________________
૩૦૨
પ્રકરણ ૩૧ મું.
AA AAA.
મુકી પ્રાણલાલ કહેવા લાગ્યો “કાલે પેરીસ મોકલવાનું છે. ત્યાં મોટી ઉમરાવજાદીઓ પહેરે છે, બીજા કેનું નસીબ કે આ પહેરવાને ભાગ્યશાળી થાય ? દસ લાખ રૂપીઆ તેની કીંમત છે. આ નેકલેસ બનાવતાં બાર માસ થયા.”
મેનકા–“ત્યાંની સુંદરી પહેરે અને તે પૈસા ખરચે.”
પ્રાણલાલ–“ખરી વાત છે, આ નેકલેસ તે જેવાને ન મળે તો પહેરવાને કયાંથી મળે? પણ તેને લાભ અમે લઈએ છીએ. જ્યાં સુધી તે ન વેચાય ત્યાંસુધી ઘરમાં સ્ત્રીઓ પહેરે પણ તેને પહેરનાર દેખાવડી સ્ત્રી જોઈએ, નહીં તે ગધેડા ઉપર અંબાડી જેવું દેખાય. એક દિવસે બસંતીલાલની બકુલને પહેરવા આપે હતે. તે પહેરીને સીનેમામાં ગઈ હતી. આ વખતે આખું હાઉસ તેની તરફ જોઈ રહ્યું હતું.”
મેનકા–“ત્યારે મારી શેઠાણુને શેભે કે નહીં ?”
પ્રાણલાલ–વાહ! એ શું બેલી! તારી શેઠાણ તે બકુલ કરતાં ચડે તેવાં છે. જે તે પહેરીને સીનેમા જોવા આવે તે કાલે પેરીસ ન મોકલતાં એક અઠવાડીઆ પછી મોકલું. તેમના કરતાં નેકલેસ વધે તેમ નથી. આ તે ખાસ મહેબતની ચીજે રહી”
વીરબાળા–“તે તે મોટા લોકોની સ્ત્રીઓને શોભે! મારા જેવી પહેરે તે સૌ મશ્કરી કરે અને આંગળીઓ કરે. આપણું માટે તે આવા કરપચેનના દોરા સારા.”
મેનકા–“શેઠાણી! એમ તો કહેશે નહીં. લેકને આંગળી કરવાનું કારણ નથી. ધણીની સાથે રહી ગમે તેટલો ભપકે મારે એમાં કેણુ ટીકા કરનાર છે? મારા જેવી પહેરે તો ટીકા થાય પણ આવા મેટા શહેરમાં તો કોઈ કોઈને પુછે તેમ નથી. શું સીનેમા અને નાટકમાં જોડે બેશી સ્ત્રી પુરૂષો પ્રેમની ગેષ્ટિઓ કરે છે તે બધાં ધણી ધણઆણ હોય છે? એ તે બધો ગોટાળો સમજો.”
વીરબાળાબતે બાબતમાં તું ઘણું શીખર છે. એક વાર તું પહેરી જે, હું જોઉં કેવો દેખાય છે ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com