરફ વિહાર કરવો શરૂ કર્યો. કંચનશ્રી વીગેરે સાધ્વીઓ માલિકાની છુટાં પડી મધુરી ગામ તરફ ગયાં.
શિષ્યના પરિવાર સાથે આચાર્ય સૂર્યવિજય ચિત્ર સુદ ૬ ના રોજ કનકનગરમાં આવી પહોંચ્યા. આ વખતે કેટલાક યુવાનીઆઓએ એવો નિશ્ચય કરે કે તેમના સરઘસ વખતે કાળા વાવટા હાથમાં રાખી “પાછા પધારે” વાળા લેખની પતાકાઓ ફરકાવી સરઘસ કાઢવું, આ વાતની જાણ થવાથી લાલભાઈ શેઠે પોલીસની મદદ માગી પૂરતા બંદોબસ્ત સાથે આચાર્ય સૂર્યવિજયનું સામૈયું કર્યું. સામૈયામાં મેટું બંડ લાવવામાં આવ્યું હતું, લાલભાઈ શેઠના સંબંધીઓ તથા થડાક શ્રીમંત ચુસ્ત ભક્તિ શીવાય ઘણજ ઓછા જૈનેની હાજરી સાજનમાં જણાતી હતી. આ પ્રમાણે લાલભાઈએ સ્વાગત કરી આચાર્યને મેટા ઉપાશ્રયમાં ઉતાર્યો. એમાં પણ લોકોને કચવાટ હતો છતાં લાલભાઈની શરમને લીધે લોકોએ વિરોધ ઉઠાવ્યા નહીં.
કનકનગરમાં સંધને ઘણે મોટો ભાગ આ આચાર્યની વિરૂદ્ધ હતો. ભદ્રાપુરીમાં બનેલાં આચાર્યનાં પરાક્રમ છાપામાં બહાર પડેલાં
છે તે જ સુખી માણસ છે કે જે પિતાની ઈચ્છા અને પોતાની શક્તિ વચ્ચે રહેલી મોટી ખીણ આગળથી સમજી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રકરણ ૨૪ મું.
હોવાથી લોકે તેમને દીક્ષાના એડવોકેટ તરીકે કહેતા હતા. તેમની પક્ષમાં જે લોકો હતા તેમનાં હદય તે તેમના વર્તન પ્રત્યે તિરસ્કાર બતાવતાં હતાં પણ શું કરે? એવા ઘણું પુરૂષો હતા કે જેઓ શ્રીમતના આશ્રિત હતા. વળી કેટલાક અંધ શ્રદ્ધાળુ શ્રીમંતે તેમના ખાસ ભકત હોવાથી તે લેકે આચાર્યનું બહુમાન કરવા પૈસા તેડી નાખતા હતા, આથી આચાર્યનો મદ કમી થતું નહોતું.
બીજા દિવસથી મોટા ઉપાશ્રયે આચાર્ય વ્યાખ્યાન શરૂ કર્યું. લાલભાઈ શેઠ હમેશાં વખતસર વ્યાખ્યાનમાં આવતા. ઉપાશ્રય ચીકાર ભરાઈ જવા લાગ્યા, તેમાં ઘણે માટે ભાગ તમાસે જવા આવતા. કે અહી કોઈ ભદ્રાપુરી જેવો બનાવ બને છે અને કાંઈ જેવાનું મળે છે. અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના સભાસદે પણ મેટી સંખ્યામાં જોવા આવતા. શરૂઆતમાં તો આચાર્યશ્રીએ જરા બીજા વિષયો ઉપર વ્યાખ્યાન શરૂ કર્યું પરંતુ જેમ જેમ પગ જામતે ગયે તેમ તેમ પદ્મવિજય, શાંતિસાગર, વિવેકવિજય, પુષ્પવિજય, ભારતીકુમાર વગેરે જેઓ અયોગ્ય દીક્ષાની વિરૂદ્ધ હતા તેમની ખુબ નિંદા કરવા લાગ્યા, અને દીક્ષાની પ્રશંસા અને ગૃહસ્થાશ્રમ પ્રત્યે તિરસ્કારનાં વ્યાખ્યાન શરૂ કર્યો. એક દિવસ વ્યાખ્યાનમાં ભદ્રાપુરીની માફક શ્રાવક ઉપર ગાળોને વરસાદ વરસાવી આચાર્ય કહેવા લાગ્યા
“હાલમાં કેટલાક અધમ, પાપી, નાતિક અભવી જી નીકળ્યા છે તે દીક્ષાને તેડી પાડવા માગે છે અને ગૃહસ્થાશ્રમને ઠેઠ આસમાન સુધી ચડાવવા માગે છે. ગૃહસ્થાશ્રમ એટલે શું? છકાયના કુટામાં સડબડતા શ્રાવકનું પાપાશય. બીજા શબ્દોમાં કહીએ તે હડહડતી નરકની ખાણ. આવા ગૃહસ્થાશ્રમને વખાણનાર પેલા ચળવળીઆએની શી ગતિ થશે? તેમની મને દયા આવે છે કે અરે ચેતન! ભવીતવ્યતાથી નિગોદ અને નારકીમાંથી નીકળી આ મનુષ્યભવ પામ્યા, તેમાં પણ અન્ય જાતિમાં નહીં જતાં શ્રાવક કુળમાં ઉત્પન્ન થયા
અને ઉત્તમોત્તમ એ જૈનધર્મ પામ્યા છતાં તેમને આવી દુષ્ટ બુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
દીક્ષાને બેધ.
૨૦૩
-.... . . . - - ~ ઉકલી. હાથમાં આવેલા રત્નને કાચને કડકે ગણું ફેંકી દે છે, અહા ! કે તેમને પાપને ઉદય? તેમને જોઈ મારું હૃદય બળી જાય છે. તરણ તારણ સાધુઓ, ભવસાગરથી પાર ઉતારનાર સાધુઓ, દીક્ષા આપી મેક્ષમાં લઈ જનાર સાધુઓ અને જેમને વંદના કરતાં જ પાપ ધોવાઈ જાય એવા સાધુઓના પુણ્યપ્રભાવથી આવેલા વેગને વધાવી નહીં લેતાં તેમની સામે બંડ ઉઠાવવા તૈયાર થયા છે. અને તેમની શી દશા થશે ? સાધુઓની વૈયાવચ કરનારને ભવ કેવો સુધરે છે! ઉત્તમ પ્રકારનાં આહારપાણ આપવાથી કેટલા બધા છો તરી ગયા? એ બધે કેને પ્રતાપ? અમારા જેવા સાધુઓને. આ પ્રમાણે એક સાધુ કેટલા બધા જીવોને તારી શકે છે? મારા જેવા ઘણું સાધુઓ થાય તે જૈનકેમ કેટલી બધી તરી જાય? લોકે કેટલા બધા સુખી થાય ?
કેટલાક ભામટી કે બરાડા પાડે છે કે જેનવસ્તી ઘટી ગઈ, પણ તેવા બરાડાથી શું? અમે ફક્ત ૩૫૦ થી ૪૦૦ સાધુઓ છીએ અને આશરે ૧૫૦૦ સાધ્વીઓ છે. જૈનેની વસ્તી પ્રમાણે તે ઓછામાં ઓછા બે હજાર સાધુઓ અને પાંચ હજાર સાધ્વી જોઈએ. જ્યાં સુધી એટલી સંખ્યા નહીં થાય ત્યાં સુધી જૈનોના ઉદ્ધારની આશા. રાખવી તે આકાશકુસુમવત છે. વર્ધમાન વિધાલય, દવાખાનાં, સુવાવાખાનાં, નિશાળો, બરડીગે, ઇત્યાદિ રાખવાથી કાંઈ પણ ફાયદો નથી, તે તે માત્ર પૈસાનું પાણું છે. તેમાં પૈસા ભરનાર અને તેને લાભ લેનાર નરકને પંથે ચાલી રહ્યા છે, તેમાંથી અધર્મી, નાસ્તિક અને અંગારા પાકે છે. જુઓ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજમાં કણ જોડાયા? તે કેળવણું લેવાવાળા. કેળવાયેલાની પાછળ બીજા પણ ઝંપલાયા. જુઓ આપણ પુણ્યશાળી શેઠ લાલભાઈ અને બીજા શેઠીઆઓ! તેવી કેળવણી તરફ તિરસ્કારથી જુએ છે, તે પુણ્યાત્માઓ મેટા મોટા સંઘે કાઢી કયારનાં તીર્થકરગાત્ર બાંધી ચુક્યા છે. ઉજમણું કરી નામ અમર કર્યો છે. ધન્ય છે લાલભાઈ શેઠને! હમણું થોડા વખત ઉપર સુવર્ણપુરમાં સામટી ત્રણ જણને દીક્ષા અપાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રકરણ ૨૪ મું.
દીક્ષાના વરઘોડા વખતે તેમને હાથી ઉપર બેસાડી સંસારનો છેલો લહાવો લેવડાવ્યો. આ પ્રમાણે કરી તેમના આત્માને ઉદ્ધાર કર્યો અને તેમને સંસારના પારાવાર દુઃખમાંથી મુક્ત કર્યા. તે નવદીક્ષિત શિષ્યો મારી સાથે અત્રે આવેલા છે. વિહારમાં તેમને વડી દીક્ષા પણ આપી છે, તમે તેમની મુખાકૃતિ ઉપરથી સમજી શકશે કે તે કેવા ચાલાક છે.”
કોઈ હરામખોર બકે છે કે આ આચાર્યને તે દીક્ષાનું ગાંડપણ હાલ્યું છે. હું તેને જવાબ આપું છું કે “હા, ગાંડપણ હાલ્યું છે. જે લોકો ધર્મને માટે ગાંડા થાય છે તે જ ખરા ડાહ્યા છે. બસ, અમારે તો દીક્ષા દીક્ષા અને દીક્ષાને બોધ આપવાને છે. દીક્ષા આપવી એજ અમારે ધંધો છે. કેઈ માણસને દીક્ષાને ભાવ થયો કે તરતજ તેને દીક્ષા આપવી જોઈએ. જરા પણ વિલંબ કરવો નહીં. અમે તો ગમે તે આવે તેને દીક્ષા આપવાના. એકસો આઠ ચેલા કરવાને મારે અભિગ્રહ છે. અત્યાર સુધીમાં બાવન જણને દીક્ષા આપી મેક્ષના માર્ગે ચડાવ્યા છે.”
જંબુસ્વામી પછી તો મોક્ષનાં દ્વાર બંધ થયાં છે. બધા મરીને કયાં ભેગા થશે?” એ ઉદ્ગાર સભામાં દૂરથી કોઇના મુખમાંથી નીકળે.
આચાર્ય–“જોયું? સાંભળ્યું ? છે કેઈને અમારા ઉપર શ્રદ્ધા ? તમારા ડાચામાં વાગે તે જડબાતોડ જવાબ મારી પાસે છે, પણ અત્યારે હું ગમ ખાઇ બોલતો નથી, વ્યાખ્યાન પછી મારી પાસે આવજે, ખુલાસો કરીશ. આવી રીતે વ્યાખ્યાન ડોળી નાખનાર અધમીઓની શી ગતિ થશે? મને દયા આવે છે.”
“અમારી દયા ખાવાની જરૂર નથી.” એવો સભામાંથી બીજે ઉદગાર નીકળ્યો.
વચ્ચે લાલભાઈ શેઠ બોલ્યા “મહારાજ ! આપ વ્યાખ્યાન શરૂ રાખો, કેઇના બોલ્યા ઉપર ધ્યાન આપવાની જરૂર નથી.”
આચાર્ય “મારી દીક્ષા પ્રવૃત્તિ વચ્ચે જે કાંઈ વિઘ આવ્યાં ન હોત તો અત્યાર સુધીમાં બીજ ૨૫૭ આત્માનો ઉદ્ધાર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
દીક્ષાને બેધ.
૨૦૫
શકયો હતો. તેથી એમ સમજશો નહતું કે હીંમત હાર્યો છું. પહેલા. કરતાં તો બમણું હીંમત આવી છે. ભર્તૃહરિએ કહ્યું છે કે
प्रारभ्यते न खलु विघ्न भयेन नीचैः । प्रारभ्य विघ्नविहिता विरमन्ति मध्या । विघ्नै पुनः पुनरपि प्रतिहन्यमध्याः ।
प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥ નીચ પુરૂષો વિદનના ભયથી કાર્ય આરંભ કરતા નથી, મધ્યમ પુરૂષનો આરંભ કરે છે પણ તેમાં વિદન આવવાથી કામ છોડી દે છે અને ઉત્તમ પુરષો તે કાર્યને આરંભ કરીને તેમાં વારંવાર વિન આવ્યા છતાં પણ તે કાર્યને છેડી દેતા નથી. તે પ્રમાણે હું મારી દીક્ષાની પ્રવૃત્તિ છોડી દેવાને નથી, ભલે ગમે તેટલાં વિશ્ન આવે તે સહન કરવા તૈયાર છું, પણ દીક્ષા તે આપવાનેજ.”
“સગાં અને સંધની રજા શીવાય દીક્ષા આપી શકાય નહીં તેનું શું?” એ ત્રીજે ઉગાર. સામેથી નીકળ્યો.
આચાર્ય “જોયું લાલભાઈ ! આ તોફાની લોકોનું રૂપક સમજતું નથી. તે લોકો લડવા આવેલા જણાય છે માટે હવે મારા વિચાર એ છે કે આજનું વ્યાખ્યાન બંધ કરું.”
લાલભાઇ તથા બીજા શેઠીઆએ ઉભા થઇ હાથ જોડી કરગરવા લાગ્યા “મહારાજ! આમ તપી ન જાએ, કોઈ બોલે તેનું મેં આપણાથી શી રીતે પકડય?”
મહારાજ ગુસ્સે થઈ બોલ્યા “એવા માણસને સંઘ બહાર મુકવો જોઇએ, લાલભાઇ શેઠ ! આ કાંઈ નાના છોકરાના ખેલ નથી. આ તે આગમની વાતો છે, શાસ્ત્રનાં પાનાં છે, કાંઈ છાપાં નથી. જે કાંઈ બંદોબસ્ત નહીં કરે તો આગળ ખરાબ પરિણામ આવશે.”
જઈએ તો ખરા ! સંધ બહાર શી રીતે મુકાય છે ?” આ પ્રમાણે ચોથો ઉદ્દગાર ટોળામાંથી નીક.
લાલભાઈ પરિસ્થિતિ સૂજી ગયા, તેથી આચાર્યને વિનંતી કરી
અઢાર એ સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬ - ~-- -- --
--* મહારાજ! કેાઈને વ્યાખ્યાનને લાભ લે નથી અને લડવું છે, હવે તો વ્યાખ્યાન ડહોળાઇ ગયું છે, માટે કૃપા કરી બંધ કરે.”
આવી ગરબડ વચ્ચે ચારમાંચ યુવકેએ એકદમ નીચેની છાપેલી પત્રિકાઓ વહેંચી દીધીદીક્ષાના હિમાયતી આચાર્ય સૂર્યવિજયને
સાચી શીખામણ.
(ગઝલ) મુનિશ્રી સૂર્યવિજયજી ! વિઘામાં એક લો અરજી, ન હો કે હો ભલે મરજી, દયા દિલમાં જરા લા. ૧ શું આપ બોધ દીક્ષાને દઈ હમેશ વ્યાખ્યાને ?! જરા વિચાર મન આણે, દયા દિલમાં જરા લા. ૨ યુવાનને ભમાવીને, જુદા પંથે ચડાવીને, દુભાવે છે. કુટુંબને, દયા દિલમાં જરા લાવો. ૩ બની વિરહી રડે નારી, રડે છે માત બિચારી, છતાં છેડે ન હઠ ભારી, દયા દિલમાં જરા લાવો. ૪ કરે રૂદન કુટુંબી જન, ન ભાવે પીવું ખાવું અન્ન, છતાં નવ પીગળે છે મન, દયા દિલમાં જરા લા. ૫ મળે જે કંઈ કહેનારે, કરે છે આપ ધ્રુજારે, નહીં કંઈ કહેવું ગણકારે, દયા દિલમાં જરા લા. ૬ મહાવ્રત પંચને ધારે, દયાને કેમ વિસારે ? મુનિશ્રી આપ વિચારે, દયા દિલમાં જરા લાવો. ૭ સ્વજનને આપ સંતાપી દયાને ધર્મ ઉથાપી, શું રાચે છે પીડા આપી? દયા દિલમાં જરા લા. ૮ ઝુકાવી આપને મસ્તક, મુનિશ્રી વિનવું આ તક, મુકી દોને હવે રકઝક, યા દિલમાં જરા લા. ૯ તણાઈ ધર્મના રાગે જાવ્યું આપની આગે,
મહાસુખ શું વગાગે ? દા.લિપ્ત જરા લા. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
લાલભાઈ(શેઠની અંધ શ્રદ્ધા.
૨૦૭
આ પત્રિકાઓથી ગરબડ ખૂબ વધી પડી. આચાર્યના હાથમાં પણ કેઈએ પત્રિકા મુકી. મહારાજે પ્રથમ ચાર લીટીઓ વાંચી ધિકકારની સાથે ફેંકી દીધી. વાત ચર્ચાવા લાગી. લાલભાઈ વાતાવરણ સમજી ગયા અને તરતજ આચાર્યને ત્યાંથી ઉપર લઈ ગયા કે ધીમે ધીમે સૌ વેરાઈ ગયા.
આ પ્રમાણે વિરોધ થવાથી અને મારામારીને સંભવ લાગવાથી લાલભાઈ અને બીજા ચાર પાંચ શેકીઆએ આચાર્યને ત્યાં નહીં રાખતાં લાલભાઈ શેઠના બંગલાની જોડે તેમને ખાલી બંગલો કે જેનું ના: લાલભવન હતું ત્યાં લઈ ગયા. અહીં તેમના ભકતોની ખાસ મંડળી મળતી હતી. ભકત પૈસાવાળા રહ્યા એટલે તેમના આશ્રિત અને ખાંધીઆઓ આચાર્યની ચાકરીમાં ગોઠવાઈ ગયા. લાલભાઈ શેઠની આસ્થા તેમના ઉપર એટલી બધી બેશી ગયેલી કે તે તેમની આંખેજ દેખતા. મીલના એજંટ હોવાથી કામમાંથી ઉંચા આવી શકતા ન હતા તે પણ ગમે તેમ વખત કાઢી મહારાજની સેવામાં રહેતા.
એક રાત્રે મહારાજ અને લાલભાઈ બંને જણ એકાંતમાં વાતે કરતા હતા તેવામાં આચાર્યે કહ્યું “લાલભાઈ શેઠ ! જુઓ મને પંચાવન વરસ થવા આવ્યાં. મારી જન્મકુંડળીમાં અઠ્ઠાવનમા વરસે કાળ છે, એટલે બાકી ત્રણ વરસ રહ્યાં. મારી પ્રતિજ્ઞા બર ન આવી તે મને ખાત્રી છે કે મારે ફરી પાછે આ ભવ લેવો પડશે માટે તમે ગમે તેમ કરી એકસે આઠ ચેલા પૂરા કરી આપે, હજુ છપન ચેલા ખુટે છે.”
લાલભાઈ–“મહારાજ! હું એજ પેરવીમાં છું, મારી મીલમાં કેટલાક શ્રાવકે છે તેમને લાલચ આપી છે, તેમના કુટુંબમાં કેટલીક વિધવાઓ પણ છે તે પણ તૈયાર થશે, મેં તે ચારે તરફ મારવાડ, કાઠીઆવાડ, ગુજરાત, તથા ઠેઠ મુબઈ, પૂના, ભુસાવળ અને રતલામ કલકત્તા કરાંચી સુધીના પ્રદેશમાં માણસો છોડી દીધા છે.'
આચાર્ય–“શાબાશ ! લાલભાઈ! હું તે એમ સમજતો હતો કે તમે બોલતા નથી એટલે વાત ભૂલી ગયા હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રકરણ ૨૪ મું.
લાલભાઈ-“આ બોલ્યા મહારાજ સાહેબ! હું તે વાત ભૂલી જાઉં? આપને માટે તે પ્રાણ આપવા તૈયાર છું. મારે પૈસે શા કામને છે? ગમે ત્યાંથી ચેલા ભેગા કરી આપું છું. વૈશાખ માસમાં મારા નાના દીકરા નવીનચંદ્રનું લગ્ન કરવાનું છે, હવે વચ્ચે એક માસ રહેલો છે.”
આચાર્ય–“એમ કે ? ત્યારે ઠીક પ્રસંગ આવ્યો છે. લગ્ન પહેલાં અઠ્ઠાઈ ઉત્સવ કરે અને બને તો દસ બાર દીક્ષાઓ અપાવવી, અને દીક્ષા મહોત્સવ પણ ઉજવો.”
લાલભાઈ–“સાહેબ જુઓ તો ખરા ! એક વખત આ શહેરને બતાવું કે ધર્મની ક્રિયાઓ કેવી થાય છે, અન્ય દર્શનીઓ | જાણશે કે જૈનધર્મ કે છે? આપ નિશ્ચિત રહે. બનશે તે દસ બાર પુરૂષોને તે લગ્નપ્રસંગે દીક્ષા આપીશું, અને પછી ચોમાસામાં આજુબાજુના પ્રદેશમાંથી કોઈ કોઈને શેધી કાઢી છાની રીતે રાખી શીયાળામાં દીક્ષા આપી દઈશું. તમારા પક્ષના તમામ સાધુઓને ખબર આપશે કે અમારા માણસને મદદ આપે, બે વરસમાં તમારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. જ્યાં સુધી તમારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી મારે પાન ખાવું નહીં. આજથી બાધા લઉ છું. પચ્ચખાણ આપો.” એમ કહી હાથ જોડયા.
આચાર્ય-ધન્ય છે પુણ્યશાળી લાલભાઈ! મને તે તમારી ખાત્રી છે, મારા સાધુએ ઉપાશ્રયનાં ગુપ્ત સ્થાને અને ખાસ ભક્તિનાં ઘરનાં ગુપ્ત સ્થળે જાણે છે માટે તે બાબત ચિતા કરશે નહીં એમ કહી આચાર્યો પચ્ચખાણ આપ્યું.
લાલભાઈ–“હવે આ સંબંધી અધર જીવ રાખશે નહીં. કદાચ તમારી પાસે મારાથી ઓછું અવાય તો ચિંતા કરવી નહીં. દિવસમાં એક વખત તે આવી જવાને. હવે લગ્નની તૈયારીઓ પણ કરવી પડશે.
એટલામાં એક માણસે આવી છાપેલી જાહેર ખબર લાલભાઇના હાથમાં મુકી. તે લાલભાઈ વાંચવા લાગ્યા. તે જોઇ મહારાજે કહ્યું “શી બાબત છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
લાલભાઈ શેઠની અંધ શ્રદ્ધા.
૨૦૯ ----
લાલભાઇ–“વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી ઉજવવા માટે તેના કાર્યવાહકેએ જાહેર પત્રિકા કાઢી છે. ચૈત્ર સુદ ૧૫ ના રોજ વિદ્યાલયના મકાનમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મીસ્ટર માટનના પ્રમુખપણું નીચે જ્યુબીલી ઉજવવાનું રાખ્યું છે.”
આચાર્ય “જોયું લાલભાઈ શેઠ ? આ મારાથી કેમ ખમાય ? આવા માંસાહારી માણસને વિદ્યાલયમાં લાવી પ્રમુખની ખુરશી ઉપર બેસાડે અને તેના પ્રમુખપણ નીચે મહોત્સવ ઉજવે ! આવું હડહડતું પાપ મારાથી શી રીતે સહન થાય ? તે લોકો જૈનધર્મનું સત્યાનાશ વાળવા બેઠા છે. અંગારા પાક્યા અને બીજા સેંકડો અંગારા પકવવાની ભઠ્ઠીઓ સળગાવી રહ્યા છે. ભાઈ શું કરું? ઘર ફુટે ઘર જાય છે. જ્યારે અમારામાંથી બીજા પાંચ સાત આચાર્યો અને સાધુઓ તેમની પક્ષમાં ભળ્યા. અને ખોટા ઉપદેશ દીધા ત્યારે એ આટલા બધા કાવી ગયા. લાલભાઈ ! તમે તેમાં જશે નહીં અને તમારા ઘરના કોઈ પણ માણસને તેમાં ભાગ લેવા જવા દેશે નહીં. નહીં તે ભ્રષ્ટ થઈ જશે. જેને જવું હોય તે જાય. જનારા સઘળા અભવી છ સમજવા.”
લાલભાઈ–“ અરે ! હું તેમાં પગ દઉં? હું તે તદ્દન વિરૂદ્ધ છું. જે કઈ મદદ કરવા જાય છે તેમને અટકાવવા પ્રયત્ન કરું છું.
જ્યુબીલી ઉજવવા દો. પચીસ વર્ષ સુધી કેવી ટકાવી છે એવું આપણને જણાવવા – અરે ચીડવવા – સીલ્વર જ્યુબીલીનો મહોત્સવ શેધી કા. અઠ્ઠાઈ ઉત્સવ કે ઉજમણાં સુઝતાં નથી અને આવાં ફેકટ ખરચ કરવાં ઉકલે છે. મહારાજ ! એમાં કોઈને દોષ નથી. પાંચમા આરાને મહીમા છે. લોકોને બુદ્ધિ અવળી સુઝવાની. શ્રાવકો તો બગયા પણ આચાર્યોએ એવી સંસ્થાઓ ઉભી કરાવી છે. મોટા પાંચ આચાર્યો તેને પુષ્ટિ આપી રહ્યા છે. તેઓ ગૃહસ્થાશ્રમને વખાણું વખાણું પાણી ચડાવે છે, પણ મહારાજ ! જરૂર તે પસ્તાવાના છે. દીક્ષામાર્ગ શીવાય બીજા કોઈ પણ માર્ગ ઉદ્ધાર નથી. જૈન પાઠશાળાને ઉત્તેજન અપાય તે તો ઠીક, કારણ કે તેમાંથી દીક્ષાના ઉમે
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
^^^
*
*
*
૨૧૦
પ્રકરણ ૨૪ મું. ^^^^ દવારે બહાર પડે છે તેથી બંનેનું સચવાય છે. પણ આવી સંસ્થાથી તે તદન વિરૂદ્ધ છું.” આમ રાત્રે વાતચીત કરી લાલભાઈ પિતાને ત્યાં ગયા. આ લાલભુવનમાં આચાર્ય સવારે પિતાના ભક્તો આગળ વ્યાખ્યાન વાંચતા અને બપોરે તથા રાત્રે દીક્ષાની પ્રવૃત્તિના તડાકા મારતા હતા.
આ વખતે બાજુના ગામમાં વર્ધમાન વિદ્યાલયના સંસ્થાપક આચાર્યશ્રી પદ્મવિજયજી આવેલા હોવાથી અને ચૈત્ર સુદ ૧૩ ના રેજ મહાવીર જયંતી અને સુદ ૧૫ ના રોજ વર્ધમાન વિદ્યાલયની સીવર જયુબીલી ઉજવવાની હોવાથી વિદ્યાલયના કાર્યવાહકે અને નવા જુના વિદ્યાર્થીઓ તેમને ખાસ તેડવા માટે ગયા. આ પદ્ધવિજય આચાર્ય આ સંસ્થામાં રસ લેતા હોવાથી આમંત્રણને સ્વીકાર કર્યો. પદ્યવિજય આચાર્યના આવવાની વાત જાણું હજારે માણસે સામૈયામાં જોડાઈ ગયા. છત્રી વાજાં કે નિશાનડકા કે હાથીની શોભા નહોતી. પરંતુ સ્વયંસેવકો મધુર સાદથી ગાતા ગાતા ચાલતા હતા. આવી અચાનક પધરામણ હોવા છતાં પણ સરઘસ ઘણુંજ મોટું થઈ ગયું. જયજયના પોકાર વચ્ચે આચાર્યશ્રીએ મોટા ઉપાશ્રયમાં મુકામ કીધે. પાટે બિરાજી એક મંગલાચરણ જૈનોને સંભળાવ્યું. પછી વર્ધમાન વિદ્યાલયના સેક્રેટરીએ મોટા અવાજે જાહેર કર્યું કે “ કાલે મહાવીર જયંતી અત્રે સવારના ૮ વાગે ઉજવવાની છે માટે તે પ્રસંગે આચાર્યશ્રી પદ્મવિજયજી મહાવીર ભગવાનનું જીવનચરિત્ર સંભળાવી અપૂર્વ લાભ આપશે. અત્રે જયંતી ઉજવી રહી ગાજતે વાજતે મહાવીરસ્વામીના દેરાસરે દર્શન કરવા જવાનું છે. માટે કાલે જરૂર વહેલા પધારશે. વળી આપને બીજી વિનંતી છે કે આપ જાહેર પત્રિકાઓથી જાણ્યું હશે કે ચૈત્ર સુદ પૂર્ણિમાએ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મીસ્ટર મારટીનના પ્રમુખપણ નીચે વર્ધમાન વિદ્યાલયમાં વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી ઉજવવાની છે માટે તેના મકાનમાં તે દિવસે બપોરે એક વાગે પધારશે. આચાર્યશ્રી પદ્મવિજયજી પણ તે પ્રસંગે પધારવાને છે માટે તેને લાભ લેવા ચુકશે નહીં. વર્ધમાન વિદ્યાલયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
મહાવીર જયંતી.
૨૧૧
~
~
~
-
~
પચીસ વર્ષ પૂરાં થઈ છવીસમું વર્ષ બેસે છે તેની ખુશાલીમાં સીલ્વર જ્યુબીલી ઉજવવાની છે. એ રીતે જાહેર થયા પછી સૌ વેરાઈ ગયાં.
રાત્રે ઉપાશ્રયને ધજાપતાકાથી સારી રીતે શણગારવામાં આવ્યો. બીજા દિવસે આઠ વાગે ઉપાશ્રય ચીકાર ભરાઈ ગયું. શરૂઆતમાં મહાવીર ભગવાનની સ્તુતિ થયા બાદ ત્રણ ચાર વિદ્વાન ગૃહસ્થાએ મહાવીર ભગવાનનું જીવનચરિત્ર કહી સંભળાવ્યું. પછી આચાર્યશ્રી પદ્યવિજયજીએ મધુર અવાજે નીચે પ્રમાણે ટુંક વ્યાખ્યાન આપ્યું
જાણું છું કે તમે અકળાઈ ગયાં છે, તેથી હું દુકામાં પટાવીશ. આગળના વક્તાઓએ મહાવીર ભગવાન કેવા હતા તે તમને કહી સંભળાવ્યું છે, દરેક પર્યુષણ પર્વમાં તેમનું જીવનચરિત્ર સાંભળે છે. આજે તેમનો જન્મદિવસ છે. જન્મ શબ્દ સંભારતાની સાથે આખું તેમનું જીવન સાંભરી આવે છે. લાખો કરોડ – અરે અસંખ્ય માણસો આ ફાની દુનિયાનો ત્યાગ કરીને મરી ગયા, કેમ તેમને આપણે સંભારતા નથી ને મહાવીરને સંભારીએ છીએ ? જ્યારે આપણે તેમનામાં અસાધારણને અપૂર્વશક્તિ દેખી ત્યારેજ. તેમની અસાધારણ શક્તિઓ જુઓ. પહેલી તે તેમની માતૃભક્તિ. ગર્ભવાસમાંજ તે વ્યક્તિ ઉત્પન્ન થઈ. ત્રિશલા માતાની કુખમાં ગભૉવાસમાં જે વખતે મહાવીર ભગવાન હતા તે વખતે તેમને વિચાર થયો કે મારા હાલવાથી મારી માતાને દુઃખ થશે તેથી તેમણે હાલવું બંધ કર્યું. આ પ્રમાણે ગર્ભ હાલતે બંધ થયો કે ત્રિશલા માતાને ચિંતા થઈ. હાય! મારો ગર્ભ કેમ હાલતો નથી ? મરી તે નહીં ગયો હોય ? શું થયું? શું પાપ કર્યું હશે કે આવી સ્થિતિ થઈ? કોઈનાં ધાવતાં છોકરાં વિખુટા પડાવ્યાં હશે! કે મા દીકરાના વિયાગ કરાવ્યા હશે! વગેરે અનેક પ્રકારના તર્કો કરી કલ્પાંત કરવા લાગ્યાં. તેવા સમયે મહાવીર ભગવાને અવધિજ્ઞાન મુકીને જોયું તો માતા શોકસાગરમાં ડુબી ગયેલાં જણાયાં. “અરે આ તો સારું કરવા જતાં ખોટું થયું. માતાને તે સુખને બદલે દુઃખ થયું.” એમ ચિન્તવન કરી મહાવીર ભગવાને પિતાનું અંગ હલાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રકરણ ૨૪ મું.
ગર્ભ હાલવાની સાથે ત્રિશલા માતા ઘણાં જ ખુશી થયાં. તમામ શોક દૂર થયે. માતાની આવી મનોદશા જોઈ તેજ ક્ષણે ભગવાને વિચાર કર્યો કે હજુ મારી માતાએ મારૂં મુખ જોયું નથી છતાં આટલી બધી પ્રીતિ રાખે છે, આટલો બધો મારા પ્રત્યે મોહ રાખે છે તે જ્યારે મારે જન્મ થશે અને મારું પ્રત્યક્ષ મેં જોશે ત્યારે તો તે મારા પ્રત્યે કેટલો બધો રાગ રાખશે? આવો માનો પ્રેમ ! ! આ વિચારની સાથેજ તેમણે સંકલ્પ કર્યો કે માતાની થાતી સુધી દીક્ષા લેવી નહીં. આ રીતે મહાવીર ભગવાને ગર્ભવાસમાં લીધેલા સંકલ્પ પ્રમાણે વર્તન કરી બતાવ્યું. માતાની આજ્ઞા દરેક વખતે માથે ચડાવી પોતાની અઠ્ઠાવીસ વરસની વયે જ્યારે માતા દેવગત થયાં ત્યારે તેમણે દીક્ષા લેવાનો વિચાર તેમના મોટા ભાઈ નંદીવર્ધન આગળ જાહેર કર્યો. મોટા ભાઈએ કહ્યું “ભાઈ મહાવીર ! માતા ગઈ, હવે તમે દીક્ષા લઈ ઘરમાંથી જાઓ એટલે મને શી રીતે ગમશે” એમ કહી આંસુ નાખી કહેવા લાગ્યા બે વરસ રાહ જોઈ કરવું ઘટે તેમ કરજે.” મહાવીર ભગવાને કહ્યું જેવી ભાઈની ઇચ્છા. બે વરસ પછી દીક્ષા લઈશ.” આ પ્રમાણે તે બે વરસ ટક્યા અને ત્રીસમા વર્ષે દીક્ષા લીધી.
ગૃહસ્થો ! આનું નામ દીક્ષા, આનું નામ માતૃભક્તિ, આનું નામ આજ્ઞાનું પાલન, આનું નામ ધર્મ, આનું નામ સત્ય, આનું નામ હદયની શુદ્ધિ અને શાંતિ. મારે આ સ્થળે કહેવું પડે છે કે હાલમાં કેટલાક યુવાન છોકરાઓ માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી, તેમનો તિરસ્કાર કરી દીક્ષા લે છે. અને સાધુઓ માબાપની કે સગાંની સંમતિ શીવાય દીક્ષા આપે છે. આવી દીક્ષાથી શું ફાયદો ? જેણે નવ માસ સુધી ઉદરમાં રાખી પોષણ કર્યું, અને જન્મ થયા પછી જેણે મળમૂત્ર ધોઇ ધવરાવી મેટ કર્યો, તેની આજ્ઞાને ઠેકરે મારી, આંતરડી કકળાવી, તિરસ્કાર કરી છેકરે દીક્ષા લે તે તે પછી ગુરૂનું શું કલ્યાણ કરશે ?
આટલા બધા ઉપકાર કરનાર માને ન ગાંઠે તે પછી ગુરૂને ગાંડી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
મહાવીર જયંતી.
૨૧૩
તેમની આજ્ઞામાં રહી શી રીતે ધર્મ કરશે ? એ દીક્ષાથી કદી પણ ઉદ્ધાર નથી. માતાની ભક્તિ ખૂબ કરવી એમ મહાવીર ભગવાનનું જીવનચરિત્ર ઢેલ વગાડી કહે છે. હવે તેમની બીજી મહાન અસાધારણ શક્તિ તે સહનશીલતા છે. જુઓ તેમના ઉપર કેટલા બધા ઉપસર્ગ થયા છતાં પણ તે સહન કરી પોતાના ધ્યાનમાંથી ન ડગ્યા. મચ્છર, ભમરા અને મધમાખીના ડંખની વેદનાઓ, ચંડકાશિયા નાગના ડુંફવાટા અને તેના ઝેરી ખ, ગશાળાને અસહ્ય ત્રામ, ગોવાળીઆએ કાનમાં મારેલા ખીલા, અને ખીર બનાવવા પગમાં પ્રકટાવેલી અગ્નિની પ્રચંડ વાળા વગેરે ઉપસર્ગે જરા પણ ક્રોધ કર્યો શીવાય શાંતિથી સહન કર્યા. આવી તેમની અજબ સહનશીલતાની શક્તિ! અત્યારે તો મારા જેવા મહાવીરને ભેખ ધારણ કરનાર સહેજ બાબતમાં ક્રોધાવેશમાં આવી ધમપછાડા કરે છે અને મહાવીરના સાધુ થવાને દા કરે છે, ત્યાં પછી ધર્મ કે સમાજનો ઉદ્ધાર કયાંથી થઈ શકે ? સેમ પ્રભાચાર્ય સિંદૂરપ્રકરમાં કહે છે કે –
यो मित्रं मधुनो विकारकरणे संत्राससंपादने । सर्पस्य प्रतिबिम्बमंगदहने सप्तार्चिषः सोदरः। चैतन्यस्य निषूदने विषतरोः सब्रह्मचारी चिरं ।
सक्रोधः कुशलामिलाषकुशलैः प्रोन्मूलमुन्मूल्यताम् ।। અર્થાત પોતાના જીવનના કલ્યાણની ઈચ્છામાં કુશળ પુરૂષોએ bધને મૂળમાંથીજ છેદીને ઉખેડી નાખવો જોઈએ, કારણકે તે ક્રોધ ચિત્તનો વિકાર કરવામાં દારૂને મિત્ર છે, ત્રાસ ઉત્પન્ન કરવામાં સાપના પ્રતિબિંબ રૂપ છે, શરીરને બાળવામાં અગ્નિને ભાઈ છે, જ્ઞાનને નાશ કરવામાં વિપક્ષને સાધર્મિક છે અર્થાત ઝેર સમાન છે.
એવા ક્રોધને મહાવીર ભગવાને બાળીને ભસ્મિભૂત કરી નાખ્યો હતે. માટે મહાવીરના જીવનચરિત્રમાંથી ખરેખર સાર ગ્રહણ કરવાનો
એ છે કે તેમની માફક ક્રોધને મારી શાંતિ ધારણ કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રકરણ ૨૫ મું.
ગૃહસ્થો! આપને ગાજતે વાજતે દેવદર્શન કરવા જવાનું છે માટે આટલું કહી મારું બોલવું સમાપ્ત કરું છું.”
તે પછી ત્યાંથી ઉઠી ગાજતે વાજતે સરઘસ રૂપે તમામ સ્ત્રી પુરૂષ મહાવીરસ્વામીના દેરે દર્શન કરી પોતપોતાને ઘેર વિદાય થયાં.
લાલભુવનમાં સૂર્યવિજય આચાર્યને મહાવીર જયંતી પ્રસંગે મટે વરઘોડે કાઢવાને હતો પરંતુ વાતાવરણ તેમના વિરુદ્ધમાં વધારે હોવાથી માત્ર વ્યાખ્યાનમાંજ ટુંકામાં મહાવીર જયંતી મહોત્સવ પટાવી દેવાની તેમને ફરજ પડી હતી. મેટા ઉપાશ્રયમાં ઉજવાયેલી જયંતીને હેવાલ તેમના કાને પડ્યો. સાંભળી બહુજ બળી ગયા પણ શું કરે ? ભકતોએ મળી વખત આવે વેર લેવાનો નિશ્ચય કરી આચાર્ય પદ્મવિજય અને અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજવાળાને ગાળો ભાંડી વેરાઈ ગયા.
પ્રકરણ ૨૫ મું
વર્ધમાન વિદ્યાલયની સીકવર જ્યુબીલી. * મારૂંવ રાતિ વિ હિતે નિયુ
कान्तेव चाभिरमयत्यपनीय खेदं । लक्ष्मी तनोति वितनोति च दिक्षु कीर्ति ।
किं किन्न साधयति कल्पलतेव विद्या ॥ ચૈત્ર પૂર્ણિમાએ બપોરના એક વાગ્યા પહેલાં “વર્ધમાન વિદ્યાલય"ના ભવ્ય મકાન આગળ બાંધેલા મંડપમાં પુરૂષો અને સ્ત્રીઓ આવવા લાગ્યાં. આચાર્ય પદ્યવિજયજી તથા તેમની સાથે આવનાર
• વિદ્યા માતાની પેઠે રક્ષા કરે છે, પિતાની પેડે હિતમાં જેડે છે, મીની પેઠે ખેદને ટાળી આનંદ આપે છે, લક્ષ્મીને વધારે છે, અને સાથે દિશામાં કીર્તિને વિસ્તારે છે, માટે તે કલ્પલતાની પેઠે શું શું મેળવી આપતી
નથી? અર્થાત બધું મેળવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૧૫
શિષ્યોને બેસવા માટે ઉંચી જગાએ જુદી પાટો ગોઠવી રાખવામાં આવી હતી. મંડપ પણ મેટો વિશાળ બાંધેલો હતો. થોડી વારમાં તે ચિકાર ભરાઈ ગયે. વખતસર પ્રમુખે મંડપમાં પ્રવેશ કરી સ્થાન લીધું કે તેમની પાછળ આચાર્ય પદ્મવિજયજી તેમના કેટલાક શિષ્યો સાથે આવી પાટ ઉપર પોતપોતાના સ્થાને બિરાજમાન થઈ ગયા. આ દેખાવ ઘણજ ભવ્ય અને આકર્ષક લાગતું હતું.
શરૂઆતમાં એક વિદ્યાર્થીએ મધુર સાદે જુસ્સાભેર નીચે કટાવ ગાવો શરૂ કર્યો
(કયવ ) વર્ધમાન વિદ્યાલયનૌકા, પચીસ વર્ષ પૂરાં કરી આજે, ઉર ઉમંગે, અંતર હશે, કરે પ્રવેશ છવીસમા વર્ષે. ઉત્સવ તેને ઉજવાય છે, “સીલ્વર જ્યુબીલી” એ નામે, પ્રકાશ જેને રૂપેરી છે, ચંદ્રિકા સમ શાંતિદાતા. પરમ દયાળુ મહાવીરની કૃપાદ્રષ્ટિએ દિવસ આ ઉજવવાનો પ્રસંગ આવ્યા, જયજય બોલો જય જય બોલો! પચીસ વર્ષ સુધી નૌકાએ જનતા રૂપી મહાસાગરે, સફર કરીને વિજય મેળવ્યો, ચારે પાસે કીર્તિ ગવાઈ. સફરસમયમાં વીરશરણ છે, તેફાનની વાત શું કરીએ ? વીર સાચવે, વીર બચાવે, વીર મુસાફરી પાર ઉતારે. કઈવાર કે ખડક નડે તે, સુકાન મરડી સફર કરે છે, થાય કદી જે વાવાઝોડું, શાંત રહી તે સહન કરે છે. કદી ભયંકર ડુંગર જેવાં મોજાં ઉછળે તો પણ તે તે, વીરપ્રભુના પ્રભાવબળથી શાંત થઈને શમી જાય સૌ. કઈ વાર તે ટૅપડના થાય હુમલા દુશ્મન રૂપે, પણ તેમાંથી સુકાની લો કે ધર્મપસાથે બચાવી લે છે. પચીસ વર્ષની કાર્કીદીથી કીર્તિ જામી આ નૌકાની,
દુશ્મન થાકી દૂર હઠયા છે, નિરાશ થઈને હાથ ઘસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રકરણ ૨૫ મું. આ નૌકાને ઉડાડી દેવા સુરંગ જે જે હતી શત્રુની, તે તે શત્રુથી અથડાઈ પડી ભાગી સૌ પ્રપંચી રચના ખાડે છેદે તે જ પડે છે એ ન્યાયે સૌ શત્રુ હાર્યા, વિજયધ્વજા નૌકાની ફરકી, શ્રદ્ધા ચેટી આ દુનિયાની. આ નૌકામાં બેસી જે જે સફર કરે છે તે તે સર્વે, પાર ઉતરે નિર્ભય રીતે, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. જેવો સીલ્વર જ્યુબીલીને ઉત્સવ આજે ઉજવાયે છે, તે ઉત્સવ સુવર્ણ કેરે ઉજવાઓ આ કનકનગરમાં. દિન દિન ચડતી નૌકાની હે, પ્રભુપ્રાર્થના એજ અમારી, વિદ્યાર્થી રૂપ મુસાફરોની સફર થાય સૌ સફળ સુખેથી. એવી જનતાને સુખદાયક વર્ધમાન વિદ્યાલય નૌકા અમર રહો આ ભારતવ, મહા સુખ ને શાંતિ માંહે. જય જય બોલો જય જય બોલો ! મહાવીરનો જયજય બોલો!
શાંતિ શાંતિ ઓમ ! શાંતિ શાંતિ એમ!
એમ ! શાંતિ ! શાંતિ ! શાંતિ ! આ કટાવથી શ્રાતાજના ઉત્સાહમાં ખૂબ જાગૃતિ આવી, અને એકદમ શાંતિ ફેલાઈ ગઈ. પછી સેક્રેટરીએ મોટા અવાજે સભા ભરવાને હેતુ કહી સંભળાવી, આ સભાના પ્રમુખ તરીકે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મીસ્ટર માટનને નીમવા દરખાસ્ત રજુ કરી, અને તેને જુદા જુદા ગૃહ તરફથી અનુમોદન મળતાં તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓ પ્રમુખ સ્થાને બિરાજમાન થયા. તે પછી પ્રમુખની આજ્ઞાથી વર્ધમાન વિદ્યાલયના વ્યવસ્થાપક મંડળના કાયમના પ્રમુખે મોટા અવાજે વર્ધમાન વિદ્યાલયને પચીસ વર્ષને હેવાલ સવિસ્તર વાંચી સંભળાવ્યું. તેમાં તેના સંસ્થાપક તરીકે પદ્મવિજયનું નામ જાહેર થતાં ખૂબ જોરથી તાળીઓ પડી. પ્રમુખને ગુજરાતી ભાષાનું ભાગ્યે તુટયું જ્ઞાન હોવાથી તેમની જોડે બેઠેલા વિદ્યાલયના પેટ્રન રા. બ. ભારતીકુમાર વિશ્વકુમાર પ્રમુખને દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કરી અને તે જ રીતે
Page #234
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૧૭
હકીકત અંગ્રેજીમાં સમજાવતા હતા. આચાર્ય પદ્મવિજયના નામથી તાળી પડવાથી આચાર્યના જીવનચરિત્રની અને તેમની પ્રવૃત્તિની ટુંકામાં માહીતી આપતા હતા.
ત્યાર બાદ સેક્રેટરીએ આ સંસ્થા ઉપર જ્યુબીલી પ્રસંગે આવેલા મુબારકબાદીના તારે તથા પત્ર વાંચી સંભળાવતાં આનંદના આવેશમાં આવી જણાવ્યું “માનવંતા પ્રમુખ સાહેબ, પૂજ્ય મુનિમહારાજે ગૃહસ્થ અને એનો ! આ સંસ્થા પ્રત્યે લોકોની કેટલી બધી લાગણું છે તે નીચે આવેલી ભેટ ઉપરથી સમજાશે” એમ કહી આવેલી મોટી રકમે સાથે નામે વાંચી સંભળાવી પ્રસન્ન મુખે જણાવ્યું “આ ઉપરથી આપને ખ્યાલ આવશે કે કુલ સે ગૃહસ્થ તરફથી આશરે એક લાખ રૂપીઆ આ જ્યુબીલી પ્રસંગે ભેટ તરીકે મળે છે.” આ શબ્દોની સાથે તાળીઓના ગડગડાટ ચાલી રહ્યા અને એવો ઉત્સાહ જાગૃત થયે કે બિરાજમાન થયેલા ગૃહસ્થ પણ આંક ભરી નામ લખી ઉપરા ઉપર ચીડીઓ મેકલવા લાગ્યા. અરધા કલાકમાં બીજા પચાસ હજારની ભેટ આવી ગઈ. ત્યાર બાદ આચાર્યશ્રી પાવિજયજીએ મોટા અવાજે પાટ ઉપર બેઠે બેઠે ભાષણ શરૂ કર્યું–
પ્રમુખ મહાશય અને ગૃહસ્થ ! આ વર્ધમાન વિદ્યાલય એક મહા કલ્પવૃક્ષ બરાબર છે. (તાળીઓ) તમારી તમામ ઈચ્છાએ અને મહત્વાકાંક્ષાઓ પૂરી પાડવા શક્તિમાન છે. આચાર્યશ્રી વિજયહીર સૂરીશ્વર અને અકબર શહેનશાહ વખતે તમે આશરે ચાળીસ લાખ જેને આ ભારતવર્ષમાં હતા. હાલ માત્ર પોણાબાર લાખ જનો છે. દર સાલ આઠ આઠ હજાર કમી થતા જાઓ છે, આ પ્રમાણે ઘટાડે ચાલુ રહેશે તો દઢ સંકામાં તમારું નામ નિશાન રહેશે કે કેમ તેની મને શંકા છે. જમાનાને ઓળખે. આજુબાજુની દુનિયા તરફ દૃષ્ટિ કરે. તમારી આસપાસની કેમ આગળ વધતી રહી છે અને તમે આગળ નહીં વધે તે તમારી બુરી દશા થશે. જ્ઞાન સંપાદન કરો. રાજકીય પ્રકરણમાં આગળ ધસે, ન્યાયની કચેરીમાં કે મુલકી કારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રકરણ ૨૫ મું.
ભારમાં અને લશ્કરી તાલીમમાં માથું મારે, દરેક ખાતામાં હોદ્દા ધરાવેલ, વેપારી તે છે પણ સટ્ટાના વેપારમાં પડી પાયમાલ ન થાઓ, કેળવણું સંપાદન કરી દુનિયાના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી વેપારને ખૂબ કેળવી બીજાઓના હાથમાં ગયેલો વેપાર પાછો મેળવો. સારા ઈજનેરે પાકો, સારા વકીલે અને બેરીસ્ટર થાઓ, બાહોશ ડોકટરે બને, સારા વિજ્ઞાની નીવડે. એમ જુદી જુદી વિદ્યા પ્રાપ્ત કરી સાથે સાથે જૈનધર્મ અને તેના સિદ્ધાંત સમજી જૈનધર્મને દીપાવો. અફસોસની વાત છે કે હીંદી મહાસભામાં નાની નાની કેમે પિતાના હક માગે પણ જનકેમને પિકારજ નહીં. કોણ પિકાર કરે? પિકાર કરવાની તાકાદ જોઈએ. પરિસ્થિતિને સમજીને સમજાવવાની શક્તિ જોઈએ. આ શક્તિઓ પૂરી પાડનાર આ વર્ધમાન વિદ્યાલય છે. આ વિદ્યાલય રૂપ કલ્પવૃક્ષ આજે તે પચીસ વર્ષ પૂરાં કરી છવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે. તેને પાણીનું ખૂબ સિંચન કરે. આવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવશે તેજ તમારું ભવિષ્ય સુધરવાની આશા છે. તેમાંથી નરરત્ન મકશે અને તેજ રને જાતે શેભી જૈનજનતાને શોભાવી શકશે. વિદ્યારૂપી અલંકારેથી કાયાને દીપાવે. તે જ ખરા અલંકારે છે. ભર્તુહરિ કવિ કહે છે કે –
केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चंद्रोज्ज्वला । न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मर्धजाः । वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते।
क्षीयन्ते खलु भूषणानि सततं वागभूषणं भूषणम् ॥
અર્થાત બાજુબંધથી, ચંદ્ર જેવા ચળકતા હારથી, સ્નાનથી, ચંદન વગેરેના લેપનથી, ફૂલથી, શુભાવેલા વાળથી પુરૂષ શોભતો નથી પરંતુ જે સંસ્કારવાળી વાણી વિદ્વાને ધારણ કરે છે તે વાણથીજ પુરૂષ શેભે છે. તમામ ભૂષણે નાશ પામે છે માટે વાણીરૂપ
ભૂષણ એજ ખરું ભૂષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૧૯
આ સંસ્થામાંથી વિદ્યાથી વિભૂષિત થયેલા વિદ્યાથીઓ પાકશે, તે જ સારાસારને વિચાર કરી શકશે, તેજ પ્રાચીન અને અર્વાચીનની તૂલના કરી વિવેકબુદ્ધિથી સમયસૂચકતા વાપરી વિદ્યાના બળથી જનસમાજને બંધ બેસતા સુધારાની ચેજના તેમના હાથેજ ઘડશે. જુની પુરાણી વાતે કરવાથી કાંઈ વળવાનું નથી. ટૂંકામાં એ કે જેમ નટ દેર ઉપર નજર રાખી પિતાના ખેલ કરે છે તેમ તમે પણ જમાના સામી નજર રાખી તમારી પ્રવૃત્તિઓ ચલાવો. તેમાંજ તમારા વિજયની ચાવી છે. ઓમ શાંતિ ! શાંતિ ! શાંતિ !'
તે પછી પ્રમુખ સાહેબે અંગ્રેજીમાં ભાષણ કરતાં જણાવ્યું– “ધર્મગુરૂઓ, સન્નારીઓ અને ગૃહસ્થ ! જાણીને ખુશી થયો છું કે પચીસ વર્ષમાં આ સંસ્થાએ ઘણું સારી પ્રગતિ કરી છે. રીપોર્ટ ઉપરથી જણાય છે કે લગભગ પચીસ વર્ષમાં આશરે ચારસો વિદ્યાથીઓ ઉચ્ચ કેળવણ લઈ બહાર પડયા છે અને તેઓ નાના મોટા ધંધામાં અને નેકરીમાં જોડાઈ ગયા છે. હાલમાં ત્રણ વિદ્યાર્થીઓ લાભ લે છે. વળી તે સાથે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેથી. જે વિદ્યાર્થીઓ નીકળે છે તે ખરા જન તરીકે બહાર પડે છે.
આજે ખાસ મારું ધ્યાન આપના વયોવૃદ્ધ આચાર્ય મહારાજ ખેંચી રહ્યા છે. તેઓ આવી સંસ્થાઓ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આ વિદ્યાલયના ઉત્પાદક તરીકે એઓ છે તે ખુશી થવા જેવું છે. (તાળીઓ) આવી રીતે સાધુએ ઉપદેશ કરી કામ કરે તે જરૂર જૈનની ઉન્નતિ થાય. ઉપદેશકેની ફરજ છે કે તેમણે ચાલુ પરિસ્થિતિ, સંયોગો અને જમાના તરફ નજર રાખી કામ કરવું જોઈએ. તેમ કરવાથીજ ધારેલે હેતુ બર આવી શકે છે.
વિદ્યાના બળ વડે જ દેશ આગળ વધી શકે છે, તે જ સારા સુધારા કરી શકે છે. વિદ્યાથીજ મનુષ્યજીવન ઉજવળ દેખાય છે. જ્યાં અજ્ઞાન ત્યાં અંધકાર હોય છે. આ પ્રસંગે મને અંગ્રેજ લેખક એડીસનના. શબ્દો યાદ આવે છે. તે કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પ્રકરણ ૨૫ મું.
*“ How different is the view of past life, in the man who is grown old in knowledge and wisdom, from that of him who is grown old in ignorance and folly ! The latter is like the owner of a barren country that fills his eye with the prospect of naked hills and plains, which produce nothing either profitable or ornamental; the other beholds a beautiful spacious landscape divided into deli. ghtful gardens, green meadows, fruitful fields, and can scarce cast his eye on a single spot of his possession that is not covered with some beautiful plant and flower."
વિદ્યા આ પ્રમાણે જીવનનો ફેરફાર કરી શકે છે. અનુભવી લોકે કહે છે કે “સમયની સાથે ચાલો” આ વાત બીલકુલ સત્ય છે. પ્રાચીન કાળમાં ઘોડા અને બળદના ખટારામાં બેશી મુસાફરી કરતા હતા તે વાત હવે રેલવે અને એરપ્લેનના વખતમાં શી રીતે બંધ બેસતી થઈ પડે? તમારા ધર્મગુરૂ કહે છે કે જમાના ઉપર નજર રાખી આવી સંસ્થાઓને ઉત્તેજન આપે એ વાત તમારે લક્ષ બહાર કાઢવાની નથી. તમારી કામમાં આવા ઉપદેશ આપનાર ધર્મગુરૂઓની જરૂર છે. (તાળીઓ)
* વિદ્યાજ્ઞાન અને ડહાપણમાં જીવનને વખત ગુજારી પાકી ઉમરે પહચેલા માણસના ગત જીવનનું સ્વરૂપ, અજ્ઞાન અને જાડય બુદ્ધિમાં જીવનને વખત ગુમાવી પાકી ઉમરે પહોંચેલા માણસના ગત જીવનના સ્વરૂપ સાથે સરખાવતાં અતિશય ભિન્ન હોય છે; બીજે માણસ અર્થાત અજ્ઞાનમાં અંદગી ગુમાવનાર એક વેરાન પ્રદેશના માલીક સમાન છે, કે જે પ્રદેશ, નથી રમણીય કે ફાયદાકારક એવા શુષ્ક ટેકરા અને મેદાનને દેખાવ દૃષ્ટિ આગળ ધરે છે; પ્રથમ માણસ અર્થાત્ જ્ઞાનમાં જીવનને ગુજારનાર, સુંદર અને વિસ્તીર્ણ ભૂ પ્રદેશનું અવલોકન કરે છે કે જે પ્રદશેની, આનંદજન્ય ઉદ્યાન, લીલાં મેદાન અને ફળદાયક ક્ષેત્રમાં નાના પ્રકારે રચના થયેલી હોય છે અને જે સુંદર વનસ્પતી અને પુષ્પથી અલંકૃત અને આચ્છાદન નહીં હોય એવું સ્વસ્થાન
તેને ભાગ્યે જ દષ્ટિગોચર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૨૧
ગૃહસ્થ ! મને ક્ષમા કરશે. આ સ્થળે મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે હાલમાં તમારા કેટલાક ધર્મગુરૂએ ચેલા મુંડવાના કારભારમાં પડી ગયા છે. તે વાત ઘણીજ ચર્ચાય છે, સરકારના કાને પણ આવી છે, ધારાસભામાં તે વાત મુકાઈ છે. વળી કેટલાક સાધુઓ ઉપર ફેજદારી કેસ પણ થવાનો સંભવ છે (સાંભળો! સાંભળો) પોલીસ સખ્તાઈથી પગલાં ભરવા લાગી છે, અને છુપી પોલીસ પણ બારીકાઈથી તપાસ કરે છે. આ તમારા માટે કેટલું બધું શરમાવા જેવું છે? જે કમને, શાંતિને ચહાનારી, દુશ્મનનું પણ ભલું ઈચ્છનારી, હિંસાને ધિક્કારનારી, પાપથી ડરનારી કહેવામાં આવે છે તે કામના ખાસ ધર્મગુરૂઓ અને તેમના ભક્ત ભયંકર ઉજદારી ગુન્હા કરે અને સરકારને સત્સઇનાં પગલાં ભરવાં પડે તે જૈને માટે નામોશી ભરેલું નથી ? સરકાર ધર્મગુરૂઓ પ્રત્યે અત્યાર સુધી માનની દૃષ્ટિથી જોતી આવી છે અને હાલ પણ જુએ છે અને મોટા મોટા આચાર્યો જાણ કેટલુંક દરગુજર કરે છે, કેરટમાં તેમને મોભો જાળવે છે પણ જ્યારે ખુદ સાધુએજ દીક્ષાના નામે ભયંકર ગુન્હાઓ કરનાર થયા છે તે પછી સરકાર જરૂર સાધુઓ અને તેમની દીક્ષા પ્રવૃત્તિ ઉપર સન્ત અંકુશ મુકશે.
વળી તે સાથે મારે તમને આ પ્રસંગે જણાવી દેવું જોઈએ કે તમારામાંથી કેટલાક જૈનો એવા સાધુઓને ઉત્તેજન આપી રહ્યા છે. તેમના બળ ઉપરજ સાધુઓ અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. તેજ બહોળા હાથે પૈસા ખરચી એવા સાધુઓને મદદ કરી રહ્યા છે એમ મારા જાણવામાં આવ્યું છે. તમે જે તેમને ઉત્તેજન ન આપે તે તેમની પ્રવૃત્તિ આપોઆપ તૂટી જાય.
મારા ન્યાયખાતામાં પણ આ બાબત સરકાર સાથે લખાપટી ચાલી રહી છે. હું તમને સલાહ આપું છું કે તેવા સાધુઓને ન્યાય તમે કરે. સારા સારા અનુભવી ન્યાયી અને પ્રમાણિક ઘરડા માણસની કમીટી નીમે અને તે દ્વારા તપાસ કરે. જે જે સાધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રકરણ ૨૫ મું.
ગુન્હેગારે જણાય તેમને સાધુ સંસ્થામાંથી દૂર કરે, અને તે બાબતની જાહેર જનતાને ખબર આપે. અત્રે બિરાજમાન થયેલા આચાર્ય જેવા સાધુઓને સાધુસમાજ બનાવો, તેવાઓથીજ ફાયદો છે. (તાળીઓ) હું તો તમારા ભલાની ખાતરજ સલાહ આપું છું. કેઈની લાગણું દુખવવાનો મારે હેતુ નથી.
છેવટમાં જણાવતાં આનંદ અને સંતોષ થાય છે કે કે આવી સંસ્થાથી શા ફાયદા છે તે સમજતા થયા છે, અને તેજ કારણથી આજે દોઢ લાખ રૂપીઆની વૃષ્ટિ થઈ (તાળીઓ). શ્રીમંત ગૃહસ્થને મારી વિનંતી છે કે આવી સંસ્થાઓને ખુબ ઉત્તેજન આપે. તમારી કોલેજ બનાવો, તમારી યુનીવર્સીટી બનાવો, બહારના જ્ઞાન સાથે તમારા ધર્મનું શિક્ષણ મળવાથી સારા જ પાકશે, અને તેજ તમારા ધર્મને અને સમાજનો ઉદ્ધાર કરશે (તાળીઓ). જુના પુરાણું રીવાજોમાં ફેરફાર કરે. જમાનો ઓળખે, દીક્ષાઓ આપવી છેડી દો. કે મારા જેવો ઘરડો ઉમેદવાર અગર કે પૂરે વૈરાગી અને લાયક વિદ્વાન પુરૂષ દીક્ષા લેતે હોય તે તેને દીક્ષા આપે (હસાહસ). પણ યુવાન છોકરા છોકરીઓને તે ખૂબ કેળવણી આપી ભણુ, તેમને ચેલા ચેલીઓ થવા દેશે નહીં. તેમને દીક્ષા આપવાથી સારાને બદલે બેટું પરિણામ આવે છે. તે હું અત્યાર સુધીના બીજા દેશના અને આ દેશના અનુભવ ઉપરથી કહી શકું છું. ગૃહસ્થ ! હું સર્વને અને ખાક કરી આ આચાર્યશ્રીને ઉપકાર માની આ વિદ્યાલયની ફત્તેહ ઇચ્છી ભવિષ્યમાં સુવર્ણ જ્યુબીલી ઉજવવાને પ્રસંગ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી બેશી જવાની રજા લઉં છું.”
શિષ્ટાચાર પ્રમાણે પરસ્પર ઉપકાર મનાયા બાદ સીલ્વર જ્યુબીલી મહોત્સવને મેળાવડે વિસર્જન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષોને દીક્ષા મહોત્સવ. ૨૨૩
પ્રકરણ ૨૬ મું.
લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષને દીક્ષા મહોત્સવનો વરઘોડા,
* Oh! it is excellent, To have giant's strength; but it is tyrrannous To use it lik a giant. -Shakespeare.
પુત્રના લગ્નના પહેલાં શેઠ લાલભાઈએ કનકનગરમાં ઉજમણાની અને દીક્ષા સમારંભની પ્રવૃત્તિ શરૂ કરી. આચાર્ય સૂર્યવિજયના અભિગ્રહ પ્રમાણે એકસો આઠ ચેલા પૈકી બાકી રહેલા છપન ચેલા આચાર્યને કરી આપવા માટે પાનની લીધેલી પ્રતિજ્ઞા પૂરી કરવા લાલભાઈ શેઠે પિતાની મીલના નોકરીમાંથી તથા કેટલાક ગરીબ આશ્રિતમાંથી સાત પુરૂષોને દમ, ભય, પ્રપંચ, યુક્તિ, પ્રયુક્તિ લાલચ એમ અનેક સાધનને ઉપયોગ કરી દીક્ષા લેવા માટે ઉભા કર્યા.
આ સાત પુરૂષોની બેકારીની લાચારીથી ઉદ્દભવતી દીક્ષાથી કકળી ઉઠેલી તેમનાં કુટુંબીજનેની આંતરડીનું રૂધિર પીવાને આચાર્યની તત્પર થએલી પિપાસાને તૃપ્ત કરવા શેઠ લાલભાઈએ ખાસ ચડસને લઈને મોટા પાયા ઉપર ખાનગી રીતે તૈયારીઓ કરવા માંડી. ઉભા કરેલા ઉમેદવારોમાંથી ત્રણ જણ તે કાંઈક જનધર્મનું જાણતા હતા પરંતુ બાકીના ચાર મહાત્માઓ તે સાવ નિરક્ષર હતા. દરેકને સારી રકમની લાલચ આપી તેમના અને તેમના કુટુંબના કચવાટને અને તેમના અંતરના દુઃખના અવાજને દાબી રાખ્યો હતો. આ કામમાં લાલભાઈ કાંકરાની માફક પૈસા ખરચતા હતા. કોઇને કેમ સમજાવી અંધારામાં રાખવા, કોઇને કેમ સંતાડી નસાડવા, વગેરે
• રાક્ષસના બળની પ્રાપ્તિ હેવી તે ખરેખર શ્રેષ્ઠ છે. પણ તેને ઉપગ રાક્ષસની માફક કરવો તે નિર્દયપણું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪ પ્રકરણ ૨૬ મું.
, mmmnum અનેક પ્રકારના અનર્થો ધર્મના બહાને નીચે લાલભાઈ અને તેમના ખાંધીઆઓ સેવતા હતા. બસ દીક્ષાથી જ ધર્મોં ઉદ્ધાર છે, તે શિવાય બીજો એક પણ માર્ગ નથી એમ સમજી દીક્ષાની પાછળ લાલભાઈ ઘહેલા થઈને ફરતા હતા.
સૂર્યવિજયને સિદ્ધાંત એ હતું કે છેને ગમે તે નિરક્ષર, રેગી, દુરાચારી સ્વછંદી ચેલો આવે તે પણ તેની તેમને દરકાર નહોતી. બસ, તેણે શરીરે પીળા કપડે ધારણ કર્યો એટલે તેમાં જ તેના આત્માને અને જનધર્મને ઉદ્ધાર થઈ ગયો. લખતાં વાંચતાં નહીં આવડતું હોય તે શ્રાવકોના ખરચે પંડીત રાખી ભણાવવામાં આવશે, ખરચને જે ક્યાં સાધુઓને ઉપાડવાનો છે કે જેથી તેમને તેમના પગારની ચિંતા હેય; ચેલા માંદા રહેશે તે ઘણાએ શ્રાવકે પૈસા ખરચી વૈદ્ય અને ડ્રૉકટરે બેલાવી દવાઓ કરશે; તેનું બીલ ગૃહસ્થ ભરશે. ગૃહસ્થના પૈસા સાધુના કામમાં નહીં આવે તે બીજા શા કામમાં આવશે? તેથી વધુ સદુપયોગ બીજે હાઈ શકે ? સાધુ છે તે તેમના ઉપદેશ દ્વારા દેરાસર બંધાવી શકાશે, માટે સાધુ પ્રથમ અને પછી દેવ, દેરાસર કે સંઘ, એવા પ્રકારની માન્યતા સૂર્યવિજયના મગજમાં વાસ કરી રહી હતી.
એક બાજુ ખાનગી રીતે લાલભાઈ શેઠ દીક્ષા પ્રવૃત્તિ ચલાવી રહ્યા અને બીજી બાજુ ઘણું મેટા આડંબરથી પોતાના બંગલાની પાસે ખાસ મંડપ બાંધી ઉજમણું માંડયું. દેખાવ ઘણે આકર્ષક બનાવવા ગિરનાર અને શત્રુંજયના ડુંગરની અલૌકિક રચના કરવામાં આવી. દરરોજ સેંકડે માણસ દર્શન કરવા આવ જ કરવા લાગ્યાં. સ્ત્રી પુરૂષોની ગીરદીને પાર રહ્યો નહીં, પડે તેના કકડા, સ્ત્રીઓની આબરૂ પણ પૂરી જળવાય નહીં. રાત્રે વીજળીની બત્તીએની એવી મનહર રચના કરવામાં આવી હતી કે સ્ત્રી પુરૂષો ખાસ કરીને રેશની જોવાની ખાતર રાત્રે દર્શન કરવા આવતાં. આવા પ્રસંગે તેફાની લો કે કાંઇક યુક્તિથી વીજળીના તાર તેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષોને દીક્ષા મહોત્સવ. ૨૨૫
નાખી લાઈટ બંધ કરી અંધારામાં તોફાન કરવા પણ પાછા હતા નહેતા. એવા અચાનક અંધારામાં સ્ત્રીઓની કેવી દુર્દશા થતી હશે તેને વિચાર જેનો ગંભીરપણે કરશે. શું આવા પ્રસંગે જૈનબંધુઓની દૃષ્ટિમાં કદી નથી આવ્યા? ધર્મના એક સીધા કામમાં આડકતરી રીતે બીજા અનેક અધર્મો થાય તે માટે તેવા ધર્મના કામનો આરંભ કરનારે દીર્ઘ દૃષ્ટિ પહોંચાડી પૂરેપૂરે વિચાર કરવો જોઈએ. સ્ત્રીઓ બિચારી દર્શન માટે આવે અને તેમાં પોતાની લાજને હાની પહોંચે
એ પ્રસંગ આવે તે માટે શું કામ આરંભ કરનાર ગુહાને પાત્ર નથી? શું તે બાબત તેમણે સંભાળવાની નથી? પુણ્ય કરતાં પાપનું વધારે પોષણ થાય તે તરફ ધ્યાન આપી વિવેકદૃષ્ટિ રાખવાની નથી ?
