________________
કહેવાતા શાસનપ્રેમીઓની સભા.
૨૩૫.
છે. વળી તેવા મેટા માણસને નેતરવાથી કેટલું બધું ખરચ થશે તેને વિચાર કર્યો છે?”
વચ્ચે એક ભાઈએ જવાબ આપ્યો “તે બધું ખરચ દીક્ષારક્ષક સમાજ પાસે જે દીક્ષા અને જ્ઞાનખાતાનાં ફંડ છે તેમાંથી કરવાનું છે.”
બાલાભાઈએ પ્રત્યુત્તર આપ્યો “તે વાત મારા મામાએ મને જણાવી છે તે માટે મારે વધે છે. તે પૈસાને ઉપયોગ માનપત્ર આપવામાં કે લેવામાં ન હોય. તેને ઉપયોગ તે તે પૈસા આપનારે જે ઉદ્દેશથી પૈસા આપ્યા હોય તે જ પ્રમાણે થવો જોઇએ. આ પ્રમાણે તે ફંડમાંથી ખરચ કરી માનપત્ર આપતા હો તે તેવું માનપત્ર મારા પિતા લેવા ખુશી હોય એવું હું માનતા નથી. એવા ધર્માદા પસાથી મળેલા માનપત્રથી તે ઉલટે. ડુબવાને પ્રસંગ આવે. વળી એટલી ખાનગી વાત પણ તમારા ધ્યાન ઉપર લાવવા માગું છું કે આપણી વિરૂદ્ધ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજવાળા કામ કરી રહ્યા છે તે વાત જાહેર છે. દીક્ષાના વરડામાં મોટું વિન આવવાની તૈયારી હતી. સારું થયું કે પોલીસ ઇન્સ્પેકટરે સમયસૂચકતા વાપરી હીરાબઝારમાં થઈ વરડે લીધે નહીં, નહીં તે મારામારી થાત અને વરડાને વરઘોડે કેરટે ઉતરત. જે ટાઉન હૅલમાં સભા ભરવાની વાત કરશે તે જરૂર કાળા વાવટા નીકળશે અને “શમ શેમ”ના પોકારો થશે. માટે આ ત્રણે પ્રશ્નને વિચાર કરી કામને, ખરચ ને જોખમનો બોજો માથે ઉપાડવા શક્તિમાન હો તે મોટી મોટી ગવર્નરની કે વાઈસરોયની વાત કરે.”
આ સાંભળી શાસનપ્રેમીઓ ઠંડા ગાર જેવા બની ગયા. ફંડના પિસા ઉપર મેટી મોટી દરખાસ્ત અને સુધારા રજુ કરનારાઓની જીભ બંધ થઈ ગઈતેમને તે પારકા પૈસે અને બીજાના બળ ઉપર તાગડધીન્ના કરવાના હતા. અને ખીસામાંથી પૈસા કાઢવા નહતા અને મેટી મોટી વાતો કરવી હતી. જાણે ચાર લોગસનો કાઉસગ લીધે હોય તેવી શાંતિ ફેલાઈ રહી. પછી સભાના સેક્રેટરીએ ધીમે રહી પુછયું
ત્યારે તમારી મરજી હોય તે પ્રમાણે માનપત્ર આપીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com