________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૩
~~
~
~
~~
~
~~
~
~~
~~~~
~
મેનકા–“ક્યાં મારું રૂપ અને કયાં તમારું રૂ૫?”
“ના, એમ બોલીશ નહીં, તારું સ્વરૂપ એક મહીનામાં તદન બદલાઈ ગયું છે. હવે તે કોઈ શ્રીમંતના ઘરમાં શેઠાણ તરીકે રહેવા જેવી બની ગઈ છે, કેમ પ્રાણલાલભાઈ! હું કહું છું? જે તારી વાળ ઓળાવવાની ફૅશન” એમ કહી વીરબાળાએ મેનકાનું માથું ખુલ્લું કરી નેકલેસ બે હાથ વતી તેના ગળામાં નાખવા લાગી કે મેનકા બોલી અરર આ શું કરે છે? શરમ ન આવે?”
“એ તે તને નેકલેસ પહેરાવું છું” એમ કહી વીરબાળા પાછળ ઉભી રહી બે છેડા ભેગા કરી ઠેસ ભરાવવા લાગી. ઠેસ વિલાયતી ફૅશનની હોવાથી માથાકુટ કરી પણ બરાબર બેસતી ન આવી.
રહેવા દો. હું ભરાવું છું,” એમ કહી પ્રાણલાલે ઉભા થઈ થોડી વારમાં ઠેસ બરાબર ભરાવી, પણ તેની પાંચે સેરે એક એકથી સમાંતર ચડીઆતી ન આવવાથી ખીસામાંથી એક સુંદરીને ફેટ કાઠી વીરબાળાના હાથમાં આપી તેમાં આંગળીથી બતાવી સમજાવવા લાગ્યો “આ પ્રમાણે સેરે સરખી ગોઠવો એટલે સરસ દેખાશે.”
વીરબાળા ફેટા પ્રમાણે સે ગોઠવવા લાગી, એક બરાબર કરતાં બીજી ખસી જાય, વચ્ચે વચ્ચે મેનકા શરમને લઈ શરીર સંકેરે, વચ્ચે હશી પડે, એમ મહા મુશીબતે સેરે ગોઠવી રહી કે પ્રાણલાલે કહ્યું “કેમ કેવો દેખાય છે? મેનકા ! તને આમ બરાબર દેખાતો નહીં હેય માટે પેલા કબાટ આગળ જઈ તકતામાં જે.” મેનકા કબાટ આગળ જઈ તકતામાં બરાબર ધારીને જોવા લાગી અને ભૂલ કાઢી “નેકલેસ તો ઠીક લાગે છે પણ તેને લાયક મારી બીજ નથી. શેઠાણીએ જે રંગની ખુલ્લા ગળાની ચેળી પહેરી છે તેવી જોઈએ. ફેટામાં પણ ખુલ્લા ગળાની છે. માટે જે પહેરવાની તસ્દી શેઠાણું લે તો બરાબર તેની ખુબી આવે. બધી રીતે તેમને લાયક છે.”
તે તો હું મૂળથી જ કહું છું, જરા તસ્દી લઈ શેઠાણીને પહેરાવ” એમ કહી પ્રાણલાલે મેનકાને પાસે બોલાવી પાછળથી ઠેસ કાઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com