આ ઉજમણુને વરઘોડે વૈશાખ સુદ ૧૩ ના રોજ ચડવાને હતો અને તે દિવસે તે નિમિત્તે નવકારથી જમાડવાની હતી પરંતુ લાલભાઈના ઘરમાં સ્ત્રીમંડળમાં અડચણને અંતરાય પૂરો થયેલો નહીં હવાથી આચાર્ય સૂર્યવિજયે સુદ ૧૩ ને બદલે સુદ ૧૪ ના રોજ વરડે ચડાવવા અને તે જ દિવસે અર્થાત સુદ ૧૪ જેવી ભારે તિથિના દિવસે નવકારશ્રી જમાડવા સુચના કરી. આ વખતે કેટલાકે વાંધા ઉઠાવ્યા પણ આચાર્યો સાફ જણાવી દીધું કે “આવા ધર્મના કામમાં ચૌદશના દિવસે નવકારશ્રી જમાડવામાં શાસ્ત્રને બાધ આવી શકતે નથી. શાસ્ત્રમાં તેવી છુટ છે.” આથી ચૌદશના રોજ વરઘોડે ચડ્યો ને નવકારશ્રી જી. કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ નવકારશ્રી તુટશે એવા ભયથી તે વાત જતી કરી હતી. તે પણ પાછળથી તેની ચર્ચા જનતામાં વધારે ચાલી. “ચતુર્દશીના દિવસે સ્વામીવત્સલ થાય કે કેમ?” “ચાલુ જમાનાનું ચતુર્દશીનું અચ્છેરું' એવા મથાળાવાળા લેઓ બીજા દિવસે વર્તમાન પત્રોમાં પ્રકટ થયા.
આ ઉજમણુની આવી રીતે પૂર્ણાહૂતિ થઈ કે બે દિવસ પછી એટલે કે વદ ૧ ના દિવસે પેલા સસ મહર્થીિઓને દીક્ષા આપવાને વરઘોડો ચડાવવાનું મુહૂર્ત નિધારવામાં આવ્યું. લાલભાઈ શેઠ મેટા
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રકરણ ૨૬ મું.
મીલએજંટ હોવાથી સરકારમાં તેમજ વેપારીવર્ગમાં સારી લાગવગ ધરાવતા હતા. તે લાગવગને ઉપયોગ કરવાની આ ટાણે સારી તક મળી. ભદ્રાપુરીના દીક્ષાના વરઘેડાની માફક આ વરઘોડામાં પણ મીલીટરી બંડની ગોઠવણ કરવામાં આવી. દીક્ષાના સાતે ઉમેદવારને ઉમદા પિશાક પહેરાવી શણગારી રાજકુમાર જેવા બનાવી જુદી જુદી બબ્બે ઘડાની ગાડીમાં બેસાડવામાં આવ્યા. દરેક ગાડી આગળ બડ, સાજન આગળ બંડ, સ્ત્રીઓ આગળ ભૈ, એમ આખે વડે એડમય બનાવી દીધો પરંતુ અંદરથી લાલભાઈનું હૃદય કંપતું હોવાથી પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર પડી હતી. તોપણ ચડસને લઇને પિતાનાથી બની શકે તેટલા પૂરભપકાથી લાલભાઇએ વરઘોડે ચડાવ્યો.
લાલભાઈશેઠની ધર્મપત્ની હરકોઈબાઈને તો આવી પ્રવૃત્તિ બરાબર રૂચતી નહતી પણ શું કરે? તે લાલભાઇના દબાણ આગળ લાચાર હતી, તેથી સ્ત્રીમંડળમાં જે કે તે આગેવાની ભરેલો ભાગ લેતી હતી છતાં તે બધું વગર મનથી કરતી હતી. વરઘેડ ચાલવા માંડ્યો કે આ પ્રસંગને અનુસરતું, કોઈ જાણભેદુએ દીક્ષાર્થીઓનાં નામ સાથેનું તૈયાર કરેલું ધળ એક સ્ત્રીએ મધુર સાથે નીચે પ્રમાણે ગાવું શરૂ કર્યું
દીક્ષાને વરઘોડ!! (વ્યાજસ્તુતિ અલંકાર.)
[ રાગ-ધોળ. ચાલો બેને! દીક્ષાને વરઘોડામાં. વરઘોડાની શોભા છે અપાર, દિસે મનોહાર. દીક્ષાને દીપાવીએ. ૧ શાસનપ્રેમી ધર્મી લાલભાઈ છે, એવાં પત્ની છે હરકેરબાઈ, કેવી શ્રીમંતાઈ? દીક્ષાને દીપાવીએ. ૨ શેઠ લાલભાઈએ ડંકે કર્યો,
સાત દીક્ષાના ઉમેદવાર, કર્યા છે તૈયાર. દીક્ષાને દીપાવીએ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
સપ્ત પુરૂને દીક્ષા મહોત્સવને વરઘડે. ર૨૭ આગળ ધજા ઉડે ગગનમાં, ડકે વાગી આપે છે જાણ, ફરકે છે નિશાન. દીક્ષાને દીપાવીએ. ૪ છત્રીવાજે વાગે પુરાસુરથી જેવા આવે છે નગરના લેક, મળી કેક. દીક્ષાને દીપાવીએ. ૫ જુદી જુદી ગાડીમાં બિરાજ્યા છે સાત દીક્ષાના ઉમેદવાર, કે છે શણગાર ! દીક્ષાને દીપાવીએ. ૬ એવા સાત મહાત્માએ નીકળ્યા, છોડીને ઘરબાર સંસાર, વરવા મુક્તિનાર. દીક્ષાને દીપાવીએ. ૭ ગુણે તેમના મુખે શું ગાઈએ ! એક એકથી ચડીઆતા સાત,કેવી ન્યાત જાત ! દીક્ષાને દીપાવીએ. ૮ કેવા કેદારમલ છે કેડીલા ! પૂરે શાસ્ત્રને કીધ અભ્યાસ, નહીં છે કચાસ. દીક્ષાને દીપાવીએ, ૯ ચંદુલાલ બીજ દીક્ષાભિલાષી, સર્વે આગમમાં છે નિપૂણ, એ છે સગુણ. દીક્ષાને દીપાવીએ. ૧૦ ત્રીજા જેસીંગલાલ શિરામણ, જૈનધર્મના છે જાણકાર, ભણતરના ભંડાર. દીફને દીપાવીએ. ૧૧ ચોથા રૂપાજી પંડીત દીક્ષાથી, ન્યાને દધા વિનાના દરબારી, પૂરા બ્રહ્મચારી. દીક્ષાને દીપાવીએ. ૧૨ પંચમ દીક્ષાથી મૂળજીભાઈ છે, મહા બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાટ, નહીં કચવાટ. દીક્ષાને દીપાવીએ. ૧૩ છઠ્ઠા રામા પટેલ રામ મૂર્તિ છે, પીસ્તાળીસ આગમના નિધાન, એવું જેનું જ્ઞાન. દીક્ષાને દીપાવીએ. ૧૪ ભીક્ષાથી દીક્ષાથી સાતમા, પૂરા પંડીત તારાચંદ, મહા અકલમંદ ! દીલાને દીપાવીએ. ૧૫ એમ સાતે પુણ્યાત્માઓ પ્રકટયા છે, દીક્ષાસુંદરી વરવાને કાજ, લેવા મુક્તિરાજ, દીક્ષાને દીપાવીએ. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રકરણ ૨૬ મું.
કે તેમણે નરભવ સુધાર્યો! છેડી દુઃખદાયક સંસાર, છડી પરિવાર. દીક્ષાને દીપાવીએ. ૧૭ સર્વે સ્વાર્થી છે માત પિતા પત્ની, સ્વાથી સ્નેહી સગાં પરિવાર, તે છે દુઃખભાર. દીક્ષાને દીપાવીએ. ૧૮ ધન્ય ધન્ય હજે તેવાં રત્નેને જેઓ દીક્ષા લે છે ઉલટભેર, વર્તે લીલાહેર. ડીક્ષાને દીપાવીએ. ૧૯ આવ્યા અત્રે શ્રીસૂર્યવિજયસૂરિ, કે પુણ્યના બળને જેગ, મળ્યા સુસંગ. દીક્ષાને દીપાવીએ. ૨૦ સાજન માંહે હજારે શ્રીમંત છે, છે પણ જોઈને હરખાય, ઉરે ઇર્ષા થાય. દીક્ષાને દીપાવીએ. ૨૧ સ્ત્રીઓ છાબ લઈ ઉપકરણની નામણ દીવો લઈને હાથ, ચાલે સદ્ગ સાથ. દીક્ષાને દીપાવીએ. ૨૨ લાલભાઇના કોડ પૂરા થયા, કીર્તિ ફેલાઈ દેશ વિદેશ, ખામી નહીં લેશ. દક્ષિાને દીપાવીએ. ૨૩ આવા ઠાઠની શોભા શું ગાઈએ? ગાવા સબળ નહીં છે મુખ, થાકે મહાસુખ. દીક્ષાને દીપાવીએ. ૨૪
વરડે ધીમે ધીમે ચાલતે ભર બઝારમાં આવવા થયો કે તેને ખાસ હીરાબઝારમાં થઈને લઈ જવાનું હતું પરંતુ રસ્તાની બંને બાજુએથી “શેમ! શેમ !” ( શરમ' શરમ !) ના પિકારોના ધ્વનિ ગાજી રહેવાથી પોલીસ ઇન્સ્પેકટરે લાલભાઈની પાસે છુપી રીતે આવી કાનમાં જણાવ્યું કે “લોકલાગણી ઘણુ વિરૂદ્ધ છે, હીરાબઝારમાં થઈને લઇ જવાથી જરૂર સુલેહને ભંગ થશે માટે ત્યાં થઈને જવાને મમત છેડી દે." લાલભાઈએ લાચારીથી પોલીસનું કહેવું સ્વીકાર્યું અને તે રસ્તે છેડી બાજુના રસ્તે હીલા મેંઢે વરઘોડે લઈ જવાની લાલભાઈને ફરજ પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
સત પુરૂષોને દીક્ષા મહોત્સવને વરઘડે.
૨૨૯
વરઘેડે ધર્મશાળામાં ઉતર્યો. કેટલાક સાધુઓ આગળથી આવી તે સ્થળે ગોઠવાઈ ગયા હતા. નાણુ માંડી દીક્ષાની તમામ સામગ્રીઓ તૈયાર રાખવામાં આવી હતી. આચાર્ય સૂર્યવિજયના શિષ્ય શુદ્ધિવિજયના હાથે સાતે મહાત્માઓને દીક્ષા આપવામાં આવી. તમામ વિધિ પૂરી થઈ કે શ્રીફળની પ્રભાવી થઈ. એ રીતે દીક્ષા મહોત્સવની સમાપ્તિ થઇ.
બીજા દિવસે સવારે લાલભાઈ શેઠ લાલભુવનમાં આચાર્યની પાસે વ્યાખ્યાન પહેલાં મળવા ગયા. આ વખતે તેઓ બંને અને તેમની મંડળીના ખાસ શાસનપ્રેમી ગૃહસ્થ એટલા બધા આનંદના આવેશમાં આવી ગયા હતા કે બસ તેની તેજ વાત હશી હસીને કરતા હતા. અને અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના સભાસદોને ગાળો ભાંડતા હતા અને તે સાથે આચાર્ય પદ્યવિજયની નિંદા કરતા હતા.
આમ આનંદથી વાર્તાલાપ ચાલી રહ્યા છે એવામાં એક ફેરીઓ કનકનગર સમાચાર” “દીક્ષાને વરઘોડે ”–“દીક્ષાની જાળમાં સપડાયેલાં સાત પક્ષીઓ”—“સરકાર તપાસ કરશે?” એમ એક પછી એક વાક્ય બોલો બોલતે લાલભુવન આગળ આંટા મારવા લાગ્યા. આથી આચાર્યની જોડે બેઠેલા મર્મવિજયજી સાધુ કે જેમણે સુવર્ણપુરમાં હાથી ઉપર બેસી દીક્ષા લીધી હતી અને જે અત્યારે આચાર્યના ખાસ માનીતા શિષ્ય થઈ પડયા હતા તેમણે ઇન્તજારી બતાવી કહ્યું “છાપામાં શું આવ્યું છે તે જરા જુઓ તો ખરા ?” એમ કહી છાપું લેવા લાલભાઈને સૂચના કરી. લાલભાઈએ ચાર આના આપી ચાર પ્રતે લીધી. આંટા મારવાનો ફેરીઆને સત્યાગ્રહ સફળ થશે.
મવિજયે છાપું હાથમાં લઈ પાનાં ફેરવી તે લેખ શોધી કા. હેવાલ લાંબે હોવાથી વધેડાના વર્ણનની બીના પડતી મુકી
નીચેને મુદ્દાને હેવાલ વાંચવા લાગ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રકરણ ૨૬ મું. દીક્ષાની જાળમાં સપડાયેલાં સાત પક્ષીઓ.
સરકાર તપાસ કરશે? અમને ભરોસાપાત્ર મળેલા હેવાલ ઉપરથી જાહેર જનતાને જણાવવા રજા લઈએ છીએ કે શેઠલાલભાઈ આચાર્યને ૫૬ ચેલા યેન કેન પ્રકારેણ પૂરા કરી આપવા માટે દીક્ષાના અગ્નિકુંડમાં ગરીબ સાત માણસેના ભાગ આપ્યા છે તેને દયાજનક હેવાલ નીચે પ્રમાણે છે
પહેલે કેદારમલ નામને જે મારવાડી છે અને જેનું નામ કેદારવિજય રાખવામાં આવ્યું છે તે શ્રાવક છે, તેને પરણે માત્ર ત્રણ જ મહીના થયા છે. બિચારી તેની નવપરણિત સ્ત્રીની હવે શી દશા થશે ? બીજે પુરૂષ ચંદુલાલ કે જેનું નામ ચંદ્રવિજય રાખવા આવ્યું છે તેને એક ધરઢ ડેશી છે. તેની સંભાળ લેનાર કેઈ નથી. ચંદુલાલ તે ચંદ્રવિજય બની ઉપા* ચમાં બેઠા, હવે તેની ઘરડી ડોશીને પાંજરાપોળમાં કે બેવારમાં મુકવાની વ્યવસ્થા કરી છે કે કેમ તેને કોઈએ વિચાર કર્યો છે. ત્રીજા જેસીંગલાલ કે જેમને જયવિજય નામ આપવામાં આવ્યું છે તેમને યુવાન બૈરી અને નાનાં બે બાળકે છે. તેમને સમજાવીને ક્યાં સંતાડી રાખ્યાં છે તે જાણવામાં આવતું નથી. આ ત્રણેની શી દુદર્શા થઈ હશે ? ચોથે દીક્ષિત રૂપા નામનો રબારીને કરે છે તેને સ્ત્રીઓએ વરઘોડામાં ગાતી વખતે રબારી નહીં કહેતાં દડા વિનાના દરબારી કહી ઠીક માન જાળવેલું છે, તે ભાઈને કશો ઉજાગરે નથી. પણ જૈનધર્મ કે નવકાર શું તેની તેને ગમજ નથી. તેનું નામ રૂપવિજય રાખવામાં આવ્યું છે. આ મહારાજ જૈનેના ગુરૂ બની જેનેનું શું ઉકાળવાના છે ? પાંચમાં મૂળજીભાઈ બારોટ છે. આ. ભાઈને કવિત ગાતાં ઠીક આવડે છે. શરીરે માંદા જેવા રહે છે, રોટલાનું અને દવાનું જરા પણ સાધન નહોતું. દીક્ષા લઇ મૂળવિજય મહાસજ બન્યા છે એટલે હવે દવાને અને ખેરાકને બોજો શ્રાવક ઉપર પડયો છે. વ્યાખ્યાનમાં કવિતા ગગડાવી જુના ભાટચારણના જમાનાનું દિગદર્શન કરાવશે. દીક્ષા લેવાથી મુળજીભાઈને ખુશામતને ધંધે કરી ઉદર ભરવાની ઉપાધિ મટી. છઠ્ઠા એક જેવા જેવા રામા પટેલ છે જેમનું નામ રામવિજય રાખેલું છે તે બિચારે મીલમાં કામ કરતા અને અવકાશ વખતે રોઠનો. હુકમ હેવાથી સાધુઓના પગ ચાંપતો હતો એમ પનું પૂરું કરતે હતે. હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
સપ્ત પુરૂષને દીક્ષા મહોત્સવને વરઘોડે.
૨૩૧
દીક્ષા લેવાથી પેટલાનું દૂખ મચ્યું અને તે શ્રાવકને નકર મટી શ્રાવકના ગુરૂ બન્યા. લખતાં અક્ષર પણ આવડતું નથી. તે હવે મેટા શાસ્ત્રના નાણકારમાં ખપશે. સાતમે દીક્ષિત તારાચંદ નામને ભેજક છે તે શરીરે માંદો રહે છે; યાચકવૃત્તિ કરી પેટનું પૂરું કરે છે. લાલભાઈ પાસે ચાચના અર્થે ગયેલો, ત્યાં તેને દીક્ષાની જાળમાં સપડાવ્યા. તેમનું નામ તારકવિજય રાખવામાં આવ્યું છે. આ તારકવિજય જૈનધર્મને અને જૈન સમાજને શું તારી શકવાના છે ? ભલે બીજાનું ગમે તે થાય પણ પોતે દીક્ષા લઇ ભીખના દુખમાંથી પોતાના દેહને તારી શક્યા તે વાતની ના નહીં પડાય.
ઉપર પ્રમાણે સાત દીક્ષિતેને ટુંકામાં હેવાલ છે, પ્રથમના ત્રણ ઉમેદવારના કુટુંબી જનની સ્થિતિ દયાજનક અને ગંભીર થઈ પડેલી છે. તેમની બેકારીની લાચારીને ગેરઉપયોગ લાલભાઈ શેઠે પૈસાના બળે કરેલ છે. તેમના સ્નેહી સગાં અને કુટુંબી જનેને કેવી રીતે ફસાવ્યાં છે તેની બીના હજુ પ્રકાશમાં આવી નથી. બાકીના ચાર ઉમેદવારે તદન અભણ છે. જેનધર્મનું કાંઈજ જાણતા નથી. કપડા પહેરાવી નામના સાધુ બનાવેલા છે. કયાં સુધી આવી અયોગ્ય દીક્ષાઓ જૈને ચાલવા દેશે ?
ઉપર પ્રમાણે લાલભાઈ શેઠે આચાર્યને અભિગ્રહ પૂરે કરવા સાતે જણને દીક્ષા આપવાનું જે કામ કર્યું છે તે તરફ અમે તિરસ્કારની દૃષ્ટિથી જોઈએ છીએ. આ ધર્મ નથી પણ અધર્મ છે. ધર્મના ન્હાના નીચે આવાં કૃત્ય કરવાં તે મહાપાપ છે, અમે ધારતા નથી કે કોઈ પણ સમજી માણસ આવાં કૃત્યને જરા પણ વખાણે. અમને ખાત્રી છે કે જેને આવી દીક્ષાઓ અટકાવશે, અને સરકારને પણું અમારી વિનંતી છે કે આવી અયોગ્ય દીક્ષાના કામમાં જે જે કાંઈ પ્રપંચ, છળભેદ, કપટ, જેવા ગુન્હાના પ્રકારે બનતા હોય તેને તપાસ કરી સરકારે ગુન્હેગારોને શિક્ષા કરવી જોઈએ.
ઉપર પ્રમાણે હેવાલ સાંભળી આચાર્ય લાલ પીળા બની ગયા. આનંદથી જે તડાકા ચાલતા હતા તે તમામ બંધ પડ્યા, વ્યાખ્યાનનો વખત થવાથી અને “ કનકનગર સમાચાર” પત્રમાં આ પ્રમાણે દીક્ષાના વરઘોડાને હેવાલ પ્રકટ થયેલ હોવાથી થોડી વારમાં આચાર્થના કહેવાતા શાસનપ્રેમી ભક્તો લાલભુવનમાં એક પછી એક
ઝળકવા લાગ્યા અને છાપાની વાત ચર્ચાવા માંડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પ્રકરણ ૨૬ મું.
આજે આચાર્ય વ્યાખ્યાન વાંચવું માંડી વાળી લાલભવનના મેડા ઉપર તેમના શાસનપ્રેમીઓને એકઠા કરી તાડુકીને કહેવા લાગ્યા “તમે બધા હીજડા બની બેસી રહે, કાંઈ સમજણ પડે છે કે આ વખતે આપણે શું કરવું જોઈએ? ન સમજણ પડતી હોય તે પહેરે બંગડીઓ ! લાલભાઈએ આટલું મોટું પરાક્રમ કર્યું એ કામ આમ છાપાવાળા પાણીના રેલે તાણું નાખે એટલું જ નહીં પરંતુ ઉલટ તિરસ્કાર બતાવે એ થોડી શરમાવવા જેવી વાત છે? તમારે તે તેમના કામને દીપાવવું જોઈએ. ઠામ ઠામ ગામે ગામ તેમની પ્રશંસા થવી જોઈએ. ગામે ગામની વાત તે કેરે મુકો પણ આ કનકનગર જેવા મોટા શહેરમાં એક મોટી ગંજાવર સભા ભરી શેઠ લાલભાઈને માનપત્ર ન આપો? તમે તેમાં મોટાં ભાષણ આપી આ બધી છાપાની પેટી હકીકતને તેડી પાડે અને આપણે હેવાલ આપણું દીક્ષાવાજીંત્ર પત્રમાં સવિસ્તર પ્રકટ કરી હજાર નકલો મફત વહેચા, અને દુનિયાને ખરેખરી પરિસ્થિતિથી વાકેફગાર કરે. હાલ ને હાલ તૈયારી કરે. યોગ્ય લાગે તે શહેરના ટાઉન હૈલમાં મોટી જાહેર સભા ભરી જતે ઉપરાંત જનેતરને પણ આમંત્રણ કરે. શું આ બાબત શેઠ લાલભાઈ તમને કહેશે? તેમને માનપત્ર આપવું તે તે તમારી ફરજ છે. માટે કરો અત્યારથી તૈયારી. આપણા વિચારને જે હેય તેવો યોગ્ય પુરૂષ પ્રમુખ માટે પસંદ કરે. સભા ભરે, ખૂબ જુસ્સાભેર ભાષણ કરે અને લાલભાઈને એવું માનપત્ર આપ કે આખી દુનિયા પણ તેમના કામની પ્રશંસા કરે. લાલભાઇના ઘેર તે હવે લગ્નને પ્રસંગ છે અને તેમને જ માનપત્ર આપવાનું છે માટે તેમને પુછવાની કે તસ્દી આપવાની જરૂર નથી. આ પ્રમાણે માનપત્ર આપવાનું નકકી કરી જમવાને વખત થયે કે કહેવાતા શાસનપ્રેમીઓનું મંડળ ત્યાંથી વેરાઈ ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
કહેવાતા શાસનપ્રેમીઓની સભા.
૨૩૩
mnam
પ્રકરણ ૨૭ મું
કહેવાતા શાસન પ્રેમીઓની સભા, લાલભાઈને અપાયેલું માનપત્ર, એક બાળાને ખુલે પત્ર,
| (દેહ) અભિમાનીના ઉપરે, રૂઠે શ્રી ભગવાન, જરૂર અંતે એહનું ઉતારે અભિમાન. રાવણ દુર્યોધન તણું રહ્યું નહીં અભિમાન,
તે પણ તે વાતે સુણે નવ સમજે નાદાન. (દલપતરામ) સવારે લાલભુવનમાં સૂર્યવિજયે કરેલી આજ્ઞા પ્રમાણે “દીક્ષારક્ષક સમાજના શાસનપ્રેમી સભાસદો લાલભુવનની નજીકમાં આવેલી સમાજની ઍફીસમાં બપોરના ભેગા થયા. લાલભાઈ શેઠને કેવી રીતે, ક્યારે અને કયે ઠેકાણે માનપત્ર આપવું તેની ચર્ચા ચાલી રહી. એક શાસન પ્રેમીએ જણાવ્યું કે “આચાર્યની ઇચ્છાનુસાર ટાઉન હોલમાં મોટા પાયા ઉપર ગોઠવણ કરી જૈન અને જૈનેતર પ્રજાની સમક્ષ અત્રેના લોકપ્રિય મહેરબાન રેવન્યુ કમીશ્નર સાહેબના પ્રમુખપણ નીચે આપવું.”
એમ એકની સૂચના પૂરી થઈ કે બીજા શાસનપ્રેમીએ સૂચન કર્યું “રેવન્યુ કમીશ્નર કરતાં તે નામદાર ગવર્નરના પ્રમુખપણું નીચે આ કામ થાય છે તે વધારે સારું દેખાય. જ્યારે આ પ્રમાણે કરીશું ત્યારે જ પેલા અધમ, નાસ્તિક અને ધર્મદેહીઓના હાથ હેઠા પડશે. આપણું દીક્ષારક્ષક સમાજમાં પુષ્કળ પૈસા છે તેમાંથી જે ખરચ થાય તે કરવું; લાલભાઈ શેઠનું આ પરાક્રમ કાંઈ જેવું તેવું નથી. ભલે ગમે તેટલું ખરચ થાય તો તે કરવું, પણ દુનિયાને જણાવવું કે જૈનમાં આવા ધર્મા પુરૂષો પડયા છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રકરણ ર૭ મું.
આમ તે ભાઇને સુધારે પૂરે થયો નથી એટલામાં તે બીજા એક ભાઈએ વચ્ચે લાંબા હાથ કરી જણાવ્યું, “જરા મને વચ્ચે કહેવાદ, મને એક વાત યાદ આવી છે, હું તે ભાઈના વિચારને મળતો થઈ સૂચના કરું છું કે જે માનપત્ર આમ એકદમ તાકીદે ન આપવું હોય તે પંદર દિવસ પછી નામદાર વાઈસરોય દીલ્લીથી અત્રે આવનાર છે, માટે અચાનક હાથ આવેલી સોનેરી તકનો લાભ લઈ આપણે તે નામદારના મુબારક હસ્તે માનપત્ર લાલભાઈ શેઠને આપીએ તે આખા ભારતવર્ષમાં આપણે કે વાગી જાય અને દુનિયામાં ખુણે ખુણે આપણું જૈનધર્મની વાહ વાહ બેલાય.”
આ પ્રમાણે સભામાં દરખાસ્તોનાં હવાઈવિમાન ઉડતાં જે એક વયોવૃદ્ધ ગૃહસ્થ જે લાલભાઈ શેઠના સાળા થતા હતા તે ત્યાંથી ઉઠયા અને લાલભાઈના બંગલે જઈ તેમના મોટા દીકરા બાલાભાઈને વાત કરી તેમને સભામાં બોલાવી લાવ્યા. તેમને જોઈ સભાસદોએ સન્માન આપી ચર્ચાયેલી વાત તેમના આગળ રજુ કરી અને જાણે તેમની સંમતિ લેતા હોય તે પ્રમાણે તેમને અભિપ્રાય પુછવા લાગ્યા.
ક્ષણવાર શાંત રહી ગંભીરતાથી બાલાભાઈએ જણાવ્યું “સૌ ભાઈએ મારા પિતાશ્રીને માનપત્ર આપવા તૈયાર થયા છે તે જાણું મને આનંદ અને સંતેષ થાય તે સ્વાભાવિક છે પરંતુ કમીશ્નર,ગવનર અને વાઈસરોયને પ્રમુખ નીમવાની વાત કરે છે તે મને પસંદ પડતું નથી. સારું થયું કે મારા મામા મને તેડવા આવ્યા તેથી મને મારા વિચારે જણાવવાની તક મળી. મારી અને મારા મામાની ઈચ્છા એવી છે કે આવી મોટી મોટી વાત કરે મુકે. કદાચ ધારો કે તમારો તેમ કરવા આગ્રહ છે તો અમે જાણવા માગીએ છીએ કે ગવર્નર કે વાઈસયના હાથે માનપત્ર આપવાની ગોઠવણ કરવાનું કામ કોણ માથે લે છે? તમે જાણે છે કે મારા પિતાશ્રીને માનપત્ર આપવાનું છે એટલે તેમનાથી કે મારાથી તે કામમાં ભાગ લઈ શકાય નહીં. માટે તે જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી મોટી મોટી વાત કરવી નકામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
કહેવાતા શાસનપ્રેમીઓની સભા.
૨૩૫.
છે. વળી તેવા મેટા માણસને નેતરવાથી કેટલું બધું ખરચ થશે તેને વિચાર કર્યો છે?”
વચ્ચે એક ભાઈએ જવાબ આપ્યો “તે બધું ખરચ દીક્ષારક્ષક સમાજ પાસે જે દીક્ષા અને જ્ઞાનખાતાનાં ફંડ છે તેમાંથી કરવાનું છે.”
બાલાભાઈએ પ્રત્યુત્તર આપ્યો “તે વાત મારા મામાએ મને જણાવી છે તે માટે મારે વધે છે. તે પૈસાને ઉપયોગ માનપત્ર આપવામાં કે લેવામાં ન હોય. તેને ઉપયોગ તે તે પૈસા આપનારે જે ઉદ્દેશથી પૈસા આપ્યા હોય તે જ પ્રમાણે થવો જોઇએ. આ પ્રમાણે તે ફંડમાંથી ખરચ કરી માનપત્ર આપતા હો તે તેવું માનપત્ર મારા પિતા લેવા ખુશી હોય એવું હું માનતા નથી. એવા ધર્માદા પસાથી મળેલા માનપત્રથી તે ઉલટે. ડુબવાને પ્રસંગ આવે. વળી એટલી ખાનગી વાત પણ તમારા ધ્યાન ઉપર લાવવા માગું છું કે આપણી વિરૂદ્ધ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજવાળા કામ કરી રહ્યા છે તે વાત જાહેર છે. દીક્ષાના વરડામાં મોટું વિન આવવાની તૈયારી હતી. સારું થયું કે પોલીસ ઇન્સ્પેકટરે સમયસૂચકતા વાપરી હીરાબઝારમાં થઈ વરડે લીધે નહીં, નહીં તે મારામારી થાત અને વરડાને વરઘોડે કેરટે ઉતરત. જે ટાઉન હૅલમાં સભા ભરવાની વાત કરશે તે જરૂર કાળા વાવટા નીકળશે અને “શમ શેમ”ના પોકારો થશે. માટે આ ત્રણે પ્રશ્નને વિચાર કરી કામને, ખરચ ને જોખમનો બોજો માથે ઉપાડવા શક્તિમાન હો તે મોટી મોટી ગવર્નરની કે વાઈસરોયની વાત કરે.”
આ સાંભળી શાસનપ્રેમીઓ ઠંડા ગાર જેવા બની ગયા. ફંડના પિસા ઉપર મેટી મોટી દરખાસ્ત અને સુધારા રજુ કરનારાઓની જીભ બંધ થઈ ગઈતેમને તે પારકા પૈસે અને બીજાના બળ ઉપર તાગડધીન્ના કરવાના હતા. અને ખીસામાંથી પૈસા કાઢવા નહતા અને મેટી મોટી વાતો કરવી હતી. જાણે ચાર લોગસનો કાઉસગ લીધે હોય તેવી શાંતિ ફેલાઈ રહી. પછી સભાના સેક્રેટરીએ ધીમે રહી પુછયું
ત્યારે તમારી મરજી હોય તે પ્રમાણે માનપત્ર આપીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રકરણ ૨૭ મું.
બાલાભાઈએ જવાબ આપે “અમારી ઈચ્છા એવી છે કે અત્યારે ગરમાગરમ થયેલા વાતાવરણમાં ગમ ખાઈ કુનેહથી કામ લો. આપણું સમાજના સભાસદોની અને આપણી તરફ સહાનુભૂતિ ધરાવનાર ગૃહસ્થનીજ સભા ભરે, તેમાં આપણા પ્રત્યે લાગણું ધરાવનાર જૈનેતર ગૃહસ્થને આમંત્રણ આપે. અને તેમાંથી જે કોઈ લાયક જણાય તેને પ્રમુખ નીમી માનપત્ર આપવાની તજવીજ કરો. આવી નાના પાયા ઉપર તજવીજ કરવામાંજ આપણું શભા છે. વાઈસરયની વાતો કરે મુકે. મારે અંગદ અભિપ્રાય જાણવા માગતા હો તે હું જણાવું છું કે હું આવાં માનપત્રોથી અને આવી હીલચાલથી વિરુદ્ધ છું, છતાં આચાર્યને આગ્રહ છે તે હું માનપત્રની હિલચાલ માટે ના પાડતું નથી.”
જોખમદારી અને ખરચની વાત કઈ માથે લેનાર નહીં હોવાથી આવી સહેલી વાત શાસનપ્રેમીઓના ગળે ઉતરે તેમાં શી નવાઈ ? મોટી મોટી વાતે પડતી મુકાઈ અને છેવટે બીજા દિવસે જૈનધર્મશાળામાં રાત્રે માનપત્ર આપવાનું નક્કી કર્યું. માનપત્ર તથા આમંત્રણ પત્રિકાઓ છપાવવાનું, તથા ધર્મશાળામાં બેઠકની વ્યવસ્થા કરવાનું કામ સૌ સૌને સેંપવામાં આવ્યું. એ રીતે મેટો ડુંગર ખોદી ઉદર કાઢવાનું કામ કરી શાસનપ્રેમીઓની સભા વિસર્જન થઈ.
માનપત્રને મુસા આચાર્ય પાસે ઘડાવી છપાવી તૈયાર કર્યો. આમંત્રણ પત્રિકાઓ વહેંચવામાં આવી અને ધર્મશાળાનું મકાન ધજાપતાકાથી શણગારવામાં આવ્યું. રાતના સાત વાગ્યા કે ધર્મશાળામાં શાસનપ્રેમીઓની સભા મળી. સભામાં સર્વ ગૃહસ્થ આવી ગયા કે લાલભાઈ શેઠને બે ગૃહસ્થ મોટર લઈ માન ભરી રીતે તેડી લાવ્યા. શિષ્ટાચાર પ્રમાણે સેક્રેટરીએ સભા ભરવાને હેતુ કહી સંભળાવી પ્રમુખની દરખાસ્ત કરી. ટેકે અને અનુમોદન મળતાં એક જૈન ગૃહસ્થ પ્રમુખસ્થાને બિરાજમાન થયા, અને કામની શરૂઆત થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
કહેવાતા શાસનપ્રેમીઓની સભા.
૨૩૭
“ઝમ એવા ત્યાગમાં પ્રખ્યાત
એક ગૃહસ્થ શેઠ લાલભાઈની ઓળખાણ કરાવતાં જણાવ્યું “પ્રમુખ મહાશય અને ગૃહસ્થ ! અમારા જૈન ધર્મના સ્તંભ રૂ૫ અને મોક્ષદાયક એવા ત્યાગમાર્ગના ચુસ્ત હીમાયતી શ્રીયુત શેઠ લાલભાઈ પ્રતાપભાઈ વેપારી મંડળમાં પ્રખ્યાત છે, મોટા મીલએજંટ છે, તેમની ખ્યાતિ જગજાહેર છે તે હું જણાવી આપનો વખત લેવા માગત નથી, પણ તેમનામાં ધર્મનું જે ઝનુન છે અને તે ઝનુન દ્વારાએ જે ધર્મનાં કાર્યો તે કરી રહ્યા છે તે જાહેર કરવા માગું છું. સંસારની ખોટી માયાનાં કામે તે દરેક કરે તેમાં નવાઈ નથી પરંતુ લાલભાઈ શેઠ તે ગૃહસ્થ હોવા છતાં ત્યાગમાર્ગનાં યાને પ્રવજ્યાનાં યાને દીક્ષાનાં કામે લઈ બેઠા છે. તે જ તેમની જીંદગીને ધ્યેય છે. ત્યાગમાર્ગ એટલે મોક્ષને રસ્તે, તે જ ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે. લાલભાઈ શેઠ ત્યાગમાર્ગ માટે પ્રાણ પાથરે છે, અરે ! લોહીનું પાણી કરે છે, આકાશ પાતાળ એક કરે છે. આવી તેમની ત્યાગ પ્રત્યે લાગણું છે. ગમે તેવા દીક્ષા લેનારની તરફ તે પ્રેમથી જુએ છે. તેને માટે હજારે રૂપીઆ ખરચે છે. ગૃહસ્થો! આપ સૌ જાણે છે કે બે દિવસ ઉપર શેઠ લાલભાઈએ એકે દિવસે સાત મહાત્માઓને આપણું પ્રખર વક્તા આગમ ધારક આચાર્ય વિજયસૂર્ય સૂરીશ્વરના શિષ્ય મહા મહોપાધ્યાય શ્રી શુદ્ધિવિજયના હસ્તે મેક્ષદાયક દીક્ષા અપાવી તેમના આત્માને ઉદ્ધાર કર્યો. કેવા ઠાઠથી તેમને દીક્ષાવરઘોડે ચડાવવામાં આવ્યો હતો તે આપની જાણબહાર નથી. આ કાંઈ જેવી તેવી વાત નથી. વીસમી સદીમાં આ પહેલોજ બનાવ બન્યો હોય એમ મારું માનવું છે. વળી તેમણે થોડાક વખત ઉપર સુવર્ણપુરમાં ત્રણ પુણ્યાત્માઓને હાથી ઉપર બેસાડી તેજ આચાર્યના હાથે દીક્ષા અપાવી હતી. વળી તેમણે ઉજમણાના મહત્સવ પ્રસંગે ગિરનાર અને શત્રુંજયના તીર્થોની જે મનેહર રચના કરી જેનજનતાને અપૂર્વ દર્શનનો લાભ આપ્યો હતે તે હજુ અમારી નજર આગળ રમ્યા કરે છે અને આનંદ થાય છે. આ પ્રમાણે જૈનધર્મને દીપાવનાર અને પર આત્માઓને ઉદ્ધાર કરાવનાર લાલભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રકરણ ૨૭ મું.
શેઠને જેટલું માન આપીએ એટલું ઓછું છે. રાજા મહારાજાઓથી ન બની શકે તેવું કામ કરવાને તે શક્તિમાન થયા છે. આચાર્યશ્રીનો શિષ્ય બનાવવાને અભિગ્રહ શેઠ લાલભાઈ જેવાજ પૂરે કરી શકે.
અભિગ્રહ પ્રમાણે એકસો આઠ ચેલા પિકી બાકી રહેલા છપ્પન ચેલામાંથી સાતને દીક્ષા અપાઈ. હવે બાકી ઓગણપચાસ રહ્યા. હું ધારું છું કે તેમની પ્રવૃત્તિ આ પ્રમાણે ચાલુ રહેશે તે થોડા માસમાં આચાર્યશ્રીના મનના મનોરથ પૂરા થશે. (તાળીઓ) આવા પુરૂષો જ્યારે જૈન જનતામાં પાકશે ત્યારેજ જૈનધર્મને અને જૈન સમાજને ઉદ્ધાર થશે તેમના જેવી હીંમત, કુનેહ, શ્રદ્ધા અને બુદ્ધિ હું બીજાઓમાં જેતે નથી. નાસ્તિક અને અધર્મીઓને આટલો બધો વિરોધ હોવા છતાં તેજ બહાદૂર નર આટલું બધું સાહસ ખેડી જૈનધર્મને દીપાવી શકે. હું તો તેમને નરકેસરી સમાન માનું છું. (તાળીઓ) આવા નરકેસરીને માનપત્ર આપી કદર કરવામાં આપણે પાછી પાની કરીએ તો તે આપણે આપણી ફરજમાંથી પાછા હઠયા બરાબર છે. લાયકને લાયક માન મળવું જ જોઈએ.” (તાળીઓ)
એમ એક શાસનપ્રેમીની સિંહગર્જના પૂરી થઈ કે બીજા ગૃહસ્થ ઉભા થઈ જણાવ્યું “દીક્ષાના પ્રેમી મારા જન બંધુઓ ? તમે લાલભાઇ શેઠને શું સમજે છે ? તે હોય તો જ આપણે જૈનધર્મ ટકી શકે, તેજ દુશ્મનના ઘા સહન કરી દુશ્મનને ઘા કરી શકે, વિરોધ હોવા છતાં દીક્ષાને વરડે તેજ ચડાવી શકે, ઉજમણુને આ ઠાઠ તેજ કરી શકે, અરે! ધર્મની ખાતર ચૌદશના દિવસે આચાર્યશ્રીની આજ્ઞાનુસાર તેજ પુણ્યાત્મા શેઠ લાલભાઈ કનકનગર જેવા શહેરમાં નવકારશ્રી જમાડી શકે, બીજો હોત તો માર ખાઈને ઘેર આવત. આવી તેમની ધર્મની ધગશ!! આવી ધગશવાળા ધમ અને અધિષ્ઠાતા દેવ રક્ષણ કરે તેમાં શી નવાઈ! માટે તેમને જેટલે ધન્યવાદ આપીએ તેટલો ઓછા છે. હું તે તેમને ધર્મના મોટા સ્તંભ રૂપ માનું છું.” (તાળીઓ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને અપાયેલું માનપત્ર.
૨૩૯
-~~~-~-
~~~-~~-~--------------------~.
આમ એ ગ્રહસ્થને ધ્રુજારે પૂરું થયું કે એક કેવળી સમાન જ્ઞાન ધરાવનાર કેવળજ્ઞાની જેવા ગણાતા ધર્મપ્રેમી બંધુએ બે હાથ લાંબા કરી જણાવ્યું “ભાઈઓ ! તમે માનો યા ન માને, પરંતુ કહ્યા વિના ચાલતું નથી કે જ્યારે હું મારી આંખો બંધ કરી ઉંડે વિચાર કરી ભવિષ્ય તરફ દૃષ્ટિનાં કિરણો ફેકું છું ત્યારે મને જણાય છે કે આ લાલભાઈ શેઠ ઉચ્ચ ગોત્ર બાંધી રહ્યા છે, કોઈ પણ ચોવીશીમાં તે તીર્થંકર થવાના, તે સાથે હું એમ પણ જણાવું છું કે સૂર્યવિજય આચાર્ય જેવા બીજા ચાર આચાર્ય પાકે અને તેમની આજ્ઞા માથે ચડાવનાર શેઠ લાલભાઈ જેવા બીજા ચાર શાસનપ્રેમી ભક્ત પાકે તે હાલમાં બાર લાખ જૈને છે તે થોડા વર્ષોમાં વધી બાર કોડ જૈને થાય! અને એક વાર એ આર વર્તાઈ રહે. ભારતવર્ષમાં કામ કામ જન જન અને જન જોવામાં આવે. હું તે આચાર્યશ્રીની વાણીના એક બોલ ઉપરથી ભવિષ્યમાં શું થશે તે પારખી શકું છું, હું તે લાલભાઇ શેઠને કનકનગરના રાજા કુમારપાલ તરીકે અને આચાર્યશ્રી સૂર્યવિજયને હેમચંદ્રાચાર્ય તરીકે માનું છું. કદાચ તેમણે આપણો ઉદ્ધાર કરવા આ અવતાર ધારણ કર્યો હોય!” (તાળીઓ)
આ પ્રમાણે કહેવાતા કેવળી ભાઇની ભવિષ્યકાળની અને ભૂત કાળની વાણું પૂરી થઈ કે માનપત્ર વાંચવા પ્રમુખની આજ્ઞા થતાં દીક્ષારક્ષક સમાજના ઉપપ્રમુખે નીચે પ્રમાણે માનપત્ર વાંચવું શરૂ કર્યું– જેન આલમના શહેનશાહ સમાન શ્રીયુત શેઠજી લાલભાઈ પ્રતાપભાઈની સેવામાં.
મુકામ- કનકનગર. ધર્મધુરંધર લાલભાઈ શેઠ! આપનાં મહાન ધર્મકાર્યોથી આકર્ષાઈ અમે “દીક્ષારક્ષક સમાજ” ના સભાસદો, સ્નેહીઓ અને ધર્મબંધુઓ, આપને ફૂલ નહીં તે ફૂલની પાંખડી સમાન આ માનપત્ર આપવા પ્રેરાયા છીએ તે સ્વીકારી અમને આભારી કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પ્રકરણ ૨૭ મું.
AA.
શુરવીર વીરકેસરી શેઠ લાલભાઈ! આપની શક્તિનાં શાં વખાણ કરીએ ? સોળમી સદીમાં જેમ મેવાડના પ્રતાપસિંહ રાણાએ અકબર બાદશાહને કન્યા નહીં આપી માથું નહીં નમાવીરજપૂતપણું જાળવી રાખ્યું તેમ આપે પણ આ વીસમી સદીમાં દીક્ષાના રણસંગ્રામમાં વિરોધીએને નમતું નહીં આપી પિતાનું જૈનત્વ બચાવી જૈનધર્મના વિજયને વાવટો ફરકાવી રહ્યા છે તે આપની ઓછી બહાદૂરી નથી. વળી ગુમાવેલું ચિતોડ પાછું ન છતાય તે સેનાની થાળીને બદલે પાંદડામાં ખાવું અને પથારીને બદલે પરાળ પર સુઈ રહેવું એવી પ્રતિજ્ઞા. લેનાર રાણું પ્રતાપસિંહની માફક આપે પણ આચાર્યશ્રી વિજયસૂર્ય સુરીવરને એકસે આઠ ચેલા પૂરા ન થાય ત્યાં સુધી પાન નહીં. ખાવાની પ્રતિજ્ઞા લીધેલી છે તેવી આપની ટેક માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. | દાતાર શિરોમણું દાનવીર શેઠ લાલભાઈ ! તેરમી સદીમાં વિશળદેવ રાજાના મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળે કરડે રૂપીઆ ખરચી આબુ ઉપર ભવ્ય અને મનહર દેવાલય બંધાવી તેમનાં નામ અમર કરી ગયા છે તેમ આ વીસમી સદીમાં મહાવીરસ્વામીના પ્રતિનિધિ તરીકે મનાતા આપણા આચાર્યો અને મુનિમહારાજાઓના દાનવીર, મંત્રી તરીકે આપ વસ્તુપાળ ને તેજપાળની માફક પરાક્રમો કરી અમર નામ કરી રહ્યા છે તે માટે અમે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છીએ.
નરકેસરી શેઠ લાલભાઈ ! આપના જેવા બારવ્રતધારી ક્રિયા તત્પર જૈન ફીલોસોફર વિરૂદ્ધ કેટલાક ધર્મદેહીઓ, ભાનભૂલેલા, નાકકાઓ, અધર્મીઓ નીકળ્યા છે પરંતુ તેઓ આપની સિંહગર્જના સાંભળી ભયથી કંપાયમાન થઈ પગ વચ્ચે પુંછડી ઘાલી નાશી જાય છે. આપના જેવા કેસરી આગળ તેવા શ્વાનમંડળનું શું ચાલી શકે ? આપની યાળ વિકાસમાન થતાંજ વિરોધીઓના હાંજા ગગડી જાય છે. આપ આવા બળવાન હોવા છતાં પણ આપ વાંકી પુછડીવાળા બચકાં ભરનાર અને દાંતીઆ કરનાર પાપી જીવો તરફ દયાભરી દૃષ્ટિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને અપાયેલું માનપત્ર.
૨૪૧
જવા દે છે અને તેમના નીચ કૃત્ય તરફ હસતા મુખે જુએ છે. આ આપની ઉદારતા અને આપના વિશાલ હદય માટે ખરેખર આપને માટે ઘણું જ માન ઉત્પન્ન થાય છે.
દીક્ષાકર્તવ્યપરાયણ શેઠ લાલભાઈ ! છેવટે શ્રી મહાવીર પ્રભુને પ્રાર્થના કરી અમે ઇચ્છીએ છીએ કે આવી આપની દીક્ષાકર્તવ્ય પરાયણ બુદ્ધિમાં દિન પ્રતિ દિન વૃદ્ધિ થાઓ. જેવી રીતે અન્ને સામટી સાત પુણ્યાત્માઓને દીક્ષા આપી તેમને નરભવ સફળ કર્યો છે તેવી રીતે બીજી સામટી દીક્ષા આપવા આપ પૂરા ભાગ્યશાળી થાએ અને આવા અનેક માનપત્રો મેળવી જૈનધર્મને જય જયકાર બોલાવે, અને વિરોધીઓ સામે ટકકર ઝીલી જૈનધર્મ ટકાવી રાખવા આપ દીર્ધાયુષી થાઓ. તથાસ્તુ.
કનકનગર
લી. આપના ધર્મબંધુઓ વૈશાખ વદ ૩ િદીક્ષારક્ષક સમાજના સભાસદો અને મિત્ર
ઉપર પ્રમાણે માનપત્ર વાંચી એક ચાંદીની પેટીમાં મુકી તે પેટી શેઠ લાલભાઈને આપવા માટે પ્રમુખના હાથમાં મુકવામાં આવી કે શહેનપ્રસન્નમુખે શેઠ લાલભાઈને અર્પણ કરી તાળીઓના ગડગડાટ વીરપાળ, રતનરાવ્યો.
તે પછી લાલભાઈ શેઠે માનપત્રને જવાબ આપતાં જણાવ્યું “ આજે આપના આવા અપૂર્વ ભાવથી મને એવી લાગણું થઈ છે કે મારું હૃદય આવેશથી ઉભરાઈ જઈ જીભને બોલતાં અટકાવે છે. ટુંકામાં એટલું જણાવું છું કે આ મારે દેહ સાધુ માટે અર્પણ કરેલો છે, સાધુ માટે પ્રાણ પાથરવા તૈયાર છું, મારે તમામ વૈભવ તેમને માટેજ છે. સાધુથીજ આપણે ધર્મ છે. જેમ બને તેમ સાધુની સંખ્યામાં વધારો કરવો જોઈએ. હાલમાં આશરે ચારસે સાધુઓ છે
૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
રર
પ્રકરણ ૨૭ મું.
mmmmmmmmmmmm તે વધારી ચાર હજાર કરવા જોઈએ. સાધુ બનાવવા બનતા પ્રયત્ન કરે. પાપને ઉદય હોવાથી ભલે આપણને દીક્ષા લેવી ન સુઝે પણ બીજાઓને અપા, તેમને મદદ કરે, અનુમોદન આપે, છુટા હાથે પૈસા ખરચે. હું તો તે પ્રમાણે ચાલું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ મારી આવી બુદ્ધિ સદા કાયમ રાખે જેથી દીક્ષાના કામે મારા પિતાને સદુપયોગ થાય. મારું હૃદય ભરાઈ જવાથી વધુ નહીં બેલતાં જણાવું છું કે આપે મને જે માન આપ્યું છે તે માટે આપનો બધાને આભારી છું.”
તે પછી પ્રમુખનું ઉપસંહારનું ભાષણ થયા બાદ કહેવાતા શાસનપ્રેમી ધર્મી પુરૂષોની સભા વિસર્જન થઈ.
આ સભાનો પૂરેપૂરે હેવાલ અતિશયોક્તિમાં રાતોરાત તૈયાર શકે અને ખાસ “દીક્ષા વાજીંત્ર” ના વધારા તરીકે દીક્ષારક્ષક સમાજ તરફથી પ્રકટ કરી, બીજા દિવસે શહેરમાં વહેંચવામાં આવ્યો. “સમગ્ર જૈનેની મળેલી ગંજાવર સભા”—“જૈન અને જૈનેતરે લીધેલ ભાગ”-“સમગ્ર પ્રજાની સહાનુભૂતિ”—“વિરોધીઓનાં કાળાં થયેલાં ” –“લાલભાઈ શેઠની અપૂર્વ દઢતા”– એવાં અનેક આકર્ષક મથાળાં તે વધારામાં દષ્ટિગોચર થયાં. આ વધારે વાંચી આચાર્ય - ની થયા પણ જાહેર જનતા તે લાલભાઇના વખાબાપાએ પેટ પકડી હસવા લાગી. કુમારપાળ, વસ્તુપાળ, તેજ તારવ્ર પ્રતાપસિંહ શહેનશાહ વિગેરેની ઉપમાઓ વાંચી લોકો લાલભાઈની પ્રશંસાને બદલે મશ્કરી કરવા લાગ્યા. બીજા દિવસે લાલભુવનમાં વ્યાખ્યાન વખતે માનપત્રનું વ્યાખ્યાન નીકળ્યું. આચાર્યશ્રી શાસન પ્રેમીઓને ધન્યવાદ આપવા લાગ્યા. એટલામાં લાલભુવનમાં એક છોકરો આવી પચાસ સાઠ હેંડબીલને એક થેકડો ફેંકી ગયો કે ગરબડ થવા લાગી. આથી આચાર્ય અને ખાસ તેમનું મંડળ મેડા ઉપર ગયું અને મુનિ
મર્મવિજય હેંડબીલ હાથમાં લઈ વાંચવા લાગ્યા– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
એક બાળાને ખુલ્લે પત્ર
૨૬૩
કનકનગરના કુમારપાળ, વીસમી સદીના વસ્તુપાળ અને તેજપાળ, પ્રતાપી રાણા પ્રતાપસિંહ, નરકેસરી, જૈન આલમના શહેનશાહ દાનવીર, શુરવીર આદિ અનેક અલંકારથી વિભૂષિત થયેલા શેઠજી લાલભાઈ પ્રતાપભાઈને
ખુલ્લો પત્ર. વીર માસ ગજ થકી ઉતરે ગજ ચડે કેવળ ન હાય રે મારા ધર્મબંધુ શેઠ લાલભાઈની સેવામાં. મુ. કનકનગર.
આપને માનપત્ર આપવા વૈશાખ વદ ૩ ની રાત્રે આપના દીક્ષા રક્ષક મંડળની જે સભા મળી હતી તેને સવિસ્તર હેવાલ દીક્ષા વાજંત્રના વધારામાં વાંચી તથા બીજાઓને મેઢેથી સાંભળી આ ખુલ્લો પત્ર લખવા હું પ્રેરાઈ છું.
શેઠજી! શું એ સભા આપને માનપત્ર આપવા મળી હતી કે આપનું અપમાન કરી આપને બનાવવા મળી હતી તેને આપને
ખ્યાલ આવે છે ? માનપત્રના મથાળેજ આપને જૈનઆલમના શહેનશાહની ઉપમા આપી છે. શહેનશાહ કોને કહેવાય તે આપ જાણો છે ? કુમારપાળ, પ્રતાપસિંહ, વસ્તુપાળ, તેજપાળ વગેરે જે મહાન પુરુષોની સાથે આપની સરખામણી કરવામાં આવી છે તે મહાન પુરવામાં કેવા ગુણે હતા અને તે કેવા પરાક્રમી હતા તેનું આપને જ્ઞાન છે ? જે તમારામાં તે શક્તિ હેત તે પાલીતાણાની યાત્રા સવા બે વરસ સુધી બંધ ન રહત અને સાઠ હજારને અસહ્ય કર જેનેના માથે ન પડત. શહેનશાહ છે તે તાંબર દિગંબરના ઝગડાને અંત કેમ લાવતા નથી ? તમારી શક્તિને ઉપયોગ કેમ કરતા નથી ? જેમાં બેકારી દાખલ થઈ હાડમાંસ અને લોહી ચૂસી રહી છે તો
એવા દુકર કાળને આપની અજબ શક્તિથી મટાડી દઈ કેમ ચેાથો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રકરણ ૨૭ મું.
આ વર્તાવતા નથી ? ઘણું બાળ વિધવાએ દુઃખસાગરમાં ડુબી રહી. છે તેનો કેમ ઉદ્ધાર કરતા નથી ? આપે એવાં શાં પરાક્રમે કર્યો છે કે આપ માનપત્ર લેવા તયાર થયા ? સાત પુરૂષોને તેમના કુટુંબને ત્રાસ આપી દીક્ષા આપી તે આપનું પરાક્રમ શું સ્તુતિને પાત્ર છે ? શું ચૌદશના દિવસે નવકારશ્રી જમાડી તે પરાક્રમ છે ? શું ઉજમણા. વખતે પૂરતો બંદોબસ્ત નહીં રાખી દર્શન કરવા આવનાર સ્ત્રીઓની અંધારામાં આબરૂ લૂંટાવી તે પરાક્રમ છે ? ભદ્રાપુરીમાં જે આચાર્યના ભવાડા થયા તેમને આપ આપના લાલભુવનમાં ઉત્તેજન આપી. અનેક અનર્થો કરી રહ્યા છે તે શું પરાક્રમ છે? વાત કરવામાં વાયુ કાયના જ હણાય તેવા ડરથી મેં આગળ ખેસને ડુચે રાખી વાત કરે છે અને આપના મીલના ધંધામાં ધગધગતાં ઉકળતા પાણું ઠંડા પાણીમાં ધોધબંધ પડ્યા કરે, કાંજી માટે ચરબીને ઉપયોગ થાય. તે છતી આંખે જોયા કરે તે શું આપને પરાક્રમ? શું એ પંચેન્દ્રિય. જીવોની ચરબીના ઉપયોગથી જનધર્મ ટકાવી રાખવાના છે ?
શેઠ લાલભાઈ! દીક્ષારક્ષકવાળા તમને બનાવે છે, તમને ઠેઠ મેરૂ પર્વતના શીખર ઉપર ચડાવે છે. તમે જેટલી ઉંચાઈએ ચડે છે તેટલી ઉંચાઈથી બમણા જોરથી ભેાંય પડી ખરાબ થવાનો વખત આવશે તે તમને નથી સમજાતું? આવા માનના નશામાં તમે તમારું જ્ઞાન ભૂલી. જાઓ છે, તમારી બુદ્ધિ મારી જાય છે. સપ્તમહર્ષિઓની દીક્ષામાં તમે કેટલા બધા છળભેદ અને પ્રપંચે કર્યા છે તે તમે સમજશે નહીં કે દુનિયા જાણતી નથી. વખત આવે તે તમારું ભોપાળું બહાર આવશે. તમારા પાપને ઘડો હવે ભરાઈ રહ્યા છે. ફુટવાની તૈયારી છે. કુદરત ફયા વિના નહીં રહે. તમને વિનાશકાળે વિપરીત બુદ્ધિ સુઝી છે. શાસન પ્રેમીએ તમારા જ્ઞાતિબંધુઓને શ્વાન અને વાનરની ઉપમા આપે અને તે તમે સાંભળી રહો તે તમને શરમ ભરેલું નથી લાગતું ? લાલભાઈ શેઠ! શરમાઓ ! માનને નીશે છેડી દો. અભિમાન નરકમાં લઈ જાય છે તે તમે જન ફીલૅસૅફર થઈ નથી સમજી શક્તા ? તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૫
એક બાળાને ખુલ્લે પત્ર ૪૮ .-.-. . --~ -- ~ચડાવનાર તમને નરકેસરી બનાવતા નથી, પરંતુ નરકેશ્વરી અર્થાત નરકના અધિકારી બનાવે છે તે જરા જૈન ફીલોસોફીની દષ્ટિથી જુઓ, ખરા બારવ્રતધારી અને શાસનપ્રેમી થવા માગતા હો તે અયોગ્ય દીક્ષાની કલેશમય ધમાલ છેડી દો, માનને ત્યાગ કરે, માનથી જરૂર અધોગતિ થશે. છેવટમાં આપને લખી જણાવું છું કે
વીર મારા ગજ થકી ઉતરે,
ગજ ચડે કેવળ ન હાય રે ... એ પ્રમાણે બ્રાહ્મી અને સુંદરીએ પોતાના ભાઈ બાહુબળને આપેલો ઉપદેશ ધ્યાનમાં લો. અભિમાનરૂપી ગજ ઉપરથી ઉતર્યા પછી જ કેવળજ્ઞાન થયું હતું તે વાત ભૂલી ન જાઓ. કનકનગર,
લી. આપની ધર્મભગિની, વૈશાખ વદ ૫ મિ. સા. નેહલતાના જયજીનેં વાંચશે.
આ પ્રમાણે બાઇના હાથને લખેલે ખુલ્લે પત્ર વાંચી બધા આશ્ચર્યચકીત થઈ ગયા. કેટલાક સમજુ ગૃહસ્થો બાઈના અકેક વાક્યની કીંમત ટાંકતા હતા અને અંદર અંદર પ્રશંસા કરતા હતા. પણ હવે શું કરે? આચાર્યના હુકમથી બધું તંત્ર ચાલતું હતું. આચાર્યનું મેંઠું જાણે એરંડીઉં પીધું હોય તેવું થઈ રહ્યું. તે પણ “મીયાં પડયા પણ ઘેડે તો ચડયા” એ કહેવત અનુસાર તાડુકે કરી આચાર્ય કહેવા લાગ્યા “શું આ બાઈના લખવાથી લાલભાઈ જે શેઠ નમતું મૂકશે? એવાં તો ઘણાંએ પેતરાં બહાર પડે ! દીક્ષાવાજીંત્ર આગળ તેની શી કીંમત છે? આપણે તો જે કરતા હોઈએ તે કરેજ જવું. લાલભાઈને કહેવું કે આવા લેખો તરફ ધ્યાન નહીં આપતાં લગ્નનો ઉત્સવ સારી રીતે ઉજવે. એ રીતે વાત કરી ત્યાંથી કહેવાતા શાસનપ્રેમીએ વિદાય થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પ્રકરણ ૨૮ મું.
પ્રકરણ ૨૮ મું.
લાલભાઇને ત્યાં લગ્નોત્સવ.
લગ્નમાં વિધ.
| (દેહ). તુલસી હાય ગરીબકી કબી ન ખાલી જાય,
મુએ ઢરકે ચામસેં લુહા ભસ્મ જાય. લાલભાઈ શેઠને ત્યાં ઉજમણાની અને દીક્ષાની ધામધૂમ પૂરી થઈ કે તેમના દીકરા નવીનચંદ્રના લગ્નના ગણેશ બેઠા. વચ્ચે વૈશાખ વદ ૩ ના રોજ માનપત્ર લેવાને પણ ભાગ્યશાળી થયા તે વાચકોએ વાંચ્યું. લગ્નનું મુહૂર્ત વૈશાખ વદ ૧૦ નું નક્કી કરવામાં આવ્યું હતું. તે ઉપર દેશ પરદેશથી મહેમાનો અને સગાસંબંધીઓ આવવા લાગ્યા. કન્યાના બાપ શેઠ સૌભાગ્યચંદ પણ પૈસાવાળા હોવાથી તેમણે પણ માંડવો બાંધી મોટી ધામધૂમ કરી હતી.
લગ્નના દિવસે રાત્રે શેઠ લાલભાઈને ત્યાં વરઘોડે ચડાવવાની તૈયારીઓ થવા લાગી. વીજળીની બત્તીથી પ્રકાશમાન થયેલા મોટા સુશોભિત મંડપમાં મહેમાને, નેતરેલા ગૃહસ્થો, અમલદારે બિરાજમાન થયા. લાલભાઈ મીલના એજંટ હોવાથી મીલોવાળા ગૃહસ્થની મેટી હાજરી હતી. વરરાજા નવીનચંદ્ર બધાને નમસ્કાર કરી વચ્ચે ગાદી ઉપર બેઠા.
વરઘોડો લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં એક ડોશી, એક નાની યુવાન મારવાડી બાઈ તથા ત્રીજી એક બાઈ તેનાં બે છોકરાં તેડીને, સાથે બે માણસો લઈને અંદર દાખલ થઈ. માંડવામાં સર્વની સમક્ષ પોકે પોક મુકી રડવા લાગી. પેલી બે છોકરાની મા તે ગાળો દઈ કહેવા લાગી “મારા ધણને દીક્ષા આપી છે તે હવે મારાં બાળકને સંભાળજે. મારા ધણને ખોટું ખોટું સમજાવી, ફોસલાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
લાલભાઇને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિન.
૨૪૭
રૂપીઆ આપી લઈ ગયા છે તે મારે તમારા રૂપીઆ નથી જોઇતા, લાવે મારે ધણું, અગર રાખે બે છોકરાં.” એમ કહી રેતી રેતી છોકરાંને માંડવા વચ્ચે મુકીને બહાર જતી રહી. એક છોકરું તે ફક્ત ત્રણ માસનું હતું અને બીજું બે વરસનું હતું. જેનાર તે અજબ થઈ ગયા કે આ શું ?
પેલી ડોશીએ તે માથું કુટી લોહી કાઢયું અને ખૂબ છાતી કુટવા લાગી. “લાવો મારે દીકરે,” એમ બોલતી જાય અને છાતી કુટતી જાય.
પેલી બિચારી મારવાડી નાની સ્ત્રી તરતની પરણેલી ડુસકે ધ્રુસકે રડતી હતી. ગરીબ નિરાધાર હતી, ભલી હતી, રડતાં રડતાં મેં વાળતી અને બેલતી કે “હમણું પરણું છું. શું કરીશ?” વગેરે કહીં છાઓ લેતી હતી.
આ દેખાવથી સૌની આંખમાં પાણું આવ્યું. આવેલા ગૃહમાં જે વૃદ્ધ હતા તે લાલભાઈ શેઠને કહેવા લાગ્યા “અરે લાલભાઇશેઠ! આ શું છે? આ તે બીલકુલ સારું દેખાતું નથી. વરઘોડો વધે જણાય છે. સાથે પોલીસના માણસો આવેલા દેખાય છે. વખત ઓળખો. આ બે છોકરાં રડે છે, જુઓ, તેને વિચાર કરો. આ ઉપાધિ કયાંથી હાથે કરી હોરી લીધી ?” એટલામાં જોડે કેાઈ ગૃહસ્થ બેઠા હતા તેમણે મશ્કરીમાં કહ્યું “એ તે પેલા સપ્ત રૂષિના દીક્ષા મહોત્સવનું પરિણમ જણાય છે.”
લાલભાઈ તે લેવાઈ ગયા. શું કરવું તેની સુઝ પડી નહીં. એક બાજુ એ છેકરાં રડે, ડોશી છાજી લે, પેલી મારવાડીબાઈ લાજ કાઢી મેં વાળે અને બીજી બાજુ લોકોને બુમા અને તિરસ્કાર થવા લાગ્યો. મામલે ભારે થઇ ગયો. મીલને મેનેજર આ વખતે માંડવામાં હતો તે ડેશીને અને પેલી છોકરાંની માને ઓળખતે હતે. તે ઉભા થઈ ડોશીને સમજાવવા લાગ્યો અને બહાર જઈ પેલી બાઈને સમ
જાવી પરાણે ખેંચી લાવી છેકરાંને લેવા માટે આગ્રહ કરતો અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રકરણ ૨૮ મું. આવ્યો પણ તે તે નાજ પાડવા લાગી. પેલું બે વરસનું છોકરું તો ગાંડઘણું કરી દેતું રાતું માની પાસે આવ્યું પણ પેલું ત્રણ માસનું છોકરું તે ટળવળવા લાગ્યું. આ દેખાવ સહન નહીં થવાથી એક પારસી અમલદારે તે છોકરાને ઉપાડી પોતાના ખેળામાં લીધું. અને છાનું રાખવા લાગ્યો. પછી પાંચ સાત મોટા મોટા ગૃહસ્થ મેનેજરને જરા ઉતાવળા અવાજે કહેવા લાગ્યા “ગમે તે ભોગે સમાધાન કરે અગર તેમના ધણુઓને સાધુ પાસેથી પાછા બેલાવી લો. આ તો ગંભીર પ્રકારનો ગુન્હ બનશે. લગ્નમાં જબરું વિશ્વ આવશે. માટે લાલભાઈને બોલાવી સમજાવો.”
મેનેજરે લાલભાઈનેબાજુમાં લઈ જઈ એમનું સમાધાન કરવા સમજાવ્યા. એક બાજુ વરઘેડાની તૈયારી થઈ રહી છે, વરરાજા મોટરમાં પગ મુકે તેટલી જ વાર છે અને બીજી બાજુ વચ્ચે આ વિઘ આવી પડયું અને તે વળી માંડવા વચ્ચેજ અને મોટા મોટા શહેરીઓની સમક્ષ. લાલભાઈએ છેવટે મેનેજરને જણાવ્યું “તમે તેમને મોટરમાં બેસાડી લઇ જાઓ અને પાંચ દસ હજારે ગમે તેમ છુટક કરે.”
મેનેજર તે બાઈઓ પાસે જઈ તેમને સમજાવવા લાગ્યો “અમે તમારા માણસને મહારાજ પાસેથી પાછા લાવી આપીએ છીએ એમ કહી પારસી અમલદાર પાસેથી બાળક લઈ તેની માને આપ્યું. દિલાસે આપી ગમે તેમ સમજાવી મીલમાં તેમનાં મકાન હતાં તે તરફ તેઓ ગયાં. સાથે આવેલા પેલા પોલીસના માણસો પણ મોટરમાં ચડયા.
તેમની મોટર ઉપડી કે વરરાજા નવીનચંદ્ર મેટરમાં બેઠા અને વરઘોડે ચાલવા લાગ્યો. વડાને આનંદ ઉડી ગયો અને આ ભવાડાની વાતે ચાલી રહી.
પછી પેલો પારસી અમલદાર મશ્કરીમાં લાલભાઈને કહેવા લાગે “શેઠ તમને આ શી લત લાગી છે? હમણાં મેં પેપરમાં વાંચ્યું હતું કે તમે સુવર્ણપુરમાં ત્રણ જણને દીક્ષાઓ હાથી ઉપર બેસાડીને આપી અને હમણાં સાત જણને અહી આપી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ–લગ્નમાં વિદન.
૨૪૯
આ ભવાડો થયો છે. તમે શા માટે મહારાજની ખાતર આમ ખરાબ થાઓ છે ? તે બાવાઓને શા માટે ઉત્તેજન આપી ફટાડે છે અને પૈસાનું પાણી કરી આવા ગરીબોના ત્રાસ લો છો ? આમાં તમને શું પુણ્ય છે તે હું કાંઈ સમજી શકતો નથી. તમારા ધર્મગુરૂઓ એમાં પુણ્ય સમજતા હોય તો તે તમારે ધર્મ અને તેવા તમારા ગુરૂએ તમને મુબારક છે. અમે તો તેમને બોયકોટ કરીએ. આ પ્રમાણે ત્રાસ વર્તાવી દીક્ષા આપવી તેમાં લાલભાઈ તમને દયા નથી આવતી ?”
લાલભાઈ તે કાંઈ જવાબ આપી શકયા નહીં. શું જવાબ આપે ? એમ એક પછી એક મહારાજને ગાળો દેવા લાગ્યા અને ધર્મ ઉપર ટીકા કરવા લાગ્યા “જોયા મેટો ચાંલ્લો કરનાર જીવ દયાના ઉપાસક જનો? ઝીંણા જીવોની દયા ખાય અને આવી બિચારી સ્ત્રીઓની આંતરડી કકળાવે! જેમાં તેમની અહિંસા ? બધા ઠગ ભકતે છે.” એમ ઠઠ્ઠા મશ્કરી કરી સાજનમાં ચાલતા હતા. લાલભાઈના કાને તે - શબ્દો પડતા હતા, પસ્તાવો થડો થડે થવા લાગ્યો, પણ હવે શું કરે ?
એમ કરતાં કરતાં વરઘોડો વેવાઈ શેઠ સૌભાગ્યચંદ ગીરધરલાલના ઘર આગળ આવી પહોંચ્યા. તેમના તરફથી સારો સત્કાર કરવામાં આવ્યો. માંડવામાં બધા બેસી ગયા અને ખાસ ગોઠવેલી બેઠક ઉપર વરરાજા બેઠવ્યા. આ વખતે તેમના મેં ઉપર ગ્લાનિ છવાયેલી હતી. ખુબસુરત બે છોકરીઓના નાચ અને ગાયન શરૂ થયાં.
