________________
વાતાવરણના પડઘાની પત્રિકાઓ.
૭૩
વાડીમાં વખતસર ઉતર્યો. જ્યાં આચાર્ય, મુનિ મહારાજે અને સાધ્વીઓ આગળથી આવીને બિરાજમાન થઈ ગયાં હતાં. આચાર્યની આજ્ઞાથી દીક્ષાની ક્રિયાની તમામ સામગ્રી તૈયાર થઈ ગઈ હતી. સભાની વચ્ચેના ભાગમાં નાણ માંડવામાં આવી અને લેકે દીક્ષાની ક્રિયા જેવાને આતુર બની ગયાં.
ચતુરાને પાલખીમાંથી ઉતારી એક એરડીમાં તેનાં સગાં અને સાધ્વી લઈ ગયાં, જ્યાં તેના શરીર ઉપરના દાગીના ઉતારી નાખવામાં આવ્યા. હજામે ફકત પાંચ વાળ માથા ઉપર રાખી તમામ વાળ કાઢી નાખ્યા. પછી હજામને બહાર કાઢી ચતુરાને સ્નાન કરાવી સાધ્વીનાં કપડાં પહેરાવવામાં આવ્યાં. આ બધી વિધિ ચતુરાનાં સગાં તથા સાધ્વીઓએ પાસે રહી કરાવી. આ વખતને એારડી અંદરનો દેખાવ ગમગીની ઉપજાવે તેવા હતા. ચતુરા અને તેની માના આંખમાંથી ખરખર આંસુ ખરતાં હતાં. તેનાં સંસારીપણાનાં કપડાં તથા દાગીના તેની માએ પોતાની પાસે રાખી લીધાં. આ પ્રમાણે સાધ્વીનાં કપડાં પહેરી એ લઈ ચતુરા નાણુ આગળ આવીને ઉભી રહી. એજ રીતે કસ્તુરચંદશેઠ પણ બીજી ઓરડીમાં હજામત કરાવી ફકત પાંચ વાળ રાખી સ્નાન કરી સાધુનાં કપડાં પહેરી એ લઈ નાણુ આગળ આવીને ઉભા રહ્યા.
પછી દીક્ષાની ક્રિયા શરૂ થતાં એક સાધુએ કસ્તુરચંદના માથે રાખેલા પાંચ વાળ ખેંચી લોચ કર્યો, તે પ્રમાણે એક સાધ્વીએ ચતુરાના માથામાં રાખેલા પાંચ વાળની લોચક્રિયા કરી. આ દયથી પ્રેક્ષકોને આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. પછી કેટલીક વિધિ કરી માથા ઉપર વાસક્ષેપ નાખતી વખતે કસ્તુરચંદને કસ્તુરવિજય એ નામ આપવામાં આવ્યું અને તેમને ચકોરવિજયના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. અને ચતુરાના માથા ઉપર વાસક્ષેપ નાખતી વખતે તેને ચતુરથી એ નામ આપવામાં આવ્યું અને તેને કંચનશ્રીની ચેલી તરીકે જાહેર કરવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com