________________
વીરબાળાને સપડાવવા મેનકાની કપટજાળ.
૩૦૧
વીરબાળા–“ જાણું છું” મેનકા–“શેઠ ક્યાં ગયા?”
વીરબાળા–“હમણાંજ તેમના મિત્ર તેડવા આવ્યા હતા તેમને ત્યાં ગયા. કેમ પેલા બાબુ સાહેબ ગયા ?”
મેનકા–“છે, નથી ગયા, તે તમને ખાસ બતાવવા માટે જેવા લાયક ચીજ લાવ્યા છે. કાલે તો તે પેરીસની સુંદરીઓને પહેરવા માટે પેરીસ મોકલવાની છે, ફરી એવી વસ્તુ જોવા મળી શકે તેમ નથી. એમ તે કહે છે.”
વીરબાળા–“ એવી શી વસ્તુ છે?”
મેનકા–“ જેવા જેવી છે માટેજ બાબુ સાહેબે ખાસ આગ્રહ કરી તમને કહેવા માટે મને મોકલી છે. મરજી હોય તો તમે ત્યાં આ અગર તે અહીં આવે.”
વીરબાળા–તેમને આપણું દીવાનખાનામાં બોલાવ, હું ત્યાં આવું છું. દીવાનખાનામાં ઠીક ફાવશે” એમ કહી ઉડી કપડાં બરાબર પહેરી વીરબાળા દીવાનખાનામાં ગઈ. મેનકા પ્રાણલાલ સાથે ત્યાં આવી. ત્રણે જણ બેઠાં. થોડીવાર તે તે શાંત રહ્યાં પણ પ્રાણલાલની ધીરજ ખુટવાથી તેણે કહ્યું “મેનકા! તારી શેઠાણીને તે ખૂબ ઉંઘ આવે છે. હજુ પણ આંખમાંથી ઉંઘ ઉડી જણાતી નથી. મને લાગે છે કે તે તેમને ઉંઘમાંથી ઉઠાડ્યાં છે.”
વીરબાળા–“હા, છે તે એમજ, પણ મારા મનને એમ કે દુનિયામાં કેવી પહેરનારી સુંદરીઓ પડી છે, તેમના વૈભવની ચીજ ફરી જોવા મળતી નથી એમ સમજીને ઉઠીને આવી.”
પ્રાણલાલે ખીસામાંથી એક ઉમદા ફર્ટકલાસ પાંચ સેરને હીરાને નેકલેસ બહાર કાઢી કહ્યું “ મેનકા ! બતાવ તારી શેઠાણીને, બીજી બે બત્તીઓ કર એટલે પ્રકાશ મારે ” મેનકાએ બેને બદલે ચાર બટન દબાવી દીવાનખાનું ઝમઝગાટ બનાવી દીધું અને વીરબાળાના હાથમાં ઝીણું તારાઓની માફક પ્રકાશ મારતો નેકલેસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com