ઘર આગળ ચેરીમંડપ રચાયો. વરકન્યા માયરામાં બેઠાં. ગોર મહારાજ લગ્નવિધિ કરવા લાગ્યા. અને બરાબર રાતના અગીઆર વાગે હસ્તમેળાપ થયે, વારા ફરતી પુરૂષો અને સ્ત્રીઓ મંગલાષ્ટક બોલી દંપતીને આશીષ આપવા લાગ્યાં. લગ્નવિધિ પૂરી થઈ એટલે વરકન્યા-નવીનચંદ્ર ને સુશીલા–મોટરમાં ઘર તરફ વળ્યાં.
આ પ્રમાણે લગ્ન ઘણુ ઠાઠથી કરવામાં આવ્યાં પણ લાલભાઈ અને કુટુંબજને તેને લ્હાવો લઈ શક્યાં નહીં. લાલભાઈ અને તેમનાં પત્ની હરકેરબાઈ ઘણાંજ નારાજ થઈ ગયાં હતાં. તેમને નીકળતાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પ્રકરણ ૨૮ મું.
આવા અપશુકન થવાથી તેમનું હૃદય ધડકતું હતું, “હાય હાય શું, થશે ? પેલી ડોશીના શાપ લાગશે. ઘણું જ ખોટું થયું” એમ મનમાં વિચાર કરી મુંઝાઈ જતાં હતાં. લાલભાઈને મોટો દીકરે બાલાભાઈ જાણે રીસા હોય તેમ તે બોલતેજ નહોતો. લગ્નના કામકાજમાં ભાગ લેતે પણ બીજી ધમાલ કરતે નહોતે. દીક્ષા સંબંધી બાપ દીકરાના વિચાર બરાબર બંધ બેસતા નહોતા. આવી રીતે લગ્નને પ્રસંગ પર થયે.
મેનેજરે લગ્નના વરઘોડામાં ભાગ લેવા આવ્યો હતો પણ તે તો દીક્ષાના ભવાડાના વરઘોડામાં રોકાયો. પેલાં બૈરાંએ હઠ લીધી કે ઘેર જવું નથી પરંતુ ઉપાશ્રયમાં મહારાજ પાસે જવું છે અને તેમની પાસેથી અમારાં માણસ પાછાં લેવાં છે. આ માટે રકઝક ચાલી. પેલો પોલીસને સીપાઈ કહે “અમને તે તેમની સાથે જ રહેવાને હુકમ છે. તે જ્યાં જાય ત્યાં તેમની મદદમાં રહેવાનું છે. તેમને તે તેમના માણસો જોઈએ છે માટે જ્યાં માણસો હોય ત્યાં ગયા વિના ચાલે તેમ નથી.”
મેટર ઉપાશ્રય તરફ ચાલી. બૈરાંને મોટરમાં રાખી મેનેજર સાધુ પાસે ગયો. મેનેજર મહારાજને ઓળખતો નહોતો તેથી આ મહારાજે દીક્ષા આપી હશે એમ સમજી તેમની સાથે વાત કરવા લાગ્યા.
મહારાજે હકીકત વિગતવાર સાંભળી જવાબ આપે “હું તે આવી દીક્ષાથી વિરૂદ્ધ છું. લાલભાઈ શેઠના ગુરૂ તો પેલા સૂર્યવિજય આચાર્ય છે તેમને મળે. તે ઘણે ભાગે લાલભાઈના બંગલા જોડે લાલભુવનમાં રહે છે. મારું નામ તે પદ્મવિજય છે. આચાર્ય સૂર્યવિજયને મળવાથી ખુલાસે થશે.”
“આપને તસ્દી આપી માટે માફ કરજે.” એમ વિવેક કરી મેનેજર ત્યાંથી ઉઠી મોટરમાં બેશી લાલભુવન તરફ ઉપડે. આ પહેલાં આચાર્ય સૂર્યવિજયના કાને વાત આવી ગઈ હતી. કારણ કે લાલભાઈના બંગલાથી આ લાલભુવન છેટે નહોતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
લાલભાઇને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિદ્ધ.
૨૫૧
લાલભુવન આગળ ત્રણ બૈરાંવાળી મોટર દેખી આચાર્ય સૂર્ય-. વિજય ખૂબ ગભરાયા. પેલા સાતે ચેલાઓને તે તરતજ રાતે રાત ત્યાંથી વિહાર કરાવી અમુક ઘરમાં સંતાડી દેવામાં આવ્યા હતા. તેથી તેમાંને કેઈ પણ સાધુ ત્યાં નહોતે.
મેનેજરે અંદર પ્રવેશ કર્યો અને મહારાજને વાત કરી. મહારાજે જવાબ આપ્યો “હું શું કરું? તમારા શેઠ જાણે, તેમણે કહ્યું તેથી દીક્ષા આપવામાં આવી. તેમાં મારે શું દોષ છે ? બંગલાના વરંડાની વીજળીની બત્તીઓનો પ્રકાશ અંદર સારી રીતે પડતું હતું. તેથી મહારાજ જે કે અંધારાવાળી જગાએ હતા તે પણ બરાબર જોઈ શકાતા હતા. આ વખતે કેટલાક ભકતિ પણ જોડે બેઠેલા હતા. એ રીતે મેનેજરને વાત કરવામાં જરાક વાર લાગી કે પેલી ત્રણ બાઈઓ અને બે પુરૂષો અંદર દાખલ થયા અને માંડવામાં જે ફારસ કર્યો હતા તેવો ફારસ કરવા માંડ્યો અને પેલી બે છોકરાંવાળી બાઈએ તે પેલા ત્રણ માસના બાળકને એકદમ પાસે જઈ સૂર્યવિજયના ખોળામાં મુકી દીધું. “અરેરે ! જુલમ થયો ! જુલમ થયો !” એમ સાધુઓ અને બેઠેલા ભકતો બોલી ઉઠયા. “આ કેણુ લુચ્ચાઓ આવ્યા છે?” એમ એક ભક્ત બોલ્યો અને મહારાજના ખોળામાંથી બાળક લઈ નીચે મૂક્યું.
મેનેજરે જવાબ આપ્યો “એમ બુમ પાડશે નહીં.”
ભક્ત બોલી ઉઠો “શું બુમ પાડશે નહીં એમ બેલે છે? બૈરાં માણસથી સાધુને અડાતું હશે અને આમ કરૂં મહારાજના ખોળામાં મુકાતું હશે ?”
આ સાંભળી પેલી બાઈ બોલી “ ત્યારે શું મારા ધણને મારી રજ શીવાય દીક્ષા અપાતી હશે ? એમાં પાપ નહીં અને આ પાપ ! મારો ધણુ લઇ જતાં જરા વિચાર નહીં થયો? લા ધણ પાછે અગર સંભાળો આ બે છોકરાં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પ્રકરણ ૨૮ મું.
વચ્ચે ડોશી તે હાયપીટ કરી છાતી કુટવા લાગી. પેલી મારવાડી સ્ત્રી તે લાજ કાઢી મેં વાળી મહારાજને ખૂબ ગાળો દેતી હતી. આચાર્ય મેનેજરને કહેવા લાગ્યા “આ તોફાન મારે ત્યાં શા માટે ?”
મેનેજર... તમારે ત્યાં નહીં તે ક્યાં લઈ જાઉં?” આચાર્ય–“લાલભાઇ શેઠને બંગલે.” મેનેજર–“તે તે વરડામાં છે, બંગલે તો કાઈ નથી.” આચાર્ય–“એ આવે ત્યારે થઈ પડશે.”
મેનેજર–“એ આવે ત્યારે થઈ પડે તેવું આ કામ નથી. જોડે આ બે પોલીસના માણસો છે તેમની મદદથી આ કામ બનેલું છે. વાત ગંભીર થઈ છે. બીજા ચેલાઓ પચ્યા પણ આ પચવા મુશ્કેલ છે માટે તેમના ત્રણ માણસને આપી દો એટલે બધું પટી જાય -અને લાલભાઈ શેઠની આબરૂ જળવાય. નહીં તો ફજેતીના ફાળકા છે.
આચાર્ય–“ આ લાલભુવનમાં હોય તે લઈ જાઓ.” મેનેજર-“લાલભુવનમાં ન હોય તે બતાવો તે કયાં છે?”
આચાર્ય–“તેની અમને ક્યાંથી ખબર? તે તે દીક્ષા લઈ -અહીંથી વિહાર કરી ગયા છે.”
મેનેજર—“યાં વિહાર કરી ગયા ? ” આચાર્ય-“તે અમે જાણતા નથી.”
મેનેજર—“મહારાજ! મને લાલભાઈ શેઠેજ મોકલ્યો છે. ગમે તેમ કરી આ લેકેને સંતોષ આપ્યા વિના છૂટકોજ નથી. જુઓ, બે છોકરાં ક્યારનાં રડયા કરે છે ! ડોશીએ માથું એવું કુટયું કે તેના માથામાંથી લોહી નીકળ્યું છે અને બિચારી નવી પરણેલી સ્ત્રી તો ક્યારની મુંઝાઈ ગઈ છે, માટે મહેરબાની કરી એ ત્રણે જણ કયાં ગયા છે તે બતાવે.”
મેનેજરે ઘણુએ માથાકુટ કરી પણ મહારાજ ડગ્યા નહીં. આવી રીતે રોકકળમાં તેમણે ત્રણ ચાર કલાક કાઢયા. પરણીને વરકન્યા પણ ઘેર આવી ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ–લગ્નમાં વિM.
૨૫૩
:
~-~-~-~-~-~~-
-
~
~~-
~
મેનેજરે ફરી મહારાજને કહ્યું “મહારાજ ! ક્યારના અમે ટી. થઈએ છીએ અને આપ સીધો જવાબ આપતા નથી. તેમના માણસને લીધા શીવાય અમે ખસવાના નથી. આપનો હઠવાદ સરકાર પાસે નહીં ચાલે.”
આચાર્ય–“બેલા લાલભાઈ શેઠને ?”
મેનેજરે બેઠેલામાંથી એક ભક્તને લાલભાઈને બોલાવવાને મેકલ્ય. લાલભાઈ સમજતા હતા કે મેનેજરે સમાધાન કર્યું હશે એમ વિચાર કરી જરા સુઈ જવાની તૈયારી કરતા હતા એવામાં તે માણસ આવ્યો અને તમામ હેવાલ કહી સંભળાવ્યો. લાલભાઇના પેટમાં ફાળ પડી. ઉજાગરાથી આંખો બળતી હતી, થાક લાગે. હતે, છતાં ઉઠીને આચાર્ય પાસે જવું પડયું.
લાલભુવનમાં જઈ આચાર્યને લાલભાઈ શેઠ કહેવા લાગ્યા, “કેમ મહારાજ સાહેબ ?” મહારાજે જવાબ આપે “તમારા મેનેજર ક્યાં આ બધાં પાપને લઈને મારી પાસે આવ્યા?”
લાલભાઈ–તે તેમના દર જવાનું કહ્યું હતું.”
મેનેજર—“ તે તેમના ઘેરે માલમાં જતા હતા પણ તેમણે સાફ ના પાડી અને મેટરમાંથી મુસ્કે મારી ઉતરવાની તૈયારી કરતાં હતાં. અમારે મહારાજ પાસે જવું છે એવી હઠ લેવાથી હું પેલા ઉપાશ્રયમાં મહારાજ હશે એમ સમજી ત્યાં ગયો અને ત્યાંથી ખબર પડી કે લાલભુવનમાં છે તેથી અમે બધાં અહીં આવ્યાં.”
લાલભાઇ– “લઈ જાઓ તેમના ઘેર, અહીં શું છે ?”
આ શબ્દની સાથે ત્રણે બાઇઓ ખૂબ ગાળો દેવા માંડી અને બેડલવા લાગી “અમે તે અહી લોહી છાંટીશું પણ અમારા માણસો લીધા વગર જવાનાં નથી, સમજ્યા શેઠ ! મોટા તે તમે તમારા ઘરના ! અમારાં માણસ આમ કાંઈ ઉપાડી જવાય નહીં.”
ડેશી-“આપને તમારા છોકરાને દીક્ષા ? શું કરવા તેને પરણાવ્યો ? તમારો શ્રીમંતને છોકરે વહાલો અને અમારે ગરીબને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પ્રકરણ ૨૮ મું.
છોકરે અળખામણે ? હાય મારા દીકરા! હાય મારા દીકરા!” એમ કહી ડોશી છાશ લેવા માંડી.
મેનેજર “શેઠ! આપને ભલે મારા ઉપર બેઠું લાગે પણ મામલો ગંભીર થયેલે છે, તેમની સાથે આ પોલીસના માણસે છે. સરકારે કેસ ઉપાડેલ છે માટે તે ત્રણે જણને પાછા સોંપવા પડશે. એટલું જ નહીં પરંતુ એમને ખુશી કરવાં પડશે. હવે મહારાજને તમે સમજાવે. હું તે થાકયો.”
લાલભાઈમહારાજ સાહેબ! હવે કેમ કરવું?”
આચાર્ય-“શું જાણું? તમે જાણે. તમે મને તેમને દીક્ષા આપવાનું કહ્યું તેથી મેં મારા ચેલા પાસે દીક્ષા અપાવી.”
લાલભાઈ– પણ હવે આ વિઘ્ન આવ્યું એનું શું કરવું ?” આચાર્ય–“તેને વિચાર તમારે કરવાનું છે.”
લાલભાઈ–“તે નવા દીક્ષિતેને આપણે પાછા બોલાવી પુછી જોઇએ. જે તે હા પાડે તો તેમને સુઝે તેમ કરીએ. હું ધારતો નહોતે કે આટલા દરજજે વાત પહોંચશે. માટે આ વખતે હઠવાદની જરૂર નથી. વળી હું તમારે જામીન થયેલો છું તેથી જરા હું કહું છું તે ઉપર તમારે ધ્યાન આપવું પડશે.”
આચાર્ય–“જ્યાં હોય ત્યાંથી તમે તેમને બેલાવી કરવું ઘટે તેમ કરે.”
લાલભાઈ–“પણ તે કયાં છે તેનું ઠેકાણું તે બતાવો?”
આચાર્ય-“જાણતા નથી. તેમની સાથે ચાર પાંચ ચેલાઓ છે. અહીંથી જવાના હતા, કયાં ગયા તે મને કહેલું નથી.”
લાલભાઈએ ઘણુંએ કહ્યું પણ આચાર્ય હઠવાદ છોડયો નહીં. મેનેજર પણ માથું ફેડી થાક. તેને પણ મિજાજ ગયો. બંગલામાં ખૂબ ધાંધળ થઈ છે એવું જાણવામાં આપવાથી લાલભાઈનાં પત્ની હરકીરબાઇ તથા બાલાભાઈ તથા બીજી સ્ત્રી પુરૂષો ત્યાં આવી પહોં
વ્યાં. ત્રણ સ્ત્રીઓનું તથા પેલાં બે છોકરાંનું રૂદન જોઈ દરેકને દયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિન.
૫૫
આવી અને મહારાજ ઉપર ઘણો જ તિરસ્કાર છુટ. ડોશી માથું કુટતી કુટતી તમ્મર ખાઈ નીચે પડી કે થાંભલાની કુંભી સાથે તેનું માથું જોરથી અથડાયું અને બેભાન થઈને ચતીપાટ પડી. આ જોઈ બધાં ગભરાયાં. માથામાંથી લોહીની ધારાઓ છુટવા લાગી અને ગંભીર સ્થિતિ થઈ પડી. લાલભાઈના બંગલામાંથી દવાઓ લાવી ઉપચાર કરવા લાગ્યા પણ ટેકી લાગી નહીં. શ્વાસ ધીમે પડવા લાગ્યો, પાસે ડોકટર રહેતું હતું તેને મોટર મોકલી બોલાવ્યા. તેના આવતા પહેલાં તે હદય ધબકવું બંધ પડી ગયું. આંખે પણ ફરી ગઈ.
ડેકટર આવીને શરીર તપાસવા લાગ્યો, હાથની નાડી જોઈ, હૃદય જોયું, આંખ તપાસી, નાક તપાસ્યું, પણ કાંઈજ નહોતું. દસ મીનીટ બારીક તપાસ કર્યો અને છેવટે જાહેર કર્યું કે “ડોશી મરી ગઈ છે. તેનામાં પ્રાણ નથી. માથામાં મગજ ઉપર સખ્ત ઘા થવાથી તેના પ્રાણ ગયા છે.”
આ બનાવથી સૌ સ્તબ્ધ થઈ ગયાં. આચાર્ય સૂર્યવિજયના મોં ઉપર ફીકાશ વળી ગઈ હરકેરબાઈ ક્રોધના આવેશમાં આવી બોલી “મહારાજ ! તેનો છોકરો આ હેત તો આ દશા થાત ? બાલો હવે શું કરવું? ચેલા મુંડવામાં તૈયાર છે અને વિદન આવે ત્યારે ખશી જાઓ છે.”
પછી તે લાલભાઈ સામે હાથ કરી ઠપકો આપવા લાગી “હું તો તમને ઘણી વખત ના પાડતી, પણ કેણ જાણે સાધુએ તમને શી ભભૂતિ નાખી છે કે તમે તેમની આંખેજ દે છે. વળી મોટી દીક્ષારક્ષક સભા કાઢી તેના પ્રમુખ થયા છે. બળી તમારી એ સભા. હું તે તેને “બાળભક્ષક” સભા માનું છું. (પછી મહારાજ તરફ જોઈ ) મહારાજ! છોકરો જ્યાં હોય ત્યાંથી લાવે એટલે તેને પાસે રાખી આ ડોશીને ઠેકાણે પાડીએ. રાતના ત્રણ ચાર વાગ્યા છે. કાંઈ વિચાર આવે છે?
પછી પેલા બે પોલીસના માણસે હતા તેમાંથી એક કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પ્રકરણ ૨૮ મું.
લાગ્યો “તેમના નવા મુંડેલા ચેલા કયાં છે તે અમે જાણીએ છીએ. મહારાજ નહીં બતાવે તે અમે લાવીશું અને બાઈઓને સંપીશું. પણ શેઠ સાહેબ ! હવે ડોશીની લાસનું અમારા ઇન્સ્પેકટર સાહેબ આવ્યા શિવાય બીજું કાંઈ થઈ શકશે નહીં. રીતસર જયુરી ભરવી પડશે અને કેરેનર બાળવાની રજા આપશે ત્યારે સ્મશાન ઉપર લઈ જવાશે.”
લાલભાઈ–“તમે ચેકસ જાણે છે કે તે કયાં છે?” પોલીસવાળો–“હા, બરાબર જાણીએ છીએ.”
ચાલો ત્યારે આપણે બધાં આપણું બંગલે જઈએ.”
એમ કહી પેલી બે બાઈઓને તથા બે છોકરાંને લઈ લાલભાઈ તથા હરકોરબાઈ પિતાને બંગલે ગયાં. હરકોર બાઈએ તેમને એક ઓરડામાં બેસાડી આશ્વાસન અને ધીરજ આપી.
લાલભુવનમાં એક બાજુએ એક ઓરડી હતી ત્યાં મડદાને ઉંચકીને લઈ ગયા અને તેના ઉપર કપડું ઓઢાડવામાં આવ્યું. પાસે બે માણસોને બેસાડવામાં આવ્યા. પેલા પોલીસના બે માણસોમાંથી એક લાલભુવનમાં રહે અને બીજે લાલભાઈના બંગલે સ્ત્રીઓ અને મેનેજર સાથે આવ્યો.
લાલભાઈની અંધ શ્રદ્ધાના પાટા હવે થોડા થોડા છુટવા લાગ્યા. અને આંખ ઉઘડી. બાલાભાઈ કહેવા લાગ્યો “તે તમને મૂળથી જ કહેતો હતો પણ તમે તે મહારાજની પાછળ ઘહેલા થઈને ફરતા હતા અને પૈસાનું પાણી કરતા હતા. જોયું ને ? શું પરિણામ આવ્યું ? આજે આપણે લગ્નના દિવસ ઉજવ્યો કે મહારાજની મોંકાણ માંડી ?”
લાલભાઈ કહે “મને વધારે કહેશે નહીં, જે કામ કરવાનું છે તે કરે, હવે આ બે બાઈઓના ધણને લઈ આવે, પોલીસના માણસની સાથે જઈ એ બંને સાધુઓને મોટરમાં બેસાડીને જલદીથી લાવો.”
મેનેજર તથા બાલાભાઈ પેલા પોલીસના માણસને સાથે લઈ મોટરમાં ગયા. જે ઘરમાં સાધુઓ હતા તેમના ઘર આગળ મેટર ઉભી રાખી. ઘરનાં માણસો ગભરાયાં. પેટમાં પાપ એટલે કાંઈ બોલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિદ્ધ.
૨૫૭
શક્યાં નહીં. ઘરમાં જઈ મેનેજરે કહ્યું “તમારે ત્યાં સાધુઓ સંતાડેલા છે તે કયાં છે?”
- ઘરધણું આગલી રાત્રે થયેલી ધાંધળ જાણતો હતો તેથી લાંબી પંચાત નહીં કરતાં “સાહેબ! પાછળના ઓરડામાં છે” એમ કહી તેમને ઓરડામાં લઈ ગયો. આ સાધુઓમાં ગુપ્તવિજય હતા તે પોલીસના માણસને જે કહેવા લાગ્યા “તમારે કેનું કામ છે ?” મેનેજરે જવાબ આપ્યો “અમારે તે ડોશીને છેક ચંદુલાલ, એક મારવાડી બાઈને ધણુ કેદારમલ અને નાનાં બે છોકરાંવાળી સ્ત્રીને ધણું જેસીંગલાલ એમ ત્રણની જરૂર છે.”
ગુપ્તવિજય“ જુઓ ! એ ત્રણે આ રહ્યા.” મેનેજર–“ત્રણેને લાલભાઈ શેઠ બોલાવે છે માટે ચાલે.” કેદારમલ–“અત્યારે રાત્રે અમારાથી શી રીતે નીકળાય?”
મેનેજર–“નીકળાય કે ન નીકળાય, પણ આવ્યા વિના છુટકે નથી. બાઈએ શેઠના બંગલે લાંઘવા બેઠી છે અને ડેશી માથું કુટી મરવા પડી છે.”
આ સાંભળી ચંદુલાલ બલી ઉઠે “હાય ! મારી મા મરવા પડી ! મેં શેઠને ઘણુએ ના કહી પણ મને પરાણે દીક્ષા આપી, હું તે તેમની સાથે જાઉં છું અને ડોશીને મળી આવું છું” આવા ચંદુલાલના શબ્દો સાંભળી કેદારમલ તથા જેસીંગલાલ સાથે જવાને તૈયાર થયા અને મેનેજરને કહેવા લાગ્યા “ચાલો અમે પણ તમારી સાથે આવવાને તૈયાર છીએ, અમારે આ વેશ જોઈત નથી. અમે ચાર દિવસમાં પૂરેપૂરા ધરાયા.”
મેનેજર ત્રણે જણને મોટરમાં બેસાડી બંગલે લઈ ગયા અને ડોશીના મરણ થયાના સમાચાર શીવાય સર્વ હકીકત જણાવી. આ વખતે સવારના છને શુમાર થયે હતે. લોકોની આવજા શરૂ થવા માંડી, અને લાલભુવન આગળ તો ડોશીની ધમાલ થયેલી હોવાથી કેટલાક લોકો ત્યાં એકઠા પણ થયેલા હતા.
૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રકરણ ૨૮ મું.
ત્રણેને જોઈ લાલભાઈને ધીરજ આવી. પિતાની ડોશીને મળવા આતૂર બનેલા ચંદુલાલે પુછયું. “મારી મા ક્યાં છે?” લાલભાઈ આ પ્રશ્નથી મુંઝાયા. શું જવાબ આપે ? મેનેજર ધીમે રહી જવાબ આપો “ભાઈ ! જે બનવા કાળ હતું તે બની ગયું. શું કહું ?'
“સંપત ગઈ તે સપડે, ગયાં વળે છે વહાણ,
ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.” (દલપતરામ) ડોશી મરી ગયાં છે, મહારાજના બંગલાની ઓરડીમાં છે.”
ચંદુલાલ આ શબ્દો સાંભળી પિક મુકી રડવા લાગ્યો. રડતાં રડતાં તેણે કહ્યું “મને મારી માનું માં જોવા લઈ જાઓ.” મેનેજર તેને લાલભુવનમાં લઈ ગયા. માને આવી રીતે મરી ગયેલી જોઈ ચંદુલાલ છાતી ફાટ રૂદન કરવા લાગે અને મહારાજના ઉપર ગાળોને વરસાદ વરસાવી દીધા. મેનેજરે તેને શાંત કર્યો અને ત્યાંથી તેને લઈ બંગલે આવ્યો અને ત્રણેના સાધુવેશ ઉતારી સંસારી કપડાં પહેરાવ્યાં. ચંદુલાલ લાલભુવનમાં ગયો અને ડોશીના શબની જોડે બેઠે.
કેદારમલ તથા જેસીંગલાલ મેનેજરને કહેવા લાગ્યા “શેઠની શરમને લીધે અમે બોલી શક્યા નહીં. અમે તે તેમને સાફ કહી દીધું હતું કે “કુટુંબ ભુખે મરે તેનું શું ?' ત્યારે તેમણે “પાંચ પાંચ હજાર રૂપીઆ મીલમાં તમારા નામે જમે રાખી વ્યાજ તમારા કુટુંબને આપીશું’ એમ કહી ઘણું દબાણ કર્યું તેથી અમે બોલી શક્યા નહીં.”
જે બન્યું તે ખરું, જd 7 વામિ, ચાલો અંદર હરકોઈબાઈ પાસે, તમારા બેરાં છોકરાં અંદર બેઠાં છે.” એમ કહી મેનેજર તેમને અંદર લઈ ગયો.
આ બંનેને જોઈ બાઈઓને ઘણેજ હર્ષ થયો. આંખમાંથી હર્ષનાં આંસુ ખરવા લાગ્યાં. હરકેઈબાઈએ તેમને આશ્વાસન અને સંતોષ આપતાં જણાવ્યું “તમારી નોકરી મીલમાં કાયમ છે, એમ સમજશે નહીં કે શેઠ તમને કાઢી મુકશે. તમને આટલા દિવસ દુઃખ
પડયું માટે તમને સો સે. રૂપીઆ આપીશું. થયાં હવે રાજી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિદ્ધ.
૨૫૯
અહીંથી તમે રાજી ખુશીથી જાએ એ જોવા ઇચ્છું છું. મેટર બહાર તૈયાર છે તેમાં બેસે. અમારે માણસ તમને તમારા ઘેર સહીસલામત રીતે મુકી આવશે.”
તેઓ હરકોરબાઈને ઉપકાર માની ત્યાંથી પિતાને ઘેર ગયાં. પછી હરકેરબાઈ પેલા ચંદુલાલને બોલાવી આશ્વાસન આપી કહેવા લાગી “જે ભાઈ! બનવાનું હતું તે બની ગયું. તારે તારી મા સાથે એટલો સંબંધ હશે. તારી નોકરી મીલમાં કાયમ છે એમ સમજવાનું છે. તે ઉપરાંત સો રૂપીઆ આપવા શેઠે જણાવ્યું છે. તમારે જમવાની અડચણ પડે તેવું હોય તો અમારા રસોડે જમવું. રસોડે જમવા મરજી નહીં હોય તો દર માસે તેને બદલે રૂ. ૨૦) વધારે આપવામાં આવશે. પણ મનમાંથી અમારા પ્રત્યે રોષ કાઢી નાખે.”
ચંદુલાલ વિશેષ નહીં બોલતાં “જેવી શેઠની મરજી” એમ કહી પાછો લાલભવનમાં ગયો. લાલભુવન આગળ તો લોકોના ટોળે ટોળાં જેવા માટે ફરવા માંડ્યાં. સવારના નવ વાગ્યા એટલે પુરીએ આવી તપાસ કર્યો. સઘળી હકીકત લખી લીધી અને “ડોશી પડી જવાથી માથું ફૂટી જવાથી મરણ પામી છે. સૂર્યવિજય આચાર્યો તે ડોશીના છોકરા ચંદુલાલને દીક્ષા આપવાથી તે કલ્પાંત કરી સાધુ આગળ રૂદન કરતી હતી અને છોકરા માગતી હતી. તેવામાં ચકરી આવવાથી પડી ગઈ હતી.” એ અભિપ્રાય જણાવી બાળવાની રજા આપી.
આ વખતે સાધુ ઉપર ખૂબ તિરસ્કાર વરસી રહ્યો. ડોશીને સ્મશાને લઈ જઈ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ને તે વિધિ પૂરી થઈ
આ દિવસથી લાલભાઈનું મન મહારાજ ઉપરથી ઉઠી ગયું. સંયોગને વશ થઈ મહારાજને ત્યાંથી વિહાર કરવાની ફરજ પડી અને પાછા પૂર્વ તરફના પ્રદેશમાં કેટલાક સાધુઓ સાથે ઉપડી ગયા. કનકનગરમાં પેસતાં કેણ જાણે કેવા અપશુકન થયેલા કે સત્કાર થયો નહીં, સ્થિર કરીને રહ્યા નહીં અને ડોશીના મરણથી કાળી ટીલી અને ધિક્કારની સાથે કનકનગર છોડવાની ફરજ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
પ્રકરણ ૨૯ મું.
- પ્રકરણ ૨૯ મું.
જયંતીલાલ અને વીરબાળા, સરિતાના સંકટની શરૂઆત
સ્વછંદી મેનકા. * When sorrows come, they come not in single spies, but in battalions.
-Shakespeare. તમે હમણું મેડી રાત સુધી ક્યાં રોકાએ છે?”
“જાણતી નથી? હું કેટલાક દિવસથી લાલભાઈ શેઠના આચાર્ય પાસે જ હતો.”
લાલભાઈ શેઠના આચાર્ય કયા ?” “પેલા સૂર્યવિજય કહેવાય છે તે! તેઅઠવાડીઆથી ઉપડી ગયા છે.' “તેમના પણ ખૂબ ભવાડા થયા, તે તેં સાંભળ્યા ?” “ના ના, કહે તે ખરા !”
અરે ! વીરબાળા ! એ વાત તે છાપામાં જુની પણ થઈ ગઈ.” “પણ એવો તે કેવો ભવાડે બન્યો?”
એક ચંદુલાલ નામના છોકરાને તે સાધુએ દીક્ષા આપી. તેની મને ખબર પડી કે તે અત્રે આવી અને લાલભાઈના બંગલાની જોડે લાલભુવન નામનો લાલભાઈને બંગલો છે ત્યાં આચાર્યને મુકામ હતું ત્યાં જઈ માથું કુટીને મરણ પામી. ખૂબ ધાંધળ થયું !! ચંદુલાલે તથા તેમની સાથે બીજા બેએ દીક્ષા લીધી હતી અને જેમની સ્ત્રીઓ પણ ત્યાં આવી લાંઘવા બેઠી હતી તેમણે પણ દીક્ષાઓ છેડી દીધી. આવા કારણથી મહારાજને જવું પડ્યું. આપણે તો લાલભાઈ તરફથી તેમના કામકાજમાં આંટા મારતા હતા. આ બધું તેમના છોકરા નવીનચંદ્રના લગ્નના દિવસે વૈશાખ વદ ૧૦ ની રાત્રે
* જ્યારે આપત્તિ આવે છે ત્યારે થોડા પ્રમાણમાં છુપી એકલી આવતી નથી પણ સામટી યુદ્ધરૂપે આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
જયંતીલાલ અને વીરબાળા. સરિતાના સંકટની શરૂઆત. ૨૬૧
બન્યું. લગ્નને સારે સીરપાવ પણ મળવાનો હતે પણ આ વચ્ચે વિધ્ર આવ્યું તેથી બધું અટકી પડ્યું. હવે જે થાય તે ખરું.”
એમ કહી જયંતીલાલ સુવાની તૈયારી કરતો હતો એટલામાં બસંતીલાલ અંદર આવી જરા બાજુમાં જઈ કહેવા લાગ્યો “જયંતીલાલ ! બે સ્ત્રીઓ આવી છે. એક તે આપણે ત્યાં રહે તેમ છે, માટે જે મરજી હોય તે તારે ત્યાં રાખ. પણ બીજી પચે તેમ નથી. તે તે હજુ નાની ઉગતી યુવાનીવાળી છે અને તે વળી તારી ન્યાતની છે. તેને ઉપાડી લાવવામાં મૂર્ખાઈ કરી છે. તેની પાછળ જરૂર તપાસ ચાલતું હશે, વળી પિલીસ પણ હાલમાં કુટણખાના ઉપર ઘણુજ કરડી નજરથી જુએ છે. જે જરા ખબર પડી તે પોલીસ ખરાબ કરી નાખે છે અને બાઈની અરજી લઈ કેરટમાં ઘસડે છે. હવે જે બન્યું તે ખરું. અદ્ધર ઉપાડી લાવ્યા છે. રાત છે એટલે સારું થયું, દિવસ હોત તે જરૂર પાછળ પિોલીસ લાગુ પડી હત. મારે ત્યાં રાખ્યાં છે. હું ક્યારની તારી રાહ જોઈને બેઠા હતા. તારા આવવાની ખબર પડી કે તારી પાસે આવ્યો. પણ કાંઈ ડરવા જેવું નથી. તમે બંને જણ આવીને તેમને આશ્વાસન આપે. તમે પણ શ્રાવક છે એમ જાણે તેમને ધીરજ આવશે. હું મારી ઓરડીમાં છું. તું વીરબાળાને લઈને આવ.”
આ વખતે વીરબાળા જોડેની ઓરડીમાં ઉભી હતી. જયંતીલાલ તેની પાસે જઈ કહેવા લાગ્યો. “બિચારી કે બે બાઈઓ ભૂલી પડેલી આવી છે, બસંતીલાલની ઓરડીમાં છે, તેમાં એક શ્રાવક હોવાથી આપણે તેમને આપણું પાસે લાવીએ. ચાલ” એમ કહી વીરબાળાને સાથે લીધી. જ્યાં તે બંને બેઠાં હતાં ત્યાં ગયાં. તેઓ એશીઆળાં હતાં, બકુલ તેમની પાસે બેઠેલી હતી અને ધીરજ આપતી હતી.
જયંતીલાલે દયાના ઉપાસકને આડંબર ધારણ કરી મેરી સ્ત્રીના સામું જોઈ પુછ્યું “બેન ! તમારું નામ શું?”
મેનકા–“મારું મૂળ નામ મેના પણ મેનકા કહી બેલાવે છે. આ બેનનું નામ સરિતા છે અને જાતે શ્રાવક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૨
પ્રકરણ ૨૯ મું.
વીરબાળા–“ચાલો મારે ત્યાં. અમે પણ શ્રાવક છીએ. તમને કોઈપણ રીતે હરકત પડશે નહીં, તમને બધી સવડ કરી આપીશું. અને તમને તમારા ઘર ભેગાં કરીશું.” એમ હદયપૂર્વક દિલાસે આપી વીરબાળા તેમને પોતાની ઓરડીમાં લઈ ગઈ. ખાવાને માટે આગ્રહ કર્યો પણ તેમણે ના પાડી. પાણું પાઈ સ્વસ્થ કર્યો અને સુવાને માટે પથારીઓ કરી આપી.
પછી જયંતીલાલે ધીમે રહી મેનકાને પુછયું “બેન! તમે ક્યાં ભૂલાં પડ્યાં અને કેવી રીતે અત્યારે એકલાં અહીં આવી પહોંચ્યાં ?”
મેનકા એશઆળે મોઢે બોલી “આ સરિતાબેન તેના મામાને ઘેર વૈશાખ માસમાં લગ્નના પ્રસંગે આવી હતી.”
જયંતીલાલ–“લગ્ન કયા ગામ હતાં?”
મેનકા–“બક્ષીપુર ગામમાં. અમરાપુરથી મોટરમાં બક્ષીપુર જવાય છે. નાનું ગામડું છે. લગ્ન થઈ રહ્યા પછી મામાને આગ્રહ હોવાથી ત્યાં તેને રાખી. પછી મામાએ જોડેના કુંદન ગામમાં મેળે હેવાથી અને બીજા કેટલાક પુરુષો ત્યાં જવાના હોવાથી તેમની સાથે જેવા માટે તેને મેકલી. હું પણ ત્યાં જતી હતી તેથી સાથે રહેવા મને તેના મામાએ ભલામણ કરી. અમે બંને સાથે સાથે મેળે જેવા નીકળ્યાં. મેળામાં અમે ભૂલાં પડયાં. અમારી સાથે આવનાર પુરૂષમાંથી કઈ જણાયું નહીં. ક્યાંથી તે છુટા પડ્યા તેની અમને ખબર પડી નહીં. અમે તેમને શેધવા લાગ્યાં, પણ પત્તા લાગે નહીં, થાક્યાં, ઘણું ગભરાયાં અને રડવા લાગ્યાં. અમને આ સ્થિતિમાં જેમાં એક મોટરવાળાને દયા આવી; તે અમારી પાસે આવી કહેવા લાગ્યો. “બેન ! ગભરાશે નહીં. તમારે ક્યાં જવું છે? અમે જવાબ આપ્યો. “અમારે બક્ષીપુર જવું છે. અમારી સાથેનાં માણસોને પત્તો લાગતું નથી. ત્યારે તેણે કહ્યું “આટલા મોટા મેળામાં કઈ કઈને પત્તો લાગશે નહીં. અમારી સાથે ચાલો, અમે તમને હમણાં બક્ષીપુર પહોંચાડીશું. આ બે ભાઈઓને પણ બક્ષીપુર જવું છે; માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
સરિતાના સંકટની શરૂઆત. સ્વછંદી મેનકા. ૨૬૩ mm ચાલે અમારી મોટરમાં' એમ કહી ગૃહસ્થ જેવા જણાતા જોડે ઉભેલા બે પુરૂષને બતાવ્યા. તેમણે પણ અમને કહ્યું “બેન ! જરાએ ડર રાખશે નહીં. આ મેળામાં તે કઇ કેઈને પત્તો લાગશે નહીં માટે રાહ જોયા શીવાય ચાલે. હમણું એક બે કલાકમાં બક્ષીપુર લઇ જશે. આ પ્રમાણે કહેવાથી અમે તેમના ઉપર ભરોસે રાખી મોટરમાં બેઠાં અને મોટર ઉપડી.”
જયંતીલાલ–“પછી શું બન્યું ?”
મેનકા–“અમારા મનમાં કે હમણાં બક્ષીપુર આવશે. પરંતુ બક્ષીપુર નહીં આવતાં રાત્રે ભુસાવળ સ્ટેશન આવેલું જણાયું. અમને તથા પેલા બે માણસને ઉતારી મોટર ચાલતી થઈ. અમે ગભરાયાં પણ શું કરીએ ? કાંઈ બોલ્યાં નહીં અમને ધીરજ આપવા પેલા બે માણસે કહેવા લાગ્યા “આ મેટરવાળે કઈ બદમાસ જણાય છે. એટલું વળી સારું થયું કે વગડામાં નહીં ઉતારતાં અહીં ઉતાર્યા. હશે ચિંતા નહીં, આપણે રેલમાર્ગે નવાપુર જઈ ત્યાંથી અમરાપુર થઈ મોટરમાં બક્ષીપુર જઈશું. અત્યારે અહીં પડી રહેવું જોખમ ભરેલું છે, માટે હમણું ન આવે તેમાં જઈએ. તમારે જરા પણ ચિંતા કરવાની નથી.' આમ અમને સમજાવી કાલે રાત્રે ટ્રેનમાં બેસાડી આજે રાત્રે અમને અહીં લાવી ઓરડીમાં મુકી એ ભાઈને સોંપી ચાલ્યા ગયા.” - જયંતીલાલ–“તે કોણ હતા તે તમે જાણે છે?”
મેનકા–“ના, તે અમે જાણતાં નથી. આવી અમારી દુર્દશા થઈ છે. હવે તમે અમને ગમે તેમ કરી બક્ષીપુર પહોંચાડે તે તમારે ઉપકાર થાય. અમારાં ભાગ્ય કે તમે શ્રાવક ભાઈ મળી આવ્યા.”
જયંતીલાલ–“હવે તમે જરા પણ ચિંતા કરશો નહીં. ઘર જેવું સમજજે. હવે તે મારી ફરજ છે કે તમને ઠેકાણે પાડવાં. જરા પણ મનમાં અવિશ્વાસ કે શંકા લાવશે નહીં.”
મેનકા–“ અમને તો પ્રભુએજ મદદ કરી એમ સમજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પ્રકરણ ૨૯ મું.
છીએ. હું તે સહન કરી શકે તેવી છું પણ આ બેન બહુ મુંઝાય છે, બે દિવસથી અન્નપાણું બંધ જેવું છે. આજે બપોરના પરાણે મેં તેને ખવરાવ્યું છે.” એમ કહી જયંતીલાલને બાજુના ઓરડામાં લઈ જઈ ખાનગીમાં કહેવા લાગી “તમે શ્રાવક છે એટલે તમારી આગળ હું ખરી વાત કરું છું. આ બેનને હું તથા બીજા બે શ્રાવકે કંચનશ્રી સાધ્વી પાસે છાની રીતે લઈ જવા કુંદનગામે મેળાના બહાને લાવ્યા, ત્યાંથી અમારે વિચાર ભુસાવળ આવી ત્યાંથી ખંડવા થઈ મહુ સ્ટેશને ઉતરી મેટરમાં જ્યાં કંચનશ્રી હોય ત્યાં લઈ જવાનો નિશ્ચય હતે પણ મેળામાં ભૂલાં પડયાં, પેલા બે શ્રાવકને શોધ્યા પણ જડયા નહીં. હું તે ઘણું ગભરાઈ. તેમાં મોટરવાળો અને બીજા બે બદમાસે મળ્યા અને અમને આમ ફસાવ્યાં. માટે જે તમારાથી બને તે કંચનશ્રી સાધ્વી પાસે લઈ જાઓ. ઘણે ભાગે તે મધુરી ગામે કે એટલામાં હશે. તમે શ્રાવક છે એટલે ઓળખતા હશે એમ સમજી આ ખાનગી વાત તમારા આગળ જાહેર કરું છું. સરિતા આમાંનું કાંઈ જાણતી નથી. સારું થયું કે તે બે બદમાસો અમને તમારે ત્યાં મુકી ગયા. નહીં તે અમારી પૂરી દુર્દશા હતી.”
જયંતીલાલ–“તમારે અને રહેવાની મરજી હોય તે મારે ત્યાં સુખેથી રહે અને સરિતાને મોકલી આપવાની તજવીજ કરું.”
મેનકા–“તેને મારા ઉપર ખોટું ન લાગે તે પ્રમાણે ગોઠવણ કરે.” એમ વાતચીત કરી બંને સરિતા પાસે આવ્યાં.
મેનકા–“મને મારી ચિંતા કરતાં આ સરિતાની વધારે ચિંતા છે. તેના મામાએ મને ખાસ ભલામણ કરી છે.”
વીરબાળા–“સરિતા બેન ! હવે તમે મનમાંથી ચિંતા કાઢી નાખો. તમારા ભાઈ તમને તમારા મામા પાસે મુકી આવશે.” આથી સરિતાને ધીરજ આવી.
જયંતીલાલ-સરિતાબેન ! હું કાલે તપાસ કરી આવીશ અને સારી સેબત મળશે તો તમને બક્ષીપુર મોકલી આપીશ. જે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
સરિતાના સંકટની શરૂઆત. સ્વછંદી મેનકા.
૨૬૫
સેબત મળે તો હું જાતે મુકવા આવીશ.” આ પ્રમાણે સરિતાના મનનું સમાધાન કરી તેઓ સુઈ ગયાં.
બીજે દિવસે સવારે જયંતીલાલ લાલભાઇ શેઠને મળવા ગયે; સરિતાનો હેવાલ કહ્યા. તે સાંભળી લાલભાઈએ કહ્યું “હવે હું ખટપટમાં પડવા માગતું નથી. તો હવે ધરાયો, લગ્ન વખતે થયેલા ભવાડા મેં જોયા. મેં તે આચાર્યને સાફ જણાવી દીધું છે કે જાઓ
જ્યાં જવું હોય ત્યાં, અહીં રહેવાથી વધારે અપકીર્તિ થશે. સારું થયું કે તે અહીંથી વરધીનગર ગયા.”
જયંતીલાલે સમય ઓળખી કહ્યું, “પણ આમાં તે પાપકારનું કામ છે પારકા લાભ લઈ જશે અને છેડી અધુર વેચાશે. કુટણખાનાવાળા તેનો ભવ બગાડશે. માટે આ કામ તો પુણ્યનું છે.”
આ સાંભળી લાલભાઈને વિચાર થવાથી જવાબ આપ્યો “ત્યારે તો તું જા, તેને વરધીનગર મુકી આવ. કંચનથી પણ ઘણે ભાગે ત્યાં હશે. ખરચ થાય તે મારી પાસેથી લેજે.”
આ પ્રમાણે તજવીજ કરી જયંતીલાલ ઘેર આવ્યો. જમી રહ્યા પછી જયંતીલાલે સરિતાને પુછયું “ કહો બેન! શે વિચાર છે? કઈ સંગાથ તે નથી. પણ હું જાતે તમને મુકવા માટે આવીશ.”
સરિતા–“તમે આવો તે ઘણું સારું.”
જયંતીલાલ-“ચાલે ત્યારે આજે બપોરની ટ્રેનમાં આપણે નીકળીએ. બોલ, મેનકા તારી શી મરજી છે? અહીં રહેવું હોય તે તારે માટે મારે ત્યાં નોકરી તૈયાર છે. તે વિધવા છે, તારે છેક છયું નથી, માબાપ નથી, એટલે નથી ઉજાગરે અને નથી કોઈને પુછવાનું. મારે તારા જેવા માણસની જરૂર છે.”
મેનકા–“સરિતા બેન કહે તે પ્રમાણે કરું, તેમને બેટું ન લાગવું જોઈએ. તેમની રજા હોય તે રહું.”
સરિતા-મેનકા બેન ! તમારે રહેવું હોય તે સુખેથી રહે, મારી સાથે જયંતીભાઈ છે એટલે મને જરા પણ ફીકર નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
પ્રકરણ ૨૯ મું.
મેનકા ત્યાં રહી અને બપોરની ટ્રેનમાં જયંતીલાલ અને સરિતા રતલામ થઈ ફત્તેહબાદ ઉતરી મોટરમાં રાત્રે વરધીનગર ગયાં. તપાસ કરતાં આચાર્ય સૂર્યવિજય અને કંચનશ્રી ત્યાં હતાં. પરભારે સાધ્વીએના ઉપાશ્રયે ગયો અને કંચનશ્રીને એકાંતમાં ખાનગી વાત કરી સરિતાને ત્યાં મુકી છાની રીતે જયંતીલાલ રવાના થઈ ગયે. સરિતા બિચારી કંચનશ્રીની જેલમાં પૂરાઈ.
જયંતીલાલ આચાર્યની પાસે ગયો અને ગુપ્ત રીતે તે બધી વાત કહીને સુઈ ગયો. સવારે મેટા પરેઢીએ રાત્રે નક્કી કરી રાખેલી મોટરમાં પગરસ્તે પરભારે કનકનગર ઉપડી ગયો.
ઘરે ગયો તે મેનકાએ આશ્ચર્ય પૂર્વક પુછયું “ ક્યાંથી તમે આટલા ટુંકા વખતમાં પાછા આવ્યા ?'
જયંતીલાલ “સ્ટેશન ઉપરથી જ એવી સારી સેબત મળી કે જવાની જરૂર પડી નહીં, પણ સરિતાને હરકત ન આવે તે માટે પાંચ સાત સ્ટેશન સુધી જઈ સવારની વળતી ગાડીમાં પાછો આવ્યો.”
વીરબાળા–“સબત તો સારી હતી ને ?”
જયંતીલાલ “ અરે કેવી ? આપણા ઘર જેવી. જરા પણ ચિંતા નથી. આપણે હવે મેનકાને પગાર નક્કી કરે. તે અત્રેની ભોમીઅણુ છે. ચાલાક છે, એટલે તને જરા પણ અડચણ આવશે નહીં. તારે ફક્ત રસોઈ કરવી. બાકી બધું તે કામ કરશે. તેની રસોઈ આપણને ખપે નહીં. નહીં તે તે પણ કરવા તૈયાર છે.”
મેનકા ખુશ થઈ બોલી “વીરબાળા બેન ! તમારું તમામ કામ હું ઉપાડી લઇશ. ઘરમાં પણ દીવા જેવું રાખીશ.”
જયંતીલાલ તેના હાથ તરફ નજર કરી મશ્કરીમાં કહેવા લાગ્યો પણ આવા ઉઘાડા તારા હાથ આ શહેરમાં ન શોભે, બંગડીઓ પહેરે તે શું બગડી જાય ?”
મેનકા–“અમારામાં વિધવાથી કાચની બંગડીએ ન પહેરાય, સેનાની પહેરાય, પણ અમારા નસીબમાં સોનાની બંગડી ક્યાંથી હોય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદી મેનકા.
૨૬૭ ~ ~~ -~જયંતીલાલ–“તારે તેની શી પંચાત છે ? હું સોનાની પહેરવા આપું તે તારાથી પહેરાયને ?”
મેનકા–“ તમે આપે તે પહેરાય?”
જયંતીલાલ–“ઠીક. તારી શેઠાણુને હું કહીશ એટલે તે બધું તેને કાઢી આપશે.” એમ કહી જમીને તે લાલભાઈ શેઠને ત્યાં ગયો અને સરિતાને વરધીનગરમાં કંચનશ્રી પાસે પહોંચાડી આવ્યાની હકીકત સવિસ્તર કહી. લાલભાઈ સાંભળી ખુશી થયા અને બોલ્યા “જયંતીલાલ! તું મારું ઘણું કામ કરે છે અને તે પણ જોખમી કામ કરે છે. આવાં સાહસ તારાથી જ બની શકે. સરિતાને તેં ઠીક ઠેકાણે પાડી. નહીં તે કઈ બદમાસે ઉપાડી કુટણખાનામાં લઈ જાત અને આખી જીંદગી બગાડત. સાધ્વી પાસે મુકી આવ્યો તે ઠીક કર્યું. કાલે મારે જીવ ઉદાસ હતા તેથી બરાબર ખુલાસે આપી શકો નહોતે. કેટલું ખરચ થયું ?”
જયંતીલાલ “વધારે ખરચ થયું નથી. પચાસ રૂપીઆ થયા છે.”
લાલભાઈએ તીજોરીમાંથી પચાસ રૂપીઆની નોટો ગણું આપી કહ્યું. “તું જરા એ તરફ ધ્યાન રાખતા રહેજે. કદાચ ખાસ કામ પ્રસંગે મહારાજ બોલાવે તો જજે. આપણે બીજા માણસો તે છે. દર માસે પચાસ રૂપીઆ પ્રમાણે આપણે ત્યાંથી તું લઈ જજે. સાધુએની સરભરા રાખવી એ તારું કામ છે. હાલમાં જરા કટોકટીને મામલો છે. આપણું વિરૂદ્ધ લોકલાગણી ખૂબ વધેલી છે. માટે બરાબર સંભાળીને કામ લેજે. આપણા દુશ્મને હાથ આવે તે છોડવા નહીં. આપણું નાક થેડું કાપી નાખ્યું નથી! પણ તું જેને મુકી આવ્યો તેનું નામ શું?
જયંતીલાલ–“તેનું નામ સરિતા. આ સરિતાને ન ઓળખી? ભદ્રાપુરીમાં પેલો છુપી દીક્ષાવાળ કલ્યાણ પકડાય તેની સગી બેન.”
લાલભાઇ–“ ત્યારે તો તેને ઠીક શિક્ષા થઈ છે. વળી વરધીનગરમાં કંચનશ્રી પાસે મુકી આવ્યો તે પણ ઠીક કર્યું. પેલી ટોળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રકરણ ૨૯ મું.
પણ જાણશે. આપણા ઘરમાં વાત કરીશ નહીં. કારણકે ભાઈ વીગેરેને આ કામ પસંદ નથી. મારા ઉપર બહુ ગુસ્સે થયેલા છે.”
આ પ્રમાણે વાત કરી જયંતીલાલ શેરબઝારમાં ગયો. ત્યાંથી પરવારી ઘેર આવ્યો અને વાળ કરી રહ્યા પછી વીરબાળાને કહેવા લાગ્યો “આજે આપણે સીનેમા જોવા જઈએ. સાથે આ મેનકાને પણ લઈ જઈએ. તેણે ક્યાંથી જોયું હશે ? આજે તે તેને પોશાક બદલી નાખીએ. સોનાની પેલી બે સાદી બંગડીઓ કાઢી આપ. એક સાદું પલંકું અને સારો સાલ્લે આપ.”
વીરબાળા–“હવે તે આપણે બધી ચીજ તેને આપવી જ જોઈએ. આપણું ઘરનું માણસ બન્યું. તેનું ખોટું દેખાય તે આપણું ખાટું દેખાય” એમ વીરબાળા હસીને બોલી કબાટ ઉઘાડી કપડાં કાઢી મેનકાને શણગારવા લાગી. મેનકાએ તો ન દીઠાનું દીઠું. દરેક વસ્તુ પહેરવાની ઈચ્છા થઈ. પચીસ વર્ષની યુવાન સ્ત્રી હતી. ઘણું ઉજળી નહોતી પણ ઘાટીલી હતી, ઘઉંવર્ણી હતી. જુની કાંચળી કાઢી નાખી ફેન્સી પિલર્ક ઝુકાવી દીધું. સાલ્લો પણ ન પહેરી લીધે. પતળી બંગડીઓ પણ ચડાવી દીધી. માથાના વાળ પણ ઓળાવ્યા. વીરબાળાએ પણ પોતે હમેશની માફક સુશોભિત કપડાં પહેર્યા. જયંતીલાલ તો ભપકાદાર હોજ. આમ તેઓ તૈયાર થયાં અને ઓરડીએ તાળું લગાવી દીધું. ઉતરતાં દાદર આગળ બકુલ સામી મળી કે જયંતીલાલની સામું જોઈ હસીને ધીમે રહી “એકનાં બે બુલબુલ બનાવ્યાં’ એમ મશ્કરી કરી ચાલતી થઈ.
નીચે ઉતરી ગાડીમાં બેસી તેઓ સીનેમા જોવા ગયાં. પહેલા વર્ગની ટીકેટ લઈ ત્રણે જણ ખુરશી ઉપર ગોઠવાઈ ગયાં. બંનેની વચ્ચે જયંતીલાલ બેઠે.
શંગારરસ શીવાયનાં નાટકો કે સીનેમા નકામાંજ હોય છે. હાઉસ ખાલી રહે છે, એટલે માલેકે શૃંગારરસમાં જેનારવર્ગ ડુબી જાય અને
ભાન ભૂલે તેવી વસ્તુસ્થિતિ ઉભી કરે છે. આજના સીનેમામાં દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છેદી મેનકા.
૨૬૯
~~~~ ~~~ ~ ખાવ શંગારરસમય હતો. ચુંબન વગર તે દંપતીને ચાલે જ નહીં, આલેંગન શીવાય તે જેડી શોભે જ નહીં, ઘડી ઘડીમાં સ્તનના ભાગ ઉધાડા થાય તેવું સરી પડતું કપડું યુવાન સ્ત્રી પહેરે ત્યારે તેને કપડું પહેરતાં આવડયું કહેવાય, એવી કામેત્તેજક ભાવના પ્રદર્શિત કરતાં. દસ્યો નજરને આકર્ષી રહ્યાં હતાં. વળી નગ્ન જેવી દેખાતી સ્ત્રીઓ વગરને એક પણ દેખાવ નજરે પડતું નહોતું.
મેનકાને જોવામાં ખૂબ રસ પડે. ઘણું ઘણું વસ્તુઓ નવાઈ જેવી લાગતી અને જયંતીલાલ પાસેથી ખુલાસો પુછતી. મેનકા છે કે નોકર તરીકે હતી છતાં તેના સ્વભાવ પ્રમાણે તે જાણે ખાસ સંબંધી તરીકે હોય તેવા હાવભાવ કરી વાત કરતી.
આ પ્રમાણે આનંદમાં વખત ગુજારી બહાર આવી ગાડીમાં બેથી તેઓ ઘર તરફ ચાલ્યાં. રસ્તામાં સીનેમાની વાતો ચાલી રહી. “તેણે આમ પહેર્યું હતું, તે આવી દેખાતી હતી, પેલો મશ્કરી કરતો હતો, તે શરમાતી હતી.” એમ વાતમાં ઠઠ્ઠા મશ્કરી કરતાં ઘેરે આવ્યાં.
થેડી વાર થઈ કે ખાનગી વાત કરવા બસંતીલાલે જયંતીલાલને પોતાની ઓરડીમાં બોલાવ્યો. જયંતીલાલને દેખીને બકુલ જોડે આવીને ઉભી રહી. બસંતીલાલે પુછ્યું “કેમ જયંતીલાલ! ધાર્યું કામ કરીએ છીએ કે નહીં ? તમે ફાંકડી માગી તો ફાંકડી મંગાવી આપી. અમારે તે કુટણખાના સાથે એટલો બધે સંબંધ છે કે તે અમારું કામ કર્યા વિના રહે જ નહીં. પેલી છોડી તમારી જાતની નીકળવાથી જતી મુકી તે ઠીક કર્યું પણ તેને ૨-૩ માસ રાખી કેળવી હેત તો એક ખુબસુરત સુંદરી થાત. પણ મારી સલાહ પ્રમાણે એટલું ડહાપણ વાપર્યું તે માટે ધન્યવાદ આપું છું. પણ તેને ક્યાં મુકી આવ્યો?
જયંતીલાલ–“એક સારી સાધ્વી પાસે વરધીનગર મુકી આવ્યો. તે તેની મરજી પ્રમાણે તેના ઘરે પહોંચાડશે. વાત મનમાં રાખજે. મેં પેલી મેનકાને અને વીરબાળાને સંગાથ સાથે તેના ઘેર પહોંચાડી છે એમ જણાવેલું છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૦
પ્રકરણ ૨૯ મું.
બસંતીલાલ–“ચાલો તે તે ઠીક થયું. પણ તમે બે દિવસમાં પેલી મેનકાને ડોળ ફેરવી દીધો. મને લાગે છે કે તે ધંધામાં ઉતરેલી હશે. તે વિના તમે બે દિવસમાં ભેળવી શકે નહીં.”
જયંતીલાલ–“હજુ કાંઈ પરીક્ષા કરી નથી.”
બકુલ–“કરી જુઓને પરીક્ષા! કોની રાહ જુએ છે ? તેનાથી તે ધંધે લેવાનો છે. મારી પાસે જરા આવતી જતી કરજે એટલે હું તૈયાર બનાવી દઈશ. છે તે બરાબર મજબુત અને ઘાટીલી. તમે તે હાથે બંગડીઓ પણ પહેરાવી. મને લાગે છે કે જેની બંગડી જે પહેરે તે તેની ગણાય. વિધવાની સધવા બનાવી ” આમ મશ્કરી કરી નખરા કરતી બકુલ અંદર ચાલી ગઈ. જયંતીલાલ પણ ઉઠયો ને પિતાની ઓરડીમાં ગયે. ઓરડી બંધ કરી ત્રણ જણ વાતમાં ચડયાં.
જયંતીલાલ–“મેનકા ! તારે આજને ઠાઠ તે એવો હતો કે જે આ તારી શેઠાણું જેડે ન હેત તે લોકે જુદી જુદી વાત કરત. કોઈ કહે કે નોકર હતી? કપડાંથી રૂપ કેવું ફેરવાઈ જાય ? તારું શરીર એવું છે કે તમે જે પહેરાવી તે શોભે છે. તું તે મોટા શ્રીમંતના ઘરમાં શેભે એવી અપ્સરા જેવી છે. તારું નસીબ એવું કે તું માળીના ઘેર અવતરી અને પાછી રાંડી. પણ મેનકા! તમારામાં તો નાતરાં થાય, કઈ ખોળી કાઢને ફાંકડે માળી કે જે મોટા શેઠના બાગમાં રહેતા હોય ! બાગમાં જુદા મકાનમાં તમને બંનેને રહેવાનું મળશે અને શેઠાણુ સાથે મહાલવાનું પણ મળશે.”
મેનકા–પણ તેવું દેશમાં ક્યાંથી મળી આવે ? અહી રહું તો કદાચ મળી આવે. પણ હવે પગ બાંધીને રહેવાની મારી મરજી નથી. આમ છુટાં ફરીશું અને પેટનું પૂરું કરીશું. તમારા જેવા સારા શેઠની નોકરી કરવામાં ઘણી મજા છે. ફરવાનું મળે, રહેવાનું મળે, ખાવાનું મળે, જેવી શેઠ શેઠાણુની મહેરબાની.”
જયંતીલાલ “પણ તારી ઉમર નાની છે એટલે તારે ઘણી ઘણી રીતે સાચવવું પડે ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
સ્વછંદી મેનકા.
ર૭૧ ~ ~~~~~~~~~~~~~~~~ ~ ~~~~ ~~~~~~
મેનકા–“એ તો સાચવીએ. બધુએ સચવાય, જેવો સહવાસ. એક એકનાં મન ઉપર આધાર રાખે છે. ઘરમાં એક બીજાની સાથે મન મળ્યા પછી ઉંડા ઉતરાતું નથી.”
એટલામાં વીરબાળાને હાજત થવાથી લોટામાં પાણી નાખવા મેનકાને સૂચના કરી. મેનકાએ પાણી આપ્યું અને વીરબાળા જાજરૂ ગઈ. મેનકા પ્રથમ જયાં બેઠી હતી ત્યાં તે પાછી આવીને બેસતી હતી કે જયંતીલાલે કહ્યું “બારણાની સાંકળે બંધ કર.”
મેનકા–“છને ઉઘાડા રહ્યાં, હમણું શેઠાણું પાછાં આવશે.” જયંતીલાલ–બંધ કરવાથી કાંઈ હરકત છે? તને ડર લાગે છે?
મેનકા–“ના ના, તમારો ડર મને શાને ? એમ ડર હેત તો તમારે ત્યાં શું કરવા રહેતા અને તમારી સાથે ફરવા આવત? પણ શેઠાણું કદાચ આવે તો તેમને લાગે.”
જયંતીલાલ “તને તે ખોટું લાગવાનું કારણ નથી ને ?”
મેનકા–“ના ના, મને તે જરા પણ કારણ નથી, અમે તે માળી રહ્યાં, નોકરી કરવાની, એટલે એવું ખોટું લગાડતાં રહીએ તો કેમ પાલવે ? સમજે કે શેઠાણી ગામ ગયાં હોય ત્યારે શું મારે તમારી સાથે ઘરમાં ન રહેવું ? અમે તે એવી બાબતથી ટેવાઈ ગયેલાં, અમે તે શેઠની મરજી પ્રમાણે ચાલીએ.” એમ માર્મિક શબ્દ બોલી આંખના પલકારાથી મેનકાએ પોતાનું હદય ખાલી કર્યું.
આ સાંભળી જયંતીલાલે પિતાના ગળામાં સેનાને ઝીણો અછડે હતો તે કાઢી મેનકાના ગળામાં પહેરાવવા હાથમાં રાખી કહેવા લાગ્યો “મેનકા! આથી આવી આ પહેરને, જે કેવો લાગે છે?”
મેનકા જરા બારણું સામું જોઇને જયંતીલાલની પાસે આવી અને માથું ઉઘાડું કર્યું. જયંતીલાલે અછડો ગળામાં નાખ્યો અને આંકડે છાતી આગળ લાવી ભરાવવા લાગ્યો. વાર કરવાની ખાતર જાણે આંકડે કઠણ છે, ઝટ ભરાતો નથી, એવા ઉદગાર કાઢવા લાગ્યો. પેલી મેનકા પણ ધીમે ધીમે પિતાના સાલ્લાને છેડે ખસત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨
પ્રકરણ ૨૯ મું.
લાગી. એની પણ તસતસતી પહેરેલી હતી. જ્યાં સુધી વીરબાળાએ બારણું ખખડાવ્યું નહીં ત્યાં સુધી અછડાને આંકડો ભરાયો નહીં. અને આંકડે બનાવનાર સનીની અનેક કસુરે નીકળવા માંડી.
વીરબાળા આવી કે મેનકા ઝટ ચમકી ઉભી થઈ. શેઠાણના. હાથપગ ધવરાવ્યા. પાછાં ત્રણે જણ વાતામાં ગુંથાયાં. આ વાતો અને પેલી વાતમાં ફેર પડ્યો. પેલે આંકડે ભરાવવાની વાત તો જરા. આગળ વધેલી હતી એટલે આ પાછળ પડતી વાતે ગમી નહીં. બંનેનાં હૃદય વધુ એકાંત મેળવી ખાલી કરવા તરફ રેકાયાં.
એવી રીતે થોડાક દિવસે ગયા. જયંતીલાલની અધીરાઈ વધતી. ગઈ. મેનકાને નાટક સીનેમા ખૂબ દેખાડયાં.
એક રાત્રે વીરબાળાને જયંતીલાલ કહેવા લાગ્યો “તેં આ મેનકાની પરીક્ષા કરી ? જે કામ માટે આપણે રાખી છે તે તું ભૂલી ગઈ? તે કામને તેનામાં ગુણ છે ?”
વીરબાળા–“મને પરીક્ષા કરતાં ન આવડે, તે તે બધું તમને આવડે, તમે સુખેથી પુછી જુઓને? એમાં શાની શરમ ?”
જયંતીલાલ “પણ શી રીતે પુછી જોઉ ? તારા દેખતાં તે શરૂઆતમાં ન બોલે. બેલતાં શરમાય.”
મારા દેખતાં શરમાય તે હું બાજુની ઓરડીમાં બેસી રહીશ.. તમે તેનું મન પારખી લો, તે બધી વિદ્યા તમને આવડે છે” એમ. કહી વીરબાળાએ મેનકાને અંદર બોલાવી.
કેમ શું કામ છે ? તમે બંને એકાંતમાં છે તેથી અંદર ના આવી.” એમ વિવેકથી બેલી મેનકા વીરબાળાની જોડે આવીને બેઠી. પછી વીરબાળા બહાનું કાઢી બાજુની ઓરડીમાં જઈ એરડી બંધ કરી સુઈ ગઈ.
મેનકાએ શંકાથી પૂછ્યું “શેઠાણું કેમ અંદર જઈ સુઈ ગયાં ?”
જયંતીલાલે જવાબ આપ્યો “આજે તેને ઉંઘ આવે છે એટલે વહેલી સુઈ ગઈ. મને તે મોડા સુવાની ટેવ છે. જરા પાણી પીવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદી મેનકા.
રહે
લાવ. બારણું ઉઘાડું હોય તે બંધ કરજે. ભૂલથી ઉઘાડું રહી ન જાય. સાંકળ વાસજે. કેઈ આવશે તે ઉધાડીયું.”
મેનકા પાણું લઈ આવી અને બારણું તપાસી જોયું. “બંધ કરેલું છે' એમ કહી જયંતીલાલની પાસે આવીને બેઠી. બંનેની નજર ક્ષણવાર ભેગી થતાં બંને રોમાંચ થઈ ગયાં. બંને આવા સમયની શોધમાં હતાં. તેની અચાનક પ્રાપ્તિ થવાથી અંદરથી આનંને પ્રકાશ
વાઈ રહે. હવે હદયને ભાવ બહાર પ્રકટ કરવા બંને પોતપોતાની યુક્તિઓ સાધવા લાગ્યાં.
જયંતીલાલે પુછયું “મેનકા! તને કેટલાં વર્ષ થયાં ? મેનકા–“પચીસ વર્ષ થયાં છે.” જયંતીલાલ “કેટલામાં વર્ષે પરણું હતી ?”
મેનકા–“પંદરમા વર્ષે પરણું, અને ઓગણીસમા વર્ષે રાંડી, ચાર વર્ષ પરણેત રહ્યું.”
જયંતીલાલ–“એકે સુવાવડ આવી હતી ?” મેનકા“ના ના, એકે આવી નહોતી.”
જયંતીલાલ–“તેથી જ તારા શરીરને બાંધે સારે જળવાયેલો છે એમ તને નથી લાગતું?”
મેનકા–“તમે કહો છો તેમ મને સૌ વીસ વર્ષની ગણે છે.”
જયંતીલાલ–“તારે તે અહીંની અંદગી ગુજારવી જોઈએ. વગર મહેનતે પૈસાની કોથળી ઠલવનારા ઘણા શોખીન શ્રીમંત અહીં હોય છે. આ પાડેશમાં કોણ રહે છે તેમને તું ઓળખે છે?”
મેનકા–“ઓળખતી તે નથી પણ તેમની રીતભાત સમજી ગઈ છું. મને તે કુટણખાના જેવું લાગે છે, બપોરે પેલાં ફાંકડાં બકુલબાઈ પાસે કેટલાક મળવા આવે છે અને અંદર વાશીને બે ત્રણ કલાક સુધી મેજ કરે છે. બાઈને ડાળ બરાબર વેસ્યા જેવો છે. કઈ વખતે બસંતીલાલ હોય છે અને કોઈ કઈ વખતે ગેરહાજર હેય છે. કઈ કઈ બાઈએ પણ રાત્રે આવે છે અને લહેર ઉઠાવે છે.*
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રકરણ ૨૯ મું.
જયંતીલાલ જમેનકામારે તારી સલાહ લેવાની છે.”
મેનકા–“વળી મારી સલાહ શા કામની ? તમે તો મોટા શેઠ રહ્યા. તમારી મહેરબાનીથી હું ગમે તેવી મોટી થઈને ફરું પણ મૂળ તો ગરીબ માલણને?”
જયંતીલાલ–“તે બધું ખરું, પણ તારી પાસે કામણ છે, અને તે કામણનીજ કીંમત છે માટે તારી સલાહ લેવાની છે.”
મેનકા–“આમ આપણે ખાનગીમાં એકલાં વાત કરીએ છીએ તેથી શેઠાણું નહીં વહેમાય?”
જે તને ખરેખરું કહું, સાંભળ, તું જરાપણ શરમાઈશ નહીં. તેણે મને કહ્યું છે કે તમારે તેની સાથે છુટથી વાત કરવી હોય તે કરજે અને તે માટે તે સુઈ ગઈ છે. માટે તું જરાએ ગભરાઈશ નહીં. નિશ્ચિત બેસ” એમ છુટ લઈ જયંતીલાલે તેનો હાથ પકડી પિતાની પાસે કેચ ઉપર બેસાડી. કેચની સામે મોટો આયો હતો તેમાં તે બંને જણ દેખાતાં હતાં. વીજળીની બત્તીઓ બરાબર પ્રકાશ આપી રહી હતી. મેનકા પિતાનું અંગ સુશોભિત દેખાય તે પ્રમાણે આયનામાં વચ્ચે વચ્ચે નજર કરી કપડાના છેડા આઘાપાછા કરતી. એમ ચાળા કરતી મેનકા બોલી. “ શી સલાહ લેવાની છે?”
જયંતીલાલ–“મારી ઈચ્છા એવી છે કે આ બસંતીલાલે જેવો ધંધે ઉઘા છે તે ધંધે આપણે ઉઘાડીએ તો ફાવી શકીએ ? આ ધંધામાં ખાસ સ્ત્રીની જરૂર છે માટે તમારી સલાહ માગું છું.”
મેનકા–“પણ શેઠાણની મરજી પુછી છે?”
જયંતીલાલ–“શેઠાણીએ એટલું કબુલ કર્યું છે કે તમે આવી સ્ત્રીઓ રાખી બીજાઓને બોલાવી જેમ કરવું ઘટે તેમ કરશે તેમાં મારો વાંધો નથી.”
મેનકા–“શેઠાણ પિતાને માટે ના કહેતાં હશે.”
જયંતીલાલ “હા પિતાને માટે ના પાડે છે. તેવી વાત કરતાં તે તે ગુસ્સે થાય છે. માટે હમણાં તેને આગ્રહ કરવો મુકી દઈ તારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદી મેનકા.
રકમ
જેવાની મારફત કામ લઈએ તે બની શકે ? મારે ને તારે અરધો ભાગ. તારી બીજી બેનપણુઓ હોય તો તે તું જ્યારે લાવે ત્યારે ધંધે વધારીએ. હમણું તે તારી હીંમત ઉપર બધું કામ લઈએ. જે તું છે યુવાન, દેખાવડી, તને અલંકાર અને સુંદર કપડાં પહેરવા આપીશું એટલે ગમે તેવા પણ અંજાશે. આ બસંતીલાલ તો કઈ કઈ વખત એક રાતમાં પાંચ પાંચસે કમાય છે.”
આ સાંભળી મેનકા વિચાર કરવા લાગી. આમ તેને વિચારમાં પડેલી જોઈ જયંતીલાલે પુછ્યું “કેમ છે વિચાર કરે છે ?”
મેનકા–“વિચાર તે બીજો નહીં, પણ શેઠાણું મારા ઉપર ગુસ્સે થાય તો ફજેતી થાય તેને વિચાર કરું છું.”
જયંતીલાલ–તે તો મેં તને એક વાર કહી દીધું છે કે તેમાં તેને જરા વાંધો નથી. તું જેને, તેને પણ ધીમે ધીમે તારા જેવી બનાવી દઈશું. તારું જરા જશે એટલે તે પણ શીખશે. આપણે કાંઈ વેશ્યાવાડા જેવું કરવું નથી. પરંતુ ખાનદાની ભરેલું ખાંજરા જેવું બનાવીશું. તારી હીંમત હોય તો તે ધંધે ઉઘાડીએ અને સારે દિવસ જોઈ શરૂઆત કરીએ. રોજ રોજ તારા લાયક ફાંકડા ગ્રાહકે તને આણી આપું. પછી પૈસા કઢાવવાની જેવી તારી ચતુરાઈ.” એમ કહી જયંતીલાલે તેના ખભા ઉપર હાથ મુ. મેનકા તેને સહર્ષ સ્વીકાર કરી બોલી “તમે જે વાત કરી તેમાં શેઠાણ ભેગાં ભળે તેજ ફાવી શકાય.”
જયંતીલાલ–“એમ કેમ ? જે તને સમજાવું. ધારો કે આપણે ત્રણે બેઠાં છીએ. તેવામાં આપેલા વાયદા પ્રમાણે કઈ ગૃહસ્થ આવ્યો. પ્રથમ તો આપણે તેને આવકાર આપી બેસાડીએ. અમે આગલા - રડામાં રહીએ અને તેને અંદરના ઓરડામાં કોઈ બહાને મોકલીએ, પછી પેલા આવેલા ગૃહસ્થને અંદર જવા સૂચન કરીએ. તમે અંદરથી બારણું બંધ કરે અને બસંતીલાલનું બુલબુલ કરે છે તેમ તમે કરે. કહે, એમાં શું હરકત છે ?”
મેનકા–“ આમ કરવામાં તે કાંઈ હરકત જેવું જણાતું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પ્રકરણ ૨૮ મું.
--------
-
--
---
-
--
-
--
" એમ વાત
કા તો
છે પણ આ
અને
. . જયંતીલાલ–“ત્યારે મરછ હોય તે અરધા ભાગે પેઢી ઉઘાડિએ.” એમ વાતમાં ને વાતમાં ખભા ઉપર હાથ જરા નીચે ગતિમાન થવા લાગે. મેનકા તેને હૃદયપૂર્વક સત્કાર કરતી ચાલી. ... મેનકા–“તમે કહે છે તે કબુલ છે પણ આ કામ માટે એટલી ભલામણ છે કે જે જે ગ્રાહકે લાવે તે સારા શ્રીમંત અને ખાનદાન લાવજે. તોફાની કે તાલંબાજ લાવશે નહીં. વળી આપણા ઠાઠમાં વધારે કરવું પડશે. બસંતીલાલના દીવાનખાનાને ઠાઠ હું જોઈ આવી છું. જે વખતે તે બરાબર કપડાં પહેરી પલંગ ઉપર બેસે છે તે વખતે ગમે તે પણ અંજાઈ જાય ! અસર જેવી લાગે છે.”
આ શબ્દો સાંભળી જયંતીલાલ મગરૂરી સાથે બે “મેનકા! તે તે દેખાવ પૂરતી બે ઘડીની અપ્સરા, પણ તું તે કાયમની ખરેખરી અસર છે તેની તને ક્યાં ખબર છે ? તું જો તો ખરી, તને પણ તેનાથી વધારે શણગારીશ. મારી પાસે એક પલકું છે તે તું જે ” એમ કહી એકદમ કબાટ ઉઘાડી તેમાંથી પોલકું કાઢી તેના ખેાળામાં. નાખ્યું. મેનકા હાથમાં લઈ બરાબર જે કહેવા લાગી “બહુજ સરસ છે. બકુલના પલકા કરતાં પણ ચડે તેવું છે.” * જયંતીલાલ “ ના ના, એમ બેલીને મારે તારે અભિપ્રાય જોઈતું નથી. પહેરી જે, બરાબર ફીટ થાય છે ?”
બહું પહેરી જોઉં છું, ચેળી ઉપર ન ફાવે, તેથી તે કાઢી નાંખીને પહેરું છું” એમ કહી મેનકા ચોળી કાઢી નાખી ચાલાકીથી પિાલક પહેરવા લાગી. બટણ પાછળ હોવાથી તે ભરાવવામાં અડચણ પડી કે તે બોલી “મને તે આ બટણ ભરાવવાં ફાવતાં નથી.”
અરે! તેમાં શું બગડી ગયું ? હું ભરાવું” એમ કહી મેનકાને તતા આગળ ઉભી રાખી જયંતીલાલ પાછળથી બટણ ભરાવવા લાગ્યો. જેમ જેમ ભરાવતો ગયો તેમ તેમ મેનકાના અવયે આકવિક બનતા ગયા. સામે તક હોવાથી બંને જોઈ શક્તાં હતાં. સાત
બટણ ભરાવવામાં અરધો કલાક થયા. “દરજીએ ગાજ ઘણાંજ નાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદી મેનકા.
૨૭૭
બનાવ્યાં છે તેથી ભરાવતાં વાર લાગી” એમ દરજીની ખેડ કાઢી જયંતીલાલે કહ્યું “કેમ મેનકા ! પેલકું તારા શરીરના માપનું છે ને ?”
મેનકા ખુશ થઈ હશીને બોલી “તમારા કામમાં શાની ખામી હૈય? બરાબર બંધ બેસતું છે. આવું જ જોઈએ” એમ કહી મેનકા પાછળ હાથ નાખી બટન કાઢવા લાગી કે જયંતીલાલ તેને હાથ ખેંચી લઈ કહેવા લાગ્યો “ઉતાવળ કરવાની નથી, હજુ તે તને શણગારવી બાકી છે.” મનગમતું બનતું હોવાથી મેનકા બોલી, “શણગારવી હોય તેટલી શણગારે, તમારી આગળ ઉભી છું.”
જયંતીલાલે કબાટમાંથી સાડી કાઢી, નેકલેસ કાઢી, બંગડીઓ કાઢી. મેનકા તેને સત્વર સત્કાર કરવા લાગી, અને થોડી વારમાં બસંતીલાલના બુલબુલ જેવી બની ગઈ. તકતા આગળ બંને છેડે ઉભાં રહી ભપકે જેવા લાગ્યાં. થોડીઘણું રહેલી લજાને પણ તિલાં િઆપી દીધી. બંને કામાતૂર થઈ ગયાં. અધીરાઈ તથા વ્યાકુલતા ભરેલા જયંતીલાલના ચાળાથી મેનકાથી સ્વાભાવિક રીતે બેલાઈ જવાયું “હવે બત્તીની શી જરૂર છે?” આ શબ્દોની સાથે જયંનીલાલ બત્તી ગુલ કરી દીધી અને બંને અંધકારને વશ થઈ ગયાં.
આજથી જયંતીલાલ અને મેનકાની પેઢી શરૂ થઈ. ભેળી બિચારી વીરબાળા જોડેના દીવાનખાનામાં નિદ્રાવશ થઈ ગઈ હતી. તેનું હૃદય એવું શુદ્ધ હતું કે ધણુની ચેષ્ટા જેવા કોઈ પણ બારણની તડમાંથી જોવાની કે કાન માંડી સાંભળવાની ઇચ્છા પણ તેને થઈ નહોતી. દુનિયામાં આવાં ભલા માણસે છેતરાઈ ઘણું પ્રકારે દુઃખી થાય છે અને મેનકા જેવી કુલટા સ્ત્રી મજમજા ભેગવી ઘણું આનંદમાં રહે છે. આ કેયડાને કેઈ ઉકેલ કરી આપશે? આવા બનાવ બનવાથી કેાઈ કવિને લખવાનું મન થઈ આવ્યું કે
ઘેલા નર ઘોડે ચડે, ડાહ્યાને બેહાલ, પતિવ્રતા ભુખે મરે, લાડુ ખાય છીનાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રકરણ ૩૦ મું.
પ્રકરણ ૩૦ મું.
કનકનગરમાં જૈનપરિષદની ખાસ બેઠક, રા, બ, ભારતીકુમારનું ભાષણ અને ઠરાવે,
Our deliberate conviction has grown upon us with every effortthat it is only a religious revival that can furnish sufficient moral strength to work out the complex social problems which demand our attention. Only a religious revival, not of forms, but of sincere earnestness which constitutes true religion, can effect the desired end.
M. G. Rasade. + For just experience tells in every soil, That those that think must govern those that toil.
-Goldsmith. કનકનગરનાં તેમજ બહારનાં તમામ વર્તમાનપત્રમાં શેઠ લાલભાઇના લાલભુવનમાં દીક્ષા નિમિત્તે ડોશીએ પ્રાણ ગુમાવ્યાની ચર્ચા ખુબ જોશભેર ચાલી રહી. અને સૂર્યવિજય જેવા અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓ તથા લાલભાઈ જેવા અંધ શ્રદ્ધાળુ ભક્તો
• આપણા તમામ પ્રયત્નોથી ઉદ્ભવેલી પુખ્ત વિચાર યુક્ત માન્યતા એવી થઈ છે કે ધાર્મિક સુધારણુંજ, આપણું ધ્યાન ખેંચી રહેલા ગુંચવાડા ભરેલા સંસારસુધારાના સિદ્ધાંતને અમલ કરાવવા કામ કરવા પૂરતું બળ આપી શકશે. માત્ર ધાર્મિક સુધારણા – બાહ્ય દેખાવની બનેલી નહીં પરંતુ ધર્મનું બંધારણ રચનાર ખરી અંતરભાવનાની સુધારણું – ધારેલી ઈચ્છાને અર લાવશે.
દરેક દેશના અનુભવ ઉપરથી જણાય છે કે જેઓ વિચારશીલ અર્થાત માનસિક પરિશ્રમ ઉઠાવનાર છે તેઓ, મહેનત કરનાર અથત શારીરિક
પરિશ્રમ ઉઠાવનાર ઉપર રાજ્ય કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
કનકનગરમાં જૈનપરિષદની ખાસ બેઠક.
૨૭૯
પ્રત્યે ટીકાકારોએ ઘણોજ તિરસ્કાર બતાવ્યું. એકંદર રીતે તેમના વિરૂદ્ધ એવું વાતાવરણ બગડી ગયું કે સાધુનું નામ દેતાં તેમના પ્રત્યે અણગમાની લાગણી ઉત્પન્ન થતી.
આ સંગેમાં અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ તરફથી દીક્ષા સંબંધી વિચાર કરી ઠરાવ કરવા જનપરિષદની ખાસ બેઠક ટાઉનહોલમાં ભરવાની જબરી તૈયારીઓ થવા લાગી. દેશ પરદેશ આમંત્રણ પત્રિકાઓ રવાના કરવામાં આવી અને તે સાથે ભદ્રાપુરીમાં કલ્યાણની દીક્ષાના થયેલા ભવાડા તથા કનકનગરની ધમાલના દયાજનક હવાલો તેમજ બીજા તેવા બનેલા બનાવોના રીપોર્ટ મોકલાવી જૈનેમાં જાગૃતિ આણવામાં આવી.
અષાડ માસની વૃષ્ટિ વરસતી હતી છતાં અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની જ્યાં જ્યાં શાખાઓ હતી ત્યાં તેના કાર્યવાહકો અને પ્રચાર સમિતિના સભાસદો અઠવાડીઆ પહેલાં કનકનગરમાં આવી પહોંચ્યા અને શહેરના જનેના જુદા જુદા લતાઓમાં નાની નાની સભાઓ ભરી લોકમત કેળવવા લાગ્યા. દેશાવરમાં પણ પ્રચારસમિતિના સભ્યોએ ગામે ગામ ફરી જૈનેની ઉંઘ ઉડાડી દીધી. સભામાં કાર્ય વધારે હોવાથી અષાઢ વદ છઠ્ઠ તથા સાતમ, રવિવાર અને સેમવાર એમ બે દિવસો રાખવામાં આવ્યા. સરકારી તેમજ બીજા નોકરવર્ગને અનુકૂળતા થઈ પડે એટલા હેતુથી રવિ અને તેમની જોડે જોડે રજા હેવાથી તે દિવસે પસંદ કર્યા હતા. પ્રમુખ તરીકે કનકનગરના બાહોશ બેરીસ્ટર, જનકામના આગેવાન, વર્ધમાન વિવાલયના પેટ્રન અને વડી ધારાસભાના સભાસદ શ્રીયુત રા. બ. ભારતીકુમાર વિશ્વકુમાર એમ. એ. એલ એલ. બી. ની પસંદગી કરવામાં આવી હતી. આ ભારતીકુમાર ભદ્રાપુરીના રા. બ. અશ્વિનીકુમારના પિતરાઈ ભાઈ થતા હતા. તેમનું આખું કુટુંબ કેળવણી પામેલું અને સંસ્કારી હતું. તે જનધર્મના કામમાં આગેવાની ભરેલ ભાગ લેતા
અને વગર ફીએ જનકેમના કેસ લડતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રકરણ ૩૦ મું.
ભદ્રાપુરીથી રસિકલાલની આગેવાની નીચે સે પ્રતિનિધિઓ અને તેમની પત્ની માલતીની આગેવાની નીચે પચીસ સ્ત્રી પ્રતિનિધિઓ કનકનગરમાં આવી પહોંચ્યાં. માલતી પણ કનકનગરમાં શ્રીમંત ગૃહસ્થોના ઘેરે જઈ તેમની સ્ત્રીઓમાં સારી જાગૃતિ લાવી.
સભામાં હાજરી આપવા કેટલાક ગૃહસ્થો લાલભાઇ શેઠને આગ્રહ કરતા પણ ડોશીના બનાવ પછી તેમની હીંમત કમી થઈ ગઈ હતી. તેથી મીલના કામનું બહાનું કાઢી તે બહાર ગામ ઉપડી ગયા.
ટાઉન હૈલમાં ચાર પાંચ હજાર માણસની સવડ થાય તેટલી વિશાળ જગો હતી. સભાનું કામ એક વાગે શરૂ થવાનું હતું પણ પ્રેક્ષકો તો અગીઆર વાગ્યાથી આવીને બેશી ગયા હતા. આશરે પાંચસો સ્ત્રીઓએ હાજરી આપી હતી. મોટા મોટા અમલદારે તથા જૈનેતર પ્રજાના આગેવાનોને આમંત્રણ કરી લાવવામાં આવ્યા હતા. તેમની પણ સંખ્યા સારી જણાતી હતી. એક વાગતા સુધીમાં હલ ચીકાર ભરાઈ ગયો. સદભાગ્યે વરસાદ બંધ હતો અને માત્ર આકાશમાં વાદળાં છવાઈ રહ્યાં હતાં. શરૂઆતમાં મંગલાચરણ થયા બાદ એક યુવકે વાઘ સાથે નીચેની ગઝલ શરૂ કરી
અરે જેને હવે જાગો! અરે એ જૈન બંધુઓ ! હવે જાગી જરા જુઓ! રૂઠયા છે કે સાધુઓ ! અરે જેને હવે જાગે ! હતા જે જનના તારક, હતા જે ધર્મના પાલક, હવે તે તે બન્યા ઘાતક ! અરે જૈને હવે જાગો! જગાવી યુદ્ધ દીક્ષાનું, બતાવી ધર્મનું બહાનું, મચાવ્યું ખૂબ ધીંગાણું ! અરે જેને હવે જાગો ! તમારાં માનીતાં બાળક, લુટી લે છે જુઓ બેશક ! કહી રક્ષક બને ભક્ષક ! અરે જેને હવે જાગો! મુકી દઈ શાસ્ત્ર કેરાણે, નસાડે પુત્ર હાલાને,
ન પુછે બાપ કે માને ! અરે જૈને હવે જાગે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
કનકનગરમાં જેનપરિષદની ખાસ બેઠક.
૨૮૧
કરે રૂદન પિતા માતા, નથી સાધુ દયા ખાતા, દિસે તે તેજ મલકાતા ! અરે જૈને હવે જાગે ! પતિ વિનાજ દુઃખીઆરી મરે મૂરી તરૂણ નારી, ન છેડે સાધુ હઠ ભારી, અરે જેનો હવે જાગે. સગાંની રાડને સુણી ન પીગળે છે જરા મુનિ ! દયાના છે ખરા ખૂની ! અરે જેને હવે જાગે. પડાવી સંતતિ વહાલી કરે છે આમ ઘર ખાલી ! જરા જુઓજ નીહાળી, અરે જેને હવે જાગે. બન્યા સંસારીના દુશ્મન, ગુજારે જે ઉપર જીવન, શું આ તે સાધુનું વર્તન ? અરે જૈને હવે જાગે. વસાવી તાળું ખંભાતી, ઘટાડે જનની જાતિ ! વધે છે આથી શું ખ્યાતિ ? અરે જૈને હવે જાગો ૧૧ અરે સૌ સાથે જોડાએ, દબાવે આવી દીક્ષાઓ, મહા સુખ જે તમે ઢાઓ અને જૈને હવે જોગે! ૧૨
ત્યાર બાદ સ્વાગતમંડળના પ્રમુખનું ભાષણ થયા પછી અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજના સેક્રેટરીએ જૈન પરિષદની ખાસ બેઠક ભરવાનો હેતુ કહી સંભળાવી પ્રમુખની દરખાસ્ત મુકી, તેને બીજા ગૃહ તરફથી ટેકો અને અનુમોદન મળતાં તાળીઓના ગડગડાટ વચ્ચે રા. બ. ભારતીકુમારે પ્રમુખપદ સ્વીકારી પોતાનું ભાષણ બુલંદ અવાજે નીચે પ્રમાણે શરૂ કર્યું–
પ્રતિનિધિબંધુઓ, ગૃહસ્થ અને સુશીલ બેન ! આપે મને પ્રમુખપદ આપી જે માન આપ્યું છે તે માટે આપને ઉપકાર માનું છું. તે માનની સાથે જે જોખમદારી મારા ઉપર આવી છે તે ઉપાડી લેવા અધિષ્ઠાતા દેવ મારા હૃદયને બળ આપે.
આજની ખાસ બેઠક ભરવાને હેતુ જ્યારથી આમંત્રણ પત્રિકાઓ બહાર પડી છે ત્યારથી સૌ ભાઈ જાણે છે કે અયોગ્ય દીક્ષાની
જે પ્રવૃત્તિ કેટલાક દુરાગ્રહી આચાર્યો અને સાધુઓ તરફથી ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રકરણ ૩૦ મું. રહી છે તેને કોઈ પણ ઉપાયે નાબુદ કરવી જોઈએ. સેક્રેટરીએ તે સંબંધી પૂરતું વિવેચન કરેલું છે તેથી ફરી કહેવા માગતા નથી.
જે કામ શાસ્ત્ર વિરૂદ્ધ થાય, ધર્મ વિરૂદ્ધ થાય, લોકલાગણી વિરૂદ્ધ થાય, જેના પ્રત્યે આખી ભારતભૂમિ તિરસ્કાર બતાવે તે કામને નાબુદ કરતાં કેટલી વાર? તેને માટે આટલો બધો ઉહાપોહ અને આવી મોટી મોટી સભાઓ ભરી હજારે રૂપીઆ ખર્ચ કરવાનું પ્રયોજન શું? આવી શંકા કેઈના મનમાં જન્મ પામે તે તેમાં નવાઈ નથી.
પરંતુ, ગૃહસ્થ ! ધર્મ એ એવી ચીજ છે કે જેના નામથી ગમે તેવી દુરાચાર ભરેલી પ્રવૃત્તિ ચલાવવી હોય તે ચલાવી શકાય છે, ધર્મને નામે હજારે રૂપીઆ એકઠા કરી શકાય છે, ધર્મના નામે વ્યભિચાર સેવાય છે અને તે દ્વારા કાયાને પવિત્ર કરાય છે એવી માન્યતા પણ ઠસાવી શકાય છે. આચાર્ય કે સાધુ બોલ્યા એટલે તે તે મહાવીર ભગવાનની વાણી થઈ ચુકી. પણ ક્યાં તે મહાવીર ભગવાનનું હૃદય અને વર્તન અને ક્યાં હાલના સાધુઓનું હૃદય અને વર્તન? બે ચાર એવા સાધુઓ નીકળ્યા છે કે જેઓએ અત્યારે જૈનસંધમાં કલેશ કરાવ્યો છે. આવા સાધુઓને શ્રીમંત ગૃહસ્થ અને તેમની મહેરબાની ઉપર જીવન ગુજારનાર આશ્રિત ભકતો પૈસાની અને ખટપટની મદદ કરી ઉત્તેજન આપી રહ્યા છે. આવા શ્રીમંત અને અંધશ્રદ્ધાળુ ભક્તોની તેમને મદદ ન હોય તે જરૂર તેમના હાથ હેઠા પડે. આપણું જાતિ ભાઈઓજ દુશ્મનનું કામ કરી રહ્યા છે તેથી જ આવી ઉપરથી દેખાતી નજીવી પણ અંદરથી ઝેરી બીજના જેવું કામ કરનારી વસ્તુને માટે આટલો બધે પ્રયત્ન કરવો પડે છે. એ નાનું બીજ જમીનમાં રોપાયું છે, મૂળ નખાયું છે અને અંકુરા પણ સ્કુરાયમાન થઇ ચુકયા છે. જે તે નાના છેડવાને નછ ગણું ફાલવા દઈશું તે તે જમીનમાં ઉંડાં મૂળ ઘાલી ભવિષ્યમાં મોટું વૃક્ષ બની જશે. માટેજ ઉગતાને છેદવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
૨૮૦
વગર તેમના દિલે આ કલા માટે લાઇક
છોકરાંને સંતાડવાં, સગાં સંબંધી તથા કુટુંબીજનેને સંતાપ કરાવવા, સ્ત્રીઓના પ્રાણપ્રિય પતિને પડાવી લેવા, છોકરાં રઝળતાં કરવાં, આ બધાં કૃત્યોમાં પાપ સમાયેલું છે એ નાનું બાળક પણ સમજી શકે તેમ છે છતાં આચાર્યો મોટાં મોટાં દષ્ટાંત આપી તેમાં પુણ્ય સમજાવવા દુરાગ્રહ અને હઠવાદ લઈ બેઠા છે. તે જેને માટે થાડું શરમાવવા જેવું છે?
ભદ્રાપુરીમાં સૂર્યવિજય આચાર્યની અને શેઠ ચીમનલાલની ઘેડી નાલાસી થઈ? કલેકટર સારા હતા તેથી તે માનપૂર્વક કામ લેતા હતા. કેણ જાણે તેમાંથી કેવું ગંભીર પરિણામ આવશે ! અત્યારે તો લાલભાઈ વગેરે તેમના જામીન થયેલા છે એટલે આચાર્ય છુટા ફરે છે. આટલેથી ધરાયા નહીં એટલે આ કનકનગરમાં પણ સપ્તમહર્ષિઓને દીક્ષા આપવામાં આવી. તેવા ઘાતકી કૃત્ય માટે લાલભાઈ શેઠને માનપત્ર આપવામાં આવ્યું. તેમને જન આલમના શહેનશાહ અને કનકનગરના કુમારપાળની ઉપમા આપવામાં આવી. પણ આખરે પરિણામ શું આવ્યું? ડોશીને પ્રાણુ ગયો ! અને તે પણ ક્યાં? આચાર્યની આગળ (શરમ શરમ). વળી બીજી બાઈએ તે. આચાર્યને અડી ખેાળામાં નાનું બાળક મુક્યું. યુવાન સ્ત્રી, જે નાનાં બે બાળકોની મા હતી અને જેના ધણીને પૈસાની લાલચ, શરમ ધમકી અને લાગવગના પ્રયાસથી ઉપાડી જઈ સાધુ દીક્ષા આપે તે સ્ત્રીથી શી રીતે સહન થાય ?
આવું બન્યા છતાં પણ આચાર્ય ક્યાં તેના ધણને બતાવતા હતા ? પોલીસે કઈ ધર્મઘેલા શેઠીઆના ઘરમાંથી શોધી કાઢયા અને તેમને કુટુંબ ભેગા કર્યા. લગ્નના દિવસે લાલભાઈના માંડવામાં હું પણ હતો. હું તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે વખતને દેખાવ જેણે જે હશે તેની આંખમાંથી આંસુ આવ્યા વિના નહીં રહ્યાં હેય.”
આ પ્રમાણે તે બનાવ ઉપર પ્રમુખે ઘણું જ હદયદ્રાવક ભાષણ કરી આખી સભાને રડાવી મુકી હતી. વચ્ચે વારંવાર “થરમ શરમ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
२८४
પ્રકરણ ૩૦ મું.
ના પોકારે ચારે બાજુથી થતા હતા. કેટલાક વિધી પક્ષના પ્રેક્ષકેના હદય ઉપર એવી અસર થઇ છે તે પણ લાલભાઈ અને આચાર્ય વિરૂદ્ધ બળાપો કાઢતા હતા. સ્ત્રીઓ તો ખરેખર રડવાજ લાગી. બિચારી ઓશી! બાપડાં બે બાળકો! હાય ! હાય ! આવું તે આચાર્યથી કરાતું હશે ? એમ સ્ત્રીઓમાંથી ધીમા ધીમા ઉગારે નીકળવા લાગ્યા. આગળ ચાલતાં પ્રમુખે જણાવ્યું
“દયાના ઉપાસક મારા જૈન બંધુઓ! આવી દીક્ષા પ્રવૃત્તિ હવે ક્યાં સુધી નિભાવશે? તેવી પ્રવૃત્તિ ચલાવનાર સાધુઓની વિરૂદ્ધ આપણે સખ્ત પગલાં ભરવાં પડશે. પછી ભલે તે જેલમાં જાય કે દરીઆપાર થાય. તેમને જરા પણ બચાવવા નહીં (તાળીઓ). જ્યારે તેમને આપણે છોકરા છોકરીઓ અને સ્ત્રીઓ ઉપર દયા નથી આવતી તે આપણે શા માટે તેમને માટે દયા ખાવી જોઈએ ?
લોકમાં એવી માન્યતા સાધુએ ઠસાવી દીધી છે કે “સાધુની જે નિંદા કરે તે નરકમાં જાય. ચેલો ગમે તે હોય પણ વેશ ધારણ કર્યો એટલે સાધુ” આ માન્યતા ભેળા જેનેને ઠગવાની છે, અજ્ઞાન સ્ત્રીઓને ફંદામાં નાખી ફસાવવાની છે. જે દીક્ષિત પિતાના મન વચન અને કાયાના વર્તનથી જ સાધુ હોય તે તેજ સાધુ કહી શકાય, તેજ પૂજ્ય છે.
કહેવાય પંચમહાવ્રતધારી અને જીવ લેવામાં શરા! જુઠું બેલવામાં બાહોશ, કઈ કેઇના વ્યભિચારનાં ગુપ્ત છીદ્રો જેવાં હોય તે વાંચે પેલું “પિલવાજીત્ર” પત્ર. અઠવાડીએ અઠવાડીએ કેાઇની નાની મોટી પોલ પડઘમ વગાડી જનોના કાન ઉઘાડે છે. ચેરી કરવામાં ક્યાં પાછા પડે છે? છોકરાં સંતાડવાં એ ચોરી નહીં તે બીજું શું? પુસ્તકે પણ કોઈ કેાઇનાં ઉપાડી લે છે. કવિતાઓ પણ બીજાની ચોરી લઈ નીચે પિતાનું નામ પ્રકટ કરે છે. પરિગ્રહને તે પારજ રાખતા નથી. શ્રાવકને ત્યાં પેટી પટારા મુકે છે, તેમને ત્યાં રૂપીઆનાં ખાતાં રાખે છે, પુસ્તકને ધમધોકાર ધંધે જ્ઞાનના ઓઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ
૨૮૫
નીચે ચલાવે છે. સાધુઓ કઈ છોકરાને છાની રીતે ઉપાડી એક ગામથી બીજે ગામ જાય છે ત્યારે અંધશ્રદ્ધાળુ શ્રીમંતો તથા કહેવાતા શાસનપ્રેમીઓ પાપનો જરા પણ ડર રાખ્યા શીવાય તેમને માટે ખાસ રસેઇઆ, નેકરે સીધું સામાન વગેરે તમામ સામગ્રીએ તેમની સાથે તૈયાર રાખે છે.
આ રીતે અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિમાં સાધુઓ પંચમહાવ્રતથી પતિત થાય છે. આવા પતિત સાધુઓનાં ભોપાળાં બહાર પાડવામાં શું પાપ છે તે હું સમજી શકતો નથી. તેમને સંઘ બહાર મુકી દેવા જોઈએ. જેથી આપણે જનધર્મ અને સાધુસમાજ કલંકિત થત અટકે. તેવા કેટલાક નાલાયક સાધુઓના પાપે સારા સાધુઓ પણ વગેવાઈ રહ્યા છે. એક કવિ કહે છે કે –
पादपानां भयं वातः पद्मानां शिशिरो भयं ।
पर्वतानां भयं वज्रः साधूनां दुजनो भयं ॥ અર્થાત વૃક્ષને પવનને ભય છે, કમળને ઝાકળને ભય છે, પર્વતને વીજળીને ભય છે અને સારા માણસને દુર્જનને ભય છે. માટે એવા નાલાયક સાધુઓને તે વીણી વીણને સાધુસંસ્થાથી દૂર કરવા જોઈએ. તેમના સંસર્ગરૂપી ઝેરી ચેપને એકદમ નાબુદ કરે જોઈએ એવી મારી માન્યતા છે.
ધન્ય છે પદ્મવિજયજી જેવા આચાર્યને કે જેઓ પંચમહાવ્રતનું પાલન કરી સમયને માન આપી આપણી જનકેમનું કલ્યાણ થાય તે તરફ તેમની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. વર્ધમાન વિદ્યાલયની સીલ્વર
જ્યુબીલી વખતે તેમણે આપેલું ભાષણ સૌએ છાપામાં વાંચ્યું હશે. તે વખતના મહત્સવના પ્રમુખ અમારી કોર્ટના ચીફ જસ્ટીસ મારટીન પણ ખુશ થયા હતા. આવા પદ્મવિજયજી જેવા આચાર્યો અને મુનિ મહારાજે પાકશે ત્યારે જ આપણે ઉદ્ધાર થવાને છે.
પાત્રતા જોયા શીવાય, કસોટી કર્યા શીવાય, સહવાસમાં રાખી વર્તન જોયા વિના ગમે તેને મુંડી નાખી ચેલા બનાવવાથી કેવાં
માઠાં પરિણામ આવ્યાં છે તે સૌ જાણે છે. મહીનામાં એક બે દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પ્રકરણ ૩૦ મું.
મુકીને નાશી જાય છે, કોઈ વંઠી જાય છે; આવી દુર્દશા જોઈ કેને દિલગીરી થયા વિના રહેશે? અમારે તેવા સાધુઓ જોઈતા નથી. ચારિત્રવાન સાધુઓ જોઈએ છે. થોડા પણ શુદ્ધ અને જૈનકેમને ઉદ્ધાર કરનાર હશે તે બસ છે. કહ્યું છે કે–
वरमेको गुणीपुत्रो न च मूर्खशतान्यपि । एकश्चंदस्तमो हन्ति न च तारागणोऽपि च ॥
અર્થાત સે મૂખ પુત્ર કરતાં એક ગુણવાન પુત્ર હોય તે બહુ સારું. કરડે તારાથી રાત્રી પ્રકાશમાન થતી નથી પણ બસ એક ચંદ્ર તમામ અંધકાર હણી રાત્રીને પ્રકાશિત કરે છે. વળી કહ્યું છે કે
शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र चंदनं न वने वने ॥
અર્થાત દરેક પર્વતમાં માણેક પાકતાં નથી, દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી મળતાં નથી, દરેક સ્થળે સાધુ પુરૂષ – પુરૂષ નીવડતા નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષ થતાં નથી. એ રીતે જે ગુણવાન હોય છે તેની કીંમત ગણાય છે અને તે જ ઉપયોગી થઈ પડે છે.”
આ પ્રમાણે કહી કેવા કેવા પ્રકારની દીક્ષાઓ અપાય છે તેના ઉપર જોશભેર વિવેચન કર્યું હતું. આગળ ચાલતાં પ્રમુખે જણાવ્યું–
ગૃહસ્થ ! આપણે વેપારી રહ્યા એટલે દરેક વસ્તુ વેપારની દૃષ્ટિએ જોઈએ. મુંબઈની માફક આ કનકનગરમાં દરેક જાતના વેપાર અને શદા, તેને માટે ખાસ બઝાર. જુઓ શેર બઝાર, એરંડા બઝાર, સોનાચાંદી બઝાર, રૂ બઝાર, અળશી બઝાર, આ બધા બઝારમાં હવે એક નવ દીક્ષા બઝાર ઉપાડવામાં આવ્યો છે. (હસાહસ) તે બઝારમાં તેના વેપારીઓ અને દલાલો ધમાલ મચાવી મુકે છે. દીક્ષાના ઉમેદવારોના ભાવ બોલાય છે. કેઈ હજારને કઈ બે હજારને તો કોઈ ચાર હજારને, કઈ કે તે સાત અને દસ હજારના પણ હોય છે, જેવી જેની લાયકાત. જે બિચારે એકલો હેય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
૨૮૭
ડી કીમત અંકાય, કારણ કે પાછળ કોઈની ચિંતા હોય નહીં. જે દેવું હોય તે તે આપવા પૂરતી કીંમત ગણાય, જેને યુવાન બરી હેય તેની તેથી વધારે કીમત, જેને બેરી અને છોકરાં હોય તેની તેથી પણ વધારે કીમત અને જે માબાપ બેરી વગેરે બહેળા કુટુંબવાને હોય તો તેને સદો મેટી રકમથી સહી પડે (હસાહસ). આ પ્રમાણે દીક્ષાને બઝાર ઉઘડેલો છે. જેમ કન્યાવિક્રય થાય, વરવિક્રય થાય તેમ દીક્ષાવિક્રય ન થાય તે પછી ધનવાનોના લક્ષણમાં મેટી ખામી ગણાય. લાલભાઈ શેઠે સપ્ત મહર્ષઓને દીક્ષા આપી તે તમામને મોટી મોટી રકમે આપવામાં આવી હતી અને તે ઉપરાંત દરસાલા સાલીઆણું બાંધી આપ્યું હતું. શેઠ ના પાડે તે મારી પાસે પુરાવા મેજુદ છે. ઠામઠામ લાલભાઈ શેઠના દલાલો કામ કરી રહ્યા છે. અને પૈસા વેરી રહ્યા છે. આપ સૌ જાણે છે કે લાલભાઈ દીક્ષારક્ષક મંડળના પ્રમુખ છે. એક દિવસ જ્યારે સામટું ભોપાળું ફુટશે ત્યારે
આ બઝાર પેલા બૅકબેના શેરની માફક બેશી જશે. જુઓ આ દીક્ષાના હિમાયતી શ્રીમંતના પૈસાને ઉપયોગ ! (શરમ ! શરમ !) જૈનેની બેકારી દૂર કરવી સુઝતી નથી અને આવાં દીક્ષાનાં ધતીંગે સુઝે છે. મહારાજને ચેલા કરી આપવાની શેઠ લાલભાઈએ પાનની બાધા લીધી છે (હસાહસ). આવી બાધાને બદલે જન બંધુઓના ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે કેટલો બધે ફાયદો થાય?”
આ પ્રમાણે દીક્ષાબઝારના શટોરીઆઓ અને દલાલે ઉપર દાખલા દલીલો સાથે એવું હાસ્યજનક અને અસરકારક ભાષણ કર્યું કે આખી સભાના મન ઉપર ઉંડી છાપ પડી. પ્રમુખે આગળ ચાલતાં જણાવ્યું કે
ગૃહસ્થ ! તમારી દીક્ષા તે ધારાસભાના ટેબલ ઉપર જઈને બેઠી. (ખુબ હસાહસ) બેસે તેમાં શી નવાઈ? દીક્ષાનિમિત્તે કેટલા બધા કેસે કેરટે ચડ્યા? દરેક જજમેન્ટમાં દીક્ષા અને સાધુઓના વર્તન ઉપર
ન્યાયાધીશોએ ટીકા કરેલી છે. ધારાસભામાં દરખાસ્ત મુકનાર મીસ્ટર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
. •
પ્રકરણ ૩૦, મું.
થી આવતી.
વસંતલાલે હદયભેદક દાખલાએ સભામાં રજુ કરી સભાસદોના મન ઉપર અસર કરાવી વધુ મતે દરખાસ્ત મંજુર કરાવી છે તે વર્તમાન પત્રથી જાણ્યું હશે. તેથી તે વિષય ઉપર વધારે વિવેચન કરતા નથી પરંતુ એટલું તે કહ્યા વિના ચાલતું નથી કે જે આપણે દીક્ષા સંબંધી બંદોબસ્ત નહીં કરીએ તે જરૂર સરકાર હાથ ઘાલશે.
જે આપણે દીક્ષા જેવા ધર્મના કામમાં સરકારી દરમી આનગીરી ચહાતા ન હોઈએ તો માત્ર બેલીને કે બકવાટ કરીને બેસી રાથી કાંઈ વળવાનું નથી. એવા સાધુઓ અને તેમના ભક્તની સામે બળવો ઉઠાવવો પડશે અને તેમનું બળ તોડવું પડશે. તેમની આવી પ્રવૃત્તિ હવે વધારે વખત ચાલવા દેવી એ ભયંકર નુકસાન ભરેલું છે. અમેગ્ય દીક્ષાના હીમાયતી સાધુઓ કહે છે કે જેમ તમારે કમાવાને ધંધે છે તેમ અમારો દીક્ષાનો ધંધે છે, એ અમારી પેઢી છે, આવું કહેતાં તેમને જરા પણ શરમ નથી આવતી. જે ગૃહસ્થાશ્રમ સાધુસમાજને પોષી રહ્યા છે તેમનું જ નિકંદન કાઢનાર સાધુઓને કૃતજ્ઞી કહેવા કે કૃતઘી કહેવા ? લગ્નને વ્યભિચાર કહે, વર્ધમાન વિદ્યાલય જેવી સંસ્થાને તોડી પાડવા તૈયાર થાય, તેમાંથી પાકતાં રત્નને અંગારા કહે, અધમ કહે, નાસ્તિક કહે. આવા વિચારવાળા સાધુએથી આપણું સમાજને ઘણું જ નુકસાન છે. તેમની દીક્ષા પ્રવૃત્તિ કેઈ પણ ઉપાયે તેડી નાખવી જોઈએ. . વર્ધમાન વિદ્યાલયના જુના અને ચાલુ વિદ્યાર્થીઓને જણાવવા રજા લઉં છું કે સૂર્યવિજય આચાર્ય તમને અંગારા કહે છે તેથી ધાયમાન થશે નહીં. તે તો એક ઉત્તમ પ્રકારની ડીગ્રી છે, તે ગુજરાતી શબ્દમાં અને તેના અંગ્રેજી અક્ષરમાં ઉઠું રહસ્ય સમાયેલું છે તે શાંત મગજ રાખી સમજે.
અત્યાર સુધી તમે બધા કાળા કોલસા હતા, વર્ધમાન વિદ્યાલયમાં પ્રવેશ કરવાથી તમારી કાળાશ-મલીનતા-ઉડી ગઈ અને તેને બદલે સુવર્ણ જેવો રંગ પ્રાપ્ત થયે, વળી કોલસા રૂપે જડ હતા તે હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
માજને પોષી રહ્યા છે
તે
સાધુઓને કાન
Page #306
--------------------------------------------------------------------------
________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
અંગારા બનવાથી ચેતનમય બન્યા છે. તમારામાં અગ્નિ રૂ૫ ચેતન દાખલ થયું છે, એટલે કાર્ય કર્વાને શક્તિમાન થયા છે. આખા વિશ્વનું જીવન અગ્નિ-ગરમી છે તે તમે તમારા કોલેજના અભ્યાસમાં શીખી ગયા છે, તેવી અગ્નિ તમારામાં પ્રાપ્ત થવાથી તમારી કાળાશ અને તમારા અંધકારને ટાળી શકયા છો, એટલું જ નહીં પરંતુ અંધારામાં રહેલી તમામ વસ્તુઓ જેવાને તમે શક્તિમાન થયા છે. હવેથી અંધારામાં રહેલી વસ્તુ અને પરિસ્થિતિ સંબંધી બીજાઓ સત્યને અસત્યના સ્વરૂપમાં બતાવી અર્થને અનર્થ કરી ગમે તેવું આડું અવળું સમજાવી અંધારામાં રાખી મને કલ્પિત ચિતાર ખડો કરી અવળા માર્ગે દોરતા હતા તે હવેથી બંધ થયું. તમે તમારી મેળે જેવાને અને તેને વિચાર કરવાને તાકાદ પ્રાપ્ત કરી શકયા છે; હાલમાં જનસમાજ અને સાધુસંસ્થામાં પેશી ગયેલા સડા જે જે પ્રકાશમાં આવવા લાગ્યા છે તેને બાળી ભસ્મીભૂત કરવા તમારામાં અગ્નિ રૂ૫ શક્તિ પ્રાપ્ત થઈ છે. તમે જાણે છે કે જેને આંગળી અડાડવાને શક્તિમાન ન હોય તે બળવાન ગણાય છે અને તે પ્રજા રાજ્ય કરવાને લાયક હોય છે. તમારામાં પણ તે ગુણ પ્રાપ્ત થયો છે એવું અંગારાની ડીગ્રી મળવાથી સાબીત થઇ ચુકયું છે. હવે તે કોઇની - અરે ખુદ સૂર્યવિજય આચાર્યની પણ તાકાદ નથી કે તમને આંગળી અડાડી શકે ! અલબત તમારા જેવા થવાનું માન તે પ્રાપ્ત કરે તોજ તેમ બનવાનો સંભવ છે. (હસાહસ) - હવે અંગારા શબ્દના અંગ્રેજી અક્ષરે A. N. G. A. R. A. જે માત્ર માર્મિક સંજ્ઞા રૂપે છે તેનું સ્પષ્ટિકરણ કરતાં “Advocate of Noble Grand And Revolutionary Activity અર્થાત ઉચ્ચ મહીન અને જમાને પલટાવનાર ક્રાન્તિપ્રવૃત્તિના હીમાયતી” એવો ભાવ નીકળી આવે છે, માટે હવે તમારા નામની આગળ “અંગારા” અને અંગ્રેજીમાં તમારા નામની પાછળ Esquire A. N. G. A. R. A. એવી ડીગ્રી કોઈ લગાડે તો દિલગીર નહીં થતાં આનંદ અને સતિષ માનશે. (તાળીઓ)
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પ્રકરણ ૩૦ મું.
આ પ્રમાણે વર્ધમાન વિદ્યાલયમાં પ્રવેશ કરવાથી મહાવીર પ્રભુના પ્રભાવથી આવી અજબ શક્તિ મેળવવાને તમે ભાગ્યશાળી થયા છે તે જાણુ એવા કયા જૈને હશે કે જેના હૃદયકમળની પાંખડીઓ પ્રફુલ્લિત થયા વિના રહી હશે?!
આટલું કહી હવે આપણે કયા રસ્તે જવું તે સંબંધી નિર્ણય કરવા આપ પ્રતિનિધિ ભાઈઓને સેપી બેસી જવાની રજા લઉં છું.”
તાળીઓના અવાજ વચ્ચે તેઓ પોતાના સ્થાને બેશી ગયા. તે પછી સેક્રેટરીએ આવેલા સહાનુભૂતિના તાર તથા પત્ર વાંચી સંભલાવ્યા હતા. તે બધાને કહેવાનો આશય એ હતો કે દીક્ષા માટે કાયદો ઘડવો અને તે પ્રમાણે સાધુઓ અને શ્રાવકેએ વર્તવું. સાધુઓ ઉપર અંકુશ મુકવાની જરૂર છે.
તે પછી વિષયનિયામક સમિતિ ચુંટાઇ, તેના સભ્યોનાં નામે પ્રમુખે વાંચી સંભળાવ્યાં, અને તેમને રાત્રે આઠ વાગે મળવા માટે સૂચના કરવામાં આવી. વાળને વખત થવાથી સભા વિસર્જન થઈ
રાત્રે વિષયનિયામક સમિતિ મળી. દીક્ષા ઉપર અંકુશની દરખાસ્તના જુદા જુદા ખરડા સભામાં રજુ થયા. પ્રમુખ આવેલી દરખાસ્તો સમજાવવા લાગ્યા અને બનતા સુધી એક બીજાની સાથે હળી મળીને કામ લેવાય તે ધોરણ ઉપર સુધારા વધારા કરી દરખાસ્તને ખરડે તેમણે તૈયાર કર્યો.
બીજા દિવસે બરાબર એક વાગે સભા મળી, અને ઠરાવનું કામ હાથમાં લીધું. દરખાસ્ત મુકનાર, ટેકા અને અનુમોદન આપનારનાં વિવેચન થયા બાદ નીચે પ્રમાણે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા
ઠરાવ ૧ લે–આચાર્ય સૂર્યવિજય મહારાજે ભદ્રાપુરીમાં કલ્યાની દીક્ષા સંબંધી જે અવિચારી અને ઉદ્ધત પગલું શેઠ ચીમનલાલની પાસે ભરાવ્યું, તે સંબંધી ખટલો કેરટે ચડ્યો અને જૈનેની અપકીર્તિ કરાવી તે માટે આ સભા દિલગીરી જાહેર કરે છે અને તે બંનેના
કૃત્ય તરફ તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
૨૯૧
^^^^
^^
^
ઠરાવ ૨ જે–આચાર્ય સૂર્યવિજય મહારાજ પાસે શેઠ લાલભાઈએ કનકનગરમાં સાત જણને દીક્ષા અપાવી તેમાં ત્રણ જણનાં કુટુંબને દુઃખ થવાથી તે આચાર્ય પાસે ગયાં. ડોશી માથું કુટી મરણ પામી. આવી તેમની દીક્ષા માટે આચાર્ય તરફ તથા શેઠના વર્તન તરફ આ સભા ધિક્કાર બતાવે છે અને એની દીક્ષાઓને સખ્ત રીતે વખોડી કાઢે છે.
ઠરાવ ૩ –જે કોઇને દીક્ષા લેવી હોય તેણે પ્રથમ પિતાનાં નિકટનાં સગાંની સંમતિ લઈ અર્થાત તેમનું જરા પણ દિલ દુખાવ્યા શિવાય રાજ ખુશીથી સંમતિ મેળવી તે ગામના જનમહાજનને લેખી
અરજી કરવી. તે અરજીમાં લખ્યા પ્રમાણે હકીકત સાચી હોય અને તેના દીક્ષા લેવાથી જૈનધર્મને હાની પહોંચે તેવું ન હોય તે તેને દીક્ષા આપવા ઈચ્છા બતાવનાર સાધુએ તેને સંસારીપણે એક વરસ સુધી પોતાની પાસે ઉપાશ્રયમાં રાખો અને વર્તન ઉપરથી લાયક જણાય તો તેને સગાંની અને મહાજનની રજા મેળવી સાધુએ દીક્ષા આપવી. તે શીવાય સાધુએ તેને દીક્ષા આપવી નહીં. કદાચ કે આ ઠરાવ પ્રમાણે ન વર્તે તો તેમાં કેઈએ ભાગ લે નહીં અને બને તે તે અટકાવવા પ્રયત્ન કરે અને તેવા સાધુથી અસહકાર કરે.
ઠરાવ ૪ –દીક્ષા ઉપર અંકુશ મુકવા ધારાસભામાં જે દરખાસ્ત રજુ થઇ છે તેને આ સભા ટેકો આપે છે. દીક્ષા ઉપર અંકુશ મુકનારે ખાસ કાયદે અગર પીનલ કોડની કઈ કલમમાં તેવો સુધારા વધારે કરવાની આવશ્યતા આ સભા હાલના સંયોગોમાં સ્વીકારે છે. આવી દરખાસ્ત રજુ કરનાર રા. ર. વસંતલાલને આ સભા ધન્યવાદ આપે છે.
ઠરાવ ૫ મે–આચાર્યશ્રી પદ્મવિજય તથા તેવા જે આચાર્યો અને મુનિ મહારાજે આચારનું પાલન કરી, દેશ અને કાળ તરફ નજર રાખી જનસમાજનું કલ્યાણ કરવા બોધ આપી પોપકાર કરી રહ્યા છે તેમના પ્રત્યે આ સભા પૂજ્ય ભાવથી જુએ છે, તેમને ધન્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પ્રકરણ ૩૧ મું.
આપે છે અને બીજા સાધુઓ તેમનું અનુકરણ કરે એવી આ સભા આશા રાખે છે.
ઠરાવ ૬ ફે–દીક્ષારક્ષક મંડળ તરફથી “દીક્ષાવાજીંત્ર” નામનું અઠવાડીક પત્ર નીકળે છે તે અયોગ્ય દીક્ષાને પોષનારું પાત્ર છે માટે તે તરફ આ સભા તિરસ્કાર બતાવે છે અને તે પત્ર ખરીદ કરીને કે બીજી કોઈ પણ રીતે ઉત્તેજન આપવું નહીં.
ઉપર પ્રમાણે ઠરાવ થયા પછી પ્રમુખે ઉપસંહારનું ભાષણ કર્યું, તે પછી કામ કરનાર સમિતિ નીમાયા બાદ શિષ્ટાચાર પ્રમાણે ઉપકાર મનાયા અને પરિષદુ વિસર્જન થઈ.
પ્રકરણ ૩૧ મું.
વીરબાળાને સપડાવવા મેનકાની પટજાળ,
* दुर्जनः प्रियवादी च नैतद्विश्वासकारणम् । मधुतिष्टति जिह्वाग्रे हृदये तु हलाहलम् ॥ उपकारोऽपि नीचानामपकारो हि जायते ।
पयःपानं भुजंगानां केवलं विषवर्धनम् ॥ “કેમ બાબુ સાહેબ ! હમણાં દસ દિવસથી ઘર આગળ દર્શન દેતા નથી?”
“ભાઈ જયંતીલાલ ! ઠીક તમે શેર બઝારમાં મળ્યા. ચાલો જરા હૈટલમાં ચા પી આવીએ, કાંઈ બજારમાં કામ તો નથી ને?”
કામથી તે ક્યારને પરવાર્યો છું.”
• દુર્જન ગમે તેવો પ્રિયવચની હોય તે પણ તે વિશ્વાસને પાત્ર નથી. કારણકે તેની જીભમાં મધુ ભરેલું હોય છે પણ હૃદયમાં ઝેર હોય છે.
નીચ પુરૂષે ઉપર ઉપકાર કર્યો હોય તો પણ તે અપકાર રૂ૫ નીવડે છે. સર્પને દુધ પાવું તે માત્ર ઝેરને વધારવા રૂપ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૨૯૩
એમ વાત કરતા જોડેની હોટલમાં એક ઓરડામાં તેઓ બેઠા અને બે કપ સ્પેશીઅલ ચાનો ઓર્ડર કર્યો. આ બાબુ સાહેબનું નામ પ્રાણલાલ હતું, શેર અને ઝવેરાતને ધંધો કરતે હતો. સ્વછંદી આચરણ હોવાથી બાબુ સાહેબ કહેવાતા.
મેંમાં બીડી રાખી ધુમાડે કાઢી પ્રાણલાલ કહેવા લાગ્યો “ભાઈ જયંતીલાલ ! વચ્ચે બે દિવસ બસંતીલાલને ત્યાં ગયો હતો. તેમનો આગ્રહ વધારે હતો એટલે ત્યાં આનંદ કરી આવ્યો. આજે જરૂર તમારે ત્યાં આવીશ. તમે બંને જણે ઠીક બુલબુલ રાખ્યાં છે, પણ હજુ તમારું બુલબુલ શરમાળ જણાય છે. તેને બદલે પેલી મેનકા ઠીક કામ ઉપાડી લે છે. ચટકટકવાળી ચાલાક જણાય છે. તેને કહેને કે તે તમારા બુલબુલને પાટા ઉપર ચડાવી દે.”
“બાબુ સાહેબ ! હું હમેશાં મેનકાને કહું છું. તેણે જરા ઠઠ્ઠા મશ્કરી ઉપર તો ચડાવી છે પણ હજુ અડપલું કરતાં સંકોચાય છે. ધીમે ધીમે મેનકા મારફત કામ લેવાય છે. તમે પણ જરા તેને ભોળવતા જાઓ તે છુટ લેતી થાય.”
જયંતીલાલ ! અઠવાડીઆ ઉપર હું આવ્યો હતો ત્યારે જરા મશ્કરી કરી રંગ જમાવવાનો ઈરાદો કર્યો હતો પણ મારા મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ તમારી ગેરહાજરીમાં તે બુમ પાડે તો બાજી બગડે માટે એટલેથી અટક. આજે તમારી હાજરીમાં બુલબુલને છેડીએ. તે છે તો ઘણું ભોળી, લાલચ ઉપર ચડાવું, કદાચ ભોળવાય. અને એકવાર જરા છુટ થઇ એટલે પછી તે વાંધાજ નથી.”
“બસ એટલું જ કામ છે. આજે જરૂર આવે અને સાથે લાલચનાં સાધન લેતા આવજે.”
આજે રાત્રે આઠ વાગે આવીશ. જે તાલ જામે તો તમારે ત્યાં સુઈ રહીશ; નહીં તે પછી બાર વાગે પાછો આવીશ. આગળની તૈયારી કરી રાખજે. પેલી મેનકાને એવી ભણાવી રાખજે કે આપણું કામ સાધવામાં હરકત ન આવે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રકરણ ૩૧ મું.
“મેનકાને સૂચના આપેલી છે, તમે કહેશે તે પ્રમાણે યુક્તિ રચી આપશે. જરૂર આવજે” એમ કહી ત્યાંથી જયંતીલાલ છુટ પડ્યું અને વરસાદ વરસત હોવાથી ગાડીમાં બેશી પિતાને ત્યાં ગયો.
જયંતીલાલ ઘેર આવી કપડાં ઉતારી આરામ ખુરશી ઉપર, આડો થયો. વીરબાળાએ આવીને પુછ્યું “આજે વધારે થાક લાગે હોય એમ જણાય છે.”
મેનકા વચ્ચે બોલી “શેરની દલાલીનું કામ કાંઈ જેવું તેવું નથી, ગ્રાહકોને ત્યાં આંટા મારવા પડે છે, થાક લાગે તેમાં શી નવાઈ?” એમ કહી મેનકા મેં લેવા માટે પાણીનો પ્યાલો ને રૂમાલ લાવીને સામી ઉભી રહી. જયંતીલાલ મેં ધોઇને તૈયાર થયો કે વીરબાળા બેલી “રસોઈ તૈયાર છે, જમવા ચાલે.”
જયંતીલાલ જમવા બેઠો. મેનકા વચ્ચે બોલી “બારણાં હમણાં બંધ જ રાખુંને? કેાઈ આવનાર તે નથીને ?”
જયંતીલાલે કહ્યું, “ના, અત્યારે કોઈ આવનાર નથી. આઠ વાગે પેલા બાબુ સાહેબ આવવાના છે.”
મેનકા–“ક્યા બાબુ સાહેબ ?”
જયંતીલાલ–“પેલા ઝવેરી બાબુ પ્રાણલાલ શેખીન અને ભપકાદાર છે તે.”
મેનકા–“હા હા ઓળખ્યા, તે તે બહુ લાયક અને ખાનદાન છે. તેમને કેમ રોજ લાવતા નથી? કેમ શેઠાણુ! ઓળખ્યા ને?” એમ કહી મેનકા હશી ગઈ.
વીરબાળા-“મને બરાબર યાદ નથી, તે તે તારે યાદ રાખવું.”
મેનકા–“કેમ ભૂલી ગયાં ? તમારી જરા મશ્કરી કરવા ગયા તેથી તમે જતાં રહ્યાં. હું તમારી પાસે આવી એટલે તમને ધીરજ આવી.”
વીરબાળા–“હા, હવે યાદ આવ્યું. તે જરા મશ્કરીખોર છે. બીજા આવે છે તે તે મેનકા સાથે વાત કરી અંદર ચાલ્યા જાય છે. પણ આ તો અટકચાળા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૨૯૫ mammam - મેનકા–“શેઠાણી ! તમે ન સમજ્યાં, તેમના સ્વભાવથી હું વાકેફગાર થઈ છું, તેમના સહવાસમાં પાંચ છ વખત આવી છું, તે બહુજ લાયક છે, ઉદાર છે, દરેક વખતે સારી ભેટ આપતા જાય છે. આ કરપચેનને દોરે તમે જે વખાણે છે તે તેમની જ ભેટ છે. તેમની પાસે એવા ઉમદા દાગીના છે કે ઘડીભર આપણને મેહ થાય.”
જયંતીલાલ–“તે તો મોટા ઝવેરી છે, પેરીસની સુંદર અપ્સરાઓ માટે અત્રેથી નેકલેસ તૈયાર કરી તે મોકલે છે. શેર ઉપરાંત ઝવેરાતને વેપાર કરે છે. અકેક નેકલેસ દસ દસ બાર બાર લાખ રૂપીઆને તૈયાર કરી મોકલે છે.”
આમ વાતમાં ને વાતમાં બંને જણ જમીને ઉઠયાં અને દીવાનખાનામાં આવીને બેઠાં. મેનકા જમવામાં અને રસોડાની વ્યવસ્થામાં ગુંથાઈ. વીરબાળા તો પતિને ખોટું ન લગાડવું, તે ખુશ થાય તેમ કરવું, એવા પિતાના નિશ્ચયને વળગી રહી પતિ પ્રત્યે અને ઘરમાં પિતાનું વર્તન રાખતી. પિતાને લાગતું કે પોતે જરા વધારે છુટ લે છે છતાં તેથી પતિ ખુશ થાય છે તેમ જાણીને જતું કરતી.
જયંતીલાલ–“વીરબાળા! બાબુસાહેબે તારી મશ્કરી કરી હતી ?
વીરબાળા–“ જરા ગાલ ઉપર અડપલું કરવા આવ્યા કે હું જતી રહી. તે મને અડે તે કેમ ખમાય? વેગળા રહી ભલે ગમે તેટલી વાતો કરે તે સાંભળીએ પણ એવું અડપલું સહન થાય?”
જયંતીલાલ–“તું ભૂલી, તેમને સ્વભાવ એવો નથી.એ તે તારી પરીક્ષા કરતા હશે. અલબત, તે બોલવામાં એવા છુટા અને મશ્કરીખેર છે કે જાણે હમણું વળગી પડશે.”
વીરબાળા–“મને તો ક્યાંથી સ્વભાવની ખબર પડે? મેનકા બધું જાણે. તમારી મેનકા હવે તો શરીરે બદલાઈ ગઈ, તે આવી ચાલાક અને હોંશીઆર છે તેની તો મને હવે ખબર પડી.”
આમ વાતમાં વખત ગુજારતાં હતાં એટલામાં મેનકા પરવારીને આવી. તેને દેખી વીરબાળા બોલી “મેનકા ! તું જરા તારા માથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
પ્રકરણ ૩૧ મું.
મીઠું ઉતારી ચુલામાં નાખ, તને મારી નજર લાગવાની છે, તું તો દિવસે દિવસે રૂ૫ કાઢતી જાય છે, મેં ઉપર જરા કાળાશ હતી તે ઉતરી ગઈ, શરીરે પણ જરા ભરાતી જાય છે, જુઓને તમામ ચેળીઓ અને પિલકાં નાનાં પડે છે.”
મેનકા–“પણ તે બધા તમારે પ્રતાપને ? તમે મને અહીં નહીં રાખી હતી તો ક્યાંઈ રખડતી હોત. પેલી સરિતાની માફક મને પણ મુકી આવ્યા હતા.” એમ કહી મેનકા આભારની લાગણી બતાવવા લાગી.
વીરબા–“હું તે મનમાં મુંઝાતી હતી કે મેનકા ગ્રાહકોથી શી રીતે કામ લેશે. પહેલા દિવસે મારું કાળજાં તો એટલું બધું ધડકવા લાગ્યું કે શું થશે ? પણ હવે તે જોઇને અજબ થઈ જાઉં છું. એક દિવસ તો તમારી ગેરહાજરીમાં કોઈ આવેલા તે વખતે મને બહુ બીક લાગેલી પરંતુ મેનકા એવી હશીઆર કે બહારેખ્તાર તેણે પટાવી દીધું.”
જયંતીલાલ-મેનકાથી તેને સંતોષ થયે એટલે મારે હવે લાખો રૂપીઆ. હવે આપણું પિતાનું દુ:ખ ગયું અને પ્રભુએ સારે વખત દેખાયો. ખરેખર ભદ્રાપુરીથી આપણે સારા શુકન જોઇને આવેલાં. જે! શેરદલાલીમાં માસિક સે રૂપીઆ મળે, લાલભાઈ શેઠ પાસેથી પચાસ મળે અને પુછ આ મેનકાને! એક માસમાં કેટલા મળ્યા? મેનકા તને વાત કરતી હશે. કેટલી તો ભેટો આવી છે. એ તો તું જરા શરમાળ છે. નહીં તો છુટ લેતી થાય તો જોઈ લે બમણું કમાણું થાય છે? પણ તે તે બધું તારી મરજી ઉપર રાખેલું છે. એટલે હું વચ્ચે આડો આવતો નથી.”
મેનકા–“ના ના, એમ બેલશે નહીં, પહેલાં કરતાં હવે છુટથી બોલે છે, જુઓ અત્યારનો દાખલો. કદી આવી રીતે આપણું આગળ બેસતાં હતાં ? છેડો આટલો બધો છૂટો મુકતાં હતાં?”
વીરબાળા–“મેનકા ! હવે તારી શરમ કે પડદો હેય? તું તો રાજની રહી, તારી શરમ રાખે કેમ પાલવે ? નવા નવી બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૨૭ ~ ~ ~ ~
~~~~ ~~ ~ એમજ હોય. પહેલાં તે મારો જીવ અહીં ગોઠો નહોત; તું પણ નવાનવી આવેલી, આપણે ઓળખાણ નહીં, એટલે ક્યાંથી આટલી બધી એકદમ છુટ લેવાય ? ”
મેનકા–“શેઠ સાહેબ ! તેમની વાત ખરી છે. મને પણ શરૂઆતમાં એવું લાગતું હતું. પહેલા દિવસે જે તેમને જીવ ગભરાતે હત તેજ મારે ગભરાતો હતો. પણ તમે ગ્રાહક એવા ખાનદાન અને આનંદી લાવો છે કે તેમનો સહવાસ કરવો ગમે, એક કલાકને બદલે બે કલાક તેમની સાથે ગાળવા ઈચ્છા થાય.”
આમ વાતમાં સવા આઠ થયા કે નીચે બાબુ સાહેબની મોટરને અવાજ થયો. જયંતીલાલ સમજી ગયો. મેનકાને સાંકળ ઉઘાડી નાખવા સૂચના આપી. મેનકા સાંકળ ઉઘાડી અંદરના હોલમાં જે ગોઠવણ કરવા જેવી હતી તે કરી આવી.
પ્રાણલાલ બાબુ બારણું ઉઘાડી અંદર આવ્યો. તેને જોઈ જયંતીલાલ પ્રસન્ન મુખે બોલ્યો “બાબુ સાહેબ! તમારી રાહ જોઈને જ બેઠાં છીએ. મેનકા! જા, સ્ટવ સળગાવી ચા તૈયાર કર. સ્પીરીટને બાટલો ભરેલો છે, સંભાળીને સળગાવજે.”
પ્રાણલાલે કહ્યું “ખરી વાત છે, હમણાં સ્ટવના અકસ્માતો ઘણું બને છે, ગઈ કાલેજ છાપામાં હતું કે સ્પીરીટની શીશી કપડા ઉપર ઢળવાથી અને તેને ભડકે લાગવાથી બાઈ બિચારી ચા બના- સાસુ”
- બે ચા બનાવવા રસેડામાં ગઈ. વીરબાળા તેની સાથે જતી હતી પણ જયંતીલાલે હાથ પકડી અટકાવી. હવે તે ક્યાં સુધી શરમ? બાબુસાહેબ ! મને આની બધી રીત ગમે છે, પણ કેઈ આવે છે ત્યારે આમ શરમાઈને વેગળી ખસે છે, તે મને બીલકુલ ગમતું નથી.
વીરબાળા તરતજ બેલી “ના ખોટું બોલે છે. હું પહેલાં કેટલી બધી લાજ કાઢતી હતી? હવે ક્યાં બીલકુલ કાઢું છું? હવે તે તમારી સાથે ફરવા પણ આવું છું અને તમે કહે છે તે પ્રમાણે કરું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રકરણ ૩૧ મું.
vwvvwvwwww
જયંતીલાલ–“ ત્યારે કહે, આ બાબુ પ્રાણલાલભાઇના આવવાથી કેમ મારી પાસેથી ઉઠયાં ?”
વીરબાળા–“એ તો ચા માટે મેનકાને બરાબર સૂચના આપવા.”
પ્રાણલાલ–“જયંતીલાલ! તમે કહે છે તેમ નથી, આવી તેમની શરમ તે એક પ્રકારનું આભૂષણ છે. એટલે શરમ તો જોઈએ. અલબત તે ઉઠયાં, પણ તમારે હાથ અડવાની સાથેજ પાછાં બેઠાં. જે અંદર ચાલ્યાં ગયાં હેત અને ટીકા કરી હતી તો તે બરાબર છે. આમાં તો તમારી ભૂલ જણાય છે. એમ વીરબાળાને બચાવ કરી પ્રાણલાલ ખીસામાં હાથ ઘાલી બોલ્યો “જયંતીલાલ! તમે વીરબાળાબેનને માટે કાને પહેરવાના હીરાના કા૫ મંગાવ્યા હતા તે બતાવવા લાવ્યો છું” એમ કહી જુદા જુદા પ્રકારના કાપ બતાવવા લાગ્યું.
જયંતીલાલ દરેકની કીંમત પુછવા લાગ્યો. પ્રાણલાલે પ્રસન્ન મુખે જવાબ આપ્યો “તમારે મને કીંમતનું પુછવું નહીં. કઈ જોડી પસંદ પડે છે તે જણાવો, મિત્રાચારીમાં કીંમતની વાત શી? અને તેમાં આ ઘરબાળાબેનને માટે કા૫ જોઈએ તેની તે કીમત મુકાય? કેમ વીરબાળા બેન ! સાચું કહું છુંને? આમાંથી જે તમને પસંદ હોય તે ઉપાડી લો, તમારે તેમની સામે જોવાનું નથી, કાપ સામી નજર રાખે.” " એટલામાં મેનકા ચાના પ્યાલા લાવીને ટેબલ ઉપર મુક્યા અને મશ્કરીમાં બોલી “આજે તે શેઠાણુને શણગારવાં ધારેલાં જણાય છે, કાનના કાપ તે બહુજ સરસ જણાય છે, એકએકથી ચીર છે.”
પ્રાણલાલ મેનકા ! તારી શેઠાણી માટે તે પસંદ ?” મેનકા–“મારી સલાહ શેઠાણને ગળે ઉતરે તે હું બતાવું.” “આપ સલાહ ત્યારે.” એમ કહી વીરબાળા હશી ગઈ.
મેનકા–“કાનમાં કા૫ પહેરે અને આ સામેના તકતામાં જુએ. જે સારા લાગે તે રાખી લે. અગર જે શરમ આવતી હોય તો હું પહેરું અને તમે જુઓ. જે તમને વધારે શોભે તે તમે રાખી લો, કેમ બાબુ સાહેબ ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૨૯૯ mm ~~ ~ ~~
~~~~~~~ “આ બધી આનાકાની શરમને લીધે થાય છે. ચાલો મેનકાને પહેરવા દો” એમ કહી બાબુ ચા પીવા લાગ્યા. મેનકા કાને કા૫ પહેરવા લાગી અને એક પછી એક પહેરી વીરબાળાને બતાવવા લાગી. છેવટના પહેરેલા કાપ બહુજ પસંદ પડયા. એટલે મેનકાએ હસતા મુખે વીરબાળાને આગ્રહ કરી તે કાપ કાને પહેરાવ્યા અને નાનો આયને લાવી તેના મેં આગળ ધર્યો. વીરબાળા જેકે છુટથી ભાગ લેતી હતી પરંતુ શરમનો પડદો વચ્ચે આવતો હતો. છુટની ઇન્તજારીવાળાને આ શરમ ગમતી નહોતી પણ શંગારરસને વધારે ખીલવતી હતી. મેનકાને આ પ્રમાણે મશ્કરી કરતી જોઈ વીરબાળાએ મશ્કરીમાં હશીને છણકે કર્યો “ક્યાં સુધી અહીં બેસવું છે ? ઠઠ્ઠામશ્કરીમાં એક કલાક તો ચાલ્યો ગયો.”
મેનકા–“પણ તમારા હીરાના કાપની પસંદગીનું કામ પૂરું થાય એટલે જઈએ. તે માટે રાહ જોવાય છે.”
“લે ત્યારે જે આ પહેર્યો છે તે જ સૌથી વધારે પસંદ છે” એમ સંમતિ આપી વીરબાળા કાનેથી કાપ કાઢવા લાગી.
પ્રાણલાલ–“ના, હવે તે કઢાય નહીં. તે તમારા થઈ ચુક્યા.”
આમ પ્રાણલાલને આગ્રહ હોવા છતાં તે કાઢવા લાગી કે મેનકા હાથ પકડી બોલી, “હવે તે કઢાય ? તેમનું માન રાખવું જોઈએ.”
જયંતીલાલે કહ્યું “છો કાને રહ્યા, કાઢવાની જરૂર નથી. ઘણું જ સારા લાગે છે, કીમત અમે સમજી લઈશું.”
મેનકાએ ચાના ખાલી પ્યાલા ઉઠાવી લીધા અને અંદર ચાલી ગઈ, થોડીવાર પછી પ્રાણલાલ પણ અંદર ગયો કે જયંતીલાલ વીરબાળાને કહેવા લાગે “કેમ, વીરબાળા, કાપની જોડી પસંદ પડીને ?”
વીરબાળા–“ઘણું સારી છે. પહેરતાં મને બહુજ શરમ આવી, મેનકાએ પહેરાવી ત્યારે. મેનકા બહુ ચાલાક છે, મન પારખી શકે છે, શી રીતે કામ લેવું તે જાણે છે, તેને ચાળા કરતાં ખૂબ આવડે છે, ગમે તેવાને પાછું પાણી કરી નાખે છે, બોલતાં પણ સારૂં શીખેલી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ મું.
-
~-
~
જયંતીલાલ–“ ત્યારે તું તેવું શીખને ? એની નકલ કરતાં તને ન આવડે ? નકલમાં અક્કલની જરૂર નથી.”
વીરબાળા–“ પણ તે તે માલણ એટલે તેને છુટ લેતાં આવડે, મને તે કઈ અડે તે જીવ જાય, મેનકા તો ઉલટી હસે છે. તેને તે કાંઈ જ લાગતું નથી. શું આજે આ બાબુ સાહેબ આખી રાત રહેવાના છે ?”
* જયંતીલાલ “હા, મને એમ કહેતા હતા કે સવારે ચા પીને જઈશ. પણ જેને, ઘડીઆળમાં કેટલા વાગ્યા છે ?”
વીરબાળા–“દસ થવા આવ્યા, કેમ કાંઈ કામ છે?”
જયંતીલાલ–“દસ વાગે મને એક મારા મિત્ર અગત્યના કામે તેડવા આવવાના છે તેની રાહ જોઉં છું, ચાલો આપણે સુઈ જઈએ, મોટર લઈને આવશે તે જઈ આવીશ.” એમ કહી બંને બાજુના ઓરડામાં સુઈ ગયાં.
મેનકાના ઓરડાનું બીજું બારણું બીજા ઓરડામાં પડતું હતું અને ત્યાંથી બહાર જવાનું હતું. વીરબાળાની આંખમાં નિદ્રા ભરાઈ પણ જયંતીલાલ તે ખેાટી નિદ્રાને ઢાંગ કરતો હતો. થોડીવાર પછી કોઈ મોટરને અવાજ થયો કે વીરબાળાને જગાડી કહેવા લાગે “ હમણાં જઈને આવું છું તું બારણાની સાંકળ વાશી જા.”
જયંતીલાલ બહાર ગયે, વીરબાળા સાંકળ વાશી સુઈ ગઈ મેનકા અને પ્રાણલાલ સમજી ગયા કે જયંતીલાલ ખ. મેનકાએ બાજુને ઓરડે ઉઘાડી જયંતીલાલને અંદર દાખલ કર્યો. જયંતીલાલ જોડેના ઓરડામાં જઈ જરા આડે થયો અને પોતાની પવિત્ર પ્રમદા વીરબાળાને મોહજાળમાં સપડાવી ધંધામાં ઉતારવા પ્રાણલાલ અને મેનકા સફળ થાય છે કે કેમ તેના વિચાર ઉપર ચડી ગયો.
ડીવાર થઈ કે મેનકા કમાડ ઉઘાડી રસોડાના ભાગમાં થઈ વીરબાળાના પલંગ પાસે આવી વીરબાળાને કહેવા લાગી “શેઠાણી -જાગો છો ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૧
વીરબાળા–“ જાણું છું” મેનકા–“શેઠ ક્યાં ગયા?”
વીરબાળા–“હમણાંજ તેમના મિત્ર તેડવા આવ્યા હતા તેમને ત્યાં ગયા. કેમ પેલા બાબુ સાહેબ ગયા ?”
મેનકા–“છે, નથી ગયા, તે તમને ખાસ બતાવવા માટે જેવા લાયક ચીજ લાવ્યા છે. કાલે તો તે પેરીસની સુંદરીઓને પહેરવા માટે પેરીસ મોકલવાની છે, ફરી એવી વસ્તુ જોવા મળી શકે તેમ નથી. એમ તે કહે છે.”
વીરબાળા–“ એવી શી વસ્તુ છે?”
મેનકા–“ જેવા જેવી છે માટેજ બાબુ સાહેબે ખાસ આગ્રહ કરી તમને કહેવા માટે મને મોકલી છે. મરજી હોય તો તમે ત્યાં આ અગર તે અહીં આવે.”
વીરબાળા–તેમને આપણું દીવાનખાનામાં બોલાવ, હું ત્યાં આવું છું. દીવાનખાનામાં ઠીક ફાવશે” એમ કહી ઉડી કપડાં બરાબર પહેરી વીરબાળા દીવાનખાનામાં ગઈ. મેનકા પ્રાણલાલ સાથે ત્યાં આવી. ત્રણે જણ બેઠાં. થોડીવાર તે તે શાંત રહ્યાં પણ પ્રાણલાલની ધીરજ ખુટવાથી તેણે કહ્યું “મેનકા! તારી શેઠાણીને તે ખૂબ ઉંઘ આવે છે. હજુ પણ આંખમાંથી ઉંઘ ઉડી જણાતી નથી. મને લાગે છે કે તે તેમને ઉંઘમાંથી ઉઠાડ્યાં છે.”
વીરબાળા–“હા, છે તે એમજ, પણ મારા મનને એમ કે દુનિયામાં કેવી પહેરનારી સુંદરીઓ પડી છે, તેમના વૈભવની ચીજ ફરી જોવા મળતી નથી એમ સમજીને ઉઠીને આવી.”
પ્રાણલાલે ખીસામાંથી એક ઉમદા ફર્ટકલાસ પાંચ સેરને હીરાને નેકલેસ બહાર કાઢી કહ્યું “ મેનકા ! બતાવ તારી શેઠાણીને, બીજી બે બત્તીઓ કર એટલે પ્રકાશ મારે ” મેનકાએ બેને બદલે ચાર બટન દબાવી દીવાનખાનું ઝમઝગાટ બનાવી દીધું અને વીરબાળાના હાથમાં ઝીણું તારાઓની માફક પ્રકાશ મારતો નેકલેસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રકરણ ૩૧ મું.
AA AAA.
મુકી પ્રાણલાલ કહેવા લાગ્યો “કાલે પેરીસ મોકલવાનું છે. ત્યાં મોટી ઉમરાવજાદીઓ પહેરે છે, બીજા કેનું નસીબ કે આ પહેરવાને ભાગ્યશાળી થાય ? દસ લાખ રૂપીઆ તેની કીંમત છે. આ નેકલેસ બનાવતાં બાર માસ થયા.”
મેનકા–“ત્યાંની સુંદરી પહેરે અને તે પૈસા ખરચે.”
પ્રાણલાલ–“ખરી વાત છે, આ નેકલેસ તે જેવાને ન મળે તો પહેરવાને કયાંથી મળે? પણ તેને લાભ અમે લઈએ છીએ. જ્યાં સુધી તે ન વેચાય ત્યાંસુધી ઘરમાં સ્ત્રીઓ પહેરે પણ તેને પહેરનાર દેખાવડી સ્ત્રી જોઈએ, નહીં તે ગધેડા ઉપર અંબાડી જેવું દેખાય. એક દિવસે બસંતીલાલની બકુલને પહેરવા આપે હતે. તે પહેરીને સીનેમામાં ગઈ હતી. આ વખતે આખું હાઉસ તેની તરફ જોઈ રહ્યું હતું.”
મેનકા–“ત્યારે મારી શેઠાણુને શેભે કે નહીં ?”
પ્રાણલાલ–વાહ! એ શું બેલી! તારી શેઠાણ તે બકુલ કરતાં ચડે તેવાં છે. જે તે પહેરીને સીનેમા જોવા આવે તે કાલે પેરીસ ન મોકલતાં એક અઠવાડીઆ પછી મોકલું. તેમના કરતાં નેકલેસ વધે તેમ નથી. આ તે ખાસ મહેબતની ચીજે રહી”
વીરબાળા–“તે તે મોટા લોકોની સ્ત્રીઓને શોભે! મારા જેવી પહેરે તે સૌ મશ્કરી કરે અને આંગળીઓ કરે. આપણું માટે તે આવા કરપચેનના દોરા સારા.”
મેનકા–“શેઠાણી! એમ તો કહેશે નહીં. લેકને આંગળી કરવાનું કારણ નથી. ધણીની સાથે રહી ગમે તેટલો ભપકે મારે એમાં કેણુ ટીકા કરનાર છે? મારા જેવી પહેરે તો ટીકા થાય પણ આવા મેટા શહેરમાં તો કોઈ કોઈને પુછે તેમ નથી. શું સીનેમા અને નાટકમાં જોડે બેશી સ્ત્રી પુરૂષો પ્રેમની ગેષ્ટિઓ કરે છે તે બધાં ધણી ધણઆણ હોય છે? એ તે બધો ગોટાળો સમજો.”
વીરબાળાબતે બાબતમાં તું ઘણું શીખર છે. એક વાર તું પહેરી જે, હું જોઉં કેવો દેખાય છે ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૩
~~
~
~
~~
~
~~
~
~~
~~~~
~
મેનકા–“ક્યાં મારું રૂપ અને કયાં તમારું રૂ૫?”
“ના, એમ બોલીશ નહીં, તારું સ્વરૂપ એક મહીનામાં તદન બદલાઈ ગયું છે. હવે તે કોઈ શ્રીમંતના ઘરમાં શેઠાણ તરીકે રહેવા જેવી બની ગઈ છે, કેમ પ્રાણલાલભાઈ! હું કહું છું? જે તારી વાળ ઓળાવવાની ફૅશન” એમ કહી વીરબાળાએ મેનકાનું માથું ખુલ્લું કરી નેકલેસ બે હાથ વતી તેના ગળામાં નાખવા લાગી કે મેનકા બોલી અરર આ શું કરે છે? શરમ ન આવે?”
“એ તે તને નેકલેસ પહેરાવું છું” એમ કહી વીરબાળા પાછળ ઉભી રહી બે છેડા ભેગા કરી ઠેસ ભરાવવા લાગી. ઠેસ વિલાયતી ફૅશનની હોવાથી માથાકુટ કરી પણ બરાબર બેસતી ન આવી.
રહેવા દો. હું ભરાવું છું,” એમ કહી પ્રાણલાલે ઉભા થઈ થોડી વારમાં ઠેસ બરાબર ભરાવી, પણ તેની પાંચે સેરે એક એકથી સમાંતર ચડીઆતી ન આવવાથી ખીસામાંથી એક સુંદરીને ફેટ કાઠી વીરબાળાના હાથમાં આપી તેમાં આંગળીથી બતાવી સમજાવવા લાગ્યો “આ પ્રમાણે સેરે સરખી ગોઠવો એટલે સરસ દેખાશે.”
વીરબાળા ફેટા પ્રમાણે સે ગોઠવવા લાગી, એક બરાબર કરતાં બીજી ખસી જાય, વચ્ચે વચ્ચે મેનકા શરમને લઈ શરીર સંકેરે, વચ્ચે હશી પડે, એમ મહા મુશીબતે સેરે ગોઠવી રહી કે પ્રાણલાલે કહ્યું “કેમ કેવો દેખાય છે? મેનકા ! તને આમ બરાબર દેખાતો નહીં હેય માટે પેલા કબાટ આગળ જઈ તકતામાં જે.” મેનકા કબાટ આગળ જઈ તકતામાં બરાબર ધારીને જોવા લાગી અને ભૂલ કાઢી “નેકલેસ તો ઠીક લાગે છે પણ તેને લાયક મારી બીજ નથી. શેઠાણીએ જે રંગની ખુલ્લા ગળાની ચેળી પહેરી છે તેવી જોઈએ. ફેટામાં પણ ખુલ્લા ગળાની છે. માટે જે પહેરવાની તસ્દી શેઠાણું લે તો બરાબર તેની ખુબી આવે. બધી રીતે તેમને લાયક છે.”
તે તો હું મૂળથી જ કહું છું, જરા તસ્દી લઈ શેઠાણીને પહેરાવ” એમ કહી પ્રાણલાલે મેનકાને પાસે બોલાવી પાછળથી ઠેસ કાઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રકરણ ૩૧ મું.
કે નેકલેસ મેનકાએ હાથમાં લીધે અને વીરબાળાની બાજુમાં ઉભી રહી વાત કરવા લાગી, વાતના પ્રસંગે બરાબર લાગ સાધી વીરબાળાના માથેથી સાલ્લો પાછળથી ખેંચી લઈ માથું ઉઘાડું કરી નેકલેસ્ટ પહેરાવવા લાગી કે વીરબાળા ચમકીને બોલી “ અરે મેનકા ! આ શું કરે છે ? મને તે શરમ આવે છે.”
“આમ શું કરે છે ? એમ કર્યામાં કદાચ તુટી જાય, હું કાંઈ પુરૂષ નથી. શા માટે મારાથી ડરે છે ? ગભરાશે નહીં. ઠેસ ભરાવું એટલી વાર છે.” એમ કહી પાછળ ઉભી રહી ઠેસ ભરાવવા લાગી. આ વખતે પાછળથી મેનકા પ્રાણલાલને આંખને ઈસારે કરી વધુ છુટ લેવા સૂચના કરી.
પ્રાણલાલ “ઠેસ ભરાવતાં કેટલી વાર?”
મેનકા–“તમારી વિલાયતી પદ્ધતિની ઠેસે એવી તે અટપટી હોય છે કે અમને તો સમજણ પડતી નથી. આપણે દેશી આંકડા હોય તે ભરાવો ઝટ ફાવે.”
પ્રાણલાલ–“લાવ ત્યારે હું ભરાવું.” વીરબાળા–“ના તમે રહેવા દે, મેનકાને આવડશે.”
મેનકાને આવડતું હોત તો આટલી વાર લાગત ?” એમ કહી પ્રાણલાલ ઉભે થઈ પાછળ ગયે કે વીરબાળાએ માથું ફેરવ્યું.
મેનકા–“શેઠાણું આમ શું કરે છે? હમણું નેકલેસ હાથમાંથી પડી ગયે હેત. ગભરાઓ છે શું કરવા ? બાબુ સાહેબ તમને નહીં અડકે, તે મને બતાવે તે પ્રમાણે હું ઠેસ ભરાવું છું, તે નહીં ભરાવે.” એમ બોલતી બોલતી દસ મીનીટે ઠેસ ભરાવી રહી. પછી સામે આવી આંગળી વતી સેરે સરખી કરવા લાગી કે વીરબાળા બોલી “એ તો મને આવડે છે, તું રહેવા દે.”
“મારો હાથ ન ગમતો હોય તો તમારા હાથે બરાબર કરે, તકતામાં જે ફેટા પ્રમાણે જેમ તમે મારા ગળામાં ગોઠવી હતી તેમ તમે ગોઠવો” એમ સૂચના કરી એક મેટે આયને વીરબાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૫
આગળ ટેબલ ઉપર મુક્યો. વીરબાળા ગોઠવવા લાગી, એક સેર સમી કરે કે સાલ્લાને છેડે ઉતરી જાય, તે ચડાવવા જાય કે સેર પાછી ફરી જાય. આ જોઈ પ્રાણલાલ કહેવા લાગ્યો “મેનકા ! તારી શેઠાણુને શરમ આવતી હોય તે લે હું આડું જોઉં” એમ જરા રીસને ડળ કરી ખુરશી ફેરવી. તે આકુળ વ્યાકુળ થઈ ગયો પણ બાજી બરાબર નહીં સધાયેલી હોવાથી ધીરજ રાખી બેસી રહ્યા. સેરે બરાબર ગોઠવાઈ ગઈ કે “ જુઓ હવે શેઠાણુનો ઠાઠ” એમ કહી એકદમ વચ્ચેથી મેનકાએ તકતો ઉપાડી લીધે. વીરબાળા ચમકી અને શરમાઈ સરી ગયેલો સાલ્લાનો છેડે ઉચે ચડાવ્યું.
પ્રાણલાલ મેનકાને કહેવા લાગ્યો “નેકલેસ બકુલ કરતાં તેમને વધારે સારો દેખાય છે. જે ઈચ્છા હોય તો એક દિવસ પહેરવા રાખે અને સીનેમા જેઈ આવે. પછી ખાત્રી થશે કે લોકોની નજર તેમની તરફ કેટલી બધી આકર્ષાય છે?”
“મારે તે સીનેમામાં જવું નથી. કોઈ તેવી ખાત્રી કરવી નથી. આ તો બાબુ સાહેબને છેટું ન લાગે એટલા માટે તેમને આગ્રહ માન્ય” એમ બેદરકારી જણાવી વીરબાળા નેકલેસ કોઢવા લાગી. તે જોઈને મેનકા બોલી “શેઠાણી સાહેબ ! આટલી બધી મહેનત કરીને પહેર્યો અને આમ ઉતાવળ કરીને શું કરવા કાઢી નાખે છે?” એમ મેનકાનો આગ્રહ હોવા છતાં તે તે કાઢવા લાગી. આ જોઈ પ્રાણલાલ જરા હાથ પકડી અટકાવી કહેવા લાગ્યો “વીરબાળા બેન! ઉતાવળ ન કરે, નેકલેસ કાંઇ બગડી જવાનો નથી,” આથી વીરબાળા એકદમ ચમકી ઉભી થઈ બોલી “પ્રાણલાલભાઈ ! મને અડકશે નહીં. અડક્યા શીવાય વાત કરે. આમ કરવું હોય તે પાસે નહીં બેસું.” આથી પ્રાણલાલ જરા સરમીંદો પડી બોલ્યો “મેનકા ! જે આ સારું કહેવાય? નેકલેસ કાઢતાં અટકાવ્યાં તે શું કાંઈ મશ્કરી કરી કહેવાય?”
વીરબાળા–“તે બધી વાત ખરી પણ મને કોઈ અડકે છે તે નથી ખમાતું. તે વખતે મરી જવા જેવું થાય છે.”
૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રકરણ ૩૧ મું.
પ્રાણલાલ-“ચાલો ત્યારે હવે તેમ નહીં કરું. તમારા સ્વભાવની શી ખબર પડે ? હવે દૂર રહીને વાત કરીએ તે વાંધો નથીને ?”
મેનકા–“નેકલેસ નહીં કાઢવા તમે તેમને હાથ પકડ્યો એટલે તેમને લાગ્યું કે તમે મશ્કરી કરે છે. બાકી તમારા માટે તેમને ઘણે સારે અભિપ્રાય છે. તમને સગા ભાઈ જેવા ગણે છે.”
પ્રાણલાલ-“પણ તેમને સગી બેન જેવાંજ સમજી આટલો ભાવ બતાવું છું, દસ લાખને કીમતી માલ મારે તેમને બતાવવાની શી ગરજ ? પણ જ્યારે આપણે આટલો સંબંધ છે ત્યારે દેખાડવા લેતો આવ્યો અને પહેરાવવા આગ્રહ કર્યો.”
આવા નમ્ર શબ્દોથી વીરબાળા નેકલેસ કાઢતી અટકી ધીમે રહી બોલી “મને લાગ્યું કે તમે મશ્કરી કરે છે તેથી ચમકીને ઉભી થઈ.”
મેનકા–“શેઠાણી ! આ કબાટ આગળ આવે, નેકલેસની ખરી ખુબી ત્યારે જણાશે. નાના તકતામાં આખું અંગ દેખાતું નથી.” એમ કહી કબાટ આગળ બંને જણ ઉભાં રહ્યાં. પ્રાણલાલ પાછળ ઉભું રહી તકતામાં વીરબાળાના પ્રતિબિંબને ત્રાંસી નજરે જોવા લાગે. નજર મલીન થઈ પણ અચકાયે. પ્રાણલાલ બત્તીઓ ગુલ કરી અંધારું કર્યું કે મેનકા બેલી “આ શું કર્યું?”
તમારી શેઠાણને તકતામાં પણ શરમ આવતી હતી તેથી અંધારું કર્યું” એમ જવાબ આપી પ્રાણલાલે એકદમ વીરબાળાને સ્પર્શ કર્યો કે વીરબાળા ચમકી ક્રોધાયમાન થઇ બેલી “શું કરે છે !”
અરર ! માફ કરજે. હું તે મેનકા છે એમ સમજે. લો હું બતી કરું” એમ જુઠે બચાવ કરી પ્રાણલાલે બત્તી પ્રકાશિત કરી. વીરબાળા આડું જોઈ નેકલેસ કાઢીને ટેબલ ઉપર મુકો. “આવી રીત રાખવી હોય તે હું મારા ઓરડામાં ચાલી જાઉં છું.” એમ ગુસ્સો કરી વીરબાળા ચાલવા લાગી.
મેનકા નમ્રતાથી કહેવા લાગી “આમ ન રીસાઓ. અંધારામાં ઘણની ભૂલો થાય છે. કેઇને બદલે કોઈની સાથે ગોટાળા થઈ જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૭
..
. ....... ......
.......
.......
.
......~~-~~-
~~~-~~-~
- .
-
-
આવી અંદર
નક! આ તારી છે. મારી તે
જ
છે. આપણે તો તેમનું મન પારખવું જોઈએ. ભૂલની તો હંમેશાં માફીજ હેય. લકે પણ કહે છે કે દિલ સાફ તે ભૂલ માફ..
વીરબાળા જરા ઉભી રહી “મને ક્યાં રીસ ચડી છે? વાત કરવામાં આટલી બધી છુટ લો તે મને નથી ગમતું. માટે હું તો હવે સુઈ જાઉં છું' એમ ઈ છેડાઈ વીરબાળા પોતાના ખરા સ્વરૂપમાં આવી અંદર ચાલી ગઈ અને બારણું બંધ કરી સુઈ ગઈ.
પ્રાણલાલ “મેનકા ! આ તે તાલ બગડ્યો. તેજમાં જઈ નહીં. છે તે ભળી પણ ચાલાક અને જબરી છે. મારી તે મરજી થઈ હતી કે પરાણે કામ સાધી લઉં અને તેજ માટે બત્તીઓ બંધ કરી હતી. અડપલું પણ કર્યું છતાં પૂરેપૂરી હીંમત ચાલી નહીં.”
મેનકાબાબુ સાહેબ! બળાત્કાર ન કર્યો તે ઠીક કર્યું. એમ કરવાથી હમેશની રમુજ બગડી જાય. તેને તો મોહપાશમાં જ ફસાવવી જોઈએ. રોજ કરતાં આજે તેમણે વધારે છૂટ લીધી છે એમ મારે કહેવું પડશે. એ પ્રમાણે આપણે તેમને વધારે છુટ લેતા કરે અને પછી લાગ જોઈ કામ સાધે. મને લાગે છે કે શેઠથી ડરતાં હશે.”
પ્રાણલાલ–“ના ના, તેમ ન હોય. શેઠ તે આપણુ યુક્તિમાં સામેલ છે. તેમણે તે મને બળાત્કારથી પણ કામ લેવા કહ્યું છે.”
- મેનકા–“હવે કાલ ઉપર રાખે. આપણે અંદર જઈ જયંતીલાલની સલાહ અ ને નિરાશ થઈ પિતાના હાલમાં જઈ મેનકા બાજુના એરગની જયંતીલાલને બેલાવી લાવી.
જયંતીલાલ તેમને જે કહેવા લાગ્યો “કેમ બેડો પારને?”
પ્રાણલાલ-“પ્રયત્ન કર્યો પણ તે ચીડાઈ. શરૂઆતમાં ખૂબ રંગ ઉપર આવી અને તેને લાભ લેવા જતાં બાજી બગડી.”
જયંતીલાલ “એમ કે? ચિંતા નહીં, શું બગડી ગયું ? હું પણ તેને પાણી છાંટતે રહીશ. આવતી કાલે પાછા આવો.”
પ્રાણલાલ–“જરૂર કાલે આવીશ, કાલે તે બેડો પાર કરી દઇશ. બસંતીલાલના બુલબુલને ભૂલાવે તેવું તારું બુલબુલ છે. હું તેના ભપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પ્રકરણ ૩૧ મું.
કાથી ખૂબ જોશમાં આવી ગયો હતો પણ ગમ ખાધી. બળાત્કાર કરવાથી આપણને નુકસાન લાગે.”
જયંતીલાલ–“હવે તે એકવાર બળાત્કાર પણ કરવો પડશે. કુટણખાનામાં શું બધું ઈચ્છાથી ચાલતું હશે ? પ્રથમ તે ઘણે ભાગે બળાત્કારથીજ કામ લેવાય.” એમ સૂચના આપી પોતાના સુવાના ઓરડામાં જઈ વીરબાળાને જગાડી કહેવા લાગ્યો “આજે તો ઘણું ઉંઘ આવી જણાય છે. મિત્રને ત્યાં મને બહુ વાર લાગી. લગભગ બે વાગ્યા હશે. પ્રાણલાલ બાબુ સાહેબ છે કે ગયા ?”
વીરબાળા-“શાના જાય ? મેનકા જેવી મળી છે તેને છોડીને ક્યાંથી જવાનું મન થાય ? આજે તે પ્રાણલાલે મને દસ લાખની કીંમતને હીરાને નેકલેસ બતાવ્યું. તેમને ઘણે આગ્રહ હોવાથી મેં પહેર્યો પણ તેમણે બત્તી ગુલ કરી મારા અંગ ઉપર હાથ નાખ્યો. હું તે મારા સ્વભાવ પ્રમાણે ચમકી અને બોલી “આ શું કરે છે ?”
જયંતીલાલ–“પછી શું થયું ?”
વીરબાળા–“પછી તેમણે માફી માગી લાચારી બતાવી કહ્યું મેનકાને બદલે અંધારામાં ભૂલથી તમને અડપલું થઈ ગયું. પછી હું કાંઈ બોલી નહીં અને અંદર આવીને સુઈ ગઈ.”
જયંતીલાલ–“એમકે ? આજે એવો કીસ્સે બન્યો? પ્રાણલાલ બાબુ એવા ખરાબ નથી. અંધારામા મનેકા બદલે તું આવી ગઈ. ભૂલની ચિંતા નહીં, પણ વીરબાળ ! ! હવે આવી શરમાળ કયાં સુધી રહીશ? ભૂલને લાભ લઈ લે હતા અને તેમની ઈચ્છા પૂરી થવા દેવી હતી. ખરેખર તે આવેલી સોનેરી તક હાથમાંથી ગુમાવી. ભૂલ ભેગી ભૂલ થવા દેવી હતી. તે તારી ભૂલ નિષ્ફળ ન જાત. મેનકા ખુલાસો કરી બદલો મેળવી લેત. ખાનદાન, ખુબસુરત, શેખન, અને સામી માગણું કરતો એ બીજે કણ મળી આવે ? આજે તે ખરેખર તે પાંચસોની નેટ ગુમાવી. હશે ચિંતા નહીં પણ તેવું કાલે કરીશ નહીં.” એમ સૂચના કરી જવાબની રાહ જોઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ. ૩૦૯
-~- ~ ~~ ~~~ તે કાંઈ બોલી જ નહીં. તેથી જયંતીલાલે પુછયું વીરબાળા ! ઉંડા વિચારમાં પડી કેમ કાંઈ બેલતી નથી?”
વીરબાળાએ રીસમાં જવાબ આપ્યો “શું બોલું? મને તે કાંઈ સમજણ પડતી નથી. મેનકાથી બધું કામ લેવાય છે. તે પણ જેવી જોઈતી હતી તેવી તમને મળી આવી છે. પછી મારે ભવ બગાડવાથી શું ફાયદો છે? તમને ખાટું ન લાગે એટલા માટે તમારા કહેવા પ્રમાણે છુટ પણ લઉં છું, તે પણ મને મારા મનથી આકરું લાગે છે છતાં તમને ખુશ કરવાની ખાતર અને તમે રાજી રહો તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું છું. હવે તમારે છેવટને વિચાર મને પણ ધંધામાં ઉતારવાનું છે તે ભલે તેમ કરે, પણ તેમાં સાર નહીં નીકળે. પછી જે પ્રભુએ ધાર્યું હશે તે થશે?” એમ કહી વીરબાળા રડી પડી.
વીરબાળા ! આમ ન કર ! તારી મરજી વિરૂદ્ધ કાંઈ પણ કરવામાં નહીં આવે. તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ. આ તો તારી સલાહ લઉં છું. માટે રડીશ નહીં. રડે તો તને મારા સમ, પ્રાણલાલને સૂચના આપીશ કે જેથી તે તારી મરજી વિરૂદ્ધ નહીં જાય. લે તને વચન આપું છું. નિશ્ચિત જીવે રહે.” એમ વચન આપી આંસુ કહેઈ જયંતીલાલ તેના મનનું સમાધાન કરવા લાગ્યા.
વીરબાળા બોલી “મેં તમારે એકે એક શબ્દ ઉઠાવી લીધે એનું પરિણામ આવું આવે ત્યારે ખાટું ન લાગે અને રડવું ન આવે ? વિચાર કરે. માટે પ્રાણલાલને સાફ સંભળાવી દેજે કે ભલે મેનકાની પાસે આવે પણ આમ મારી પાસે આવી તોફાન ન કરે. તે આવશે એટલે હું તે મારા ઓરડાનાં બારણું બંધ કરી અંદર સુઈ જઈશ. મારા ઉપર તમે બેટું લગાડશે નહીં.” એમ વીરબાળા પિતાના ખરા સ્વભાવ ઉપર આવી ગઈ. બંને જણ શાંત રહ્યાં અને થેલીવાર પછી નિદ્રાવશ થયાં.
[મારા પ્રિય વાચક! આ પ્રકરણમાં શંગારરસને છેડવામાં આવ્યું છે. જો કે કૃત્રિમતાને કે અતિશયોક્તિને લેશ માત્ર પ્રવેશ નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પ્રકરણ ૩૧ મું.
થવા દેતાં કુદરત અને પ્રકૃતિ અનુસાર મર્યાદાપૂર્વક સત્ય વસ્તુના સ્વરૂપનું ચિત્ર બતાવવામાં આવ્યું છે તેમ છતાં કદાચ આવા શૃંગારરસના કારણથી આ પ્રકરણ સ્ત્રીઓ આગળ પુરૂષોથી ન વંચાય એવી કોઈ વાચકોને શંકા ઉપસ્થિત થાય તે તે માટે આ સ્થળે એટલું ધ્યાન ઉપર લાવવા માગું છું કે જ્યાં સુધારણા કરવાનો જ સ્તુત્ય હેતુ સમાયેલ છે ત્યાં સત્ય વસ્તુને પ્રકાશમાં લાવવીજ પડે છે. વીરબાળાના સ્વભાવ જેવી ઘણી ભેળી સગુણ સ્ત્રીએ જોવામાં આવે છે. એવી નિર્દોષ બાળાઓને ફસાવવા ઘણું ધૂર્ત અને દાભિક પુરૂષ આવી રીતે યુકિતઓ રચે છે. તે બાળાઓ કપટી પુરૂષનું મલીન હૃદય પારખી શકતી નથી. સુશોભિત અલંકાર કે સુંદર વસ્ત્રો પહેરવાની સામાન્ય બાબતમાં ભેળપણને લાભ લઈ કપટી પુરૂષો “બેન, બેન” કહી કેવી રીતે પોતાનો નીચ હેતુ બર લાવે છે તેને ખ્યાલ આવી ભેળી સ્ત્રીઓના પવિત્ર હદયમાં હેત નથી. તેમનું ભોળપણું, તો એટલે સુધી આગળ વધેલું હોય છે કે દરજી પિતાને ત્યાં કપડાં શીવવા બેઠેલ હોય અને તે કદાચ પિતાના માટે શીવેલું કપડુંકબજો, ચાળી કે પલકું- પહેરી જેવાનું કહે તે ભળી સ્ત્રીઓ તે પહેરે છે અને જરા પણ શરમ રાખ્યા શીવાય પોતાના હાથ વડે શીવણની ખામીઓ બતાવી સુધારે કરવાની સૂચના કરે છે, દરજી સારો હોય તે ઠીક, નહીં તો તે પણ એવી છુટને દુરૂપયોગ કરે છે. આવા બનાવો શું વાચકની દૃષ્ટિ આગળ નથી આવતા?શું તેમાંથી અનર્થને માર્ગ ન મળી શકે ? શું તે ભળી સ્ત્રીઓના ધ્યાન ઉપર લાવવા જેવી હકીકત નથી? દુનિયામાં એવા બગઠગે પડયા છે કે જે ઉપરથી “બેન બેન” કહી ખોટે ભ્રાતૃભાવ બતાવે છે. ભોળી સ્ત્રીઓ “મેટા ભાઈ, મોટા ભાઈ” કહી નિર્મળ ભગિનીભાવને લીધે ભાઈ આગળ જરા વધારે છુટથી વાતચીત કરે છે અને વર્તન રાખે છે. પણ અફસોસ! તેજ કહેવાતે ભાઈ પ્રસંગ આવે ભાઈના રૂપમાંથી પલટાઈ ભયંકર દુશ્મન બની તે ભેળી બાળા ઉપર અત્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૧
ચાર કરી તેને ફસાવે છે. આવા અનેક દાખલા ભેળી સ્ત્રીઓને ખરાબ કરનાર દાંભિક અને કપટી વ્યભિચારી પુરૂષોના જોવામાં આવે છે. આજ કારણથી આ સ્થળે શૃંગારરસને છેડી બિચારી વીરબાળા જેવી ભેળી સગુણ સ્ત્રીઓ પ્રપંચી પુરૂષોની વિષયવાસનાના ભેગ કેવી કેવી ભેદ ભરેલી યુક્તિઓથી થાય છે તેને આબેહુબ ચિતાર આપવા મેં પ્રયત્ન કર્યો છે તેથી આ પ્રકરણ ભલે પુરૂષો જાહેરમાં સ્ત્રીઓ આગળ ન વાંચે પરંતુ સ્ત્રીઓએ તે ખાસ વાંચવાની જરૂર છે, જેથી તેઓ એવા દાક્લિક પુરૂષોના મલીન હદયની યુકિતઓ વાંચીને સમજી શકે, “બેન બેન” બેલનાર પુરૂષ બેન ઉપર ખરે ભ્રાતૃભાવ રાખે છે કે વ્યભિચારી ભાવ રાખે છે તે જાણું શકે અને તેવા બગઠગોની વાજાળમાં અને ખોટા દંભના ફંદામાં નહીં ફસાતાં તેમનાથી સાવધ રહી શકે. ]
પ્રકરણ ૩૨ મું.
બાબુ પ્રાણલાલના પંજામાંથી છટકી વીરબાળાએ
કરેલો આપઘાત તેની મરતી વખતની જુબાની.
(હરિગીત). ભેળી બિચારી ભામિનીની કેવી સ્થિતિ થાય છે ? ભેદી પ્રપંચે આદરીને કેવી ભરમાવાય છે? ભરથાર જ્યાં વ્યભિચારના રસ્તા તરફ દોરાય છે,
ત્યાં ભામિનીના ભાગ સમજે પ્રાણુ અંતે જાય છે. –લેખક.
બીજા દિવસે બરાબર રાત્રે આઠ વાગે પ્રાણલાલ બાબુ રજવાડી પિશાકમાં જયંતીલાલના મુકામે આવ્યો. જયંતીલાલે આ ઠાઠમાં
જોઈ આવકાર આપતાં હસતા મુખે કહ્યું “આજે તે તમને બાબુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧ર.
પ્રકરણ ૩૨ મું.
સાહેબ નહીં કહેતાં પ્રાણકુમારસિંહ કહીને બોલાવીશ. બરાબર રજવાડી ઠાઠ કર્યો છે, કેમ મેનકા ! રાજકુંવર જેવા દેખાય છેને ? તારાં શેઠાણી ક્યાં ગયાં? તેમને કહીએ કે શેઠ બોલાવે છે.” મેનકા અંદર જઈ વીરબાળાને બોલાવી લાવી. વીરબાળા આવીને ખુરશી ઉપર બેઠી. તેમને ઉદાસ મુખે જોઈ પ્રાણલાલે પુછ્યું “કેમ આજે આમ રીસાચેલાં જણાઓ છે ? કાંઈ ઘરમાં કજીએ તે થયો નથીને ?”
વીરબાળા–“ના તેવું કાંઈ નથી. કાલને ઉજાગરે હતો તેથી વહેલી સુઈ ગઈ હતી, ઉંઘને લીધે એમ લાગે છે.”
જયંતીલાલ-વીરબાળા! કેમ આટલી બધી દૂર બેઠી ? અહીં જોડે બેસ. આજે હું બહાર જવાનો નથી. નિર્ભય રહે."
હું તે નિર્ભય છું” એમ ધીમે રહી બેલી વીરબાળા જોડેની ખુરશી ઉપર આવીને બેઠી.
જયંતીલાલ–“કેમ બાબુસાહેબ! કાંઈ બઝારના જાણવાજોગ સમાચાર છે ? હું આજે શેરબઝારમાં ગયો નહોતે.”
પ્રાણલાલ–“જયંતલાલ ! આજે ખાસ કાંઈ જાણવા જેવા સમાચાર નથી પરંતુ તમારા ભાગમાં શેરને વેપાર કર્યો હતો તેના નફાના રૂપીઆ પંદરસો ગણુ લો.” એમ ઉદારતા બતાવી ખીસામાંથી નેટ કાઢી ટેબલ ઉપર મુકી.
જયંતીલાલ “મેટી મહેરબાની કરી. પણ આ રૂપીઆમાંથી આ વીરબાળાના કાનના હીરાના કાપની કીંમત જે હેય તે કાપી લો.”
પ્રાણલાલ–“તેની કીંમત લેવા માગતો નથી. વીરબાળા બેનના કાને અડયા એટલે તે તેમના થઈ ચુક્યા. ભલે તે મારા ઉપર ગુસ્સે થાય પણ મારે સ્નેહ તેમના ઉપરથી કદીપણ કમી થાય તેમ નથી. મને તે તેમનું મુખારવિંદ જોઈ આનંદ થાય છે. એ કાપની જોડી વીરબાળાબેનને ભેટ છે. તેવી એક જોડીની ભેટ, પણ તેનાથી જરા ઉતરતી, આ તમારા આનંદી રમકડાને-મેનકાને આપી છે.”
મેં પણ આજે તેજ ભેટની જેડી પહેરી છે” એમ કહી માથું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૩
ઉઘાડું કરી મેનકા કાને કા૫ બતાવવા લાગી. “પણ આ કાપ કરતાં કાલના હાર જે એક હાર ભેટ તરીકે આપે તે બરાબર મજા આવે.”
પ્રાણલાલ–“સાંભળ્યું જયંતીલાલ ? છે લોભને થેભ? તમારી મેનકાને દસ લાખને હાર ભેટ લેવો છે. મેનકા ! એમ હાર ભેટ ન મળે. તે તે તમારી શેઠાણના ગળામાં શેભે તેવું છે. કેમ કાલે સરખામણી કરતી વખતે ભૂલી ગઈ?”
મેનકા–“શેઠાણીને ભેટ આપે ખરાને ?”
પ્રાણલાલ “તેમને માટે તે આ પ્રાણલાલ પ્રાણ આપવાને તૈયાર છે. પણ તેમની મહેરબાની જોઈએ. મોટા લોકોની મહેરબાની મેળવતાં ઘણું મુશ્કેલી પડે છે. ન કરવાનાં કામ કરવાં પડે છે. હું કેની મારી માગું તેવો નથી, પણ કેમ મેનકા ! કાલે મારી ભૂલ માટે વીરબાળાબેનની કેવી માફી માગી ? જયંતીલાલ ! મેનકા સાક્ષી છે.”
મેનકા–“તે વાત તે ખરી છે. શેઠાણું ઉપર તેમને ઘણેજ ભાવ છે. શેઠાણ તેમનું હૃદય ઓળખી શકતાં નથી એટલોજ વાંધે છે.'
વીરબાળા–“પણુ એ વધે છે. કહેવાય ? બહારથી તે ઓળખી શકીએ પણ અંદરથી શી રીતે ઓળખીએ. તે વિદ્યા તે ધીમે ધીમે તે સારી પેઠે શીખી ગઈ.”
પ્રાણલાલ–“ખરેખર મેનકા તમારા ઘરમાં એક આનંદી રમકડું છે. મને પણ તેના વિના ગમતું નથી. હું થોડા દિવસ પછી મદ્રાસ તરફ ઝવેરાતને માલ વેચવા તથા ત્યાંના પાણીના ધોધ જેવા માટે જવાને છું, ઈચ્છા છે કે મેનકાને સાથે લેતો જાઉં. તે આવે તે મને ઘણીજ રમુજ પડે. કેમ મેનકા આવીશને?”
મેનકા–“હું તે તમારી સાથે જ્યાં કહેશે ત્યાં આવીશ. પણ શેઠ અને શેઠાણીની રજા જોઈએ.”
જયંતીલાલ–સુખેથી મેનકાને લઈ જાઓ. મારી ના નથી.”
પ્રાણલાલ–“આજે વીરબાળાબેન આપણે વાતમાં બરાબર રસ લેતાં નથી. જરા પણ ખુશ મીજાજમાં નથી. માટે આપણે ચાલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પ્રકરણ ૩૨ મું.
સીનેમામાં જઈ આનંદ કરી આવીએ.”
મેનકા–“હા હા, ચાલો સીનેમા જોવા જઈએ.” જયંતીલાલ-“ચાલો, વીરબાળા! તમે કપડાં પહેરી લે.” વીરબાળા–“પાછા ફરતાં બહુ મોડું થશે.”
પ્રાણલાલ-“દસ વાગે શરૂ થઈ બાર વાગે ખલાસ થશે. બે કલાક આનંદ કરી આવીશું. આપણે બધાં સાથે છીએ એટલે સારી રમુજ આવશે. જયંતીલાલ ! તમે કપડાં પહેરી લો, હું બેઠે છું.”
જયંતીલાલ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. મેનકા વિરબાળાની પાસે આવી કહેવા લાગી “આજે પેલો સુંદર ઝીણે સાલ્લો શેઠને પસંદ પડે છે તે પહેરે. અને પિાલકું પણ સરસ કાઢે” એમ કહી બીજા ઓરડામાં કબાટ આગળ લઈ ગઈ. કબાટ ઉઘાડયું અને બધી સામગ્રી આપી મેનકા બીજા એરડામાં ચાલી ગઈ. પ્રાણલાલ ધીમે રહી ઉભો થઈ વીરબાળા શું કરે છે તે છુપી રીતે જોવા લાગે.
વીરબાળા કબાટ તરફ મેં રાખી ચોળી કાઢી નાખી પલકું પહેરવા લાગી. પાસે કઈ નથી એમ જાણું છુટા છેડે પહેરતી હતી, તે બરાબર પહેરી ઝીણો સાલ્લો પહેરવા લાગી. અને તકતામાં જે પિન બરાબર ભરાવતી હતી કે પ્રાણલાલે પાસે જઈ “લા પીન હું ભરાવું” એમ કહી ધીમે રહી અડપલું કર્યું કે વીરબાળાને મીજાજ ગયો, તે છણકે કરી કહેવા લાગી “અરે બાબુસાહેબ! આ શું કરે છે? કયાં ગઈ પેલી મેનકા ?”
મેનકા શાની બોલે ! આગળથી પ્રપંચ ગોઠવેલો જ હતો. મેનકાને બદલે પ્રાણલાલે જવાબ આપ્યો “મેનકા હમણાં આવે છે, શું કરવા ગભરાઓ છે? હું તમને નહીં સતાવું. બે દિવસથી તમે મને તરસ્યો અને ભુખ્યો કાઢો છે તે તમને પાપ નહીં લાગે ? આજે તે પાછો નહીં જાઉં.” એમ આગ્રહભર્યા માર્મિક શબ્દો બોલી આલિંગન કરી ચુંબન કરવા જાય છે કે વીરબાળા કોપાયમાન થઈ બોલી “પ્રાણલાલ! મુકી દો, આ મને પસંદ નથી. શું કરે છે. આવી મશ્કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૫
અને તેફાન થતું હશે ?”
પ્રાણલાલ મીજાજ ઠેકાણે રાખી “ના, તોફાન નથી કરતા પણ તમારી જરા મધુરી મશ્કરી કરું છું.” એમ કહી સાહસ કરી ચુંબન કરી છેડી દીધી. આથી વીરબાળાએ ક્રોધે ભરાઈ ગર્જના કરી તમે અહીંથી ચાલ્યા જાઓ.”
પ્રાણલાલ–“મારી માગણું સ્વીકારો તો ચાલ્યો જાઉં.”
આ સાંભળી વીરબાળા વિચારમાં પડી ગઈ, “હવે જે આનાકાની કરીશ તો જરૂર મને ખરાબ કરશે માટે મારે હવે તેને જરા ધીરજ આપી છટકવું અને ધારેલે હેતુ બર લાવો” એમ સમયસૂચકતા વાપરી ક્રોધને પરાણે દબાવી રાખી ધીમે રહી વીરબાળા બોલી “શી માગણું છે ?”
પ્રાણલાલ “ક્યાં તમે જાણતા નથી ?”
વીરબાળા“તેવી માગણને સ્વીકાર થાય ? તમારા ભાઈ જાણે તે મને મારી નાખે, સમજ્યા?”
પ્રાણલાલ–“જયંતીલાલ તમને રાજીખુશીથી રજા આપે તે. પછી કાંઈ વધે છે?”
સાહસિક બની આ પ્રસંગમાંથી છટકવા યુક્તિ શોધી વીરબાળાએ હસીને જવાબ આપ્યો “પછી મને જરાપણુ વાંધો નથી.”
પ્રાણલાલ–“પછી આ સુંદર બદનને રસ ચાખવા દેશેને ?”
વીરબાળા–“જેટલો રસ ચાખવો હોય તેટલે ચાખજે.” પણ મારે તો માત્ર તેમની રજાની ખાસ જરૂર છે. ઉપરથી તમને છુટ લેવાની હા કહે અને અંદરથી મને ના કહે તેથી મારે ગુસ્સે થવું પડે છે માટે માફ કરજે. હવે મારી શરમને ભેદ સમજ્યા ? પણ જુઓ,એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તે છટકી જાય તેવા છે. માટે લેખી કરાર કરી લેજે, પાછળથી વાંધો આવે નહીં. એક દિવસને નહીં પણ આખી જીંદગીને સદો છે. આપણે સંબંધ થયા પછી તેમને ઇર્ષા આવશે અને મને લડશે. તે વખતે મારે તમારી પાસે દાદ મેળવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પ્રકરણ ૩૨ મું.
*
*
આવવું પડશે. એટલે તમારી કડી સ્થિતિ થશે. મેનકા પણ રીસે ભરાશે. માટે તમે તેમની લેખી સંમતિ લઈ આવે. તમે ખુશ થાઓ તેવી તૈયારી હું કરી રાખું છું. રજા મેળવ્યા પછી તમે તમારી જેટલી મનકામના હોય તેટલી પૂરી કરે. મને તૈયારી કરતાં અરધે કલાક લાગશે માટે અરધા કલાક પછી કમાડ ખખડાવજે.”
વીરબાળાના આવા મધુર અને નહીંધારેલા શબ્દો સાંભળી પ્રાણલાલ ઘણે ખુશી થયો અને દીવાનખાનામાં ગયો એટલે વીરબાળાએ બારણું બંધ કરી સાંકળ વાશી દીધી. જાણતી હતી કે ધણું રજા આપવાને છે એટલે તે પાછો આવી હુમલો કરી જરૂર બળાત્કાર કરશે અને જંદગી ભ્રષ્ટ કરશે. ગઈ રાતથી મનમાં ઘોળાતા વિચારને અમલ કરવા જોડેના રસોડામાં ગઈ. શરીરમાં વ્યાપેલા ઝનુનમાં સ્પીરીટનો બાટલો હાથમાં લઈ વિચારમાં પડી “સાહસ કરું કે ન કરું? નહીં કરું તે મને અપવિત્ર બનાવશે, મને કોઈપણ આ ફાંસામાંથી છોડાવે તેમ નથી. ધણજ દલાલી ખાવાને તૈયાર થયા પછી જીવવું કે ના આધારે ? કાલે વચન આપી આજે મને ભ્રષ્ટ કરવા આ પ્રપંચ રચ્યો. જે મારે રક્ષક તેજ મારે ભક્ષક થઈ બેઠે છે. રોજ તે ને તે જ માગણી કરે, શી રીતે સહન થાય ? આવા દિવસ કેટલા કાઢવા? પહેલાં સટ્ટાનું પાપ વળગ્યું હતું, હવે આ બદમાસ બસંતીલાલની સોબતથી વ્યભિચારનું પાપ વળગ્યું, બંને દુઃખમાંથી ઉચી ન આવી. હવે તે મરીને જ આ દુઃખમાંથી મુક્ત થયા શીવાય બીજો ઉપાય નથી. બસ સુખી થવાનું આજ સાધન છે” એવા દઢ નિશ્ચયની સાથેજ સ્પીરીટને શીસો સાલ્લા ઉપર ઢાળી દીધો, જોડે પડેલો ગાસલેટને શીસો પણ ઢાળી દીધે. દીવાસળીની પેટી હાથમાં લીધી, એક દિવાસળી સળગાવી, તે ગુલ થઈ ગઈ, બીજી સળગાવી તે પણ ગુલ થઈ. “અરે આમ કેમ થાય છે ? મારું કામ સાધવામાં આ દિવાસળીઓ ગુલ થઇ કેમ વિઘરૂપ થાય છે? હે વીતરાગ ! હે પ્રભુ ! હા! યાદ આવ્યું. મારી છેલ્લી મુસાફરીના પ્રયાણ વખતે ત્રણ નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ તે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
વીરબાળાએ કરેલો આપઘાત,
૩૧૭
ભૂલી ગઈ હતી તેથી બંને દીવાસળીએ ગુલ થઈ મને સૂચના કરી રહી છે” એમ ચિંતવન કરી ત્રણ નવકાર મંત્રનું સ્મરણ કરી દીવાસળી સળગાવી પોતાની સાડીને લગાડી દીધી.
સ્પીરીટ અને ગાસલેટથી ભીંજાયેલાં કપડાંને સળગતાં વાર શી ? એકદમ ભડકે થયો. અગ્નિની અસહ્ય વેદના સહન ન થવાથી વીરબાળાએ કારમી ચીસ પાડી. ચીસ પાડવાની સાથે જોડેના ઓરડામાં બેઠેલી મેનકા દોડી આવી અને પાસેના ઓરડામાંથી જયંતીલાલ અને પ્રાણલાલ બારણું ઠોકવા લાગ્યા.
મેનકાએ ગભરાઈ તરતજ બારણું ઉઘાડયું, પાણીની માટલી લાવી ખૂબ પાણી છાંટયું. વીરબાળા એકદમ જમીન પર પછડાઈ. જયંતીલાલ તથા પ્રાણલાલે પાણી લાવી છાંટી અગ્નિ ઓલવી નાખી. વીરબાળાની અર્ધદગ્ધ દયાજનક બેભાન સ્થિતિ થઈ પડી. આ બનાવથી ત્રણે જણ ઘણાંજ ગભરાયાં. પ્રાણલાલ કહેવા લાગ્યો “હવે હીંમત હારે પટશે નહીં, આપણે એમ વાત બહાર પાડવી કે “ચા બનાવવા સ્ટવ સળગાવતાં સાડી સળગી અને બળી.”
આ પ્રમાણે નિશ્ચય કરી વીરબાળાને એક ગોદડા ઉપર સુવાડી. ઘડીઘડી બળત્રાથી કારમી ચીસ પાડતી. બાજુમાંથી બસંતીલાલ, બકુલ તથા બીજા પાડોશી આવ્યાં અને જીવ બાળવા લાગ્યાં. બસંતીલાલ તેને હૈસ્પીટલમાં લઈ જવા સલાહ આપી. તેમની સલાહ પ્રમાણે તે હોસ્પીટલમાં ગયા અને ત્યાંથી સ્ટ્રેચર અને હોસ્પીટલનાં માણસો લઈ આવી વીરબાળાને હરકત ન આવે તે પ્રમાણે તેને સંભાળપૂર્વક સ્ટ્રેચરમાં નીચે ઉતારી Öસ્પીટલમાં લઈ ગયા અને ઝવેરી પ્રાણલાલ બાબુસાહેબ પિતાને ઘેર ચાલતા થયા. વેંકટરોએ દવાના ઉપચારો શરૂ કર્યા. સવાર થતાં તે બુમો પાડતી મટી. આઠ વાગ્યા એટલે આંખ જરા ઉઘડી. થોડી વારે શુદ્ધિમાં આવી અને જરા જરા બોલવા લાગી. નર્સ સારવાર કરતી હતી, જયંતીલાલ અને મેનકાને ધીરજ
આવી અને ઈતિ સામાન લેવા ઘેર ગયાં. જ્યાં તે વીરબાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પ્રકરણ ૩૨ મું. ખુબસુરત આકૃતિ અને ક્યાં આ અર્ધદગ્ધ આકૃતિ? દૈવ ! તારી ગતિ ગહન છે!!
થોડી વાર પછી ડૉકટર આવ્યા. ડૉકટરે બાઈને બરાબર તપાસી. ર્ડોકટરને લાગ્યું કે જો કે તે બોલવા લાગી છે પણ સખ્ત બળેલી હોવાથી કઈ ઘડીએ તેનું હૃદય ચાલતું બંધ થશે તે કહેવાય નહીં, તેથી ડોક્ટરે, તરતજ પોલીસને સૂચના આપી દીધી કે તેની છેવટની જુબાની લેવી હોય તો તાકીદે લઈ લે. સ્થિતિ ગંભીર માનવામાં આવે છે?
ડૉકટરના લખાણની સાથે જ પોલીસ આવી. જ્યુરી ભરાઈ. આ ત્રાસદાયક બનાવ બનેલો હોવાથી કેટલાક ત્યાં રહેતા દરદીઓ પૈકી રમણિકલાલ કરસનલાલ નાણાવટી પણ જોવાની ખાતર ત્યાં આવ્યો. પંચમાં તેનું નામ નોંધાયું. સ્ટવના કેસે રેજ બને છે તે આ પણ બનેલે છે એટલે પોલીસ કે જ્યુરીના મનને એમ હતું કે ટુંકામાં પટી જશે. ખાટલાની પાસે આવી ધીમે રહી કરનાર તે બાઈને પુછવા લાગ્યો. “બાઈ તમે શી રીતે બન્યાં તે ધીમે રહી લખાવો.” વીરબાળા ધીમા અવાજે સવાલના જવાબમાં બોલવા લાગી
મારું નામ વીરબાળા છે, મારું પીયર ભદ્રાપુરીમાં છે. માબાપ મરી ગયાં છે. હું અહીં મારા ધણ જયંતીલાલ છોટાલાલની સાથે રહું છું. હું સ્ટવ સળગાવતાં બળી નથી પણ હું જાણી જોઈને મરવા માટે બળી છું. મારા સાલ્લા ઉપર સ્પીરીટ તથા ગાસલેટ છાંટી મારા હાથે દીવાસળી મુકી બળી છું. ભડકો થવાથી મેં ચીસ પાડી એટલું જાણું છું. પછી શું બન્યું તેની મને ખબર નથી. અત્યારે મને ખબર પડી કે મને હૈસ્પીટલમાં લાવ્યા છે.”
કેરેનર–“વીરબાળાબેન ! આવી રીતે બળવાનું કારણ શું તે કહેશે? અહીં બીજુ કોઈ નથી. તમારે કેઈનાથી ડરવાનું કારણ નથી.”
જરા આજુ બાજુ નજર ફેરવી ધીમા સાદે વીરબાળા કહેવા લાગી “ઝવેરી પ્રાણલાલ બાબુ કરીને કઈ મારા ધણને મિત્ર થાય
છે તે મારી આબરૂ લેવા પ્રયત્ન કરતો હતો, પરમ દિવસે મારા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
વીરબાળાએ કરેલો આપઘાત.
૩૧૯
અઘટતે હુમલો કરવાની તેની તૈયારી હતી પણ હું બચી ગઈ, કાલે તેવો હુમલો મારા ઉપર કર્યો અને બળાત્કાર કરવાની તૈયારી હતી પણ સારા નસીબે વચ્ચે અવકાશ મળવાથી તેમાંથી બચવા આ કામ મેં મારા હાથે કર્યું છે.” એમ બેલી તે રડવા લાગી.
કેરેનર દિલાસો આપી પુછવા લાગ્યો “આ વખતે તમારે ધણી જોડે હતો ?”
વીરબાળા–તે તે બાજુના ઓરડામાં હતા. તેજ પાસે રહી આવાં કામ કરાવતા. મારા ઘેર બીજી એક મેનકા નામની બૈરી છે. એ અવળા રસ્તે ચડેલી છે. મારે ધણુ ગ્રાહક લાવી આપે છે.”
કોરોનર–“ત્યારે તમારા ઘરમાં કુટણખાના જેવું કામ ચાલે છે?”
વીરબાળા–“જે કહે છે. મારી જાતને બગડવાનો સંભવ ઉભે થયો એટલે મેં આ કામ કર્યું છે.”
કેરેનર-“તમારે બીજું કાંઈ કહેવું છે?”
વિરબાળા–“હા. મારા ધણી ભદ્રાપુરીમાં પહેલાં સટ્ટો કરતા હતા. નુકસાન આવતું એટલે મને મારતા, મારા દાગીના પડાવી લેતા, અને દુઃખ દેતા. એક વખતે મેં મારા દાગીના માગ્યા ત્યારે તેમણે મારા દાગીનાને બદલે બીજા દાગીના આપ્યા. તે મેં ભદ્રાપુરીવાળા રસિકલાલ સુંદરલાલને ઘેર મુકેલા છે માટે જે હું મરી જાઉં તે તે દાગીના ત્યાંથી લઈ આ દવાખાનામાં ધર્માદા ખાતે ખચજે. તેની યાદી મેં તેમને આપેલી છે.”
કેનર–પેલી મેનકા તમારે ત્યાં રહે છે તેની હકીકત તમે જાણે છે ?'
વીરબાળાબતે અમારા આવ્યા પછી આવી છે. તેની સાથે એક શ્રાવકની છડી સરિતા નામે આવી હતી. બક્ષીપુરથી નસાડી કઈ અને બંનેને લાવીને મુકી ગયેલા. મેનકાને મારા ધણુએ નાકરડી તરીકે રાખી અને સરિતાને કઇ સેબત સાથે મારા ધણીએ
તેજ રાત્રે બક્ષીપુર મોકલી દીધી એમ મારા ધણી કહેતા હતા. મેનકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પ્રકરણ ૩૨ મું. જાતની માલણ છે અને વિધવા છે.”
કેનર “તમારા ધણું તેમની સાથે સંબંધ ધરાવે છે ?”
ઘણાજ ધીમા અવાજે વીરબાળાએ જવાબ આપે. તે તે જ્ઞાની મહારાજ જાણે.”
કેનર “ તમારે ધણી હાલમાં શે ધંધે કરે છે?
“મારે ધણી...”એમ બોલતાં બોલતાં વીરબાળાને જીવ લથડવા લાગ્યા, હદય નબળું પડી ગયું, આંખે ફેરવી અને છેલ્લા શ્વાસ નાખવા લાગી.
જોડે બેઠેલા રમણિકલાલે તેને નવકાર મંત્ર સંભળાવ્યા. જરા જરા શુદ્ધિમાં હતી તેથી હુંકારે ભણતી. પાંચ મીનીટ થઈ કે તેને આત્મા અર્ધદગ્ધ થયેલા દેહને ત્યાગ કરી ચાલ્યો ગયો.
જોડે બેસનારની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં, રમણિકલાલને બહુજ લાગી આવ્યું અને વિચાર કરવા લાગ્યો કે “ આવા પણ પતિ દુનિયામાં પડયા છે. ધન્ય છે આ બાઈને! પિતાના શીલવતને બચાવ કરવા છેવટે તેણે પહેરેલી સાડી સળગાવી પિતાને પ્રાણ તો. હે દેવ ! તારી અકળ ગતિ છે. પત્ની આવી શીલવતી ત્યારે પતિ પૂરે દુરાચારી ! પિતાના ઘરમાંજ કુટણખાનું ઉઘાડી બાઈ નેકર રાખી લોહીના ધંધા કરાવે, અને પિતાની આવી પવિત્ર સ્ત્રીને તે ધંધામાં ઉતારવા બીજા પાસે બળાત્કાર કરાવે એ થોડો જુલમ ? આ તે કેમ સહન થાય ? વ્યભિચારને લાત મારનાર સદાચારી આવી અબળા આપઘાત શીવાય બીજું શું કરી શકે ? અરે ! તે વખતે તેને કેટલું બધું દુઃખ થયું હશે ? પિતાનું પાલન કરનાર પતિજ પાસે રહી ભ્રષ્ટ કરાવે ત્યારે બચવાને ક્યાંથી સંભવ ? અરે પ્રભુ! આવી નિર્દોષ સગુણ કમળ બાળાપર તેના પતિનું હદય શાથી નિર્દય બનતું હશે ? દયા ક્યાં ઉડી જતી હશે ? ધન્ય છે શીલની ખાતર મરનાર વીરબાળાને. તેની ફઈએ તેના ગુણને લાયકજ તેનું નામ પાડેલું છે. ધિકાર છે તેના ધણીને.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ.
૩૨૧
એટલામાં જયંતીલાલ અને મેનકા આવ્યાં. વીરબાળાને મરેલી જોઈ જયંતીલાલ પોક મુકી રડવા લાગે. પણ હવે રડે કે પસ્તાવો કરે શું વળે ?! વીરબાળા ગઇ તે ગઇ, હમેશના માટે આ ફાની દુનિયા છેડી ચાલી ગઈ. કહ્યું છે કે –
સહસા કામ કર્યા થકી હાય હર્ષને નાશ, દેખ આ દષ્ટાંતથી કહે કવિ શામળદાસ.
પ્રકરણ ૩૩ મું.
કનકનગરની હૈોસ્પીટલ,
દરદી પતિપત્નીને મેળાપ. * Fair moon ! Why dost thou wane ?
That I may wax again. - James Montgomery. + Joys as winged dreams fly fast Why should sadness longer last ? -Samuel Fletcher.
ભાઈ રમણિકલાલ! હવે આપણે હૈસ્પીટલમાંથી ઘેર જઇએ તો? એ ઉપરથી એમ વિચાર લાવશે નહીં કે મને કંટાળો આવ્યો છે તેથી હું તમને કહું છું.” *
“ભાઈ દશરથલાલ ! મને તે વિચાર આવે જ નહીં. પણ પૅક્ટર કહે તે પ્રમાણે કરવું જોઈએ, કારણ કે સભાગે ગંભીર દરદમાંથી હું બેઠે થયે છું, ફરી ઉથલો મારે તે વખતે આકરું પડે અને પસ્તાવો થાય.”
• પ્રશન–અરે ચંદ્ર! તું શા માટે ક્ષીણ થતું જાય છે? જવાબહું ફરી પાછો વૃદ્ધિ પામું તે માટે.
! જ્યારે સ્વપ્નની માફક આનંદે એકદમ ઉડી જાય છે ત્યારે શાક પણું શા માટે લાંબો વખત ટક જોઈએ?
૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૨
પ્રકરણ ૩૩ મું.
ગઈ કાલે પેલી વીરબાળા મરી ગયા પછી હું સ્ત્રી વૈર્ડમાં ગયે હતા, ત્યાં એક ઓરડામાં એક સાથ્વીના મસાનું ઑપરેશન ચાલતું હતું. તેથી ત્યાં અરધા કલાક ઉમે રહ્યા હતે. ડોકટરને પછી મળ્યો. સ્વાભાવિક રીતે તેમણે મને કહ્યું કે “તમારા મિત્રને હવે ઘેર લઈ જશે તે હરકત નથી. તે ઉપરથી ઘેર જવાનું કહું છું.”
તે સાધ્વી કોણ હતી તેને તપાસ કર્યો હતે?”
હા, અરધે કલાક તેજ કામ કર્યું હતું. સાધ્વીનું નામ ચતુરથી હતું, તેમની ઉમર આશરે વીસ વરસની હશે. તેમની સારવાર માટે બે ત્રણ વિધવાઓ તથા એક બે યુવકે જણાતા હતા. હું તેમને મળ્યો હતા. તેમણે તે તે સાધ્વીના દુઃખની ઘણું વાત કરી. મંદવાડને લઈને તેમનાં ગુરૂસાધ્વીએ તેમને ગાંધારીમાં છેડી દઈને ચાલ્યાં ગયાં. જ્યારથી તેમણે દીક્ષા લીધી છે ત્યારથીજ મંદવાડનો ભોગ થઈ પડ્યાં છે અને ઘણાં જ દુઃખી થાય છે. બે ત્રણ માસ સુધી ઘણીએ દવાઓ કરી, દરદ મટે ને ઉથલા મારે, એમ કરતાં તેમને છેવટે મસાનું દરદ થયું, અસહ્ય વેદના થવા લાગી તેથી શ્રાવકોને દયા આવવાથી ચોમાસું હવા છતાં પણ ખાસ મોટરની સવડ કરી તેમને હરકત ન થાય તેવી રીતે હોસ્પીટલમાં લાવેલા છે.”
દશરથલાલના આ શબ્દો સાંભળી વધુ હકીક્ત જાણવાની ઈન્તજારીથી રમણિકલાલે પુછયું, “પછી તમે તે સાધ્વીને મળ્યા હતા?”
“ના હું તેમને મળ્યો નથી. કારણકે તે વખતે તે તેમનું પરેશન ચાલતું હતું.'
જે આજે તેમને ઠીક હોય અને બેલી શકે તેવી સ્થિતિમાં હોય તો તેમના મેઢેથી બધી હકીકત પુછી આવો. પણ એટલું ધ્યાનમાં રાખવું કે કોઈ પુછે છે મારું નામ કહેશો નહીં.”
દશરથલાલ ત્યાં ગયો, ચતુરથી ખાટલામાં સુઈ ગયેલાં હતાં, બે બાઈઓ તથા એક યુવક સારવાર કરતાં હતાં. દશરથલાલે યુવકને
પુછયું “સાધ્વીજીને શાતા છે ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીનો મેળાપ. ૩૨૩
યુવકે જવાબ આપ્યો “હા સારું છે, ડૉકટરે કહ્યું છે કે દરદ મટતા સુધી અહીં દવાખાનામાં રહેવું પડશે. તમે શ્રાવક છે?”
દશરથલાલ–“હા, શ્રાવક છું, મેટે જાણવાની ઇચ્છા થઇ છે.” યુવક–“તમે ક્યાં રહે છે ?”
દશરથલાલ-“અહીં કનકનગરમાંજ રહું છું, ગઈ કાલે તમને આ દવાખાનામાં જ મળ્યો હતો.”
યુવક–“હા, બરાબર છે, હવે યાદ આવ્યું. સાધ્વીજીના ઍપરેશન વખતે તમે અત્રે આવ્યા હતા.”
દશરથલાલ–“તમને અમારી મદદની જરૂર છે?”
યુવક–“જરૂર તે ઘણું છે, અમે બધાં ગાંધારીનાં રહીશ છીએ. આ ચતુરશ્રીનાં ગુરૂ કંચનશ્રી એવાં વિચિત્ર અને નિર્દય છે કે આ સાધ્વી માંદાં પડયાં એટલે તેમને ગાળો દઈ તેમને દુઃખી સ્થિતિમાં મુકી ચાલતાં થયાં. દયા આવવાથી તેમની મદદમાં એક ઉત્તમશ્રી સાધ્વી તથા તેમનાં ચેલી ચંદનથી ત્યાં રહ્યાં, દરદ મટયું નહીં અને મસા દુઝવા લાગ્યા. વૈદ્યની દવાઓ કરી. બિચારાં ખૂબ બુમો પાડતાં. અમને દયા આવી તેથી ચોમાસું હોવા છતાં પણ મેટરમાં અહીં લાવ્યા. આવી સ્થિતિમાં મુકીને શી રીતે જવાય ? જોડેની વીશીમાં રહેવાને તથા ખાવાપીવાને બંદોબસ્ત કર્યો છે. પણ અમે આમ ક્યાં સુધી બેટી થઈએ ? અત્રેના ગૃહસ્થ જે હવે સારવારનું કામ ઉપાડી લે તે અમે અમારા ગામ જઈએ.”
દશરથલાલ–“તેમનાં માબાપ છે ?”
યુવક–“હા છે, પણ તે તે ઉલટાં ગાળો બોલે છે. એક દિવસ તેની મા આવી હતી પણ તે તે તેને રોવરાવી ચાલી ગઈ અને કંચનથીને પક્ષ કરી અમારા જેવા સારવાર કરનારને પણ ગાળો દેવા લાગી. કંચનથી પેલા સૂર્યવિજયના સંધાડાનાં છે એટલે મગજમાં રાઈ વધારે ભરાયેલી છે. માટે જે બને તો અમને મદદ કરે તે
અમે છુટા થઇએ. તમારું નામ શું?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૪
પ્રકરણ ૩૩ મું.
- દશરથલાલ–“ મારું નામ દશરથલાલ. આ સાધ્વીનું સંસારીપણનું નામ શું હતું?”
યુવક-“ચતુરાબાઈ હતું.” દશરથલાલ–“તે ક્યાં પરણ્યાં હતાં ?”
યુવક–“તે તે તે જાણે. તે બાબતની અમને ખબર નથી. ગયા શીયાળામાં ભદ્રાપુરીમાં તેમણે દીક્ષા લીધી હતી. જાણવા પ્રમાણે દીક્ષા લીધી ત્યારથી જ માંદાં પડેલાં છે. ”
આ બધી વાતચીત સાધ્વી ખાટલામાં પડયાં પડયાં સાંભળતાં હતાં તેમણે કહ્યું “ભાઈ દશરથલાલ ! મારે હેવાલ સાંભળો હોય તે અંદર આવે, તે સાંભળી ખેદ થશે. હવે તે મરણ આવે અને મારા જીવને આ ખેળીઆમાંથી લઈ જાય તે સુખ થાય. મારે માટે કેટલાં બધાંને તસ્દી ઉઠાવવી પડે છે ? પેલાં બે સાધ્વીઓએ મારી એવી ચાકરી કરી છે કે તે જે ન હતી તે મારા શરીરમાં કીડા પડયા હોત. હમણાં આ બધાં ચાકરી કરી રહ્યાં છે. સૌની હું દેવાદાર થઈ ચુકી છું.” એમ લાચારી બતાવી હદય ભરાઈ જવાથી રડવા લાગ્યાં. તે જોઈ દશરથલાલે દિલાસે આ “એમ કચવાશે નહીં. જેવો પાપને ઉદય ! ધીરજ રાખે, સૌ સારું થશે. પણ મહારાજ ! સંસારીપણાનું તમારું સાસરું ક્યાં ?”
ચતુરશી—“મારું સાસરું આ કનકનગરમાંજ છે. મેં ગયા. માહ વદ ૭ ના રોજ દીક્ષા લીધી છે. મને પાછળની વાત સંભારતાં. ઘણુંજ દુઃખ થાય છે. વાત કરવા જેવો પ્રસંગ આવશે તે કરીશ. કરેલા કામને પસ્તા કરે હવે શું વળવાનું છે?”
દશરથલાલ–“તમારે સંસારી૫ણાનાં સાસુ સસરા છે?” ચતુરશ્રી–“ના.”
દશરથલાલ–“સધવા અવસ્થામાં દીક્ષા લીધી હતી કે વિધવા અવસ્થામાં ? ”
ચતુરશ્રી–“સધવા અવસ્થામાં દીક્ષા લીધી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૨૫
દશરથલાલ–“ત્યારે તે તમારા સંસારીપણાના પતિ અહીં કનકનગરમાંજ રહેતા હશે ?”
ચતુરથી “પ્રભુ જાણે તે ક્યાં હશે ?” એમ કહી છાતી ભરાઈ આવવાથી આગળ બોલી શક્યાં નહીં અને રડવા લાગ્યાં.
મહારાજ! રડશે નહીં, હવે તમને તસ્દી નહીં આપું.” એમ દિલાસો આપી ત્યાંથી દશરથલાલ ચાલતો થયો અને રમણિકલાલને મળ્યું. તેણે તેને સવિસ્તર હકીકત કહી. તે સાંભળી રમણિકલાલે કહ્યું “ભાઈ દશરથલાલ ! હવે આપણે તે સાધ્વીની ચાકરી કરવી જોઈએ. હું હવે ઠીક થયો છું, વળી ડોકટરે પણ તમારા કહેવા પ્રમાણે ઘેર જવાનું કહ્યું છે માટે ચાકરી કરવામાં હરકત આવશે નહીં.”
દશરથલાલ–“સારવાર કરવા આવેલાં પેલા માણસે જે અત્રે કાઈની મદદ મળે તે પોતાના ગામ જવા માગે છે, કંટાળેલાં જણાય છે.”
' રમણિકલાલ–“ભાઈ દશરથલાલ ! તમે મારી ઘણું ચાકરી ઉઠાવી તેને બદલે વાળવો તે ઘેર ગયો પણ ઉલટ હું તમને બીજી સારવારની ઉપાધિમાં નાખું છું કે હું વ્યાજબી કરતો નથી એમ મને લાગે છે, પણ તેમ કર્યા વિના છૂટકોજ નથી. મારી વિધવા ફઈ માલિકા ગામમાં છે તેને કાગળ લખી તેડાવું. તે આવે એટલે આપણે ઘેર જઈએ.” એમ કહી કાગળ લખવા બેઠે. તે કાગળ લખી રહ્યા પછી બીજો પત્ર રસિકલાલના ઉપર લખી તે સાથે પેલી બળી ગયેલી વીરબાળાની છેવટની જુબાનીની નકલ ઉતારી બીડી. તે શિવાય બીજા પત્રો લખી ટપાલમાં રવાના કરાવી દીધા. પેલી સાધ્વીની સારવાર માટે ડોક્ટરને મળી એક અઠવાડીઆ માટે બે સારી બાઈએની ગોઠવણ કરી દીધી અને તેમની મદદમાં સાધ્વીને ખાવાપીવાની સવડ કરી આપવા માટે ગાંધારીથી આવેલી એક વિધવાને રિકી રાખી બાકી બીજાં માણસને ગાંધારી જવાની રજા આપી.
ત્રણ ચાર દિવસ થયા કે રમણિકલાલનાં ફેઈ આવ્યાં. રમણિકલાલ ડૉકટરની રજા લઈ ઘેર ગયો પણ તેનું મન પેલી સાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પ્રકરણ ૩૩ મું.
તરફ વધારે આકર્ષાયેલું રહ્યું. દશરથલાલ દિવસમાં બે વખત સાધ્વીની ખબર પુછવા જત અને પાસે બેશી તેમને ધીરજ આપતે.
પરેશનથી સાધ્વીને એકદમ સારું થવા લાગ્યું. દશરથલાલની સાથે જીવ મળવાથી એક સાંજે સાધ્વીએ દશરથલાલને પુછયું “ભાઈ દશરથલાલ! જ્યારથી હું અત્રે આવી છું ત્યારથી તમને રોજ અહીં જોઉં છું. વળી હાલમાં તે મારી સારવારનું કામ પણ તમે ઉપાડી લીધું છે. શું તમે અત્રે દવાખાનામાં રહે છે ?”
દશરથલાલે જવાબ આપ્યો “ના, હું દવાખાનામાં રહેતો નથી, પણ મારા એક મિત્ર અહીં ઘણા લાંબા વખતથી દરદી તરીકે હતા, મરી જાય તેવી અસાધ્ય સ્થિતિ થઈ હતી પણ ઠેકટરની દવા અને સારવારથી ધર્મપસાથે સારું થયું. તેની ચાકરી કરવા હું અહીં રહેતા હતા, તે હમણાં થોડા દિવસથી જ ઘેરે ગયા છે અને તેમની ભલામણથી હું તમારી સારવારમાં રેક્ક છું, તેથી અને વારંવાર આવવું થાય છે.”
ચતુરશ્રીએ પુછ્યું “તે તમારા મિત્રનું નામ શું?”
દશરથલાલે જવાબ આપ્યો “તેમણે નામ કહેવાની ના પાડી છે. એટલે લાચારીથી નામ આપી શકતા નથી.”
ચતુરશ્રી–“તે હાલ ક્યાં છે?” દશરથલાલ–“તે અહિ જ તેમને ઘેર છે.” ચતુરથી—“તેમનું ઘર ક્યાં આવ્યું ?” દશરથલાલ-“તે પણ કહેવાની મને જ પાડી છે.” ચતુરથી—“તે શું કરે છે?”
દશરથલાલ–તે તે મેં તમને કહ્યું તેમ માંદા હતા અને હ્રસ્પીટલમાંજ હતા. તેમની જોડે જ હું રહેતો હતો, તે હવે તેમની ફઈ આવવાથી અને ડોક્ટરે ઘેર જવાની રજા આપવાથી પોતાને ઘેર ગયા છે અને હવે તમારી ચાકરી કરવા તેમણે મને કહેલું છે.”
ચતુરથી–“હવે તો તમારા મિત્રની તબીઅત સારી છે ને?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૨૭
દશરથલાલ–“હા, હવે તે ઘણુજ સારી છે.”
આ શબ્દો સાંભળી ચતુરશ્રીના મુખ ઉપર તેજી આવી, આનંદ છવાઈ રહ્યા, “ખરેખર એજ હશે. પ્રભુએ દયા કરી બચાવ્યા,” એમ મનમાં હરખાતી ચતુરથી બોલી “પણ ભાઈ દશરથલાલ ! તે મને અને મળવા આવી શકે ?”
દશરથલાલ–“હા, શા માટે નહીં ? તમારા માટે તે એટલી બધી ર્ડોકટરને ભલામણ કરી છે કે તમને જરા પણ તકલીફ પડે નહીં. ખાસ બે બાઈએ તમારી સારવાર માટે ડોકટરે રાખી છે. પણ હવે તમારી તબીઅત કેવી છે?”
ચતુરથી—“મને હવે પહેલાં કરતાં ઘણું સારું છે, દરદ તદ્દન મટવા આવ્યું છે અને તબીયત પણ સારી રહે છે.”
દશરથલાલ–“પૂરે આરામ થયા પછી ક્યાં જશે?” ચતુરથી–“પછી તે જ્યાં નસીબ લઈ જાય ત્યાં.” દશરથલાલ “ આમ કેમ બોલે છે ?”
ચતુરી-બતેવું બેલવા જેવું મેં આ કમનસીબ સ્ત્રીએ કામ કરેલું છે માટે બોલું છું” એ શબ્દોની સાથેજ આંખો અશ્રુમય બની.
દશરથલાલ–“આમ ન કચવાઓ, મારા મિત્રને સ્વભાવ એવો છે કે તે કોઈની પણ ચાકરી કરી છુટે છે, વ્હસ્પીટલમાંથી છુટયા પછી પણ તમને દુઃખી અવસ્થામાં નહીં રહેવા દે. માટે કચવાશે નહીં. પણ સંસારીપણુમાં તમે ક્યાં પરણ્યાં હતાં?”
ચતુરકી–નામ દઈ ઓળખાણ કરાવ્યાથી શું ફાયદો છે!” દશરથલાલ–“કેમ? ઓળખાણ પણ એક રત્નની ખાણ છે.”
ચતુરથી-“એાળખાણ નીકળે તે તમારા મિત્ર મારી માગણીને સ્વીકાર કરી શકશે ?”
દશરથલાલ–“વાહ! શા માટે નહીં કરે. ઓળખાણ વગર અત્યારે મદદ કરે છે તો પછી એળખાણ નીકળે તો વધારે મદદ કરે એમાં શું આશ્ચર્ય ? પણ તમે મારા એક પ્રશ્નનો જવાબ ખાઈ ગયાં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ચતુરશ્રી—“ કયા પ્રશ્નને ?”
દશરથલાલ— “ આરામ થયા પછી ક્યાં જશે! તે પ્રશ્નને.
પ્રકરણ ૩૩ મું.
-
ચતુરશ્રી—“ વાહ ! મેં સાક્ જણાવી દીધું છે કે જ્યાં નસીબ લઇ જાય ત્યાં. શું તે જવાબ ન કહેવાય ?
""
66
""
દશરથલાલ~~ તે તે ખેલવાની એક સામાન્ય રૂડી છે. ચતુરશ્રી—“ હું ખરું કહું છું, મેં ઉદ્ધૃતાઇ કરી દીક્ષા લીધી, હવે પસ્તાઉં છું, અત્યાર સુધી મને વિચાર કરવાનું સુઝતું નહતું પણ તમે તમારા મિત્રની સુખશાતાના સારા સમાચાર કહ્યા ત્યારથી અમુક દિશામાં જવું એટલું તે નક્કી કર્યું છે. પણ હવે તે દિશામાં શી રીતે જવું તે માટે મુંઝાઉં છું. તે તેાડ તમારા મિત્ર ધારે તે કાઢી આપે એમ મારૂં મન સાક્ષી પૂરી રહ્યું છે. ભાઇ દશરથલાલ ! તમારા મિત્ર પરણેલા છે કે કુંવારા છે ? ”
"9
દશરથલાલ- પરણેલા તે। હતા પણુ.. ચતુરશ્રી—“ પણ કહી કેમ અટકી ગયા ?”
દશરથલાલ—“ પણ બૈરાં દેખાતાં નથી. હેાય તે આટલા બધા
દ
મંદવાડમાં ચાકરી કરવા કેમ ન આવે?''
100000
""
39
ચતુરશ્રી—“ તે ક્યાં ગયાં છે તેની ખબર છે ? " દશરથલાલ—“ એક દિવસ કાઇની આગળ મારા મિત્ર કહેતા હતા કે પત્નીએ તે! દીક્ષા લીધી છે.”
દશરથલાલના આ શબ્દોથી ચતુરશ્રીને સેાએ સેા ટકા ખાત્રી થઈ કે જરૂર તે તેમના સંસારીપણાના પતિ રમણિકલાલ. તેમને મળવાની તીવ્ર ઇચ્છા થઇ આવી. જો રમણિકલાલ પત્ની તરીકે પાછી સ્વીકારવા તૈયાર થાય તેા સાધ્વી વેશ છેાડી તેમની સાથે રહેવું અને કરેલી ભૂલની મારી માગવી એવા વિચાર કરવા લાગી. આવા વિચારાથી ઉદ્ભવતી આનંદદાયક આશાનાં કિરણેા તેના મુખ ઉપર પ્રકાશ મારવા લાગ્યાં. આ જોઈ દશરથલાલે પ્રશ્ન કર્યાં “ કેમ મહારાજ ! મનથી જરા જરા હસવા લાગ્યાં ?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હાસ્પીટલ-દરદી પતિપત્નીના મેળાપ. ૩૨૯
ચતુરશ્રી—ભાઇ દશરથલાલ ! હર્ષ થવાનાં ત્રણ કારણા ભેગાં થયાં છે. એક કારણ તેા એ કે જે વસ્તુ નષ્ટ થયાની ધાસ્તી હતી તે કાયમ છે, બીજું કારણ એ કે જેવસ્તુ મેળવવી મુશ્કેલ હતી તે સહેલી થઈ પડી છે, અને ત્રીજું કારણ એ કે મારા રાગ હવે મટતા જાય છે, દિવસે દિવસે સારે આરામ થતે જાય છે. માટે મનથી આનંદ થાય છે. હવે આ આનંદમાં જરા ન્યૂનતા રહેલી છે,તે ન્યૂનતા તમારા મિત્ર મને મળવા આવે કે નિકળી જાય. તે જો મારી માગણીને સ્વીકાર કરે તે। હું આ માંદગીના ખીછાનેથી ઉડ્ડી સીધી તેમને ઘેર જાઉં અને આ સાધ્વીનાં કપડાં ઉતારી તેમની પત્નીનાં કપડાં ધારણ કરૂં. કેમ દશરથલાલ ! તડારા પ્રશ્નના મારા જવાબને ખુલાસા સમજાય ? જ્યાં સુધી તે મને નથી મળ્યા ત્યાં સુધી કયાં જવાનું છે તે શી રીતે નક્કી થાય? તમે તમારા મિત્રનું નામ દઇ એળખાણ આપતા નથી પરંતુ હવે બીજી દરેક તમારી વાત ઉપરથી મને ચેાકસ ખાત્રી થાય છે કે તમારા મિત્રનું નામ રમણિકલાલ કરસનલાલ નાણાવટી છે. તે મને એળખી ગયા છે તેથીજ નામ જણાવવાની તમને ના પાડી છે. તેમને સંદેશા કહેજો કે હું આ સાધ્વી વેશ છેાડી કરી તમારી આજ્ઞાંકિત પત્ની તરીકે જોડાવા માગુ છું. તમને સુખ શાતામાં જાણી મને ધણાજ આનંદ થયા છે અને છુપી રીતે મારી સારવાર કરી રહ્યા છે તેને બદલેા હું જીવીશ ત્યાં સુધી વાળીશ. પ્રથમના જેવી મૂર્ખાઇ નહીં કરૂં' આટલા મારા સંદેશા તમારા મિત્ર રમણિકલાલને કહેજો. ભૂલશે. નહીં, અને તેને જરૂર જવાબ લાવશેા.”
"
દશરથલાલ—“મહારાજ! તમે કહા છે. તેમજ છે, તમારા સંદેશા જરૂર તેમને કહીશ, જવાબ આપશે તે લેતા આવીશ.”
ચતુરશ્રી—તે સંદેશાની સાથે એટલું પણ કહેજો કે શા માટે મળવા આવતા નથી તેના ખુલાસા જરૂર પુછીને લાવો.”
આ પ્રમાણે વાત કરી સંદેશા લઈ દશરથલાલ ત્યાંથી ઉડીને પરભારે। રાત્રે રમણિકલાલને ઘેર ગયા અને બનેલી વાત જાહેર કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૦.
પ્રકરણ ૩૩ મું.
સંદેશે અક્ષરે અક્ષર કહી સંભળાવ્યો. આ પ્રમાણે સાધ્વી થયેલી પત્નીના દુ:ખને અને પસ્તાવાને હેવાલ સાંભળી રમણિકલાલની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. વેશ છેડી પાછી પત્ની તરીકે જોડાવવાની ઇચ્છા જણુંવ્યાથી રમણિકલાલનું મન તે તરફ ખેંચાયું. તેને હવે શારીરિક દુઃખની સાથે માનસિક દુઃખ કરાવી પીડા આપવી ઠીક લાગી નહીં, તેથી તેણે દશરથલાલને કહ્યું “તમે સવારે હૈપ્પીટલમાં તેમની પાસે જાઓ ત્યારે તેમને કહેજો કે તમારી માગણનો સ્વીકાર કરવામાં આવશે, અને હું તમને જરૂર મળીશ.’ હવે મારી ઓળખાણ કરાવવા હરકત નથી. તે બધું જાણું ગયાં છે.”
દશરથલાલ-“મેં તે તમારી સૂચના પ્રમાણે કેટલીક વાત અદ્ધર ઉડાવી હતી પણ તેમણે તે બીજા રસ્તે બીજા પ્રશ્ન કરી હકીકત જાણી લીધી. એટલે હવે ઓળખાણ કરાવવી બાકી રહી નથી.”
રમણિકલાલ–“તે સાધુના ભરમાવ્યાથી ઉપાશ્રયમાં જવા લાગી, સાધ્વીઓએ દીક્ષા લેવા માટે ભેળવી, માબાપે ટેકો આપ્યો અને વળી માબાપને પૈસાની લાલચ મળી તેથી તે સાધ્વી થઈ. બાપ મારી સંમતિને કાગળ પણ લઈ ગયા હતા. સાધ્વી થયા પછી દુઃખ પડયું હશે, સાધ્વીઓની ચાકરી ઉઠાવી થાકી ગઈ હશે, ટુંકારા અને ગાળો ખમવી પડી હશે, ગુરૂએ કાઢી મુકી હશે, પરિણામે પસ્તાવો થયા, હશે, આ કારણથી સંસારમાં પાછા આવવાની ઈચ્છા થવી જોઈએ. ઘેર આવશે એટલે બધી હકીકત જાણવામાં આવશે.”
દશરથલાલ–“ભાઈ રમણિકલાલ! હાલ તે તેમને એવો પસ્તાવો થાય છે કે વાત કરતાં કરતાં તે રડી પડે છે.” ' રમણિકલાલ–“મેં વિચાર એવો કર્યો છે કે તમે કાલે સવારે ત્યાં જજે અને હું નવ વાગ્યાના સુમારે ત્યાં આવીશ અને ડોકટરને મળીશ. હવે તેમને આરામ થવા આવ્યો હશે, માટે જે ડોકટર ઘેર લાવવાની સલાહ આપશે તો સાંજે ઘેર લેતા આવીશું. ઘેર લાવવાની વાત તેમના. આગળ જણાવશે નહીં. તે વાત હું આવીને કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩ દશરથલાલ–હું તમારી રાહ જોતો તેમની પાસે બેસીશ. તેમને કહીશ કે તે હમણું મળવા આવશે. હું હવે જાઉં છું” એમ કહી દશરથલાલ પોતાને ત્યાં વિદાય થયો.
ચતુરશ્રીનું મન તેના પતિ રમણિકલાલમાં લીન થઈ ગયું. જરૂર સ્વીકાર કરશે એમ તેનું મન કબુલ કરતું હતું. દશરથલાલની વાતથી તેનામાં અજબ નૂર આવવા લાગ્યું, દવા વિના લોહી ચડવા માંડયું, ચિતાથી ઘુમ થયેલું માથું ઉતરી ગયું, હવે દશરથલાલ શે સંદેશ લાવે છે તેટલાજ ઉપર તેનું ભાવી અવલંબીને રહેલું હતું. આવા વિચારમાં ને વિચારમાં તે નિદ્રાવશ થઈ.
બીજે દિવસે સવારે દશરથલાલ સાધ્વી પાસે ગયો. તેને જોઈને તે સાધ્વી આતુરતાથી પુછવા લાગી “ભાઇ શુભ સમાચાર લાવ્યા છેને?
દશરથલાલ “હા મહારાજ ! તેમણે કહ્યું છે કે તમારી માગને સ્વીકાર જરૂર કરીશ. હમણાં થોડા વખત પછી તે તમને મળવા તમારી પાસે અહીં આવશે. ”
ચતુરથી-“જરૂર આવશે?” દશરથલાલ–“હા મહારાજ! જરૂર આવશે.” ચતુરશ્રી “હવે તમે મને મહારાજ શબ્દ વાપરે છેડી દો.”
દશરથલાલ–“જ્યાં સુધી તમારા શરીર ઉપર આ પીળા કપડાં છે ત્યાં સુધી મહારાજ શબ્દ વાપરવો જોઈએ, જ્યારે સંસારી વેશમાં મારા મિત્ર રમણિકલાલને ઘેર આવશે ત્યારે તમે કહેશે તે નામથી તમને બેલાવીશ.”
ચતુરશ્રી–“મારું દરદ આજે પૂરેપૂરું મટી ગયું છે. તમારા જવાબથી મને અનહદ આનંદ થાય છે.”
રમણિકલાલ ઘેરથી નીકળ્યો. જે ર્ડોકટરની સારવાર નીચે સાધ્વી હતી તે ડૉક્ટરને મળ્યો. તે બંને સહાધ્યાયી હતા, રમણિકલાલે સાધ્વીની બધી વાત જણાવી અને કહ્યું કે “હવે તેને ઘેર લઈ જાઉં છું અને
આ પીળાં કપડાં ઉતારી નાખું છું.” ડૉકટર આ સાંભળી હશી કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૨
પ્રકરણ ૩૩ મું.
લાગે “ચાલો હું પણ તમારી સાથે આવું છું, હવે તેને ઘેર લઈ જવી હોય તે સુખેથી ઘેર લઈ જાઓ. ડ્રેસીંગ કરવાની જરૂર નથી.” એમ સલાહ આપી તે બંને સાધ્વીના ઓરડામાં ગયા.
રમણિકલાલ મેં ઠાવકું રાખી સાધ્વીની સામું જોઈ હાથ જોડી મીઠી મશ્કરીમાં બોલ્યા “કેમ છે મહારાજ સાહેબ! શાતા છે ને?”
રમણિકલાલને જોતાં જ સાધ્વીની આંખમાં હર્ષના આંસુ ભરાઈ આવ્યાં. તે જોઈ ડોકટર કહેવા લાગે “રમણિકલાલ તમને વંદના કરવા આવે અને તમે આમ કરે તે સારું કહેવાય ? તમારે હવે ઘેર જવું હોય તે રજા છે. રમણિકલાલ તેડવા માટે આવ્યા છે, તે મારા બાળમિત્ર છે, હવે ઉપાશ્રયમાં જવું છે કે રમણિકલાલના ઘરમાં?”
ચતુરશ્રી આંખો સાફ કરી સ્વસ્થ થઈ જરા હસતા મુખે બોલી “ઉપાશ્રયમાં જઈ ધરાઈ આવી, હવે તે તમારા મિત્ર ઘેર લઈ જાય તે જુને સંબંધ તાજો કરવાને ધારું છું અને તેનું જ ચિત્તવન કરી રહી છું. આખી રાત તેજ ચિત્તવનમાંજ ગાળી છે.”
ડોકટર–“મારા મિત્ર તે કયારના લઈ જવાને તૈયાર છે, પણ તમારી ઈચ્છા જાણવા માગે છે.”
ચતુરથી-“મેં તો મારી ઇચ્છા તેમના મિત્ર દશરથલાલને કયારની જણાવી છે.”
ડોકટરઅત્યારે હવે આ પીળા કપડે કયારે કેરે મુકશે?”
ચતુરશ્રી–“તમારા મિત્ર મુકાવે ત્યારે, પણ તેને બદલે બીજા કપડાં જોઈએ તે હું કયાંથી લાવું?”
ડોકટર “તેની ચિંતા તમે શું કરવા કરે છે? તે ચિંતા તે કપડાં બદલાવનારને હોય.”
રમણિલાલ–“હમણાં ઘેર જઈ કપડાં મોકલાવું છું. સાંજે હું મેટર લઈ તેડવા આવીશ. આપણે સાથે ઘેર જઈશું.” આમ નક્કી કરી ત્યાંથી બંને જણ વિદાય થયા. રમણિકલાલ ઘેર જઇ માણસ સાથે પહેરવા જેટલાં કપડાં હૈસ્પિીટલમાં મોકલી આપ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩૩
wwwnnwunum
ચતુરશ્રીએ સાધ્વીનાં કપડાં ઉતારી સંસારીપણુંનાં કપડાં પહેરી લીધાં અને પાછાં ચતુરાબાઈ બની ગયાં. અને દીક્ષા વખતે
હે ચતુર સદગુણું સુંદરી ! આ ભક્તિ ક્યાંથી આદરી ? વૈરાગ્ય માર્ગ સંચરી સંસાર શું ગઈ વિસરી ? સ્વામીની ભક્તિ સ્વામૌસેવા સ્વામી નિજ સુખ માનવું,
સ્ત્રીને પતિ સાક્ષાત દેવા શાસ્ત્ર વાણી આ ખરી. ” એવી તેમના માટે જે પત્રિકા છપાઈને બહાર પડી હતી તેમાં પ્રકટ કરેલી શીખામણને સ્વીકાર કર્યો.
સાંજે રમણિકલાલ સારી મોટર લઈ હૈપ્પીટલમાં ગયે, ચતુરાબાઈ વરસાદની માફક રાહ જોઈ રહી હતી, રમણિકલાલને દેખી શરમાઈને હશી પડી, જુને સંબંધ તાજો કર્યો, પત્ની તરીકે રમણિકલાલની જેડે મેટરમાં બિરાજમાન થઈ ગઈ અને પેલી સારવાર માટે રહેલી, ગાંધારીવાળી બાઈને સાથે લઈ તેઓ ઘેર ગયાં.
નીચે ઘરના એક હવાવાળા ઓરડામાં ચતુરા માટે પાટીવાળા ખાટલા ઉપર બિછાનું પાથરી દરદીને જોઇતી સઘળી સામગ્રીઓ તૈયાર રાખવામાં આવી હતી. ચતુરાને બારણામાં આવતી દેખી ફઇબા ઘણું ખુશી થયાં. ચતુરા ઘરમાં આવીને તૈયાર રાખેલા ખાટલા ઉપર બેઠી. ફઈબાએ ખુશીના સમાચાર પુછયા. સાથે આવેલાં ગાંધારી ગામવાળાં બાઇ તે ફઇબાને ઓળખીતાં નીકળ્યાં. થોડી વાર પછી ફઇબા પેલી બાઈને લઈ દેરે દર્શન કરાવવા ગયાં કે ચતુરાએ ઘરનું બારણું આવું કરવા રમણિકલાલને સૂચના આપી. રમણિકલાલ વાતને ભેદ સમજ્યો પણ જાણી જોઈ તેણે અજાણતા બતાવી. આ વખતે ચતુરા ટકીઆના ટકણે ખાટલા ઉપર બેઠી હતી. રમણિકલાલ બારણું બંધ કરી તેની પાસે બેઠે અને ચતુરાને હાથ લઈ પિતાના હદય સાથે દબાવ્યો. ચતુરાનું હૃદય ભરાઈ આવ્યું અને રમણિકલાલના ખોળામાં માથું મુકી ચતુરા ખૂબ રડવા લાગી.
રમણિકલાલે કહ્યું “હમણું ફઈબા ને પેલાં દીવાળીબાઈ આવશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પ્રકરણ ૩૩ મું.
ચતુરા–“મને હવે રડીને મારું હૃદય ખાલી કરવા દે, મારી ભૂલો માફ કરે, હું હવે તમારે એક બોલ પણ ઉથાપીશ નહીં. તમારા મંદવાડ વખતે દીક્ષા લઈ તમારી દરકાર ન કરી અને મારા મંદવાડ વખતે તમે મારી ચાકરી કરવા લાગ્યા. આ મારાં પાપ શી રીતે ઘેવાશે અને તમારા ઉપકારને બદલે વળશે ?”
રમણિકલાલ-“ચતુરા! આમ ન કર ! આથી વધારે દુઃખ થાય.”
ચતુરા–“મને રડી લેવા દે, આથી મારું દુ:ખ ઓછું થાય છે. જ્યારથી તમારું નામ સાંભળ્યું છે ત્યારથી મારું દુઃખ મટી ગયું છે. મને રડવા દો, રેકશે નહીં.” એમ આગ્રહ કરી નીચું માથું રાખી રમણિકલાલના ગળામાં બે હાથ ભરાવ્યા. રમણિકલાલની આંખમાં પણ આંસુ ભરાયાં. થોડી વાર થઈ કે ધીમે રહી ચતુરા પિતાનું કમળ મુખ ઉંચું કરી વક્ર નજરે રમણિકલાલની સામું જોવાની તૈયારી કરતી હતી એટલામાં તો રમણિકલાલના અધરની અધીરાઈ ખુટી ગઈ. આવા અધીરા બનેલા અધરથી આવેલી તકનો લાભ લેવાઈ ગયે. ચતુરા રોમાંચ બની અધરરસનું પાન કરી મંદહાસ્યયુક્ત દૃષ્ટિ મેળવી શરમાઈ ગઈ અને બંનેના કપલ સાથે જોડાઈ ગયા કે રમણિકલાલે તેના વાંસા ઉપર મંદમંદ હાથ ફેરવી ધીમે રહી કહ્યું “આવું ગાઢ આલિંગન તે ક્યાં સુધી?”
ચતુરા–“ જ્યાં સુધી મન કહેશે ત્યાં સુધી.”
આમ આનંદ કરે છે એટલામાં બહારનાં કમાડ ખખડ્યાં કે કે ચતુરા છુટી પડી. રમણિકલાલે ઉઠીને કમાડ ઉધાડીને જોયું તો કેઈજ નહોતું, પાછાં બંધ કરી રમણિકલાલ ખાટલા ઉપર આવીને બેઠે ને પુછયું “અત્યારે તારે માટે દુધ કે કાંજી બનાવવાની છે ?”
ચતુરા–“ફઇબા આવીને દુધ બનાવી આપશે, મારે માટે તમે ઘણું જ કાળજી કરે છે. પણ તમે બહુજ જબરા લાગે છે. તમારા જેટલી મને ધીરજ ન રહે. છાની રીતે મિત્રધારાએ ખૂબ મદદ કરી સારવાર કરી, પણ મળવાની ઇન્તજારી બતાવી નહીં. મને ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩૫
પડી એટલે મેં તે તરતજ સંદેશ મોકલ્યો. મારા સંદેશાને જવાબ મને મળતાંજ મારા શરીરમાં પાંચશેર લેહી ચડી ગયું હશે.”
રમણિકલાલ–“તારાં માબાપને સમાચાર આપવાની મરજી છે?"
ચતુરા–“મારે તે તેમનું મેં જેવું નથી. એક દિવસ મા આવી હતી તે ઉલટી સૌને લડી મને રોવરાવી ગઈ.”
રમણિકલાલ–“પણ તે તે કર્મને દેષ ! કોઈ ધારતું હતું કે હું મંદવાડમાંથી બેઠે થઈશ અને આપણે બે આમ ભેગાં થઈશું ? હું તે જાણે બીજા અવતારે આવ્યો અને ફરી વાર પરણ્યો એવું લાગે છે ” એમ કહી ચતુરાને હાથ જરા હાથમાં લઈ ખેંચ્યા કે ચતુરા આવેલી તકનો લાભ લઈ મેળામાં માથું મુકી નિરાંતે છુટથી સુઈ ગઈ. આ જોઈ રમણિકલાલ બોલ્યો “ફઈબા આવશે તો મારાથી કે તારાથી એકદમ ઉઠાશે નહીં અને શરમાવા જેવું થશે. ”
ચતુરા–“એ તો ઉઠાશે, તમારે હાથ ફરવાથી વીજળીની માફક મારામાં શક્તિ આવે છે તે સમજે છે? જુઓ ! પહેલાં મારા હદયના ધબકારા ઘણા મંદ ચાલતા હતા તે હવે બરાબર ચાલે છે” એમ હકીકત કહી રમણિકલાલને હાથ લઈ હદય બતાવવા લાગી. રમણિકલાલ હૃદય ઉપર હાથ મુકી હાથે બાંધેલી રીસ્ટવૅચ તરફ નજર રાખી જરા વાર રાહ જોઈ હશીને બેલ્યો “મને તે હજુ તારું હૃદય જડતું નથી, પાંચ મીનીટથી ઘડીઆળમાં જોઈ રહ્યા છું પણ હૃદય જડયા વિના શી રીતે ધબકારા ગણું?”
- ચતુરા–“હદય તે એકદમ જણાતું હશે કે? તે તો બહુ બારીક તપાસ કરવાથી જડી આવે.”
રમણિકલાલ–“ચતુરા! દીક્ષા લીધા પછી તારી ચતુરાઇમાં અજબ વધારો થયેલો જણાય છે.”
ચતુરા–“મેં તડકા છાંયડા જેયા, દુઃખ પડયું એટલે મારા સુખની કીંમત મને સમજાઈ અને તે સુખ અત્યારે ભેગવી રહી છું
તેથી તમને કદાચ અમર્યાદા ભરેલું લાગેલું હશે; પતિપત્નીના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રકરણ ૩૩ મું.
અમર્યાદા તે મર્યાદા ગણાય છે “પ્રેમ નહીં ત્યાં નેમ છે, નેમ નહીં ત્યાં પ્રેમ” એ વાક્ય યાદ કરે. આ તમારે હાથ મારા હૃદયને સંદેશે તમારા હૃદયને પહોંચાડી રહ્યો છે કે મને મારી ભૂલોનો કેટલે બધે પશ્ચાતાપ થાય છે. આખી જીંદગીભર તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી રહેવાને બંધાઉં છું. તમારા આત્માને પ્રસન્ન રાખવા અને તમારી આજ્ઞા પાળવા મેં મારા જીવ સાથે પ્રતિજ્ઞા કરી છે. આ મારા હદયને સંદેશે તમારા હૃદયને પહોંચાડવા જે મને અત્યારે તક મળી. છે તેથી મારી જાતને ભાગ્યશાળી માનું છું અને તેને લાભ લઈ રહી છું.”
આ પ્રમાણે ચતુરા રમણિકલાલ આગળ પિતાનું હૃદય ખાલી. કરી રહી છે એટલામાં ફઈબા બોલતાં બેલતાં બહારથી આવતાં સંભબાયાં કે તરતજ ચતુરાએ માથું ઉંચું કર્યું કે રમણિકલાલે પોતાને પગ ઉઠાવી લઈ એસીકુ મુકી દીધું અને જોડે બેસી રહે. ફઈબા બારણું ઉઘાડી અંદર આવ્યાં અને બોલ્યાં “ભાઈ રમણિકલાલ! મને જરા વાર થઈ, દીવાળીબાઇને મોટા દેરે દર્શન કરાવ્યાં. ચતુરા માટે દુધ કરવું છે કે સાબુખાની કાંજી?”
રમણિકલાલ-“અત્યારે દુધ આપવામાં આવે છે માટે શેર દુધ તૈયાર કરે. હવે મરચું અને તેલ શીવાય બધું ખાવાની છુટ આપી છે.”
ચતુરા–“ફઈબા! હવે તે મારામાં શક્તિ આવી છે” એમ કહી. ચતુરા ખાટલામાંથી ઉભી થઈ રસેડામાં ગઈ અને કહેવા લાગી “તમે રહેવા દો, હું મારા હાથે દુધ બનાવીશ.”
ફઈબા–“ચતુરા ! તું તે બધું ભૂલી ગઈ હઈશ. તમે સાધ્વીએ. તે તૈયાર રઈ ઉપર ધર્મલાભ દઈ હાજર થવાવાળાં રહ્યાં.”
ચતુરા–“હું તે સાધ્વી થઈને પસ્તાઈ. પુછો આ દીવાળીકાકીને. બંધ વાંક મારી માને અને કંચનશ્રી સાધ્વીને છે. તેમણે મને ખરાબ કરી. સાધ્વીએ પોતાની ચેલીઓને શું દુઃખ આપે છે !! હું તે જોઈને ત્રાસ પામી ગઈ. મેં જે છ માસ કાઢયા છે તેવા દુશ્મનને પણ ન
આવજે. મારું નસીબ એટલું સારું કે હૈસ્પીટલમાં મેળાપ થયો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
કનકનગરની હોસ્પીટલ-દરદી પતિ પત્નીને મેળાપ. ૩૩૭
ફઈબા–“હશે જે બન્યું તે ખરું પણ હવે મારા રમણિકલાલની સારી ચાકરી કરજો અને તેના શરીરની સંભાળ રાખજે. ભાઇને સ્વભાવ તો એવો સારે છે કે મરતાને મેર કહે નહીં. ભાઈ નેકરી ઉપર ચડે એટલે તમે સાથે જાઓ. સુખી રહે અને એકના અનેક થાઓ.”
ફઈબાએ દુધ તૈયાર કરી ચતુરાને તથા રમણિકલાલને આપ્યું. રસોડું મોટું હોવાથી બધાં અંદર બેઠાં અને સાધુ સાધ્વીની વાતો કરતાં કરતાં ગાંધારીવાળા શશીકાંતની વાત નીકળી.
દીવાળીબાઈ કહેવા લાગી “શશીકાંતની દીક્ષામાં તે મોટો ગજબ થયો છે. તેની બેરી પ્રભાવતીને તે ફાંસો ખાઈને મરવાનો વખત આવ્યો છે. શું વાત કરીએ ? શશીકાંતને દીક્ષા આપે ચાર માસ થયા, તે પહેલાં શશીકાંતને ૬ માસથી ચોથા વ્રતની બાધા હતી. હાલમાં તેની સ્ત્રી પ્રભાવતીને સારો દિવસ છે, પાંચ માસ થયા છે. લોકે તે ભાત ભાતની વાતો કરે છે, રાંડ છીનાળ હતી, વંઠી ગયેલી હતી, શી ખબર તે બાપડીની શી દશા થશે ?”
ફઈબા–“વાત મળી, તમારા ગાંધારી ગામના શશીકાંતને અમારા માલીકા ગામમાં છુપી દીક્ષા આપવામાં આવી હતી, પણ ત્યાં તે એવી વાત થતી હતી કે તે છોકરો ખરાબ છે. બાધાઓ લઈને ભાગે છે અને મહારાજ પાસે આલવણ લે છે. બાઈ તે બહુ સારી છે.”
દીવાળીબાઈ–“તમે કહો છો તેમજ હશે. બાઈમાં જરા પણ એવું અપલક્ષણ નથી. ભાઈએ બાધાએ લઈ તોડી હોય અને બાઈને માથે આવું કલંક લગાડતો હોય તો કોને ખબર? સાધુઓ અને સાવીએને દહાડો ઉઠયો છે. લોકોનાં ઘર ભાગે છે, કંચનશ્રી પિતાની ચેલીએને ઘણું દુઃખ આપે છે. જેયું જતું નથી. આ ચતુરાના નસીબે તે ઉત્તમશ્રી અને ચંદન શ્રી ચાકરી કરનાર મળી ગયાં એટલે ગાંધારીમાં રહી શકયાં. વળી તેમનું નસીબ ખીલવાનું હશે તેથી તેમને મસા થયા અને દવાખાનામાં લાવ્યા અને અચાનક મેળાપ થયો. નસીબની ગતિ કઈ કળી શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રકરણ ૩૪ મું.
પ્રકરણ ૩૪ મું.
રસિલાલ ઉપર ચારીને આપ. સરિતા ગુમ થયાને ભેદ,
(હરિગીત) આકાશ નિર્મળ સ્વચ્છ જ્યાં નવ અબ્ર એક જણાય છે, ઘડી એકમાં વાદળ છવાઈ વૃષ્ટિ મટી થાય છે, દુનિયા તણા આ રંગ એવા પળ પળે પલટાય છે, કુદરત તણું કૃતિ એવી છે કે કોઈથી ન કળાય છે–લેખક. “માલતી ! જરા ઉપર આવ ને !”
કેમ શું કામ છે?”
“લે આજે એક પત્ર અપરિચિત મિત્રને આવ્યું છે તે સાથે એક દિલ એકાવનારી જુબાનીની નકલ આવી છે, વાંચ” એમ કહી રસિકલાલે આવેલો પત્ર માલતીના હાથમાં મુક્યો. કાગળ હાથમાં લઈ માલતી વાંચવા લાગી
શાકમારકેટ પાસે–કનકનગર.
અષાડ વદ ૧૧ ભાઈશ્રી રસિકલાલ સુંદરલાલ,
પરિચય વગર પત્ર લખવાને પ્રસંગ પ્રાપ્ત થયો છે. હું આપને નામથી ઓળખું છું અને કદાચ આપ પણ મને નામથી ઓળખતા હશે એમ હાલ ચાલતા દીક્ષાના પ્રકરણ ઉપરથી કહી શકું છું. હોસ્પીટલમાં એક વીરબાળા નામની બાઈ અર્ધદગ્ધ જેવી સ્થિતિમાં આવેલી તે ગઈ કાલે હોસ્પીટલમાં મરી ગયેલી. મરતી વખતની તેની જુબાની આપની સાથે સંબંધ ધરાવતી હેવાથી તેમજ સરિતાને ઉલ્લેખ પણ તેમાં કરેલ હોવાથી તેની નકલ આ સાથે બીડું છું તે હું ધારું છું કે આપને ઘણું ઉપયોગી થઈ પડશે. પત્ર લખે તે ઉપરના સરનામે લખશે.
લી. આપનો,
રમણિકલાલ કરસનલાલ નાણાવટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
રસિકલાલ પર ચેરીને આરોપ. ૩૩૯ ~ ~
~ ઉપર પ્રમાણે પત્ર વાંચી વીરબાળાની મરણ વખતની જુબાની વાંચવા લાગી. વાંચતા વાંચતાં આંખ અને કપાળ ઉપર ક્રોધ અને દિલગીરીની છાયા પડવા લાગી. “હવે તો આપણે કમર કસવી પડશે.” એમ કહી માલતીએ કાગળ ટેબલ ઉપર મુકો.
રસિકલાલ–“આ પત્ર લખનાર રમણિકલાલને ઓળખ્યા ?” માલતી–“ના.”
રસિકલાલ–“પેલી ચતુરથી સાધ્વીના પતિ, જેમણે તેમના સસરા ઉપર કટાક્ષમાં સંમતિપત્ર લખીને મોકલ્યા હતા તે. ”
માલતી–“હા હા! હવે યાદ આવ્યા. પેલી પત્રિકાવાળી ચતુરાના ધણી એમ કહાને. પણ આ પત્ર માટે તેમને ધન્યવાદ ઘટે છે. આપણને વખતસર અમુલ્ય સૂચના આપી છે. વીરબાળા અષાડ વદ ૧૦ ના રોજ દેવગત થઇ અને વદ ૧૧ ના રોજ પત્ર લખ્યો તે આજે વદ ૧૪ ના રોજ મળે. વદ ૧૨ ના રોજ મળો જોઈતો હતા. ટપાલમાં બે દિવસ લેટ થયું હોય એમ લાગે છે.” - રસિકલાલે કવર ઉપર પડેલી છાપ જોઈ કહ્યું “હા એમ લાગે છે, તારી શંકા ખરી છે. મેડો પણ મળ્યું તે ઠીક થયું. ખરેખર આ પત્ર લખી તેમણે આપણા ઉપર ઉપકાર કર્યો છે. વીરબાળાની જુબાનીમાં ત્રણ મુદ્દા છે, એક તે વીરબાળાને આપઘાત, બીજે મુદ્દે આપણે ત્યાં વીરબાળાએ મુકેલા દાગીના અને ત્રીજે મુદ્દા સરિતા ગુમ થયાની ચંકાવનારી હકીકત.”
માલતી—“વીરબાળાના દાગીના તે કેરટમાં છે તેનું કેમ ?”
રસિકલાલ તેની હરકત નથી. જે ચાકર અને દાગીના પકડાયા ન હોત તો હરકત આવત. દાગીનાની ચેરી જેવી ચાકરે કરી તેવી આપણે પિલીસમાં ફરીઆદ આપી છે. ચોર અને મુદ્દા પકડાયા, મુદ્દા કેરટમાં છે, આપણુ પાસે વીરબાળાના હાથની યાદી તથા તેની સહી છે એટલે તેની જરાપણ ચિંતા નથી. પણ મને તો મેટી ચિંતા સરિતા ગુમ થયાની થઇ પડી છે, તેની શી દશા હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૦
પ્રકરણ ૩૪ મું.
પાછી ઘેર આવી છે કે શી રીતે તેને તપાસ થવો જોઈએ. ચંદ્રકુમારને પુછવાથી સમજાશે. આજે બપોરે હું ચંદ્રકુમારની ઓફિસમાં જઈ તેમની સલાહ મેળવી પોલીસ ઈન્સ્પેકટરને બોલાવી તેમની સલાહ લઈ તે જેમ કહેશે તે પ્રમાણે તજવીજ કરીશું.”
એ પ્રમાણે વાતચીત થયા પછી બપોરે કાગળો લઈ રસિકલાલ ચંદ્રિકુમારની ઍફીસમાં ગયે, વીરબાળાના હાથની લખેલી યાદી પણ માથે રાખી. ચંદ્રકુમારને કાગળ વંચાવ્યા. તે વાંચી આશ્ચર્યચકિત થયો. સરિતાની હકીકત જાણું તેને રોષ વ્યાપી ગયો.
ચંદ્રકુમાર–“ચાલો રસિકલાલ! મેનેજર પાસે જઈએ અને તેમને તમામ હકીકત જણાવી તેમની સલાહ લઇએ.” એમ કહી બંને મેનેજર પાસે ગયા. વાતની શરૂઆત કરી વીરબાળાની જુબાની વાંચી. સંભળાવી. તે સાંભળી મેનેજર ઘણો ગુસ્સે થયે અને તરતજ ટેલીફેન હાથમાં લીધે.
“હેલે. મીસ્ટર મેકફરસન છે કે?” “હા. શું કામ છે ?'
ખાનગી કામ છે, ફેન ઉપર મોકલે.” “કોણ?' “હું મેનેજર. તમે કેણુ?” મૈકફરસન, શું કામ છે ?”
જલ્દી આવો. તમારા માટે તાજા સમાચાર, કાલે તમે મને જે ગુપ્ત વાત કરી હતી તેનો ભેદ આજે પ્રકટ થાય છે.”
આવું છું.”
બહુ સારું, તમારી રાહ જોઈ બે છું. સાહેબજી.” એમ ટેલીફેન કરી મેનેજરે પોલીસ ઈન્સ્પેકટરને મળવા બોલાવ્યો.
ચંદ્રકુમાર–અમારી પણ એજ ઈચ્છા હતી.”
મેનેજર–“ આવાં પરે૫કારના કામમાં હમેશાં આત્મબળ કામ કરે છે તે તમે નથી જાણતા ? આમાંથી તે મેટો કેસ થશે. ત્યાંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
રસિકલાલ ઉપર ચોરીને આરેપ.
૩૪૧
૩૪૧
પિોલીસે કાગળો બનાવવા માંડયા છે, મામલો ગંભીર થશે. પણ રસિકલાલ ! પેલા દાગીના તમારી પાસે છે ને?”
રસિકલાલ–“તે દાગીના તે વીરબાળા મારી પાસે મુકી ગયેલી, મેં તીજોરીમાં મુકેલા પણ એક દિવસે મેં તીજોરી ઉઘાડેલી તે વખતે તે ડબ્બી હું બહાર ભૂલી ગયો. નોકરના જોવામાં આવી અને છાની રીતે ઉપાડી નાસી ગયે. બે ત્રણ દિવસે તીજોરી ઉઘાડતાં અમને ખબર પડી. પોલીસમાં મેં ફરીઆદ અરજી આપી. તપાસ કરતાં તે દાગીના એક ચોકસીને ત્યાં વેચાયેલા તે પોલીસે પકડયા, નેકર હજુ જેલમાં છે અને દાગીના યાદીમાં લખ્યા પ્રમાણે પોલીસના તાબે છે. કેસની મુદત પડેલી છે.”
મેનેજર–“તે દાગીનાની યાદી તે વીરબાળાના હાથની તમારી પાસે છેને?”
રસિકલાલ–“હા, તે મારી પાસે છે. તેની નકલ ઉતારીને મેં અરજી સાથે આપેલી છે.”
મેનેજર–“ ત્યારે તે કાંઈ હરકત જેવું નથી.”
આમ વાત કરતા હતા એટલામાં પોલીસ ઇન્સ્પેકટર ત્યાં આવી પહેઓ અને કહેવા લાગે “કેમ શા તાજા સમાચાર છે?”
રસિકલાલે મેંઢથી કેટલીક વાત કહી સંભળાવી પેલો જુબાનીને કાગળ તેમના હાથમાં મુકો. પોલીસ ઇન્સ્પેક્ટર થોડીક લીટીઓ વાંચી કહેવા લાગ્યો “મને ટેલીફેનમાં આ વાત જણાવી હેત તો કાગળ બધા લેતો આવત. આજેજ મારા ઉપર આ સંબંધી કનકનગરની પોલીસનું લખાણ છે તેમાં વીરબાળાની જુબાનીની નકલ આવી છે. વળી પેલા ઉદયચંદ શેઠે એક ફરીઆદ આ રસિકલાલ ઉપર કરી છે જેના સંબંધી તમને ગઈ કાલે વાત કરી છે તે પણ સાથે લેતો આવત”
રસિકલાલ--“મારા ઉપર ફરીઆદ શાની?”
ઈસ્પેકટર–“મારી ઑફિસમાં તમે બને આવો, ફરીઆદ અરજી વાંચી જુઓ, વીરબાળાની જુબાની તમારા ઉપયોગની છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪ર
પ્રકરણ ૩૪ મું. w
મેનેજર---“તે વાત મને પસંદ પડી. માટે તમે બને ત્યાં જાઓ. વધુ પિકળ બહાર લાવી પોલીસને મદદ કરી બદમાસને શિક્ષા કરો.”
તેઓ તરતજ ત્યાંથી ઉઠીને પિલીસ કચેરીમાં ગયા. ઇસ્પેકટરે પિોલીસ ઉપર આવેલા મુદ્દાના કાગળો રસિકલાલને વાંચવા આપ્યા. તેમાં તે મેનકા, પ્રાણલાલબાબુ, જયંતીલાલ, સરિતા અને બસંતી લાલના તાંત્રિક તપાસ કરવા તથા રસિકલાલ પાસે દાગીના છે તેને કબજો મેળવવા ખાસ સૂચના કરેલી હતી. તે પછી રસિકલાલ પોતાના ઉપર થયેલી ફરીઆદ અરજી વાંચવા લાગ્યો. મે. રા. પોલીસ ઇન્સ્પેકટર સાહેબ!
મારે ત્યાં ચોરી થયાની ફરીઆદ આપને પ્રથમ આપેલી છે, તે સંબંધી. તપાસ કરતાં મને ખાત્રી થઈ છે કે તે ચોરી રસિકલાલ સુંદરલાલે કરેલી. જાય છે કારણકે તેમને ત્યાં તેમના નોકરે દાગીનાની ડબ્બીની ચોરી કરેલી તે બાબત તેમણે ફરીઆદ કરેલી અને દાગીના એક ચોકશીને ઘેરથી પકડાચેલા તે આપના તાબામાં લીધેલા છે અને તેને કેસ થયેલે છે એમ મારા જાણવામાં આવ્યું છે. ચોકશીને ત્યાં દાગીનાની હકીક્ત, વજન, તથા મુદ્દો વગેરે મેળવી જોતાં મારી યાદીમાં લખ્યા પ્રમાણે મળી રહે છે. માટે મારા દાગીના રસિકલાલને ત્યાં ક્યાંથી આવે તેને આપ વિચાર કરશો. તેથી મને લાગે છે કે તેમણે ચોરી કરેલી હોવી જોઈએ માટે તેમને પકડી તપાસ કરવો જોઈએ. લકાપુરી અષાડ વદ ૧૨
લી. ઉદયચંદ કરમચંદની સહી દા. પતે. ઉપર પ્રમાણે અરજી રસિકલાલ વાંચી રહ્યા કે ઈન્સ્પેકટરે કહ્યું “આ વાત મેં મેનેજરને કરી હતી પણ આજે ત્યાંની પોલીસના આવેલા કાગળો અને વીરબાળાની જુબાની તેના ઉપર ઘણુંજ અજવાળું પાડે છે. તમારી પાસે ખુદ બાઈના હાથની જ યાદી છે?”
રસિકલાલ-ખુદ બાઈના હાથનીજ છે, તેની નકલ મેં મારી ફરીઆદ અરજી સાથે જ આપેલી છે. તેનો ધણું તેના ઉપર ત્રાસ વર્તાવતે, સદેરીઓ હતા, પિસા ગુમાવી બેઠે હતો, તેથી નરીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
રસિકલાલ ઉપર ચેરીને આરોપ.
૩૪૩
દાગીના પણ પડાવી લીધેલા, દાગીના પાછા મળવાથી તે બિચારી મારી પાસે આવીને સાચવવા મુકી ગઈ અને તે દાગીનાની ડમ્મી અમારી ગફલતથી તીજોરી બહાર રહી ગઇ અને ચાકર ચેરી ગયો. મેં ફરીઆદ કરી, દાગીના ચેકશીને ત્યાંથી પકડાયેલા છે તે તમારી ઓફીસમાં છે અને કેસની મુદત પડી છે.”
આ પ્રમાણે સવિસ્તર હકીકત સાંભળી ઈન્સ્પેકટરે રસિકલાલની ચેરીના કેસના કાગળો કાઠી વીરબાળાની યાદીની નકલ વાંચી કહ્યું
ઉદયચંદે તમારા ઉપર ચોરીને આરોપ મુક્યો છે તો તેને ખોટો પાડવા વીરબાળાના હાથની યાદી અને તેની પુષ્ટિમાં વીરબાળાની જુબાની બસ છે.” એમ અભિપ્રાય જણાવી શંકા પડવાથી વિચારમાં પડયો.
ચંદ્રકુમાર–“કેમ ઉંડા વિચારમાં પડયા ?”
“વિચારમાં પડવા જેવું છે” એમ કહી બેલ વગાડી કારકુનને બોલાવ્યો અને ઉદયચંદની ચોરીની મૂળ ફરીઆદ તથા રસિકલાલને ત્યાં દાગીનાની ડબ્બીની થયેલી ચોરીની ફરીઆદ તથા ચેકશીને ત્યાંથી મળી આવેલા દાગીના તથા કાગળો મંગાવ્યા. કારકુન તે કાગળો અને દાગીના લઈને આવ્યો. ઉદયચંદે લખાવેલું દાગીનાનું લીસ્ટ કાઢયું તેમાં પણ આઠ બંગડીઓ, એક ગળાને નેકલેસ, બે નક્કર કડાં, ચાર દોરા, અને એક લકેટ વાંચવામાં આવ્યાં. વીરબાળાની યાદીમાં પણ તેજ દાગીના બતાવ્યા હતા અને તે સાથે વજન પણ મેળવતાં મળી રહ્યું.
આ ઉપરથી ઈન્સ્પેકટરને શંકા થઈ કે જરૂર આ ચોરી કરનાર વીરબાળાને ધણું હે જોઈએ એમ આ કાગળ ઉપરથી જણાઈ આવે છે. વીરબાળાના ધણીને વધુ તપાસ કરવા માટે હું કનકનગર સવિસ્તર હકીકત લખું છું. ત્યાંથી વધુ પૂરાવો આવેથી તમારા ઉપર મુકાયેલા આરોપના ખેટાપણું ઉપર વધુ અજવાળું પડશે. મારી ઇચ્છા એવી છે કે તમે વકીલની સલાહ લઈ તેના ઉપર બદનક્ષીની ફરીઆદ માંડે અને આબરૂની નુકસાનીને દાવો પણ દાખલ કરે. સાધુઓના ઝગડાની ઇર્ષાથી ખોટા આરોપ મુક્યા છે વગેરે બનેલી હકીકત જણાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રકરણ ૩૪ મું.
તમારા બચાવ માટે પૂરતા પૂરાવા છે. તેવા બદમાસેને જેલમાં મોકલવા જોઈએ. તમારા જેવા કેળવાયેલા અને શ્રીમંત સંભાવિત ગૃહસ્થ ઉપર ચેરીને આરોપ મુકે તેને અર્થ શું? તેવા લોકોને તે શિક્ષા થવી જ જોઈએ.”
આ પછી સરિતાની વાત નીકળી. ઈન્સ્પેકટરને ઉપરની હકીકતથી તે ગુસ્સો થયું હતું તેમાં સરિતાની હકીકત સાંભળી કે તે વધારે ગુસ્સે થયો અને જણાવ્યું, “હું છુપી પોલીસ દ્વારા કામ લઉં છું. હું તમને મદદમાં એક પિલીસને માણસ આપું છું. જ્યાં જ્યાં તપાસ કરવો હોય ત્યાં કરે. પોલીસનો માણસ જોડે હોવાથી તમને બીજા
સ્થળોએ પોલીસ મદદ કરશે. પેલી મેનકા, જયંતીલાલ, પ્રાણલાલ વિગેરે માટે ત્યાંની પોલીસને તપાસ ચાલુ છે. તેમની સૂચના પ્રમાણે અમે પણ અમારા જીલ્લામાં ખબર આપી દીધી છે. તમે લકે જે અમને આ પ્રમાણે મદદ કરે તે હમણાં એવા ગુન્હેગારોને જેલમાં પધરાવી દઈએ. પેપરમાં તમારા લોકેની હકીકત વંચાવી સાંભળું છું. કનકનગરની દીક્ષાના ભવાડા સાંભળ્યા. તમે પણ સભા ભરી ઠીક ઠરાવ કર્યા. જ્યારે એ પ્રમાણે સામા પડશે ત્યારે એવા સાધુઓ અને તેમના ઠગ ભક્તો સીધા થશે.”
આ પ્રમાણે વાત કરી ત્યાંથી બંને મિત્રો નીકળ્યા. ચંદ્રકુમાર પિતાની ઍફીસમાં ગયો અને રસિકલાલ પિતાને ઘેર ગયો. ઘેર જઈ સઘળી હકીકત માલતીને કહી.
માલતી–“આજે આપણે વાળુ કરી સાંજે ચંદ્રકુમારને લઈ અશ્વિનીકુમારને ત્યાં જઈએ, અને તેમની સલાહ બેસે તો પેલા બદમાસ ઉદયચંદ ઉપર બદનક્ષીની ફરીઆદ માંડીએ, અને સરિતા માટે શું પગલાં ભરવાં તેની ગોઠવણ કરીએ. મારો તો મીજાજ ખસી ગયો છે.”
રસિકલાલ–“મારો પણ એજ વિચાર છે.”
આમ સલાહ મેળવી બંને વાળુ કરી સાંજે મેટરમાં ચંદ્રકુમારને ત્યાં ગયાં. અરધો કલાક વાતચીત કરી ત્યાંથી ચંદ્રિકુમાર અને સરલાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
સિતા ગુમ થયાના ભેદ.
સાથે લઇ અશ્વિનીકુમારને ત્યાં ગયાં. વરસાદ ઉધડી ગયેલા હેાવાથી અશ્વિનીકુમાર અને મહાશ્વેતા અગાશીમાં બેઠાં બેઠાં છાપાં વાંચતાં હતાં. તેમને દેખી બંને જણે હર્ષ ભેર આવકાર આપી પુછ્યું “ ક્યાંથી અત્યારે બંને મિત્રા સજોડે પધાર્યાં છે ?”
૩૪૫
“આજે તે! અમે ધગુાજ અગત્યના કામે અહીં આવ્યાં છીએ” એમ કહી માલતીએ વાત છેડી. રસિકલાલે અથથી ઇતિ સુધી બધી વાત કરી કાગળા વંચાવ્યા. મહાશ્વેતાના પણ મિજાજ ગયે। અને અશ્વિનીકુમાર અભિપ્રાય આપે તે પહેલાં મહાશ્વેતા એટલી ઉઠી “ચારીને આરેાપ મુકનાર ઉદયચંદ ઉપર ફોજદારી અને દીવાની એ ક્રીઆદો કાલેજ દાખલ કરેા અને લડે, ઉલટા ચાર કાટવાળને કહે તે કેમ ખમાય ?” હું પણ એજ નિશ્ચય ઉપર આવ્યા છુ ” એમ અભિપ્રાય આપી અશ્વિનીકુમાર દીવાનખાનામાં જઇ વકીલાતપત્રનાં એ ફૅાર્મ લાવી કહ્યું “ ભાઈ રસિકલાલ ! તમે બંનેમાં સહી કરે. હું મારે કેસ લડીશ. આપણી પાસે સબળ પૂરાવા છે, એ ટાળીને સપડાવ્યા વિના છુટકા નથી. ધરમચંદ તા નરમ પડયા. હવે આવવા દે। આ ઉદયચને.”
"C
મહાશ્વેતા——ચાલેા એ કામ પટયું, હવે સરતા સંબંધી શું કરવું ?” માલતી—“મારી ઇચ્છા એવી છે કે આપણે ભગિનીસમાજ ભરવા અને આપણે કનકનગરમાં જૈનપરિષદ્ વખતે લેાકમત કેળવવા જેવી હીલચાલ કરી હતી, તેવી આપણે અત્રે કરીએ.
99
અશ્વિનીકુમાર—એમ ઉતાવળ કરશેા નહીં, પ્રથમ સરિતાને તપાસ કરવા દે. ચદ્રકુમાર અને સરલા બેનને સરિતાના મામાને ત્યાં બક્ષીપુર ગામે મેાકલા. તે વિના કયા રસ્તે જવું તેની સમજણ પડશે નહીં. પેાલીસ ઇન્સ્પેક્ટરે પોલીસની પણ મદદ આપી છે એટલે તપાસ કરવા ફાવી શકશે. પણ ચદ્રકુમાર ! તમારા પિતાશ્રીના આ સંબંધી કાંઈ પત્રજ નથી ? ”
ચંદ્રકુમાર—“ મારા ઉપર પત્ર તેા હતા પણ તેમાં સરિતા
99
સંબંધી કાંઇ ઉલ્લેખજ કરેલા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પ્રકરણ ૩૪ મું.
અશ્વિનીકુમાર–“તમે બંને જરૂર તમારા પિતાશ્રીને મળી બક્ષીપુર જઈ બરાબર તપાસ કરી આવો. મારી ઇચ્છા એવી છે કે ચાર પાંચ દિવસની રજા લઈ ત્યાં ઉપડે.”
એ રીતે સલાહ મેળવી નિશ્ચય ઉપર આવી ટેબલ ઉપર આ-- વેલી ચાને ઇનસાફ આપી ત્યાંથી નીકળી તેઓ ચંદ્રકુમારને ત્યાં ગયાં અને ત્યાંથી કલ્યાણને સાથે લઈ રસિકલાલ અને માલતી પિતાને ઘેર આવ્યાં. મેનેજરની રજા મેળવી બીજા દિવસે સવારે ચંદ્રકુમાર અને સરલા પોલીસને માણસ સાથે રાખી ટ્રેનમાં અમરાપુર ગયાં. ત્યાં જઈ ચંદ્રકુમારે તમામ હકીકત તેમના પિતા અવંતીલાલને કહી સંભળાવી.
અવંતીલાલ–“મેં અત્રેથી તેના મામાને ત્રણ ચાર કાગળે લખ્યા પણ જવાબ જ નથી.”
ચંદ્રકુમાર–“ ત્યારે અમે કાલે બક્ષીપુર જઈ આવીએ ?”
અવંતીલાલ “ જવાની જરૂર જેવું છે, મને ફકર થાય છે.. કાલે જઈ આવો.”
એમ નિશ્ચય કરી બીજા દિવસે સવારે ૧૦ વાગે જમીને ચંદ્રકુમાર અને સરલા, પિોલીસને માણસ અને નેકર સાથે રાખી મોટરમાં બક્ષીપુર ગયાં. બપોરે ત્યાં પહોંચ્યાં. પુછતાં પુછતાં સરિતાના મામા કેસરીમલના ઘર આગળ જઈ ચંદ્રકુમારે પુછ્યું “કેસરીયલનું ઘર આને ?”
તે સાંભળી અંદર બેઠેલી તેની વિધવા બેન નવલકુંવરે તરતજ જવાબ આપે, “હા તેમનું ઘર આ, પણ તે તે બહારગામ ગયા છે. આ અંદર, હું તેમની બેન છું. શું કામ છે?” એમ એળખાણ આપી શેત્રુંજી પાથરી. તે બધાં અંદર જઈ બેઠાં. નવલકુંવરે પાણી લાવી આપી પુછયું “કેમ તમારે ક્યાં રહેવું ?” ચંદ્રકુમારે જવાબ આપ્યો “અમારે અમરાપુર રહેવું, અને તે તમારી ભાણું સરિતાને તપાસ કરવા આવ્યા છીએ. તેની મા મરી ગયા પછી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
સરિતા ગુમ થયાને ભેદ.
૩૪૭
annum અમારે ત્યાં અમરાપુરમાં રહેતી હતી તે તમે જાણે છે. માના મરણ વખતે કાણે બેસવા પણ તમે તથા તમારા ભાઈ કેસરીમલ આવ્યા હતા. તે પછી સરિતા તમારે ત્યાં છોકરા છોકરીનાં લગ્ન વખતે આવેલી. તે પાછી અમરાપુર આવીજ નથી. માટે અમે જાતે ખબર કરવા આવ્યાં છીએ.”
આ સાંભળી નવલકુંવર આંસુ લાવી કહેવા લાગી “ભાઈ તમને શું કહું ? સરિતાને એક બાઇ તથા ત્રણ ચાર એળખીતાની સેબત સાથે કુંદન ગામે જાત્રાને મેળે જેવા મોકલી હતી ત્યાંથી કેઈ ઉપાડી ગયું છે. હજુ સુધી પત્તો લાગતું નથી. તેના મામા ગામે ગામ રખડે છે.”
ચંદ્રકુમાર–“શું કહે છે? અમને કાગળ તો લખવો હતો ?”
નવલકુંવર–“અમારા મનથી હમણાં જડશે, હમણાં જડશે, એમ કરતાં કરતાં બે ત્રણ મહીના થઈ ગયા. આવા માઠા સમાચાર તમને શું જણાવીએ?” એમ કહી નવલકુવર ખૂબ રેવા લાગી. સરલાની આંખમાં પણ ઝળઝળી ભરાયાં.
ચંદ્રકુમાર “તમે અમને આગળથી ખબર આપી હોત તે પોલીસને ખબર આપત અને તપાસ થાત.”
| નવલકુંવર–“અમને ગરીબ માણસને સરકારી કામની શી ખબર પડે? મારા ભાઈ કયા ગામ ગયા છે તેની પણ અમને માલમ નથી. ઘેરે હું એકલી છું. છોકરાં પણ મોસાળમાં છે. અમરાપુરથી કાગળ આવેલા પણ કોની પાસે જવાબ લખાવું ?” :
ચંદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે અહીં બેસવાથી વધુ માહીતી મળે તેમ નથી અને કાંઈ ભેદ જેવું જણાય છે, તેથી ત્યાંથી તેઓ રજ લઈને ઉઠયાં.
પ્રથમ તો તેમણે વીશી શેલી કાઢી જમી લીધું. પછી એક ઓરડામાં ચંદ્રકુમાર અને સરલા ખાટલા પર બેઠાં. બાજુની બારીમાંથી લીંબડાની ધટામાં ગળાઈને ઠંડે પવન આવતું હતું. વરસાદ ઉડી ગયા હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
તેથી વધુ માત્રામાં વિચારવા લ
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પ્રકરણ ૨૪ મું.
વીશીવાળે અને તેની સ્ત્રી કામમાંથી પરવારી રહ્યાં એટલે તેમની પાસે આવી બેઠાં. ઠંડુ પાણું લાવીને પાયું. થોડી વાત ચીત ચાલ્યા પછી ચંદ્રકુમારે વીશીવાળાને પુછ્યું “ભાઈ! તમે પેલા કેસરીમલને ઓળખે છે ?”
વીશીવાળી પેલે શ્રાવક વાણુંઓ છે તે ને ? ઘરમાં એક નવલકુંવર નામની વિધવા બેન છે.”
ચંદ્રકુમાર “હા તેજ. તે અહીં શું ધંધે કરે છે? તેની આબરૂ કેવી છે ?”
વીશીવાળાએ આગળ પાછળ નજર કરી જવાબ આપ્યો છેડીઓના પૈસા ખાય છે, પેલી નવલકુંવરને પાંચ હજાર રૂપીઆ લઈ એક ઘરડાને પરણાવી હતી, બીજા વર્ષે રાંડી. એ તે એવું કામ કરતો આવ્યો છે, કસાઈથી ભૂંડે પણ છે.”
ચંદ્રકુમાર–“તેને છોકરાં છે કે?”
વીશીવાળો–“એક છેડકરે છે, ગયા વૈશાખ માસમાં સાટામાં છડી આપી છેડી અને છોકરાને પરણાવ્યાં. બેરી મરી ગઈ છે.'
ચંદ્રકુમાર–“એ લગ્ન વખતે કાંઈ બનાવ બન્યો હતે?”
વીશીવાળા “લગ્ન વખતે કાંઈ બનાવ બન્યો નહોતો પણ તે પછી તેમને ત્યાં ભાણું આવી હતી તેને પતે લાગતું નથી. એ તો એમ કહે છે કે “કેઈ ઉપાડી ગયું.” પણ એ વાત અમારા માનવામાં આવતી નથી.”
ચંદ્રકુમાર–“તમારું શું માનવું છે?”
વિશીવાળો–“જુઓ કોઇને કહેશે નહીં. પેલા તમારા પીળાં લુગડાં પહેરી સાધુ અને સાધવણે આવે છે તેમને ચેલા અને ચેલીઓ જોઈએ છે. તેમને બીજું કોણ આપે? કસાઈ જેવો હોય તે આપે. માટે અમને વહેમ પડે છે કે તે છોડીને એવી રીતે પૈસા લઇને ચેલી કરવા આપેલી હશે. તમારે જે મૂળ શોધવું હોય તો એક શ્રાવક
છે તે બધું જાણે છે તેને બોલાવું, તમે ચારે અહીં વીશીની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
સિરતા ગુમ થયાનેા ભેદ.
૩૪૯
"
બેસો, અમે બાજુના એરપમાં ખેશી વાતેા કરીશું તે તમને આ જાળીમાંથી સભળાશે. તમારા જેવા આગળ તે વાત નહીં કરે. ચદ્રકુમાર –“ ત્યારે તમે તેને મેલાવી લાવે તા ડીક પડે.”
વીશીવાળા તેને તેડવા ગયા, ચારે જણુ એરા બંધ કરીને બેઠાં. ઘેાડી વારે તે તેને તેડીને આવ્યા. વીશીવાળાએ ચા મુકી અને તે અને એચ ઉપર એશી વાતા કરવા લાગ્યા. આડી અવળી વાત કરી “કેસરીમલ તે। હમણાં ઠીક પૈસાવાળા થયા છે. ધીરધારમાં ધણી સારી કમાણી જાય છે.” એમ કહી વીશીવાળે કેસરીમલના પરાક્રમેાની અને ધંધાની વાત છેડી.
પેલા શ્રાવકે જવાબ આપ્યા “ રહેવા દાને તેની વાત ? તે તા ઘાતકી છે ધાતકી, માથું કાપી હાથ ન વે તેવા છે, તેની એન તથા બનેવી મરી ગયાં એટલે તેની ભાણીને ઉપાડી લાવ્યેા. તેના વિચાર તા એવા કે તેની બેન નવલકુ ંવરની મા' ભાણીને પણ કાઇ ધરડા વરને પરણાવી પાંચ હજાર ગણી લઉં. પાકા ખટપટી છે એટલે ચાકડું પણ એશી જાત અને પરણાવી દેત, પણ તેવામાં કાઇ સાધુ અને ચાર પાંચ પૈસાવાળા મળ્યા. તેમને ખબર પડી કે છેડી આમ વેચાય છે એટલે તે વચમાં પડયા અને કહ્યું કે છેડીને આમ કુવામાં નાખી રડાા આપ્યા કરતાં આપને સાધુને, તેને ભવ સુધરશે અને અમે તમારૂં મન મનવીશું.' આ બાબત ખૂબ ભાંજગડ ચાલી, અને રૂપીઆ પાંચ હજાર લઇ છેડીને પેલા ભાંજગડ લાવનાર શેઠીઆને સાંપી. આ છેડીને મુકવા માટે સાથે પેલી આપણા ગામનેા ઉતાર મેનડી માલજીને મેકલી છે. પણ રસ્તામાં કાણુ જાણે શું બન્યું કે તે શ્રાવક વાણીઆ વા ખાતા રહ્યા અને ક્રાઇ તેમને ઉપાડી ગયું. આ તે ચારની મા કાઠીમાં માં ઘાલીને રૂએ એવુ બન્યું છે. કાઇ એમ પણ વાત કરે છે કે તે છેાડી કાઇ સાધ્વીએને ત્યાં રહે છે. માટે કેસરીમલ તે કાં' કમાતા નથી પણ આવા કરી વેચવાના. ધંધા કરે છે. એવા વાણીઆથી તા ડરતા રહેવું. તેવા પાડાશી પણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૦
પ્રકરણ ૩૫ મું.
ખે. લાગ આવે તો આપણું છોકરું પણ વેચી ખાય.ચેલા કરવામાં વાણીઆ મેં માગ્યા પિસા આપે છે. આવા વખતમાં પૈસા દેખી ભલભલા લલચાય છે. તે પછી ગરીબ માણસ હજાર રૂપીઆની રકમ દેખી લલચાય તેમાં શી નવાઇ ?”
આમ વાતમાં ને વાતમાં ચા પીવા લાગ્યા. થોડીવારે તે શ્રાવક ત્યાંથી વિદાય થયે. વીશીવાળે પછી ચંદ્રકુમારના ઓરડામાં ગયો અને તેમને ચા આપી કહેવા લાગ્યો “કેમ હેવાલ સાંભળેને? નંદકા કંદ ગોવિંદ જાણે, કઈ કઈને વિશ્વાસ કરવા જેવું નથી.”
- ચંદ્રકુમાર–હું તે તેની હકીકત જાણું દિગમૂઢ થઇ ગયો છું મારે હવે કેાઈને પુછવાની જરૂર નથી. અત્યારે વળતી મોટર કેટલા વાગે જતી હશે?”
શિવાળા–“અમરાપુર જવાની મોટર સાંજના ૪ વાગે અહીંથી ઉપડશે. કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આપણું મકાન આગળજ ઉભી રહેશે. હજુ તે ઘણી વાર છે.”
બે કલાકની વાર હોવાથી ચંદ્રકુમાર વિગેરે ગામમાં ફરવા નીકળ્યાં. ગામ તદન નાનું હતું. સાધુનો ઉપાશ્રય હતું. તેની પાસે એક દેરું હતું, તે ઉઘાડું હોવાથી બંને દર્શન કરી આવ્યાં. વખત થવા આવ્યો કે તેઓ વીશી આગળ આવી નીચે એટલા ઉપર બેઠાં. તેમણે વીશીવાળાને તેની મહેનતને બદલે આયે. મોટર આવી કે તેમાં બેશી તેઓ અમરાપુર તરફ ઉપડયાં.
અમરાપુર આવી બનેલી હકીકત ચંદ્રકુમારે અવંતીલાલને કહી સંભળાવી. તે જાણું ઘરમાં દરેકને ઘણુ જ દિલગીરી થઈ “માણસની પરીક્ષા કર્યા શીવાય આપણે સરિતાને મોકલી તે આપણે મોટામાં મોટી ભૂલ કરી” એમ પસ્તાવો કરી ખૂબ જીવ બાળી અવંતીલાલે કહ્યું “ભાઈ ચંદ્રકુમાર ! હવે તમે એકત્ર મળી પોલીસ પાસે શેધ કરાવશે તેજ પત્તે લાગશે, પેલા પાપી ખાટકી મામાને પકડાવો એટલે બધી વાત નીકળશે, સાધુનું નામ પણ નીકળશે અને પૈસા આપનાર પણ પકડાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા.
૩૫૧
ચંદ્રકુમાર-“પેલીસને આ સર્વ હકીક્ત કહીશ અને તપાસ કરાવીશું, કલ્યાણને અમે સરિતા સંબંધી બીલકુલ વાત કરી નથી. અમે અહીં આવવાનાં હતાં એટલે રસિકલાલ તેને તેમને ત્યાં લઈ ગયા છે. છેક ઘણે ચાલાક દેખાય છે. ”
બીજે દિવસે સવારની ગાડીમાં નીકળી ચંદ્રકુમાર સરલા વગેરે ભદ્રાપુરી આવ્યાં. અને તરતજ રસિકલાલને ત્યાં જઈ બનેલી બીના જાહેર કરી. રસિકલાલ અને માલતી સાંભળીને ઘણજ ખેદ કરવા લાગ્યાં. બપોરે ચંદ્રકુમારની ઑફિસમાં જઈ સલાહ મેળવી અશ્વિનીકુમારની પાસે જઈ તેમને અભિપ્રાય મેળવી જે કરવું ઘટે તે કરવું એવો નિર્ણય કરી ચંદ્રકુમાર પિતાને ત્યાં ગયો.
પ્રકરણ ૩૫ મું.
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા, જર્મનીથી લૅટરીવાળા જગજીવનદાસનું આવવું.
તેમને થયેલું સાધ્વીમાતાનું સ્મરણ, * What better bed than conscience good,
To pass the night with sleep, What better work than daily care
From sin thyself to keep ? -Tusser. પિસ્ટમેન ઘર આગળ કાગળ ફેંકી ગયો કે ચતુરાએ તે તરતજ લઈ ઘરમાં જઈ રમણિકલાલના હાથમાં આપ્યો અને ખભે બે હાથ ભરાવી ઉભી રહી. રમણિકલાલ કાગળ ફેડી વાંચવા લાગે. ચતુરાએ જરા આડું જોયું કે રમણિકલાલ બોલ્યો “તારાથી કાંઈ છાનું નથી. આડું
• શાંત નિદ્રામાં રાત્રિ પસાર થાય તેવા નિર્મળ હૃદય કરતાં કહ્યું વધારે સુંદર બિછાનું છે? પોતાની જાતને પાપમાંથી બચાવવી એવી કાળજી રાખવાના કામ કરતાં બીજું કર્યું કામ વધારે સારે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
જ
૩૫ર
પ્રકરણ ૩૫ મું. vvvvvvurunum
.vn જોવાની જરૂર નથી. તે પણ સાથે વાંચ એટલે તને સમાચાર કહેવાની મને તસ્દી પડે નહીં.” આટલા હાસ્યવિનોદ પછી બંને વાંચવા લાગ્યાં–
મુંબઇ-પ્રીન્સેસ સ્ટ્રીટ. શ્રાવણ સુદ ૧૦. નેહી ભાઈ રમણિકલાલ કરસનલાલ.
તમારે પત્ર મળે. તમારી તબીઅત સુધરવાથી તમે હૈસ્પીટલમાંથી ઘેર આવ્યા તે જાણી અમને બંનેને ઘણો જ આનંદ થયો છે. માંદગી વધારે લંબાયાથી તમારા શેઠે રજા આપી છે તે જાણી દિલગીર થયે છું, પણ તમારે ચિંતા કરવી નહીં. કારણ કે તેના કરતાં સારી નોકરી અત્રે મારી ઓફીસમાંજ તૈયાર છે. તમારા શેઠને વેપાર એકસપોટ ઈમ્પોર્ટ કમીશનને છે તે જ અમારા શેઠને છે. તેમણે મને માણસ સંબંધી ખાસ કહેલું છે, માટે જો તમારી ઈચ્છા અહીં મુંબઈ આવવાની હોય તે સુખેથી આવો. શરૂઆતમાં તમને માસિક રૂ ૧૫૦) નો પગાર આપવામાં આવશે. મારી સલાહ છે કે જરૂર આવે. તમારી પત્ની ચતુરાબાઈ સાધ્વી થયેલી છે તેથી તમને અત્રે જમવાની હરકત પડશે એમ કદાચ તમને લાગે પણ તેવી ચિંતા કરશે નહીં. મારી જોડે જ બે ઓરડીએ હમણાં ખાલી થઈ છે. તમારે જવાબ આથી રાખી લઈશ. મારે ત્યાં તમારું જમવાનું રહેશે. જેડે રહેવાથી આપ
ને આનંદ રહેશે માટે આ કાગળ વાંચી વળતી ટપાલે જવાબ લખજે જેથી ઓરડી તથા નોકરીનું નક્કી કરવામાં આવે. - તમારાં ભાભીશ્રીએ આગ્રહ કરી લખાવ્યું છે કે તમારે લાયક સારી ભણેલી કન્યા વરસ અઢારની શોધી કાઢી છે. માટે જે હા કહે છે તેમનાં માબાપ સગપણ કરવા તૈયાર છે. આ માસમાં લગ્ન પણ થાય. કન્યા સંબંધી તમારાં ભાભીને અભિપ્રાય છે કે તે સારી, સદગુણ, ઘરકામ સારી રીતે ઉપાડી લે તેવી, બુદ્ધિશાળી અને વિવેકવાળી છે. આશા છે કે આ બાબત પણ તરત જ ખુલાસે લખી જણાવશો.
લી. સદાને સ્નેહાધીન,
રતિલાલ કાંતિલાલ શાહપત્ર પૂરે થયો કે બંને સામું જોઈ હશી ગયાં.
“કેમ ચતુરા! શો જવાબ લખું?”
“તમને યોગ્ય લાગે તે લખે. આપણા મિત્ર છે એટલે તે ખરીજ સલાહ આપતા હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫૩
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા. પણ ઉર્મિલા ભાભીએ આગ્રહ કરી લખાવ્યું છે તેને શે જવાબ લખો ?”
તેને જવાબ તમને યોગ્ય લાગે તે લખે. મેં તે મારું હૃદય પસ્તાવો કરી રડી રડીને તમારા આગળ ખાલી કર્યું છે તે ઉપર વિશ્વાસ ન આવતો હોય તે તેમને આગ્રહ સ્વીકારે, તેથી વધારે બીજું શું કહું ?” એમ લાચારીથી બેલી ચતુરા ગગળી બની ગઈ. ' રમણિકલાલ તેના માથા ઉપર હાથ ફેરવી કહેવા લાગ્યો “ આમ કરે તે સારું કહેવાય? કેમ તારી સલાહ ન પુછવી જોઈએ? તેઓ કાંઈ જાણે છે કે તેં તારી પત્નીને ચાર્જ પાછે સંભાળી લીધો છે?” એમ જરા મીઠી મશ્કરી કરી રમણિકલાલે તેને હસાવી કહ્યું “ચતુરા! ઉર્મિલા ભાભીએ આગ્રહ કરી જેવું લખાવ્યું છે તેવું તું લખાવ.”
તમે કાગળમાં સાફ જણાવી દો કે મારી પત્ની પસ્તાઈને પાછી ઘરે આવી મારી પત્ની તરીકે જોડાઈ છે અને આખી જીંદ ગીભર સંપકારક રીતે તમામ ફરજો બજાવવા તૈયાર થઈ છે.”
શાબાશ છે ચતુરા ! આવા તારા શબ્દોથી મને બમણે આનંદ થયો છે. તારાં પગલાં થતાંની સાથે જ સ્નેહી મિત્રને આવો લાભદાયક કાગળ આવ્યો છે.”
રતિલાલભાઈ વળતી ટપાલે જવાબ માગે છે તે પત્રને જવાબ આજેજ ટપાલમાં રવાના કરે. શા માટે રાહ જોવી જોઇએ?”
રમણિકલાલ નોટપેપર લઈ પત્ર લખવા બેઠો
કનકનગર– શાકમારકેટ પાસે. શ્રાવણ સુદ ૧૧. પરમ સ્નેહી ભાઇ રતિલાલ.
તમારા પત્ર વાંચી સંતોષ અને આનંદ થયે છે. નોકરી માટે નક્કી કરી લેશે અને આરડીઓ પણ જરૂર રાખી લેશે. ભૂલશો નહીં. કન્યા માટે સી. ઉર્મિલા ભાભી સાહેબે આગ્રહપૂર્વક લખાવ્યું છે તે માટે તેમને આભાર માનું છું પણ હું ત્યાં આવવાને છું એટલે તે સંબંધી રૂબરૂમાં નક્કી કરીશું. કારણ કે તેને જવાબ એકદમ આપી શકાય તેમ નથી. ”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ મું.
આ વાક્ય પૂરું થયું કે ચતુરા રમણિકલાલના હાથમાંથી હાલ્ડર પડાવી લઇ પુછવા લાગી “ આમ કેમ લખ્યું ? તેતા મને ન ગમ્યું, મેં કહ્યું હતું તેમ લખા.
રમણિકલાલે જવાબ આપ્યા . “ આમ મેધમ લખવાથી ઘણીજ રમુજ આવશે. આપણે બંને અત્રેથી સાથેજ જવાનાં છીએ. તને મારી સાથે જોશે એટલે સમજી જશે. કહેવાની જરૂર નહીં પડે. તેમને પણ સંતાષ થશે. તારા હૃદયની પરીક્ષા મે` કરી છે. ખીજાતે લખવાથી વિશેષ નથી. માટે જે લખ્યું છે તે ખરાબર છે.
99
૩૫૪
એ શબ્દોથી સંતાષ પામી ચતુરા ખેાલી “ જે દિવસે આપણે જવાનું હોય તે પણ આમાં લખ્યું હોય તે શું ખાટું ? એરડી પણ ઉઘાડી સાફ કરાવે.
rr
"9
ચતુરા ! તારી સલાહ બરાબર છે ” એમ સંમત થઈ રમણિકને સાર પાડી તેમને અંદરના એરડામાં ખેલાવ્યાં અને
લાલ
મિત્રના આવેલા કાગળનેા મુદ્દાના ભાગ વાંચી સભળાવ્યે. ફઈબા ખુશી થઈ ને ખેાલ્યાં “ ભાઈ ! તે સારી વધામણી ખાધી. નેકરી તરત મળી. પ્રભુએ માટેા ઉપકાર કર્યાં, હવે તમે બંને સુખેથી મુંબઈ જાઓ અને સુખી થાઓ. ”
..
રમણિકલાલ—“ તેટલા માટેજ તમને ખેાલાવ્યાં છે. યારે મુંબઈ જવું, કયા દિવસ સારા છે તે અમને કહે એટલે કાગળમાં મારા મિત્રને લખી જણાવું. તમે અમારી સાથે મુંબઇ આવે તે અમને ઠીક પડે. ”
ક્ર્મમા—“ ના ભાઈ ! મારાથી કે મુંબઈ સુધી ન અવાય, આ તે। તને અડચણ હતી તેથી તારે કાગળ વાંચીને તરતજ આવી. ચતુરા હેાંશીઆર છે, બહુ સારી રીતે રાંધતાં આવડે છે, કેવું મજાનું ધરકામ કરે છે! માટે સુખેથી તમે બંને જાએ. દક્ષિણમાં જતાં ગુરૂવાર સામેા કાળ થાય. આજે થયા બુધવાર માટે તમે અહીંથી શુક્રવારે રાત્રે મેલમાં નીકળેા. પરમ દિવસે સુદ ૧૩ છે. તિથિ પણ સારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા.
૩૫૫
w
છે. તેરશ ને ત્રીજ એ વગર પુછયું મુહૂર્ત છે. કાગળમાં તે પ્રમાણે લખી જણવ એટલે તે સામા રેલ ઉપર લેવા આવે. તમને હરકત પડે નહીં.” એમ સલાહ આપી ફઈબા ત્યાંથી ઉઠી બહાર આવ્યાં.
તેમની સલાહ મુજબ રમણિકલાલ અધુરે રહેલે કાગળ નીચે પ્રમાણે લખી પૂરો કરવા લાગ્ય–
હું પરમ દિવસે અષાડ સુદ ૧૩ ને શુક્રેવારે રાત્રે મેલમાં નીકળી તમારી તરફ આવીશ. મારી સાથે એક મારે પરમ સ્નેહી મિત્ર આવનાર છે તે મારે માટે કન્યાની સારી પસંદ કરી શકે તેમ છે તેથી જે તે આવું છું. આપણે ચારે ભેગાં થઈ ભાભીશ્રીના આગ્રહને નિર્ણય કરીશું. મારી વતી ઘણા માનથી ભાભીશ્રીને પ્રણામ કહેશે. તસ્દી માફ કરશે.
લી. તમારા સ્નેહાધીન,
રમણિકલાલ કરસનદાસ માણવટી. આ પ્રમાણે જોઈ ચતુરા બેલી “વળી આ શું ઉમેર્યું ? વચ્ચે સ્ત્રી શબદ ઉમેરી “પરમ સ્નેહી સ્ત્રી મિત્ર આવનાર છે એમ લખ્યું હોત તો ઝટ સમજી શકત.”
“ ઝટ ન સમજે તેમાંજ સારી રમુજ આવે.” એમ હસતા મુખે જવાબ આપી, કાગળ બીડી સરનામું કરી રમણિકલાલ જાતે ટપાલમાં કાગળ નાખી આવ્યું.
બીજા દિવસે ગાંધારીવાળાં દીવાળીબાઈ પિતાને ગામ ગયાં અને ફઈબા પણ બંનેને હૃદયપૂર્વક આશીષ આપી પિતાને ગામ માલિકા ગયાં. રમણિકલાલ અને ચતુરા મુંબઈ લઈ જવાને સરસામાન તૈયાર કરવા લાગ્યાં અને શુક્રવારે રાત્રે ઘર બંધ કરી સારા શકન જોઈ સ્ટેશન ઉપર ગયાં અને મેલમાં મુંબઈ રવાના થયાં.
શનિવારે સવારે લેવા માટે રતિલાલ ગ્રેટરેડ સ્ટેશન ઉપર ગયે. ડબામાંથી ઉતરતાં રતિલાલને દેખી રમણિકલાલ ઘણે ખુશી થયો. રતિલાલે પુછયું “પણ પેલા તમારા પરમ સ્નેહી મિત્ર માં છે? બીજા ડબામાં બેઠા છે ?”
ટપાલમાં આ દિવસે ગાંધી
ફઈબા મલિસે ગઇએ.
આશીષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પ્રકરણ ૩૫ મું.
એમ હેલકરી પાસે
રમણિકલાલે સ્પષ્ટ ખુલાસે નહીં આપતાં હશીને જવાબ આપ્યો કેમ ન જોયા ? આ સામાન ઉતારે છે તે.”
“તે વાત મારાથી કેમ મનાય ? તે તે સ્ત્રી છે. ” “ ત્યારે તેજ મારા પરમ સ્નેહી મિત્ર છે.”
“ભાઈ. તમારા ભેદની મને સમજ પડતી નથી. તે પુરૂષ હેત તે તેમની સાથે વાત કરતા પરંતુ સ્ત્રી છે એટલે તે કામ તમારી ભાભીશ્રીને ભળાવીશું. તે બધો ભેદ ખુલ્લો કરશે.” એમ મેંઘમ વાત રાખી પોર્ટર પાસે પેટીઓ ઉપડાવી સ્ટેશન બહાર નીકળી વિકટોરીઆ કરી લીધી. રમણિકલાલ અને ચતુરા જોડે બેઠાં, સામે રતિલાલ બેઠે અને ગાડી ઘર તરફ ચાલી.
ચતુરા તે સહેજ લાજ કાઢી શાંત બેસી રહી. રતિલાલના મનમાં જુદા જુદા વિચાર થવા લાગ્યા. ખુલાસે કરું કે ન કરું, સારું લાગશે કે બેટું, એમ વિચારમાં ને વિચારમાં માળા આગળ આવી પહોંચ્યાં પણ ખુલાસે થયો નહીં. હેકરી પાસે સામાન ઉપડાવી ઉપર ગયાં.
પહેલાજ દાદરે આગળનું દીવાનખાનું હતું. તેમાં પ્રવેશ કરતાં જ ઉર્મિલાએ હર્ષભેર રમણિકલાલને આવકાર આપ્યો. તેની પાછળ આવતી ચતુરાની સામે ધારીને જોઈ બરાબર ઓળખી સાનંદાશ્ચર્ય થઈ ઉર્મિલા બેલી. “પધારે ચતુર શ્રી સાધ્વીજી મહારાજ ! લાભ દ” એમ કટાક્ષભરી વાણીથી મશ્કરી કરી હાથ ખેંચી ચતુરાને અંદર લઈ ગઈ અને બે હાથ વડે બાથમાં લઈ અતિશય વહાલ કર્યું. આવા હાલથી ચતુરાની આંખમાં હર્ષનાં આંસુ ભરાઈ ગયાં. સ્વસ્થ થયા પછી ઉર્મિલાએ પુછયું “અરે ચતુરાભાભી ! તમે ક્યારે સાધ્વી વેશ છેડી દઈ આ વેશ ધારણ કર્યો?” ચતુરા બોલી “તે હકીકત પુછો તમારા ભાઈને. મેં તે સ્પષ્ટ કાગળમાં લખવા તેમને કહેલું પણ તેમણે મેંઘમ રાખ્યું તેથી તે ખુલાસે તેમની પાસેથી લો.”
રતિલાલ–“ભાઈ રમણિકલાલ! ચતુરાભાભી પાછાં પત્ની તરીકે જોડાય તેથી પેલી કન્યા બાબતને જવાબ અહર ઉડાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હતું. તેમાં પ્રવેશ
Page #374
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં રમણિકલાલ અને ચતુરા.
૩પ૭
જણાય છે. પણ આ ફરી લગ્ન ક્યારે કર્યો તે તો કહે ! કંકુત્રી તે ઘેર ગઈ, પણ સાધારણ કાગળ તે લખો તે !”
રમણિકલાલ-લગ્ન કરે આશરે પંદર દિવસ થવા આવ્યા. અને તે પણ કનકનગરની મોટી હૈપ્પીટલમાં. હું પણ દરદી અને તે દરદી. દરદીની પીડા દરદી થયા સીવાય સમજાય ન. આ અમારા મેળાપ અને આ અમારાં લગ્ન. બાકીને હેવાલ તેમને પુછવાથી મળશે.”
રતિલાલ–“કેમ રમણિકલાલ! મારી વાત ખરી પડીને ? સ્ત્રીઓએ કેવો ભેદી પડદો ખુલ્લો કર્યો! માથે વાળ નહીં એટલે ભાત ભાતની શંકા થાય. પરણ્યા છે એમ કહેવામાં પણ અપમાન ભરેલું લાગે એટલે હું તો શંકામાં ને શંકામાં કાંઈ પુછીજ શક્યું નહીં. વળી જરા લાજ કાઢી ઠાવકાં બેઠેલાં એટલે બેલવાની મને હીંમત પણ ચાલી નહીં.”
પછી રમણિકલાલે ચતુરાને સઘળા હેવાલ કહી સંભળાવ્યો. તેઓ બંને ઘણાં જ ખુરી થયાં, ચતુરાને ધન્યવાદ આપી ઉર્મિલા કહેવા લાગી ચતુરાભાભી! તમને તમારા પતિની સાથે ફરી જોડાયેલાં જોઈ મને આનંદ અને સંતોષ થયો છે. બીજા કોઈ તમને ગમે તે કહેશે પરંતુ સારે સમજુ વર્ગ અને અમારા જેવી સ્ત્રીઓ તો તમને ધન્યવાદ જ આપશે. માટે હવે રમણિકલાલની સાથે આનંદમાં અંદગી ગુજારે, તેજ તમારા પરમ પૂજ્ય દેવ અને ગુરૂ તરીકે માની સેવા કરે, તેમની સેવાકારાએ શું ધર્મ નથી સાધી શકાતે ? પ્રભુકૃપાથી સાથી મળેલા સદ્દગુણ પતિ છતાં હાથે કરી વૈધવ્ય જેવી સ્થિતિ ઉભી કરી દુઃખ વહેરી લેવું તે શું ચાંલ્લો કરવા આવેલી લક્ષ્મીને હાથ પાછો કેલવા જેવું નથી? અને મળેલા સૌભાગ્યને લાત મારવા જેવું નથી ?'
આ શબ્દોની સાથે ચતુરાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ઉર્મિલા ઉભી થઈ તેનું માથું બે હાથ વતી પિતાની છાતી સાથે દબાવી બોલી “આમ ન કરીએ, આ તમારાં આંસુજ તમારું શુદ્ધ હદય પ્રકટ કરે છે, તમારી જાહેર હીંમત જોઈ તમારા માટે મને ઘણું જ ઉો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પ્રકરણ ૩૫ મું.
અભિપ્રાય થાય છે. મુંઝાઈને દુઃખમાં જીવન ગાળવું, મનથી પાપના પોટલા બાંધવા, તેના કરતાં પોતાના પતિને પાછું મેળવી તેમની સાથે ગૃહસંસાર બાંધવો એ હજાર દરજજે સારું છે. જે કાંઈ તમે કર્યું છે તે બરાબર કર્યું છે માટે આંખો સાફ કરી શાંત થાઓ. તમારા માટે આ બે ઓરડીઓ રાખી છે. હમણું આપણે ભેગાં રહીએ, તમારી એરડી બરાબર ગોઠવાઈ જાય એટલે સુખેથી તમે જુદાં જમે અને સુખી જીંદગી ગુજારે. પ્રભુ ઈચ્છાએ નોકરી પણ તૈયાર છે. ઉલટ શેઠ તેમને ઉઘરાણું કરે છે કે તમારા મિત્ર કયારે આવશે. આ પ્રમાણે ઉર્મિલા પિતાના આનંદને ઉભરે કાઢી તેઓ કામે વળગી ગયાં.
બીજા દિવસથી રમણિકલાલ નેકરી ઉપર ચડી ગયે. તે કામથી વાકેફગાર હતા, તેમજ બુદ્ધિશાળી અને ગ્રેજ્યુએટ હોવાથી અઠવાડીઆમાંજ શેઠની મહેરબાની સંપાદન કરી શકો. ચતુરાએ અઠવાડીઆમાં એવી સુંદર એરડી માંડી દીધી કે જેનારને ઘડીભર ઇર્ષા થાય. ખુટતો સામાન ઉર્મિલાએ પૂરો પાડયો, ઉર્મિલાનો સ્વભાવ એવો મળતીઓ અને ઉદાર હતો કે સૌ તેના ઉપર ભાવની લાગણીથી જોત હતાં. કઈ પણ વખતે તે મેં જરા પણ મેલું કરતી નહતી, આવનારને આવકાર આપતી તેથી તેની પાસે દરેકને જવું ગમતું હતું. તે સાથે કરકસરથી ઘરસંસાર કેમ ચલાવો તે સારી રીતે જાણતી હતી.
આ બંને ડાં પોતાની નોકરીથી સંતોષ માની આનંદમાં દિવસ ગુજારવા લાગ્યાં. કામકાજમાં એક બીજાની સલાહ લેતાં. માળામાં રહેતા કેટલાક શ્રીમંતિની સ્ત્રીઓને આ બંને સાદા પોશાકમાં રહેતી સુગડ સ્ત્રીઓના સંસારસુખની અદેખાઈ કરતી, “આ ધણું ધણુ આણુ કેવાં એક બીજા સાથે હસીને બોલે છે! કોઇ દિવસ તેમના મુખ ઉપર ઉદાસી કે રીસનું રૂંવાટું પણ જણાતું નથી. શ્રીમંત થયા એટલે મોટર લઈ ફરવા જાય તે રાતના બાર વાગે આવે, બોલાવીએ તો પૂરે જવાબ પણ ન આપે, હશીને વાત કરવા જઈએ તે ધૂતકારી કાઢે, તેમનું હેત પિસાથી બતાવે, સેના બદલે પાંચની સાડી લાવે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
જર્મનીથી લોટરીવાળા જગજીવનદાસનું આવવું.
૩૫૯
SVVP
પરસ્પર હસીને બોલવાથી જે આનંદ થાય છે તે પાંચસોની કે હજારની સાડી પહેરાવ્યાથી નથી મળતો. જુઓને તેઓ પાંચજ રૂપી આને સાદો સાલ્લો પહેરે છે, ઝીણે ગળામાં દેરો નાખે છે, સાદો કબજે પહેરે છે, બધું કામ હાથે કરે છે છતાં તે કેવાં હસતાં દેખાય છે?” આવા ઉદગારે કાઢી શ્રીમંતોની સ્ત્રીઓ પોતાના ધણ તરફનો અસંતવ પ્રદશિત કરતી હતી.
થોડા દિવસ પછી રતિલાલ ઍફીસના કામ પ્રસંગે તેમના શેઠ રાજબિહારીલાલની પાસે ગયો. રતિલાલને જોતાંજ શેઠે કહ્યું “તમારા મિત્ર મીસ્ટર રમણિકલાલ ધાર્યા કરતાં વધારે ચાલાક અને હોંશીઆર છે. તે માટે તમારે ઉપકાર માનવો જોઈએ.”
રતિલાલે જવાબ આપ્યો “મારે આપનો ઉપકાર માનવો જોઈએ કે આપે મારા મિત્રના ગુણની કદર કરી છે. મારી તે ફરજ છે કે ઍફીસમાં સારા અને પ્રમાણિક માણસે લાવવા જોઈએ.”
શેઠ–“તમારા મિત્ર પેલા લોટરીવાળા શેઠ જગજીવનદાસ હેબગંથી આવે છે, ત્યાંથી નીકળ્યાને અઠવાડીઉં થઈ ગયું. ઇટેલીઅન કંપનીની સ્ટીમર “રોમીઓ એડ જયુલીએટર્મમાં આવે છે, આવતા શુક્રવારે સવારે આવવાની વકી છે. કુદરતની કેવી ખુબી છે !!'
રતિલાલ–“તદન ગરીબ છોકરો, જેને જગલો કહી બોલાવતા, તેને આપે ઠેકાણે પાય તો તે અત્યારે આ સ્થિતિ ભોગવી રહ્યો છે.”
શેઠ-“હું શું ઠેકાણે પાડું ? તેના નસીબે જેર કર્યું. ફૈટરીમાં અણધાર્યા બે લાખ રૂપીઆ મળ્યા, તે તેણે અમારા ભેગા વેપારમાં રયા. પ્રભુઈછાએ વેપારમાં સારે લાભ મળે. બેના પાંચ લાખ થયા, હવે તે તે રાજકુમાર જે દેખાય છે, તેને ફેટે હમણું આવ્યા હતા, ત્યાં તે તે મીસ્ટર લૈટરીવાળા તરીકે જ ઓળખાય છે.”
રતિલાલ–“તે કયાં ઉતરનાર છે?”
શેઠ– “વળી બીજે ક્યાં ? મારા બંગલેજ. તેનું ઘરજ કયાં છે? બરાબર પાંચ વરસે આવે છે, અહીં આવ્યા પછી જોઈતી તજવીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૦
પ્રકરણ ૩૫ મું.
થશે. હવે તો તે નવાબ બની ગયો હશે એટલે તમારી નાની એરડીઓ નહીં ગમે. દુઃખના દિવસે ભૂલી ગય હશે.”
રતિલાલ-ભજોઈએ છીએ તે કેવા બદલાઈ ગયા છે? આવ્યા પછી સમજાશે. આપે ઠીક સમાચાર કહ્યા.” એમ કહી ત્યાંથી ઉઠી રમણિકલાલ પાસે ગયો, અને પોતાના મિત્ર શેઠ જગજીવનદાસના શુક્રવારે સવારે જર્મનીથી આવવાના સમાચાર કહ્યા. નસીબ ખિલે છે ત્યારે માણસ રંકમાંથી કે રાય થાય છે તેનું આ આબેહુબ દષ્ટાંત છે.
ભાઈ રમણિકલાલ ! આજે શેઠે તમારા સંબંધી ઘણો જ સારે અભિપ્રાય મારા આગળ જાહેર કર્યો. તેમણે કહ્યું કે “તમારા મિત્ર મીસ્ટર રમણિકલાલ ધાર્યા કરતાં વધારે ચાલાક અને હોંશીઆર છે.” એમ ખુશ ખબર આપી રતિલાલ ત્યાંથી પિતાની ઑફિસરૂમમાં ગયે.
શુક્રવારે સવારે રતિલાલ પિતાના શેઠની સાથે જગજીવનદાસને લેવા માટે બેલાઈપીઅર ઉપર ગયે. ટીમર “રેમીઓ અંડ જ્યુલીએટ” રાતની આવેલી હોવાથી સવારે બરાબર વખતસર મુસાફરો ઉતર્યા. જગજીવનદાસે શેઠને ઘણું ભાવપૂર્વક પ્રણામ કર્યા, અને જાણે બધું જ તેમને આભારી હોય તેવી નમ્ર લાગણું બતાવવા લાગ્યો. રતિલાલને
અચાનક દેખી જુની ગરીબાઈની મિત્રતાનું સ્મરણ થતાં તેને એટીકેટવિકમર્યાદા-કેરે મુકી ખૂબ ભેટ. રતિલાલે મશ્કરીમાં કહ્યું “હું તમને મારે ત્યાં લઈ જવાને અને ઉતારવાને આગ્રહ કરું તે નકામે છે, કારણ કે આપણે બંનેની સ્થિતિ વચ્ચે હવે મોટો ફેર પડી ગયો. તેથી મારે સાદો સત્કાર તમને અપમાન રૂપ લાગશે.”
જગજીવનદાસ-“એમ તમે સ્વપ્ન ધારશો જ નહીં. મોટાઈનો ખ્યાલ મને આવ્યોજ નથી. અલબત લાગ લાગટ પાંચ વર્ષ હેમ્બર્ગમાં રહેવાથી બાહ્ય સ્વરૂપમાં બદલાઈ ગયેલો તમને હું લાગીશ પણ અંતરમાં તે તે ને તે જગલો જ છું.” એમ કહી હશી ગયો. મારે નિવૃત્તિને વખત તમારે ત્યાંજ ગાળીશ. જુની દોસ્તી નથી ભૂલી જવાને.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
જર્મનીથી લૈટરીવાળા જગજીવનદાસનું આવવું.
૩૬૧
સામાનની વ્યવસ્થા કરી તેઓ શેઠને બંગલે ગયા. બંગલે થોડી વાર ટકી રતિલાલ ઘેર આવ્યો. ઉર્મિલાને વાત કરી. ઉર્મિલા પણ જગજીવનદાસને સારી રીતે ઓળખતી હતી, તેમને ઘેર લાવવા રતિલાલને ઉર્મિલાએ સૂચના કરી.
ફીસમાં રતિલાલ જગજીવનદાસને મળ્યો, બીજા દિવસે સાંજે જમવાનું રતિલાલને ત્યાં નક્કી કરવામાં આવ્યું. રતિલાલે તે પ્રમાણે ઘરમાં ઉર્મિલાને સૂચના આપી તથા રમણિકલાલ અને ચતુરાને પણ પિતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું.
શનિવારે આફીસમાંથી સાંજે પાંચ વાગે પરભારા જગજીવનદાસ, રતિલાલ અને રમણિકલાલ રતિલાલને ત્યાં આવ્યા. નાના પણ સુંદર અને સ્વચ્છ દીવાનખાનામાં ત્રણે મિત્ર બેઠા.
પછી ઉમિલા કબાટમાંથી કાંઈક વસ્તુ લેવાના બહાને દીવાનખાનામાં આવી કબાટ ઉઘાડવા લાગી, તેને જોઈ રતિલાલે કહ્યું “કેમ આ જગજીવનદાસને ઓળખ્યા? ઉર્મિલા હશીને બોલી “કેમ ન એાળખું? કદાચ તે ભૂલી ગયા હોય.” જગજીવનદાસે જુની ઓળખાણ તાજી કરાવતાં કહ્યું “જરા પણ ભૂલી ગયા નથી. તમારા હાથમાં ખમણ ઢોકળાં ઘણી વખત રતિલાલના ભેગા બેશીને ખાધેલાં છે. કઈ કઈ વખતે વીશીમાંથી ભુપે આવતો ત્યારે તમારા હાથના ખાખરા અને પાપડ રાત્રે ખાધા છે. મારી મા મને સંતોષ આપતી તેવો સંતોષ તમે મને આપેલો છે. કહે ઉર્મિલા બેન ! હું તમને ભૂલી ગયો છું કે ઓળખું છું? મેં સ્ટીમરમાંથી ઉતરતાં જ રતિલાલને કહ્યું છે કે “જુના સ્નેહ સંબંધમાં હું જગજીવનદાસ નથી પણ જગલો છું.” આ શબ્દો સાંભળી સર્વ ખડખડ હસી પડયાં.
તમને બરાબર સ્મરણ છે. શ્રીમંતાઈમાં જુને સ્નેહ સંબંધ રાખનાર તમારા જેવા ઘણજ ઓછા જોવામાં આવે છે. જમવાને વખત થયો છે. ભાણાં મુક્યાં છે માટે કપડાં ઉતારી ચાલો” એમ
આમંત્રણ આપી ઉર્મિલા રસોડામાં ચાલી ગઈ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ મું.
થોડીવાર પછી ત્રણે સાથે જમવા બેઠા. ઉર્મિલા અને ચતુરા પીરસવા લાગ્યાં, બે ત્રણ વખત ચતુરા તરફ નજર કરી જગજીવનદાસ જમતાં જમતાં પુછવા લાગે “ઉર્મિલા બેન ! આ કેણ છે?”
ઉર્મિલાએ હશીને જવાબ આપ્યો “તમારી જોડે બેઠેલા રમણિકલાલનાં ધર્મપત્ની ચતુરા છે. બીજી રીતે ઓળખાણ જાણવી હેય તે તે માજી સાથ્વી ચતુરથી છે.'
જગજીવનદાસ–“તમારે મશ્કરી કરવાને સ્વભાવ તે હજુ જેવો ને તે કાયમ છે.”
ઉર્મિલા–“હું સાચું કહું છું. તેમના માથાના વાળ તરફ નજર કરે, પૂરા ચાર આંગળ પણ જણાતા નથી.”
જગજીવનદાસ–“મને તે ઉપરથી જ પૂછવાને વિચાર થયો, પણ માજી સાથ્વી શી રીતે તે સમજાવે.”
ઉર્મિલા–“ગયા માહમાસમાં દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી તેમનાં ગુરૂસાધ્વી કંચનથી જે કજીઆ અને કલેશ કરવામાં શિરેમણું છે તેમણે તેમને એવો ત્રાસ આપે કે માંદાં પડ્યાં, મસાનું દરદ થયું, અત્રેની હૈસ્પિીટલમાં શ્રાવકોએ લાવીને ખાટલો નાખે. ડોકટરે ઑપરેશન કર્યું. ધીમે ધીમે દરદ મટવા લાગ્યું. તે વખતે આ તેમના પતિશ્રી પણ એજ દવાખાનામાં દરદી હતા. તેમને ખબર પડી એટલે તે ગુપ્ત રીતે તેમની સારવાર કરવા લાગ્યા. ત્યાં તેમને મેળાપ થયો તેથી સાદેવીપણાનાં કપડાં ફેંકી દઈ આ સંસારીપણાનાં કપડાં પહેરી રમણિકલાલની સાથે ફરી પત્ની તરીકે જોડાયાં. ત્યાંથી તેઓ અત્રે આવ્યાં. અમારી જોડે જ રહે છે. રમણિકલાલ આપણું
ઓફીસમાં રહ્યા. અમારે અને તેમને ભાઈ જેવો સંબંધ છે. કહે હું મશ્કરી કરું છું કે સાચે સાચું કહું છું ? પુછી જુએ માજી ચતુરશ્રી સાધ્વીને અને તેમના પતિ રમણિકલાલને.”
રમણિકલાલ–“જે હેવાલ કહે તે બરાબર છે. કંચનશ્રી સાધ્વી એવાં જબરાં છે કે તે તેમની ચેલીઓ પાસે ગુલામગીરી કરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
જગજીવનદાસને થયેલું સાધ્વીમાતાનું સ્મરણ.
૩૬૩
દીક્ષા લીધા પહેલાં દીક્ષામાં એવા માહ બતાવે છે કે આના જેવી ઘણી ભાળી બાળાઓ સપડાય છે, પછી પસ્તાવા થાય છે. અમારા સારા નસીબે હાસ્પીટલમાં મેળાપ થયે!, નહીં તે। દવાખાનામાંથી છુટીને ઉપાશ્રયમાં પાછી ગુલામગીરી કરતી હોત. ”
,,
આ સાંભળી જગજીવનદાસને સાધ્વી થયેલી પેાતાની માતાનું સ્મરણ થયું અને ઉંડા વિચારમાં પડી ગયા. એક પણ સામેા પ્રશ્ન નહીં પુછતાં સ્તબ્ધ મુખે શાંત રહ્યા. આ દેખી રતિલાલે પુછ્યું “ ચતુરાના હેવાલ સાંભળી કેમ તમે વિચારમાં પડી ઉદાસ થયેલા લાગે છે ? જગજીવનદાસે ધીમે રહી જવાબ આપ્યા “ મારી મા પણ સાધ્વી થયેલી છે. તે વાતને સાત આઠ વરસ થઈ ગયાં, હું તે વખતે તાકાની હતા, મને માતાના સ્નેહની દરકાર નહાતી. તે મારી માતા મને અત્યારે સાંભરી આવી. જની ગયા પછી મને તે કાઈ કાઇ વખત ત્યાં સાંભરી આવતી પણ આપણા હીંદુસંસાર પ્રમાણે તેમની મતે અહીં ધણીજ ખાટ લાગે છે. જો હું તે વખતે તાક્ાની ન હાત તા સંસારથી કંટાળી તે દીક્ષા ન લેત. ઘંટી દળીને મને મેટા કરેલા તે હું જાણું છું. અત્યારે જો તે હાત તા તેને કેટલા બધા આનંદ થાત અને મને કેટલી બધી રાહત મળત? અહીં જુદું મકાન લેવું છે તે માટે વિચાર કરૂં છું. તે હાય તા ઘર માંડતાં કેટલી વાર ? ઉમિલા એન કહે છે તે પ્રમાણે જો તે કાઈ ક્લેશી સાધ્વીના ક્દામાં ફસાઇ ગઈ હશે તેા દુઃખી થતી હશે. સંસારમાં આવવાની ઇચ્છા થતી હાય પણ સંસારમાં આવીને શું કરે ? ભાઇ રતિલાલ ! આ પ્રમાણે સ્મરણુ ચવાથી તેના વિચારમાં પડી ગયા છું. તેમને મળવાનું મન થઇ આવ્યું છે. પણ હિન્દુસ્થાનમાં ક્યાં તેમના પત્તા લાગે? મને તેા સાધુ સાધ્વીઓનું કે સંસારવ્યવહારનું કાંઇજ ભાન નથી. સારા નસીબે શેઠ રાજબિહારીાલે હાથ પકડયા અને તેમની કૃપાથી સુખી થયા. મારા ચંદ્રાવતી દેશમાં તે મને કાઇ આળખતુંજ નહીં હાય એટલે મારી માને કેવી રીતે મળી શકું તેના વિચારમાં પડયા છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
६४
પ્રકરણ ૩૫ મું.
ઉર્મિલાએ પુછયું “તમારી માતુશ્રીનું નામ શું?” જગજીવનદાસ–“તેનું નામ ઉત્તમબાઈ હતું.” ઉમિલા–“તેમણે ક્યાં દીક્ષા લીધી હતી ?”
જગજીવનદાસ–“અમારા ચંદ્રાવતી ગામમાં લીધી હતી. ત્યાં અમારે રહેવાનું એક નાનું ઘર પણ છે. હવે તે કોણ જાણે સંભાળ વગર પડી પણ ગયું હશે.”
- ઊંમિલા લાચાર બની વિવેક દર્શાવવા લાગી “ જમતાં જમતાં મેં સાધ્વીની વાત કાઢી તે મેં મેટી ભૂલ કરી. વિના કારણે તમને દિલગીરી કરાવી.”
જગજીવનદાસ–“ના બેન ! એમ માનશે નહીં. મને તો તેથી ફાયદે છે. વાત મેં મનમાં રાખી હતી તે તમે શી રીતે જાણું શકત ? પુછતાં પુછતાં તેમને મળવાને યોગ બની જાય. હવે તે હું ઘેડ માસ સુધી અન્ને રહેવા માગું છું. બનશે તે દેશમાં પણ જવાને ઈરાદો રાખું છું.'
તે પછી ઉર્મિલાએ જર્મનીની પ્રજાની રીતભાત, ત્યાંના રીવાજ, રહેણી કરણી વગેરેની વાત ઉપર ઉતારી સાથ્વીમાતાનું સ્મરણ દૂર કરાવ્યું અને હાસ્યવિનંદની વાત ચાલી રહી. આ પ્રમાણે આનંદથી જમવામાં દોઢ કલાક ગાળી હાથ ધોઈ તેઓ દીવાનખાનામાં આવ્યા.
ઍફીસની વાત નીકળતાં જગજીવનદાસ રતિલાલને કહેવા લાગ્યો, “આ તમારા મિત્ર મીસ્ટર રમણિકલાલ પણ તમારા જેવાજ છે. તેમને આપણું ઍફીસમાં રાખી લીધા તે બહુજ સારું કર્યું છે. શેઠ તેમનાથી ઘણાજ ખુશી છે. તમારા લીધે મને પણ તેમની સાથે સંબંધ બંધાયે.” એમ સંતોષ જાહેર કરી ત્યાંથી રતિલાલ અને જગજીવનદાસ શેઠ રાજબિહારીલાલને બંગલે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર મરણ, તપાસ અને મેળાપ. ૩૬૫
પ્રકરણ ૩૬ મું.
સાવીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ.
*Let a conscience enlightened teach what should be done,
And caution us what not to dolastruct us what habits and customs to shun, What course we may safely pursue.
-Ellen Roberts. જ્યારથી જગજીવનદાસે રતિલાલને ઘેર જમતી વખતે રમણિકલાલની પત્ની ચતુરાની દીક્ષિત અવસ્થાને હૃદયભેદક હેવાલ સાંભળ્યું ત્યારથી પિતાની સાથ્વીમાતાનું સ્મરણ પૂર જોશથી થવા લાગ્યું. કઈ પણ ઉપાયે તેમને મળવાની ઇચ્છા થઈ. પણું પાંચ વરસથી દૂર દેશાવરમાં રહેતા હોવાથી તેમને કશીજ માહીતી નહોતી. કોઈ સાથે સંબંધ બંધાયેલો નહીં એટલે પુછવાનું સ્થાન નહોતું; સંબંધ, સ્નેહ કે વાતને વિસામે જે કાંઈ ગણે તે તેના શેઠ રાજબિહારીલાલ અને મિત્ર રતિલાલ હતા. શેઠ હતા વૈષ્ણવ, એટલે તેમને સાધુ સાધ્વી સંબંધી માહીતી પશુ ન હોય. વિચાર કરતાં કરતાં કેટલાક દિવસે તેણે તે વાતને ઉભરે પિતાની પાસે રતિલાલને બેલાવીને બહાર કાઢો.
- રતિલાલે જણાવ્યું “આ બાબત રમણિકલાલને પુછવાથી સારે ખુલાસો મળશે” એમ કહી રમણિકલાલને બોલાવી તેની આગળ વાત કરી. રમણિકલાલે તે સાંભળી સલાહ આપી “ભદ્રાપુરીમાં રસિકલાલ નામને ગૃહસ્થ રહે છે તેમણે અને તેમના મિત્રોએ, સાધુઓ જે
• આ કૃત્ય કરવા જેવાં છે અને આ કૃત્ય કરવા જેવાં નથી એવું સતેજ થયેલું તમારું અંતઃકરણ તમને શિક્ષણ આપે, કેવી ટેવો અને કેવા રીવાજોથી દૂર રહેવું અને નિર્ભયપણે કયા માર્ગે ચાલવું તેની સૂચના
તેને કરવા દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પ્રકરણ ૩૫ મું.
અગ્ય દીક્ષાઓ આપી ત્રાસ વર્તાવી રહ્યા છે તે અટકાવવા “અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ” સ્થાપેલ છે. તે એ સભાના સેક્રેટરી છે, વર્તમાનપત્રમાં પણ તેમના ઘણા લેખે આવે છે. માટે ઈરછા હોય તે તેમને પત્ર લખી ખુલાસો મંગાવું.”
આજેજ કાગળ લખે.” એમ હદયપૂર્વક અધીરાઈ બતાવી જગજીવનદાસે નોટ પેપર તેમના આગળ મુકો. રમણિકલાલ. હેલ્ડર લઈ તરતજ પત્ર લખવા લાગ્યો–
મુંબઈ, પ્રીસેસ સ્ટ્રીટ ભાદરવા સુદ 9 રા. ૨. રસિકલાલ. - તમારે પત્ર કનકનગર માન્યો હતો. હું હાલમાં અત્રે નોકરીમાં જોડાય છું. આ પત્ર લખવાને ખાસ મુદ્દો એ છે કે અમારા શેઠ હમણાં પાંચે વરસે -જર્મનીથી અત્રે આવ્યા છે. તેમનું નામ શેઠ જગજીવનદાસ લેટરીવાળા છે તે હાલમાં વાલકેશ્વર રહે છે. તેમની મા ઉત્તમબાઈ હતાં તેમણે સાત આઠ વરસ ઉપક દીક્ષા લીધેલી છે. આ શેઠને તેમને મળવાની ઈચ્છા થઈ છે માટે તમારા જાણવામાં તે ઉત્તમબાઈ હોય તે તે કયાં ચોમાસું રહેલાં છે તે જણાવવા કૃપા કરશો.
ઉત્તમબાઈને તપાસ કરાવવામાં જે કાંઈ ખરચ થશે તે શેઠ આપવા તૈયાર છે. તેમના સંસારી૫ણાના પતિનું નામ કેશવલાલ છે. ચંદ્રાવતીનાં રહીશ છે; ઉપરના સરનામે જરૂર પત્ર લખશે.
તમને પેલી જુબાનીની નકલ મોકલી હતી તેનો કોઈ ઉપયોગ થયા હોય તે જણાવશે. તમે અને તમારાં પત્નીએ ઉપાડેલી પ્રવૃત્તિ માટે તમને બંનેને ખરેખર ધન્યવાદ ઘટે છે. અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજમાં મારું નામ દાખલ કરશો. વળી તે સાથે “ભગિની સમાજમાં મારી પત્ની અ. સે. ચતુરાનું નામ દાખલ કરવા આપનાં પત્નીને સૂચવશો. તસ્દી માફ કરશે. આ પત્રને જવાબ વળતી ટપાલે લખશે.
લી. આપને, રમણિકલાલ કરસનલાલ નાણાવટી. ઉપર પ્રમાણે કાગળ લખી જગજીવનદાસને વાંચી સંભળાવ્યો.
જગજીવનદાસે કહ્યું “બરાબર છે. બીડીને ટપાલમાં નાખી દે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણુ, તપાસ અને મેળાપ. ૩૬૭
રમણિકલાલે કવર ઉપર સરનામું કરી કાગળ ખીડી પટાવાળા સાથે ટપાલમાં રવાના કર્યાં અને મને પોતાની રૂમમાં ચાલ્યા ગયા.
ત્રીજા દિવસે સવારે રમણિકલાલ અને ચતુરા ખારી આગળ *ઉભાં ઊભાં વાતા કરતાં હતાં તેવામાં પાસ્ટમૅન કાગળ લેટર ખાસમાં નાખી ચાલતા થયા. ચતુરાએ લેટર આક્સ ઉધાડી કાગળ રમણિકલાલના હાથમાં મુક્યા.
“હું આજ કાગળની આજે ક્યારના રાહ જોઈ રહ્યા હતા ” એમ ઇન્તેજારી બતાવી તરતજ કાગળ ફાડી રમણિકલાલ વાંચવા લાગ્યા. ચતુરા પણ પેાતાની પ્રકૃતિ પ્રમાણે રમણિકલાલના ખભે હાથ મુકી જોડે ઉભી રહી વાંચવા લાગી—
ભદ્રાપુરી. ભાદરવા સુદ ૮
રા. રા. રમણિકલાલ.
તમારે પત્ર આજે મળ્યા, જવાબમાં જણાવવાનુ કે એક ઉત્તમશ્રી નામનાં આશરે ચાળીસ પીસ્તાળીસ વરસની ઉમરનાં સાધ્વી ગયા માહ માસમાં અત્રે સૂર્યવિજય આચાર્યની સાથે આવેલાં, તે તમારા શેઠનાં માતુશ્રી કે કેમ તે અમારાથી ન કહી રાકાય. તેએ અત્રેથી વિહાર કરી માલિકા, મધુરી વીગેરે ગામેા તરફ ઉપડી ગયેલાં છે. હાલ તે ક્યાં ચામાસું છે તે જાણવામાં નથી. તેમ છતાં અમે પુછાવીશું અને જાણવામાં આવેથી તમને જણાવીશું.
પેલી જુબાનીમાં જણાવેલી સરિતાને તેના મામાએજ કોઈ શ્રીમતને વેચી ચેલી મનાવવા આપી દીધેલી હોય એમ તપાસ ઉપરથી જણાય છે. સાધ્વીઓએ તેને ક્યાં સંતાડી છે તેને પત્તો નથી. સાધુ સાધ્વી તેમને એવાં ગુપ્ત સ્થળેાએ સતાડે છે અને અંધ શ્રદ્ધાળુ ભકતા તેમને એવી છુપી રીતે મદદ કરે છે કે ગુમ થયેલાં છેકરા છેકરીના પત્તા લાગતા નથી. અમે તે કામમાંજ ગુથાયેલા છીએ.
અમારા નણવામાં આવ્યું હતું કે તમારાં પત્ની ચતુરાબાઈ એ સાધ્વીના ત્રાસથી અને શારીદિક દુઃખથી દીક્ષાવેશ છેાડી પાછા તમારી સાથે ગૃહસસારમાં જેડાયાં છે. તમે તેમનું નામ ગિનીસમાજમાં દાખલ કરવા સૂચના કરી તે હકીકત ઉપરની સાંભળેલી વાતને પૂરો ટકા આપે છે. તમારૂં નામ પણ સમાજમાં દાખલ કરવામાં આવ્યું છે આ માટે અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પ્રકરણ ૩૬ મું.
બંને તમારા બંનેને બંને સમાજ તરફથી ઉપકાર માનીએ છીએ. તમારા શેઠ પણ અમારા સમાજમાં જોડાય એવી આશા રાખીએ છીએ. અમારી વતી તેમને અભિનંદન કહેશે. જાણવા જોગ સમાચાર હોય તે જરૂર જણાવશે.
લી. નેહાધીન
રસિકલાલ સુંદરલાલ શાહ. તા. ક. ૫૦ સૈ. માલતીએ ખાસ લખાવ્યું છે કે તમારાં ધર્મ પત્ની અ. સૈ. ચતુરાની જાહેર હીંમત માટે ભગિની સમાજ તરફથી અભિનંદન આપવામાં આવે છે.
ઉપર પ્રમાણે પત્ર વાંચી રહી રમણિકલાલ હશીને બોલ્યો, “સ્ત્રીનાં સૌએ વખાણ કરે. માલતીએ પણ ધન્યવાદ આપે. પુરૂષને તો ભાવજ પુછાય નહીં. મને લાગે છે કે તને બોલાવી જાહેર માનપત્ર આપશે.”
ચતુરા બેલી–“મારે તેવું માનપત્ર જોઈતું નથી. તે આપે ય નહીં ને મારાથી લેવાય નહીં. તે તે ઠીક પરંતુ આ ઉત્તમશ્રીને તે ઓળખું છું. કંચનશ્રી પાસે બીજો કોઈ ઉત્તમશ્રી નથી. ઉત્તમશ્રીના દુઃખને હેવાલ મને માલમ છે. ઉપાશ્રયમાં દુઃખમાં મારી ચાકરી કરનાર ઉત્તમશ્રી હતાં. મારે લીધે કંચનશ્રીથી છુટાં પડયાં. ઉત્તમશ્રી, ચંદનથી અને હું એમ અમે ત્રણે ગાંધારીમાં રહ્યાં.પરેશન કરાવવા મને દવાખાનામાં શ્રાવકે લઈ ગયા.ચેમાસું હોવાથી તે ગાંધારીમાં જ હશે. મને પુછ્યું હોત તો હું તમને કહેત. સારું થયું કે જવાબ આપણું ઘરના સરનામે આવ્યો એટલે મને જાણવાનું મળ્યું.” ' રમણિકલાલ-“તે વાત તે બરાબર. આ કાગળ તેમને વંચાવું છે તે ઉપરથી વાત નીકળશે એટલે તેમને હકીકત કહીશ, તે પછી જે તે કહેશે તેમ કરીશું.” એમ કહી રમણિકલાલ તે કાગળ લઈ રતિલાલને વંચાવવા ગયે, અને સવિસ્તર સમાચાર કહ્યા.
ઉર્મિલા-“જ્યારે ચતુરા તે હકીકત જાણે છે તે આપણે તેમને એક દિવસ જમવા બેલા એટલે તેમની આગળ ચતુરા તે વાત કરશે.”
રતિલાલ-તે કહેવું બરાબર છે, આજે આપણે ઍફીસમાં વહેલા જઇએ, જગજીવનદાસ પણ પત્રની રાહ જોઇને બેઠા જ હશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ. ૩૬૯
આમ પત્ર વંચાવી રમણિકલાલ પિતાની ઓરડીમાં આવ્યો. બરાબર અગીઆર થયા કે રમણિકલાલ અને રતિલાલ ઓફીસમાં ગયા. થોડી વાર થઈ કે જગજીવનદાસની મેટર આવી. પિતાની રીસમાં રમણિકલાલ અને રતિલાલને બોલાવ્યા. તે તે ધારતા હતા જ કે હમણાં સીપાઈ બોલાવવા આવશે. તે બંને શેઠની પાસે ગયા.
રમણિકલાલે ખીસામાંથી કાગળ કાઢી વંચાવ્યા, તે સાંભળી જગજીવનદાસ ઉદાસ થઈ બોલ્યા “આમાં તે કાંઈ ખુલાસો આવ્યો નહીં.”
પછી ધીમે રહીને રતિલાલે કહ્યું “રમણિકલાલનાં પત્ની ચતુરા તમામ હકીકત ઉત્તમથી સંબંધી જાણે છે. ત્રણ ચાર માસ સુધી તેમની પત્નીની ચાકરી કરનાર તે ઉત્તમશ્રીજ હતાં. તેમની વાત ઉપરથી જણાય છે કે તેજ તમારાં માતુશ્રી હશે.”
જગજીવનદાસ–“ત્યારે તે દિવસે તેમણે મને કેમ વાત ન કરી? તે વખતે જ તે બાબતને ખુલાસે થાત.”
રતિલાલ–“તમે નવા નવી આવેલા, મળવાનો પરિચય નહીં એટલે શરમને લીધે તમારા આગળ બોલી શકી નહીં, માટે ફરી મારે ત્યાં જમવા આવે એટલે વાતને ખુલાસે થશે.”
જગજીવનદાસ–“હું તમારે ત્યાં જમવા આવું તેના કરતાં તમે મારા બંગલે સાંજે જમવાનું રાખે તે શું બેટું ? વાત કરીશું.”
આ સાંભળી રતિલાલ રમણિકલાલની સામે જોઈ હસી ગયો “આ તો નેતરું આપવા જતાં નેતરું સ્વીકારવાનો વખત આવ્યો.”
જગજીવનદાસે તરતજ બેલ વગાડી પટાવાળાને બોલાવ્યો અને રતિલાલને સૂચના કરી, “રતિલાલ ! આ પટાવાળાને ચીઠી લખી આપો, તે લઈ તમારા ઘેર આપી આવે. આપણે પાંચ વાગે તેમને મોટર તેડવા માટે મોકલીશું.”
રતિલાલે ચીઠી લખી આપી. શેઠે પોતાના બંગલે ટેલીફેનથી ભટને ખબર આપી દીધી. રતિલાલ ને રમણિકલાલ પોતાના રૂમમાં ગયા. મા સંબંધી ચતુરા પાસેથી ક્યારે ખુલાસો મેળવું એવી જગજીવનદાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રકરણ ૩૬ મું.
મનમાં અધીરાઈ પ્રકટ થઈ. વિચાર આવવાથી પટાવાળાને બોલાવી ફરી રમણિકલાલને બોલાવ્યો. રમણિકલાલ હાજર થઈ શેઠને પુછવા લાગે “કેમ શું કામ છે?”
જગજીવનદાસ–“ફીસમાં એક અંગ્રેજી ભણેલે માણસ રાખવાને છે અને તે મારું ખાનગી કામ કરે તે જોઈએ. નમ્ર સ્વભાવને, મહેનતુ અને પ્રમાણિક જોઈએ. પગાર રૂ. ૧૦૦) આપવામાં આવશે. જે તે બહુ ચાલાક નીકળે તે મારી સાથે હેમ્બર્ગ પણ લઈ જાઉં. જૈન હેય તો ઠીક.”
રમણિકલાલ “બહુ સારું, તપાસ કરી તમને જણાવીશ.” એમ કહી રમણિકલાલે રતિલાલની પાસે જઈ માણસ સંબંધી વાત કરી.
રતિલાલ–“તારે મિત્ર કેઈ લાયક હેય તે ભલામણ કર”
રમણિકલાલે યાદ કરી જણાવ્યું “મારી ગંભીર માંદગી વખતે સારવાર કરનાર મી. દશરથલાલ છે, તે પ્રમાણિક, ઘણેજ મહેનતુ અને લાયક છે. ચતુરા પણ તેને ઓળખે છે. પ્રીવીઅસ પાસ છે. હાલમાં તે રૂ. ૬) ના પગારે એક ઠેકાણે નોકરી છે માટે જે સલાહ હોય તે તેને બોલાવું. અઠવાડીઉં રજા લઈને આવશે. પર નથી.
રતિલાલ-“આજે પત્ર લખી તેને વિચાર મંગાવી છે. તે હા પાડે તો પછી શેઠને વાત કરી પત્ર લખી તેને અત્રે બોલાવ.”
રમણિકલાલને આ સલાહ વ્યાજબી લાગવાથી દશરથલાલને પત્ર લખી રવાના કર્યો.
ઘડીઆળમાં પાંચ થયા કે શેઠને વાલકેશ્વર મુકી આવી સફરે ઍફીસ આગળ મોટર ખડી કરી. તેમાં રતિલાલ અને રમણિકલાલ બેશી પિતાને મુકામે જઈ ઉર્મિલા અને ચતુરાને લઈ વાલકેશ્વર ગયા. તેઓ દિવાનખાનામાં સ્વસ્થ થઈ બેઠાં. ઉર્મિલાએ ધીમે ધીમે ચતુરાને વાર્તાવિનેદમાં ઉતારી. ચતુરા પણ વાત કરવાની અને પ્રશ્નને જવાબ આપવાની પ્રસંગે પ્રસંગે બુટ લેવા લાગી. પછી તે મંડળી સાથે
જમવા બેઠી. જમતાં જમતાં ઉત્તમબાઇની વાત જગજીવનદાસે કાઠી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ.
૩૭૧
પરંતુ ઉર્મિલાએ બીજી વાતોના એવા પ્રસંગે લાવો મુક્યા છે તે વાતને ખુલાસે કરવાની ચતુરાને તક આપી નહીં, કારણકે ઉત્તમશ્રીના દુઃખને હેવાલ કહેવાથી જગજીવનદાસના હૃદયને દિલગીરી ય તેમ હતું. તેવી દિલગીરી જમતાં જમતાં કરાવવી ઉર્મિલાને ઠીક લાગી નહીં.
જમ્યા પછી તેઓ ઉપર દીવાનખાનામાં બેઠાં. ત્રણે બાજુથી મંદ મંદ પવન આવતો હતો. આગળ દરીઆને સુંદર દેખાવ દૃષ્ટિગેચર થતું હતું. આમ સમય અને સંગ ધ્યાનમાં લઈ ઉર્મિલાએ ચતુરાને પુછ્યું “ચતુરાભાભી! તમે ઉત્તમશ્રીને ઓળખે છે?”
ચતુરાએ જવાબ આપ્યો “ઘણું સારી રીતે.”
જગજીવનદાસે પુછ્યું “તમારે અને તેમને કયારે સંબંધ થયો અને કયારે અને કયાં છુટાં પડ્યાં તે હકીકત જાણવા માગું છું.”
ચતુરા બેલી “મેં માહ વદ ૭ ના રોજ વિજય પાસે દીક્ષા લીધી અને કંચનશ્રીની ચેલી બની. સાધ્વીઓ સાથે જોડાઈ. તે વખતે ઉત્તમશ્રી અને અમે સૌ સાથે હતાં, અમે ત્યાંથી વિહાર કર્યો. રસ્તામાં મને કાંટા વાગ્યા, ફલા પડયા, છતાં વિહાર કરાવે, મારી પાસેથી એવું કામ લે કે હું થાકી જાઉં તો પણ દયા ન આવે. છેવટે હું માંદી પડી, તાવ આવ્યો, પગ સુઝી ગયા, છતાં મને ચલાવી. તેમાં મરડાનું દરદ થયું એટલે મને ગાંધારીમાં એકલી મુકી. તેમની જોડે ઉત્તમથી હતાં તેમને દયા આવી તેથી તે તથા તેમની ચેલી રચંદશ્રી મારી ચાકરી કરવા રોકાયાં. તેમને આવીને આચાર્ય લડી ગયા, પણ ઉત્તમશ્રીએ તેમના માથામાં વાગે તે જવાબ આપ્યો. ૨-૩ માસ દવા ચાલી તે દરમીઆન અમે એક બીજાના દુઃખની વાત કરી હૃદય ખાલી કરી આશ્વાસન મેળવતાં. ઉત્તમથી કહેતાં કે એક ૧૪–૧૫ વરસને છોકરો મુકીને તેમણે ગરીબાઈના કારણને લઈને દીક્ષા લીધી છે. કંચનશ્રીને ત્રાસ ૪-૫ વરસ તો તે સહન ન કરી શકયાં, તેથી તે એક વાર કેધે ભરાઈ તેમની સામે બોલ્યાં. ત્યારથી કંચનશ્રી તેમના પ્રત્યે કરડી નજરથી જોવા લાગ્યાં. દીક્ષા લીધા પછી ઉત્તમ શ્રી કળ કરીને બેઠાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭ર
પ્રકરણ ૩૬ મું.
દુઃખમાં દિવસ કાઢે છે. જે તે મારી મદદમાં ઉભા ન રહ્યાં હતા તે મારી બુરી દશા થાત. તેમનો સ્વભાવ ઘણોજ માયાળુ છે. કંચનશ્રીની તમામ ચેલીઓને ઘણું જ દુઃખ છે, કેટલીક તે તેમની પાસેથી ચાલી ગઈ છે, ગાંધારીથી મને મેટરમાં બેસાડી મસાનું ઑપરેશન કરાવવા કનકનગરના દવાખાનામાં શ્રાવકે લાવ્યા, ત્યાં તેમનો (રમણિકલાલ) મેળાપ થવાથી દીક્ષા મુકી ઘેર આવી. હાલ તે ઉત્તમ શ્રી ગાંધારીમાં હેવાં જોઈએ, કારણકે ચેમાસું હોવાથી તે બીજે જઈ શકે નહીં. ત્યાં તપાસ કરવાથી તેમને મળી શકાશે. પણ એટલું ધ્યાનમાં રાખવા જેવું છે કે સાધુની કેટલીક ટોળી એવી છે કે સાધુ કે સાધ્વીને કઈ કહેવા જાય છે તે તેના ઉપર ગાળાને વરસાદ વરસાવે છે પણ હવે એટલું સારું થયું છે કે અયોગ્ય દીક્ષા અટકાવવા આવા સાધુ સાધ્વી વિરૂદ્ધ સમાજ ઉભો થયો છે એટલે તે હવે પહેલા કરતાં નરમ પડ્યા છે. મારા અનુભવ ઉપરથી કહું છું કે મારા જેવી ઘણી સાધ્વીઓ દુઃખ ભોગવતી હશે! પણ તે શું કરે? સંસારમાં કે તેમને સ્વીકાર કરે ? કુંવારી હોય તે પણ કઈ પરણનાર ન મળે, વિધવાને તે ઉભા રહેવાનું
સ્થાન જ નહીં. સધવા પાછી આવે તો પણ સ્વીકારે નહીં, આ તે મારું, નસીબ કે તેમણે મારા ઉપર દયા લાવી મારે સ્વીકાર કર્યો, નહીં તો. દુઃખમાં રીબાઈ રીબાઈ દિવસ કાઢત. કંચનશ્રીને તે ઘણેજ ત્રાસ છે. આ પ્રમાણે મારી આત્મકથા છે.” • આ સાંભળી જગજીવનદાસે કહ્યું “ત્યારે તમે ઉત્તમશ્રીથી ગાંધારીથી છુટાં પડ્યાં. તમારું માનવું છે કે ઉત્તમશ્રી ગાંધારી હશે?”
ચતુરા–“હા, ચેકસ માનવું છે, જે તે તમારાં માતુશ્રી હેય તે.” જગજીવનદાસ–“ગાંધારી કયાં આવ્યું ?”
ચતુરા–“કનકનગરથી મેટરમાં જવાય છે,” ત્યાં રેલ્વે નથી. પણ રસ્તે સારે છે, મને જરા પણ અડચણ પડી નહોતી.”
જગજીવનદાસ–“રતિલાલ ! ત્યારે આપણે સૌ સાથે ત્યાં જઈ આવીએ તો ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ. ૩૭૩ mironnin
રતિલાલ–" પ્રથમ એક માણસ મોકલી તપાસ કરાવીએ કે તે ત્યાં છે કે કેમ. જે તે ત્યાં હોય તે પછી આપણે જઈએ.”
ચતુરા–“તે ઉત્તમશ્રી તે ગાંધારીમાંજ હશે તેમાં શક નથી. માટે જે મળવું હોય તે બધા સાથેજ ચાલે. વળી જે તેમને સંસારીપણમાં આવવાની મરજી હોય અને જગજીવનદાસ શેઠને રાખવાની ઈચ્છા હોય તે કપડાં પહેરાવી અહીં લાવવાં.”
જગજીવનદાસ–“મને ચતુરાબેનની સલાહ વ્યાજબી લાગે છે. આપણે પાંચે સાથે નોકર રસોઈએ લઈ કાલેજ તે તરફ ઉપડીએ. તમારા બંને માટે હું રાજબિહારીલાલને વાત કરીશ.”
ઉર્મિલા–“મને પણ તે વિચાર ઠીક પસંદ પડે છે. જે ઉત્તમશ્રીને આવવાની ઇચ્છા હશે તે સાથે લાવી શકાશે.'
આ પ્રમાણે સલાહ મેળવી ત્યાંથી ઉઠી રસ્તામાં ચેપારીની હવા લઈ બંને આનંદી દંપતી પિતાને ઘેર ગયાં.
બીજે દિવસે જગજીવનદાસે રાજબિહારીલાલને વાત કરી. તેમણે પણ તેજ સલાહ આપી. કનકનગરમાં આ પેઢીની શાખા હોવાથી ત્યાં તાર મુકી ખબર આપી, અને સેકન્ડ કલાસ કેમ્પાર્ટમેન્ટ રીઝવર્ડ કરાવ્યું. રાત્રે તેઓ કોલાબા સ્ટેશને ભેગાં થયાં અને મેલ પછીની ફાસ્ટ ટ્રેનમાં કનકનગર તરફ ગયાં.
કનકનગર સવારે સાત વાગે પહોંચ્યાં. સ્ટેશન ઉપર પેઢીને મેનેજર લેવા માટે આવ્યો હતો. પેઢીમાં જઈ જમી તરતજ બે મોટર ભાડાની કરી ગાંધારી તરફ ઉપડયાં. ગામ બહાર નાની ધર્મશાળા હતી ત્યાં મુકામ કર્યો.
રતિલાલ વગેરે એક માણસને સાથે રાખી તેને એક પિોટકી આપી. જ્યાં ઉતમથી રહેતાં હતાં તે ઉપાશ્રયમાં ગયાં, પણ ત્યાં તો કઈ જણાયું નહીં. પછી પુછતાં કેઈએ કહ્યું કે તેમને તો અહીંથી કઈ સાધુએ લડીને કઢાવ્યાં છે તેથી આ જોડેની ગલીમાં એક મકાન
છે તેમાં રહે છે. તેમને લીધે તે અહીંઆ કછઆ થયા છે. ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રકરણ ૩૬ મું.
હું તમને બતાવું.” એમ કહી તે આગળ થયો.
બે ત્રણ ગલીએ, વટાવી કે તે મકાન આવ્યું. પુરૂષોને બહાર રાખી ચતુરશ્રી અને ઉર્મિલા અંદર ગયાં તે ઉત્તમશ્રી તથા ચંદન શ્રી આહાર પાણી લઇ પરવારી આગલા ભાગમાં આવતાં હતાં. તેમને જોઈ ચતુરશ્રી અને ઉર્મિલા ખમાસણ લઈ વંદન કરવા લાગ્યાં. વંદન કરી ચતુરા બેલી “મહારાજ ! મને ઓળખી ?
ઉત્તમશ્રી-“ચતુરા ! તને કેમ ન ઓળખું છુટા પડે હજુ બે માસ થયા નથી એટલામાં ભૂલી જાઉં? તને આ પ્રમાણે સાજી થયેલી જોઈ હું ઘણી જ ખુશ થઈ છું. તારા ગયા પછી તે અત્રે ખૂબ તકરાર થઈ. આચાર્યશ્રીના ભકતે આવ્યા અને અમને ઉપાશ્રયમાંથી કાઢ્યાં. પણ તેમની સામે બીજી જુવાનીઆ ટોળી ઉભી થઈ છે, તેમણે અમને અને મકાન આપ્યું. અત્રે પણ એક શશીકાંતની દીક્ષાને ઝગડો ઉભું થયું છે, મારા મારી અને લડાઈઓ ચાલે છે. ચતુરા ! તું તે દુઃખમાંથી છુટી પણ અમે બે તે દુઃખમાં સડીએ છીએ. “ તારી સાથે આ કેણ છે?”
ચતુરા- “એ અમારાં ખાસ મેળાપી છે.” ઉત્તમશ્રી–બહાર કોણ છે ?”
ચતુરા–“તે સૌ આપને મળવાને ચહાય છે.” એમ કહી તેમને અંદર બેલાવ્યા. મહારાજને વંદન કરી તેઓ તેમની આગળ બેઠા. પછી ચતુરા તેમની ઓળખાણ કરાવતાં કહેવા લાગી “આ રતિલાલ અને આ તેમનાં પત્ની ઉર્મિલા.” પછી ઉર્મિલા જરા હસીને બોલી
આ રમણિકલાલ અને આ તેમનાં પત્ની ચતુરા.” આ સાંભળી ઉત્તમ શ્રી હરી ધીમે રહી બોલ્યાં “હું તેમને સજોડે જોઈ ખુશી થઇ છું, પણ આ ભાઈ કોણ છે?”
રતિલાલ “તે મારા મિત્ર થાય છે. ” ઉત્તમથી—“તેમનું નામ શું?”
રતિલાલ-“શેઠ જગજીવનદાસ લૈટરીવાળ." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ. ૩૭૫
ઉત્તમશ્રી– તેમને ક્યાં રહેવું?”
રતિલાલ-મુંબઈ રહે છે. તેમની માએ તેમને નાને મુકી દીક્ષા લીધેલી. તે ચાલાક હોવાથી શેઠે તેમને જર્મની મેકલ્યા, ત્યાં પાંચ વરસ રહ્યા. નસીબયોગે બે લાખ રૂપીઆ ફૈટરીમાં મળ્યા. શેઠે તે રૂપીઆ વેપારમાં રોક્યા, સારે નફે મ. મુંબઇમાં આવ્યા પછી આ ચતુરા બેનની સાથે મળવાને પ્રસંગ આવ્યો. ચતુરાએ પિતાને હેવાલ કહ્યું તે ઉપરથી તેમને પિતાની માને વાંદવા આવવાનું મન થયું. તેમની માનું નામ ઉત્તમબાઈ હતું. તેથી હાલમાં કદાચ ઉત્તમથી નામ રાખ્યું હોય. ચતુરા બેને તમારી અને ચંદન શ્રીની વાત કરેલી તે ઉપરથી તમને મળવા આવ્યા. કદાચ તમને તેમની ખબર હોય તે અમે તપાસ કરીએ. અને જે તે મળી આવે તે અને તેમને દુઃખ હોય તે તેમને ઘેર લાવી તે ચાકરી કરે, માની ભક્તિ કરે એમ ધારી તે અમારી સાથે આવ્યા છે.”
આ સાંભળી ઉત્તમથી બેલ્યાં. “ભાઈ ! હું શું કહું? તમે કહે છે તેવી રીતે મેં મારા ચઉદ વરસના છેકરાને રખડત મુકી દીક્ષા લીધી છે. તે વાતને આઠ વરસ થઈ ગયાં. હાલમાં મને પારાવાર દુઃખ છે. આવી એકાંત જગામાં પડી રહેવું પડે છે. બીજી સાવીઓની ગાળો ખાવી પડે છે, છુપી રીતે છોકરીઓને સંતાડવી પડે છે. અમે અમારું દુઃખ કહી શકતાં નથી. આ ચતુરાની માફક હું - આ પીળો ભેખ છેડી સંસારમાં આવું તો ઉલટું બમણું દુઃખ થાય. ક્યાં ઉભી રહું? આ બિચારી મારી ચેલીની પણ એવી જ દશા છે, તેને એવી જગાએ સંતાડી નસાડી દીક્ષા આપી છે કે વાત કરવા જેવી નથી. તેનાં માબાપ વગેરે મરી પરવાર્યા છે. દીક્ષા છેડી દે તે કોણ પરણનાર મળે ? આવી અમારી દુઃખની કથા છે. હવે મને મારે છેકરે ક્યાં મળે ? વચ્ચે આઠ વરસ પણ થઈ ગયાં.” આમ સખેદ સ્વરે જણાવી જગજીવનદાસની સામું ધારીને જેઈ ઉડે વિચાર કરી કહેવા લાગ્યાં “ભાઈ જગજીવનદાસ! તમારા પિતાશ્રીનું નામ શું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પ્રકરણ ૩૬ મું.
જગજીવનદાસ-“કેશવલાલ.”
એ સાંભળી ઉત્તમશ્રી બારીકાઈથી સજળ આંખે જોવા લાગ્યાં અને ફરી પ્રશ્ન કર્યો “તમારું મૂળ વતન કયા ગામમાં તે યાદ છે ?”
જગજીવનદાસ–“હા. ચંદ્રાવતીમાં, અને મારી માએ પણ ચંદ્રાવતીમાંજ દીક્ષા લીધી હતી એટલું યાદ છે. મારી મા તમારા જેવાં જ હતાં.”
આ સાંભળી ઉત્તમશ્રીના મનમાં થવા લાગ્યું કે “શું આ મારે જગલે તો નહીં હોય ? બધું મળતું આવે છે. એજ હોય તો કેવું સારું ? મારું નસીબ બદલાઈ જાય. હવે તે સંકાનું નિરાકરણ કરવા દે.” આમ તેમની ઉત્કંઠા વધવાથી ઉત્તમશ્રી બેલ્યાં “ભાઈ ખોટું લાગે તે માફ કરજે, તમને જેવાથી અને હકીકત જાણવાથી મને એમ લાગે છે કે તમે મારા છોકરા જગલા જેવા જણુઓ છો.”
જગજીવનદાસ-“હા, બા, હું તારે જગલોજ, એજ તારે તેફાની જગલે. જર્મની ગયા પછી પિસે મળવાથી જગલો બદલાઈ શેઠ જગજીવનદાસ લૈટરીવાળા લોકો મને કહે છે પણ બા ! હું તારે જગલેજ છું. હવે તને આમ દુઃખી મુકી ખસવા માગતા નથી. તું મારી સાથે ચાલ અને સુખથી રહે. અગર હું તારી જોડે રહું અને તારી ચાકરી કરું.”
બંનેની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. થોડી વાર સુધી તો બંને બોલી શક્યાં નહીં. આ દેખાવથી રમણિકલાલ ચતુરા વિગેરેની આંખો પણ સાબુ બની ગઈ.
ચતુરા–“ઉત્તમશ્રી ! તમે મને જે કહેતાં હતાં તે સર્વ વાતનું સમાધાન થાય છે. દીક્ષા છેડી ક્યાં જઈને બેસું એવી તમારી જે મુશ્કેલી હતી તે નીકળી જાય છે. સારા નસીબે આ સંયોગ ઉભા કરેલા જણાય છે માટે લાભ લઈ લે. સંસારમાં રહી ધર્મકરણું ક્યાં કરી શકાતી નથી? આમ દુઃખ ભોગવવું અને આર્તધ્યાન કરી જીવન
ખરાબ કરવું તેના કરતાં આવા પુત્રને ત્યાં રહેવાથી શું નુકસાન ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
મુશ્કેલી હતી પણ લઈ લે.
સ
ને
આર્તધ્યાન કરી
Page #394
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાતાનું તીવ્ર સ્મરણ, તપાસ અને મેળાપ.
૩૭૭
ઉત્તમશ્રી-“ચતુરા! હું તેજ વિચાર કરું છું. પણ.....”
ચતુરા–“પણ બલી કેમ અટકી ગયાં ? તમારે જે અનુકૂકાતા જોઈતી હોય તે તમામ હું પૂરી પાડું. હું તો હવે સંસારી છું. માટે જરા પણ મુંઝાશે નહીં.”
ઉત્તમશ્રી–“હું મારી જાત માટે મુંઝાતી નથી પરંતુ આ બિચારી ચંદન શ્રી ચેલીની શી વલે થાય તેને મને વિચાર આવે છે. તેને હું જરા પણ છેડી શકું તેમ નથી. જ્યાં હું ત્યાં તે, મારા સુખે સુખી અને દુઃખે દુઃખી જેવો સંબંધ અમારા બંનેને છે. ચંદનબી ! રડીશ નહીં. હું તને મુકીને સંસારમાં જવાની નથી. પહેલી તું અને પછી હું. માટે ધીરજ રાખ. તું જરા પણ ચિંતા કરીશ નહી.”
ચતુરા–“ ત્યારે હવે શો વિચાર કરે છે ? જે કરવું ધાર્યું હોય તેને હવે અમલ કરે.”
ઉત્તમશ્રી—“ચતુરા ! પણ અત્યારે કપડાં ક્યાંથી મળી શકે ? આ વેશમાં તમારી સાથે અમે બહાર નીકળીએ તો અમારી મોટી ફજેતી થાય અને કદાચ શ્રાવકે મારવા પણ નીકળે.”
ચતુરા–“જે માણસે તમને શોધી શોધીને ઘેર લાવવાને ઠેઠ મુંબઈથી અને આવી પ્રયત્ન કરી રહ્યા છે તેમણે શું આવી તૈયારીઓ નહીં કરી રાખી હેય?”
ઉત્તમથી—“ ક્યાં છે કપડાં ?”
ચતુરા–“બે જોડી નહીં પણ ચાર જોડી કપડાં લાવી છું.” એમ કહી બહાર બેઠેલા માણસ પાસેથી પિટકી મંગાવી.
ચતુરાએ બાજુની એક ઓરડી હતી તેમાં તે બંને સાધ્વીએને લઈ જઈ સંસારી કપડાં પહેરાવી દીધાં. બંનેનું સ્વરૂપ બદલાઈ ગયું. પેલી ચંદન શ્રીને યુવાનીને મેહ જરા જરા આ વચ્ચે ગુપ્તપણે પ્રદર્શિત કરવા લાગ્યાં. આ વખતે અંધારું થઈ ગયું હતું. ત્યાંથી તેઓ નીકળી ગામ બહાર ધર્મશાળામાં ગયાં અને વિલંબ નહીં કરતાં મોટરમાં બેશી રાત રાત કનકનગર ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પ્રકરણ ૩૭ મું.
બીજા દિવસે શેઠને પુછી રમણિકલાલ પોતાના મિત્ર દશરથલાલને ત્યાં જઈ તેને તેડી લાવી શેઠની રૂબરૂ મેળવ્યો. શેઠને પસંદ પડ્યું અને તેને દરમાસે સે રૂપીઆના પગારે નોકરીમાં રાખી લઈ સાથે મુંબઈ આવવા સૂચના કરી. ત્યાં બે ત્રણ દિવસ રહી જગજીવનદાસ વગેરે સુખરૂપ મુંબઈ આવી પહોંચ્યાં. અને ઉત્તમશ્રી મટી ઉત્તમલમી ના ધારણ કરી જગજીવનદાસની સાથે મા દીકરા તરીકે રહેવા લાગ્યાંચંદનશ્રીનું નામ બદલી ચંદનબાળા રાખવામાં આવ્યું.
પ્રકરણ ૩૭ મું.
મેનકાની દુર્દશા. પ્રીત થવી તે હેલ છે નિભાવવી નહિ હેલ પીતાં કેફ પડે મજા જેરવતાં મુશ્કેલ.
હે દિલ નહીં, વહ ચશ્મ નહીં, હે નજરનહીં,
સચ હય કે કીસીકે દિલકી કીસીકે ખબર નહી. વીરબાળાના અવસાન પછી મેનકાની સ્થિતિ બગડવા લાગી. પોલીસે પ્રાણલાલ બાબુને તથા જયંતીલાલને પકડી અટકમાં રાખ્યા. ચોવીસ કલાક કાચી જેલમાં રાખી બંનેને જામીન ઉપર છોડવામાં આવ્યા. મેનકાની પાસે આવતા ગ્રાહકે બંધ થઈ ગયા. તેને બેસવાનું અને વાત કરવાનું ઠેકાણું બસંતીલાલ અને બુલબુલ હતું. તેમણે આ તકનો લાભ લઈ મેનકાને ફસાવવાની પ્રપંચજાળ પાથરવા માંડી. જયંતીલાલ બહાર ગયે કે મેનકા બસંતીલાલ પાસે આવીને જયંતીલાલ સંબંધી બડબડાટ કરવા લાગી.
બસંતીલાલે કહ્યું “હવે જયંતીલાલ જરૂર જેલમાં જશે. વીરબાળાની જુબાનીમાં તારું નામ પણ બોલાય છે એટલે કદાચ પોલીસ તને પણ પકડે એમાં નવાઈ નથી. પેલા બાબુ સાહેબ પણ મરવાનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
vvvvvwvwwwvvvvvvv
મેનકાની દુર્દશા.
૩૯તે તે પાંચ સાત વરસની જેલજાત્રા કરવા જવાના. માટે હવે તારે સંભાળીને ચાલવાનું છે.”
આથી મેનકાના શરીરમાંથી પાણી છુટવા લાગ્યું. ગભરાઈ અને બકુલને દયામણું ચહેરે કરગરવા લાગી “તમે મને આશ્રય આપે. કહે તે તમારે ત્યાં રહું, પણ મને બચાવો.”
બકુલ–“વાહ! તું પણ ડાહી, તારે લીધે અમારે મરવાને વખત આવે. મારા ઘરમાં તારું કામ નથી.”
મેનકાને આ શબ્દો ઘણાજ આકરા લાગ્યા. આવી ક્રોધયુક્ત કઠેર ભાષા બકુલના મેમાંથી કદી પણ સાંભળી નહોતી. તે તે કાંઈ બેલીજ શકી નહીં. આંખમાંથી ખરખર આંસુ ખરવા લાગ્યાં.
બસંતીલાલ–“જે મેનકા સાંભળ ! આવા વખતે તું રડે તે શા કામનું? આ તો તું મારા ઘરમાં બેઠી છે એટલે ઠીક છે, પોલીસ પકડી જેલમાં પૂરી દેશે તો કેણુ તારે જામીન થઇ છોડાવવા આવનાર છે? પ્રાણલાલને તે તેના ભાઈએ અને જયંતીલાલને તેના શેઠ લાલભાઈએ જામીન ઉપર છેડાવ્યા, પણ તારે ક્યો ભાઈ કે સગે છે કે તે તારી સંભાળ લેશે? માટે હવે આ માળામાં રહેવું તારે માટે બહુ જોખમ ભરેલું છે. પોલીસ પકડી જશે તે જેલમાં તારી ચામડી ચુંથાશે.”
મેનકા–“ ત્યારે મને મારા દેશમાં એકલી દે. અમરાપુર સુધીની કઈ સેબત કરી આપે એટલે ત્યાં ઉતરી ત્યાંથી મોટરમાં એકલી બક્ષીપુર જઈશ.''
બસંતીલાલ–“તે વાત બરાબર છે. સારી સેબત તને મેળવી આપું, તે માટે જરા પણ ચિંતા કરીશ નહીં. કાલે રાત્રે મેલમાં તને જરૂર રવાના કરીશ.”
બકુલ–“તારી આ વાત ગમી. તેમાં અમને પણ વધે નહીં, અને તેને પણ વાંધે નહીં. પોલીસ આવીને પુછશે તે કહીશું કે તે તે એરડી ખાલી કરીને ચાલ્યાં ગયાં. ક્યાં ગયાં તેની અમને શી ખબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પ્રકરણ ૩૭ મું.
પડે! એવો પોલીસના માથામાં વાગે તે જવાબ આપી દઇશું !”
આ શબ્દોથી મેનકાના મનમાં જરા ધીરજ આવી. અને ધીમે રહી બેલી “જયંતીલાલ સાથે મારો હીસાબ સમજવાનો છે તથા દાગીના પણ તેમની તીજોરીમાં છે તે પણ લેવાના છે માટે તે સંબંધી શું કરવું તેની મને સલાહ આપે. હું તે હવે તમારી સલાહ ઉપરજ જીવું છું એમ સમજજે.”
બસંતીલાલ–“હિસાબ સમજતાં કેટલી વાર ? હું પાસે રહી તારું ઠેકાણું પાડી આપું છું. જયંતીલાલ આવે એટલે તેની સાથે વાત કર અને મને બોલાવ. તારી પાસે પેટીઓ હોય તો તેમાં તમામ તારાં કપડાં અને જે દર દાગીના હેય તે ભરી દે.”
મેનકા–“એટલું હીસાબનું કામ કરી આપો તે તમારી મોટી મહેરબાની. પેટીઓ તે બે મારી પાસે સારી છે. તેમાં મારે બધો સામાન સમાઈ જશે.”
એટલામાં તો જયંતીલાલે એરડીનાં બારણું ખખડાવ્યાં કે મેનકા ઉઠીને પિતાની ઓરડીમાં ગઈ અને એકદમ જયંતીલાલને કહેવા લાગી અત્યાર સુધી ક્યાં ગયા હતા ? મને તે પોલીસની એવી બીક લાગે છે કે મને પકડી જશે તે મારી શી વલે થશે? માટે મને હવે તમે દેશમાં મોકલી દો. જેથી તમારી વલે થઈ તેવી મારી વલે થાય તે માટે વીરબાળાની પેઠે આપઘાત કરવાનો પ્રસંગ આવે. મારે તે હવે અહીં રહેવું નથી, કાલે દેશમાં મોકલી આપે. મારા ભાગમાં જે પૈસા નીકળે તે તથા મારા જે દાગીના તથા કપડાં હોય તે મને આપે.”
જયંતીલાલ “ આમ આવી આફત વખતે તું આમ ઉતાવળ કરે તે શી રીતે બને ? મારે જીવ હજુ સ્થિર કરતો નથી. હમણાં વકીલને ત્યાં જઈ આવ્યો. બસે રૂપીઆ આપી આવ્યો, હજુ કેસ તે લડવાનો બાકી. બેરી મરી ગઈ અને મને મારતી ગઈ.” એમ
ગદગદ સ્વરે બોલી જયંતીલાલ રડવા બેઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
મેનકાની દુર્દશા.
૩૮
- મેનકા–“તમે રડે કે ન રડે, પણ મારી શી દશા ? મેં તો ઉલટ તમારા ઉપર ઉપકાર કર્યો છે. તમારી પાઈ મેં ખાધી નથી. મારી કમાણે ઉપર તમે આટલો વૈભવ રાખેલો છે, છતાં કદાચ પિોલીસ પકડી મને જેલમાં નાખે તો તમે પૈસે ખરચી છેડાવવા આવે એવી મને આશા નથી. જે ધણું પિતાની બૈરીને સગે ન થયો તે મારે શું સગો થવાને છે? માટે હિસાબે જે પૈસા થાય તે મને આપી દો અને મારે દાગીને સોંપી દે. કાલે તમે મને બત કરી નહીં મોકલે તો હું જાતે એકલી ચાલી જઇશ.”
જયંતીલાલ “ તું આટલીજ મારી સગી ને?”
મેનકા–“પણ તમે મારા કેટલા સગા છે તેને વિચાર કરી મને શીખામણ દે? મારે હવે તમારી સાથે સંબંધ રાખવો નથી.”
આ પ્રમાણે બોલા ચાલી સાંભળી બસંતીલાલ તેમની એરડીમાં આવ્યો અને શીખામણ રૂપે કહેવા લાગ્યો “કદી નહીં ને આજે આ શી ધમાલ ? સારું કહેવાય નહીં, કઈ પાડોશી સાંભળે તે આપણું ફજેતી થાય. શું વાંધો પડ્યો છે ?”
મેનકા–“મને પોલીસ પકડશે એવી મને ધાસ્તી છે માટે મારે દેશમાં જવું છે, તેથી હું મારો હીસાબ કરી રૂપીઆ માગું છું અને તેમની તીજોરીમાં મારે દાગીને છે તે માગું છું. કહે એમાં મેં શું ખોટું કહ્યું?”
જયંતીલાલ-“ના નથી પાડી, પણ આમ ઉતાવળ કરે શી રીતે પટે? કેસ લડવામાંજ બે ત્રણ હજાર રૂપીઆ થશે તે હું ક્યાંથી લાવીશ? કમાણી તો બંધ થઈ ગઈ. એટલું વળી સારું છે કે લાલભાઈ શેઠની મહેરબાની છે એટલે ઉભા રહેવાની જગે છે. જામીન ઉપર પણ તેમણે મને છોડાવ્યો તે તમે જાણે છે. આવા સંકટ વખતે તે. ઉતાવળ કરે તે મને શી રીતે પાલવે ? મારા મનમાં તે એમ હતું કે આ વાત જરા શાંત પડશે એટલે પાછા ગ્રાહકો વળશે અને કમાણ થશે, તે બધી આશાઓને આથી ભંગ થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૨
પ્રકરણ ૩૭ મું.
બસંતીલાલ “ જયંતીલાલ ! તે આશાઓ હવે રાખવી ફેકટ છે. પોલીસ મેનકાને પકડી જેલમાં નાખશે એટલે તમે મેનકાને છેડાવવા જેલમાં જશે? શું ગાંડી ગાંડી વાતો કરે છે ? મેનકાની પાછળ પોલીસ હેવી જ જોઈએ. માટે તેને તેના ગામ મોકલી આપે અને તેને સામાન તેને સેંપી દે. કાલે હું તેને સેબત કરી આપીશ. જાઓ તે કામ હું માથે લઉં છું. તેમાં તમને અને તેને બંનેને ફાયદો છે. તે બિચારી તમારા વિશ્વાસે અને આશ્રય નીચે રહી એટલે અટકળ હીસાબે જે નીકળે તે આપી દે; હવે શે વિચાર કરે છે ? ઉઘાડે તીજોરી. મેનકા ! તારી પેટીઓ ભરવા માંડ.”
જયંતીલાલે તીજોરી ઉઘાડી તેના દાગીનાની ડબી તેને આપી તેના હીસાબે નીકળતા પાંચસો રૂપીઆની નેટ ગણું આપી. અને તેનાં કપડાં પણ પેટીમાંથી કાઢી આપ્યાં. મેનકાએ તો તરત બે પેટીઓ તૈયાર કરી દીધી. બસંતીલાલ ઉઠીને પિતાની ઓરડીમાં ગયો.
બીજા દિવસે સવારે બસંતીલાલ કુટણખાનાની ખાનગી મંડળીમાં ગયો. આ મંડળીના સભાસદેને મુખ્ય ભાગ સ્ત્રીઓ જ હતી. તેમનાં નાનાં મોટાં કુટણખાનાં ચાલતાં હતાં, કોઈની છોકરી અદ્ધર ઉપાડી લેવી, સંતાડવી, અને તેમને બળાત્કારે અનીતિના ધંધામાં ઉતારી કમાણી કરવી એ તેમને ધંધે હતો. બસંતીલાલે પિતાની ચાલાકી પ્રમાણે મેનકાના ગ્રાહકે શેાધી કાઢ્યા. કીંમતને અંદાજ જણાવી મેનકા પસંદ પડે તે પછી કીંમતને ચેકસ આંકડો નકકી કરવાનું રાખ્યું. એક કુટણખાનું ચલાવનાર દુગાં નામની સ્ત્રી અને બીજો તેને સંબંધી એક મારૂતીપ્રસાદ નામને પુરૂષ એમ બે જણને જાણે તેઓ ધણી ધણીઆણું હોય તે બાહ્ય આડંબર કરી બસંતીલાલ પિતાના મકાને સાથે લઈ આબે, અને શી રીતે વાતચીત કરવી તેની પ્રપંચજાળ ગુંથીને તૈયાર કરી. બસંતીલાલની ઓરડીમાં બકુલ અને મેનકા બેઠાં હતાં. બસંતીલાલ પેલાં બંનેને એરડીમાં લાવી કહેવા લાગ્યો
જો મેનકા ! તારા માટે આ સારો સંધાથ શોધી લાવ્યો છું. મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
મેનકાની દુર્દશા.
૩૮૩
તે રસ્તામાં મળ્યાં, મારાં જુના વખતનાં ઓળખીતાં છે, તેઓ બંને તને દીકરીની માફક રાખી અમરાપુર લઈ જશે. પછી ત્યાંથી તારે જ્યાં જવું હોય ત્યાં જજે.”
મેનકા આ સાંભળી ઘણુ ખુશી થઈ અને પ્રસન્ન મુખે બોલી ઘણું સારું કર્યું, મારે એટલી જ જરૂર છે. અમરાપુર ઉતરીને મોટરમાં મારે ગામ જઇશ. પણ જવાનું ક્યારે છે ?”
દુર્ગા–“બેન ! આજેજ રાત્રે નવ વાગે મેલમાં જવાનું છે. અમે તમને અત્રે રાત્રે પણાનવ વાગે મેટર લઈ તેડવા આવીશું, તમે તમારો સામાન તૈયાર રાખજે, તમે જરાપણુ ગભરાશે નહીં.”
મેનકા–“બહુ સારું, હું સાંજે તૈયાર થઈને બેસીશ.”
બસંતીલાલ-“જા મેનકા ! એકદમ તેમને માટે ચા બનાવ. તેમને ઉતાવળ છે. ખાસ તારા માટે જ તેમને પરાણે ખેંચી લાવ્યો છું.”
હાલ તૈયાર કરી લાવું” એમ કહી મેનકા ઉમંગભેર રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ
તેના ગયા પછી બસંતીલાલે પેલાં બનાવટી ધણધણીઆવીને ધીમે રહી પુછ્યું. “કેમ પસંદ છે ને?”
દુર્ગ–“પસંદ છે.”
બસંતીલાલ–“ ત્યારે આંકડો નકક્કો કરી અને મરજી હોય તો અરધી રકમ આગળથી આપ.”
બકુલ હશીને બસંતીલાલને સૂચના કરવા લાગી “જુએ છેતરાશે. નહીં. આના જેવી કામણગારી યુવાન છોકરી સહેલાઈથી મળતી નથી, આ તો બરાબર કેળવાયેલી છે, આજથીજ ધંધામાં જોડાઈ જાય તેવી સર્વ પ્રકારે તૈયાર છે.” | દુર્ગા–“ તમે પણ તેમને ઠીક સૂચના આપી છે !”
બકુલ–“તે તે ભોળા પુરૂષ છે. સ્ત્રીઓની કીંમત ત્રીજ કરી શકે, ભેળપણમાં ગમે તેવો આંક મુકી દે એટલા માટે જરા
ચેતવણી આપું છું” એમ સચન કરી બકુલ હશી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૪
પ્રકરણ ૩૭ મું.
દુર્ગા–“તમે જોડે જ છે ને. આપણે ત્રણે મળી નક્કી કરીએ એમ પરસ્પર વાત કરી બે હજાર રૂપીઆમાં મેનકાનું વેચાણ નક્કી કર્યું તે એવી રીતે કે એક હજાર રૂપીઆ અત્યારે આગળથી લેવાના અને એક હજાર નીચેથી ગાડીમાં બેસાડીને લઈ જાય તે વખતે ગણું લેવા.
મારૂતી ઉઠીને એક હજાર રૂપીઆ લેવા માટે ગયો. થોડીવાર પછી મેનકાએ ચાના પ્યાલા થાળમાં મુકી ટેબલ પર લાવીને મુક્યા. મારૂતી નજરે નહીં પડવાથી તે બોલી “પેલા ભાઈ ક્યાં ગયા?”
બસંતીલાલ–“જરા બહાર ગયા છે, હમણું આવશે, તેમના પ્યાલા ઉપર રકાબી ઢાંકી રાખ.” - દુર્ગા મેનકાની સામે ધારી ધારીને જોવા લાગી અને પિતાના સોદામાં સારે લાભ થયો હોય એમ માની મનમાં હરખાતી હતી. મેનકા પણ એટલો વાળી પિતાને હમેશને ઠાઠ રચીને તૈયાર બનેલી હતી. મેનકાની ચાલાકી, સુંદર આકર્ષક આકૃતિ અને હાવભાવનાં નેત્રદ્વારાએ બકુલ જાણે વખાણ કરતી હોય તેમ દુર્ગાની સામું જોઈ કટાક્ષથી સમજાવતી હતી.
બસંતીલાલ–“આ મેનકા બહુજ ભોળી છે. એક ગૃહસ્થને ત્યાં કામ કરવા રહેતી હતી, તે ગૃહસ્થ રજા આપી એટલે હવે તેનું મન દેશમાં જવાનું થયું છે. તે બિચારી અહીંની રીતભાત અને રહેણું કરણથી ટેવાયેલી નહીં તેથી તેનું મન અદ્ધર થયું છે. આ બકુલ પાસે આવતી તેથી તેની ઓળખાણ થઈ અને દેશમાં મોકલવાની મને વાત કરી, હું બઝારમાં શાક લેવા જતા હતા તેવામાં અચાનક તમે મળી આવ્યાં. તમે તે તરફ જવાના સમાચાર કહ્યા. એમ પ્રભુ ઇચ્છાએ અચાનક તાકડે બની આવ્યો. જુઓ મેનકાનું નસીબ કેવું જોર કરે છે ? આખું શહેર ફરીએ તો પણ સારી સેબત મળી આવતી નથી. અને તેમાં તમારા જેવી સેબત તે ભાગ્યેજ મળી આવે. સંભાળીને લઈ જજે. કેમ મેનકા ! હવે તે તારું મન ખુશી થયું ને? ધાર્યા કરતાં પણ ઘણું સારી સેબત મળી આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૮૫
મેનકાની દુર્દશા. મેનકા–“તે માટેજ મેં તમને ભલામણ કરી હતી. તમારા શીવાય બીજું કોણ મારું એાળખીતું છે ?”
એટલામાં મારૂતીપ્રસાદ આવ્યો. તેને જોઈ બસંતીલાલ બોલ્યો “મેનકા, જા આ પાલો ઠંડો થઈ ગયો હશે માટે ગરમ કરીને લાવ.” મેનકા ચા ગરમ કરવા અંદર રસોડામાં ગઈ એટલે બસંતીલાલે મારૂતીપ્રસાદ પાસેથી એક હજારની નોટો ગણી લીધી. અને બાકીના એક હજાર રાત્રે આઠ વાગે લાવવાની સૂચના કરી.
મેનકા ચાને પ્યાલો લઈ આવીને મારૂતીપ્રસાદના હાથમાં આપ્યો. તે પીવા લાગ્યો. પછી બીજી થોડી હાસ્યવિનંદની વાત કરી પાન સેપારી લઈ દુર્ગ અને મારૂતીપ્રસાદ વિદાય થયાં. જતી વખતે બસંતીલાલે ખાસ આગ્રહ કરી કહ્યું “પણ નવ વાગે જરૂર તમે બંને જાતે તેડવા આવજે. કેઈ માણસને મોકલશે નહીં.”
જયંતીલાલ, લાલભાઈ શેઠને બંગલે જઈ જમી બપોરે અગીઆર વાગે ઓરડીએ આવ્યો. બસંતીલાલ તેની ઓરડીમાં જઈ તેને કહેવા લાગ્યો “જયંતીલાલ ! તમે સવારના ઉઠીને ગયા તે ગયાજ. ચા માટે તમારી ઘણું રાહ જોઈ, પણ તમે તે આવ્યાજ નહીં.”
જયંતીલાલ–“શું કરું? પેલા કેસની મહેકાણમાં વાર લાગી. શેઠને કેાઈ સગે જે મારે જામીન થયું છે, તે તેડવા આવ્યો અને વકીલને ત્યાં લઈ ગયો તેથી આવી શકાયું નહીં. મારે તો છવજ હમણું ઠર બેસતો નથી."
બસંતીલાલ–“તમારું એક કામ મેં આજે કરી નાખ્યું છે. મેનકાને ઘર જેવી સેબત કરી આપી છે. ધણી ધણુઆણી અમરાપુર જવાનાં છે, તેમની સાથે રાતની ટ્રેનમાં જશે, તેઓ આઠ વાગે તેડવા આવશે. મેનકા ! તારી પેટીઓ તૈયાર રાખજે, વાળ કરી જયંતીલાલ કદાચ મેડા આવે તો તને હરકત પડશે માટે તારી પેટીઓ મારી ઓરડીમાં મુકી દેજે અને ઓરડીની કુંચીએ જયંતીલાલને આપી દેજે. જયંતીલાલ ! તમે પણ તમારી ઓરડી
૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૬
પ્રકરણ ૩૭ મું.
અને સરસામાન સંભાળી લે. કારણ કે મેનકા ગયા પછી તમને કોણ બતાવશે ?' એમ પરવારવાની સૂચના કરી બસંતીલાલ પિતાની એરડીમાં આવ્યો.
પિણાનવ થયા કે મારૂતીપ્રસાદ અને દુર્ગ, મેનકાને તેડવા માટે ઉપર આવ્યાં. સાથે હેલકરી પણ લતાં આવ્યાં હતાં. મેનક્રા તે તૈયાર થઈને જ બેઠી હતી, હેકરી પાસે બંને પેટીઓ ઉપડાવી તેઓ નીચે ઉતર્યો. મેનકા અને દુર્ગા તરત ટેકસીમાં બેસી ગયાં અને મારૂતીપ્રસાદ જરા બાજુમાં જઈ બસંતીલાલને બાકીના રૂપીઆ એક હજારની નેટ ગણું આપી વેચાણની વિધિ પૂરી કરી ટેકસીમાં બેઠે. બકુલે મેનકાને ખૂબ વહાલ કરી બેલાવી, “અમને તો તારા વિના બહુ સુનું લાગશે. અત્યારે તે નાટકમાં જઈ પરાણે આનંદમાં વખત કાઢી આવીશું. તારા ગામ પહોંચે એટલે કાગળ લખજે.” એમ દંપૂર્વક વિવેક કર્યો. પછી પરસ્પર નમસ્કાર કરવા લાગ્યાં અને ટેકસી ઉપડી.
બકુલ અને બસંતીલાલ હસતાં હસતાં ઉપર ચડવ્યાં, અને ઓરડીમાં જઈ એક બીજાને તાળીઓ આપી પિતાના પરાક્રમમાં મેળવેલી ફત્તેહની ખુશાલી જાહેર કરવા લાગ્યાં.
બસંતીલાલ–કેમ બકુલ! એકદિવસમાં બેહજારની નેટ પકવી.”
બકુલ–“આવું આંટકાંટનું કામ તે તમને પુરૂષોને જ આવડે, અમને સ્ત્રીઓને તે ન આવડે.”
બસંતીલાલ–“અરે! તમે સ્ત્રીઓ તો અમારા કરતાં વધારે પરાક્રમનાં કામ કરે છે. રાત્રે આવનારને કેવા ફંદામાં ફસાવી રૂપીઆ કઢાવો છે? તે વખતે કાંઈ વિચાર થાય છે? આ સદે કરનાર જેને કેણ હતું ? સ્ત્રી કે પુરૂષ ? વળી મને સલાહ આપનાર આ બકુલ શું પુરૂષ હતો ? પુરૂષો તો ભેળા, તે તે બિચારા છેતરાય. કપટજાળમાં તે તમે અમારાથી વધારે ચડીતાં છે.” આમ એક બીજની તારીફ કરી મશ્કરીમાં વખત ગુજારવા લાગ્યાં. નાટકમાં
જવાનું તો મેનકાને છેતરવા માટે એક બહાનું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
મેનકાની દુર્દશા.
૩૮૭ avronorvanna
રસ્તામાં મેનકા દુર્ગાને કહેવા લાગી “કેમ તમારે સામાન નથી?”
દુમાં અમારે સામાન માણસ સાથે સ્ટેશન ઉપર મોકલી આપે છે. અમારી તથા તમારી ટીકેટ પણ લેવા કહેલું છે. તમે જરા પણ કાળજી કરશે નહીં. અમારી છેડીઓ જેવી તમને સમજીએ છીએ.”
મારૂતી–“પ્રભુની અમારા ઉપર કૃપાદૃષ્ટિ છે, અમારે માટી ચાર છેડીઓ છે અને બે છોકરા છે. અમારી એક સાળી મરી ગઈ છે, તેમની ચાર છેડીઓ પણ અમારે ત્યાં રહે છે. સૌને પરણાવેલી છે. મોટા ભાગે તેઓ અમારે ત્યાં રહે છે. સાસરામાં નરમગરમ એટલે તે અમારે ત્યાં આવે, ખાય પીએ અને આનંદ કરે. પ્રભુની કૃપાથી સારું છે. મોટું ઘર છે. જમીન જાગીર છે. ચાકર દાસીઓ વગેરે કામ કરનાર માણસો છે. એક પંગતે ઘરનાં વીસ પચીસ માણસો સાથે જમવા બેસે છે. બે તે રસેઆ રાખેલ છે.'
મેનકા–“એમ કે?”
દુર્ગા–“જે વહેલાં નીકળ્યાં હોત તો તમને ઘર દેખાડવા લઈ જાત. હશે હવે તમે જ્યારે ફરી અત્રે આવશે ત્યારે બતાવીશું. મારી તથા મારી બેનની છેડીએ તમારા જેવીજ મળતીઆ સ્વભાવની અને હસમુખી છે. મને તે હસમુખુંજ માણસજ પસંદ પડે છે.”
એમ વાતો કરતાં કરતાં સ્ટેશન આગળ આવી પહોંચ્યાં અને નીચે ઉતર્યા તે સ્ટેશન ઉપર કોઈ માણસ કે મુસાફર દેખાયું નહીં. આથી મારૂતી આશ્ચર્ય પામી કહેવા લાગે “આ શું? કાંઈ સમજાતું નથી! ગાડી ઉપડી ગઈ કે શું? હજુ તો નવમાં સાત મીનીટ કમ છે.”
દુર્ગ-“આપણા માણસે પણ જણાતાં નથી. સ્ટેશન માસ્તરને પુછી આવી ખબર તો કરો.”
મારતી ઍફીસમાં ખબર કરી આવી કહેવા લાગે “સ્ટેશન માસ્તરે તો મને બનાવ્યું. બે દિવસથી ટ્રેનને ટાઈમ બદલાઈ ૮ વાગ્યાને થયો છે, “શહેરમાં રહે છે કે શહેર બહાર ?" આ પ્રમાણે રાક જવાબ સ્ટેશન માસ્તરે મને પરણાવી દીધું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
૮૮
પ્રકરણ ૩૭ મું.
wwwvvvvv
દુર્ગા–“આપણે તપાસ કરાવ્યું નહીં એ મેટી ભૂલ થઇ.”
મારૂતી—“બે દિવસથી જ વખત બદલાયો એટલે ગફલત થઈ. ત્રીજા દિવસ ઉપર તે એક માણસને વળાવવા આવ્યો હતો ત્યારે તે નવ વાગે ટ્રેન ઉપડી હતી. હું તે આધારે રહે. આપણું માણસો તેજ કારણથી પાછા ગયા હશે. આ પછી બીજી એકે ટ્રેન અનુકૂળ નથી.”
એટલામાં તેમને માણસ શેતે શેલતે ત્યાં આગળ આવ્યા અને વિસ્મયપૂર્વક કહેવા લાગે “ હું તે પેલા ઝાંપે ક્યારનો જે રહ્યો છું. ટ્રેનને ટાઈમ બદલાય છે. અરધા કલાક વહેલી થઈ છે. અમે આવ્યા ત્યારે ગાડી ઉપડી ગઈ હતી. સામાન પાછા ઘેર મોકલાવ્યો છે, હું તમારા માટેજ ઉભો રહ્યો છું.” | દુર્ગા–“ચાલે ત્યારે ઘરે પાછાં, નીકળતાં બરાબર શકન નહીં થયા હોય, કાલે જઈશું. મેનકા ! તમે ફીકર રાખશે નહીં. આપણે ત્યાં તમને હરેક પ્રકારે સંતોષ થાય તેમ છે. વળી પેલાં બકુલ નાટક જેવા જવાનું કહેતાં હતાં એટલે બસંતીલાલ અને બકુલ ઓરડીએ તાળું વાશી નાટક જેવા ઉપડી ગયાં હશે. માટે ચાલો આપણે ઘેરે.” એમ સમજાવી તેઓ પાછાં તેજ ટેકસીમાં બેઠાં.
રસ્તામાં દુર્ગા મેનકાને કહેવા લાગી “ જુઓ પ્રભુ કેવા સંયોગ મેળવી આપે છે? મારું ઘર તમારે જોવાનું લખેલું તે કેણ મિથ્યા કરે ? મારે ત્યાં જરાપણ મુંઝાવવાનું કારણ નથી.”
મેનકા–“જે બનવાનું હોય તેજ બને. તમારા ઘેર આવવામાં મને જરાપણ મુંઝવણ ન હોય. સૌ બેનેને પણ મળાશે. ”
ટેકસી એક ગલીમાંથી બીજી ગલીમાં, અને બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં એમ ફરતી ફરતી એક મોટા મકાન આગળ આવી પહોંચી. દુર્ગા નીચે ઉતરી નેકરને બોલાવી પેટીઓ લેવરાવી મેનકાને. લઈ અંદર ગઈ અને ટેકસી ચાલતી થઇ.
નવા શિકારને દેખી રાતના પિશાકમાં સજ થયેલી ચાર પાંચ છોકરીઓ તેની પાસે આવી કે દુર્ગાએ મેં મલકાવી જણાવ્યું “આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
મેનકાની દુર્દશા.
૩૮૯
સૌ મારી અને મારી બેનની છોકરીઓ છે, રમે છે, આનંદ કરે છે, કે કે તે ગાયન પણ કરે છે.” એમ મોહજાળમાં નાખી એક સુંદર એરડામાં તેને મુકામ આપ્યો. ઓરડામાં એક મોટો સુંદર પલંગ ટેબલ ખુરશીઓ કાચ હીંચેળ વગેરે સામગ્રીઓ તૈિયાર હતી.
દુર્ગ–“મેનકા ! તમે કપડાં કાઢી નિરાંતે બેસે. આ એારડે તમારા સુવાને માટે છે. આમાં પાણી, મેરી વગેરે તમામ સવડ છે.
અરધા કલાક પછી તમને જમવા માટે બેલાવું છું. આ ઘર તમારું પિતાનું સમજવાનું છે. નિરાંતે બેસે. તમારે જે કંઈ કરને બોલાવ હેય તે આ બટન દબાવજે એટલે તે તરતજ હાજર થશે. મારી છડીએ હમણું તમારી પાસે પાછી આવશે” એમ ખોટો વિશ્વાસ આપી દુર્ગા અંદર ચાલી ગઈ.
અરધા કલાક પછી એક બાઈ મેનકાને જમવા બોલાવવા આવી. દુર્ગાની સાથે મેનકાએ જમી લીધું, પણ તેને સમજવામાં આવ્યું કે કાંઈ પટજાળ પાથરવામાં આવી છે. ઘરમાં ચારે બાજુ અમર્યાદા ભરેલી રીતે ઠઠ્ઠા મશ્કરી ચાલતી હતી. એક બાજુ ગાનતાન પણ ચાલી રહ્યાં હતાં, કેઈ ખંડમાં શરાબના પ્યાલાના આગ્રહ થઈ રહ્યા હતા. સ્વછંદી અને દુરાચારી પુરૂષો આવ જ કરી રહ્યા હતા. જેમ જેમ રાત્રિને વખત જતે ગયો અને જુદા જુદા પ્રકારનાં દૃશ્ય દૃષ્ટિગોચર થતાં ગયાં તેમ તેમ મેનકાને ખાત્રી થવા લાગી કે પિતે જયંતીલાલના ખાનગી કુટણખાના કરતાં મોટા જાહેર કુટણખાનામાં સપડાઈ છે.
આમ પિતાના ઓરડામાં બેસી મેનકા વિચાર કરે છે એટલામાં દુર્ગાએ આવી જણાવી દીધું “મેનકાબાઈ ! તારે તે અમારે ત્યાં કાયમનું રહેવાનું છે. જેમ આ જુવાન છોકરીઓ પાસેથી કામ લેવામાં આવે છે તેમ તારી પાસેથી અમારે કામ લેવાનું છે, સમજી? બસંતીલાલને બે હજાર રૂપીઆની નોટ આપી અમે તને વેચાતી રાખેલી છે. આજ તો તને કાંઈ કહેતી નથી પણ કાલથી તારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રકરણ ૩૭ મું.
તૈયાર થવાનું છે. તારી લાયકાત અને કામના પ્રમાણમાં પગાર તને આપવામાં આવશે તે માટે તારે ચિંતા કરવાની નથી. તને કોઈ પણ પ્રકારે દુઃખ પડવા દઈશ નહીં. પણ તારી પાસેથી બીજી છોકરીઓ પ્રમાણે કામ લેવામાં આવશે તે મુદ્દાની વાત
ધ્યાનમાં રાખવાની છે. કાલથી તૈયાર રહેજે” આ પ્રમાણે દુર્ગા પિતાના ખરા સ્વરૂપમાં આવી મેનકા આગળ કપટને ભેદ ખુલ્લે કરી હુકમ ફરમાવી ત્યાંથી ચાલી ગઈ
દુર્ગાના શબ્દો સાંભળી મેનકાએ ઉડે નિશાસે નાખે, પણ શું કરે ? લાચાર! હદય ભરાઈ જવાથી કપાળે હાથ મુકી નસીબને દોષ કાઢી મેનકા અથુપાત કરવા લાગી. પિતાના વતનમાં જવાની વાત ઉડી ગઈ અને દુર્ગાના કુટણખાનાની જેલમાં સપડાઈ ગઈ, આવા બનાવ બને છે ત્યારેજ અનુભવ ઉપરથી દુનિયા કહે છે કે
બ દ નહીં કીસીકા સગા.”
(હરિગીત) શાને રડે છે મેનકા? Èખથી રડે કઈ નહિ વળે, સંજાર તારાં પાપ જે કરતી હતી તે પળ પળે. મેના મટી બની મેનકા, બની અપ્સરા સમ સુંદરી, પણ શ્યામ અંતર નહિ મટયું, તેની જ આ શિક્ષા ખરી. સપડાવો સરિતા બાળકી, આવી દયા નહિ અંતરે, તારા પ્રપંચે વીરબાળા બળી મરી ગઈ આખરે. આ પાપ છેડે નવ તને, જેપી નહીં દે બેસવા, બુદ્ધિ તને તેવી સુઝી, એ પાપનાં ફળ ચાખવા. સોબત કરી બુલબુલ તણું, બુલબુલ નહીં તારું થયું, વેચી તને યુક્તિ રચી બુલબુલ પછી ઉડી ગયું. જેવું કર્યું તે અન્યનું, તેવું બન્યું તુજ જાતનું,
ફળ ઉદય આપ્યું આ ઘડી તત્કાળ તારા પાપનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
મેનકાની દુર્દશા.
૩૧
જે સહાય નું સુખી થવા તે બોધ લે તુજ દુઃખથી, ડરતી રહે મન વચન ને કાયા થકી તું પાપથી. પરિપૂર્ણ પશ્ચાતાપથી તુજ પાપ બાળી શુદ્ધ થા, Èખથી છુટી સુખી થવા ઉપાય એ છે સર્વથા. નિર્દોષને સપડાવતાં સપડાય પિતે પાશમાં, નહિ પાપ છેડે આ અગર નિશ્ચ બીજા અવતારમાં. ઘડી બે ઘડીના રંગથી ચિત્ત નહીં કરી રાચવું, ન દગો સગે છે કેઈને નિશ્વે મહાસુખ માનવું.
પ્રિય વાચકે ! વસ્તુસંકલનાને અરધો ભાગ હજુ બાકી છે. અખલિતપણે વહેતા, અમૃતસરિતાના પ્રવાહને વચ્ચેથી એકદમ અટકાવતાં વાંચનરસને ભંગ થાય એ સ્વાભાવિક છે પરંતુ એકજ તરંગમાં આખી નવલકથાની વસ્તુસંકલનાનો સમાવેશ કરવાથી પુસ્તકનું કદ ઘણું મોટું થાય તેથી આટલેથી એક તરંગ અટકાવી ઉપસ્થિત કરેલી કલ્પનાને પરિણામરૂપે ફલિભૂત કરી તાત્પર્ય ગ્રહણ કરાવનાર આગળની હકીકત બીજા તરંગમાં સંપૂર્ણ કરી મારા હૃદયમાંથી વહેતો અમૃત-સરિતાને પ્રવાહ ખાલી કર્યો છે તેમાં નિમજ્જન કરવા નમ્ર વિનંતી છે. વળી તે સાથે મારું એટલું નમ્ર સૂચન છે કે આ નવલકથા સંબંધી અભિપ્રાય બાંધતા પહેલાં અમૃત સરિતાના બંને તરંગ વાંચવા કૃપા કરશે જેથી પરિસ્થિતિની તુલનાને, વસ્તુકલ્પનાની ગુથર્ણને, સુધારણ ધારેલી યોજનાને, પરિણામને અને પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે મારા હૃદયના વિચારને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી શકે અને ન્યાય આપી શકાય. હવે બાકીને પરિચય બીજા તરંગના અંતે કરવામાં આવશે.
(અપૂર્ણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૨
અમૃત-સરિતા.
આ પુસ્તકમાં આવેલા કેટલાક જૈન પારિભાષિક
શબ્દના અર્થ
અચ્છેરું = આશ્ચર્ય. આશ્ચર્યજનક બનાવ. અઠ્ઠાઈ ઉત્સવ =(અષ્ટાહિક ) આઠ દિવસને ઉત્સવ. અન્ય દર્શની = જૈન શીવાય બીજા ધર્મના લોકો. જૈનેતર. અભિગ્રહ = સંકેત, નિશ્ચય, સંકલ્પ. અવધિજ્ઞાન = ત્રણે કાળનું મર્યાદિત જ્ઞાન (તેને ઉપયોગ કયાંથી થાય). આગમ = જૈનધર્મનાં શાસ્ત્ર-સૂત્ર (તેવાં આગમ પીસ્તાળીસ છે.) આલવણ = (પ્રાકૃત–આલોયણ, સંસ્કૃત–આલોચન) કરેલાં પાપના
નિવારણ માટે જે શિક્ષાવિધિ કરવામાં આવે છે તે. ઈદધજા = જૈનધર્મની નિશાની તરીકે વરઘોડા આગળ ધજાના સમૂ
હને ઉંચો દંડ રાખવામાં આવે છે તે. ઉજમણું = એક પ્રકારને આઠ દિવસને મહત્સવ. ઉપકરણ = ઉપગરણ, સાધુસાધ્વી માટે ખપ પૂરતાં રાખવાનાં કપડાં,
પાત્રો, દંડ, એ, આસન, સૂત્રને કંદરે વગેરે. ઉપધાન = બે માસની ધાર્મિક ક્રિયા. ઉપસર્ગ = ત્રાસ, જુલમ, અત્યાચાર. ‘ઉપાશ્રય = જૈન સાધુસાધ્વી માટે રહેવાનું સ્થાન. ઓ = સાધુસાધ્વી બગલમાં ઉનના વાળને ગુંથેલો સમૂહ (ઘ).
રાખે છે તે. રજોહરણ. કાઉસગ્ગ = (કાયોત્સર્ગ) કાયાને સ્થિર રાખી ધ્યાન ધરવાની એક વિધિ. કાપ કાઢવા = કપડાં ધોવાં. (સાધુસાધ્વી સંબંધી આ શબ્દ વપરાય છે). કાળ કર = દેવગત થવું. મરણ પામવું. કેવળજ્ઞાન = જે જ્ઞાનથી ત્રણે કાળ નિરંતર જાણી શકાય. કેવળી = ત્રણેકાળનું જ્ઞાન ધરાવનાર. ત્રિકાળજ્ઞાની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
~
~~
~
~
~~~
~~~~~~~~~
જેનપારિભાષિક શબ્દોના અર્થ.
૩૯૩
manan ખમાસણ = ઢીંચણ જમીન પર મુકી માથું નીચું નમાવી હાથ જોડી
વંદના કરવી તે. ગોચરી = ભીક્ષા, આહારપાનું.
શાળ = મહાવીર ભગવાન વિરૂદ્ધ પ્રવૃત્તિ ચલાવનાર સાધુ. ચોથુંવત = બ્રહ્મચર્ય. સાધુ અને શ્રાવકેને પાળવાનાં વ્રતમાં ચોથું
વ્રત બ્રહ્મચર્યનું છે તે પરથી. થો આરો = સુખી સમય. જૈનદષ્ટિએ સમયના મુખ્ય છ આરા-ભાગ
બનાવ્યા છે. તેમાં પહેલો આ તદન સુખી, પછી ઉત્તરોત્તર છટ્ટે તદન દુઃખી. હાલ પાંચમો આરે ચાલે છે તેની અપેક્ષાએ ચેાથે આરે વધારે સુખી ગણવામાં આવે છે. (મહાવીર
ભગવાનનો સમય). ચાવીશી = ચોવીશ તીર્થકરે. છ કાયને કુટ = પૃથ્વી, વનસ્પતી, વાયુ, અપ, તેજ અને ત્રસ એ છ
જાતિના છાને કુટવા તે, અથોત ખાંડવું, દળવું, રાંધવું,
લીંપવું, ખેદવું, વિગેરે હિંસાના કામને સમૂહ. છ વિગય = દુધ, તેલ, ગોળ, ઘી, દહી, તથા કઢાઈમાં તળેલા પદાર્થ. જનશાસન = જૈન હકુમત. જૈન સંપ્રદાય. જીલ્લાની જગે =(પ્રાકૃત-ચંડિલ. સંસ્કૃત-સ્પંડિલ) દિશા જંગલ
જવાની જગે. દલે જવું = દિશા જંગલ જવું. (સાધુસાધ્વી માટે આ શબ્દ વપરાય છે). તર્પણું = સાધુસાધ્વી પાસે પ્રવાહી પદાર્થ વહેરવાનું પાત્ર હોય છે તે. તીર્થકર = જૈનેના ચોવીસ દેવો. ધર્મલાભ = સાધુસાધ્વીને વંદન કરતાં, તેમજ તેઓ ઘરમાં આવતાં
તેમને આહારપાણી ઉપકરણ વગેરેની ચીજ આપતાં “ધર્મ લાભ” એ શબ્દ બોલે છે. અર્થાત તેને બદલો ધર્મને લાભ થાઓ. પત્ર લખવામાં જૈને જેમ જયજીનેન્દ્ર, પ્રણામ, જુહાર
વીગેરે શબ્દ લખે છે તેમ સાધુસાધ્વી “ધર્મલાભ” લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
પક અર્થાત તક પ્રકાશ
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯૪
અમૃત-સરિતા. નવકાર = જૈનને મુખ્ય પવિત્ર મંત્ર. નવકારશ્રી =(અપભ્રંશ નેકારશી) નવકારમંત્ર માનનારા સમગ્ર
જેનેનું જમણ. સ્વામીવાત્સલ. નવદીક્ષિત ર ન કરેલો ચેલો. નાણુ = દીક્ષા, વ્રત, પદવી વગેરે આપતી વખતે પ્રતિમા પધરાવવા
માટે એક પ્રકારની ચોકઠાની રચના કરવામાં આવે છે તે. નિગોદ = નરક કરતાં પણ વધારે દુઃખદાયક સ્થાન. નિયમ ધારવા = હમેશાં રાત્રિ દિવસે કરવાના કામનું મન સાથે નિય
મન કરવું તે. પચ્ચખાણ = (પ્રાકૃત-પચ્ચકખાણ. સંસ્કૃત-પ્રત્યાખ્યાન) નિયમ. પડિકમણું = (સંસ્કૃત-પ્રતિક્રમણ.) સવાર અને સાંજે પાપોનું નિવા
રણ કરવા માટે યોજેલી એક પ્રકારની ધર્મક્રિયા. પંચમહાવ્રત = સાધુસાધ્વીને પાળવાનાં પાંચ વ્રત. પ્રાણાતિપાત,
મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાચેને ત્યાગ. પંચેન્દ્રિય = જે જીવને પાંચ ઇન્દ્રિઓ છે તે. પન્યાસ = (સંસ્કૃત–પદન્યાસ, પદનું આરોપણ) આચાર્યથી ઉતરતા
પ્રકારની પદવી. પર્યુષણ =(પ્રાકૃત–પજજુષણ. સંસ્કૃત–પરિઉષણ = પર્યુષણ-સર્વથા
દેહદમન કરવું) શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી વેતાંબર
જેના આઠ ધાર્મિક દિવસ. પરડવું =(સંસ્કૃત–પ્રસ્થાપન) જમીનની માટી સાથે મેળવી દેવું. પરિગ્રહ = વસ્તુઓનો સંગ્રહ કરવો તે. પસાય = પ્રભાવ, પ્રસાદ, કૃપા. પાત્રાં = સાધુસાધ્વીને ભિક્ષા લેવાનાં લાકડાનાં પાત્ર. પૂજા ભણાવવી = વિધિપૂર્વક પ્રતિમા આગળ પૂજા ગાવી તે. પિસહ = (પૌષધ) એક દિવસ ઉપાશ્રયમાં વિધિપૂર્વક રહેવું તે. એક
દિવસનું સાધુચારિત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
જેનપારિભાષિક શબ્દોના અર્થ.
૨૫
૩૯૫
પ્રતિક્રમણ = પડિકમણું. ઉપર જુએ.) પ્રભાવના = લ્હાણું. પતાસાં, બદામ, શ્રીફળ, પેંડા, પુસ્તક વિગેરેની
વહેંચણી. બારવ્રતધારી = જે જૈન બારવ્રત પાળતું હોય તે. ભવિતવ્યતા = પ્રારબ્ધયોગ. ભાગ્યનો ઉદય. ભાવના = ભક્તિ. મંગળદી = આરતી ઉતાર્યા પછી એક દી આરતી પ્રમાણે પ્રતિમા
આગળ ઉતારવામાં આવે છે તે. મહાવીર = ચોવીસમા તીર્થકર. માત્રુ = પેશાબ. મિચ્છામિદુક્કડ = (સંસ્કૃત મિથ્યા મે દુષ્કૃતમ) મારાં જે દુષ્કર્મ હોય
તે મિથ્યા થાઓ. જને પરસ્પર માફી માગવામાં આ વાક્ય
વધારે વાપરે છે. મુમતી = (પ્રાકૃત-મૂહપત્તિ. સંસ્કૃત-મુખપદિકા) સાધુસાધ્વી મેં
આગળ રૂમાલ જેવું કપડું ધરે છે તે. લીલોતરી = શાકભાજી વગેરે લીલી વનસ્પતી. લોગસ્સ = પ્રતિક્રમણ કરતાં વચ્ચે ધ્યાન કરવાને વીસ તીર્થકરના
નામેને પાઠ આવે છે તે. લોચ = (લંચન) માથાના વાળ હાથે કરી ચુંટવા તે. વડી દીક્ષા = પહેલી દીક્ષા આપ્યા પછી બીજી મોટી દીક્ષા પૂરેપૂરી
વિધિ સાથે આપવામાં આવે છે તે. વર્ધમાન = મહાવીર ભગવાનનું બીજું નામ. વહેરવું = શિક્ષા લેવી. વાંદવું = સાધુસાધ્વીને નમસ્કાર કરવા તે. વંદન કરવું. વાયુકાય = હવામાં રહેલા જીવોની જાત. વાસક્ષેપ = સુખડ અને કેસરને વાટી સુકવી પીળા રંગને બારીક
બનાવેલો ભૂકે (અપભ્રંશ-વાસખેપ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૬
અમૃત–સરિતા.
વિહાર = જવું તે. વૈયાવચ્ચ = બરદાસ, સરભરા, સેવા. વ્યાખ્યાન = શાસ્ત્રકથા. શત્રુંજય = પાલીતાણાનું તીર્થ સિદ્ધગિરિ. શાસનપ્રેમી = જૈનહુકુમત પ્રત્યે પ્રેમ ધરાવનાર, ધર્મચુસ્ત જૈન. સંઘ = સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એમ ચારેને સમુદાય. સંઘાડે =(સંઘાટક) વાડે, થે, સમુદાય. સંથાર = સુઈ રહેવું. સાદા સંથારા પર સાધુસાધ્વીને સુઈ રહેવું તે. સાતક્ષેત્ર = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, પ્રતિમા અને દેરા
સર એ રીતે સાત ક્ષેત્ર. સામાયિક = બે ઘડી (૪૮ મીનીટ) સુધી સમભાવે એક સ્થાને બેશી
ધર્મક્રિયા કરવી તે. સ્વામીવત્સલ = નવકારથી. સમય જૈન બંધુઓનું જમણ. હેલના = પાપ, હાની. (અવહેલના પણ કહેવાય છે.)
છેઅમૃત-સરિતા પ્રથમ તરંગ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
(૩૬૭ )
તૈયાર છે! મોટા સુધારા વધારા સાથેની સુંદર આઠ ચિત્રાવાળી
છઠ્ઠી આવૃત્તિ અનવર કાવ્ય અર્થ અને વિવેચન સાથે પ્રસિદ્ધ કરનાર
મહાસુખભાઈ ચુનીલાલ કીંમત રૂ. ૨-૦-૦ પેસ્ટેજ ૦-૪-૦ આ પુસ્તકમાં સમાધિ અને વેગનાં અસરકારક ભજન, આત્મજ્ઞાન, અભેદ અને બ્રહ્મસ્વરૂપનાં બેધદાયક પદો, ભક્તિશૃંગારરસની સુંદર ગરબીઓ, પરમેશ્વર પ્રત્યેના પ્રેમમાં મસ્ત બનાવનાર ગઝલ, અને જુદા જુદા પ્રકારની નીતિની નસીહતોને સમાવેશ કરેલો છે. આત્મકલ્યાણ અને આત્મજ્ઞાનના અભ્યાસીઓ માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. કાવ્યોનું રહસ્ય વાચકે બરાબર સમજી શકે તે માટે નીચે ટીકા આપવામાં આવી છે. શરૂઆતમાં રચનાર કાજી અનવર મીયાએ સવિસ્તર ઉપોદઘાત લખે છે જે વાંચવાથી આખા પુસ્તકનું રહસ્ય સમજાય છે. આત્મજ્ઞાની આનંદધનજી ને ચિદાનંદજી નાં કાવ્યોની છાયા આ કાવ્યોમાં ઘણું ઘણા સ્થળે જોવામાં આવે છે. એકંદર ૪૭૪ પૃષ્ટનું પાકા પુઠાનું પુસ્તક છે. આ પુસ્તક પ્રત્યે વાચકોની કેટલી બધી અભિરૂચિ છે તે તેની બહાર પડતી આવૃત્તિઓ ઉપરથી સમજાય તેમ છે. આ પુસ્તક નીચેને ઠેકાણેથી મળશે –
વિસનગર–મહાસુખભાઈ ચુનીલાલ, અમદાવાદ–બુકસેલર મહાદેવ રામચંદ્ર, ત્રણ દરવાજા. મુંબઈ–બુકસેલર એન એમ. ત્રીપાઠી, કાલબાદેવીરડ.
ખંભાત ભાવનગર વગેરે સ્થળે બુકસેલરને ત્યાંથી મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
( ૩૯૮)
તૈયાર છે! વાંચવાલાયક સામાજિક નવલકથા.
સુંદર ચાર ચિત્ર સાથે.
કમનસીબ કુમારિકા.
લેખક મહાસુખભાઈ ચુનીલાલ, કીંમત, ૦–૧૨–૦ ટપાલ ખરચ ૦–૨–૦.
આ નવલકથામાં ન્યાતના આગેવાનોના અસત્ય, અન્યાય, અધર્મ, પક્ષપાત, સ્વાર્થ અને પ્રપંચની જાળમાં ફસાયેલી એક નિર્દોષ કમળ કુમારિકાને અને તેના કુટુંબને કરૂણાજનક અસરકારક હેવાલ છે. તેવા ન્યાતના આગેવાને કેવી ખટપટો અને કેવા પ્રપંચે કરે છે, લોકલાગણી કેવી ઉશ્કેરાય છે, વાતાવરણમાં કેવા પડઘા પડે છે, કેરટની મદદ કેવી રીતે મળે છે, લોકટીકાથી હૃદય ઉપર કેવું દબાણ થાય છે અને તેનું કેવું પરિણામ આવે છે, ખિન્ન થયેલું હૃદય કેવા પ્રકારનો માર્ગ લે છે વગેરે વગેરે દેખાવો તથા હાસ્યરસમય બેધદાયક ધોળ અને ગઝલ તથા હદયભેદક કાવ્યો આ નવલકથામાં દષ્ટિગોચર થાય છે. વાચકવર્ગના હૃદય ઉપર છાપ પાડે તેવાં કેટલાંક આકર્ષક સુંદર ચિત્રો મુકેલાં છે. પાકા પૂંઠાનું સુંદર પુસ્તક છે. આ પુસ્તક નીચેના ઠેકાણેથી રોકડી કીંમતે અગર ટપાલ મારફત વેલ્યુપેએબલથી મળશે –
મહાસુખભાઈ ચુનીલાલ.
સુકામ-વિસનગર. જીપ્લે-ગુજરાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________
(૩૯)
તૈયાર છે ! સુધારા વધારા સાથેની બીજી આવૃત્તિ.
કાવ્યસરિતા.
રચનાર–મહાસુખભાઈ ચુનીલાલ
કીંમત રૂ. ૨-૦-૦ પહેજ રૂ. ૧-૪-૦. આ ગ્રંથમાં કાવ્યોને સૃષ્ટિસંદર્યતરંગ, નીતિતરંગ, વૈરાગ્યતરંગ, અને કાવ્યવિનોદતરંગ એ રીતે ચાર વિભાગમાં ગોઠવ્યાં છે. સૃષ્ટિસંદર્યતરંગમાં કુદરતના દેખાવનાં કાવ્યને અલંકારોથી અલંકૃત કરી છેવટના ભાગમાં કુદરત દુનિયાને કે બોધ આપે છે તેને સારાંશ બતાવ્યો છે. નીતિતરંગમાં સ્ત્રી અને પુરૂષને તેમજ નાના અને મેટાને બોધદાયક થઈ પડે તેવા તમામ નીતિના વિષયનાં કાવ્યો છે. વૈરાગ્યતરંગમાં ભક્તિ, વિરક્તભાવ અને ખિન્ન થયેલા હદયના ઉદગારનાં પદ, ભજન, ગઝલ વિગેરે કાવ્યો દાખલ કરેલાં છે. કાવ્યવિનોદતરંગમાં પિંગળ, પ્રબંધચિત્ર, સમસ્યા, અલંકાર, નાયિકા લક્ષણ, રસ વીગેરે એવાં કાવ્યજ્ઞાન સંબંધી કાવ્યોનો સમાવેશ છે. વાંચનારની સરળતાની ખાતર ફુટનેટમાં અર્થ સાથે ટીકા આપી છે. આ પુસ્તક વડોદરા રાજ્યના કેળવણુ ખાતાએ શાળાઓ અને ઇનામ માટે મંજુર કર્યું છે. એકંદર પૃષ્ટ ૪૦૦ નું દળદાર સુમિત પાછા પૂંઠાનું પુસ્તક છે. નિશાળમાં ભણતા વિદ્યાર્થીઓને તેમજ પુસ્તકશાભાઓને અને સામાન્ય રીતે દરેક સ્ત્રી પુરૂષને દરેક રીતે આ પુસ્તક અતિ ઉપયોગી છે. આ પુસ્તક નીચેના ઠેકાવી રોકડી કીંમતે અગર ટપાલ મારફત વેલ્યુએબલથી મળશે.
મહાસુખભાઈ ચુનીલાલ મુનસનગર ગુજરાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #417
--------------------------------------------------------------------------
________________
(૪૦ ) તૈયાર છે! વડોદરા રાજ્યની પ્રજા માટે
ઉપયોગી અને વાંચવાલાયક એકંદર ચારસો પૃષ્ઠનું પાકા પુઠાનું દળદાર પુસ્તક
વિસનગર
અને
વડોદરા રાજ્યની ટૂંક હકીકત.
લેખક મહાસુખભાઈ ચુનીલાલ. કીંમત ફક્ત રૂ. ૧-૮-૦ પોસ્ટેજ ૦-૪-૦૦ પ્રજા પોતાના રાજ્યની, રાજ્યબંધારણની, વ્યવસ્થાની સામાન્ય પરિસ્થિતિને અભ્યાસ કરી શકે તેવા હેતુથી આ પુસ્તક પ્રકટ કરવામાં આવ્યું છે. તેમાં વિસનગરની માહીતી ઉપરાંત શરૂઆતમાં વડેદરા રાજ્યને સંક્ષિપ્ત ઇતિહાસ, રાજ્યની વસ્તી અને આર્થિક સ્થિતિના આંકડા, રાજ્યતંત્ર, તમામ ખાતાના ટૂંક હેવાલ, દારૂની બદી, ફરજ્યા કેળવણીનું સરવૈઉં, ધારાસભા, તથા કડી પ્રાંતની અને તેના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હકીકત આપવામાં આવી છે. તેથી આ પુસ્તક વડોદરા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જોડાઈ કામ કરનારને અને સામાન્ય રીતે વડોદરા રાજ્યની પ્રજાને ઘણું જ ઉપયોગી છે. આ પુસ્તક નીચેને ઠેકાણેથી રેકડી કીંમતે અગર ટપાલ મારફત વેલ્યુપેએબલથી મળશેઃ—
મહાસુખભાઈ ચુનીલાલ,
મુકામ–વિસનગર, જીલ્લો -ગુજરાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________ શ્રી યશોદ alcohllo Nolteras Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com